Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 36
________________ આ છે $સંસાર કે # એક બેઘર ઘર છે. इहोद्दामः कामः, खनति परिपन्थी गुणमही मविश्रामः पार्श्व-स्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तःक्रामन्-मदफणभृतां पामरमतं, वदामः किं नाम प्रकटभवधाम-स्थिति सुखम् ?॥१२॥ દુશ્મન છે જ્યાં કામ. ખોદી નાખે છે ગુણોની ધરતીને. સતત ને સતત બાજુમાં જ છે જ્યાં ખરાબ વિચારોનો ઝગડો. જાત જાતના અભિમાનોના સાપો જ્યાં દરોમાં સળવળી રહ્યા છે. એ છે આ સંસાર. એક બેઘર ઘર. મૂર્ખને તો લાગે છે, કે એમાં સુખ છે, પણ એના વિષે અમને કશું જ કહેવા જેવું લાગતું નથી. || ૧૨ ||. ઘર એ નથી કે જ્યાં ટપાલી ટપાલ આપી જાય છે, ઘર એ નથી કે જ્યાં માણસ જમે છે ને સૂવે છે, ઘર એ નથી કે જ્યાં દીવાલોને છત છે. ઘર તો એ કહેવાય કે જ્યાં માણસ બધી જ ઉપાધિઓથી મુક્ત થઈને હાશકારો અનુભવે. પણ આવું ઘર હોય છે ક્યાં ? છગનના ઘર પાસેથી એક જનાજો નીકળતો હતો, રોતાં રોતાં લોકો બોલતા હતા – ‘તમે અમને છોડીને ત્યાં કેમ જાઓ છો ? જ્યાં અંધારું છે, દુઃખ છે, ત્રાસ છે, સંતાપ છે...' છગન તો ઉછળી જ પડ્યો, બૂમ પાડીને પત્નીને કહે, “દોડ જલ્દી, દરવાજો બંધ કર, આ તો બધી આપણા જ ઘરની વાત છે, ક્યાંક મડદું અહીં જ રહેવા ન આવી જાય !” બેઘર ઘરનો અર્થ આ છે. જ્યાં ઘરમાંથી ઘર નીકળી ગયું છે. થોડા વધુ ચોખા શબ્દોમાં - જે ઘરમાં ઘર જેવું કશું જ નથી. છગનના ઘર જેવો છે આ આખો સંસાર. સારુ કહી શકાય એવું કશું ય અહીં નથી. અને ખરાબ શબ્દ ખુદ ભોંઠો પડી જાય, એટલી ખરાબી અહીં ઠાંસી ઠાંસીને ભરેલી છે. એક બેઘર ઘર, ૩૬

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84