________________
આ છે
સંસાર
* પૂરેપૂરી પરવશતા જી
भवे या राज्यश्री - गंजतुरगगोसङ्ग्रहकृता,
न सा ज्ञानध्यानप्रशमसहिता किं स्वमनसि ? | बहिर्याः प्रेयस्यः, किमु मनसि ता नाऽऽत्मरतयः,
૨૫
ततः स्वाधीनं क-स्त्यजति सुखमिच्छत्यथ परम् ? ॥२५॥
હાથી, ઘોડાં ને ગાયોના પરિગ્રહથી સંસારમાં રાજ્યસંપત્તિ રચાય છે. પણ શું એવી રાજ્યસંપત્તિ આપણા પોતાના મનમાં નથી ? જ્ઞાન એ ગજરાજ છે, ધ્યાન એ હણહણતા ઘોડા છે, પ્રશમ એ વિરાટ ગોકુલ છે. બહાર જે પ્રિયાઓ છે તે શું આત્મરતિ-રૂપે ભીતરમાં નથી ? તો પછી કોણ એવું હોય ? જે સ્વાધીન સુખને છોડી દે, અને પરાધીન સુખને ઈચ્છે ?II ૨૫ ||
જંગલમાં ફરતા ફરતા સમ્રાટને એક ઝાડ નીચે એક સંત દેખાયા. એમને ખૂબ આશ્ચર્ય થયું. સંત પાસે આવીને એમણે ધીમે રહીને પૂછ્યું, ‘તમે કોણ છો ?' સંતે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો, ‘હું સમ્રાટ છું.’ સમ્રાટ તો મોઢું વકાસીને જોતાં જ રહી ગયાં. સંતે એમને પૂછ્યું, ‘તમે કોણ છો ?' સમ્રાટ કહે ‘હું સાચો સમ્રાટ છું. મારી પાસે ખજાનો છે. સેવકો છે. સેના છે.' સમ્રાટના શબ્દે શબ્દે ગર્વ હતો. સંતના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું. એમણે કહ્યું, ‘હું ગરીબ નથી, માટે મારે ખજાનાની જરૂર નથી. હું આળસું નથી, માટે મારે સેવકોની જરૂર નથી, અને હું ભયભીત નથી, માટે મારે સેનાની જરૂર નથી. હકીકતમાં તમે સમ્રાટ છો, એ તમારી ભ્રમણા છે. ખરો સમ્રાટ તો હું છું. મારા અંતરંગ સામ્રાજ્યના સ્વામિત્વનો મને જે આનંદ છે, એની તમે કલ્પના પણ કરી શકો તેમ નથી.’
એ પળે અહેસાસ થયો એ સમ્રાટને કે હું તો બિચારો છું. ભિખારી છું. આજ સુધી હું સાવ જ અંધારામાં રહી ગયો, કે ‘હું સમ્રાટ છું.’
આ છે સંસાર
૭૫