Page #1
--------------------------------------------------------------------------
________________
પૂરો
પર્દાફાશ
આ
છે.
રાસર
Heart to Heart
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાની કૃતિ. અધ્યાત્મસાર અંતર્ગત ભવસ્વરૂપચિંતન-અધિકાર
આધારિત પ્રવચનધારા
પ્રિયમ્
* પ્રસારક જ
બાબુભાઈ સરેમલજી સિદ્ધાચલ બંગ્લોઝ, હીરા જૈન સોસાયટી, સાબરમતી-૩૮૦૦૦૫ Mob. : +91 9426585904 ahoshrut.bs@gmail.com
Page #2
--------------------------------------------------------------------------
________________
% $
૨૧.
૨૪
૨
૭
SO
-લેખમાળા - અનુક્રમ૧. ....... આ છે સંસાર - અધ્યાત્મનું ઉદ્ગમબિન્દુ.......................૩
...આ છે સંસાર - ખરેખર સાગર.... ૩. ..... આ છે સંસાર – આગ ને માત્ર ને માત્ર આગ ................૯ ૪. ..... આ છે સંસાર - નખશિખ કતલખાનું............................ ૧૨ ૫. .. આ છે સંસાર - એક ખૂંખાર રાક્ષસ ................૧૫ આ છે સંસાર – ખતરનાક જંગલ.
•••••••••••
૧૮ ૭. ..આ છે સંસાર - દર્દનાક પ્રપંચ ...
......... ૮. .... આ છે સંસાર - બિહામણો કારાવાસ................... ૯. .... આ છે સંસાર - ખરેખર સ્મશાન............ ૧૦... આ છે સંસાર - હત્યારું વિષવૃક્ષ ... ૧૧..... આ છે સંસાર – વિચિત્રતાનો વરસાદ..........
................ ૧૨..... આ છે સંસાર - એક બેઘર ઘર ....................................... ૧૩.....આ છે સંસાર - ભડકે બળતો ઉનાળો ............................. ૩૯
....આ છે સંસાર - ફક્ત સ્વાર્થની સગાઈ ૧૫..... આ છે સંસાર - હળાહળ ઝેર ............................. ૪૫ ૧૬... ....આ છે સંસાર - દર્દનાક દુર્ઘટના........ ............ ४८ ૧૭..આ છે સંસાર - એક ખુવાર પરિવાર .. ૧૮.... આ છે સંસાર - ભડભડ બળતો નિભાડો. ૧૯..... આ છે સંસાર - ભયાનક યુદ્ધભૂમિ .. ૨૦..આ છે સંસાર - નર્યું પાગલખાનું.........
...આ છે સંસાર - એક કૂર મશ્કરી................
...આ છે સંસાર - હડહડતું જુઠાણું ર૩...આ છે સંસાર - માત્ર માયાજાળ.. ૨૪.... આ છે સંસાર - નરી હેરાનગતિ.............. ૨૫.... આ છે સંસાર - પૂરેપૂરી પરવશતા. ર૬..આ છે સંસાર – ખરેખર પાનખર . ......................... ર૭.... આ છે સંસાર - ફક્ત હિંસાનું તાંડવ ......................... ૮૧
મૂળશ્લોકોનો છંદ – શિખરિણી
... ૫૧
... ૫૪
ક
"
••••••..........
W
*
m
*
*
..••••••
૭૨
૭૫
૭૮
Page #3
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* અધ્યાત્મનું ઉદ્ગમબિંદુ #
तदेवं निर्दम्भाऽऽचरणपटुना चेतसि भव
-
स्वरूपं सञ्चिन्त्य क्षणमपि समाधाय सुधिया । इयं चिन्ताऽध्यात्म-प्रसरसरसीनीरलहरी
सतां वैराग्याऽऽस्था-प्रियपवनपीना सुखकृते ॥१॥
આ
અધ્યાત્મની ભૂમિકા, અધ્યાત્મની વ્યાખ્યા અને સરળતાનું સોપાન ત્રણ અધિકારને પામ્યા બાદ હવે સમજુ વ્યક્તિએ શાંત મને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. અધ્યાત્મ એક સરોવર છે. આ ચિંતન એનો ભીનો ભીનો પવન છે ને વૈરાગ્યની આસ્થા એ પવનને વધુ સમૃદ્ધ બનાવે છે. જેનું પરિણામ આનંદ સિવાય બીજું કશું જ નથી. ||૧||
૧
—
૩
આજથી લગભગ ૩૨૫ વર્ષ પહેલા થઈ ગયેલ એક મહાપુરુષ એટલે જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા. એમની ભીતરમાં ઉભરાતા જ્ઞાનના મહાસાગરને એમણે સેંકડો ગ્રંથોમાં ઠાલવ્યો હતો. એકથી એક ચડે એવા ગ્રંથોની રચના કરતા કરતા અધ્યાત્મના વિષયમાં એમણે એક અદ્ભુત ગ્રંથની રચના કરી. જેનું નામ છે અધ્યાત્મસાર. એકવીશ અધિકાર અને લગભગ સાડા નવસો ગાથાઓમાં પથરાયેલા આ મહાગ્રંથમાં અનેકાનેક વિષયો પર સોનેરી પ્રકાશ પ્રસારેલો છે. જેમાં ચોથો અધિકાર એટલે કે 4th chapter છે ભવસ્વરૂપચિંતન અધિકાર. સંસારનો આમાં પર્દાફાશ છે. સંસારના એક એક પાસાની એક એક પોલ આમાં ઉઘાડી પાડી છે. આપણે જેને સંસાર કહીએ છીએ, તે હકીકતમાં શું છે ? આપણે જેને સુખની ખાણ સમજીએ છીએ એના પેટાળમાં શું ભરેલું છે ? આપણે આખી ય જિંદગી જેની પાસે સુખની ભીખ માંગવા માટે હાથ લંબાવતા જ રહીએ છીએ, એ હકીકતમાં આપણને શું આપે છે ? જેની પાછળ આપણે ભવોભવ બરબાદ કરતા આવ્યા છીએ એની ખરી લાયકાત શું છે ? આ બધી 楽
આ છે સંસાર
Page #4
--------------------------------------------------------------------------
________________
જ વાતોને જ્યાં સ્પષ્ટ રીતે ખોલીને આપણી સામે પ્રસ્તુત કરી દીધી છે, એનું નામ છે ભવસ્વરૂપચિંતન અધિકાર.
I request you, આ બધું જાણીને શું કરવું ? એ તો આપણા હાથમાં જ છે. પણ આ બધું જાણવું જ નહીં, ને લોકપ્રવાહમાં જ તણાતા રહેવું એ એક જાતની આત્મહત્યા છે. આપણે જે દિશામાં દોડવા માંગતા હોઈએ એ દિશામાં છે શું ? એ જાણવું બેહદ જરૂરી છે. અને બીજી વાત એ છે કે એ દિશાની જાણકારી આપતા જે સાઈન બોક્સ આપણને લલચાવે છે, એ બોલ્સની સચ્ચાઈ જાણવી પણ એટલી જ જરૂરી છે. અનાદિકાળથી સંસારે આપણને છેતર્યો છે. બેસ્ટ પેકિંગમાં વેસ્ટ માલ આપણને પધરાવ્યો છે. એણે આપણને નવડાવ્યા ય છે ને રોવડાવ્યા પણ છે. પણ તો ય આપણા મનમાં ઊંડે ઊંડે એક વાત ઘર કરી ગઈ છે, કે “સંસાર સારો.”
But here is a right Sign-board for us. SELL sis ca stilugi કલ્પના ય ન કરી હોય, સંસારનું એ સત્ય આ બોર્ડ પર સ્પષ્ટ લખેલું છે. એને વાંચીને કદાચ હૃદયને એક ધક્કો લાગશે, બુદ્ધિને આંચકો લાગશે, મન એનો ઈન્કાર કરવા માટે ઉછળી પડશે. વર્ષો જુનો અભિપ્રાય કદાચ ટસનો મસ નહીં થવાની જીદ પકડશે. But truth is a truth. એને આપણા ઈન્કાર કે વિરોધ સાથે કોઈ જ સ્નાન-સૂતક નથી. સત્યને સમજશું તો ફાવી જશું. અંધારામાં આંધળુકિયા કરવા જશું તો કૂતરાના મોતે મરશું. Please try to realise the truth. Wish you all the best.
સરોવરના ત્રણ ફળ હોય છે. (૧) દાહોપશમ - એમાં ડુબકી લગાવવાથી શરીરની બળતરા મટી જાય. (૨) તૃષ્ણોચ્છેદ – એનું પાણી પીવાથી તરસ છિપાઈ જાય. (૩) મલપ્રક્ષાલન - એમાં સ્નાન કરવાથી શરીરનો મેલ ધોવાઈ જાય.
અધ્યાત્મ સરોવરથી પણ આ જ ત્રણ ફળ મળે છે. પણ આધ્યાત્મિક સ્તરે. કોમ્પિ ૩ મહીપતદિવસમો હો - ક્રોધનો નિગ્રહ થાય એટલે આત્માનો બધો જ સંતાપ શમી જાય છે. નોહણ૩ મિાહી, તાવોદયો દોડ઼ - લોભ ઉપર કાબુ મળે એટલે તૃષ્ણા ખલાસ થઈ જાય છે. મૂર્તિઅધ્યાત્મનું ઉદ્ગમબિંદુ
Page #5
--------------------------------------------------------------------------
________________
सोहणेण अप्पा उ णिम्मलो होइ
બની જાય છે.
-
એક સંતને કોઈએ પ્રશ્ન પૂછ્યો, “તમે વિવેક કોની પાસેથી શીખ્યા ?’’ સંતે સ્મિત કરીને જવાબ આપ્યો, “અવિવેકીઓ પાસેથી. એમનું જે જે અવિવેકભર્યું વર્તન હું જોતો, એમાંથી મને પ્રેરણા મળતી કે આવું આવું બિલ્કુલ કરવા જેવું
નથી.’’
કર્મમળની શુદ્ધિ થવાથી આત્મા નિર્મળ
સંસાર અને અધ્યાત્મ વચ્ચે આમ તો લાખો કિલોમીટરોનું અંતર છે, પણ જો આપણી પાસે સબુદ્ધિ હોય, તો સંસાર જ અધ્યાત્મનું ઉદ્ગમબિંદુ બની જાય છે. ભલે ને સંસારમાં રાગના લાખો તોફાનો હોય, વિવેકી માટે તો એ જ વિરાગનું પ્રબળ નિમિત્ત બની જાય છે. પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં ખરું જ કહ્યું છે दुःखमेव सर्वं विवेकिनः । વિવેકની આંખે જોતા તો સંસારમાં સુખોનો ધોધમાર વરસાદ વરસતો હોય, એમાં ય દુઃખના દાવાનળ સિવાય બીજું કશું જ દેખાતું નથી. સુખ સંસારમાં છે જ નહીં, સુખ છે માત્ર ને માત્ર અધ્યાત્મ અને વૈરાગ્યમાં. દ્વાત્રિંશિકા ગ્રંથમાં પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ કહે છે
—
李
-
विरागहेतुप्रभवं न चेत् सुखं
न नाम तत्किञ्चिदिति स्थिता वयम् ।
જે સુખના મૂળમાં વૈરાગ્ય નથી એ સુખ સાવ જ પોકળ છે. સાવ જ બોગસ છે. ખરા અર્થમાં કહીએ તો એ સુખ જ નથી.
ચાલો, વૈરાગ્યની વાટે જઈએ, અધ્યાત્મયાત્રાને આગળ ધપાવીએ, સુખી થવાનો ઉપાય . આના સિવાય બીજો કોઈ જ નથી.
૫
આ છે સંસાર
Page #6
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
ૢ ખરેખર સાગર છૂ
इतः कामौर्वाग्निर्ज्वलति परितो दुःसह इतः, पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः । इतः क्रोधावर्त्तो विकृतितटिनीसङ्गमकृतः,
૨
समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ? ॥२॥
આ બાજુ છે કામ-વડવાનળ, જે ચારે બાજુથી બળ્યા કરે છે. અસહ્ય છે એનો તાપ. આ બાજુથી વિષય-પર્વતના શિખરો પરથી છુટ્ટી પડી પડીને શિલાઓ પડતી જ જાય છે. આ બાજુ છે ક્રોધ-વમળ, જેનું અનુસંધાન વિકાર-નદી સાથે છે. ખરેખર સાગર છે આ સંસાર. કોને એનો ડર ન લાગે ? ||શા
દરિયાના પેટાળમાં એક ભયંકર આગ પેદા થાય છે, જેનું નામ છે વડવાનળ. પાણીમાં જ એ પેદા થાય છે. દરિયા આખાના ય પાણીમાં એ તાકાત નથી કે એને બુઝાવી શકે. એ આગ એટલી ખતરનાક હોય છે, કે એની આસપાસનું પાણી તો ઉકળે જ છે, એ આગને જે સ્પર્શે એ ય ભડથું થઈ જાય છે. સંસાર પણ એક સાગર છે, જ્યાં કામવાસનાની આગ સતત ભડકે બળતી રહે છે. ને ભલભલાને ય સતત બાળતી રહે છે. દુનિયાભરના ભોગસાધનો મળી જાય તો ય એ આગ બુઝાવી એ શક્ય જ નથી. અરે, બુઝાવાની વાત તો જવા દો એ આગ એનાથી વધુ ભડકી ઉઠે છે. ફરી ભોગસાધનોની શોધ, ફરી ભોગવટાનું ગાંડપણ ને ફરી એ આગનો ભડકો... બસ આ ક્રમ ચાલ્યા જ કરે છે. ચારે બાજુથી આ દુઃખ્ત આગને સહન કરતો કરતો છેવટે માણસ ભડથું થઈ જાય છે.
દરિયામાં કેટકેટલા પર્વતો હોય છે, કેટલાકના શિખરો આપણને બહાર દેખાય છે, તો કેટલાક આખે આખા અંદર જ ડુબેલા હોય છે. આ બધાં ખરેખર સાગર.
李
૬
Page #7
--------------------------------------------------------------------------
________________
પર્વતોમાંથી ક્યારે કેટલી શિલાઓ છુટ્ટી પડે ને કેટલા જલચરોને છુંદી નાંખે એનો કોઈ જ ભરોસો નહીં. સંસારસાગરમાં ય અનેક પર્વતો છે, જેમનું નામ છે વિષયો, કેટલાક બહાર પ્રગટ હોય છે એ છે પાંચ ઈન્દ્રિયોના વિષયો. કેટલાંક અંદર છુપાયેલા હોય છે એ છે મનના વિષયો. આમાંથી કયો પર્વત ક્યારે તૂટી પડે ને એમાંથી કઈ શિલાઓ ક્યારે આપણા ઉપર ધસી પડે, એનો કોઈ જ ભરોસો નથી. We think objects are good for us. But reality is this - They are our enemies. એ આપણને કાપી નાંખે છે, છુંદી નાંખે છે, ટીચી નાંખે છે, ને આપણો કચ્ચરઘાણ વાળી નાંખે છે. શત્રુ બળવાન હોય એ એટલું ખતરનાક નથી, એનાથી વધુ ખતરનાક તો એ છે, કે શત્રુ શત્રુરૂપ જ ન લાગે, અરે, એ પરમ મિત્ર લાગે.
દરિયામાં વમળ પણ હોય છે. જેને ભમરી પણ કહેવાય. એક મોટું વર્તુળ હોય, જેમાં પાણી તીવ્ર વેગથી ગોળ ગોળ ફરતું ફરતું નીચે નીચે ઉતરતું જતું હોય. સૌથી ઉપરનું વર્તુળ સેંકડો મીટરોનું ય હોઈ શકે. સૌથી નાનું વર્તુળ મીટરનો સોમો ભાગ પણ હોઈ શકે. જે હોડી વમળમાં ફસાઈ એ ગઈ. પછી લાખ પ્રયાસ છતાં ય એ ન બચી શકે. આ વમળનો સંપર્ક કોઈ ધસમસતી નદી સાથે થઈ જાય એટલે ખેલ ખલાસ. આ તાંડવ ભયંકરતાની બધી જ સીમાઓને પાર કરી જાય. સંસાર સાગરમાં ય એક વમળ છે જેનું નામ છે ક્રોધ. અબજો કિલોમીટરોથી ય ન માપી શકાય એટલો એનો ઘેરાવો છે. પળભરમાં તો ક્યાંના ક્યાં પહોંચાડી દે એટલો એનો વેગ છે. ચક્કર આવી જાય, એવી એની ભમરી છે. બહારના દરિયામાં વમળ હોય, ને ન પણ હોય, સંસાર-સાગરમાં ક્રોધ-વમળ હોય જ છે. જ્યાં સુધી તમે સંસારમાં છો, ત્યાં સુધી તમે એનાથી બચી જ ન શકો. સંસાર-સાગરમાં એક ધસમસતી નદી આવે છે, જેનું નામ છે વિકૃતિ-વિકાર. ક્રોધ-વમળ અને વિકાર-નદી આ બેનો સંગમ થઈ જાય છે, અને એની સાથે જ સંસારસાગરની ભયાનકતા લાખોગણી બની જાય છે. કદાચ આ બેથી જ આખો ય ભવસાગર ભરાઈ જાય છે. કષાયો ને વિકારોનો અર્થ જ તો સંસાર છે.
સંસાર એ એવી વસ્તુ છે, જેને જોઈને છળી જ પડાય, ઉછળી જ પડાય,
李
આ છે સંસાર
७
Page #8
--------------------------------------------------------------------------
________________
આખાય શરીરમાંથી ગભરાટનું લખલખું જ પસાર થઈ જાય, ને મુઠીઓ વાળીને ભાગી છૂટાય. જો આવું કશું જ આપણને ન થતું હોય, તો એનો અર્થ એ છે કે હજી સુધી આપણે આંખો ખોલી જ નથી.
આપણે જેને ગલગલિયા કહીએ છીએ, એ હકીકતમાં કામનો સંતાપ હોય છે. આપણે જેને હાઈ-ટેમ્પર કહીએ છીએ એ હકીકતમાં કષાયોની ગરમી હોય છે, આપણે જેને લવ કે એટેચમેન્ટ કહીએ છીએ એ હકીકતમાં વિકારો હોય છે. આખરે ક્યાં સુધી આપણે આપણી જાતને બેવકુફ બનાવતા રહીશું?
ક્યાં સુધી હાથે કરીને દુઃખી થતાં રહીશું ? ક્યાં સુધી આપણે આ દુઃખના રસ્તે દોડતાં રહીશું ?
આજે કદાચ ભવસાગરના દુઃખો આપણને ન પજવતા હોય, તો ય શું? આપણે હજી ય ભવસાગરમાં જ છીએ, એ પણ મોટા દુઃખની વાત છે.
નાખુદા ખુશ છે કે કાબુમાં રહે છે નૌકા,
ને ભૂલી જાય છે કે દરિયા પર અધિકાર નથી. દુઃખની ભરતી ને સુખની ઓટ અહીં ગમે ત્યારે આવી શકે છે. નાવના ભુક્કે ભુક્કા બોલાવી દે એવું તોફાન અહીં ગમે ત્યારે ત્રાટકી શકે છે. ડુબાડી જ દે એવું વમળ અહીં ગમે ત્યારે ને ગમે ત્યાં જાગી શકે છે. નાવનો પત્તો જ ન રહે એવા ઝંઝાવાત અહીં ગમે ત્યારે આવી શકે છે.
ભવસાગરમાં હોવું, ને નિશ્ચિત હોવું એ એક જાતનો ઈગો છે - મિથ્યાઅભિમાન છે, કે જાણે આપણને કાંઈ થવાનું જ નથી.
कबीर गर्व न कीजिये, रंक न हांस्ये कोय,
अजहु नाव सागर में है, ना जानु क्याँ होय ?
ભવસાગરમાં હોવું, ને ઉદ્વિગ્ન ન હોવું, ભયભીત ન હોવું, એ એક જાતનું ગાંડપણ છે. ડુબવાની બધી જ શક્યતાઓ વચ્ચે ય સ્વસ્થ હોવું, ને ડુબતા ડુબતા ય હસતા રહેવું એ ગાંડાનું જ લક્ષણ છે ને ? Please, be wise, કંઈક ડરો... કંઈક કરો... તો જ બચવાની શક્યતા ઊભી થઈ શકશે. તો જ આપણી નાવ ભવપાર કરી શકશે.
ખરેખર સાગર_
Page #9
--------------------------------------------------------------------------
________________
સંસાર
# આગ ને માત્ર ને માત્ર આગ % 3
प्रिया ज्वाला यत्रो-द्वमति रतिसन्तापतरला,
कटाक्षान् धूमौघान्, कुवलयदलश्यामलरुचीन् । अथाङ्गान्यङ्गाराः, कृतबहुविकाराश्च विषया,
दहन्त्यस्मिन् वह्नौ, भववपुषि शर्म क्व सुलभम् ? ॥३॥ પત્ની જ્યાં રતિ-સંતાપથી ચંચળ જ્વાળાઓને ઓકે છે. એ જ કટાક્ષો કરે છે, એ જાણે ધુમાડાના ગોટા હોય છે. શ્યામ કમળની પાંખડીઓ જેવો એનો રંગ હોય છે, એક એક અંગ અહીં અંગારો હોય છે. એક એક વિષય અહીં જાત જાતના વિકારોથી બાળતા રહે છે. ખરેખર આગ છે આ સંસારનું શરીર. અહીં સુખ ક્યાંથી મળી શકે ? || ૩ ||
સતત ને સતત જે જ્વાળાઓને છોડતી રહે એનું નામ આગ. સંસાર પણ એક આગ છે. જેમાં પ્રિયા જ્વાળાઓને ઓકતી રહે છે. વાળા કદી સ્થિર નથી હોતી, ચંચળ હોય છે. માણસને જે સ્ત્રી પ્રિય હોય છે, એની પાસેથી એને અપેક્ષા તો રતિની જ હોય છે, પણ એની પાસેથી એને જેટલી રતિ મળે છે, એના કરતા હજારો ગણી તો અરતિ મળે છે. ને એ અરતિના ભઠ્ઠામાં રતિની શીતળતાનું ક્યાંય નામોનિશાન નથી રહેતું. જોઈતી હતી રતિ ને મળ્યો રતિસંતાપ.
ચાંદની સમજીને અમે મુઠી ભરી
ને મુઠી ખોલી તો તડકો નીકળ્યો. પ્રિયા જે જ્વાળાઓને છોડે છે, એ ય ચંચળ હોય છે, એની ચંચળતાનું રહસ્ય હોય છે રતિસંતાપ. ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય એવી આ દુનિયાની સ્થિતિ છે. કદાચ આગ હજી સારી છે, દાવાનળ હજી એટલો ખરાબ નથી, જેટલો ભયાનક છે સંસાર. આગમાં સપડાયેલો માણસ ચીસ પાડી શકે છે. બચાવ
– આ છે સંસાર
Page #10
--------------------------------------------------------------------------
________________
માટે બૂમાબૂમ કરી શકે છે. બધું જ જોર લગાવીને ભાગી છૂટી શકે છે. સંસાર છૂટવા તો નથી જ દેતો, એક શબ્દ બોલવાની ય છૂટ નથી આપતો. બસ, ચૂપચાપ એની રાખ કરી નાંખે છે.
उन्भेउ अंगुलिं सो पुरिसो, सयलम्मि जीअलोयम्मि ।
कामंतएण णारी, जेण न पत्ताई दुक्खाई ॥
આખી દુનિયામાં એ પુરુષ આંગળી ઊંચી કરે, જેણે નારીની કામના કરીને દુઃખો ન ભોગવ્યા હોય.
વાત ફક્ત પુરુષની નથી. નર માટે નારી એ જ્વાળા છે. નારી માટે નર એ વાળા છે. વિજાતીય એ જેટલા સોહામણા હોય, જેટલા આકર્ષક અને લોભામણા હોય, એટલી જ વ્યક્તિ એમનામાં વધુ મોહાય છે, ને એટલી જ વધુ દુઃખી થાય છે. કદરૂપી પત્ની મળે તો માણસ દુઃખી છે. રૂપાળી પત્ની મળે તો માણસ વધારે દુઃખી છે. યાદ આવે નીતિશાસ્ત્ર - મા રૂપવતી. શત્રુ - રૂપાળી પત્ની એ શત્રુ છે.
આગ છે સંસાર. એને જ્યાંથી પણ સ્પર્શી, જેવી રીતે પણ સ્પર્શે, જ્યારે પણ સ્પર્શે, એ ફક્ત તમને બાળી શકે છે. એના સ્વરૂપની જવાબદારીને એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. “સંસાર' પર પૂરે પૂરો ભરોસો રાખજો. એ તમને બાળશે જ. આમાં લેશ પણ શંકા કરવાનો અવકાશ જ નથી. - સ્ત્રીની મોહપ્રેરક દૃષ્ટિને સંસ્કૃત ભાષામાં કટાક્ષ કહેવામાં આવે છે. એનાથી ઘાયલ” થવા પર કેટકેટલા કાવ્યો, કવિતાઓ, ગઝલો, શાયરીઓ અને ફિલ્મી ગીતો બની ચૂક્યા છે. પણ “ઘાયલપણાની કબૂલાત કરવા છતાં ય આ દુઃખનું કારણ છે, હેય છે, છોડવા યોગ્ય છે, આવી “સાન' આવતી નથી. બજારમાં ઘણું ઘણું મળે છે. પણ આ “સાન' ક્યાંય મળતી નથી. કારણ કે બજારમાં આપણા હિતમાં કોઈને ય રસ નથી.
આપણા હિતેચ્છુ તો છે જ્ઞાનીઓ. અને માટે જ તેઓ તો સ્પષ્ટ કહે છે, કે પ્રિયા જે જ્વાળા ઓકે છે, એના કાળા કાળા ધુમાડા છે આ કટાક્ષો. ધુમાડાથી ય આંખો બળે છે, ને આ કટાક્ષોથી ય આંખો બળે છે, માત્ર આંખો
આગ ને માત્ર ને માત્ર આગ
૧૦
Page #11
--------------------------------------------------------------------------
________________
જ કેમ ? મન પણ બળે છે, જીવ પણ બળે છે. સુખ પણ બળે છે. આલોક પણ બળે છે ને પરલોક પણ ભડકે બળે છે. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
परिहरसु तओ तासिं दिहिँ दिट्ठिविसस्स व अहिस्स । ___जं रमणीणयणबाणे चरित्तपाणे विणासंति ॥
જેની નજરમાં ય ઝેર હોય, એવા સાપને કોણ નજર સામે લાવે ? કોણ એનાથી દૂર ન ભાગે ? બરાબર એ જ રીતે નારીની દૃષ્ટિને પણ એવોઈડ કરવી જોઈએ. આ તો એ બાણ છે, જે ચારિત્રને ખતમ કરી નાખે છે.
સંસારનું એક એક અંગ અંગારો છે. એને જ્યાંથી પણ અડો, તમારે દાઝવાનું છે, બળવાનું છે, ને ખૂબ ખૂબ પસ્તાવાનું છે. ભીતરમાં ભરેલી વિષયોની ભૂતાવળ આમાં દુકાળમાં અધિક માસ-નો ઘાટ ઘડે છે. કેટકેટલા વિકારોની આગ ઉમેરાય છે, ને ભડકે બળે છે આખો સંસાર.
ખરો સવાલ એ નથી, કે આ સ્થિતિમાં સુખ હોઈ શકે કે નહીં? ખરો સવાલ તો એ છે, કે આ સ્થિતિમાં સુખ શોધનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોઈ શકે કે નહીં? Please, ask yourself, who are you? Normal or abnormal ? તમે જે પણ હો, જ્ઞાનીઓએ હવે તમને કશું જ કહેવાનું રહેતું નથી.
