________________
દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના
જાહેર પ્રજા તરફથી આ ગ્રંથને ધારવા કરતાં વિશેષ આદર મળ્યો. તેની પ્રથમવૃત્તિની એક હજાર પ્રતને આઠ માસની ટ્રક મુદતમાં ઉઠાવ થઈ જવાથી બીજી આવૃત્તિ છપાવતાં પહેલાં તેમાં બનતો સુધારો-વધારે કરવામાં આવ્યો, કેટલીક જગ્યાએ વિવેચનમાં ખાસ વધારે કરવામાં આવ્યું અને શાસ્ત્રીય દૃષ્ટિએ કઈ પ્રકારની ખલના ન રહે તેટલા માટે પંન્યાસજી શ્રી આનંદસાગરજીએ ફરી વખત આખો ગ્રંથ તપાસી આપે. વળી, વારંવાર પ્રફ જોવાની અગવડ મટાડવા સારુ, બીજી આવૃત્તિની બે હજાર પ્રત છપાવવામાં આવી છે.
પ્રથમ આવૃત્તિના ઉપદ્માતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને તે ફેરફાર શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના ચરિત્રમાં કરવામાં આવ્યો છે. અતિહાસિક વિભાગમાં સંપૂર્ણ માહિતી મેળવવામાં અનેક મુશ્કેલી હોવાથી તેમાં ખલન થવી પ્રથમથી સંભવિત લાગતી હતી. મારા એક વિદ્વાન મિત્ર, જેમને આ વિષયમાં બહુ સારો અભ્યાસ છે અને જેમને જૂની બાબતની શોધખોળ માટે શેખ છે. તેઓએ મને કેટલીક ખલનાઓ સૂચવી અને તેમની સૂચના પ્રમાણે ઘણાખરા સુધારા અર છે. આ તેઓની સૂચનાથી મારા ઉપર અને જૈન જાહેર પ્રજ ઉપર તેઓએ મોટો ઉપકાર કર્યો છે. તેમને આ સ્થળે ઉપકાર માનું છું. અતિ નમ્રપણે તેઓએ પોતાનું નામ જાહેરમાં મૂકવા માટે પ્રતિબંધ કર્યો છે, તેથી તેઓનું નામ લખી શકતું નથી. પણ તેઓ પ્રયાસ કરી મહેનતે જાહેરમાં મૂકશે તે સંવત ૧૦૦૦થી અત્યારથી સુધીને જૈનધર્મ, રાજ્ય અને આચાર્યોને ઉપયેગી ઈતિહાસ તેઓ જાહેર પ્રજાના લાભ ખાતર પ્રગટ કરી શકે એવી સ્થિતિમાં છે. હું તેઓશ્રીને આ પ્રયાસ કરવા આખી કામના નામે વિનંતિ કરીશ. જૈન કેમમાં આવા આત્મશ્લાઘાની ઈચ્છા વગર ગુપ્તપણે કાર્ય કરનારા પણ છે એ હકીકતની નોંધ લેતાં બહુ હર્ષ થાય છે.
શાંતરસાધિરાજનું સત્વ સિદ્ધ કરવા માટે એક લેખ લખવાની જરૂર હતી, પણ એ પ્રસંગ મળી શક્યો નથી. તેથી આ આવૃત્તિમાં પણ તે વિષય દાખલ થઈ શક્યો નથી.
પુસ્તકના મથાળા પર જે વૃક્ષનું ચિત્ર છે તે સોળ શાખાવાળું કલ્પવૃક્ષ છે અને અધ્યાત્મકઃપવૃક્ષ ગ્રંથના સળ અધિકાર સૂચવે છે. પ્રથમ આવૃત્તિની બુક પર એ જ ચિત્ર એમ્બેસ કર્યું હતું, પણ તે છેવટે તૈયાર થયું તેથી તે તરફ વાચકવર્ગનું ધ્યાન ખેંચી શકાયું નહોતું.
આ બીજી આવૃત્તિ નાં પ્રક તપાસવામાં મારા મિત્ર મિઠ ઉજમશી યાળજીએ સાહાસ્ય કરી છે તેને આ સ્થળે આભાર માનું છું, તેમ જ પં. શ્રી આનંદસાગરજીએ બહુ સૂક્રમ દષ્ટિથી અવલોકન કરી અનેક સુધારા કરી આપવા માટે તેઓશ્રીને ફરી વખત આભાર માનું છું.
મારા પૂજ્ય દાદા શ્રીયુત આણંદજી પુરુષોત્તમ, જેઓશ્રીને મારા ઉપર અનેક પ્રકારને ઉપકાર છે, તેઓનો પ્રથમવૃત્તિ પ્રગટ થયા પછી થોડા માસમાં દેહોત્સર્ગ થયો. તેઓ આ પર પામ્યા તેથી મારી તેઓ પ્રત્યેની ફરજ અમુક અંશે અદા થઈ એ વિચારથી આનંદ થાય છે.
પ્રથમ આવૃત્તિની પેઠે આ નવીન આવૃત્તિ આધ્યાત્મિક જીવન ઉન્નત થવામાં ઉપયોગી થવાથી પ્રયાસની સફળતા થશે. કોઈ પણ જગ્યાએ ખલના જણાય છે તે મારા ઉપર લખી મોકલવા કપા થશે તે ફરી નવીન આવૃત્તિના પ્રસંગે સુધારો કરવા આદર થશે. પ્રિન્સેસ સ્ટ્રીટ. મનહર બિડીંગ. મુંબઈ, શરદ પૂર્ણિમા, ૧૯૬૭
મે. ગિ, કાપડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org