________________
આ છે " સંસાર
શું ખરેખર પાનખર
पराधीनं शर्म, क्षयि विषयकाङ्क्षौघमलिनं,
__ भवे भीतिस्थानं, तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीने-ऽक्षयिणि करणौत्सुक्यरहिते,
निलीनास्तिष्ठन्ति, प्रगलितभयाध्यात्मिकसुखे ॥ २६ ॥ સંસારનું સુખ પરાધીન છે, નશ્વર છે, વિષયતૃષ્ણાઓથી મલિન છે અને ભયાનક છે. તો ય દુર્બુદ્ધિને એ જ ગમે છે. સમજુ તો ફક્ત આધ્યાત્મિક સુખમાં જ લયલીન થાય છે, કારણ કે એ સુખ સ્વાધીન છે, શાશ્વત છે. વિષયતૃષ્ણાથી મુક્ત છે અને નિર્ભય છે. || ૨૬ ||
સુખ માટે કોઈના મોઢા સામે જોતા રહેવું પડે, એનું નામ પરાધીનતા. મળેલું સુખ જોતા ને જોતા ગાયબ થઈ જાય એનું નામ નશ્વરતા. લલચાવી લલચાવીને તરફડાવે એનું નામ છે વિષયતૃષ્ણા. વિયોગના ગભરાટમાં અડધી કતલ કરી દે, એનું નામ ભયાનકતા.
સાંસારિક સુખના આ ચાર કલંક છે. કંઈક કાળું કરે એને કલંક કહેવાય છે. આ કલંકો એટલાં મોટાં છે, કે કાંઈ ધોળું જ રહેવા દેતા નથી. સાંસારિક સુખને સુખ કહેવું એ “સુખ’ શબ્દનું અપમાન છે. એના ઉપર કોઈ લેબોરેટરીમાં ઊંડું સંશોધન કરીને એને “ઘોર દુઃખ' તરીકે જાહેર કરી દેવું જોઈએ. હકીકતમાં આ કામ થઈ ચૂક્યું છે, પણ મોટાભાગના જીવોએ યા આ જાહેરાત સાંભળી જ નથી, ને યા સાંભળ્યા છતાં એનો અંતરથી સ્વીકાર કર્યો નથી.
ડગલે ને પગલે જીવો સંસારના કહેવાતા સુખના આ કલંકોનો અનુભવ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, રિબાય છે, પણ મોહરાજાની માયાજાળમાં તેઓ એટલા ફસાયેલા હોય છે, કે તેમને હજી એ “સુખ' જ લાગે છે. એમનો ખરેખર પાનખર
૭૮