જ
આ
આ છે સંસાર
Page #12
--------------------------------------------------------------------------
________________
આ છે zસંસાર
નખશિખ તલખાનું #
૪)
गले दत्त्वा पाशं, तनयवनितास्नेहघटितं,
निपीड्यन्ते यत्र, प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता, विषमविषयैर्घातकभटै
र्भवः सूनास्थानं, तदहह महासाध्वसकरम् ॥४॥
પુત્ર અને પત્ની પ્રત્યેનો સ્નેહ એ છે ગળામાં નાખેલું બંધન, પીડા એટલી છે જેનું વર્ણન ન થઈ શકે, ઘાતકી ખાટકી જેવા વિષયો જ્યાં બિચારા જીવો પર તૂટી જ પડ્યા છે, કતલખાનામાં જે દશા પશુની થાય છે, એ જ દશા સંસારમાં જીવોની થાય છે. સંસાર એક કતલખાનું જ છે. ભયાનક શબ્દ તો ક્યાંય મોળો પડી જાય, એટલું, હદ બહારનું એ ભયાનક છે ||૪||
બંધનની કેટલીક સ્થૂળ વ્યાખ્યાઓમાં આપણે ફસાઈ ગયા છીએ. એ કપડાનો પટ્ટો હોય, લોખંડની સાંકળ કે બેડી હોય, કચકચાવીને બાંધેલી રસ્સી હોય, etc. etc. but reality is different. બંધનનો અર્થ આટલો જ નથી. લોઢાની બેડી પણ જો છુટ્ટી-અલગ પડી હોય, તો એ બંધન નથી. સ્વજન વગેરે એવી વ્યક્તિ જેનાથી છુટ્ટા પડવું શક્ય ન હોય, તો એ બંધન છે. બંધનનો સીધો સાદો અર્થ એ જ છે, કે જેનાથી તમે છૂટી ન શકો. પત્ની એ બંધન છે. દીકરો એ બંધન છે. ઘર એ બંધન છે. હજી ઊંડાણમાં ઉતરીએ એટલે ખ્યાલ આવશે - સ્નેહ એ બંધન છે. જે સંસારના કતલખાનામાંથી આપણને છૂટવા દેતું નથી.
આપણે જેમને “આપણા સમજીએ છીએ, એ હકીકતમાં આપણા ગળામાં બાંધેલું બંધન હોય છે. છૂટી જવાનું બધું જ સામર્થ્ય હોવા છતાં ય, ભાગી જવાની બધી જ શક્તિ હોવા છતાં ય એ બંધન નડતરરૂપ બને છે. ને આપણે નખશિખ કતલખાનું
૧૨
Page #13
--------------------------------------------------------------------------
________________
એક પછી એક યાતના સહન કરતાં કરતાં છેવટે આ સંસારના કતલખાનામાં કપાઈ જઈએ છીએ. बन्धनानि खलु सन्ति बहूनि,
प्रेमरजूकृतबन्धनमन्यत् । दारुभेदनिपुणोऽपि षडंहि
નિયો મવતિ પst | બંધન તો ઘણાં ય હોય છે, પણ પ્રેમના દોરડાનું બંધન કંઈક ઓર જ હોય છે. ભમરો આમ તો લાકડાને ય કોતરીને નીકળી જાય છે. પણ
જ્યારે સાંજના સમયે કમળનો રસ ચૂસતા ચૂસતા કમળ બીડાઈ જાય, ને ભમરો અંદર પૂરાઈ જાય. એટલે એ જેલને એ મંજૂર કરે છે, પણ કમળની કોમળ પાંખડીઓને કોતરવાનો વિચાર સુદ્ધા નથી કરતો. દેખીતી રીતે એ કમળમાં બંધાયેલો છે, પણ હકીકતમાં એ મોહમાં બંધાયેલો છે.
આંખોને બંધ કરીને જોવાનો પ્રયાસ કરો. સંસારના કતલખાનામાં પતિપત્ની-પુત્ર વગેરેના સ્નેહનો ગાળિયો આપણા ગળે નાંખીને આપણને મુશ્કેટાટ બાંધી દીધાં છે. કષાયો ને વિષયો આપણને ઢોર માર મારી રહ્યા છે. લોહીલુહાણ થઈને આપણે કણસી રહ્યા છીએ. છેવટે યમરાજ નામનો ખાટકી આવે છે, આપણા પર મોટા છરાનો મરણતોલ પ્રહાર કરે છે, એક જ ઝાટકે આખી ય ગરદન કપાઈ જાય છે. લોહીનો ફુવારો ને કાન ફાડી નાખે એવી ચીસ... શું પહેલા નીકળ્યું એની આપણને ય ખબર નથી. ભયાનક રીતે તરફડી તરફડીને આપણે મરી જઈએ છીએ. ફરી નવો જન્મ... નવું બંધન... નવી યાતના... ને નવું મોત.
આત્માના અનાદિકાળના ઈતિહાસનો આ સંક્ષેપ છે. અનંત અનંત અનંત ભવોની આ કોમન સ્ટોરી છે. શું આ જન્મ પણ આના માટે જ ? શું અનંત શક્તિનો માલિક આપણો આત્મા આ રીતે કૂતરાના મોતે મરી જશે ? ને ભવોભવ આ જ રીતે મરતો રહેશે ? શું આ જ છે આ જીવનનો અર્થ ? સંસારમાં આપણે બે જ રોલ કરીએ છીએ. એક પશુનો ને બીજો કસાઈનો.
આ છે સંસાર
- ૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
એક મરતા રહેવાનો ને બીજો મારતા રહેવાનો. જ્ઞાનીઓ કહે છે पञ्च सूना ગૃહસ્થસ્ય - ગૃહસ્થને પાંચ કતલખાના ચલાવ્યા સિવાય છૂટકો જ નથી. ચૂલો એ કતલખાનું છે. ખાંડણી ને પેષણી એ કતલખાનું છે. પાણિયારું ને મોરી એ પણ કતલખાનું છે. આજે આપણે ઓવન, ગ્રાઈન્ડર, જ્યુસર, મિક્સર, ફ્રીજ અને લેટ્રિન દ્વારા આ કતલખાનાઓને અલ્ટ્રા મોડર્ન બનાવ્યા છે. પ્રતિદિન અસંખ્ય અને અનંત જીવોની હત્યા આ કતલખાનાઓ દ્વારા થતી જ રહે છે. કેટકેટલા જીવોને કચરીને, રહેંસીને, કાપીને, ફુટીને, છુંદીને, ઉકાળીને, મસળીને અને બાળીને આપણે આપણા સંસારનું ગાડું ગબડાવતા હોઈએ છીએ એનો આપણને ક્યાં ખ્યાલ હોય છે ?
क्व गृहस्थाऽऽश्रमे धर्मो, यत्राप्यारम्भभीरुभिः । एकोदरार्थं षड्जीवा, विराध्यन्ते दिने दिने ? | युगादिदेशना ॥
-
કોણ કહે છે કે ગૃહસ્થપણામાં ધર્મ છે ? ગમે તેટલા સમજેલા ને હિંસાભીરુએ પણ અહીં એક માત્ર પેટ ખાતર રોજે રોજ ષટ્કાયના જીવોની હત્યા કરવી જ પડે છે.
Please, Now stop this nonsense. શાણપણ મરવામાં પણ નથી અને શાણપણ મારવામાં પણ નથી. શાણપણ તો છે ખુદ બચવામાં અને શક્ય એટલા બીજાને બચાવવામાં. Come on, Hurry up. Let's get out of this slaughter-house.
નખશિખ તલખાનું
૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
રૃસંસાર
# એક ખૂંખાર રાક્ષસ #
૧
अविद्यायां रात्रौ, चरति वहते मूर्ध्नि विषमं,
कषायव्यालौघं, क्षिपति विषयास्थीनि च गले । महादोषान् दन्तान्, प्रकटयति वक्रस्मरमुखो,
न विश्वासार्होऽयं, भवति भवनक्तंचर इति ॥५॥
એ ભમે છે અજ્ઞાનની અંધારી રાતે. એના માથે છે ખતરનાક કષાય-સાપો. એના ગળામાં છે વિષય-હાડકાઓ. એ દેખાડે છે. મોટા મોટા દોષોના દાંત. એનું વાંકું મોટું છે કામ. ખરેખર, ખૂંખાર રાક્ષસ છે આ સંસાર. એનો લગીરે ભરોસો કરવા જેવો નથી. // ૫TI
રાક્ષસનું એક નામ છે નિશાચર. એનો સ્વભાવ છે રાતે ફરવાનો. સંસારની પણ કંઈક આવી જ વાત છે. જ્યાં સુધી માણસ અંધારામાં હોય છે, ત્યાં સુધી જ એ સંસારમાં હોય છે, એકવાર એની ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય એટલે સંસાર પાસેથી ઊભી પૂંછડીએ ભાગી જવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી. બીજા શબ્દોમાં કહીએ, તો તમે કેટલા વ્યાખ્યાનો સાંભળ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા ને તમને કેટલું કેટલું આવડે છે, એ બધી જ વાત જવા દો. Please tell me. તમે સંસારમાં છો ? કે સંસારથી મુક્ત છો ? જો સંસારમાં છો તો તમે અંધારામાં છો. ઘોર અજ્ઞાનમાં છો. ને જો મુક્ત છો તો તમે સમજદાર છો. જ્ઞાની છો.
રાક્ષસના માથે સાપો લટકતા હોય છે. સંસારના માથે સાપના ય બાપ જેવા કષાયો હોય છે. કષાયો વગરનો સંસાર, એ પાણી વગરના દરિયા જેવી વાત છે. પાણી એ જ દરિયો છે, કષાયો એ જ સંસાર છે. માટે જ કહેવું પડ્યું છે - વષાયમુત્તિ: ત્નિ મુરેિવા કષાયોથી મુક્તિ એ જ મુક્તિ છે.
- આ છે સંસાર
Page #16
--------------------------------------------------------------------------
________________
શાંત ચિત્તે કદી વિચારો તો ખરાં. સંસારમાં બેઠાં, એટલે કેટકેટલા કષાયો કરવાના ને કેટકેટલા કષાયો વચ્ચે રગદોળાવાનું! કેટલા ગુસ્સા ! કેટલા ઈગો! કેટલા છળકપટ ! ને કેટલી પૈસાની ભૂતાવળ ! સાપ ને અજગર જેવા આ એક એક કષાયો આપણા આત્માને ડંખ મારતા જ જાય, મારતા જ જાય, ને આપણો આત્મા બધી જ સૂઝબુઝ ખોઈને ક્ષણે ક્ષણે ઢળી પડે, ફરી ફરી પટકાય, અસહ્ય પીડાથી અધમુઓ થઈ જાય, આ સંસારની કેવી કાળી કદર્થના !
રાક્ષસના ગળામાં હાડકાંઓની માળા હોય છે, સંસારના ગળામાં વિષયો છે. હાડકાં શબ્દ કદાચ એના માટે હલકો લાગશે, પણ હકીતમાં તો વિષયો હાડકાં કરતાં ય વધુ ભૂંડા છે. હાડકા અપવિત્રતાનું પ્રતિક ગણાય છે. વિષયો પવિત્રથી પવિત્ર આત્માને ગંદકીથી ખરડી નાંખે છે. હાડકાની હાજરી અસ્વાધ્યાયિક બને છે. (જેમાં સ્વાધ્યાય ન થઈ શકે.) વિષયો આત્માને “સ્વ'ના અધ્યાયથી વિખૂટો પાડી દે છે. હાડકું મડદાંનુ એક અંગ હોય છે, વિષયો અનંતાનંત મડદાઓનો આગામી પર્યાય હોય છે. હાડકાંનો હકીકતમાં કોઈ જ સદુપયોગ હોતો નથી. આત્મહિતના સંદર્ભમાં વિષયો સાવ જ નકામા હોય છે. હાડકાને ચાટનાર ને બટકા ભરનાર કૂતરો હકીકતમાં મૂર્ખ બનતો હોય છે. આત્માને આપવા માટે વિષયો પાસે મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
ण लहइ जहा लिहतो, मुहल्लियं अट्ठियं जहा सुणओ । सोसइ तालुअरसियं, विलिहंतो मन्नए सुक्खं ॥ महिलाण कायसेवी, ण लहइ किंचि वि सुहं तहा पुरिसो ।
सो मन्नए वराओ, सयकायपरिस्समं सुक्खं ॥
કૂતરો હાડકાંને ચાટે છે, હાડકાને બચકા ભરે છે, પણ હાડકાંમાંથી એને કશું જ મળતું નથી. બચકાં ભરતાં ભરતાં એનું પોતાનું જ તાળવું ફાટે છે. લોહી નીકળે છે. વેદના ય થાય છે, પણ એ લોહીને ચાટતા ચાટતા કૂતરો સમજે છે કે મને આ સ્વાદ હાડકાંથી મળી રહ્યો છે, હાડકાંએ મને કેટલું સુખ આપ્યું !
બરાબર આ જ રીતે સ્ત્રીની સાથે મૈથુન કરતો પુરુષ પણ એમ સમજે એક ખૂંખાર રાક્ષસ
Page #17
--------------------------------------------------------------------------
________________
છે, કે સ્ત્રીથી મને સુખ મળી રહ્યું છે. હું એનાથી સુખી થઈ રહ્યો છે. પણ હકીકતમાં એને કશું જ સુખ મળતું હોતું નથી. જે દશા હાડકું ખાતા કૂતરાની હોય છે, એ જ દશા એ મોહાધીન પુરુષની પણ હોય છે. એ બિચારો પોતાની કાયાના પરિશ્રમને જ સુખ સમજે છે.
હાડકા છે પાંચ ઈન્દ્રિયોના વિષયો. કૂતરો બનાવે છે એ આત્માને. એ ઉત્તેજના જગાડે છે, આશા જગાડે છે, તલપાપડ કરાવે છે, દોડાવે છે, ઉથલપાથલ કરાવે છે, ઝગડાં કરાવે છે, થકવી દે છે. સુખ માટેની આ આખી યાત્રા ય દુઃખમય હોય છે, અને આ યાત્રાનું પરિણામ પણ દુઃખ સિવાય બીજું કશું જ હોતું નથી.
રાક્ષસના મોટા મોટા દાંતો હોય છે. સંસારના મોટા મોટા દોષો હોય છે. દેખાવમાં રૂપાળી વ્યક્તિ પણ જો દોષોથી ભરેલી હોય, તો માણસ એને જોવી પણ પસંદ કરતો નથી. સંસાર બધી રીતે બિહામણો છે. કોઈ અંશે એ સોહામણો લાગતો પણ હોય, તો ય એના દોષો જ એટલા ભયાનક છે, કે એનું બધું જ રૂપ કદરૂપું બની જાય છે. રાક્ષસનું મોટું વાંકું હોય છે. સંસારની પણ આવી જ સ્થિતિ છે. એના વાંકા મોઢાનું નામ છે કામ. મિશ્ય વામાં
તિઃ - કુટિલતા એ કામની પોતાની ચાલ છે. હાથ જોડનારથી મોટું ફેરવી લેવું, પગે પડનારને લાત મારવી, ચાહનારનો તિરસ્કાર કરવો, અંદર બહુ મીઠું લાગતું હોય, તો ય કડવો પ્રતિભાવ આપવો, અંદર ઈચ્છા કૂદાકૂદ કરતી હોવા છતાં બહારથી ના ના કહેવું..... This is કામ. વિચિત્ર શબ્દ ક્યાંય પાછળ રહી જાય, એવું એનું સ્વરૂપ છે. વાંકો શબ્દ તો સાવ સીધો લાગે, એવી એની આડાઈ છે. આગથી જો ઠંડક મળી શકે, તો જ કામથી સુખ મળી શકે.
માથાથી પગ સુધી... જોવાનો પ્રયાસ કરો આ સંસાર-રાક્ષસને. એક એક રુંવાડું ધ્રુજી ઉઠે ને લોહી થીજી ગયું હોય એવું લાગે તો સમજજો કે તમે એને જોયો છે. એક પળ પણ એનો ભરોસો કરવા જેવો નથી. Fast, Run away. તમારી જેટલી શક્તિ હોય, એ લગાડીને તમે એનાથી ભાગી છૂટો. બચવાનો આની સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
- આ છે સંસાર
Page #18
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
ખતરનાક જંગલ
जना लब्ध्वा धर्म-द्रविणलवभिक्षां कथमपि, प्रयान्तो वामाक्षी - स्तनविषमदुर्गस्थितिकृता । विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना,
f
भवाटव्यां नास्या - मुचितमसहायस्य गमनम् ॥ ६ ॥
માંડ માંડ કંઈક ધર્મ-ધનની ભિક્ષા મળી. લઈને પસાર થતાં હતાં લોકો. ત્યાં તો નારી-પયોધરની અટપટી ટેકરીથી કામ-ભીલ આવી પડ્યો, બળ કરીને લૂંટી લીધા એમને. ખરેખર, ખતરનાક જંગલ છે આ સંસાર, એમાં સથવારા વગર જવું ખૂબ જ જોખમભર્યું છે. II II
ધન કમાવા માટે પરદેશ જવું પડતું હોય છે, પરદેશ જવા માટે જંગલમાંથી પસાર થવું પડતું હોય છે. અને એમાં ભીલોની લૂંટફાંટ કે હત્યાકાંડના ભોગ પણ બનવું પડતું હોય છે. મજબૂત સાર્થ હોય, સુરક્ષા હોય તો ચિંતાનો કોઈ સવાલ નથી. ને એવું કશું જ ન હોય તો ચિંતાનો કોઈ પાર નથી.
અનંતકાળે અનંત પુણ્યના ઉદયથી જીવને કોઈ ધર્મ-સાધના મળતી હોય છે. માંડ માંડ મોક્ષયાત્રામાં કંઈક પા પા પગલી ભરતો જીવ પાંચકા-દશકા જેટલા ધર્મ-ધનને લઈને નીકળ્યો હોય, ત્યાં તો એક ભીલ એના પર ત્રાટકે છે જેનું નામ છે કામ. આસ-પાસના નગરના રાજાઓ સૈન્ય સાથે આવીને ભીલોને પકડી ન લે, એ માટે ભીલો વિષમ પર્વતનો આશરો લઈને રહેતા હોય છે. એના કારણે થોડા પણ ભીલો રાજાની મોટી પણ સેનાને ભારે પડી જાય. કામ-ભીલ જેનો આશરો લે છે, એ છે નારીના પયોધર. એ ત્યાંથી ત્રાટકે છે. ને બિચારો જીવ સાવ જ લૂંટાઈ જાય છે. એણે લાંબા સમય સુધી મહેનત કરી કરીને જે ધર્મ-ધન મેળવ્યું હતું, એ બધું જ એક જ પળમાં જતું રહે છે.
ખતરનાક જંગલ
૧૮
Page #19
--------------------------------------------------------------------------
________________
આ છે સંસાર-જંગલ, આમ જુઓ તો ભીલની કોઈ જ હેસિયત નથી, પણ એને સામી વ્યક્તિની નબળી કડી ખબર છે. જોરાવરથી ય જોરાવર માણસ એક જ નબળી કડીથી ધોબીપછાડ હાર ખાઈ જાય છે. જીવનભરના સુખ-ચેનના સપના જોતો માણસ ફરીથી ભિખારી થઈ જાય છે, ને ફરીથી દર દુરના ધક્કા ખાતો થઈ જાય છે.
આનાથી ય વધુ દુઃખની વાત તો એ છે કે એની જે નબળી કડી હતી, એ ખુદ જ કેટલી નબળી હતી ! એમાં લોભાવા કે મોહાવા જેવું હતું જ શું ? નારીનું જે જે અંગ પુરુષને આકર્ષે છે એની ફક્ત ચામડી દૂર કરીને એની સામે રજુ કરવામાં આવે, તો શું એ થ્ થુ નહીં કરી નાંખે ? શું એને ચિતરી નહીં ચડે. એક પુરુષ સ્ત્રીમાં જે જોતો હોય છે, એ જ એક કૂતરો કૂતરીમાં જોતો હોય છે, એ જ એક ગધેડો ગધેડીમાં જોતો હોય છે, ને એ જ એક ભૂંડ ભૂંડણમાં જોતો હોય છે. જો ભૂંડણ ભૂંડી છે, તો સમજી લો કે સ્ત્રી પણ ભૂંડી છે જ. કારણ કે સૌન્દર્ય તો બેમાંથી એકે ય માં નથી. સૌન્દર્ય તો જોનારની નજરમાં હતું, ના, બલ્કે જોનારની ભ્રમણામાં હતું.
સ્ત્રીને પુરુષમાં જે રૂપ દેખાય છે, ત્યાં પણ આ જ બધી વાતો લાગુ પડે છે. મોહ એ અંધાપા કરતાં પણ વધુ ભયાનક છે. અંધાપામાં ફક્ત દેખાતું નથી. મોહના ઉદયમાં ઊંધું દેખાય છે. અંધ વ્યક્તિને તો ખ્યાલ નહીં આવે, તો ત્યાં ને ત્યાં ઊભી રહેશે, મોહધીન કમ સે કમ હાથ-પગ તો ભાંગશે જ.
કામ-ભીલ હજારો રૂપ કરીને આપણને લૂંટી લેવા માટે તલપાપડ છે. એ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે રીતે તૂટી પડે, ને આપણને સાવ જ ભિખારી બનાવી દે, એવી પૂરેપૂરી શક્યતા છે. બચવું છે ? તો માત્ર આ બધી વાતો કામ નહીં આવે, માત્ર શાસ્ત્રોના અભ્યાસો કામ નહીં આવે, એના માટે તો જોઈશે સથવારો. મજબૂત સથવારો ને જડબેસલાક સુરક્ષા સાથેનો સથવારો, જેને જ્ઞાનીઓ ગુરુકુલવાસ કહે છે.
વાતો આપણે ભલે ને ગમે તેટલી મોટી મોટી કરીએ, નબળી કડી એ નબળી કડી જ છે, અને ભીલ એ ભીલ જ છે. શાસ્ત્રજ્ઞાન કદાચ ઓછું હોય, પણ ગુરુકુલવાસની મર્યાદાનું સજ્જડ પાલન હોય, નવ વાડની મર્યાદામાં
આ છે સંસાર
૧૯
Page #20
--------------------------------------------------------------------------
________________
કોઈ જ બાંધછોડ કરવાની તૈયારી ન હોય, તો એ આત્મા બ્રહ્મચર્યનો પાર પામે છે. શાસ્ત્રજ્ઞાન, તપસ્યા તથા ઉગ્ર સંયમના બીજા લક્ષણો ચાહે ગમે તેટલા હોય પણ ગુરુકુલવાસ ન હોય, તો એ આત્મા પૂરે પૂરા જોખમમાં છે. કારણ કે નવ વાડનું તાત્ત્વિક પાલન પણ ગુરુકુલવાસમાં જ શક્ય છે. માટે જ પૂ. ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થભાષ્યમાં કહે છે गुरुकुलवासो ब्रह्मचर्यम् ગુરુકુલવાસ એ જ બ્રહ્મચર્ય છે.
જો મુનિ માટે પણ આ જ વાસ્તવિકતા હોય, તો ગૃહસ્થની શું વાત કરવી ? જો પવિત્ર રહેવું હોય, સદાચારને જાળવવો હોય, ચારિત્રની ચાદરને કાળી ન કરવી હોય તો સંયમજીવન લઈને ગુરુકુળવાસમાં સ્થિર થઈ જવું એ જ એક ઉપાય છે. વિજય શેઠ એ એક આશ્ચર્ય ઘટના છે. માટે જ
એ ૮૪૦૦૦ સાધુઓની તોલે આવ્યા હતાં. ખુદ તીર્થંકરે આ પ્રમાણપત્ર આપ્યું હતું. બધાનો તો એમાં નંબર ક્યાંથી લાગી શકે ?
આપણે ઈચ્છીએ તો આપણું બધું જ ધર્મ-ધન બચાવી શકીએ છીએ, ક્ષેમકુશળ આ જંગલને પાર કરી શકીએ છીએ, હંમેશ માટે આપણા ઘરમાં આરામ ફરમાવી શકીએ છીએ. If we wish. કામ-ભીલ હાથ ઘસતો રહી જશે. ખરેખર.
ખતરનાક જંગલ
૨૦
Page #21
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* દર્દનાક પ્રપંચ
धनं मे गेहं मे, मम सुतकलत्रादिकमितिविपर्यासादासादितविततदुःखा अपि मुहुः |
जना यस्मिन् मिथ्या- सुखमदभृतः कूटघटना
मयोऽयं संसार - स्तदिह न विवेकी प्रसजति ॥ ७ ॥
મારો પૈસો... મારું ઘર... મારો દીકરો... મારી પત્ની... આ બધી ભ્રમણાથી જ માણસ દુઃખોને ઈન્વીટેશન આપે છે. જે હકીકતમાં સુખ જ નથી, એનાથી પોતાને સુખી માને છે. ખરેખર, દર્દનાક પ્રપંચ છે આ સંસાર. વિવેકી આત્માનું
મન તો આમાં ક્યાંય ચોંટી શકે તેમ નથી. II ૭ II
‘પૈસો’ એ સત્ય હોય છે. ‘મારો' એ કલ્પના હોય છે. ‘ઘર' એ હકીકત હોય છે. ‘મારું’ એ હવામાં હોય છે. ‘દીકરો’ અસ્તિત્વ ધરાવતો હોય છે. ‘મારો’ એ ભ્રમણા હોય છે. ‘પત્ની’ સમજી શકાય છે. ‘મારી’ એ ગેરસમજ હોય છે. હજુ વધુ ઊંડાણમાં જઈએ તો ખ્યાલ આવશે, કે ‘મારો’નો છેદ ઉડી જાય એટલે પૈસો' હોય કે ન હોય, એનાથી કોઈ જ ફરક પડતો નથી. કમ સે કમ મારા માટે તો એ નથી જ. Then result is this ‘મારો પૈસો’ – એ ય કલ્પના ને ભ્રમણાથી વધુ બીજું કશું જ નથી. મારું ઘર, મારો દીકરો ને મારી પત્ની - આ બધું હકીકતમાં મારી શુદ્ધ ગેરસમજ છે. શુદ્ધ એટલા માટે કે એમાં સમજની જરા પણ ભેળસેળ નથી.
માણસને ખરેખર દુઃખી દુઃખી કરી દેવો હોય, તો એનો Ultimate way આ જ છે કે એને ભ્રમિત કરી દેવો. એ રોગમાં ય સુખી હોઈ શકે છે, ગરીબીમાં
કે આપત્તિમાં ય હસતો રહી શકે છે. પણ ભ્રમણામાં તો એ ત્યારે પણ દુઃખી જ હોય છે, અને ભ્રમણાનું પરિણામ પણ દુઃખ સિવાય બીજું કશું જ હોતું 李
આ છે સંસાર
૨૧
Page #22
--------------------------------------------------------------------------
________________
નથી. યાદ આવે મહાભારત
न कालो दण्डमुद्यम्य शिरः कृन्तति कस्यचित् । कालस्य बलमेतावत्, विपरीतार्थदर्शनम् ॥
We say, કાળ રુઠ્યો છે. What is this ? કાળ રુઠે એટલે એ કાંઈ તલવાર લઈને કોઈનું માથું નથી કાપી નાખતો. કાળનું બળ તો એટલું જ છે, કે એ એને હકીકત કરતા ઊંધું દેખાડે છે. બસ, આટલું થાય, એટલે કાળનું કામ પૂરું. પછી તો માણસ જાતે જ પોતાનું માથું કાપી લે છે.
અનાદિકાળથી જીવનો કાળ ચુક્યો છે. એ ઊંધું જ જુએ છે, ઊંધું જ સમજે છે, ને ઊંધું જ કરે છે. ૮૪ લાખ યોનિની એની ભયાનક રઝળપાટ, અનંતકાળની એની નિગોદની જેલ ને સાતે નરકના ૮૪ લાખ નરકાવાસોમાં એણે
ભોગવેલી યાતનાઓના મૂળમાં આ સાત જ અક્ષર હતાં વિપરીતદર્શન. યાદ
આવે ઉપનિષદો
-
द्वे पदे बन्धमोक्षाभ्यां, समेति निर्ममेति च । ममेति बध्यते जन्तुर्निर्ममेति विमुच्यते ॥
॥
—
બંધનનું મૂળ છે ‘મમ’ અને મુક્તિનું મૂળ છે નિર્મમ. મમત્વથી જીવ બંધાય છે, અને નિર્મમત્વથી મુક્ત થાય છે.
‘મારો’–‘મારો’–‘મારો' આવા અજપાજપ જાપ સાથે જે પૈસાની પાછળ દોડ્યા, જેના ખાતર કેટકેટલી ઉથલ-પાથલો કરી ! કેટકેટલી હૈયા હોળીઓ કરી ! દિવસ-રાત એને પામવાની મથામણમાં ડુબી ગયા ! પામ્યા પછી એને સાચવવાની ચિંતામાં ઉજાગરા કર્યા, એ જ પૈસો ખરે સમયે કામ ન લાગે, એ જ પૈસો રાતોરાત રવાના થઈ જાય ને યા તો એ પૈસો ત્યાંનો ત્યાં રહી જાય ને આપણે ઉપડી જવું પડે, તો એ એક છેતરપિંડી નથી તો બીજું શું છે ?
