________________
વિશ્વ પ્રત્યે અભયદાન અપાય છે. ‘જીવદયા’ના અમુક ચોક્કસ કાર્યો માટે આપણે જેટલા જાગૃત હોઈએ છીએ, એટલા જ જો ભવસ્વરૂપના ધ્યાન માટે જાગૃત થઈએ, તો આપણે સર્વોત્કૃષ્ટ જીવદયા કરી શકીએ તેમ છે. જેના અનંતમાં ભાગની ય જીવદયા આપણે એ ચોક્કસ કાર્યોથી કરી શકતા નથી.
અનુકંપાનો કોઈ નિષેધ નથી. છતી શક્તિએ તન-મન-ધનથી જીવરક્ષા કરવી-કરાવવી એ ધર્મી આત્માનું કર્તવ્ય છે. પણ ધર્મનું સ્વરૂપ આ જ નથી. જીવદયાનો આ અત્યંત સૂક્ષ્મ અંશમાત્ર છે. પાંચ-પચ્ચીશ જીવોને બચાવનાર પોતાની જ હાથે ષટ્કાયના લાખો-કરોડો-અબજો-અસંખ્ય ને અનંત જીવોનો કચ્ચરઘાણ વાળતો હોય, એને દયાળુ કહેવો ? કે હિંસક કહેવો ? સમગ્ર વિશ્વને અભયદાન આપવાનો એક માત્ર રસ્તો આ જ છે સંયમસ્વીકાર. તમે સ્વહિંસાથી પણ મુક્ત બની જાઓ અને પરહિંસાથી પણ મુક્ત બની જાઓ. ‘જીવદયા’નું સામગ્ય આમાં જ સમાયેલું છે.
કોઈ વ્યક્તિ કોઈ જીવને મારે કે ન મારે એ આપણા અધિકારની વસ્તુ જ નથી. આ રીતે તો અનંત તીર્થંકરો પણ દુનિયાને હિંસામુક્ત કરી શક્યા નથી. સમકિતી ચક્રવર્તીઓ કે ઈન્દ્રો સુદ્ધા પણ સાવ નાના પાયે પણ આવું કશું જ કરી શક્યા નથી. આપણો અધિકાર તો આટલો જ છે કે આપણે કોઈ જીવને મારવો કે નહીં ? આપણે ઈચ્છીએ તો આપણા તરફથી વિશ્વના તમામ જીવોને અભયદાન આપી શકીએ છીએ. આ જીવનનું આપણું ખરું કર્તવ્ય પણ આ જ છે.
દુનિયા કદી પણ હિંસામુક્ત થઈ નથી અને થવાની નથી. હિંસા થતી રહી છે, અને થતી રહેશે. હિંસા કરનારા જીવો તેના ભયાનક ફળોને ભોગવતા રહેશે. જે વ્યક્તિ પોતે હિંસામુક્ત થશે તે તત્ક્ષણ પરમ સુખી થશે ને પરંપરાએ શાશ્વત સુખને પામશે એ પણ નિશ્ચિત છે.
તો... કર્તવ્ય છે સંયમસ્વીકાર... એના માટે પણ કર્તવ્ય છે સંસારત્યાગ... એના માટે પણ કર્તવ્ય છે ભવસ્વરૂપધ્યાન... આત્માર્થી જીવે સતત આ કરવા જેવું છે... માત્રેયવ્યું મવસવું |
楽
૮૩
આ છે સંસાર