________________
આ છે
સંસાર
ખતરનાક જંગલ
जना लब्ध्वा धर्म-द्रविणलवभिक्षां कथमपि, प्रयान्तो वामाक्षी - स्तनविषमदुर्गस्थितिकृता । विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना,
f
भवाटव्यां नास्या - मुचितमसहायस्य गमनम् ॥ ६ ॥
માંડ માંડ કંઈક ધર્મ-ધનની ભિક્ષા મળી. લઈને પસાર થતાં હતાં લોકો. ત્યાં તો નારી-પયોધરની અટપટી ટેકરીથી કામ-ભીલ આવી પડ્યો, બળ કરીને લૂંટી લીધા એમને. ખરેખર, ખતરનાક જંગલ છે આ સંસાર, એમાં સથવારા વગર જવું ખૂબ જ જોખમભર્યું છે. II II
ધન કમાવા માટે પરદેશ જવું પડતું હોય છે, પરદેશ જવા માટે જંગલમાંથી પસાર થવું પડતું હોય છે. અને એમાં ભીલોની લૂંટફાંટ કે હત્યાકાંડના ભોગ પણ બનવું પડતું હોય છે. મજબૂત સાર્થ હોય, સુરક્ષા હોય તો ચિંતાનો કોઈ સવાલ નથી. ને એવું કશું જ ન હોય તો ચિંતાનો કોઈ પાર નથી.
અનંતકાળે અનંત પુણ્યના ઉદયથી જીવને કોઈ ધર્મ-સાધના મળતી હોય છે. માંડ માંડ મોક્ષયાત્રામાં કંઈક પા પા પગલી ભરતો જીવ પાંચકા-દશકા જેટલા ધર્મ-ધનને લઈને નીકળ્યો હોય, ત્યાં તો એક ભીલ એના પર ત્રાટકે છે જેનું નામ છે કામ. આસ-પાસના નગરના રાજાઓ સૈન્ય સાથે આવીને ભીલોને પકડી ન લે, એ માટે ભીલો વિષમ પર્વતનો આશરો લઈને રહેતા હોય છે. એના કારણે થોડા પણ ભીલો રાજાની મોટી પણ સેનાને ભારે પડી જાય. કામ-ભીલ જેનો આશરો લે છે, એ છે નારીના પયોધર. એ ત્યાંથી ત્રાટકે છે. ને બિચારો જીવ સાવ જ લૂંટાઈ જાય છે. એણે લાંબા સમય સુધી મહેનત કરી કરીને જે ધર્મ-ધન મેળવ્યું હતું, એ બધું જ એક જ પળમાં જતું રહે છે.
ખતરનાક જંગલ
૧૮