વૃદ્ધાશ્રમમાં આંસુ સારતા લોકોને પૂછો તો તેઓ બહુ સારી રીતે સમજાવી શકશે કે ‘મારું ઘર' એ અમે પોતે જ પોતાની સાથે કરેલ એક દગો-ફટકો હતો. પોતે જ ઊભા કરેલા પોતાના જ ઘરમાં નોકરની જેમ હડધૂત થઈને રહેતા વડીલોને પૂછો તો ‘મારું ઘર'નો બધો જ ભાંડો તેઓ ફોડી દેશે. દર્દનાક પ્રપંચ.
૨૨
Page #23
--------------------------------------------------------------------------
________________
નવ મહિના પેટમાં ભાર ઉંચકીને નરક જેવી પીડા સહીને જેને જન્મ આપ્યો, લેશ પણ અરુચિ વિના જેના મળ-મૂત્ર-કફ વગેરે હોશે હોશે સાફ કર્યા, ભૂખ્યા રહીને જેને જમાડ્યો, ઉજાગરા કરીને જેને ઉંઘાડ્યો, ભીને સૂઈને જેને સૂકે સૂવાડ્યો ને જેની પાછળ તન-મન-ધન બધી જ રીતે ઘસાઈ છુટ્યા એ જ દીકરો તમાચો મારવા જેવું કામ કરે એ વિશ્વાસઘાત નહીં તો બીજું શું છે ?
મન આમ પણ ચર્ચાળ છે. વિષયસેવનની બાબતમાં એની ચંચળતા અનેકગણી બની જાય છે. કેટકેટલી સ્ત્રીઓને પત્નીરૂપે જોતો પતિ ને કેટકેટલા પુરુષોને પતિરૂપે જોતી પત્ની એ આ સંસારની કડવી સચ્ચાઈ છે. આ સ્થિતિમાં “મારો પતિ કે મારી પત્ની એ એક છળ-પ્રપંચ નથી તો બીજું શું છે ?
યાદ આવે શાંતસુધારસ - ગર્ભિન્ન વિચિત્તવા - આત્માન્ ! શા માટે ખોટા મમત્વોમાં મોહાય છે ? હકીકતમાં આમાંથી કશું જ તારું નથી. તું જ તારી જાતને છેતરે છે, ને તું જ તારી જાતે દુઃખી દુઃખી થાય છે.
ખબર છે મારું કશું પણ નથી,
છતાં પણ છોડવાનું ગજું પણ નથી. અનાદિકાળની આ ભૂલને સુધારવાનો આ અવસર છે. વિવેકની જ્યોતિને પ્રગટાવવાનો આ અવસર છે. એક વાર એ જ્યોતિ પ્રગટે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું. સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ થઈ જવાનો, ને એની સાથે જ આ દર્દનાક પ્રપંચ પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું. Come, Let's enlighten this light inside us. You are welcome.
૨૩
આ છે સંસાર
Page #24
--------------------------------------------------------------------------
________________
આ
છે
સંસી
# બિહામણો કારાવાસ .
प्रियास्नेहो यस्मिन् निगडसदृशो यामिकभटो
पमः स्वीयो वर्गो, धनमभिनवं बन्धनमिव । मदमेध्यापूर्णं, व्यसनबिलसंसर्गविषमं,
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥८॥ જ્યાં બેડી છે પ્રિયાનો સ્નેહ. પહેરગીરો છે સ્વજનો. નવું બંધન છે ધન. ઉભરાઈ રહી છે જ્યાં “મદ’ની ગંદકી. કયાં દરમાંથી ક્યારે કઈ ઉપાધિ બહાર આવે એનો જ્યાં કોઈ જ ભરોસો નથી, એ છે આ સંસાર. એક બિહામણો કારાવાસ. સમજુને આમાં ક્યાંય કશું ય ગમે એ શક્ય જ નથી. II/II
શ્રેણિક મહારાજાની સવારી નીકળી છે. આદ્રકુમાર મુનિને વંદન કરવા માટે એમનું મન તલપાપડ છે. આખી ય રાજગૃહી નગરીમાં ચોરે ને ચોટે એક જ વાત છે, “મુનિરાજના પ્રભાવથી હાથીના લોઢાના બંધનો તૂટી ગયા, એ મુક્ત થઈ ગયો. મુનિરાજને પ્રણામ કરીને જંગલમાં જતો રહ્યો.' હજારો લોકો ઉમટ્યા છે, મહારાજા શ્રેણિક માંડ માંડ રસ્તો કરી કરીને મુનિવર સુધી પહોંચે છે. ભાવપૂર્વક વંદન કરે છે. મુનિવરની સ્તુતિ કરે છે, ને પ્રબળ જિજ્ઞાસા સાથે એક પ્રશ્ન કરે છે કે “ભગવન્! આટલું દુષ્કર અને અદ્ભુત કાર્ય શી રીતે થયું ?” મુનિવર ગંભીર સ્વરે જવાબ આપે છે, કે “આ કાર્ય તો સુકર હતું, પણ તે દિવસે દાનશાળામાં એ શ્રેષ્ઠી-કન્યા શ્રીમતીએ મારા પગ પકડીને મને જે સ્નેહપાશમાં બાંધ્યો હતો, એમાંથી છૂટવું મારા માટે ખૂબ જ દુષ્કર બન્યું હતું. એક નાનકડા બાળકે મને કાચા સૂતરના તાંતણાથી બાંધવાનો પ્રયાસ કર્યો, એણે મને બારબાર વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યો હતો.”
વાત કરતા કરતાં એ મુનિવરની આંખો ય ઉભરાઈ જાય છે, તે વાત સાંભળતા સાંભળતા મહારાજા શ્રેણિક પણ ભીના ભીના થઈ જાય છે.
લોકો કહે છે કે સ્નેહ સારો. પણ આપણા આત્માનો ઈતિહાસ કહે છે બિહામણો કારાવાસ
૨૪.
Page #25
--------------------------------------------------------------------------
________________
કે સંસારનું ભયાનકથી ય ભયાનક કોઈ તત્ત્વ હોય, તો એ સ્નેહ છે. ખૂબ ઊંચે આવ્યા પછી પણ જરાક માટે આપણું હિત થતાં અટકી ગયું હોય, એવી ઘટના અનંતવાર બની છે. એ “જરાકનું નામ સ્મક હતું.
પત્નીનો સ્નેહ પરાકાષ્ઠાનો પણ હોઈ શકે છે. રાજસ્થાનની એક પ્રાચીન કવિતામાં કહ્યું છે, કે “સ્નેહ એ કોઈ અજોડ તત્ત્વ છે, જન્મ આપનારી માતા ફક્ત રડીને અટકી જાય છે, ને પત્ની ભડભડતી જ્વાળાઓ વચ્ચે ચિતામાં પતિ સાથે જીવતી બળી મરે છે.' હા, દરેક પત્નીનો સ્નેહ એવો નથી હોતો, પણ જો એવો હોય તો ય શું ? એનાથી આત્માનું કહ્યું કલ્યાણ થઈ જાય છે ? સંસારનું સોહામણાથી ય સોહામણું ગણાતું તત્ત્વ હકીકતમાં ત્યારે જ સોહામણું કહી શકાય, જ્યારે એનાથી આત્માના જન્મ-મરણના ફેરા ટળી જતાં હોય, જો એવું હોત, તો જ્ઞાનીઓ જોર-શોરથી એના ગુણગાન કરત. જ્ઞાનીઓને સંસાર સાથે કોઈ જ વિરોધ નથી. એમને તો વેદના છે આત્માના અહિતની. એમને તો વાંધો છે દુઃખોની પરંપરા સામે.
પ્રિયાનો સ્નેહ પણ સારો હોત, જો એ મોક્ષનો સાધક થઈ શકતો હોત, પણ એ તો મોક્ષનો બાધક થાય છે. એ તો આત્માને હિતના માર્ગે જતા રોકે છે. બધું જ સમજ્યા પછી પણ બધું જ ભૂલાવી દે છે. દેખીતી રીતે દેવી લાગતી એવી પણ નારી આ રીતે તો આત્મા માટે રાક્ષસી પુરવાર થાય છે. જે એના બધાં જ નૂરને ચૂસી લે છે. એની બધી જ શક્તિને હરી લે છે. એ સિંહ જેવો હોય તો ય શિયાળ જેવો થઈ જાય છે. એ મોહરાજાનો કચ્ચરઘાણ વાળી દેવા સમર્થ હોવા છતાં ય મોહરાજાનો દાસ બની જાય છે. ને અનંતકાળે ઊભી થયેલી આત્મકલ્યાણની શક્યતા ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ જાય છે. પત્ની સારી હોય, રૂપાળી હોય, કહ્યાગરી હોય ને પતિ પાછળ મરી ફિટનારી હોય, તો ય એ આભૂષણ નથી, પણ બેડી છે. જડબેસલાક બેડી. કારણ કે એનો સ્નેહ આત્માને સંસારની જેલમાંથી છૂટવા દેતો નથી.
જેલમાં પહેરગીરો હોય છે. કદાચ કોઈ કેદી બેડીમાંથી છૂટી જાય, તો એ પહેરગીરો એને ઘેરી વળે છે. એની છૂટવાની સંભાવનાના રામ રમાડી દે છે. સંસારની જેલમાં સ્વજનો એ પહેરગીરો હોય છે - વોચમેન. બહુ કડક હોય છે એમનો પહેરો. “આપણા'ના સ્વરૂપે જ “આપણા દુશ્મનો હોય છે. એક દુશ્મન આપણું જેટલું બગાડી શકે, એનાથી સેંકડોગણું તેઓ જ આપણું
_આ છે સંસાર
Page #26
--------------------------------------------------------------------------
________________
બગાડતા હોય છે. વાસ્તવિક્તા તો આ છે. પછી તેમને તેવો બગાડવાનો આશય છે કે નહિં, એનાથી આપણા પક્ષે કોઈ જ ફરક પડતો નથી.
સંપત્તિ એ બંધનનો ઉમેરો છે. કદાચ કશું જ ન હોત, તો આ જેલમાંથી છૂટવું ઘણું સહેલું બન્યું હોત. પણ બિચારો જીવ સંપત્તિના બંધનથી જકડાયેલો છે, એટલે આ કામ વધુ મુશ્કેલ બન્યું છે. જાતિનો અહંકાર, કોઈ લાભ મેળવ્યાનો અહંકાર, કુલ કે ઐશ્વર્યનો ગર્વ, બલ, રૂ૫ કે તપનો મદ કે જ્ઞાનનો અહંકાર આ બધી મળ-મૂત્ર જેવી ગંદકી છે, જે સંસારની જેલમાં ઉભરાઈ રહી છે. નિર્દય જેલરની જેલમાં કેદી જેમ પોતાના જ મળ-મૂત્રમાં ખુચેલો રહીને સડ્યા કરે તેમ સંસારમાં દોષોની ગંદકીમાં જીવો સડ્યા કરે છે.
જેલમાં કેટકેટલા દરો હોય છે, કોઈમાંથી સાપ નીકળે, કોઈમાંથી વીંછી નીકળે, કોઈમાંથી ઉંદર નીકળે... ક્યારે કોણ કરડી ખાય એનો કોઈ જ ભરોસો નહીં. બરાબર આવી જ સ્થિતિ છે સંસારની. અહીં ક્યારે પગનો પેરાલિસિસ થઈ જાય કે આંતરાડનું અલ્સર થઈ જાય, એનો ભરોસો નથી. ક્યારે હાર્ટ એટેક આવી જાય કે બ્રેઈન હેમરેજ થઈ જાય, એ કહી શકાય એમ નથી. ચિત્ર-વિચિત્ર રોગો, ચિત્ર-વિચિત્ર ઘટના, ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિઓનું નિર્માણ... આ છે સંસાર.
શિરાએ શિરામાં સુરંગો ભરી છે,
ગમે ત્યારે ફુટશે ધડાકાનો માણસ. હસતો-બોલતો-ખાતો-પીતો માણસ એક જ મિનિટની અંદર ઘરમાં માંસના પોટલારૂપે પાછો ફરે, એ શું અશક્ય વાત છે ? પિકનિક માટે નીકળેલો માણસ ફક્ત અંતિમયાત્રા માટે જ ઘર આંગણે આવે, એ શું નવી વાત છે ? કરોડોની કમાણી કરતો માણસ સાવ જ ખાલી થઈ જાય એવી શું સંભાવના જ નથી ? પ્રેમના પાત્ર બનેલ લોકો જીવ લેવા સુધી નીચે ઉતરી આવે, એ શું કદી બની જ ન શકે ? સાપ ને વીંછી ભરેલા દરો વચ્ચે જીવતા કેદી અને આપણા વચ્ચે હકીકતમાં શું ફરક છે ?
ભયાનકથી ય ભયાનક જેલમાં સબડતા કેદીને જેમ પળે પળે એમાંથી ભાગી છૂટવાની ઈચ્છા હોય, એમ સમજુ વ્યક્તિને પળે પળે સંસારત્યાગની ઈચ્છા હોય. સમજદારીનું લક્ષણ પણ આ જ છે, અને સમજદારીનું ફળ પણ આ જ છે. Achieve it please. આ જીવનની સફળતા આની સિવાય શક્ય જ નથી.
બિહામણો કારાવાસ
૨૬
Page #27
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
ખરેખર સ્મશાન
महाक्रोधो गृध्रो ऽनुपरतिशृगाली च चपला, स्मरोलूको यत्र, प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोकाग्नि- स्ततमपयशो भस्म परितः,
我
G
၇၈
स्मशानं संसार - स्तदभिरमणीयत्वमिह किम् ? ॥ ९ ॥
જ્યાં ગીધ છે મહાક્રોધ. ચંચળ શિયાળણી છે અવિરતિ. જ્યાં ઘુમરાતો ઘુવડ છે કામ. એનો કડવો શબ્દ જ્યાં પ્રગટ જ હોય છે. શોકની આગ જ્યાં પ્રદીપ્ત છે ને અપયશની રાખ જ્યાં ચોમેર વીખરાયેલી છે. એ છે આ સંસાર. ખરેખર સ્મશાન. કહો તો ખરા ? આમાં સૌન્દર્ય કહી શકાય એવું છે શું ? ।।૯।।
જીગરજાન દોસ્ત... લંગોટિયો દોસ્ત... નજરની સામે જ ચિતા પર સૂતો છે. અગ્નિદાહ દેવાઈ જાય છે. આખી ય ચિતા આગ પકડી લે છે. જેની સાથે રમ્યા... જેની સાથે જમ્યા... જેની સાથે ભણ્યા... જેની સાથે મોટા થયા... સુખ-દુઃખમાં જેની સાથે રહ્યા... એ નજર સામે જ બળી રહ્યો છે. ધીમે ધીમે એનું આખું ય શરીર વીખરાતું જાય છે... ને એ એકીટસે જોતા જોતા ભીતરનો મોહ ચૂર ચૂર થઈને તૂટી રહ્યો છે. સંસારનો બધો જ રાગ ભયાનક ઝડપથી ઓગળી રહ્યો છે. હવે બધું જ શૂન્ય લાગે છે, નીરસ લાગે છે, સાવ જ નકામું લાગે છે. ગઈકાલની મનોદશા ને આજની મનોદશામાં આસમાન-જમીનનો ફરક છે. આજે એ માણસ બદલાઈ ગયો છે, ના, આજે દુનિયા આખી બદલાઈ ગઈ છે.
જબરદસ્ત અસર છે સ્મશાનની. ભલભલાના મોહને ઉતારી નાખે. રાગના બધાં જ તોફાનોને ડાહ્યા-ડમરા કરી દે. કા...શ માણસ કાયમ માટે સ્મશાનમાં જ રહેતો હોત ! પણ હકીકતમાં તો આ જ હકીકત છે. માણસ કાયમ માટે સ્મશાનમાં જ રહેતો હોય છે. કારણ કે આ સંસાર જ એક સ્મશાન છે.
સ્મશાનમાં ઉપર ગીધડાં ચક્કર લગાવતા હોય છે. ભયાનક ક્રોધના ગીધડા
આ છે સંસાર
૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
આ સંસારમાં સતત ચક્કર લગાવ્યા જ કરે છે. એ ક્યારે નીચે ઉતરી પડે ને ચાંચો ઘોંચી ઊંચીને આપણને ફોલી ખાય, એનો કોઈ ભરોસો નથી. સ્મશાનમાં શિયાળણી છે. જીવતાં કે મડદાં જે મળે એને ફાડી ખાવામાં અને કોઈ જ છોછ નથી હોતો. સંસારમાં અવિરતિ નામની શિયાળણી છે. સમજું કે અણસમજું બધાંના એ હાલહવાલ કરે છે. એનાથી બચનારા અનંતમાં ભાગ હોય છે, એનાથી પૂરા થઈ જનારા અનંતગણા હોય છે. સ્મશાનમાં ઘુવડો ફરતાં હોય છે. બિસ્કુલ સાંભળવો ન ગમે એવો એમનો અવાજ હોય છે. એક પળ માટે પણ નથી સાંભળવું એવું થઈ જાય, પણ સતત એ સાંભળ્યા વિના છૂટકો જ ન થાય, એવી હોય છે સ્મશાનની વાસ્તવિકતા. સંસારમાં ય એક ઘુવડ છે. જેનું નામ છે કામ. બધી રીતે એ વાંકો છે. કદરૂપો છે. દીઠો ય ન ગમે તેવો છે. ને એ જે કહે છે, એ સાંભળતાં ય શરમ આવે તેવું છે. ગંદામાં ગંદા હોય છે એના શબ્દો. કાને હાથ દેવાઈ જાય એવા છે એના શબ્દો. કડવાશની બધી જ હદને ઓળંગી જાય, એવા છે એના શબ્દો. સારો માણસ એક ક્ષણ માટે પણ ન સાંભળી શકે એવા છે એના શબ્દો. પણ તો ય સંસારમાં એના શબ્દો સાંભળવા જ પડે છે. વાત આટલેથી જ નથી પતતી, સંસારમાં એની વાત માનવી પણ પડે છે. યાદ આવે જ્ઞાનાર્ણવવૃત્તિ - कुथितकुणपगन्धं योषितां योनिरन्ध्र,
મિત્તશતપૂર્ણ નિરક્ષરવારિ | त्यजति मुनिनिकायः क्षीणजन्मप्रबन्धः,
મન્નતિ મનવીર-પ્રેરિતોડ વાવ: | સડેલા મડદાંની વાસ મારે છે. સેંકડો કીડાઓ અંદર ખદબદી રહ્યા છે. ગંદું પાણી અવાર નવાર ઝર્યા જ કરે છે. એવું - સાવ જ ચિતરી ચડે ને ઘૂ ઘૂ થઈ જાય - એવું છે વિષયસેવનનું અંગ. મુનિવરો એનો વિચાર સુદ્ધા ય નથી કરતાં અને માટે જ એમના સંસારનો આરો આવી જાય છે, પણ બિચારા બાકીના જીવો “કામ”ના ઈશારાને આધીન થાય છે ને એ ગંદકીના કીડા બની જાય છે.
સ્મશાનમાં વારંવાર ચિતા સળગતી જ રહે છે. સંસારમાં ય એક ચિતા ખરેખર સ્મશાન.
2.
Page #29
--------------------------------------------------------------------------
________________
ફરી ફરી સળગતી રહે છે. જેનું નામ છે શોક. ચકમકના પથ્થર ઘસો અને આગ ન થાય એ હજી શક્ય છે. સંસાર માંડો ને શોકમાં શેકાવું ન પડે એ શક્ય નથી. Photographer has to tell you - smile please. Why? શોક, નિરાશા, ઉદાસી, અજંપો, અરતિ, અરુચિ - આ બધું સંસારનો એક ભાગ છે. ચિતા વગરનું સ્મશાન હોઈ શકે, તો જ શોક વગરનો સંસાર હોઈ શકે. ફરક હોય, તો એટલો જ કે ચિતા મડદાંને બાળે છે, શોક જીવતાને બાળે છે. શોક-મુક્ત થવું હોય, તો સંસારમુક્ત થયા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
સ્મશાનમાં જ્યાં-ત્યાં જ્યાં જુઓ ત્યાં રાખ વિખેરાઈ હોય છે. સંસારમાં ય એક રાખ પથરાયેલી છે, જેનું નામ છે અપયશ. તમે લાખ-ધમપછાડા કરો કે હજાર પ્રયાસ કરો, નિંદા, બદનામી, મહેણાં-ટોણા આ બધાંના ભોગ તમારે બનવું જ પડે. પછી તમારો કોઈ વાંક હતો કે ન હતો, એ જુદો વિષય બની જાય છે. સદોષ માટે આ નિંદા એ મોત જેવી પીડાદાયક હોય છે, તો પછી નિર્દોષની તો શું વાત કરવી ? But, this is Sansar. સ્મશાન અને સંસાર - આ બેમાં કોઈ ફરિયાદનો કે વાંધો ઉઠાવવાનો કોઈ અવકાશ જ નથી. તમે ફરિયાદ કરો તો ય એનો કોઈ અર્થ નથી. એ તો આવા જ હતાં, આવા જ છે, ને આવા જ રહેવાના છે. તમે ફક્ત એની બહાર નીકળી શકો છો, ને એ રીતે જ એની બધી જ કરુણતાથી મુક્ત થઈ શકો છો. If you wish.
s૮
: દ
આ છે સંસાર
Page #30
--------------------------------------------------------------------------
________________
આ
છે
સંસાર
# હત્યારે વિષવૃક્ષ %
૧૦
धनाऽऽशा यच्छाया-ऽप्यतिविषममूर्छाप्रणयिनी,
विलासो नारीणां, गुरुविकृतये यत्सुमरसः । फलाऽऽस्वादो यस्य, प्रखरनरकव्याधिनिवह
स्तदाऽऽस्था नो युक्ता, भवविषतरावत्र सुधियाम् ॥१०॥ એની છાયા છે પૈસાની ભૂખ. ત્યાં બેસતાની સાથે માણસને બેભાન બનાવી દે એટલી તો એ કાતિલ છે. એના ફૂલનો રસ છે નારીના નખરાં. તમને બધી રીતે ટ્વીસ્ટ કરી દે એટલો એ ઝેરી છે. ને એના ફળનો ટેસ્ટ છે નરકના રોગો. અહીંના ભયાનક રોગોને ય તમે આરોગ્ય કહેવા તૈયાર થઈ જાઓ, એટલા એ ખતરનાક છે. આ છે સંસાર. એક હત્યારું વિષવૃક્ષ. સમજદારને એના માટે લેશ પણ લાગણી રાખવી ઉચિત નથી. || ૧૦ ||
ભારતના પ્રાચીન ઈતિહાસથી લઈને આજ સુધીમાં અનેકવાર લીમડા જેવા વૃક્ષોની છાયા વિષે સંશોધનો થયા છે. અમુક પ્રકારના રોગો માત્ર એની છાયામાં રહેવાથી મટી જાય, એવા પ્રમાણો ઉપલબ્ધ થાય છે. In short, વૃક્ષની છાયાનો પણ કંઈ ને કંઈ પ્રભાવ હોય છે, જેનું વૃક્ષ એવો એની છાયાનો પ્રભાવ. એમાં વિષવૃક્ષની છાયાનો એવો પ્રભાવ હોય છે, કે એમાં રહેનાર બેભાન થઈ જાય. એ સૂઝબુઝ ગુમાવી દે ને નિશ્ચેષ્ટ થઈને પડી જાય. ધીમે ધીમે એની બેભાની વધુ ને વધુ તીવ્ર બનતી જાય. પછી જો એને એની છાયામાંથી બહાર ન લાવવામાં આવે, ને કોઈ ઉપચાર ન કરવામાં આવે, તો એ કદી પણ ભાનમાં જ ન આવે, ને એ મૃત્યુ સુધી બેભાન જ રહે.
સંસારની પણ કંઈક આવી જ દાસ્તાન છે, એની છાયાનું નામ છે ધનતૃષ્ણા - પૈસાની ભૂખ. સભાનતાની બધી જ મૂડીને લૂંટીને એ માણસને બેભાન બનાવી દે છે. સૂઝ-બુઝ-સમજ-વિવેક-ઓચિત્ય - આ બધું ય ગુમાવીને માણસ પૈસા હત્યારું વિષવૃક્ષ
૩૦
Page #31
--------------------------------------------------------------------------
________________
પાછળ પાગલ બની જાય છે. જે મર્યા પછી સાથે આવવાના નથી, જીવતાં સુધી ય જે દરેક દુઃખને દૂર કરવાના નથી, અરે, જેને સાચવવાની ચિંતામાં ય માણસ દુઃખી દુઃખી થઈ જવાનો છે, ને જેને મેળવતા મેળવતા ય માણસ અડધો થઈ જાય છે, એ પૈસા પાછળ પાગલ બનવું, એ બેભાની નહીં તો બીજું શું છે ?
સંસાર-વિષવૃક્ષનું બીજું શસ્ત્ર છે એના ફૂલ. એની છાયાને ક્યાંય ટપી જાય એવા છે એના ફૂલ. એ છે નારી. ફૂલમાં રસ હોય છે. નારીમાં વિલાસ હોય છે. આજની ભાષામાં નખરાં. સંસારની છાયામાં બેસનારને કદાચ થોડું-ઘણું ‘ભાન’ રહી ગયું હોય, તો એને ય પૂરું કરી દે છે નારીનો વિલાસ. આત્માર્થી જીવના માટે હળાહળ ઝેર છે એ. યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર – विभूसा इत्थी संसग्गो, पणीयं रसभोयणं । रस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥
શરીર કે વસ્ત્રોનો શણગાર, સ્ત્રીનો સંપર્ક અને રસદાર ભોજન. આત્માર્થી મનુષ્ય માટે આ ત્રણે વસ્તુ એવું કાતિલ ઝેર છે, જે એક જ પળમાં એની આત્મસાધનાના પ્રાણ હરી લે છે.
‘મને શું થવાનું છે નથી. આગમ કહે છે
?'
—
આવી નિર્ભયતા એ આત્માર્થીનું લક્ષણ જ
बहुस्सुओ य जो कोइ, गीयत्थो वा वि भाविओ । संतेसाहारमाईसु, सो वि खिप्पं तु खुब्भइ ॥
શાસ્ત્રોના પારગામી હોય, ગીતાર્થ હોય, ભાવિત પણ હોય, તો ય ભાવતું ભોજન, તરુણ નારી વગેરે વિષયો ઉપસ્થિત થાય, તો તે ય તે જ ક્ષણે અંદરથી ખળભળી જાય છે.
नामापि स्त्रीति संह्लादि, विकरोत्येव मानसम् । किम्पुनर्दर्शनं तासां विलासोल्लासितभ्रुवाम् ॥
‘સ્ત્રી’ આ નામ પણ મનને ભ્રામક સુખનો અનુભવ કરાવે છે, અને વિકાર પમાડે જ છે. તો પછી સ્ત્રીનું નિરીક્ષણ હોય, ને એ સ્ત્રી પાછી વિલાસથી આંખોની ભ્રમરોને નચાવતી હોય, પછી તો કહેવું જ શું ? નીચમાં નીચ વિકાર સુધી 樂
૩૧
આ છે સંસાર
Page #32
--------------------------------------------------------------------------
________________
એ લઈ જાય, એમાં શું આશ્ચર્ય છે ?
રાજાના અંતઃપુરમાં જેમ પુરુષના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોય, તેમ આત્માર્થીના આવાસમાં વિજાતીયના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવો જોઈએ. અને જો એ નથી, તો પછી એના માઠાં પરિણામો આવશે જ. Reason is the invitation of the result.
સંસાર-વિષવૃક્ષનું અંતિમ અને પરાકાષ્ઠાનું શસ્ત્ર છે એના ફળનો આસ્વાદ. એ છે નરકના રોગો. ભયાનકથી ય ભયાનક છે એ રોગો. કરોડોની સંખ્યામાં છે એ રોગો. અહીંના દરેક રોગ કરતાં અનંતગણા ખતરનાક છે એ રોગો. નથી પૈસા છોડવા, નથી સ્ત્રી છોડવી, નથી સંસાર છોડવો, તો આ વફાદારીની કદર આ વિષવૃક્ષ કરવાનું જ છે. It has a ready fruit for you & that's hell. I suggest you 2 books - “વેદનાના શિખરે” & “નરક દુઃખ વેદના ભારી.” There are some trailors of the hell. Please watch those. ફળ” સમજાઈ જશે, તો આખે-આખું વિષવૃક્ષ પણ સમજાઈ જશે. એને છોડવા માટે એને સમજવા સિવાય બીજી કોઈ જ જરૂર નથી. ખરેખર.
