________________
મ્યુઝીક ને મોતના મરસિયા - આ બે વચ્ચે તાત્વિક દૃષ્ટિએ કોઈ જ ફેર નથી. મ્યુઝિક પણ આત્મા માટે નકામું છે ને મરસિયા પણ નકામા જ છે.
સ્ત્રી સાથે વિષયસેવન એ હકીકતમાં સુખ નથી, પણ મોહના હડકવાની પરાકાષ્ઠા છે. અજ્ઞાનના ગાંડપણની એક હદ છે. યાદ આવે અધ્યાત્મસાર –
गणयन्ति जनुः स्वमर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः ।
मदनाहिविषोग्रमूर्च्छना-ऽऽमयतुल्यं तु तदेव योगिनः ॥ ભોગીને લાગે છે કે કામભોગથી મારું જીવન સાર્થક બની ગયું. પણ યોગીને ખબર છે કે આ તો કામના સાપે ડંખ માર્યો છે ને બિચારો જીવ ભયાનક બેભાન અવસ્થામાં સરકી ગયો છે. આ રોગના ભોગ બનવું, એ જ હકીકતમાં ભોગ શબ્દનો અર્થ છે.
શું પચીશ જાતના ઝેરને ભેગાં કરવાથી અમૃત બની જાય ? કે પછી હળાહળ ઝેર બની જાય ? બુદ્ધિમાં મોહનું ઝેર ભળે એટલે સંસારમાં અમૃતનો આભાસ થાય છે. અનાદિકાળથી મોટા ભાગના જીવો આ મિથ્યા-ભાસના ભોગ બનીને પોતાના આત્માનો ભયંકર દ્રોહ કરતાં આવ્યા છે ને ભયાનક દુઃખોને ભોગવતા આવ્યા છે. સ્ત્રી વગેરે વિષયો ને પૈસાની પાછળ પાગલ બનેલો જીવ જ્યારે એ પાપોના ફળને ભોગવતા ભોગવતા નરક-તિર્યંચગતિમાં ભયંકર ચીસો પાડતો હોય છે, ત્યારે ક્યો વિષય એને બચાવવા આવે છે ? અરે, બચાવવાની વાત તો દૂર રહી, એ વિષયોએ જ તો એને ધક્કો મારીને દુર્ગતિમાં પાડ્યો હોય છે.
અમૃતની વાત તો જવા જ દો. સાવ બોગસ છે આ સંસાર. હળાહળ ઝેર છે આ સંસાર. ‘તત્ત્વ સમજાય તો સંસારની એકે ય વસ્તુમાં લગીરે રસ રહે એ શક્ય જ નથી, પછી તો રસ રહે માત્ર ને માત્ર પોતાના આત્મામાં. Please, try to be interested in your soul. એ સિવાય જેનામાં રસ લેશું એ આપણને તમાચો મારવાના છે. આપણને બરાબર રોવડાવવાના છે. આત્મામાં જ રસ હોવો એ સુખ પણ છે, સુખની પરંપરા પણ છે અને શાશ્વત સુખનું બીજ પણ છે. થોડી પણ સમજ હોય, તો આ જીવનમાં આની સિવાય બીજું કંઈ જ કરવા જેવું નથી.
-
૭૧
_
- આ છે સંસાર