________________
પર કોઈ વિશ્વાસ કરે નહીં, વાંઢો માણસ બધે લઘુતા પામે. સામાજિક પ્રસંગોમાં સપરિવાર વ્યક્તિ શોભાસ્પદ બને. પણ આની સમાંતર સત્ય એ છે, કે મોર પીંછાઓથી સારો પણ લાગે છે, ને એને પીંછાંનો ભાર પણ લાગે છે. લગ્નનો અર્થ વિવાહ, જેનો સીધો અર્થ થાય છે ખૂબ જ ભાર ઉચકવો. પતિનો પર્યાય શબ્દ છે વિવોઢા, જેનો શબ્દશઃ અર્થ છે ખૂબ ભાર ઉપાડનાર. પત્નીનો પયાર્ય શબ્દ છે ભાર્યા, જેનો સ્પષ્ટ અર્થ છે ભારવાળી. જે પરિવારનું મૂળ જ આટલું દુઃખદ હોય એ પરિવારનો વિકાસ(!) કેવો હોઈ શકે ?
એકાદ-બે બાળકો ને પત્ની સાથે કોઈ લગ્ન-પ્રસંગમાં સરસ દેખાતો માણસ પોતાના અંગત જીવનમાં કેટલો નીરસ હોય છે, એ તો એનું મન જ જાણતું હોય છે. બધાં સાથે બધી રીતે બધું જ સીધું પડે એવું પુણ્ય તો ભગવાનનું ય હોતું નથી. ફરક એ પડે છે કે એ બિચારામાં ભગવાનના લાખમા ભાગની ય સહનશીલતા હોતી નથી. પરિણામ ? જીવન નરક બની જાય છે.
વાત વાંઢાપણાના સમર્થનની બિલકુલ નથી. સંસારમાં રહીને અપરિણીત રહેવું એ પ્રાયઃ કરીને વધુ દોષો અને વધુ દુઃખોનું કારણ બનતું હોય છે. અહીં તો વાત છે પૂર્ણપણે દુઃખમુક્તિની. અહીં તો વાત છે પૂર્ણ સુખની અનુભૂતિની. એ પણ પરિવારથી જ મળે છે. બાહ્ય પરિવારથી નહીં, પણ આંતર પરિવારથી.
જેમાં પત્ની છે બુદ્ધિ. સતત સાથે ને સાથે રહે છે એ. આપણને હુંફ આપે, હિંમત આપે, સાચી પ્રેરણા આપે ને દરેક પરિસ્થિતિમાં સારામાં સારું પરિણામ લાવવાની ખાતરી આપે. એને ય આપણે ધારણ તો કરવી જ પડે. પણ એનો ભાર બિલકુલ નથી. ઉલ્ટ એને પામ્યા પછી ખૂબ જ હળવાશ લાગે છે.
જેમાં પુત્ર છે વિનય. નામ રોશન કરે ને વંશને પાવન કરે એને પુત્ર કહેવાય છે. પુનાતિ વંશપતિ પુત્ર | વિનય નિશ્ચિતપણે આ કાર્ય કરે છે. અમૂર્તમંત વશરણમ્ મૂળી કે મંત્ર વગરનું વશીકરણ છે વિનય. આપણે એના તરફથી કોઈ જ અપમાન કે ઉદ્ધતાઈ સહન નથી કરવી પડતી, ઉલ્ટ એ આપણું આ ભવનું ને ભવોભવનું દળદર ફેડી નાંખે છે.
જેમાં પુત્રી છે ગુણરતિ. એ વહાલનો દરિયો તો છે જ, પણ ગુણો પ્રત્યે.
એક ખુવાર પરિવાર,
૫૨