હત્યારું વિષવૃક્ષ
૩ર
Page #33
--------------------------------------------------------------------------
________________
-
આ છે ;
સંભારુ રે
જ વિચિત્રતાનો વરસાદ કુ.
૧૦
क्वचित् प्राज्यं राज्यं, क्वचन धनलेशोऽप्यसुलभः,
क्वचिजातिस्फातिः, क्वचिदपि च नीचत्वकुयशः। क्वचिल्लावण्यश्री-रतिशयवती क्वापि न वपुः
સ્વરૂપ વૈષમ્ય, તિમિદં સ્થ નું મવે? | ??.. ક્યાંક વિશાળ સામ્રાજ્ય, ક્યાંક બે પૈસાના ય સાંસાં, ક્યાંક ઉચ્ચ જાતિ, ક્યાંક નીચ તરીકેની બદનામી, ક્યાંક અદ્ભુત રૂપ – શોભા ને ક્યાંક શરીર સુદ્ધાના ઠેકાણા નહીં. આ છે સંસાર. વિચિત્રતાનો વરસાદ. કોઈને કંઈક ગમે એવું અહીં છે જ શું ? || ૧૧||
પ્રમુખની સીટ પર બેસી બેસીને ટેવાઈ ગયેલાને પૂછો તો ખરા, કે જ્યારે નીચે ઓડિયન્સમાં બેસવાનું આવે, ત્યારે મન પર શું વીતે છે ? વખાણો સાંભળી સાંભળીને ફુલાઈ ગયેલાને પૂછો તો ખરા, કે જ્યારે એકાદ ગાળ સાંભળવી પડે, ત્યારે કેવી હવા નીકળી જાય છે ? મલબારહીલથી ભાયંદર સ્થળાંતર કરવાનો વારો આવ્યો હોય, ત્યારે આપઘાતનો રસ્તો પસંદ કરી લેનારાના દાખલા શું સૂચવે છે ? એક જન્મની થોડી ઉથલ-પાથલ પણ જો જીવન પ્રત્યે અણગમો જન્માવી શકતી હોય, જીવતે જીવતાં જ મોત જેવી વેદના આપી શકતી હોય, અને આપઘાત કરવા સુધી ઉતારી શકતી હોય, તો માત્ર ને માત્ર ઉથલ-પાથલોથી જ ભરેલા આ સંસારની અનંત ભવોની યાત્રા વિશે શું કહેવું ?
શાસ્ત્રની આંખે માત્ર આપણા જ ભૂતકાળ પર એક નજર નાંખીએ તો આ સંસાર માટે નફરત છૂટી જાય. ક્યારેક આપણે મોટા રાજા-મહારાજા થયા, લાખો-કરોડો લોકો આપણને પ્રણામ કરતાં, સોના-ચાંદી ને હીરા-મોતીથી આપણો ખજાનો છલકાતો ને ક્યારેક આપણે ભિખારી થયા. કેટલાંય દિવસના ભૂખ્યા. રસ્તે ચાલતા લોકોને બે પૈસા આપવા માટેની કાકલૂદીઓ કરતાં... એમને હાથ
આ છે સંસાર
૩૩
Page #34
--------------------------------------------------------------------------
________________
જોડતા, એમને પગે પડતાં, આપણા અંગે-અંગથી લાચારી ટપકતી ને લોકો આપણને હડસેલો મારીને ચાલી જતાં... આ છે આપણો ઈતિહાસ.
ક્યારેક આપણે એવા કુળમાં ઉત્પન્ન થયા કે બાળપણથી લોકો આપણને પૂજતા.. આપણા દર્શનને પવિત્ર માનતા, ભેટ-સોગાદોથી આપણું ઘર ભરાતું, આપણને બધે જ સમ્માન મળતું... ને ક્યારેક આપણે એવા કુળમાં જન્મ્યા કે જ્યાં બાળપણમાં ય આપણે કોઈ કાર્યક્રમમાં ગયા હોઈએ, તો લોકો આપણને એટલી હલકી રીતે કાઢી મુકતા જે રીતે કોઈ કૂતરાને કાઢી મુકતા હોય. આપણે કોઈને ભૂલથી અડી જઈએ, તો ય આપણે ગાળો ખાવી પડતી, આપણને જોતાવેંત લોકો મોઢું પેરવી લેતા.. આ છે આપણો ઈતિહાસ.
ક્યારેક આપણને એવું રૂપ મળ્યું કે આપણા અંગે અંગેથી લાવણ્ય નીતરતું હતું, આપણી એક ઝલક જોવા માટે પણ લોકો તલપાપડ હતાં, એ તેજ.. એ કાંતિ... એ સૌન્દર્ય... એ આકાર... આપણે ખુદ આપણા રૂપ પર મુસ્તાક હતાં... પળે પળે રાજીના રેડ થતા હતા આપણે... ને ક્યારેક એવો ભવ મળ્યો કે જન્મથી જ આંધળા, મૂંગા અને બહેરાં હતાં આપણે, નાકની જગ્યાએ ફક્ત બે કાંણા હતાં. એક હાથ ખૂબ ટૂંકો હતો ને પગમાં પણ ગંભીર ખોડ હતી. જેને ‘શરીર’ કહેવું કદાચ અતિશયોક્તિ થઈ જાય એ આપણી હકીકત હતી. જોઈ શકીએ તો અરીસામાં જોઈને આપણે ખુદ ગભરાઈ જઈએ એવો આપણો દેદાર હતો, કૂતરાને ય હજી કાંઈક હૂંફ મળતી હોય છે, આપણા માટે તો બળતરા એ જ જીવન હતું... આ છે આપણો ઈતિહાસ.
Let me say, ખરો પ્રશ્ન એ નથી કે આપણે ભિખારી થવું પડ્યું, ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે આપણને મહાશ્રીમંત બનાવીને લૂંટી લીધાં. ખરો પ્રશ્ન એ નથી કે આપણે નીચ તરીકે હડધૂત થયાં. ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે આપણને થાળી પીરસીને ઝૂંટવી લીધી. ખરો પ્રશ્ન એ નથી કે આપણે બેહદ કદરૂપા થયા, ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે રૂપનો થોડોક સ્વાદ ચખાડીને આપણી ક્રૂર મશ્કરી કરી. દુઃખ એ સંસારની ખરી સમસ્યા છે જ નહીં. સંસારની ખરી સમસ્યા તો સુખ છે. જે અનંતકાળે ક્યારેક જ મળે છે, જે સાવ થોડા સમય માટે જ મળે છે, જે સાવ નજીવું નહીંવત્ જ મળે છે, જે સાવ રસ-કસ વગરનું વિચિત્રતાનો વરસાદ
૩૪
Page #35
--------------------------------------------------------------------------
________________
જ મળે છે, ને એટલા – બધી જ રીતે તુચ્છ સુખ માટે થઈને આપણો આત્મા પાગલની જેમ દોડ્યા જ કરે છે. આ એક એવી દોટ છે, જે ખરા સુખની બિલકુલ વિપરીત દિશાની હોય છે, આ એક એવી દોટ છે, જેના કારણે આત્મા આત્મહિતને ચૂકી જાય છે.
હજી ઊંડા ઉતરીએ, તો ખરી સમસ્યા દુઃખ પણ નથી, અને ખરી સમસ્યા સુખ પણ નથી. ખરી સમસ્યા સંસાર ખુદ છે. બહુ થયું હવે. બહુ નચાવ્યો એણે આપણને નાચ. ખૂબ ખૂબ આપ્યો એણે આપણને ત્રાસ. અઢળક હેરાનગતિ કરી એણે આપણી. આપણી આંતરડી કકળાવવામાં એણે કશું જ બાકી રાખ્યું નથી. હવે એ ક્યારેક “પ્રમુખ'ની સીટ આપતો પણ હોય, તો ય આપણે ઘૂંકવું જોઈએ એના પર. સંસાર પ્રત્યે હવે આપણે એક જ ઔચિત્ય છે, અને તે છે – bye bye Sansar ! આપણામાં થોડી પણ સમજ હોય તો સંસાર પ્રત્યે આ સિવાય બીજું કશું જ કરવા જેવું નથી.
૩૫
આ છે સંસાર
Page #36
--------------------------------------------------------------------------
________________
આ છે
$સંસાર કે
# એક બેઘર ઘર છે.
इहोद्दामः कामः, खनति परिपन्थी गुणमही
मविश्रामः पार्श्व-स्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तःक्रामन्-मदफणभृतां पामरमतं,
वदामः किं नाम प्रकटभवधाम-स्थिति सुखम् ?॥१२॥ દુશ્મન છે જ્યાં કામ. ખોદી નાખે છે ગુણોની ધરતીને. સતત ને સતત બાજુમાં જ છે જ્યાં ખરાબ વિચારોનો ઝગડો. જાત જાતના અભિમાનોના સાપો જ્યાં દરોમાં સળવળી રહ્યા છે. એ છે આ સંસાર. એક બેઘર ઘર. મૂર્ખને તો લાગે છે, કે એમાં સુખ છે, પણ એના વિષે અમને કશું જ કહેવા જેવું લાગતું નથી. || ૧૨ ||.
ઘર એ નથી કે જ્યાં ટપાલી ટપાલ આપી જાય છે, ઘર એ નથી કે જ્યાં માણસ જમે છે ને સૂવે છે, ઘર એ નથી કે જ્યાં દીવાલોને છત છે. ઘર તો એ કહેવાય કે જ્યાં માણસ બધી જ ઉપાધિઓથી મુક્ત થઈને હાશકારો અનુભવે. પણ આવું ઘર હોય છે ક્યાં ?
છગનના ઘર પાસેથી એક જનાજો નીકળતો હતો, રોતાં રોતાં લોકો બોલતા હતા – ‘તમે અમને છોડીને ત્યાં કેમ જાઓ છો ? જ્યાં અંધારું છે, દુઃખ છે, ત્રાસ છે, સંતાપ છે...' છગન તો ઉછળી જ પડ્યો, બૂમ પાડીને પત્નીને કહે, “દોડ જલ્દી, દરવાજો બંધ કર, આ તો બધી આપણા જ ઘરની વાત છે, ક્યાંક મડદું અહીં જ રહેવા ન આવી જાય !”
બેઘર ઘરનો અર્થ આ છે. જ્યાં ઘરમાંથી ઘર નીકળી ગયું છે. થોડા વધુ ચોખા શબ્દોમાં - જે ઘરમાં ઘર જેવું કશું જ નથી. છગનના ઘર જેવો છે આ આખો સંસાર. સારુ કહી શકાય એવું કશું ય અહીં નથી. અને ખરાબ શબ્દ ખુદ ભોંઠો પડી જાય, એટલી ખરાબી અહીં ઠાંસી ઠાંસીને ભરેલી છે.
એક બેઘર ઘર,
૩૬
Page #37
--------------------------------------------------------------------------
________________
અનુકંપાના કાર્યો કરનારે મને વાત કરેલ – “ઝૂંપડપટ્ટીમાં એવા ઘરો પણ હોય, જેનું કુલ ક્ષેત્રફળ આ ચાર લાદી જેટલું જ હોય, ફરક એટલો જ, કે આ લાદીઓ સીધી છે, ત્યાં એટલી જ જગ્યામાં ખાડા-ટેકરા હોય.” છત કે દિવાલ ન હોય એ હજી કદાચ સહ્ય બને, પણ જમીન ? સંસાર ઘરની આ સ્થિતિ છે. અહીં ગમે ત્યારે કામ ત્રાટકે છે. ને આખે આખી જમીન જ ખોદી નાખે છે. સદ્ગણ એ જમીન છે. “કામ”નો પ્રવેશ થાય એટલે બધાં જ સદ્ગણોની ખાનાખરાબી થઈ જાય છે. યાદ આવે યોગસાર -
तावद्धैर्य महत्त्वं च, तावत् तावत् कुलीनता ।
कटाक्षविशिखान् यावन्, न क्षिपन्ति मृगेक्षणाः ॥ ધીરતા ત્યાં સુધી જ છે, મહાનતા અને કુલીનતા પણ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી સ્ત્રીઓ કટાક્ષના બાણોને ફેંકતા નથી. હજારો ગુણોને ઘોળીને પી જવા એ કામ માટે એક સહજ ઘટના છે. तज ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः ।
सर्वमेकपदे भ्रष्टं, सर्वथा किमपि स्त्रियः ॥
તે જ્ઞાન, તે વિજ્ઞાન, તે તપ, તે સંયમ – આ બધું જ એક સાથે ખલાસ થઈ ગયું. ખરેખર, સ્ત્રીઓ માટે કયો શબ્દ વાપરવો એ જ ખબર પડતી નથી.
દિવાલમાં બાકોરું હોય એ હજી ચાલી શકે, છતમાંથી પાણી ટપકતું હોય, તો ય કામ ચાલી જાય, પણ જમીન જ....??? ગૃહસ્થજીવન હોય કે સંયમજીવન, કામ બધું જ ખેદાન મેદાન કરી દે છે.
ઘર”ની બીજી ટ્રેજેડી હોય છે - ઝઘડો. ગમે તેવો હાઈ-ફાઈ બંગલો હોય, સેંકડો તો એમાં સગવડો હોય, પૈસાની રેલમછેલ હોય, પણ જો એમાં અવારનવાર ઝગડાં થયા કરતા હોય, તો એ ઘર મટીને યુદ્ધભૂમિ બની જશે. સતત હાઈટેમ્પર, સતત તંગ વાતાવરણ, સતત કરફ્યુ જેવો માહોલ ને સતત કંકાસ... જાણે ભારત-પાકિસ્તાનની બોર્ડર. સંસારની સ્થિતિ બરાબર આવી છે. સતત ને સતત ખરાબ વિચારોનો મોરચો અહીં ચાલુ જ હોય છે. એ વિચારોનું અસ્તિત્વ એ પોતે જ બહુ મોટો ઝગડો છે. ઝગડો પણ માથું ખરાબ કરી દે
આ છે સંસાર
Page #38
--------------------------------------------------------------------------
________________
છે, ને એ વિચારો પણ માથું ખરાબ કરી દે છે. વિશ્વયુદ્ધ વચ્ચે બેઠેલો માણસ પણ સ્વસ્થ હોઈ શકે છે, પણ આ વિચારયુદ્ધમાં સ્વસ્થતાનો અંશ પણ હોય, એ શક્ય નથી.
દરોવાળું ઘર એ હકીકતમાં જંગલ કરતાં ય બદતર હોય છે. તકલીફ અને જોખમ તો એ બંનેમાં હોય છે. પણ ફરક એ હોય છે, કે જંગલમાં સગવડની કોઈ અપેક્ષા નથી હોતી, જંગલમાં કષ્ટ આવી પડે એમાં કશું જ અજુગતું લાગતું નથી. ઘરમાં સગવડની પૂરી અપેક્ષા હોય છે, ને એમાં આવતું કષ્ટ પૂર્ણપણે અસ્વીકાર્ય હોય છે. સંસાર એ એક એવું ઘર છે, જેમાં ઉપર, નીચે, દીવાલોમાં બધે જ - ઠેર ઠેર દરો ને રાફડાઓ છે. જેમાં મદના સાપો સળવળ્યા જ કરે છે, ક્યારે કયો સાપ બહાર આવી જાય ને મરણતોલ ડંખ મારી દે એ વિષે અહીં કશું જ કહી શકાય એમ નથી.
દુનિયાના ખરાબમાં ખરાબ, ભયંકરથી ય ભયંકર અને પરાકાષ્ઠાના દુઃખથી ભરેલા ઘરની કલ્પના કરો. સંસાર એને પણ લાખ દરજે સારું કહેવડાવે તેવું ઘર છે. જે ઘરમાં “ઘર'નો કોઈ જ પત્તો નથી. ખરા અર્થમાં “ઘર” તો છે મોક્ષ. શું જોઈએ છે આપણને? સંસાર કે મોક્ષ? શાંતિથી વિચારીએ તો પસંદગી બિલકુલ અઘરી નથી.
sal
is
એક બેઘર ઘર.
૩૮
Page #39
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* ભડકે બળતો ઉનાળો
तृषार्त्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः, करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ।
स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं,
भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ? ॥ १३ ॥
ભોગતૃષ્ણાથી લાચાર છે જ્યાં જીવો. એમના ખેદનો કોઈ પાર નથી. ક્રોધસૂરજ જ્યાં વિકરાળ બન્યો છે, ને સૂકાઈ ગયું છે આખું ય પ્રશમ સરોવર. ‘કામ’નો પરસેવો જ્યાં નીતરી રહ્યો છે. થાકનો કોઈ પાર નથી. ગુણોની ગરિમા જ્યાં રોજે રોજ ઓગળતી જ જાય છે. આ છે સંસાર. ભડકે બળતો ઉનાળો. કોણ બને અહીં શરણ ? કોણ કરે તાપનું હરણ ? || ૧૩||
૧૩
ઉનાળાની છ વ્યથા હોય છે. (૧) તરસ (૨) થાક (૩) અસહ્ય તડકો (૪) સૂકા જળાશયો (૫) પરસેવો (૬) શરીરશોષ. સંસાર પણ એક પ્રકારનો ઉનાળો જ છે. ઉનાળામાં પાણીની તરસ હોય છે. સંસારમાં વિષયભોગની તરસ હોય છે. એવી તરસ જે કદી છિપાતી જ નથી. જે છિપાવવી શક્ય જ નથી. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક
तणकट्ठेहिं व अग्गी, लवणसमुद्दो नइसहस्सेहिं । णय इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ॥
આગમાં ગમે તેટલા ઘાસ ને લાકડાં નાંખો, એને લગીરે તૃપ્તિ નહીં થાય. લવણસમુદ્રમાં અનાદિકાળથી હજારો નદીઓ સતત ને સતત પાણી ઠાલવતી આવી છે, પણ હજી જાણે એને કશું મળ્યું જ નથી. બરાબર આ સ્થિતિ છે આ જીવની. દુનિયાભરના કામભોગો એને કેટલીય વાર મળી ચૂક્યા છે, પણ એની
દશા એવી છે, જાણે હજી સુધી એને કશું ય મળ્યું જ નથી. હજી તરસ... ખૂબ તરસ... અસહ્ય તરસ.. પણ દરિયો પી લીધા પછી ય જે તરસ નથી 李
આ છે સંસાર
૩૯
Page #40
--------------------------------------------------------------------------
________________
છિપાઈ, તે તરસ હવે ટીપાં-બે ટીપાંથી છિપાઈ જાય એવી કોઈ શક્યતા જ નથી.
પરિણામ? ખેદ, થાક, ત્રાસ, કંટાળો, હાયવોય ને ભયાનક ભોગ-ભૂતાવળ. અધુરી ઈચ્છા ક્રોધને જન્માવે છે. યાદ આવે ભગવદ્ગીતા - માત્ ઘોઘોડમિનાયતે કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. જાણે અંગારાનો વરસાદ વરસાવતો સૂરજ. ને પ્રશમનું સરોવર આખેઆખું સુકાઈ જાય છે. સુખ-સંવેદનાની માછલીઓ તરફડી તરફડીને મરી જાય છે. ભીતરી શીતળતાની બધી જ લીલોતરી સૂકોતરી બની જાય છે. સમજણના તળમાં મોટી મોટી તિરાડો પડી જાય છે.
તડકાના કારણે પાણી સૂકાઈ જાય ને સુક્કી ધરતીમાં તડકો વધુ લાગે, આ ઉનાળાનું વિષચક્ર છે. અસહ્ય તડકો કેટકેટલા દુષ્પરિણામોને જન્મ આપે છે, એનું એક લાંબું લિસ્ટ થઈ શકે છે. સંસારમાં ક્રોધનો સૂરજ જે તાપ ને સંતાપ ફેલાવે છે, એનું લિસ્ટ કરવા જતાં આખી જિંદગી પૂરી થઈ જાય તેમ છે. “પ્રશમરતિ' કહે છે -
क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः क्रोधः । વૈરાનુષીનની: ઢોથા, ક્રોધ: સુપતિદત્તા | ક્રોધ બળતરા કરે છે, બધાને હેરાન-પરેશાન કરી દે છે, વેરની ભયંકર ગાંઠ બંધાવે છે ક્રોધ. ને સદ્ગતિની શક્યતાનું સત્યનાશ વાળી દે છે ક્રોધ.
ક્રોધની ગરમીમાં પ્રશમનું સરોવર ટકી શકે એ તદ્દન અશક્ય છે. તરસ અસહ્ય છે. ને કામનો પરસેવો નીતરી રહ્યો છે. અંગે અંગ લ્હાય લ્હાય બળે છે. જેને પાણી સમજીને આ આગને બુઝવવા જઈએ છે, એ તો પેટ્રોલ નીકળે છે, બળતરા ઓર વધી જાય છે. તો ય સાન ઠેકાણે આવતી નથી, ફરી એ જ પેટ્રોલ, એ જ આગ, એ જ પેટ્રોલ, એ જ ભડકો... યાદ આવે યોગસૂત્ર -
यथाऽभ्यासं विवर्धन्ते विषयाः । વિષયતૃષ્ણાની જેમ જેમ પૂર્તિ કરવા જાઓ, તેમ તેમ એ તૃષ્ણાની વૃદ્ધિ જ થવાની છે. ભડકે બળતો ઉનાળો.
Page #41
--------------------------------------------------------------------------
________________
શું કરવું ? તૃષ્ણા તો છે, તૃષ્ણાની પીડા ય છે. આ સ્થિતિમાં જે વસ્તુની તૃષ્ણા છે એની પાછળ ન દોડીએ તો બીજું કરીએ પણ શું ? અનાદિનો છે આ સવાલ. મોટા ભાગના જીવોની છે આ સમસ્યા. પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અહીં જવાબ આપે છે -
__ अत्थे असंकप्पयओ तओ से पहीयए कामगुणेसु तण्हा ।
વિષયતૃષ્ણાને દૂર કરવી છે? તો એનો રામબાણ ઉપાય આ છે – વિષયની પાછળ દોડતા તનને તો રોકો જ, મનને પણ રોકો. વિષયનો વિચાર સુદ્ધા ન આવી શકે આવી દશાના તમે સ્વામી બની જાઓ. આ એક એવી દશા છે, જ્યાં તૃષ્ણા ખુદ તરસે મરી જાય છે.
We don't know, કામના પરસેવામાં સદ્ગઓનું બધું જ ઓજસ્ ગળી જાય છે. આપણને સાવ જ ખાલી કરીને એ ખાલીપાને દોષોથી ઠાંસી ઠાંસીને ભરી દેવાનું કામ કરનાર છે “કામ”. યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર - ___ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं ।
અધર્મનું મૂળ છે અબ્રહ્મ. મોટા મોટા દોષોનો રાફડો છે અબ્રહ્મ.
કષાયો, વિષયો, કામવાસના, દોષો... બધી જ રીતે ભડકે બળતો ઉનાળો છે, આ સંસાર. એ અનાદિકાળથી આવો જ છે ને અનંતાનંત કાળ સુધી આવો જ રહેવાનો છે. સમરાદિત્યકથા કહે છે - રૂફો વેવ સંસારો ! સંસાર આવો જ છે. સંસારને ઠારી નથી શકાતો. ફક્ત છોડી શકાય છે. If you don't like heat, get out of the kitchen. એ શક્ય છે. If we wish.
૪૧
આ છે સંસાર
Page #42
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* ફક્ત સ્વાર્થની સગાઈ
૧૪
पिता माता भ्राता - ऽप्यभिलषितसिद्धावभिमतो,
गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जनाः स्वार्थस्फाता - वनिशमवदाताऽऽशयभृतः,
प्रमाता कः ख्याता-विह भवसुखस्यास्तु रसिकः ॥ १४ ॥ પિતા હોય, માતા હોય કે સગો ભાઈ પણ કેમ ન હોય ? સ્વાર્થપૂર્તિ થતી હોય, તો એ બધાં સગાં છે, ને નહીં તો એ બધાં અજાણ્યા છે. અહીં આપણે ગમે તેટલાં સારા હોઈએ, આપણા સારાપણાને સ્વજનો જાણતા પણ હોય, ને એમની પાસે અઢળક રૂપિયા પણ હોય, તો ય આપણી જરૂર વખતે આપણને કશું જ મળી શકતું નથી. સ્વજનોને કશો ભાવ જ નથી એવું નથી. એમને ખૂબ ભાવ છે. ખૂબ ઉલ્લાસ છે. દિવસ-રાત હંમેશા થનગનાટ છે. પણ એક માત્ર પોતાના સ્વાર્થને સર કરવામાં. આ છે સંસાર. ફક્ત સ્વાર્થની સગાઈ. સંસાર જો ઓળખાઈ જાય, બરાબર ઓળખાઈ જાય, તો એના કહેવાતા સુખમાં કોઈ જ રસ ટકી શકે તેમ નથી. ।। ૧૪ ।।
પિતા ક્યાં સુધી પિતા ? એ કમાતા હોય ને આપણું ભરણપોષણ કરતાં હોય ત્યાં સુધી. માતા ક્યાં સુધી માતા ? એ ઘરના કામ-કાજ કરી શકે ત્યાં સુધી. ભાઈ ક્યાં સુધી ભાઈ ? એ ભાઈ પાસે હાથ ન લંબાવે ત્યાં સુધી. પત્ની ક્યાં સુધી પત્ની ? એ અકસ્માત્માં વિકલાંગ ને કદરૂપી ન થઈ જાય ત્યાં સુધી. મિત્ર ક્યાં સુધી મિત્ર ? એના ધંધામાં મોટી ખોટ ન જાય ત્યાં સુધી.
આપણે આખી જિંદગી ભ્રમમાં હોઈએ છીએ કે ‘આ બધાં સગાં-વ્હાલા છે. આ બધાને મારી સાથે સગપણ છે.' We are nothing but a ફક્ત સ્વાર્થની સગાઈ
૪૨
Page #43
--------------------------------------------------------------------------
________________
middelman. Just a media. બધાનું સગપણ તો પોતપોતાના સ્વાર્થ સાથે હોય છે. જો આપણા દ્વારા એ સ્વાર્થની પૂર્તિ થઈ શકતી હોય, તો આપણે એમના સગાં છીએ. જે દિવસે આપણે આ કામ માટે નકામા થઈ ગયા, એ દિવસે આ સગપણ તૂટી જાય છે. ને જો આપણે એમના સ્વાર્થની આડે આવ્યા, તો આપણે ખુદ તૂટી જઈએ છીએ, એ પણ એમના હાથે.
આપણું કોણ ? આ એક નિરુત્તર પ્રશ્ન છે. આખી જિંદગી આપણે જે કરીએ છીએ એ મોટે ભાગે આપણી મૂર્ખતાનું પ્રદર્શન હોય છે. અંધારું છે એટલે જે દિશામાં આપણે હોંશથી દોડે જઈએ છીએ, અજવાળું થઈ જાય તો આપણે એ દિશાને જોવી સુદ્ધા પસંદ ન કરીએ. સ્વાર્થના સંબંધને આપણે “આપણો સંબંધ માની લઈએ છીએ, આ એક જ ગેરસમજ આપણા આખા જીવનને રોંગ નંબર પરનો દીર્ઘ-સંવાદ બનાવી દે છે.
સ્કૂલ-પિકનિક પર જવા માટે એક છોકરાએ મમ્મી પાસે ૫૦૦ રૂ. માંગ્યા. સાવ જ ગરીબ ઘરની વાત. ખૂબ સમજાવવા છતાં છોકરો ન જ સમજ્યો. મમ્મીએ ઘરમાંથી બધું જ ભેગું કરીને એને ૩૫ રૂ. આપ્યાં. હવે એક પૈસો પણ નથી એમ કહ્યું. છોકરાનો પિત્તો ગયો. છરી લઈને ધસી આવ્યો. મમ્મીના પેટમાં હુલાવી દીધી. થોડી જ વારમાં મમ્મીના રામ રમી ગયા. આ છે સંસાર. ફાટે નહીં ત્યાં સુધી ખબર જ ન પડે કે એ બોમ્બ છે. આપણે કહેલું કે એ છોકરો તો નાદાન હતો. જ્ઞાનીઓ કહે છે આખો સંસાર નાદાન છે. સ્વાર્થનો સંબંધ એનો એ જ છે. સ્વાર્થ તૂટતાની સાથે જે આંતરિક પરિવર્તન થાય છે, એ પણ એનો એ જ છે. માત્ર એની અભિવ્યક્તિના પ્રકારો જુદા જુદા હોય છે. યાદ આવે પેલી કવિતા –
- હવે તો રોકનાર પણ મને રસ્તો કરી આપે છે,
હવે કોઈ જનાજાની જેમ હું નીકળતો રહું છું. જ્ઞાનીઓને આપણા એક પણ સગાંની એક પણ ફરિયાદ નથી. આપણે એ સગાઓને વળગી પડીએ, એમાં એમને કોઈ નુકશાન નથી અને આપણે એ સગાઓથી અળગાં થઈ જઈએ, એમાં એમને કોઈ ફાયદો નથી. આપણે આપણા સગાઓને દ્વેષ અને તિરસ્કરાની દૃષ્ટિથી જોતા થઈ જઈએ, એવો એમનો કોઈ
- આ છે સંસાર
૪૩
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ્ય નથી. એમનો ઉદ્દેશ્ય તો એટલો જ છે, કે આપણે આપણો ખરો ઉદ્દેશ્ય શું છે, એને ભૂલીને આ દુર્લભ જન્મને વ્યર્થ ગુમાવી ન દઈએ. ‘આપણા’ની ખોટી ધારણામાં ફસાઈને ‘આપણા’ની હકીકતથી છેડો ન ફાડી લઈએ.
