________________
એ બધી જ શક્યતાઓ અશક્ય બની છે, અને એ બધી જ તૃષ્ણાઓ અનંત બની છે. વિધવાનું યૌવન એ એક અસહ્ય દર્દ છે. એને તો જે અનુભવે એ જ જાણે. પતિ પાછળ જીવતી બળી જતી સતીઓ કદાચ આ જ કારણથી પ્રસન્નપણે મરતી હતી. ‘વિધવા’ સમજી શકાય છે. ‘યૌવન’ સમજી શકાય છે. પણ ‘વિધવાનું યૌવન’ ન સમજી શકાય, ન કલ્પી શકાય, ન સ્વીકારી શકાય એવી સ્થિતિ છે. આ એક ક્રૂર-ખૂબ જ ક્રૂર મશ્કરી છે. સંસાર ‘આ’ છે. યુવાવિધવા માટે ‘મોત’ સુધીની સજા છે. આપણા માટે ‘મોક્ષ’ સુધીની સજા છે. આગમોની આંખે સંસારનું દર્શન થાય, તો આ વાસ્તવિકતા સ્પષ્ટપણે દેખાશે.
પતિ બધી રીતે સ્માર્ટ હોય, ને પત્નીનો સ્નેહ જીતે એ જુદી વસ્તુ છે, ને પતિ બધી જ રીતે અણઘડ હોય ને તો ય પત્નીને સ્નેહ બતાવવો પડે એ જુદી વસ્તુ છે. સ્નેહ કદાચ સાચો ય હોય, પણ પાત્ર સાચું ન હોય, તો એ સ્નેહ પત્ની માટે એક સજાથી વધુ બીજું શું હોઈ શકે ? Think well, સંસારમાં માણસ જે જે સ્નેહ-સંબંધ બાંધે છે, જે જે વસ્તુ કે વ્યક્તિને ચાહે છે, તે વસ્તુ કે વ્યક્તિની હકીકતમાં શું એવી લાયકાત હોય છે, કે એને ચાહી શકાય ?
ખરેખર, બધી જ રીતે એક ક્રૂર મશ્કરી છે સંસાર. ષ્ટિમાં મોહ હોય તો સારો લાગશે આ સંસાર, પણ જો દૃષ્ટિ તાત્ત્વિક હોય તો સાવ જ નઠારો ને નાંખી દેવા જેવો લાગશે એ. મોઢામાંથી એક સિસકારો નીકળી જશે ને બળી જશે હૃદય. Just watch it's reality, સંસારના બધાં જ મોહને મરી જવા માટે આથી વધુ કોઈ જ અપેક્ષા નથી.
李
૬૫
આ છે સંસાર