________________
# માત્ર માયાજાળ
प्रियावाणीवीणा-शयनतनुसम्बाधनसुखै
भवोऽयं पीयूषै-र्घटित इति पूर्वं मतिरभूत् । अकस्मादस्माकं, परिकलिततत्त्वोपनिषदा
मिदानीमेतस्मिन्, न रतिरपि तु स्वात्मनि रतिः ॥ २३ ॥ પ્રિયાના શબ્દો, વીણાનું સંગીત, શયનક્રીડા... આ બધાં સુખોથી પહેલા અમને એવું લાગતું કે આ સંસાર અમૃતથી જ બનેલો છે. પણ અચાનક અમને તત્ત્વરહસ્ય સમજાયું, ને હવે અમારી સ્થિતિ એ છે કે સંસારમાં અમને કોઈ જ રસ નથી, હવે તો રસ છે માત્ર અમારા આત્મામાં. || ૨૩ ||.
માણસ હકીકતમાં દશ્યને જોતો જ નથી. એ જુએ છે માત્ર પોતાની દૃષ્ટિને. એક જ દૃશ્યના પરસ્પર વિરુદ્ધ અભિપ્રાયો જ આ વાતનું પ્રમાણપત્ર છે. નવવધૂના મડદામાં કામીને યોવન દેખાય છે, ચોરને અલંકારો દેખાય છે, જ્ઞાનીને પુદ્ગલોનો જથ્થો દેખાય છે. સ્વાભિપ્રાયથી વસ્તુસ્વભાવની કલ્પના કરવી એ એક મોહ છે. અજ્ઞાન છે.
ક્યારેક કોઈ વ્યક્તિ મને કહે છે - “હં બે દવિસ પછી પાછો આવું છું. હું આપના ચોમાસામાં ત્યાં આવીશ...' વગેરે વગેરે. આ બધી વાતોનું અર્થઘટન હું એટલું જ કરું છું, કે “બે દિવસ પછી પાછો આવું, એવી મને અત્યારે ભાવના છે. હું આપના ચોમાસમાં ત્યાં આવું, એવી મને હાલ ઈચ્છા છે...... વગેરે.. વગેરે. જો એ વ્યક્તિની વાતનો word to word meaning કરવા જઈએ, તો એ ય ખોટો પડી શકે છે, ને એ meaning ની ધારણા બાંધીને બેઠેલા આપણે ય ખોટા પડી શકીએ છીએ. ભાવનાને જેમ ભવિષ્યવાણી માની લેવાની ભૂલ કરવા જેવી નથી, એમ અભિપ્રાયને વાસ્તવિકતા માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી.
આ છે સંસાર