________________
નથી. યાદ આવે મહાભારત
न कालो दण्डमुद्यम्य शिरः कृन्तति कस्यचित् । कालस्य बलमेतावत्, विपरीतार्थदर्शनम् ॥
We say, કાળ રુઠ્યો છે. What is this ? કાળ રુઠે એટલે એ કાંઈ તલવાર લઈને કોઈનું માથું નથી કાપી નાખતો. કાળનું બળ તો એટલું જ છે, કે એ એને હકીકત કરતા ઊંધું દેખાડે છે. બસ, આટલું થાય, એટલે કાળનું કામ પૂરું. પછી તો માણસ જાતે જ પોતાનું માથું કાપી લે છે.
અનાદિકાળથી જીવનો કાળ ચુક્યો છે. એ ઊંધું જ જુએ છે, ઊંધું જ સમજે છે, ને ઊંધું જ કરે છે. ૮૪ લાખ યોનિની એની ભયાનક રઝળપાટ, અનંતકાળની એની નિગોદની જેલ ને સાતે નરકના ૮૪ લાખ નરકાવાસોમાં એણે
ભોગવેલી યાતનાઓના મૂળમાં આ સાત જ અક્ષર હતાં વિપરીતદર્શન. યાદ
આવે ઉપનિષદો
-
द्वे पदे बन्धमोक्षाभ्यां, समेति निर्ममेति च । ममेति बध्यते जन्तुर्निर्ममेति विमुच्यते ॥
॥
—
બંધનનું મૂળ છે ‘મમ’ અને મુક્તિનું મૂળ છે નિર્મમ. મમત્વથી જીવ બંધાય છે, અને નિર્મમત્વથી મુક્ત થાય છે.
‘મારો’–‘મારો’–‘મારો' આવા અજપાજપ જાપ સાથે જે પૈસાની પાછળ દોડ્યા, જેના ખાતર કેટકેટલી ઉથલ-પાથલો કરી ! કેટકેટલી હૈયા હોળીઓ કરી ! દિવસ-રાત એને પામવાની મથામણમાં ડુબી ગયા ! પામ્યા પછી એને સાચવવાની ચિંતામાં ઉજાગરા કર્યા, એ જ પૈસો ખરે સમયે કામ ન લાગે, એ જ પૈસો રાતોરાત રવાના થઈ જાય ને યા તો એ પૈસો ત્યાંનો ત્યાં રહી જાય ને આપણે ઉપડી જવું પડે, તો એ એક છેતરપિંડી નથી તો બીજું શું છે ?
વૃદ્ધાશ્રમમાં આંસુ સારતા લોકોને પૂછો તો તેઓ બહુ સારી રીતે સમજાવી શકશે કે ‘મારું ઘર' એ અમે પોતે જ પોતાની સાથે કરેલ એક દગો-ફટકો હતો. પોતે જ ઊભા કરેલા પોતાના જ ઘરમાં નોકરની જેમ હડધૂત થઈને રહેતા વડીલોને પૂછો તો ‘મારું ઘર'નો બધો જ ભાંડો તેઓ ફોડી દેશે. દર્દનાક પ્રપંચ.
૨૨