સગાંના મળમાં ‘સ્વાઃ' એવો સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘પોતાનાં.’શાંત ચિત્તે વિચાર કરીએ કે આપણા ‘પોતાનાં' કોણ ? સ્વજનો કદાચ નિઃસ્વાર્થ સ્નેહી હોય, તો ય આપણા ‘પોતાનાં’ ખરાં ? મમ્મીના ખૂની છોકરાની અહીં જે વાત કરી, એ છોકરા માટે એ મમ્મીએ મરતા મરતા કહ્યું હતું, કે ‘એને કોઈ સજા ન થાય, એનું ધ્યાન રાખજો.’ આટલો પરાકાષ્ઠાનો નિઃસ્વાર્થ સ્નેહ હોવા છતાં પણ એ છોકરો દુર્ગતિમાં ન જ જાય, એ વિષેની કોઈ જ જવાબદારી મમ્મી લઈ શકે છે ખરી ? અરે, એ ભવમાં ય એને ફાંસી ન જ થાય એ માટે મમ્મી શું કરી શકે છે ? તો, આલોકનું કે પરલોકનું એક પણ હિત કરવા માટે જે ધરાર લાચાર છે, એ નિઃસ્વાર્થ સ્નેહી હોય, તો ય શું ? શું એમને ‘પોતાનાં’ કહી શકાય ખરાં ? લાખ રૂપિયાનો પ્રશ્ન તો એ છે, કે આપણા કેટલાં સગાંઓ એવા છે કે જેમને નિઃસ્વાર્થ સ્નેહીનું ય વિશેષણ લગાડી શકાય ?
આપણાં ‘પોતાના’ છે દેવ-ગુરુ-ધર્મ. આપણા ‘પોતાના’ તો દર્શન-જ્ઞાનચારિત્ર. આપણી કાયમ માટેની બધી જ જવાબદારી લેવા એ તૈયાર પણ છે અને એ સક્ષમ પણ છે. આપણને એ જોઈતાં હોય, તો એમનું મૂલ્ય બહુ જ નજીવું છે, સાવ જ તુચ્છ છે, એ છે સંસાર.
ફક્ત સ્વાર્થની સગાઈ
૪૪
Page #45
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
હળાહળ ઝેર
૧૫
पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान्, त्यजत्युच्चैर्लोक-स्तृणवदघृणस्तानपरथा । विषं स्वान्ते वक्त्रे - मृतमिति च विश्वासहतिकृत्, માવિત્યુદેશો, વિ ન વિđ: િતથિò: ? ।। ૯ ।
મોટો સ્વાર્થ હોય, ત્યારે તો પોતાનો જાન કુરબાન કરી દેતા હોય, એટલું બધું વ્હાલ બતાવે, ને સ્વાર્થ પૂરો થઈ જાય, એટલે ઘાસની જેમ ઝાટકીને ફેંકી દે. અંતરમાં ઝેર અને મોઢામાં અમૃત. નર્યો વિશ્વાસઘાત. આ છે સંસાર. હળાહળ ઝેર. જો આ શબ્દોથી ય સંસાર પરથી મન ઉતરી જતું ન હોય તો એથી વધુ તો શી કરુણતા હોય ? ।। ૧૫ ।।
‘હું તો તમારા વિના એક પળ પણ જીવી શકું એમ નથી.' આગલી જ રાતે આંખોમાં આંસુ સાથે આવા પ્રેમાલાપો કર્યા હોય, ને બીજા જ દિવસે એ પ્રેમપાત્ર(!)ની પોતે જ કરપીણ હત્યા કરી હોય, એવી કરોડો વ્યક્તિઓ થઈ ગઈ છે. પહેલા માથે ચડાવવા ને પછી પગ તળે કચડી નાંખવા આ એક ‘કાર્યનીતિ’ હોય છે. ચડતી વખતે જે લાગણીઓ ઉગતી ને પાંગરતી હોય છે, એ બધી જ લાગણી કચડાતી વખતે ભયંકર રીતે કચડાઈ જતી હોય છે. આ પણ એક પ્રકારની હત્યા છે. જેને આપણે વિશ્વાસઘાત કહીએ છીએ. શરીર શ્વાસથી જીવતું હોય છે. મન વિશ્વાસથી જીવતું હોય છે.
લાગણી એ આપણું પોતાનું સ્વરૂપ હોય છે. લાગણી તૂટે છે, ત્યારે આપણે પોતે તૂટીએ છીએ. આપણા આજુ-બાજુનું સમગ્ર વર્તુળ આપણી લાગણીને સાચવવા જાન પટકી દે, તો ય આપણી લાગણી હેમ-ખેમ રહે એવી ખાતરી રાખી શકાય તેમ નથી. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે આપણી લાગણી સાથે બીજાઓને પ્રાયઃ ખાસ સ્નાન-સૂતક હોતું નથી. આપણને જેમ આપણી લાગણી 李
આ છે સંસાર
૪૫
Page #46
--------------------------------------------------------------------------
________________
સર્વસ્વ લાગે છે એમ બીજાને પણ પોતાની જ લાગણી સર્વસ્વ લાગે છે. આ સ્થિતિમાં થાય શું ? માત્ર સ્વાર્થસિદ્ધિ ને એના માટેના કાવા-દાવા... માયાપ્રપંચ... સામાની લાગણી પર ઉઝરડા ને પ્રહારો... હૃદયમાં ઝેર... વાણીમાં અમૃત. I mean, વિશ્વાસઘાત.
આ એવી પરિસ્થિતિ છે, જેમાં માણસ જીવતા સુધી મરતો રહે છે. આ પરિસ્થિતિ માટે કોઈને દોષ આપી શકાય તેમ નથી. સંસારનો આ સ્વભાવ છે. જો સંસારમાં કાયમી સુખ-ચેન હોત, તો જ્ઞાનીઓને આ ઉપદેશ આપવાની જરૂર જ ન પડી હોત. અગ્નિ ગરમ છે તો એ ગરમ જ છે. લાખો ચર્ચાઓ કે લાખો પ્રયાસો પણ એની ગરમીને નાબૂદ કરી શકતા નથી. એ ચર્ચાઓ ને પ્રયોસોનો કોઈ જ અર્થ નથી. જિંદગી આખી વીતી જશે એને ઠંડો કરવામાં. હકીકતમાં કરવાનું કાંઈક બીજું જ હતું, ને આપણે કરી રહ્યા છીએ કાંઈક બીજું જ. યાદ આવે પેલું ગીત
જાવું’તું ઉગમણીએ ને આથમણી દિશાએ જઈ રે ચડ્યા અમે ભવના મુસાફિર, ભૂલા રે પડ્યા... અમે ભવના મુસાફિર, ભૂલા રે પડ્યા..
આ ભવ હતો પરમાત્માના અમૃત-વચનોનું પાન કરવા માટે, આ ભવ હતો સાધનાની સુધામાં સ્નાન કરવા માટે, આ ભવ હતો સદ્ગુણોના અમૃતમાં ડુબકી લગાવવા માટે. આ ભવ હતો આનંદના અમૃતમાં રમણ કરવા માટે. ને આપણે શું કરી રહ્યા છીએ ? જેમાં માત્ર ઉપરની સપાટી જ અમૃત છે ને બાકી બધું જ કડવું ઝેર છે, એમાં આપણે એટલા મોહાઈ ગયા છીએ, કે ખરા અમૃતની અવગણના કરી રહ્યા છીએ. અરે, પેલું અમૃત તો બનાવટી છે. ઝેર કરતાં ય બદતર છે. એ જ તો આપણા જીવનને ઝેરમાં ડુબાડનારું છે. એના માટે ખરા અમૃતની અવજ્ઞા એ આપણી કેટલી વિચિત્ર વૃત્તિ !
મને કહેવા દો, કે સંસારમાં સગાં-સંબંધીઓમાં કરાતો હલકામાં હલકી કક્ષાનો જે વિશ્વાસઘાત હોય, એના કરતાં પણ વધુ વિશ્વાસઘાત આપણે આપણી જાત પ્રત્યે કરી રહ્યા છીએ. દુનિયા તો આપણું બગાડી બગાડીને કેટલું બગાડશે ? હળાહળ ઝેર
૪૬
Page #47
--------------------------------------------------------------------------
________________
આપણા આત્માનું ખરું અહિત તો એક જ વ્યક્તિ કરી શકે તેમ છે અને તે આપણે પોતે છીએ.
જે સંસારે જે સગપણે જે પરિવારે આપણને અનંત વાર તમાચા માર્યા છે, એ હજી આપણને ‘આપણા’ લાગે છે ને જે દેવ-ગુરુ-ધર્મ આપણા એકાંત હિતને સાધીને આપણો અનંત ભવિષ્યકાળ સુધારી દેવાના છે, એ હજી ય આપણને ‘પારકા’ લાગે છે, એ જ આપણી સૌથી મોટી કમનસીબી છે.
સંસાર પાસેથી આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુની અપેક્ષા રાખવા જેવી છે ને તે છે ઉદ્વેગ... કંટાળો... વૈરાગ્ય... જ્વલંત વૈરાગ્ય. સંસારની શક્તિ પણ આ જ આપી શકવાની છે અને સંસાર પાસેથી કાંઈ લેવા જેવું હોય, તો એ પણ આ જ છે. Please, try to achieve it, wish you all
the best.
李
૪૭
આ છે સંસાર
Page #48
--------------------------------------------------------------------------
________________
છે
આ સંર
# દર્દનાક દુર્ઘટના છે.
दृशां प्रान्तैः कान्तः, कलयति मुदं कोपकलितै
रमीभिः खिन्नः स्याद्, घनधननिधीनामपि गुणी । उपायैः स्तुत्यायै-रपनयति रोषं कथमपि-,
त्यहो मोहस्येयं, भवभवनवैषम्यघटना ॥ १६ ॥ જે આકર્ષક આંખો આનંદ ઉપજાવે છે, એ જ ગુસ્સાથી તગતગતી હોય, ત્યારે સાવ જ થકવી દે છે. શ્રીમંત ને રાજા-મહારાજા જેવા માટે પણ આ એક મહા–ત્રાસજનક ઘટના હોય છે. કેટકેટલી ચાપલુસી ને સાવ ખોટી ખુશામતો કરી કરીને માંડ માંડ એ ગુસ્સાને દૂર કરવો પડે છે. કદાચ બહારની. બધી જ અનુકૂળતાઓ હોય છતાં ય પોતાના જ મનને કચડવાની આ વ્યથાને તો જે અનુભવે એ જ સમજી શકે. આ છે સંસાર. એક દર્દનાક દુર્ઘટના. મોહનું આ પોતાનું ઘર છે. જ્યાં વિષમતા જ હોય, એમાં કોઈ આશ્ચર્ય નથી. |૧૬ ||
વસતિ-પ્રમાર્જનની ક્રિયા કરતાં કરતાં એક શ્રમણ ભગવંતને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ અતીન્દ્રિય શક્તિથી ઉપર અસંખ્ય યોજન દૂર દેવલોકને પણ જોઈ શકાય એવું શક્ય બન્યું હતું. એ મહાત્માએ જોવા માટે પ્રયાસ કર્યો કે ઈન્દ્ર મહારાજા અત્યારે શું કરી રહ્યા છે ? જોતાની સાથે એ સ્તબ્ધ થઈ ગયાં. ૩ર લાખ વિમાનના માલિક, અસંખ્ય દેવોના સ્વામી ઈન્દ્ર મહારાજા રિસાયેલા ઈન્દ્રાણીના પગે પડીને એમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં... વગર ભૂલે ક્ષમાયાચના. વગર ગુનાની કાકલુદીઓ.. વગર ગુણોની ખુશામતો. વગર વાંકની સજા... ને છતી શક્તિએ લાચારી... છતી માલિકીએ દાસત્વ. છતાં વિવેકે મૂર્ખત્વ ને છતા તેને નિસ્તેજતા... યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
मरणे वि दीणवयणं माणधरा जे णरा ण जंपंति । ते वि हु कुणंति लल्लिं बालाणं णेहगहगहिला ॥
દર્દનાક દુર્ઘટના
४८
Page #49
--------------------------------------------------------------------------
________________
યા કાકલુદી કરવી પડે, ને યા મરી જવું પડે, આ સ્થિતિમાં જેઓ મરી જવું પસંદ કરે, પણ કાકલુદી તો હરગીઝ ન કરે, તેઓ પણ સ્ત્રીઓની પાસે ચાપલુસી ને કાકલુદી કરવામાં કંઈ જ બાકી રાખતા નથી. આ કામ ! ખરેખર, તારામાં ને ભૂતના વળગાડમાં કોઈ જ ફરક નથી.
એક વિચારકે કહ્યું છે – “Second is hell. બીજી વ્યક્તિ એ નરક છે.” જે તમે નથી એની સાથે તમારો મેળ શી રીતે બેસી શકે ? એની સાથે તમારે સેટ થવું હોય, તો તમારે તમારાપણું ગુમાવવું પડે. That means કોઈકનું મૂલ્ય હું” હોય છે. થોડા ચોખ્ખા શબ્દમાં કહીએ તો સંબંધને સાચવવા માટે જાતને વેંચી દેવી પડે છે. આમાં ખરી ટ્રેજેડી તો એ થાય છે કે જાતને ગુમાવ્યા પછી એ સંબંધ ‘જાતનો તો નથી જ રહેતો તો આ આખી ય મથામણ મુર્ખામીની પરાકાષ્ઠા નહીં તો બીજું શું છે ? યાદ આવે પ્રજ્ઞાસર્વસ્વમ્ -
परनिबन्धना तुष्टि-स्तत्त्वत आत्मविक्रयः । स्वरूपमपि नैवं स्यात्, कस्य तुष्टिर्निगद्यते ? ॥ કોઈનાથી ખુશ થવાનો પ્રયાસ એ હકીકતમાં પોતાની જાતનું વેંચાણ છે. આ સોદામાં તો પોતાનું અસ્તિત્વ જ રહેતું નથી, તો પછી ખુશ કોણ થશે?
મન ખુદ વિચિત્ર છે. કામવાસના એની વિચિત્રતાના ગુણાકારો કરે છે, ને કામનો વિષય સ્વાધીન હોય, એટલે એ વિચિત્રતા બધી જ હદ વટાવી જાય છે. જો કામનું ભૂત ન વળગ્યું હોય, તો આ વિચિત્રતાને કોણ કબૂલ કરે ? કોણ એને પગે પડે ને કોણ એની ખુશામત કરે ? ખરેખર, સમજુ ને વિવેકીને પણ ગાંડોતૂર બનાવી દે છે કામ.
तावन्महत्त्वं पाण्डित्यं, कुलीनत्वं विवेकिता ।
यावज्ज्वलति नाङ्गेषु, हन्त ! पञ्चेषुपावकः ॥ મહાનતા, વિદ્વત્તા, કુલીનતા અને વિવેકિતા - આ બધું ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી માણસનાં દેહમાં કામવાસનાની આગ ફાટી ન નીકળે. એક વાર આ આગ લાગી એટલે ખલાસ. પછી એ બધાં જ ગુણો ન જાણે ક્યાંય જતાં રહેશે, ને એ માણસ ત્યાં સુધી નીચે ઉતરશે કે એ વાત જાહેર થાય, તો એ
४८
_આ છે સંસાર
Page #50
--------------------------------------------------------------------------
________________
કોઈને મોટું સુદ્ધા નહીં દેખાડી શકે.
ઓ કામ ! તને જેટલા ધિક્કાર આપીએ એટલા ઓછા છે. માંડ માંડ અનંતકાળે ગુણોની ગરિમા પાડનારને સાવ જ પશુ જેવો બનાવી દેનાર તું છે. પર્વત જેવા ઘેર્યને પણ સાવ જ પાણી પાણી કરી દેનાર તું છે. સાવ અનુચિત ઘટનાને સહજ રીતે ઘટાવી દેનાર તું છે. ધિક્કાર... ધિક્કાર... વિજાતીય - વ્યક્તિથી માંડીને તમામ આધુનિક સાધનો પ્રત્યેનો તીવ્ર અણગમો... નવ વાડનું સુવિશુદ્ધ પાલન અને જિનવચનનું નિરંતર પરિભાવન - આના દ્વારા જ “કામથી બચી શકાય. શુદ્ધ સાધુતા વિના આ શક્ય જ નથી. ગૃહસ્થ માટે તો આ સ્વપ્ન જ નહીં, સ્વપ્નનું પણ સ્વપ્ન છે.
સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ આપણે, કોના પગ પકડવા ? કોની આજ્ઞા માનવી ? પ્રભુની કે મોહની. પ્રભુની આજ્ઞા માનીએ તો શીઘ્ર નિસ્તાર છે અને મોહની આજ્ઞા માનીએ તો અનંત સંસાર છે. અનંત વાર આપણને નરકમાં મોકલનાર મોહની આજ્ઞા માનવી અને આપણને સદ્ગતિની પરંપરા સાથે મોક્ષ સુધી પહોંચાડનાર પ્રભુની આજ્ઞાને અવગણવી - આમાં અવળચંડાઈ સિવાય બીજું કશું જ નથી, આ અવળચંડાઈ માત્ર પ્રભુ સાથે જ નથી, આપણી જાત સાથે પણ છે. Please, Let's stop this stupidity.
ચાલો, જિનાજ્ઞાને આપણું જીવન બનાવીએ. સંસારની દુર્ઘટનાને સમાપ્ત થઈ જવા માટે આથી વધુ કોઈ જ અપેક્ષા નથી.
I
a
sle
દર્દનાક દુર્ઘટના -
Page #51
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* એક ખુવાર પરિવાર #
我
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरति
र्विवेकाऽऽख्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं,
भवे तन्नो दृष्टं, तदपि बत संयोगसुखधीः ॥ १७ ॥
વિશુદ્ધ આત્માનો એક સ્પષ્ટ આંતરિક પરિવાર હોય છે. જ્યાં પ્રિયા છે સદ્ગુદ્ધિ, પુત્ર છે વિનય, પુત્રી છે ગુણરતિ, પિતા છે વિવેક અને માતા છે પરિણતિ. પણ ‘સંસાર’ એ એક એવી કરુણતા છે, જ્યાં આ આખો ય પરિવાર ખુવાર થઈ જાય છે. આમાંથી કશું જ નથી મળતું સંસારમાં. સ્વજન કહી શકાય, એવું કોઈ જ નથી અહીં, અહીં છે માત્ર સંયોગ. પણ બિચારો જીવ એમ માને છે કે એનાથી હું સુખી થઈ ગયો. ।। ૧૭ ||
૧૭
સરકારે લોકોને એક સૂત્ર આપ્યું છે સૂત્ર કેટલું સાચું છે, તે એક અલગ વિષય સો ટચના સોના જેવું સૂત્ર આપ્યું છે આંતરિક પરિવાર સુખી પરિવાર. બાહ્ય પરિવાર સ્વાધીન નથી હોતો. આખી જિંદગી માણસ બધાં છેડાં મેળવતા મેળવતા હાંફી જાય છે. ત્રણ સાંધો ને તેર તૂટે એવી દુર્દશા જ એનું પારિવારિક જીવન હોય છે. આટલું થઈ જાય એટલે નિરાંત આ લાલચ એને જીવનભર દોડાવતી જ રહે છે. જેના માટે એ દોડે છે, તેઓ પણ એને આરામ આપતા નથી. પણ જાણે ચાબૂક ફટકારી ફટકારીને એને પરાણે પરાણે પણ દોડાવ્યા જ કરે છે. યાદ આવે પેલી કવિતા
-
૫૧
છોટા પરિવાર-સુખી પરિવાર. આ બની જાય છે, પણ ભગવાને એક
આખી જિંદગી જેમણે પગ તળે કચડ્યો મને, અંત વેળા એમની જ કાંધે ચડવાનું બન્યું.
સંસારમાં એમ કહેવાય છે કે પરિવાર વગરનો માણસ શોભે નહીં, એના
આ છે સંસાર
Page #52
--------------------------------------------------------------------------
________________
પર કોઈ વિશ્વાસ કરે નહીં, વાંઢો માણસ બધે લઘુતા પામે. સામાજિક પ્રસંગોમાં સપરિવાર વ્યક્તિ શોભાસ્પદ બને. પણ આની સમાંતર સત્ય એ છે, કે મોર પીંછાઓથી સારો પણ લાગે છે, ને એને પીંછાંનો ભાર પણ લાગે છે. લગ્નનો અર્થ વિવાહ, જેનો સીધો અર્થ થાય છે ખૂબ જ ભાર ઉચકવો. પતિનો પર્યાય શબ્દ છે વિવોઢા, જેનો શબ્દશઃ અર્થ છે ખૂબ ભાર ઉપાડનાર. પત્નીનો પયાર્ય શબ્દ છે ભાર્યા, જેનો સ્પષ્ટ અર્થ છે ભારવાળી. જે પરિવારનું મૂળ જ આટલું દુઃખદ હોય એ પરિવારનો વિકાસ(!) કેવો હોઈ શકે ?
એકાદ-બે બાળકો ને પત્ની સાથે કોઈ લગ્ન-પ્રસંગમાં સરસ દેખાતો માણસ પોતાના અંગત જીવનમાં કેટલો નીરસ હોય છે, એ તો એનું મન જ જાણતું હોય છે. બધાં સાથે બધી રીતે બધું જ સીધું પડે એવું પુણ્ય તો ભગવાનનું ય હોતું નથી. ફરક એ પડે છે કે એ બિચારામાં ભગવાનના લાખમા ભાગની ય સહનશીલતા હોતી નથી. પરિણામ ? જીવન નરક બની જાય છે.
વાત વાંઢાપણાના સમર્થનની બિલકુલ નથી. સંસારમાં રહીને અપરિણીત રહેવું એ પ્રાયઃ કરીને વધુ દોષો અને વધુ દુઃખોનું કારણ બનતું હોય છે. અહીં તો વાત છે પૂર્ણપણે દુઃખમુક્તિની. અહીં તો વાત છે પૂર્ણ સુખની અનુભૂતિની. એ પણ પરિવારથી જ મળે છે. બાહ્ય પરિવારથી નહીં, પણ આંતર પરિવારથી.
જેમાં પત્ની છે બુદ્ધિ. સતત સાથે ને સાથે રહે છે એ. આપણને હુંફ આપે, હિંમત આપે, સાચી પ્રેરણા આપે ને દરેક પરિસ્થિતિમાં સારામાં સારું પરિણામ લાવવાની ખાતરી આપે. એને ય આપણે ધારણ તો કરવી જ પડે. પણ એનો ભાર બિલકુલ નથી. ઉલ્ટ એને પામ્યા પછી ખૂબ જ હળવાશ લાગે છે.
જેમાં પુત્ર છે વિનય. નામ રોશન કરે ને વંશને પાવન કરે એને પુત્ર કહેવાય છે. પુનાતિ વંશપતિ પુત્ર | વિનય નિશ્ચિતપણે આ કાર્ય કરે છે. અમૂર્તમંત વશરણમ્ મૂળી કે મંત્ર વગરનું વશીકરણ છે વિનય. આપણે એના તરફથી કોઈ જ અપમાન કે ઉદ્ધતાઈ સહન નથી કરવી પડતી, ઉલ્ટ એ આપણું આ ભવનું ને ભવોભવનું દળદર ફેડી નાંખે છે.
જેમાં પુત્રી છે ગુણરતિ. એ વહાલનો દરિયો તો છે જ, પણ ગુણો પ્રત્યે.
એક ખુવાર પરિવાર,
૫૨
Page #53
--------------------------------------------------------------------------
________________
બાકી તો દીકરીનું હાલ પ્રાયઃ જીવનભરની વ્યથામાં પરિણમતું હોય છે. ગુણો પ્રત્યેની રતિ સર્વસુખોની જનની બને છે. “બેટી બચાવો’નું આંદોલન જો આ દિશામાં થાય, તો આખા ભારતનો મોક્ષ થઈ જાય.
જેમાં પિતા છે વિવેક. આપણું હિત કરવાની ક્ષમતા, આપણું હિત કરવા માટે જરૂરી પ્રોઢતા અને આપણા પ્રત્યેની વત્સલતા આ ત્રણેનો સંગમ આ પિતામાં છે. પાતીતિ પિતા - જે રક્ષણ કરે તે પિતા કહેવાય. આપણા આત્માનું રક્ષણ એક માત્ર વિવેક જ કરી શકે તેમ છે.
જેમાં માતા છે પરિણતિ. ગોળ વિના સૂકો કંસાર મા વિના સૂનો સંસાર. પરિણતિ વિના બધું જ શૂન્ય છે. પરિવારમાં મા સર્વસ્વ હોય છે. આત્માના અંતરંગ વર્તુળમાં પરિણતિ સર્વસ્વ હોય છે.
મૂઢ જીવ આખી જિંદગી ભ્રમણામાં રાચતો હોય છે, કે મારે પત્ની છે, પુત્ર છે, પુત્રી છે, મા-બાપ છે, પણ જ્ઞાનીઓ એને એટલું જ પૂછે છે કે ભાઈ ! શું તારી પાસે સદ્બુદ્ધિ છે ? જો ના, તો તું વિધુર છે. શું તારી પાસે વિનય અને ગુણરતિ છે ? નહીં ને ? તો તું નિઃસંતાન છે, શું તારી પાસે વિવેક ને પરિણતિ છે ? ના ને ? તો તું અનાથ છે, ખરેખર અનાથ.
આજે કદાચ પ્રબળ મોહની દશામાં તારો પૂરેપૂરો મદાર બાહ્ય પરિવાર પર હશે, અંતરંગ પરિવાર કદાચ તને નીરસ અને નકામો લાગતો હશે. પણ તારા જીવનમાં પ્રાયઃ એક ક્ષણ એવી જરૂર આવશે, જ્યારે આ જ બધી વાતો તારું પોતાનું સંવેદન બનશે, એ પળે તારી આંખો ઉભરાઈ ગઈ હશે. “બાહ્ય એ તારો પરિવાર નહીં પણ તારો “ભ્રમ' હતો. એ સત્ય તને સમજાઈ ગયું હશે, પણ તારે બાજી તારા હાથમાં નહીં રહી હોય.
અંતરંગ પરિવારનું ઐશ્વર્ય આપવાની સંસારમાં તાકાત જ નથી. એ તો ફક્ત “ભ્રમ” આપી શકે છે. રઝળાવી શકે છે, ને રડાવી શકે છે. અંતરંગ પરિવારનું પ્રપ્તિસ્થાન છે સંયમજીવન. એને પામી લો તો એ દિવ્ય પરિવાર સ્વયં સ્વાધીન બની જશે. પછી તો દુઃખ શું હોય ? એ ય ભૂલી જશો. ને સુખ શું હોય? - આના જવાબમાં તમારું જ ઉદાહરણ આપવું પડશે.
૫૩
આ છે સંસાર
Page #54
--------------------------------------------------------------------------
________________
"મન
* આ છે – સંસાર? # ભડભડ બળતો નિભાડો # ૧૮
पुरा प्रेमाऽऽरम्भे, तदनु तदविच्छेदघटने,
तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाका-ऽऽहितकलशवत्तापबहुला,
जनो यस्मिन्नस्मिन्, क्वचिदपि सुखं हन्त ! न भवे ॥१८॥ પ્રેમની શરૂઆત કરવા જતાં જ દુઃખની શરૂઆત થઈ જતી હોય છે, એ પ્રેમ તૂટે નહીં એની મથામણમાં દુઃખનો સારો એવો વિકાસ થઈ જતો હોય છે, ને પ્રેમ જે પળે તૂટે એ પળે તો દુ:ખના ડુંગરા જ તૂટી પડતા હોય છે. કેટલું કઠણ હશે એ મન ! કે આટલા અસહ્ય દુઃખમાં ય ચૂરો નથી. થઈ જતું. આ છે સંસાર. ભડ ભડ બળતો માટલાનો નિભાડો. તાપથી તપી તપીને જ્યાં બરાબર પાકી જવાનું છે. માનવું જ પડશે, સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં || ૧૮ II.
