Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 79
________________ પ્રયાસ ફક્ત એ કલંકોમાંથી મુક્ત થવાનો હોય છે, પણ એમને ખબર નથી કે કલંક તો સાંસારિક સુખનો સ્વભાવ છે. એના કલંકથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, કે તમે એનાથી જ મુક્ત થઈ જાઓ. છગનના ઘરે પોલિસો આવ્યા. એક ખતરનાક આંતકવાદી તમારા ઘરમાં ઘુસેલો છે, એવા અમારી પાસે સમાચાર છે.' છગને કહ્યું, ‘વાત તો સાચી છે, પણ હમણા એ એના પિયર ગઈ છે.’ मज़ा भी आती है दुनिया से दिल लगाने की, सज़ा भी मिलती है दुनिया से दिल लगाने की । સંસારનું કહેવાતું સુખ-મનગમતા વિષયો આ બધું ઋતુચક્ર જેવું હોય છે. માણસ વસંત જોઈને મોહાય છે, પણ હજી તો એ એને લે ન લે, ત્યાં એ પાનખર થઈ જાય છે. કાળના ઋતુચક્રમાં વસંત ને પાનખરનો સમય સમાન હોય છે. સ્ત્રી વગેરે વિષયોમાં વસંતનો સમય નહીંવત્ હોય છે, ને પાનખર - – કાયમની બની જાય છે. કાળના ઋતુચક્રમાં બીજા વર્ષે ફરી વસંત આવે છે, વિષયોની વસંત ગઈ તે ગઈ. પછી જે પણ પરિવર્તનો હોય છે, તે ફક્ત પાનખરનો વિકાસ હોય છે. કાળના ઋતુચક્રમાં વસંતમાં તો વસંત જ હોય છે. વિષયોની વસંતમાં ય પાનખરની આડખીલીઓ હોય છે. સંસાર પાસે સુખની માંગણી કરવાનો સીધો અર્થ આ જ છે કે આપણે એક ભિખારી પાસે કરોડો રૂપિયાની માંગણી કરી રહ્યા છીએ. સંસાર એ લુચ્ચા ને બહુરૂપી ભિખારી જેવો છે, જે શેઠના સ્વાંગથી આપણી આંખોમાં ધૂળ નાંખે છે, આપણને આશા જગાવે છે, સપના દેખાડે છે, એ બધાં જ સપના એની કૃપાથી સાકાર થઈ જશે એવી ભ્રમણામાં આપણને પાડે છે. એ ભિખારી જો સીધો હોત, તો આપણા લંબાયેલા હાથને એ પોતાની મશ્કરી સમજત. પણ એ ખૂબ વાંકો છે, એટલે એ આપણી મશ્કરી કરી રહ્યો છે. આપણને જે જોઈએ છે, તે સંસાર પાસે છે જ નહીં. જે સુખ સહજ ન હોય, જે સુખનો વિયોગ થાય ને આપણે તૂટી પડવાના હોય, જેમાં તૃષ્ણા ને ભયની હાડમારીઓ હોય, એ તો આપણને ક્યાં જોઈતું જ હતું ? આપણી બધી જ 李 આ છે સંસાર ૭૯

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84