Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 72
________________ આ છે સંસાર * નરી હેરાનગતિ दधानाः काठिन्यं, निरवधिकमाविद्यकभव प्रपञ्चाः पाञ्चाली-कुचकलशवन्नातिरतिदाः । गलत्यज्ञानाभ्रे, प्रसृमररुचावात्मनि विधौ, ૨૪ चिदानन्दस्यन्दः, सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ २४ ॥ હદ બહારનો ભ્રમ-ભરેલો છે આ સંસાર. ખૂબ કઠોર ને કઠણ છે આ સંસાર. જાણે પૂતળીની છાતી. દેખાવથી અંજાઈને માણસ એને ભેટવા જાય તો એમાં શું સુખ મળે ? પણ એક પળ એવી આવે છે, કે ભ્રમનું વાદળ ખસી જાય છે. આત્મ-ચન્દ્રની ચાંદની વ્યાપી જાય છે. ભીતરમાંથી જ્ઞાનઆનંદના ઝરણાં સહજ વહેવા લાગે છે. આ સ્થિતિમાં સંસારથી પૂર્ણ વિરતિ ઉદયમાં આવી જાય, એમાં શું આશ્ચર્ય છે ? || ૨૪।। એક માણસને ગતકડું સૂઝ્યું. લાકડાંના ભૂંસાના લાડવા બનાવ્યા. એને લાલ-પીળા રંગ દીધાં. જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય એવા એ લાડવા. લાડવાની એણે લારી કરી. ઉંચો ભાવ આપી આપીને લોકો હોંશે હોંશે લઈ ગયા. એને ખાવા જતાં ચહેરાનો નક્શો કેવો થયો હશે, we can imagine... આ છે સંસાર. નરી હેરાનગતિ. એ દેખાય છે લાડવો. આકર્ષે છે આપણને. દોડીએ છીએ આપણે એની પાછળ. પરસેવો પાડીએ છીએ એને મેળવવા માટે. આકાશ-પાતાળ એક કરીને કદાચ આપણે એને મેળવી પણ લઈએ છીએ, પણ જેના માટે આ બધી જ હજામત કરી હતી એ ક્યાં મળે છે ? જે મળે છે એ શું હોય છે ? એમાં ‘સ્વાદ’ કહી શકાય, ‘સુખ’ કહી શકાય, ‘સારું પરિણામ’ કહી શકાય એવું શું હોય છે ? લાકડાના લાડવા ને મોતીચૂર લાડવામાં જેટલો ફરક છે, એના કરતાં તરી હેરાનગતિ ૭૨

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84