Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 46
________________ સર્વસ્વ લાગે છે એમ બીજાને પણ પોતાની જ લાગણી સર્વસ્વ લાગે છે. આ સ્થિતિમાં થાય શું ? માત્ર સ્વાર્થસિદ્ધિ ને એના માટેના કાવા-દાવા... માયાપ્રપંચ... સામાની લાગણી પર ઉઝરડા ને પ્રહારો... હૃદયમાં ઝેર... વાણીમાં અમૃત. I mean, વિશ્વાસઘાત. આ એવી પરિસ્થિતિ છે, જેમાં માણસ જીવતા સુધી મરતો રહે છે. આ પરિસ્થિતિ માટે કોઈને દોષ આપી શકાય તેમ નથી. સંસારનો આ સ્વભાવ છે. જો સંસારમાં કાયમી સુખ-ચેન હોત, તો જ્ઞાનીઓને આ ઉપદેશ આપવાની જરૂર જ ન પડી હોત. અગ્નિ ગરમ છે તો એ ગરમ જ છે. લાખો ચર્ચાઓ કે લાખો પ્રયાસો પણ એની ગરમીને નાબૂદ કરી શકતા નથી. એ ચર્ચાઓ ને પ્રયોસોનો કોઈ જ અર્થ નથી. જિંદગી આખી વીતી જશે એને ઠંડો કરવામાં. હકીકતમાં કરવાનું કાંઈક બીજું જ હતું, ને આપણે કરી રહ્યા છીએ કાંઈક બીજું જ. યાદ આવે પેલું ગીત જાવું’તું ઉગમણીએ ને આથમણી દિશાએ જઈ રે ચડ્યા અમે ભવના મુસાફિર, ભૂલા રે પડ્યા... અમે ભવના મુસાફિર, ભૂલા રે પડ્યા.. આ ભવ હતો પરમાત્માના અમૃત-વચનોનું પાન કરવા માટે, આ ભવ હતો સાધનાની સુધામાં સ્નાન કરવા માટે, આ ભવ હતો સદ્ગુણોના અમૃતમાં ડુબકી લગાવવા માટે. આ ભવ હતો આનંદના અમૃતમાં રમણ કરવા માટે. ને આપણે શું કરી રહ્યા છીએ ? જેમાં માત્ર ઉપરની સપાટી જ અમૃત છે ને બાકી બધું જ કડવું ઝેર છે, એમાં આપણે એટલા મોહાઈ ગયા છીએ, કે ખરા અમૃતની અવગણના કરી રહ્યા છીએ. અરે, પેલું અમૃત તો બનાવટી છે. ઝેર કરતાં ય બદતર છે. એ જ તો આપણા જીવનને ઝેરમાં ડુબાડનારું છે. એના માટે ખરા અમૃતની અવજ્ઞા એ આપણી કેટલી વિચિત્ર વૃત્તિ ! મને કહેવા દો, કે સંસારમાં સગાં-સંબંધીઓમાં કરાતો હલકામાં હલકી કક્ષાનો જે વિશ્વાસઘાત હોય, એના કરતાં પણ વધુ વિશ્વાસઘાત આપણે આપણી જાત પ્રત્યે કરી રહ્યા છીએ. દુનિયા તો આપણું બગાડી બગાડીને કેટલું બગાડશે ? હળાહળ ઝેર ૪૬

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84