કાચી ઈંટો ને કાચા માટીના વાસણોને પકાવવા માટે નિભાડામાં મુકવામાં આવે છે. અસહ્ય તાપનો અર્થ જ નિભાડો છે. આખા ય નિભાડામાં ક્યાંય લેશ પણ શીતળતા હોય એ સંભવિત જ નથી. અરે, એ નિભાડાની આજુબાજુમાં ય ગરમીથી શેકાઈ જવાય એવી પરિસ્થિતિ હોય, તો પછી એ નિભાડાની અંદરની તો શું વાત કરવી ? બસ, આ છે સંસાર. નિભાડામાં જો ઠંડક હોઈ શકે, તો સંસારમાં સુખ હોઈ શકે.
મૂઢ આત્માને એવું લાગે છે કે “પ્રેમને કારણે સંસાર સમૃદ્ધ છે. પ્રેમ જ આ જીવનનું સર્વસ્વ છે. પ્રેમ માટે જ આ જીવન છે, અને પ્રેમ એ જ એક માત્ર સુખનો સ્ત્રોત છે.' પણ વાસ્તવિક્તા આનાથી બિલકુલ ઉલ્ટી છે. “પ્રીત કિયે દુઃખ હોય.” જ્ઞાનીઓ કહે છે - ભડભડ બળતો નિભાડો.
- ૫૪
Page #55
--------------------------------------------------------------------------
________________
सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः ॥
જીવ પોતાના જેટલાં જેટલાં પ્રિય સંબંધો બાંધે છે. તેટલા તેટલા જ એના હૃદયમાં શોકના તીક્ષ્ણ કાંટાઓ ભોંકાય છે.
દુનિયામાં ‘લિવ ઈન રિલેશનશીપ’ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આપઘાતો અને પાલગપણું પણ વધતા જ જાય છે. પુરાવો છે આ એ વાતનો – કે પ્રેમ એ દુઃખ સિવાય બીજું કાંઈ જ આપી શકે તેમ નથી. વિજાતીયને જોવાના પ્રયાસ, એને મળવાના પ્રયાસ, એનો પરિચય કરવાના પ્રયાસ, એની સામે માંગણી મુકવાના પ્રયાસ.. આ બધું શું સુખ હોય છે ? જો ઉત્તેજના, આતુરતા, અધીરાઈ અને ઈચ્છાના તોફાનો ય સુખ હોય, તો પછી દુઃખ કોને કહેશો ? પંચસૂત્ર કહે છે अविक्खा अणाणंदे | અપેક્ષા આનંદ નથી જ. સતત ઉત્તેજિત
કરતી રહેતી ફિલ્મને જોઈને છેવટે માણસ સાવ જ થાકી ગયો હોય છે. We Excitement is not a pleasure, but a labour
have to trust
work. યાદ આવે યોગસાર
-
-
-
नैरपेक्ष्यादनौत्सुक्यं, अनौत्सुक्याच्च सुस्थता ।
सुस्थता च पराऽऽनन्द - स्तदपेक्षां त्यजेन्मुनिः ॥
નિરપેક્ષતા મળે એટલે ઉત્સુકતા જતી રહે છે, ઉત્સુકતા જતી રહે એટલે સ્વસ્થતા મળે છે, અને સ્વસ્થતા એ જ તો પરમ આનંદ છે. માટે મુનિએ અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ.
પ્રેમના પ્રારંભમાં અપેક્ષા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. પ્રેમ તૂટે નહીં આટલો વિચાર સુદ્ધા પણ અપેક્ષા સિવાય બીજું કશું જ નથી. અપેક્ષાઓનો મેરુ જેટલો ભાર માથે લઈને ફરતો માણસ એ બધી જ અપેક્ષાઓ તૂટે એટલે ફટ દઈને તૂટી જાય છે. કદાચ અપેક્ષા મેરુ જેટલી નહીં, પણ એનાથી ય વધારે ભારે હોય છે. ને માટે જ એ ભારે પડી જાય છે.
માણસ લાગણી પ્રધાન છે, એ પ્રેમમાં આખે આખો પરોવાયો હોય છે. થોડા વધુ સ્પષ્ટ શબ્દોમાં એ ખુદ પ્રેમમય બની ગયો હોય છે. પ્રેમ કર્યો એટલે
આ છે સંસાર
૫૫
Page #56
--------------------------------------------------------------------------
________________
તમે ગયા. ‘ઘર બાળીને તીરથ' કરવા જેવી આ ઘટના છે. પ્રેમ કરીને સુખી થવા જાવું, એ ઝેર ખાઈને જીવવાનો પ્રયાસ કરવા જેવી ઘટના છે. પ્રેમને પોતાનું બધું જ અર્પિત કરી દીધા પછી એ પ્રેમ તૂટે કે પ્રેમપાત્ર તૂટે એટલે માણસ પોતે જ તૂટે છે.
વિદેશમાં બધી બાજુથી તૂટી ગયેલો માણસ છેવટે કૂતરા પર ઢળે છે. પણ એ કૂતરો પણ તો શાશ્વત નથી હોતો. એનું આરોગ્ય પણ તો કાયમ નથી હોતું. એનો સંયોગ પણ તો ૨૪ x ૭ કલાક નથી હોતો. પ્રેમભૂખ્યો માણસ સરવાળે તો ભૂખ્યો જ રહી જાય છે.
આત્માનો ઓક્સિજન રાગ નથી પણ વિરાગ છે. વિરાગથી આત્મા જીવે છે, વિરાગથી આત્મા પુષ્ટ થાય છે, વિરાગથી આત્મા પરમાનંદમાં મ્હાલે છે, પણ રાગથી એ રીતસરનો રિબાઈ જાય છે. લક્ષ્ય તો છે વિરાગ ભાવ... પરમ લક્ષ્ય તો છે વીતરાગ ભાવ... પણ એનું માધ્યમ છે પ્રશસ્ત રાગ. દેવ-ગુરુધર્મ પ્રત્યેનો રાગ. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેનો રાગ. અચળ રાગ. અવિહડ રાગ. I suggest you a book ઔર ન ચાહું રે કંત. There is an emotion of the divine love. સંસારનો બધો જ પ્રેમ ‘પરમ’ ઉપર ઉતરી જાય, તો આત્માનો બેડો પાર છે. પછી તો એનો કંઠ છે, એને શાશ્વત સુખની વરમાળા છે.
ભડભડ બળતો નિભાડો.
૫૬
Page #57
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* ભયાનક યુદ્ધભૂમિ * ૧૯
मृगाक्षीदृग्बाणै - रिह हि निहतं धर्मकटकं,
विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः । भ्रमन्त्युर्ध्वं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं,
महामोह क्षोणी - रमणरणभूमिः खलु भवः ॥ १९ ॥
વીંધાઈ ગઈ છે જ્યાં ધર્મસેના સ્ત્રીની દૃષ્ટિના બાણોથી. ખરડાઈ ગયાં છે જ્યાં હૃદયના ભાગો રાગના લોહીથી. સેંકડો આપત્તિઓના ક્રૂર ગીધડાં જ્યાં ઉપર ચકરાવા લઈ રહ્યા છે. આ છે સંસાર. ભયાનક યુદ્ધભૂમિ. મહામોહરાજા જ્યાં બધી જ રીતે ત્રાટકે છે આપણા ઉપર. ।। ૧૯||
યુદ્ધ એ એવી વસ્તુ છે, જેમાં બધી રીતે નુકશાન છે, હારો તો તો તમે ગયા જ. જીતો તો ય જે નુકશાન થયું, એ તો થયું જ છે. મહારાણા પ્રતાપને હરાવીને રાજા માનસિંહ દિલ્લીના દરબારમાં ગયા, ત્યારે અકબરે એમની પ્રશંસા કરવાને બદલે એમને રીતસર ખંખેરી જ નાખ્યા હતાં. કારણ કે અકબરના પૂરા ૫૦,૦૦૦ સૈનિકો એ યુદ્ધમાં ખપી ગયા હતાં. અકબરને હાર કરતાં પણ એ જીત ભારે પડી ગઈ હતી. યાદ આવે પેલી કવિતા
હવે આ તામ્રપત્રને ક્યાં લગાડશો ? જીતો જો યુદ્ધ, હાથ ગુમાવાયો હોય છે.
યુદ્ધનો અર્થ વિનાશ છે. માટે જ નીતિવાક્યામૃતમ્ ગ્રંથ કહે છે पुष्पैरपि युद्धं नीतिविदो नेच्छन्ति ।
કરવા માંગતા નથી.
નીતિના જાણકારો ફૂલથી પણ યુદ્ધ મોહરાજાની ભયાનક યુદ્ધભૂમિ જેવો છે એ આત્મા માટે પૂરે પુરું જોખમ ભરેલું છે. આ યુદ્ધભૂમિમાં આત્માની હાર
આ સંસાર. આ યુદ્ધભૂમિમાં ઉતરવું
李
આ છે સંસાર
૫૭
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રાયઃ નિશ્ચિત હોય છે, એ પણ ભારે નુકશાન સાથે. બ્રહ્મચર્યની નવ વાડનો અર્થ આ જ છે, કે મોહરાજાની સામે સીધે સીધું યુદ્ધ છેડવાની આત્માની સ્થિતિ જ નથી. એ યુદ્ધ સુદ્ધા એક પ્રકારની શરણાગતિ બની જાય એવી પૂરે પૂરી સંભાવના છે. મોહ તો અનાદિકાળથી સતત જીતતો આવ્યો છે. ખૂબ તગડો થઈ ગયો છે એ. આત્મા અનાદિકાળથી એના હાથે ધોબીપછાડ હાર ખાઈ ખાઈને અધમુઓ થઈ ગયો છે. હવે એ સીધે સીધો એની સામે લડવા જાય, તો થાય શું ?
સ્ત્રીની દૃષ્ટિ એ મોહરાજાનું એક હત્યારું શસ્ત્ર છે. સ્ત્રીની દૃષ્ટિ સાથે દષ્ટિ મેળવવી એ આત્માર્થી જીવના માટે મોહરાજાના બાણોના વરસાદમાં જવા જેવી ઘટના છે. એ જીવે જે કોઈ પણ ધર્મસાધના કરી હશે, જે કોઈ પણ ગુણોનું ઉપાર્જન કર્યું હશે, એ આખે આખી ધર્મસેના એ બાણોના એક જ વરસાદમાં વીંધાઈને ઢળી પડશે. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
परिहरसु तओ तासिं दिहिँ दिट्ठिविसस्स व अहिस्स ।
जं रमणीणयणबाणे चरित्तपाणे विणासंति ॥ આત્મન્ ! જેની નજરમાં ય ઝેર હોય એવા સાપથી તું જે રીતે દૂર જ રહે, બરાબર એ જ રીતે સ્ત્રીની નજરથી પણ દૂર જ રહેજે. હકીકતમાં એ નજર નથી, પણ બાણ છે. જીવલેણ બાણ. જે તારા ચારિત્રના રામ રમાડી દેશે.
યુદ્ધભૂમિમાં મારો-કાપોનું તાંડવ મ હોય છે. પ્રહાર કરનારાનું લક્ષ્ય હૃદય હોય છે. હૃદય ગયું એટલે એ સૈનિક ગયો. મોહરાજાનું લક્ષ્ય પણ હૃદય છે. એ જેના પર પ્રહાર કરે એનું હૃદય રાગના લોહીથી ખરડાઈ જાય છે. મોહ અને પવિત્રતા આ બે એવા છેડા છે, જે કદી પણ ભેગા થતા જ નથી.
અંતરાત્માને આપણે એક સવાલ પૂછવા જેવો છે, કે તારે પવિત્રતા જોઈએ છે કે ગંદકી ? જો પવિત્રતા જ જોઈએ છે તો આ જ ક્ષણે સ્કુલ/કોલેજ ઓફિસ/દુકાન/મીડિયા/આધુનિક પ્રસાર માધ્યમો/ફ્રેન્ડ સર્કલ આ બધું જ છોડીને
ભયાનક યુદ્ધભૂમિ
- ૫૮
-
Page #59
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુનું શરણ લઈ લેવું જોઈએ. કારણ કે આ બધું જ એક યા બીજી રીતે ગંદકીનું વાહક બની રહ્યું છે. જોઈએ છે પવિત્રતા ને આ બધાને છોડવા નથી, આ બરાબર એવી વાત છે કે કરવી છે વર્લ્ડ ટૂર પણ ઘરનો ઉંબરો છોડવો નથી.
જ્યાં સુધી વિજાતીયનો ઓછાયો સુદ્ધા લેવાનું સાહસ છે, ત્યાં સુધી આત્મા અસલામત છે. એના બધાં જ ગુણો જોખમમાં છે, એની બધી જ સાધના કઈ પળે ભાંગીને ભુક્કો થઈ જાય, એનો કોઈ જ ભરોસો નથી. મોહના બધાં જ નિમિત્તોથી દૂર રહેવું અને અંતરંગ ધર્મસેનાનું વધુ ને વધુ પોષણ કરતા રહેવું, એ આત્માર્થી જીવનું પરમ કર્તવ્ય છે. આ કર્તવ્યને અદા કરવું હોય તો સંસારત્યાગ અને ગુરુકુળમાં વાસ – આમાં લેશ પણ વિલંબ કરવા જેવો નથી.
બાણોના પ્રહારોને લોહીલુહાણ દશા - આ બંનેની પછીની યુદ્ધભૂમિની ત્રીજી વાસ્તવિકતા છે - ક્રૂર ગીધડાઓના ચકરાવા.
એ એક એક ગીધ યમરાજ બની શકે છે. શસ્ત્રપ્રહારોથી જે કાંઈ બાકી રહી ગયું હોય, તે બધું જ પુરું કરી શકે છે. મોહરાજાની યુદ્ધભૂમિ ઉપર સેંકડો સંકટોના ક્રૂર ગીધડાઓ ચકરાવા લઈ રહ્યા છે. They are just finding a chance. Even a small chance they find, can be our death. A dangerous death.
આટઆટલું સમજ્યા પછી પણ હજી ય અંદરથી આત્મહિતની તરફેણ કરતો કોઈ જ જવાબ ન આવતો હોય, તો એને પણ મહામોહરાજાની યુદ્ધભૂમિનો જ પ્રભાવ સમજવો પડશે. Please, get out of it. એ સર્વનાશ સિવાય બીજું કશું જ નથી.
૫૯
આ છે સંસાર
Page #60
--------------------------------------------------------------------------
________________
-
આ છે !
સસાર
3
નર્યું પાગલખાનું #
૨૦
हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा,
रुदन्ति क्रन्दन्ति क्षणमथ विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा,
भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥२०॥ ક્ષણમાં હસે છે... રમે છે... ને ક્ષણમાં તો નર્વસ થઈ જાય છે. રડે છે... આક્રંદ કરે છે... ને ક્ષણમાં ઝગડવા લાગે છે... વળી ભાગી જાય છે... ખુશ થાય છે... ને નાચવા લાગે છે. કેવી છે વિવશતા જીવોની ! આ. છે સંસાર ! નર્યું પાગલખાનું. જ્યાં મોહના ઉન્માદે માઝા મુકી છે. || ૨૦ ||
એક હતું પાગલખાનું. દિવાળીના દિવસોમાં આજુ-બાજુની આતશબાજી જોઈને પાગલોએ મેનેજમેન્ટ પાસે માંગણી કરી, આ વખતે અમને પણ આતશબાજી કરવા જોઈએ. મેનેજમેન્ટ તો પાગલ ન'તું થઈ ગયું. એટલે પાગલોના હાથમાં કાંઈ જ આપ્યું નહીં. છેવટે જાત-મહેનત જિંદાબાદ કરીને પાગલો પોતે જ કામે લાગ્યા. આખા પાગલખાનામાં ખાખા-ખોળા કરતાં કરતાં એક પાગલના હાથમાં ક્યાંકથી માચીસ આવી ગઈ. એણે બધાં પાગલોને એક હોલમાં ભેગા કર્યા. પોતાની આ અદ્ભુત સિદ્ધિ બતાડી. બધાં ખુશીથી ઓર પાગલ થઈ ગયા. બધાં બારીબારણા કર્યા બંધ. પેલાએ એક સળી સળગાવી. બધાં “દિવાળી.... દિવાળી..” કરીને નાચવા લાગ્યા. એ સળી પૂરી થઈ ગઈ. બધાં નિરાશ થઈ ગયા. કેટલાંક તો રીતસર રડવા લાગ્યા. કેટલાંક તો છાતી જ કુટવા લાગ્યા. ત્યાં તો એ પાગલે ઘટસ્ફોટ કર્યો. “ચિંતા નહીં કરો. હજી અંદર ઘણી દિવાળી છે.” એણે તરત બીજી સળી સળગાવી. બધાં રીતસર કૂદવા લાગ્યા.. “દિવાળી... દિવાળી.. દિવાળી...' એક મોટા પાગલે પોતાની બુદ્ધિને કામે લગાડી. દિવાળીમાં વચ્ચે બ્રેક ન પડે એ માટે એણે એક ઝાડુમાંથી મોટી સળી ખેંચી કાઢી, એને પેલી નર્યું પાગલખાનું
Page #61
--------------------------------------------------------------------------
________________
દિવાળીનો કરંટ લગાવી દીધો. બધાં હસવા ને કૂદવા જ લાગ્યા... ‘દિવાળી... દિવાળી.' એક હજી મોટા પાગલે આખુ ઝાડુ જ દિવાળીને સમર્પિત કરી દીધું.. ભડકો થયો. પાગલોને તો ખુશીનો પાર ન રહ્યો... મોટી દિવાળી... મોટી દિવાળી...'
ત્યાં તો આખું મેનેજમેન્ટ દોડી આવ્યું હાથ દુઃખી જાય એટલી હદે બારણું ખખડાવ્યું... ‘આ દિવાળી નથી. હોળી છે. સળગી જશો બધાં ય. જલ્દી બહાર નીકળો, નહીં તો મરી જશો બધાં.’ પાગલોએ ઠંડે કલેજે કહ્યું, ‘તમારા ઘરમાં હોળી હશે. અમારે તો દિવાળી છે. Please, do not disturb.' એક હોંશિયાર પાગલે ઝાડુની છેલ્લી છેલ્લી દિવાળીમાં એક તકિયો સ્વાહા કરી દીધો, બીજાએ ગાદલું, ત્રીજાએ ટેબલ, ચોથાએ પલંગ... ડોક્ટરો બૂમાબૂમ કરતાં રહ્યા... મોટામાં મોટી દિવાળી મનાવીને પાગલો સળગીને રાખ થઈ ગયાં.
-
પાગલખાનાની આ ઘટના આપણે જે રીતે જોઈ, બરાબર એ જ રીતે જ્ઞાનીઓ આપણી ઘટના જોઈ રહ્યા છે. જ્યાં હસવા જેવું કશું જ નથી ત્યાં આપણે હસીએ છીએ. જ્યાં રાજી થવાનું હોય છે, ત્યાં આપણે રડવા બેસીએ છીએ. જ્યાં મૌન રહેવાનું હોય છે, ત્યાં આપણે વિવાદ કરવા લાગીએ છીએ, જ્યાં ઠરીઠામ થઈ જવાનું હોય છે, ત્યાંથી આપણે ભાગી છૂટીએ છીએ. પોક મુકીને રડવા જેવું હોય છે, ત્યાં આપણે ખુશખુશાલ થઈ જઈએ છીએ. જ્યાં ભાંગી પડવા જેવું હોય છે, ત્યાં આપણે નાચી ઉઠીએ છીએ. જ્યાં સર્વસ્વની હોળી થઈ જતી હોય છે, ત્યાં આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ.
તત્ત્વદૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરીએ, તો એક પાગલ અને આપણામાં ફરક શું છે ? એને પોતાની જાતનું ભાન નથી, આપણને ય ‘આત્મા’ની સભાનતા ક્યાં છે ? એ વ્યર્થ બાબતોને મહત્ત્વપૂર્ણ હોય એવા ઢંગથી કર્યા કરે છે, તો આપણે ય એ સિવાય બીજું શું કરીએ છીએ ? પોતાને ભારે નુકશાનકારી હોય, એવી વસ્તુ પણ એને ખૂબ જ ઉપયોગી અને જરૂરી લાગે છે. ભારે જોખમને પામવા માટે એ ભારેમાં ભારે જોખમને રુચિપૂર્વક ઉઠાવી શકે છે, તો શું આ આપણી પણ હકીકત નથી ?
李
૬૧
આ છે સંસાર
Page #62
--------------------------------------------------------------------------
________________
જે “હું નથી એને “હું સમજવું, જે “તું નથી એને “તું સમજવું. જે “મારું નથી એને “મારું” સમજવું - પાગલની આ વ્યાખ્યા શું આપણામાં ફીટ થતી નથી? જેને આંખોની કીકી ને કાળજાનો ટુકડો સમજ્યો, “મારો “મારો કરીને જેને ઉછેરવામાં જાત આખી ઘસી નાખી, ઘડપણની એ લાકડી ટેકો બનવાના બદલે માર’ બની જતી હોય, તો આજ સુધીનું આપણું જીવન એ ગાંડપણ નહીં તો બીજું શું હતું ? જેને જીવનસાથી માન્યા એ અધવચ્ચે જ આપણને મુકીને વિદાય લઈ લે, એ દુઃખ હકીકતમાં કોઈની વિદાયનું નથી હોતું, આપણી ભ્રમણા પર પ્રહાર થયો એનું હોય છે. એ ભ્રમણા હકીકતમાં એક પ્રકારનું પાગલપણું જ હોય છે. નોટબંધીની જાહેરાતથી લોકો દુઃખી થયા, એનું મૂળ કારણ નોટબંધી ન હતી, પણ આ બધી નોટો મારી સંપત્તિ છે – એવી ગેરસમજ હતી. તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો આ ગેરસમજ અને ગાંડપણ – આ બેમાં કોઈ જ ફરક નથી.
જ્ઞાનીઓની દૃષ્ટિમાં આખો ય સંસાર એક પાગલખાનું છે. જ્યાં મોટા ભાગના જીવો જાતને સળગાવવાના પ્રયાસમાં જ રચ્યા પચ્યા છે. જ્ઞાનીઓ પેલા ડોક્ટર્સની જેમ એમને પરિસ્થિતિ સમજાવે છે. સંસારની બહાર નીકળી જવા માટે કરુણાપૂર્ણ પ્રેરણા કરે છે. પ...ણ... એ બિચારા જીવોને એવું લાગે છે, કે પોતે ડાહ્યા છે ને જ્ઞાનીઓ પાગલ છે. શું થાય? પાગલપણાના અહેસાસ માટે પણ થોડું તો ડહાપણ જરૂરી હોય છે. ખેર, એમની બાજી આપણા હાથમાં નથી. પણ આપણી બાજી આપણા હાથમાં છે. Please, try to understand. નહીં તો આપણે ય સળગીને રાખ થઈ જઈશું.
વર્ય પાગલખાનું
Page #63
--------------------------------------------------------------------------
________________
* આ છે ? સસાર
જ એક ક્રૂર મશ્કરી
૨૧
अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनय
प्रणालीवाऽऽस्थाने विधववनितायौवनमिव । अनिष्णाते पत्युर्मुगदृश इव स्नेहलहरी,
__ भवक्रीडाव्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ २१ ॥
જાણે અધુરી વિદ્યા... જાણે લુચ્ચા સાથે મિત્રતા... જાણે અંધેર નગરી ને ગંડુ રાજા.. જાણે યુવાન વિધવા... જાણે બેવકુફ પતિ પ્રત્યેનો બનાવટી પ્રેમ... આ છે સંસાર. એક ક્રુર મશ્કરી. તાત્વિક દૃષ્ટિથી એને જુએ, એનું હૃદય બળી ગયા વિના ન રહે. IT ૨૧ ||
પૂરી વિદ્યા એ સિદ્ધિ હોય છે. અધુરી વિદ્યા એ ફક્ત પરિશ્રમ અને બોજો હોય છે. એ કશા ય કામમાં નથી આવતી. ઉલ્ટ, એ ઉપાધિ પણ કરે છે. આકાશગામિની વિદ્યા અધૂરી હોય, તો હાથ-પગ કે માથું ભાંગી શકે. રૂપપરાવર્તિની વિદ્યા અધુરી હોય તો યા બે ય બાજુથી રહે ને યા તો માર ખાવો પડે. In short, અધુરી વિદ્યા એ એક ક્રુર મશ્કરી છે. એમ આ સંસાર પણ એક ક્રુર મશ્કરી છે. અહીં પરિવર્તનો છે, વિકાસ નથી. પરિશ્રમ છે શાશ્વત સિદ્ધિ નથી, અહીં ઘણું ઘણું કર્યા કરવું પડે છે, ને એના બદલામાં ઉપાધિઓના ઢગલાં મળે છે. આ એક ક્રુર મશ્કરી નહીં તો બીજું શું છે?
લુચ્ચાની સાથે ફ્રેન્ડશીપ એ એક બહુ મોટું જોખમ છે. જ્ઞાનીઓ કહે છે - સારાવ ક્ષયિ મેળા દુર્જનની મૈત્રી સવારના પડછાયા જેવી હોય છે, જે પહેલા તો બહુ મોટી હોય છે, પણ પછી સતત ને સતત ટૂંકી થતી જાય છે. દુર્જન મિત્ર કરતા તો સજ્જન શત્રુ સારો. દુર્જન જ્યારે મિત્ર-રૂપે મળે છે, ત્યારે બધું જ લૂંટી લે છે. પૈસો, ઘર, પરિવાર એ બધું
– આ છે સંસાર
Page #64
--------------------------------------------------------------------------
________________
તો ખરું જ, પણ માણસનો વિશ્વાસ પણ લૂંટી લે છે. આ આઘાત વજાઘાત બનીને માણસને સાવ જ તોડી નાખે છે. સંસારના સ્વરૂપનો આ સાર છે. સંસારને સમજવા માટેનું આ ઉદાહરણ છે - લુચ્ચાની મૈત્રી. જે હકીકતમાં એક ક્રુર મશ્કરી સિવાય બીજું કાંઈ જ નથી.
શ્રાદ્ધગુણવિવરણ નામના ગ્રંથમાં અંધેર નગરી ને ગંડુ રાજા જેવી એક ઘટના આવે છે. રાજદરબારમાં એક વ્યક્તિ ફરિયાદ લઈને આવે છે - “મારો દીકરો કાલે ચોરી કરવા ગયેલ. દીવાલમાં બાકોરું પાડવા જતાં આખી દીવાલ જ તૂટી પડી. મારો દીકરો મરી ગયો. મને ન્યાય અપાવો.” રાજા લાલ-પીળો થઈ ગયો. “બોલાવો એ ઘરવાળાને.” બિચારા ઘરમાલિક ધ્રુજતા ધ્રુજતા આવ્યા. પોતાની પરનો આરોપ સાંભળીને કહે, “એમાં હું શું કરું ? એ તો કડિયાઓનો દોષ છે.” એ ય આવ્યા. કહે, “અમે તો મજબૂત જ કામ કરીએ છીએ. પણ એ કામ કરતા હતા, ત્યારે ત્યાંથી એક વેશ્યા પસાર થતી હતી, એને જોયા કરવામાં કામ કાચું થયું.” રાજાએ વેશ્યાને બોલાવી. એનો ય કોઈ દોષ ન હતો. એક દિગંબર સાધુને જતાં જોઈને એણે એ દિવસે શરમાઈને રસ્તો બદલ્યો હતો. હવે આરોપી તરીકે એ સાધુને હાજર કરાયા. એ તો જોઈ જ રહ્યા કે આ બધું શું ચાલી રહ્યું છે ? રાજાએ જોયું કે આ કંઈ બોલતા નથી. એટલે એ જ ખરા ગુનેગાર છે. “ચડાવી દો એમને શૂળી પર.” સેવકો એમને લઈ ગયા. થોડીવારમાં પાછા આવ્યા. “એ બહુ જાડિયા હોવાથી શૂળી પર સમાઈ શકે તેમ નથી.” રાજાએ ફર્ દઈને રસ્તો કાઢ્યો, “જે સમાઈ શકે એને ચડાવી દો.” સેવકોએ જોયું કે રાજાની પાસે જે એમનો સાળો છે, તે પાતળો છે. તે સમાઈ જશે. રાજાજીની મંજૂરી લઈને સેવકોએ એને શૂળી પર ચડાવી દીધો.
