________________
જે “હું નથી એને “હું સમજવું, જે “તું નથી એને “તું સમજવું. જે “મારું નથી એને “મારું” સમજવું - પાગલની આ વ્યાખ્યા શું આપણામાં ફીટ થતી નથી? જેને આંખોની કીકી ને કાળજાનો ટુકડો સમજ્યો, “મારો “મારો કરીને જેને ઉછેરવામાં જાત આખી ઘસી નાખી, ઘડપણની એ લાકડી ટેકો બનવાના બદલે માર’ બની જતી હોય, તો આજ સુધીનું આપણું જીવન એ ગાંડપણ નહીં તો બીજું શું હતું ? જેને જીવનસાથી માન્યા એ અધવચ્ચે જ આપણને મુકીને વિદાય લઈ લે, એ દુઃખ હકીકતમાં કોઈની વિદાયનું નથી હોતું, આપણી ભ્રમણા પર પ્રહાર થયો એનું હોય છે. એ ભ્રમણા હકીકતમાં એક પ્રકારનું પાગલપણું જ હોય છે. નોટબંધીની જાહેરાતથી લોકો દુઃખી થયા, એનું મૂળ કારણ નોટબંધી ન હતી, પણ આ બધી નોટો મારી સંપત્તિ છે – એવી ગેરસમજ હતી. તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો આ ગેરસમજ અને ગાંડપણ – આ બેમાં કોઈ જ ફરક નથી.
જ્ઞાનીઓની દૃષ્ટિમાં આખો ય સંસાર એક પાગલખાનું છે. જ્યાં મોટા ભાગના જીવો જાતને સળગાવવાના પ્રયાસમાં જ રચ્યા પચ્યા છે. જ્ઞાનીઓ પેલા ડોક્ટર્સની જેમ એમને પરિસ્થિતિ સમજાવે છે. સંસારની બહાર નીકળી જવા માટે કરુણાપૂર્ણ પ્રેરણા કરે છે. પ...ણ... એ બિચારા જીવોને એવું લાગે છે, કે પોતે ડાહ્યા છે ને જ્ઞાનીઓ પાગલ છે. શું થાય? પાગલપણાના અહેસાસ માટે પણ થોડું તો ડહાપણ જરૂરી હોય છે. ખેર, એમની બાજી આપણા હાથમાં નથી. પણ આપણી બાજી આપણા હાથમાં છે. Please, try to understand. નહીં તો આપણે ય સળગીને રાખ થઈ જઈશું.
વર્ય પાગલખાનું