Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 48
________________ છે આ સંર # દર્દનાક દુર્ઘટના છે. दृशां प्रान्तैः कान्तः, कलयति मुदं कोपकलितै रमीभिः खिन्नः स्याद्, घनधननिधीनामपि गुणी । उपायैः स्तुत्यायै-रपनयति रोषं कथमपि-, त्यहो मोहस्येयं, भवभवनवैषम्यघटना ॥ १६ ॥ જે આકર્ષક આંખો આનંદ ઉપજાવે છે, એ જ ગુસ્સાથી તગતગતી હોય, ત્યારે સાવ જ થકવી દે છે. શ્રીમંત ને રાજા-મહારાજા જેવા માટે પણ આ એક મહા–ત્રાસજનક ઘટના હોય છે. કેટકેટલી ચાપલુસી ને સાવ ખોટી ખુશામતો કરી કરીને માંડ માંડ એ ગુસ્સાને દૂર કરવો પડે છે. કદાચ બહારની. બધી જ અનુકૂળતાઓ હોય છતાં ય પોતાના જ મનને કચડવાની આ વ્યથાને તો જે અનુભવે એ જ સમજી શકે. આ છે સંસાર. એક દર્દનાક દુર્ઘટના. મોહનું આ પોતાનું ઘર છે. જ્યાં વિષમતા જ હોય, એમાં કોઈ આશ્ચર્ય નથી. |૧૬ || વસતિ-પ્રમાર્જનની ક્રિયા કરતાં કરતાં એક શ્રમણ ભગવંતને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ અતીન્દ્રિય શક્તિથી ઉપર અસંખ્ય યોજન દૂર દેવલોકને પણ જોઈ શકાય એવું શક્ય બન્યું હતું. એ મહાત્માએ જોવા માટે પ્રયાસ કર્યો કે ઈન્દ્ર મહારાજા અત્યારે શું કરી રહ્યા છે ? જોતાની સાથે એ સ્તબ્ધ થઈ ગયાં. ૩ર લાખ વિમાનના માલિક, અસંખ્ય દેવોના સ્વામી ઈન્દ્ર મહારાજા રિસાયેલા ઈન્દ્રાણીના પગે પડીને એમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં... વગર ભૂલે ક્ષમાયાચના. વગર ગુનાની કાકલુદીઓ.. વગર ગુણોની ખુશામતો. વગર વાંકની સજા... ને છતી શક્તિએ લાચારી... છતી માલિકીએ દાસત્વ. છતાં વિવેકે મૂર્ખત્વ ને છતા તેને નિસ્તેજતા... યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક - मरणे वि दीणवयणं माणधरा जे णरा ण जंपंति । ते वि हु कुणंति लल्लिं बालाणं णेहगहगहिला ॥ દર્દનાક દુર્ઘટના ४८

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84