________________
શાંત ચિત્તે કદી વિચારો તો ખરાં. સંસારમાં બેઠાં, એટલે કેટકેટલા કષાયો કરવાના ને કેટકેટલા કષાયો વચ્ચે રગદોળાવાનું! કેટલા ગુસ્સા ! કેટલા ઈગો! કેટલા છળકપટ ! ને કેટલી પૈસાની ભૂતાવળ ! સાપ ને અજગર જેવા આ એક એક કષાયો આપણા આત્માને ડંખ મારતા જ જાય, મારતા જ જાય, ને આપણો આત્મા બધી જ સૂઝબુઝ ખોઈને ક્ષણે ક્ષણે ઢળી પડે, ફરી ફરી પટકાય, અસહ્ય પીડાથી અધમુઓ થઈ જાય, આ સંસારની કેવી કાળી કદર્થના !
રાક્ષસના ગળામાં હાડકાંઓની માળા હોય છે, સંસારના ગળામાં વિષયો છે. હાડકાં શબ્દ કદાચ એના માટે હલકો લાગશે, પણ હકીતમાં તો વિષયો હાડકાં કરતાં ય વધુ ભૂંડા છે. હાડકા અપવિત્રતાનું પ્રતિક ગણાય છે. વિષયો પવિત્રથી પવિત્ર આત્માને ગંદકીથી ખરડી નાંખે છે. હાડકાની હાજરી અસ્વાધ્યાયિક બને છે. (જેમાં સ્વાધ્યાય ન થઈ શકે.) વિષયો આત્માને “સ્વ'ના અધ્યાયથી વિખૂટો પાડી દે છે. હાડકું મડદાંનુ એક અંગ હોય છે, વિષયો અનંતાનંત મડદાઓનો આગામી પર્યાય હોય છે. હાડકાંનો હકીકતમાં કોઈ જ સદુપયોગ હોતો નથી. આત્મહિતના સંદર્ભમાં વિષયો સાવ જ નકામા હોય છે. હાડકાને ચાટનાર ને બટકા ભરનાર કૂતરો હકીકતમાં મૂર્ખ બનતો હોય છે. આત્માને આપવા માટે વિષયો પાસે મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
ण लहइ जहा लिहतो, मुहल्लियं अट्ठियं जहा सुणओ । सोसइ तालुअरसियं, विलिहंतो मन्नए सुक्खं ॥ महिलाण कायसेवी, ण लहइ किंचि वि सुहं तहा पुरिसो ।
सो मन्नए वराओ, सयकायपरिस्समं सुक्खं ॥
કૂતરો હાડકાંને ચાટે છે, હાડકાને બચકા ભરે છે, પણ હાડકાંમાંથી એને કશું જ મળતું નથી. બચકાં ભરતાં ભરતાં એનું પોતાનું જ તાળવું ફાટે છે. લોહી નીકળે છે. વેદના ય થાય છે, પણ એ લોહીને ચાટતા ચાટતા કૂતરો સમજે છે કે મને આ સ્વાદ હાડકાંથી મળી રહ્યો છે, હાડકાંએ મને કેટલું સુખ આપ્યું !
બરાબર આ જ રીતે સ્ત્રીની સાથે મૈથુન કરતો પુરુષ પણ એમ સમજે એક ખૂંખાર રાક્ષસ