________________
રાજ્ય એ એક પ્રકારનો પરિગ્રહ છે અને પરિગ્રહમાં સુખ હોઈ જ ન શકે. યાદ આવે નીતિવાક્યામૃતમ્ -
यस्य यावान् परिग्रहः, स तं तावदेव सन्तापयति ।
गजे गर्दभे च राजरजकयोः सम एव चिन्ताभारः ॥ જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેને તેટલો જ સંતાપ આપે છે. ધોબીને જેટલી ગધેડાની ચિંતા છે, એટલી જ રાજાને હાથીની ચિંતા છે. ભાર તો બંનેના માથે સરખો જ છે.
ખરું રાજ્ય તો એને કહેવાય, જેના સ્વામીને માથે ભારનો અંશ પણ ન હોય, જેમાં ન ચિંતા હોય, ન ઉપાધિ હોય, ન વહીવટના ગૂંચવાડા હોય, ન ઝૂંટવાઈ જવાનો ભય હોય, વગર મહેનતે સહજ રીતે જેની સીમાઓ વધતી જ જાય, જેનો વિસ્તાર થયા જ કરે, જે હળવાશ આપે, પ્રીતિ આપે, સુખ અને આનંદ આપે. કર્યું છે આવું રાજ્ય ? એ છે અંતરંગ સામ્રાજ્ય. યાદ આવે જ્ઞાનસાર -
गर्जज्ञानगजोत्तुङ्गा, रङ्गद्ध्यानतुरङ्गमाः ।
जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसम्पदः ॥ જ્ઞાનના હાથીઓ જ્યાં ગર્જના કરી રહ્યા છે અને ધ્યાનના ઘોડાઓ જ્યાં છલાંગ લગાવી રહ્યા છે. એવું છે આ પ્રશમનું અંતરંગ સામ્રાજ્ય. જયવંતી છે આ મુનિરાજની ભીતરી સંપત્તિ.
સંસારમાં સામાન્યથી સુખના બે સ્ત્રોત માનવામાં આવે છે - (૧) શ્રી = સંપત્તિ (૨) સ્ત્રી = નારી. રાજ્ય એ સંપત્તિનું ઉદાહરણ હતું. હવે વાત આવે છે સ્ત્રીની. બહાર જે પ્રિયાઓ મનને લોભાવે છે, એ જીવને કેટલું સુખ આપતી હોય છે ? એની પાસેથી જીવને જે સુખ અપેક્ષિત છે, એ હકીકતમાં તો આત્મરતિ-રૂપ આંતરિક પ્રિયાઓથી જ મળી શકે તેમ છે. તો પછી એમનામાં જ કેમ ન લોભાવું ?
બહારની સ્ત્રીનો સંગ ઘર-પરિવાર-ધંધા-ઉપાધિ-ચિંતા-હાયવોય-સંક્લેશથાક-દુઃખ-આઘાત – આ બધી જ દર્દ ભરેલી પરંપરાનું મૂળ છે. તુચ્છ મધુબિન્દુ પૂરેપૂરી પરવશતા,
૭૬