________________
* આ છે ? સસાર
જ એક ક્રૂર મશ્કરી
૨૧
अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनय
प्रणालीवाऽऽस्थाने विधववनितायौवनमिव । अनिष्णाते पत्युर्मुगदृश इव स्नेहलहरी,
__ भवक्रीडाव्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ २१ ॥
જાણે અધુરી વિદ્યા... જાણે લુચ્ચા સાથે મિત્રતા... જાણે અંધેર નગરી ને ગંડુ રાજા.. જાણે યુવાન વિધવા... જાણે બેવકુફ પતિ પ્રત્યેનો બનાવટી પ્રેમ... આ છે સંસાર. એક ક્રુર મશ્કરી. તાત્વિક દૃષ્ટિથી એને જુએ, એનું હૃદય બળી ગયા વિના ન રહે. IT ૨૧ ||
પૂરી વિદ્યા એ સિદ્ધિ હોય છે. અધુરી વિદ્યા એ ફક્ત પરિશ્રમ અને બોજો હોય છે. એ કશા ય કામમાં નથી આવતી. ઉલ્ટ, એ ઉપાધિ પણ કરે છે. આકાશગામિની વિદ્યા અધૂરી હોય, તો હાથ-પગ કે માથું ભાંગી શકે. રૂપપરાવર્તિની વિદ્યા અધુરી હોય તો યા બે ય બાજુથી રહે ને યા તો માર ખાવો પડે. In short, અધુરી વિદ્યા એ એક ક્રુર મશ્કરી છે. એમ આ સંસાર પણ એક ક્રુર મશ્કરી છે. અહીં પરિવર્તનો છે, વિકાસ નથી. પરિશ્રમ છે શાશ્વત સિદ્ધિ નથી, અહીં ઘણું ઘણું કર્યા કરવું પડે છે, ને એના બદલામાં ઉપાધિઓના ઢગલાં મળે છે. આ એક ક્રુર મશ્કરી નહીં તો બીજું શું છે?
લુચ્ચાની સાથે ફ્રેન્ડશીપ એ એક બહુ મોટું જોખમ છે. જ્ઞાનીઓ કહે છે - સારાવ ક્ષયિ મેળા દુર્જનની મૈત્રી સવારના પડછાયા જેવી હોય છે, જે પહેલા તો બહુ મોટી હોય છે, પણ પછી સતત ને સતત ટૂંકી થતી જાય છે. દુર્જન મિત્ર કરતા તો સજ્જન શત્રુ સારો. દુર્જન જ્યારે મિત્ર-રૂપે મળે છે, ત્યારે બધું જ લૂંટી લે છે. પૈસો, ઘર, પરિવાર એ બધું
– આ છે સંસાર