આ છે સંસાર. એને હાસ્યાસ્પદ કહેવો હોય તો વાંધો નથી. પણ દરિયાનાં દરિયા ભરાઈ જાય એટલું રુદન એની ભીતરમાં ભરેલું છે.
બાવીસ વર્ષની વયે વૈધવ્યનો પ્રારંભ કરતી રમણીની કલ્પના કરો. એ ગોરી છે, રૂપાળી છે, યુવા-નવયુવા વયમાં છે, ભોગની બધી જ શક્યતાઓ અને ભોગની ભયંકર તૃષ્ણાઓને એ ભીતરમાં ભરીને બેઠી છે, પણ હવે એક ક્રૂર મશ્કરી _
६४
Page #65
--------------------------------------------------------------------------
________________
એ બધી જ શક્યતાઓ અશક્ય બની છે, અને એ બધી જ તૃષ્ણાઓ અનંત બની છે. વિધવાનું યૌવન એ એક અસહ્ય દર્દ છે. એને તો જે અનુભવે એ જ જાણે. પતિ પાછળ જીવતી બળી જતી સતીઓ કદાચ આ જ કારણથી પ્રસન્નપણે મરતી હતી. ‘વિધવા’ સમજી શકાય છે. ‘યૌવન’ સમજી શકાય છે. પણ ‘વિધવાનું યૌવન’ ન સમજી શકાય, ન કલ્પી શકાય, ન સ્વીકારી શકાય એવી સ્થિતિ છે. આ એક ક્રૂર-ખૂબ જ ક્રૂર મશ્કરી છે. સંસાર ‘આ’ છે. યુવાવિધવા માટે ‘મોત’ સુધીની સજા છે. આપણા માટે ‘મોક્ષ’ સુધીની સજા છે. આગમોની આંખે સંસારનું દર્શન થાય, તો આ વાસ્તવિકતા સ્પષ્ટપણે દેખાશે.
પતિ બધી રીતે સ્માર્ટ હોય, ને પત્નીનો સ્નેહ જીતે એ જુદી વસ્તુ છે, ને પતિ બધી જ રીતે અણઘડ હોય ને તો ય પત્નીને સ્નેહ બતાવવો પડે એ જુદી વસ્તુ છે. સ્નેહ કદાચ સાચો ય હોય, પણ પાત્ર સાચું ન હોય, તો એ સ્નેહ પત્ની માટે એક સજાથી વધુ બીજું શું હોઈ શકે ? Think well, સંસારમાં માણસ જે જે સ્નેહ-સંબંધ બાંધે છે, જે જે વસ્તુ કે વ્યક્તિને ચાહે છે, તે વસ્તુ કે વ્યક્તિની હકીકતમાં શું એવી લાયકાત હોય છે, કે એને ચાહી શકાય ?
ખરેખર, બધી જ રીતે એક ક્રૂર મશ્કરી છે સંસાર. ષ્ટિમાં મોહ હોય તો સારો લાગશે આ સંસાર, પણ જો દૃષ્ટિ તાત્ત્વિક હોય તો સાવ જ નઠારો ને નાંખી દેવા જેવો લાગશે એ. મોઢામાંથી એક સિસકારો નીકળી જશે ને બળી જશે હૃદય. Just watch it's reality, સંસારના બધાં જ મોહને મરી જવા માટે આથી વધુ કોઈ જ અપેક્ષા નથી.
李
૬૫
આ છે સંસાર
Page #66
--------------------------------------------------------------------------
________________
રૃસંસા૨કે
# હડહડતું જુઠાણું ?
प्रभाते सजाते, भवति वितथा स्वापकलना,
द्विचन्द्रज्ञानं वा, तिमिरविरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपः, स्फुरति विदिते तत्त्वविषये,
भवोऽयं साधूना-मुपरतविकल्पस्थितिधियाम् ॥ २२॥
સવાર થાય એટલે નિદ્રા જતી રહે છે. તિમિર-રોગ જાય ને દૃષ્ટિ નિર્મળ થઈ જાય, એટલે બે ચન્દ્ર દેખાતા બંધ થઈ જાય છે. બરાબર આ રીતે તત્ત્વપ્રતિભાસ થાય, એટલે પ્રત્યક્ષ દેખાય છે કે સંસાર એટલે એક હડહડતું જુઠાણું, તરંગીના બધાં જ વિચારોથી મુક્ત હોય છે સજ્જનો. એમની દૃષ્ટિમાં સંસાર આથી વધુ બીજું કશું જ નથી. II ૨૨ II
નિદ્રાનો સંબંધ રાત્રિ સાથે હતો, સવાર થઈ એટલે નિદ્રા ગઈ. એવો ચક્ષુરોગ હોય છે, જેમાં એક વસ્તુ હોય તે બે દેખાય. એ રોગનું નામ છે તિમિર. ગઈ કાલ સુધી જે વ્યક્તિને આ રોગથી બે ચન્દ્ર દેખાતા હતા, આજે એનો એ રોગ જતો રહ્યો ને એને ખ્યાલ આવ્યો, કે મને જે ‘બે ચન્દ્ર' એવું લાગતું હતું એ ખોટું હતું. બરાબર આવી જ ઘટના બને છે સંસારને ઓળખવાની બાબતમાં.
અનાદિકાળથી રાત્રિ હતી. મોહનું ઘેન હતું. અજ્ઞાન-તિમિરનો રોગ હતો, બિચારો જીવ સંસાર માટે કંઈક બીજું જ ધારતો હતો... એને કોઈક બીજા જ
સ્વરૂપે જોતો હતો. એને એમાં સુખ દેખાતું હતું, હિત દેખાતું હતું, સૌન્દર્ય દેખાતું હતું, પોતીકાપણું દેખાતું હતું. એના બધાં જ પ્રતિભાસનો સાર આ હતોસંસાર બહુ સારો. બસ, આ એક જ પ્રતિભાસના આધારે જીવ એવી પ્રવૃત્તિ કરતો રહ્યો, જેનાથી એ સતત દુઃખી દુઃખી થતો ગયો. હજાર પછડાટ ખાવા છતાં ય એને કદી વિચાર સુદ્ધા ન આવ્યો, કે મારી કોઈ ભૂલ તો નથી થતી હડહડતું જુઠાણું
Page #67
--------------------------------------------------------------------------
________________
ને ? એનું ઘેન... એનો દૃષ્ટિરોગ ખૂબ ખૂબ મજબૂત હતો... અનંત તીર્થંકરો એના સમક્ષ ઉપસ્થિત થયા. સંસારના સાચા સ્વરૂપની એને દેશનાઓ આપી. પણ એને તો જાણે કંઈ સંભળાયું જ નહીં. ઘેન કોને કહેવાય ? બસ, એ પોતાના અજ્ઞાનને જ જ્ઞાન માનતો રહ્યો. સાવ ખોટા પગલા ભરતો રહ્યો. યાદ આવે યોગદ્યષ્ટિસમુચ્ચય –
कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत् सदा । दुःखे सुखधियाऽऽकृष्टाः, कच्छूकण्डूयकादिवत् ॥
કુકૃત્ય કર્તવ્ય લાગે છે ને કૃત્ય હંમેશા અકર્તવ્ય લાગે છે. દુઃખમાં ‘સુખ’ દેખાય છે, ખેંચાય છે એના તરફ ને છેવટે ભયાનક પીડાને ભોગવે છે. જેમ ખાજનો દર્દી ખણજને ખંજવાળવામાં સુખ સમજે છે ને છેવટે લોહીલુહાણ થઈ જાય છે.
अवेद्यसंवेद्यपद-मान्ध्यं दुर्गतिपातकृत् ।
બિહામણી વસ્તુ જ્યાં સોહામણી દેખાય છે, એ અંધતાનું નામ છે - અવેઘસંવેદ્યપદ. એ જીવને પગલે પગલે ગોથા ખવડાવે છે, ને અંતે દુર્ગતિમાં પાડી દે છે.
અભવ્ય હોય કે ભવ્ય હોય, બધાં જીવો અનંતકાળ સુધી આ કરુણતાનો ભોગ બને છે. જે ભવ્યાત્માનો મોક્ષ નજીક આવે છે, એની આ રાત્રિ પૂરી થાય છે. અરુણોદયથી સૂર્યોદય સુધીની આ યાત્રામાં પંખીઓના મધુર કલરવ
જેવી તીર્થંકરોની દેશના આત્માના પ્રદેશે પ્રદેશે સંભળાય છે. સમ્યક્ત્વની સંવેદના જાણે આખા ય વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. સંસારનો એક એક અંશ એના ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. ને એ પળે ભીતરની નિર્મળ આંખો એને જોઈ જ રહે છે.. રે... આ તો બધું સાવ જ ખોટું છે. ભ્રમમાત્ર છે. મિથ્યા છે.' વ્રહ્મ સત્ય નમિથ્યા ની આ પ્રતીતિ હોય છે, જેમાં આત્મા સિવાય બધું જ ફોગટ લાગે છે. સુવિળુ વ્વ સવ્વમાનમાનં નો આ અહેસાસ હોય છે, જેમાં સ્વપ્ન અને સત્ય આ બંને સમાનાર્થી લાગે છે. વૃન્દ્રનામિવં સર્વમ્ - નો આ સાક્ષાત્કાર હોય છે, જેમાં બધું જ ઉપજાવેલું લાગે છે. વાતશ્રૃતિગૃહીડા -નો આ અનુભવ હોય છે, જેમાં કોઈ વસ્તુનો કોઈ અર્થ
૬૭
આ છે સંસાર
-
-
Page #68
--------------------------------------------------------------------------
________________
જ રહેતો નથી. વિપરાવિશેષત: - ની આ સંવેદના હોય છે, જ્યાં આંખો ખુલી હોય કે બંધ, કોઈ ફરક જ પડતો નથી.
“સારું', “સરસ', “અદ્ભુત”, “મારું”, “રૂપાળું, “સ્વાદિષ્ટ' - આ બધું સંસારની વસ્તુસ્થિતિ નથી, મૂઢ જીવના ‘વિકલ્પો છે. વિકલ્પ એ હંમેશા અંતર્ગત વસ્તુ હોય છે. બાહ્ય વસ્તુ એને બિલકુલ બંધાયેલી નથી. સારા-નરસાના લેબલો કે માલિકીના લેબલોથી વસ્તુને શું ફરક પડે છે ? ઘર હતું, પણ હું જેને “મારું ઘર” કહેતો હતો, એ તો એ ન'તું જ. તો પછી હું શું જોતો હતો ? ઘરને ? ના, મારા ભ્રમને, In more clear words – હું દશ્યને ન'તો જોતો. મારો ભ્રમ મને જે દેખાડતો હતો એને જોતો હતો અને ભ્રમ એ કદી પણ વસ્તુસ્થિતિને દેખાડી શકતો જ નથી.
સવાર થાય છે ને અંધારાનું બધું જ તાંડવ પૂરું થઈ જાય છે. તત્ત્વજ્ઞાન થાય છે ને વિકલ્પોના બધા જ તોફાનો શમી જાય છે. તત્ત્વનો શુદ્ધ પ્રતિભાસ થાય એટલે સંસાર આખો ય મિથ્યા તરીકે પ્રત્યક્ષ દેખાય છે. એમાં એક હડહડતા જુઠાણા સિવાય બીજું કશું જ દેખાતું નથી. સંસાર છોડવો પડે – આમાં હજી ય ભૂલ થાય છે. સંસાર છૂટી જાય - આમાં એ ભૂલ કંઈક સુધરે છે. સંસાર જેનાથી “લાગતો હતો એ ભ્રમ જ ટળી જાય - આમાં એ ભૂલ નાબૂદ થાય છે. યાદ આવે ઉપનિષદો - વિદામાની યાવિદ્યા, તથા વિશ્વ વિત્નીવૃતમ્ - ભ્રમ એ આમ તો કશું જ નથી. છતાં ય એણે જ દુનિયા આખીને બાનમાં cileil cô. We can be free. If we wish.
S
હડહડતું જુઠાણું
૬૮
Page #69
--------------------------------------------------------------------------
________________
# માત્ર માયાજાળ
प्रियावाणीवीणा-शयनतनुसम्बाधनसुखै
भवोऽयं पीयूषै-र्घटित इति पूर्वं मतिरभूत् । अकस्मादस्माकं, परिकलिततत्त्वोपनिषदा
मिदानीमेतस्मिन्, न रतिरपि तु स्वात्मनि रतिः ॥ २३ ॥ પ્રિયાના શબ્દો, વીણાનું સંગીત, શયનક્રીડા... આ બધાં સુખોથી પહેલા અમને એવું લાગતું કે આ સંસાર અમૃતથી જ બનેલો છે. પણ અચાનક અમને તત્ત્વરહસ્ય સમજાયું, ને હવે અમારી સ્થિતિ એ છે કે સંસારમાં અમને કોઈ જ રસ નથી, હવે તો રસ છે માત્ર અમારા આત્મામાં. || ૨૩ ||.
માણસ હકીકતમાં દશ્યને જોતો જ નથી. એ જુએ છે માત્ર પોતાની દૃષ્ટિને. એક જ દૃશ્યના પરસ્પર વિરુદ્ધ અભિપ્રાયો જ આ વાતનું પ્રમાણપત્ર છે. નવવધૂના મડદામાં કામીને યોવન દેખાય છે, ચોરને અલંકારો દેખાય છે, જ્ઞાનીને પુદ્ગલોનો જથ્થો દેખાય છે. સ્વાભિપ્રાયથી વસ્તુસ્વભાવની કલ્પના કરવી એ એક મોહ છે. અજ્ઞાન છે.
ક્યારેક કોઈ વ્યક્તિ મને કહે છે - “હં બે દવિસ પછી પાછો આવું છું. હું આપના ચોમાસામાં ત્યાં આવીશ...' વગેરે વગેરે. આ બધી વાતોનું અર્થઘટન હું એટલું જ કરું છું, કે “બે દિવસ પછી પાછો આવું, એવી મને અત્યારે ભાવના છે. હું આપના ચોમાસમાં ત્યાં આવું, એવી મને હાલ ઈચ્છા છે...... વગેરે.. વગેરે. જો એ વ્યક્તિની વાતનો word to word meaning કરવા જઈએ, તો એ ય ખોટો પડી શકે છે, ને એ meaning ની ધારણા બાંધીને બેઠેલા આપણે ય ખોટા પડી શકીએ છીએ. ભાવનાને જેમ ભવિષ્યવાણી માની લેવાની ભૂલ કરવા જેવી નથી, એમ અભિપ્રાયને વાસ્તવિકતા માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી.
આ છે સંસાર
Page #70
--------------------------------------------------------------------------
________________
‘સ્ત્રી એ સૃષ્ટિનું સર્વોત્કૃષ્ટ સૌન્દર્ય છે, સ્ત્રીના શબ્દો ખૂબ જ મધુર છે. સંગીતની સુરાવલીઓ એ જ આખી દુનિયાનો સાર છે. સ્ત્રી સાથે વિષયસેવન કરવું એ જ આ જીવનનું કર્તવ્ય છે... આખો ય સંસાર આ બધી વસ્તુઓથી જ અમૃત જેવો છે. આખે આખા સંસારને આ બધી વસ્તુઓએ જ અમૃત જેવો બનાવી દીધો છે.'' આ બધી વાસ્તવિકતા નથી. મોહાધીન... મૂઢ... સમ્મૂઢ... મોહાન્ધ જીવનો અભિપ્રાય છે. ફક્ત એક અભિપ્રાય. જેને તે તે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બિલકુલ બંધાયેલું નથી.
સ્ત્રી જો વિશ્વનું સર્વોત્કૃષ્ટ સૌન્દર્ય હોય, તો દુનિયામાં ગંદકી જેવી કોઈ વસ્તુ જ નહીં રહે, પુરુષશરીર નવ દ્વારોથી અને સ્ત્રીશરીર બાર દ્વારોથી ગંદકીને છોડ્યા જ કરે છે એ કોણ નથી જાણતું ? એક મધ્યસ્થ વિચારકે લખ્યું છે કે ‘સ્ત્રીની વિષયસેવનની જગ્યા એ હકીકતમાં થૂંકવા યોગ્ય કે વમન (ઉલ્ટી) કરવા યોગ્ય પણ સ્થાન નથી.' વાત કોઈની નિંદાની નથી, શરીરના સ્વરૂપની છે. શરીરમાં કદાચ પવિત્રતા હોત, તો ય આત્મા કાંઈ એનાથી મહાન થઈ જવાનો ન હતો. શરીર ગંદકીથી ભરેલું છે, એનાથી આત્મા અધમ પણ થઈ જતો નથી. મહાનતાનો સંબંધ ફક્ત ગુણો સાથે છે, અધમતાનો સંબંધ ફક્ત દોષો સાથે છે. શરીરસ્વરૂપની હકીકતને નિંદામાં ખતવી દેવી, ને એના પ્રત્યે આંખ આડા કાન કરવા, એ એક જાતની આત્મહત્યા છે, કારણકે એના દ્વારા મોહનું જ પોષણ થાય છે. I mean, આપણો દુશ્મન જ મજબૂત બને છે.
સ્ત્રી ચામડી વગરની હોય એની કલ્પના તો કરો, ઉલ્ટી ન થઈ જાય તો જ આશ્ચર્ય. એ જ શરીરમાં કેન્સર પ્રસરી ગયું હોય, કીડાં ખદબદતા હોય ને માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય. આ પરિસ્થિતિની કલ્પના તો કરો, રાગના છોતરે છોતરા નીકળી જશે. એ જ શરીરની ૫૦ વર્ષ પછીની સ્થિતિને જોવા પ્રયાસ કરો, રીતસર ચિતરી જ ચડશે. આ છે એ આભિપ્રાયિક સૌન્દર્યનું વિશ્લેષણ. એને સૌન્દર્ય કહેવું એ સૌન્દર્ય શબ્દનો ભયંકર દુરુપયોગ છે. It's completely misplaced.
સંગીતની સુરાવલીઓ જો આત્માના ઉત્થાનમાં નિમિત્ત બનતી હોત, તો એને મધુર કહી શકાત. પણ એવું તો નથી. સર્વાં વિવિયં નીયં મોર્ડન
*
માત્ર માયાજાળ
૭૦
Page #71
--------------------------------------------------------------------------
________________
મ્યુઝીક ને મોતના મરસિયા - આ બે વચ્ચે તાત્વિક દૃષ્ટિએ કોઈ જ ફેર નથી. મ્યુઝિક પણ આત્મા માટે નકામું છે ને મરસિયા પણ નકામા જ છે.
સ્ત્રી સાથે વિષયસેવન એ હકીકતમાં સુખ નથી, પણ મોહના હડકવાની પરાકાષ્ઠા છે. અજ્ઞાનના ગાંડપણની એક હદ છે. યાદ આવે અધ્યાત્મસાર –
गणयन्ति जनुः स्वमर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः ।
मदनाहिविषोग्रमूर्च्छना-ऽऽमयतुल्यं तु तदेव योगिनः ॥ ભોગીને લાગે છે કે કામભોગથી મારું જીવન સાર્થક બની ગયું. પણ યોગીને ખબર છે કે આ તો કામના સાપે ડંખ માર્યો છે ને બિચારો જીવ ભયાનક બેભાન અવસ્થામાં સરકી ગયો છે. આ રોગના ભોગ બનવું, એ જ હકીકતમાં ભોગ શબ્દનો અર્થ છે.
શું પચીશ જાતના ઝેરને ભેગાં કરવાથી અમૃત બની જાય ? કે પછી હળાહળ ઝેર બની જાય ? બુદ્ધિમાં મોહનું ઝેર ભળે એટલે સંસારમાં અમૃતનો આભાસ થાય છે. અનાદિકાળથી મોટા ભાગના જીવો આ મિથ્યા-ભાસના ભોગ બનીને પોતાના આત્માનો ભયંકર દ્રોહ કરતાં આવ્યા છે ને ભયાનક દુઃખોને ભોગવતા આવ્યા છે. સ્ત્રી વગેરે વિષયો ને પૈસાની પાછળ પાગલ બનેલો જીવ જ્યારે એ પાપોના ફળને ભોગવતા ભોગવતા નરક-તિર્યંચગતિમાં ભયંકર ચીસો પાડતો હોય છે, ત્યારે ક્યો વિષય એને બચાવવા આવે છે ? અરે, બચાવવાની વાત તો દૂર રહી, એ વિષયોએ જ તો એને ધક્કો મારીને દુર્ગતિમાં પાડ્યો હોય છે.
અમૃતની વાત તો જવા જ દો. સાવ બોગસ છે આ સંસાર. હળાહળ ઝેર છે આ સંસાર. ‘તત્ત્વ સમજાય તો સંસારની એકે ય વસ્તુમાં લગીરે રસ રહે એ શક્ય જ નથી, પછી તો રસ રહે માત્ર ને માત્ર પોતાના આત્મામાં. Please, try to be interested in your soul. એ સિવાય જેનામાં રસ લેશું એ આપણને તમાચો મારવાના છે. આપણને બરાબર રોવડાવવાના છે. આત્મામાં જ રસ હોવો એ સુખ પણ છે, સુખની પરંપરા પણ છે અને શાશ્વત સુખનું બીજ પણ છે. થોડી પણ સમજ હોય, તો આ જીવનમાં આની સિવાય બીજું કંઈ જ કરવા જેવું નથી.
-
૭૧
_
- આ છે સંસાર
Page #72
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* નરી હેરાનગતિ
दधानाः काठिन्यं, निरवधिकमाविद्यकभव
प्रपञ्चाः पाञ्चाली-कुचकलशवन्नातिरतिदाः । गलत्यज्ञानाभ्रे, प्रसृमररुचावात्मनि विधौ,
૨૪
चिदानन्दस्यन्दः, सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ २४ ॥
હદ બહારનો ભ્રમ-ભરેલો છે આ સંસાર. ખૂબ કઠોર ને કઠણ છે આ સંસાર. જાણે પૂતળીની છાતી. દેખાવથી અંજાઈને માણસ એને ભેટવા જાય તો એમાં શું સુખ મળે ? પણ એક પળ એવી આવે છે, કે ભ્રમનું વાદળ ખસી જાય છે. આત્મ-ચન્દ્રની ચાંદની વ્યાપી જાય છે. ભીતરમાંથી જ્ઞાનઆનંદના ઝરણાં સહજ વહેવા લાગે છે. આ સ્થિતિમાં સંસારથી પૂર્ણ વિરતિ ઉદયમાં આવી જાય, એમાં શું આશ્ચર્ય છે ? || ૨૪।।
એક માણસને ગતકડું સૂઝ્યું. લાકડાંના ભૂંસાના લાડવા બનાવ્યા. એને લાલ-પીળા રંગ દીધાં. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય એવા એ લાડવા. લાડવાની એણે લારી કરી. ઉંચો ભાવ આપી આપીને લોકો હોંશે હોંશે લઈ ગયા. એને ખાવા જતાં ચહેરાનો નક્શો કેવો થયો હશે, we can imagine...
આ છે સંસાર. નરી હેરાનગતિ. એ દેખાય છે લાડવો. આકર્ષે છે આપણને. દોડીએ છીએ આપણે એની પાછળ. પરસેવો પાડીએ છીએ એને મેળવવા માટે. આકાશ-પાતાળ એક કરીને કદાચ આપણે એને મેળવી પણ લઈએ છીએ, પણ જેના માટે આ બધી જ હજામત કરી હતી એ ક્યાં મળે છે ? જે મળે છે એ શું હોય છે ? એમાં ‘સ્વાદ’ કહી શકાય, ‘સુખ’ કહી શકાય, ‘સારું પરિણામ’ કહી શકાય એવું શું હોય છે ?
લાકડાના લાડવા ને મોતીચૂર લાડવામાં જેટલો ફરક છે, એના કરતાં તરી હેરાનગતિ
૭૨
Page #73
--------------------------------------------------------------------------
________________
અનંતગણો ફરક સંસાર અને સંયમમાં છે. લોઢાની પૂતળી ને જીવતી યુવતીમાં જેટલો ફરક છે, એના કરતાં અનંતગણો ફરક વિષયસેવન અને સંયમસુખમાં છે. જીવતી પત્નીને છોડીને મૂઢ-મૂર્ખ-અજ્ઞ માણસ પૂતળી પાછળ પાગલ બને છે, એને જોયા કરે છે, એને ભેટે છે, એની સાથે પ્રેમચેષ્ટાઓ કરવા મથે છે, જે એને એમ કરતા રોકે ને સાચી સમજ આપે, એ બધાં એને દુશ્મન લાગે છે. એ પૂતળી છિનવાઈ જાય, તો એનું બધું જ સુખ છિનવાઈ જશે, એવું એને લાગે છે. એ મરણિયો બનવા પણ તૈયાર છે. એ પૂતળીને જ એ જીવનસર્વસ્વ માની રહ્યો છે. પણ પૂતળી એ પૂતળી જ છે. એ એ જ આપી શકે છે, જે એની પાસે છે. એ છે કઠોરતા. એ છે કષ્ટ. એ છે વ્યર્થ મજૂરી ને એ છે વિશ્વાસઘાત.
અજ્ઞાનનું વાદળ ખસી જાય છે એટલે આખો ય સંસાર એ લોઢાની પૂતળી જેવો દેખાય છે. પછી સ્ત્રી અને પૂતળી - આ બંનેમાં કોઈ ફેર જ રહેતો નથી. પછી દરેક લાડવો લાકડાનો લાડવો દેખાય છે. પછી દરેક કન્યા વિષકન્યા દેખાય છે. પછી દરેક ભોજન વિષભોજન દેખાય છે. પછી દરેક સંપત્તિમાં વિપત્તિના દર્શન થાય છે.
અજ્ઞાનનું વાદળ ખસી જાય એટલે એક સાથે બે ઘટના બને છે... એક બાજુ સંસાર આખો ય ઝેરનો દરિયો દેખાય છે. બીજી બાજુ આત્માની ભીતરમાં અમૃતના ઝરણાં દેખાય છે. આત્મા એ ચન્દ્ર છે. અજ્ઞાનનું વાદળ ખસતાની સાથે એની શીતળ ચાંદની ચોમેર રેલાવા લાગે છે. ચન્દ્રનું એક નામ છે અમૃતકિરણ. કહેવાય છે કે એના કિરણોમાં નકરું અમૃત હોય છે. ચકિરણોથી અમુક રોગો મટી શકે છે, માટે આવી વાત પ્રસિદ્ધ છે. પણ આત્માની બાબતમાં આ સો ટકા સત્ય છે. આત્માની આભા એ નીતરતું અમૃત છે. એ આભા પ્રગટે એટલે જ્ઞાન અને આનંદના ઝરણા સ્વયંભૂપણે ફૂટી ફૂટીને વહેવા લાગે છે.
સંસાર પૂર્ણપણે હેય લાગે = ફેંકી દેવા જેવો લાગે. આત્મા પૂર્ણપણે ઉપાદેય લાગે = ડુબકી લગાવવા જેવો લાગે - પછી એ વ્યક્તિ કરશે શું ? પછી એની સહજ પ્રવૃત્તિ શી હશે ? પછી એની દિશા કઈ હશે ? પછી એનો ઢોળાવ કઈ તરફ હશે ? કશું ય કહેવાની જરૂર જ નથી. યાદ આવે ઉપનિષદો -
_આ છે સંસાર
Page #74
--------------------------------------------------------------------------
________________
ब्रह्मानन्दे निमग्नस्य, विषयाऽऽशा न तद् भवेत् ।
विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा, विषं त्यजति बुद्धिमान् ॥ એક વાર આત્મા બ્રહ્મના આનંદમાં ડુબ્યો એટલે પત્યું. પછી એને વિષયોની આશા જાગે એ શક્ય જ નથી. ઝેર પણ જોયું અને અમૃત પણ જોયું, હવે જો એ વ્યક્તિ બુદ્ધિશાળી હશે તો શું કરશે ?
We prove ourself. Who are we? Smart or Stupid ? 422 હેરાનગતિને પસંદ કરવી કે નર્યા બ્રહ્મ-આનંદને ? આજે તો નિર્ણય આપણા હાથમાં છે. સંયમથી બધી રીતે ન્યાલ ને સંસારથી બધી રીતે કંગાળ. સ્વસ્થ ચિત્તે વિચારીએ તો પસંદગી બિલકુલ અઘરી નથી અને પુરુષાર્થ સાવ જ સહેલો છે. Wish you all the best.
