Book Title: Aa Che Sansar Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 9
________________ સંસાર # આગ ને માત્ર ને માત્ર આગ % 3 प्रिया ज्वाला यत्रो-द्वमति रतिसन्तापतरला, कटाक्षान् धूमौघान्, कुवलयदलश्यामलरुचीन् । अथाङ्गान्यङ्गाराः, कृतबहुविकाराश्च विषया, दहन्त्यस्मिन् वह्नौ, भववपुषि शर्म क्व सुलभम् ? ॥३॥ પત્ની જ્યાં રતિ-સંતાપથી ચંચળ જ્વાળાઓને ઓકે છે. એ જ કટાક્ષો કરે છે, એ જાણે ધુમાડાના ગોટા હોય છે. શ્યામ કમળની પાંખડીઓ જેવો એનો રંગ હોય છે, એક એક અંગ અહીં અંગારો હોય છે. એક એક વિષય અહીં જાત જાતના વિકારોથી બાળતા રહે છે. ખરેખર આગ છે આ સંસારનું શરીર. અહીં સુખ ક્યાંથી મળી શકે ? || ૩ || સતત ને સતત જે જ્વાળાઓને છોડતી રહે એનું નામ આગ. સંસાર પણ એક આગ છે. જેમાં પ્રિયા જ્વાળાઓને ઓકતી રહે છે. વાળા કદી સ્થિર નથી હોતી, ચંચળ હોય છે. માણસને જે સ્ત્રી પ્રિય હોય છે, એની પાસેથી એને અપેક્ષા તો રતિની જ હોય છે, પણ એની પાસેથી એને જેટલી રતિ મળે છે, એના કરતા હજારો ગણી તો અરતિ મળે છે. ને એ અરતિના ભઠ્ઠામાં રતિની શીતળતાનું ક્યાંય નામોનિશાન નથી રહેતું. જોઈતી હતી રતિ ને મળ્યો રતિસંતાપ. ચાંદની સમજીને અમે મુઠી ભરી ને મુઠી ખોલી તો તડકો નીકળ્યો. પ્રિયા જે જ્વાળાઓને છોડે છે, એ ય ચંચળ હોય છે, એની ચંચળતાનું રહસ્ય હોય છે રતિસંતાપ. ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય એવી આ દુનિયાની સ્થિતિ છે. કદાચ આગ હજી સારી છે, દાવાનળ હજી એટલો ખરાબ નથી, જેટલો ભયાનક છે સંસાર. આગમાં સપડાયેલો માણસ ચીસ પાડી શકે છે. બચાવ – આ છે સંસારPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84