Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 68
________________ જ રહેતો નથી. વિપરાવિશેષત: - ની આ સંવેદના હોય છે, જ્યાં આંખો ખુલી હોય કે બંધ, કોઈ ફરક જ પડતો નથી. “સારું', “સરસ', “અદ્ભુત”, “મારું”, “રૂપાળું, “સ્વાદિષ્ટ' - આ બધું સંસારની વસ્તુસ્થિતિ નથી, મૂઢ જીવના ‘વિકલ્પો છે. વિકલ્પ એ હંમેશા અંતર્ગત વસ્તુ હોય છે. બાહ્ય વસ્તુ એને બિલકુલ બંધાયેલી નથી. સારા-નરસાના લેબલો કે માલિકીના લેબલોથી વસ્તુને શું ફરક પડે છે ? ઘર હતું, પણ હું જેને “મારું ઘર” કહેતો હતો, એ તો એ ન'તું જ. તો પછી હું શું જોતો હતો ? ઘરને ? ના, મારા ભ્રમને, In more clear words – હું દશ્યને ન'તો જોતો. મારો ભ્રમ મને જે દેખાડતો હતો એને જોતો હતો અને ભ્રમ એ કદી પણ વસ્તુસ્થિતિને દેખાડી શકતો જ નથી. સવાર થાય છે ને અંધારાનું બધું જ તાંડવ પૂરું થઈ જાય છે. તત્ત્વજ્ઞાન થાય છે ને વિકલ્પોના બધા જ તોફાનો શમી જાય છે. તત્ત્વનો શુદ્ધ પ્રતિભાસ થાય એટલે સંસાર આખો ય મિથ્યા તરીકે પ્રત્યક્ષ દેખાય છે. એમાં એક હડહડતા જુઠાણા સિવાય બીજું કશું જ દેખાતું નથી. સંસાર છોડવો પડે – આમાં હજી ય ભૂલ થાય છે. સંસાર છૂટી જાય - આમાં એ ભૂલ કંઈક સુધરે છે. સંસાર જેનાથી “લાગતો હતો એ ભ્રમ જ ટળી જાય - આમાં એ ભૂલ નાબૂદ થાય છે. યાદ આવે ઉપનિષદો - વિદામાની યાવિદ્યા, તથા વિશ્વ વિત્નીવૃતમ્ - ભ્રમ એ આમ તો કશું જ નથી. છતાં ય એણે જ દુનિયા આખીને બાનમાં cileil cô. We can be free. If we wish. S હડહડતું જુઠાણું ૬૮

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84