નરી હેરાનગતિ
७४
Page #75
--------------------------------------------------------------------------
________________
આ છે
સંસાર
* પૂરેપૂરી પરવશતા જી
भवे या राज्यश्री - गंजतुरगगोसङ्ग्रहकृता,
न सा ज्ञानध्यानप्रशमसहिता किं स्वमनसि ? | बहिर्याः प्रेयस्यः, किमु मनसि ता नाऽऽत्मरतयः,
૨૫
ततः स्वाधीनं क-स्त्यजति सुखमिच्छत्यथ परम् ? ॥२५॥
હાથી, ઘોડાં ને ગાયોના પરિગ્રહથી સંસારમાં રાજ્યસંપત્તિ રચાય છે. પણ શું એવી રાજ્યસંપત્તિ આપણા પોતાના મનમાં નથી ? જ્ઞાન એ ગજરાજ છે, ધ્યાન એ હણહણતા ઘોડા છે, પ્રશમ એ વિરાટ ગોકુલ છે. બહાર જે પ્રિયાઓ છે તે શું આત્મરતિ-રૂપે ભીતરમાં નથી ? તો પછી કોણ એવું હોય ? જે સ્વાધીન સુખને છોડી દે, અને પરાધીન સુખને ઈચ્છે ?II ૨૫ ||
જંગલમાં ફરતા ફરતા સમ્રાટને એક ઝાડ નીચે એક સંત દેખાયા. એમને ખૂબ આશ્ચર્ય થયું. સંત પાસે આવીને એમણે ધીમે રહીને પૂછ્યું, ‘તમે કોણ છો ?' સંતે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો, ‘હું સમ્રાટ છું.’ સમ્રાટ તો મોઢું વકાસીને જોતાં જ રહી ગયાં. સંતે એમને પૂછ્યું, ‘તમે કોણ છો ?' સમ્રાટ કહે ‘હું સાચો સમ્રાટ છું. મારી પાસે ખજાનો છે. સેવકો છે. સેના છે.' સમ્રાટના શબ્દે શબ્દે ગર્વ હતો. સંતના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું. એમણે કહ્યું, ‘હું ગરીબ નથી, માટે મારે ખજાનાની જરૂર નથી. હું આળસું નથી, માટે મારે સેવકોની જરૂર નથી, અને હું ભયભીત નથી, માટે મારે સેનાની જરૂર નથી. હકીકતમાં તમે સમ્રાટ છો, એ તમારી ભ્રમણા છે. ખરો સમ્રાટ તો હું છું. મારા અંતરંગ સામ્રાજ્યના સ્વામિત્વનો મને જે આનંદ છે, એની તમે કલ્પના પણ કરી શકો તેમ નથી.’
એ પળે અહેસાસ થયો એ સમ્રાટને કે હું તો બિચારો છું. ભિખારી છું. આજ સુધી હું સાવ જ અંધારામાં રહી ગયો, કે ‘હું સમ્રાટ છું.’
આ છે સંસાર
૭૫
Page #76
--------------------------------------------------------------------------
________________
રાજ્ય એ એક પ્રકારનો પરિગ્રહ છે અને પરિગ્રહમાં સુખ હોઈ જ ન શકે. યાદ આવે નીતિવાક્યામૃતમ્ -
यस्य यावान् परिग्रहः, स तं तावदेव सन्तापयति ।
गजे गर्दभे च राजरजकयोः सम एव चिन्ताभारः ॥ જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેને તેટલો જ સંતાપ આપે છે. ધોબીને જેટલી ગધેડાની ચિંતા છે, એટલી જ રાજાને હાથીની ચિંતા છે. ભાર તો બંનેના માથે સરખો જ છે.
ખરું રાજ્ય તો એને કહેવાય, જેના સ્વામીને માથે ભારનો અંશ પણ ન હોય, જેમાં ન ચિંતા હોય, ન ઉપાધિ હોય, ન વહીવટના ગૂંચવાડા હોય, ન ઝૂંટવાઈ જવાનો ભય હોય, વગર મહેનતે સહજ રીતે જેની સીમાઓ વધતી જ જાય, જેનો વિસ્તાર થયા જ કરે, જે હળવાશ આપે, પ્રીતિ આપે, સુખ અને આનંદ આપે. કર્યું છે આવું રાજ્ય ? એ છે અંતરંગ સામ્રાજ્ય. યાદ આવે જ્ઞાનસાર -
गर्जज्ञानगजोत्तुङ्गा, रङ्गद्ध्यानतुरङ्गमाः ।
जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसम्पदः ॥ જ્ઞાનના હાથીઓ જ્યાં ગર્જના કરી રહ્યા છે અને ધ્યાનના ઘોડાઓ જ્યાં છલાંગ લગાવી રહ્યા છે. એવું છે આ પ્રશમનું અંતરંગ સામ્રાજ્ય. જયવંતી છે આ મુનિરાજની ભીતરી સંપત્તિ.
સંસારમાં સામાન્યથી સુખના બે સ્ત્રોત માનવામાં આવે છે - (૧) શ્રી = સંપત્તિ (૨) સ્ત્રી = નારી. રાજ્ય એ સંપત્તિનું ઉદાહરણ હતું. હવે વાત આવે છે સ્ત્રીની. બહાર જે પ્રિયાઓ મનને લોભાવે છે, એ જીવને કેટલું સુખ આપતી હોય છે ? એની પાસેથી જીવને જે સુખ અપેક્ષિત છે, એ હકીકતમાં તો આત્મરતિ-રૂપ આંતરિક પ્રિયાઓથી જ મળી શકે તેમ છે. તો પછી એમનામાં જ કેમ ન લોભાવું ?
બહારની સ્ત્રીનો સંગ ઘર-પરિવાર-ધંધા-ઉપાધિ-ચિંતા-હાયવોય-સંક્લેશથાક-દુઃખ-આઘાત – આ બધી જ દર્દ ભરેલી પરંપરાનું મૂળ છે. તુચ્છ મધુબિન્દુ પૂરેપૂરી પરવશતા,
૭૬
Page #77
--------------------------------------------------------------------------
________________
માટે મસમોટી હોનારતોને નિમંત્રણ આપવા જેવી આ મૂર્ખતા છે. પૂરણપોળીમાં એક કાંકરી ય આખી મજા મારી નાંખે એ હકીકત છે. જ્યારે સંસાર તો કાંકરીપોળીમાં ક્યાંક પૂરણનો કણ હોય તો હોય – આવી દશા લઈને બેઠો છે. આમાં ક્યાં મોહાવું ? જ્ઞાનીઓ કહે છે
-
भोगा भुजङ्गभोगाभा, विषं सांसारिकं सुखम् । હ્રિય: શ્રિયશ્ચ તમૂળ, થમાદ્રિયને વુધ:? ॥
નાગની ફણા જેવા છે ભોગો, ને ઝેર છે સાંસારિક સુખ. સ્ત્રી અને સંપત્તિ એમના મૂળ છે. ક્યો ડાહ્યો માણસ એમને ચાહે ?
બહાર જે કાંઈ પણ છે એ આપણને એક જ વસ્તુ આપી શકે છે, જે છે દુઃખ. બહારનું બધું જ પરાધીન હોય છે અને પરાધીનતામાં દુઃખ ન હોય એ શક્ય જ નથી. સુખ તો સ્વાધીનતામાં જ સંભવી શકે અને સ્વાધીનતા તો ભીતરના સામ્રાજ્યમાં જ છે. યાદ આવે યોગદૃષ્ટિસમુચ્ચય सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥
પરવશ બધું જ દુઃખ, સ્વવશ બધું જ સુખ. આ જ છે સુખ અને દુઃખની શોર્ટ ડેફિનેશન.
李
પરાધીન સાધનોથી પરાધીન સાધ્યોને સાધતા પરાધીન સાધક બનવા કરતાં સ્વાધીન સાધનોથી સ્વાધીન સાધ્યને જ સિદ્ધ કેમ ન કરવું ? હકીકતમાં ખરું સાધ્ય ભીતરનું જ છે. એના સાધનો પણ ભીતરમાં જ છે. બાહ્ય વસ્તુને લક્ષ્ય બનાવવી, એના માટે દોડવું, એ ન મળતા નિરાશ થવું ને એ મળતા નાચી ઉઠવું આ બધું જ મૂર્ખતાનું પ્રદર્શન છે. Please, don't be fool. સંયમજીવનના પ્રશમસામ્રાજ્ય સિવાય આ જીવનમાં બીજું કંઈ જ લક્ષ્ય બનાવવા જેવું નથી. એ મળી જાય તો તમે જ આ દુનિયાના બેતાજ બાદશાહ છો.
ખરેખર.
७७
આ છે સંસાર
Page #78
--------------------------------------------------------------------------
________________
આ છે " સંસાર
શું ખરેખર પાનખર
पराधीनं शर्म, क्षयि विषयकाङ्क्षौघमलिनं,
__ भवे भीतिस्थानं, तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीने-ऽक्षयिणि करणौत्सुक्यरहिते,
निलीनास्तिष्ठन्ति, प्रगलितभयाध्यात्मिकसुखे ॥ २६ ॥ સંસારનું સુખ પરાધીન છે, નશ્વર છે, વિષયતૃષ્ણાઓથી મલિન છે અને ભયાનક છે. તો ય દુર્બુદ્ધિને એ જ ગમે છે. સમજુ તો ફક્ત આધ્યાત્મિક સુખમાં જ લયલીન થાય છે, કારણ કે એ સુખ સ્વાધીન છે, શાશ્વત છે. વિષયતૃષ્ણાથી મુક્ત છે અને નિર્ભય છે. || ૨૬ ||
સુખ માટે કોઈના મોઢા સામે જોતા રહેવું પડે, એનું નામ પરાધીનતા. મળેલું સુખ જોતા ને જોતા ગાયબ થઈ જાય એનું નામ નશ્વરતા. લલચાવી લલચાવીને તરફડાવે એનું નામ છે વિષયતૃષ્ણા. વિયોગના ગભરાટમાં અડધી કતલ કરી દે, એનું નામ ભયાનકતા.
સાંસારિક સુખના આ ચાર કલંક છે. કંઈક કાળું કરે એને કલંક કહેવાય છે. આ કલંકો એટલાં મોટાં છે, કે કાંઈ ધોળું જ રહેવા દેતા નથી. સાંસારિક સુખને સુખ કહેવું એ “સુખ’ શબ્દનું અપમાન છે. એના ઉપર કોઈ લેબોરેટરીમાં ઊંડું સંશોધન કરીને એને “ઘોર દુઃખ' તરીકે જાહેર કરી દેવું જોઈએ. હકીકતમાં આ કામ થઈ ચૂક્યું છે, પણ મોટાભાગના જીવોએ યા આ જાહેરાત સાંભળી જ નથી, ને યા સાંભળ્યા છતાં એનો અંતરથી સ્વીકાર કર્યો નથી.
ડગલે ને પગલે જીવો સંસારના કહેવાતા સુખના આ કલંકોનો અનુભવ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, રિબાય છે, પણ મોહરાજાની માયાજાળમાં તેઓ એટલા ફસાયેલા હોય છે, કે તેમને હજી એ “સુખ' જ લાગે છે. એમનો ખરેખર પાનખર
૭૮
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રયાસ ફક્ત એ કલંકોમાંથી મુક્ત થવાનો હોય છે, પણ એમને ખબર નથી કે કલંક તો સાંસારિક સુખનો સ્વભાવ છે. એના કલંકથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, કે તમે એનાથી જ મુક્ત થઈ જાઓ.
છગનના ઘરે પોલિસો આવ્યા. એક ખતરનાક આંતકવાદી તમારા ઘરમાં ઘુસેલો છે, એવા અમારી પાસે સમાચાર છે.' છગને કહ્યું, ‘વાત તો સાચી છે, પણ હમણા એ એના પિયર ગઈ છે.’
मज़ा भी आती है दुनिया से दिल लगाने की, सज़ा भी मिलती है दुनिया से दिल लगाने की । સંસારનું કહેવાતું સુખ-મનગમતા વિષયો
આ બધું ઋતુચક્ર જેવું હોય છે. માણસ વસંત જોઈને મોહાય છે, પણ હજી તો એ એને લે ન લે, ત્યાં એ પાનખર થઈ જાય છે. કાળના ઋતુચક્રમાં વસંત ને પાનખરનો સમય સમાન હોય છે. સ્ત્રી વગેરે વિષયોમાં વસંતનો સમય નહીંવત્ હોય છે, ને પાનખર
-
–
કાયમની બની જાય છે. કાળના ઋતુચક્રમાં બીજા વર્ષે ફરી વસંત આવે છે, વિષયોની વસંત ગઈ તે ગઈ. પછી જે પણ પરિવર્તનો હોય છે, તે ફક્ત પાનખરનો વિકાસ હોય છે. કાળના ઋતુચક્રમાં વસંતમાં તો વસંત જ હોય છે. વિષયોની વસંતમાં ય પાનખરની આડખીલીઓ હોય છે.
સંસાર પાસે સુખની માંગણી કરવાનો સીધો અર્થ આ જ છે કે આપણે એક ભિખારી પાસે કરોડો રૂપિયાની માંગણી કરી રહ્યા છીએ. સંસાર એ લુચ્ચા ને બહુરૂપી ભિખારી જેવો છે, જે શેઠના સ્વાંગથી આપણી આંખોમાં ધૂળ નાંખે છે, આપણને આશા જગાવે છે, સપના દેખાડે છે, એ બધાં જ સપના એની કૃપાથી સાકાર થઈ જશે એવી ભ્રમણામાં આપણને પાડે છે. એ ભિખારી જો સીધો હોત, તો આપણા લંબાયેલા હાથને એ પોતાની મશ્કરી સમજત. પણ એ ખૂબ વાંકો છે, એટલે એ આપણી મશ્કરી કરી રહ્યો છે.
આપણને જે જોઈએ છે, તે સંસાર પાસે છે જ નહીં. જે સુખ સહજ ન હોય, જે સુખનો વિયોગ થાય ને આપણે તૂટી પડવાના હોય, જેમાં તૃષ્ણા ને ભયની હાડમારીઓ હોય, એ તો આપણને ક્યાં જોઈતું જ હતું ? આપણી બધી જ
李
આ છે સંસાર
૭૯
Page #80
--------------------------------------------------------------------------
________________
Demands ને જો જ્ઞાનીઓ પાસે રજુ કરી દઈએ, તો જ્ઞાનીઓ એમ જ કહેશે, કે તમારે હકીકતમાં એટલું જ કહેવાનું હતું કે “તમારે આધ્યાત્મિક સુખ જોઈએ છે' - તમે જે જે વસ્તુની વાત કરો છો તેનું નામ આ છે.
આધ્યાત્મિક સુખ સ્વાધીન છે. બહારના કોઈ સાધનોની, સ્વજનોની, પરિસ્થિતિઓની કે ઘટનાઓની એને કોઈ અપેક્ષા જ નથી. સહજ સ્વવશ સ્વમાત્રાશ્રય છે એ સુખ. લોકો કહે છે બીજાની કાર કરતા પોતાની સાયકલ સારી. જ્ઞાનીઓ કહે છે કે આધ્યાત્મિક સુખ એ પર્સનલ હેલિકોપ્ટર કરતા વધારે મૂલ્યવાન છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સનલ-શબ્દનો ખરો અર્થ આધ્યાત્મિક સુખના સંદર્ભમાં જ સંગત થાય છે.
આધ્યાત્મિક સુખ શાશ્વત છે. જાણે વસંત આવી ને ઋતુચક્ર ત્યાંનું ત્યાં થંભી ગયું. This is the ever green bliss... સવ-વહાર નું એક માત્ર ઉદાહરણ અધ્યાત્મિક સુખ છે.
આધ્યાત્મિક સુખ પૂર્ણપણે તૃષ્ણામુક્ત છે. સ્વસ્થતા ને શાંતિનું એકછત્રી સામ્રાજ્ય એમાં છવાયેલું છે. જોઈએ’ની બધી જ જંજાળોના જ્યાં સીમાડા આવી જાય છે એ છે આધ્યાત્મિક સુખ. “કશું જ ન જોઈએ” – ની અસ્મિતા જ્યાં ઐશ્વર્ય બની જાય છે, એ છે આધ્યાત્મિક સુખ.
આધ્યાત્મિક સુખમાં ભયનું કોઈ જ સ્થાન નથી. ગેરહાજરીનો ભય હાજરીને ય ફિક્કી બનાવી દે આ સંસારની કમનસીબી છે. “અધ્યાત્મમાંથી કશું ય તૂટી શકે, બગડી શકે કે જઈ શકે એ શક્ય જ નથી.
આધ્યાત્કિમ સુખના અસ્તિત્વ માટે તાર્કિક પ્રમાણો કે શાસ્ત્રીય પ્રમાણોનો કોઈ જ તોટો નથી. But I suggest you, Please once experience it. પછી તમને કશું જ કહેવાની જરૂર નહીં રહે. પછી તો તમે ખુદ બોલશો. તમારો અનુભવ બોલશે.
S
ખરેખર પાનખર
Page #81
--------------------------------------------------------------------------
________________
ફૅસંસારર્સ # ફક્ત હિંસાનું તાંડવ #
૨૭
तदेतद् भासन्ते, जगदभयदानं खलु भव
स्वरूपानुध्यानं, शमसुखनिदानं कृतधियः। स्थिरीभूते यस्मिन्, विधुकिरणकर्पूरविमला,
यशःश्रीः प्रौढा स्याज, जिनसमयतत्त्वस्थितिविदाम् ॥२७॥
આ છે સંસારના સ્વરૂપનું ધ્યાન. સજ્જનો એણે વિશ્વ પ્રત્યેનું અભયદાન કહે છે. પ્રશમસુખનું મૂળ કારળ કહે છે. આ ધ્યાન સ્થિર બને ને જિનાગમના તત્ત્વનું સ્વરૂપ સમજાય એટલે યશની શોભાના ગુણાકારો થઈ જાય. એ યશ જે યાદ અપાવે ચંદ્રકિરણોની અને કપૂરની. // ૨૭ ||
નોટબંધીની જબરદસ્ત કરુણતામાં મોટા ભાગના લોકોને એક જબરદસ્ત આશ્વાસન હતું - “બિચારા નેતાઓના તો કેટલાય ગયા છે. એમની કંપેરમાં આપણું તો શું ગયું છે ?' રાગ-દ્વેષના બધાં જ તોફાનોને સાવ જ શાંત કરી દેવા માટે સમર્થ છે ભવસ્વરૂપનું ધ્યાન. યાદ આવે શાંતસુધારસ -
क्वचिदुत्सवमयमुजवलं, जयमङ्गलनादम् ।
क्वचिदमन्दहहारवं, पृथुशोकविषादम् ॥ ક્યાંક છે એક છત્રી ઉત્સવ... પ્રકાશ... જયમંગળનાદ.. ને ક્યાંક છે મોટો હાહાકાર... અફાટ શોક ને વિષાદ. ચૌદ રાજલોકને શાસ્ત્રોની આંખે જોવાનો પ્રયાસ કરીએ તો આપણા સુખમાં ય કાંઈ કસ ન લાગે ને દુઃખમાં ય કોઈ દમ ન લાગે. હર્ષ અને શોકનો અર્થ મૂર્ખામી સિવાય બીજો કાંઈ જ ન રહે. બધાં જ વિકલ્પો શમી જાય. મનમાં ચંચળતાનું નામોનિશાન ન રહે. અધ્યાત્મને આપણા મનમાં પ્રવેશવા માટે બીજું કશું જ જોઈતું નથી.
શાંતસુધારસ કહે છે -
૮૧
_આ છે સંસાર
Page #82
--------------------------------------------------------------------------
________________
एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ॥ વિવેકપૂર્વક વિશ્વસ્વરૂપનું ચિંતન મનને સ્થિર કરી દે છે. ને મન સ્થિર થઈ જાય એટલે અધ્યાત્મસુખનો જન્મ સુલભ બને છે, એ જન્મ જે આત્માને અમર બનાવી દે છે.
બાર ભાવનાઓમાંથી બે ભાવના આ સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી છે – (૧) સંસાર ભાવના (૨) લોકસ્વરૂપ ભાવના. આ ભાવનાઓથી ભાવિત બને તે આત્મા સમગ્ર વિશ્વને અભયદાન આપે છે. કારણ કે આ ભાવનાઓથી જે ખરા અર્થમાં ભાવિત બને અને ભવસ્વરૂપનું તાત્ત્વિક અર્થમાં ધ્યાન કરે તે સંસારમાં રહી જ ન શકે. સૂરજની આજુ-બાજુ જો અંધારું ટકી શકે, તો આ ભાવના ને ધ્યાનની આજુ-બાજુ સંસાર ટકી શકે. ષકાયની વિરાધના, પત્ની-પુત્રાદિ પરિવાર, ધંધા-નોકરીની જંજાળ, રાગ-દ્વેષના તોફાન, કષાયોની કાળાશ, વિષયતૃષ્ણાની પ્રબળતા – આ બધું ત્યાં જહોઈ શકે જ્યાં ભવસ્વરૂપનું ચિંતન નથી. ધ્યાન નથી. આ ચિંતન અને ધ્યાન આવે એટલે આત્મા સંસારની સમસ્ત જંજાળોથી મુક્ત થઈને જ રહે છે. સાચી સમજ હંમેશા સક્રિય હોય છે. બધું સમજીને જેઓ સંસારમાં જ બેઠાં રહે છે, તેઓ હકીકતમાં કશું જ સમજ્યા નથી.
ભવસ્વરૂપના ધ્યાનથી આત્મા સંસારનો ત્યાગ કરે છે. એની સાથે જ એ સ્વ-હિંસા અને પર-હિંસા બંનેથી મુક્ત થાય છે. રાગ-દ્વેષના અભાવથી સ્વ-હિંસાથી મુક્ત થાય છે. પદ્ધયયતનાના પ્રભાવથી પર-હિંસાથી મુક્ત થાય છે. આ બંને હિંસાનો અભાવ નિમિત્ત-અભાવથી સિદ્ધ થાય છે. આ નિમિત્તઅભાવ પ્રાયિક છે. સંસારમાં સ્વ-પર હિંસાના નિમિત્તો પ્રબળ અને અવશ્ય છે. સંયમમાં આ નિમિત્તો શિથિલ અને વિરલ (Rare) છે. એ નિમિત્તોને સંયમમાં નિષ્ફળ પણ કરી શકાય છે. અને ક્યારેક એ નિમિત્તો સફળ પણ થઈ જાય, તો પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી શકાય છે. શુદ્ધિ થાય એટલે નિમિત્તોની સફળતા પર ચોકડી લાગે છે.
સ્વ + પર = વિશ્વ. “સ્વ + પર’ની પ્રત્યે અભયદાન અપાય એટલે સંપૂર્ણ ફકત હિંસાનું તાંડવ
૮ર
Page #83
--------------------------------------------------------------------------
________________
વિશ્વ પ્રત્યે અભયદાન અપાય છે. ‘જીવદયા’ના અમુક ચોક્કસ કાર્યો માટે આપણે જેટલા જાગૃત હોઈએ છીએ, એટલા જ જો ભવસ્વરૂપના ધ્યાન માટે જાગૃત થઈએ, તો આપણે સર્વોત્કૃષ્ટ જીવદયા કરી શકીએ તેમ છે. જેના અનંતમાં ભાગની ય જીવદયા આપણે એ ચોક્કસ કાર્યોથી કરી શકતા નથી.
અનુકંપાનો કોઈ નિષેધ નથી. છતી શક્તિએ તન-મન-ધનથી જીવરક્ષા કરવી-કરાવવી એ ધર્મી આત્માનું કર્તવ્ય છે. પણ ધર્મનું સ્વરૂપ આ જ નથી. જીવદયાનો આ અત્યંત સૂક્ષ્મ અંશમાત્ર છે. પાંચ-પચ્ચીશ જીવોને બચાવનાર પોતાની જ હાથે ષટ્કાયના લાખો-કરોડો-અબજો-અસંખ્ય ને અનંત જીવોનો કચ્ચરઘાણ વાળતો હોય, એને દયાળુ કહેવો ? કે હિંસક કહેવો ? સમગ્ર વિશ્વને અભયદાન આપવાનો એક માત્ર રસ્તો આ જ છે સંયમસ્વીકાર. તમે સ્વહિંસાથી પણ મુક્ત બની જાઓ અને પરહિંસાથી પણ મુક્ત બની જાઓ. ‘જીવદયા’નું સામગ્ય આમાં જ સમાયેલું છે.
કોઈ વ્યક્તિ કોઈ જીવને મારે કે ન મારે એ આપણા અધિકારની વસ્તુ જ નથી. આ રીતે તો અનંત તીર્થંકરો પણ દુનિયાને હિંસામુક્ત કરી શક્યા નથી. સમકિતી ચક્રવર્તીઓ કે ઈન્દ્રો સુદ્ધા પણ સાવ નાના પાયે પણ આવું કશું જ કરી શક્યા નથી. આપણો અધિકાર તો આટલો જ છે કે આપણે કોઈ જીવને મારવો કે નહીં ? આપણે ઈચ્છીએ તો આપણા તરફથી વિશ્વના તમામ જીવોને અભયદાન આપી શકીએ છીએ. આ જીવનનું આપણું ખરું કર્તવ્ય પણ આ જ છે.
દુનિયા કદી પણ હિંસામુક્ત થઈ નથી અને થવાની નથી. હિંસા થતી રહી છે, અને થતી રહેશે. હિંસા કરનારા જીવો તેના ભયાનક ફળોને ભોગવતા રહેશે. જે વ્યક્તિ પોતે હિંસામુક્ત થશે તે તત્ક્ષણ પરમ સુખી થશે ને પરંપરાએ શાશ્વત સુખને પામશે એ પણ નિશ્ચિત છે.
તો... કર્તવ્ય છે સંયમસ્વીકાર... એના માટે પણ કર્તવ્ય છે સંસારત્યાગ... એના માટે પણ કર્તવ્ય છે ભવસ્વરૂપધ્યાન... આત્માર્થી જીવે સતત આ કરવા જેવું છે... માત્રેયવ્યું મવસવું |
楽
૮૩
આ છે સંસાર
Page #84
--------------------------------------------------------------------------
________________ આ ધ્યાન સ્થિર થાય એટલે કલ્યાણોની પરંપરા આત્માનું સ્વાગત કરે છે. અંતે સિદ્ધિસુંદરી એના કંઠમાં વરમાળા પહેરાવે છે ને ચાંદની ને કપૂરની યાદ આપે એવો યશ* સર્વત્ર પ્રસરી જાય છે. રૂમેવ પરમં શ્રેય:... Please, try to achieve it. This is the only result of your intelligency. Please, let it be successfull. * યશ - Here is the double meaning. એક જે દેખાઈ આવે છે તે કીર્તિ. બીજો અર્થ છે ગર્ભિતપણે મુકેલ કર્તાનું નામ - ગૃહસ્થપણે જશવંત. દીક્ષિતપણે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા. જેમણે પોતાની અદ્ભુત કૃતિ-અધ્યાત્સારમાં ભવસ્વરૂપચિંતનનો આ અણમોલ ઉપહાર આપ્યો છે. સેંકડો રાત્રિસ્વાધ્યાયો એમના આ શબ્દોને સથવારે વૈરાગ્યથી તરબતર બની ગયા છે. “શિખરિણી છંદના આ આરોહ-અવરોહોએ વૈરાગ્યના શિખર પર આરોહણ કરવામાં હસ્તાવલંબ પણ આપ્યો છે, ને અંહકારાદિ દોષોથી અવરોહણ કરવામાં સહાય પણ કરી છે. આજે આ ધારાને સમાપ્ત કરી રહ્યો છું ત્યારે પૂરેપૂરો અસંતોષ છે કે મહોપાધ્યાયશ્રીની શિખરિણી'ની તુલનામાં આ તળેટી પણ નથી. એનો મને ખાસ અફસોસ પણ નથી. ‘શિખરિણીનું સ્તર તો એમના જેવા શિખરસ્થો જ લાવી શકે ને ? બસ, એમની પાછળ ચાલવા મળ્યું, વૈરાગ્યના સ્પંદનોને કંઈક સ્પર્શવા મળ્યું ને એ અણમોલ રસની કંઈક લહાણી કરવા મળી... મારું અહોભાગ્ય... પરમ તારક પરમ શ્રદ્ધેય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય, તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્. ક્ષતિનિર્દેશ કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. ફકત હિંસાનું તાંડવ,