________________
આખાય શરીરમાંથી ગભરાટનું લખલખું જ પસાર થઈ જાય, ને મુઠીઓ વાળીને ભાગી છૂટાય. જો આવું કશું જ આપણને ન થતું હોય, તો એનો અર્થ એ છે કે હજી સુધી આપણે આંખો ખોલી જ નથી.
આપણે જેને ગલગલિયા કહીએ છીએ, એ હકીકતમાં કામનો સંતાપ હોય છે. આપણે જેને હાઈ-ટેમ્પર કહીએ છીએ એ હકીકતમાં કષાયોની ગરમી હોય છે, આપણે જેને લવ કે એટેચમેન્ટ કહીએ છીએ એ હકીકતમાં વિકારો હોય છે. આખરે ક્યાં સુધી આપણે આપણી જાતને બેવકુફ બનાવતા રહીશું?
ક્યાં સુધી હાથે કરીને દુઃખી થતાં રહીશું ? ક્યાં સુધી આપણે આ દુઃખના રસ્તે દોડતાં રહીશું ?
આજે કદાચ ભવસાગરના દુઃખો આપણને ન પજવતા હોય, તો ય શું? આપણે હજી ય ભવસાગરમાં જ છીએ, એ પણ મોટા દુઃખની વાત છે.
નાખુદા ખુશ છે કે કાબુમાં રહે છે નૌકા,
ને ભૂલી જાય છે કે દરિયા પર અધિકાર નથી. દુઃખની ભરતી ને સુખની ઓટ અહીં ગમે ત્યારે આવી શકે છે. નાવના ભુક્કે ભુક્કા બોલાવી દે એવું તોફાન અહીં ગમે ત્યારે ત્રાટકી શકે છે. ડુબાડી જ દે એવું વમળ અહીં ગમે ત્યારે ને ગમે ત્યાં જાગી શકે છે. નાવનો પત્તો જ ન રહે એવા ઝંઝાવાત અહીં ગમે ત્યારે આવી શકે છે.
ભવસાગરમાં હોવું, ને નિશ્ચિત હોવું એ એક જાતનો ઈગો છે - મિથ્યાઅભિમાન છે, કે જાણે આપણને કાંઈ થવાનું જ નથી.
कबीर गर्व न कीजिये, रंक न हांस्ये कोय,
अजहु नाव सागर में है, ना जानु क्याँ होय ?
ભવસાગરમાં હોવું, ને ઉદ્વિગ્ન ન હોવું, ભયભીત ન હોવું, એ એક જાતનું ગાંડપણ છે. ડુબવાની બધી જ શક્યતાઓ વચ્ચે ય સ્વસ્થ હોવું, ને ડુબતા ડુબતા ય હસતા રહેવું એ ગાંડાનું જ લક્ષણ છે ને ? Please, be wise, કંઈક ડરો... કંઈક કરો... તો જ બચવાની શક્યતા ઊભી થઈ શકશે. તો જ આપણી નાવ ભવપાર કરી શકશે.
ખરેખર સાગર_