________________
આ
છે
સંસી
# બિહામણો કારાવાસ .
प्रियास्नेहो यस्मिन् निगडसदृशो यामिकभटो
पमः स्वीयो वर्गो, धनमभिनवं बन्धनमिव । मदमेध्यापूर्णं, व्यसनबिलसंसर्गविषमं,
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥८॥ જ્યાં બેડી છે પ્રિયાનો સ્નેહ. પહેરગીરો છે સ્વજનો. નવું બંધન છે ધન. ઉભરાઈ રહી છે જ્યાં “મદ’ની ગંદકી. કયાં દરમાંથી ક્યારે કઈ ઉપાધિ બહાર આવે એનો જ્યાં કોઈ જ ભરોસો નથી, એ છે આ સંસાર. એક બિહામણો કારાવાસ. સમજુને આમાં ક્યાંય કશું ય ગમે એ શક્ય જ નથી. II/II
શ્રેણિક મહારાજાની સવારી નીકળી છે. આદ્રકુમાર મુનિને વંદન કરવા માટે એમનું મન તલપાપડ છે. આખી ય રાજગૃહી નગરીમાં ચોરે ને ચોટે એક જ વાત છે, “મુનિરાજના પ્રભાવથી હાથીના લોઢાના બંધનો તૂટી ગયા, એ મુક્ત થઈ ગયો. મુનિરાજને પ્રણામ કરીને જંગલમાં જતો રહ્યો.' હજારો લોકો ઉમટ્યા છે, મહારાજા શ્રેણિક માંડ માંડ રસ્તો કરી કરીને મુનિવર સુધી પહોંચે છે. ભાવપૂર્વક વંદન કરે છે. મુનિવરની સ્તુતિ કરે છે, ને પ્રબળ જિજ્ઞાસા સાથે એક પ્રશ્ન કરે છે કે “ભગવન્! આટલું દુષ્કર અને અદ્ભુત કાર્ય શી રીતે થયું ?” મુનિવર ગંભીર સ્વરે જવાબ આપે છે, કે “આ કાર્ય તો સુકર હતું, પણ તે દિવસે દાનશાળામાં એ શ્રેષ્ઠી-કન્યા શ્રીમતીએ મારા પગ પકડીને મને જે સ્નેહપાશમાં બાંધ્યો હતો, એમાંથી છૂટવું મારા માટે ખૂબ જ દુષ્કર બન્યું હતું. એક નાનકડા બાળકે મને કાચા સૂતરના તાંતણાથી બાંધવાનો પ્રયાસ કર્યો, એણે મને બારબાર વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યો હતો.”
વાત કરતા કરતાં એ મુનિવરની આંખો ય ઉભરાઈ જાય છે, તે વાત સાંભળતા સાંભળતા મહારાજા શ્રેણિક પણ ભીના ભીના થઈ જાય છે.
લોકો કહે છે કે સ્નેહ સારો. પણ આપણા આત્માનો ઈતિહાસ કહે છે બિહામણો કારાવાસ
૨૪.