________________
સદ્ગુરુનું શરણ લઈ લેવું જોઈએ. કારણ કે આ બધું જ એક યા બીજી રીતે ગંદકીનું વાહક બની રહ્યું છે. જોઈએ છે પવિત્રતા ને આ બધાને છોડવા નથી, આ બરાબર એવી વાત છે કે કરવી છે વર્લ્ડ ટૂર પણ ઘરનો ઉંબરો છોડવો નથી.
જ્યાં સુધી વિજાતીયનો ઓછાયો સુદ્ધા લેવાનું સાહસ છે, ત્યાં સુધી આત્મા અસલામત છે. એના બધાં જ ગુણો જોખમમાં છે, એની બધી જ સાધના કઈ પળે ભાંગીને ભુક્કો થઈ જાય, એનો કોઈ જ ભરોસો નથી. મોહના બધાં જ નિમિત્તોથી દૂર રહેવું અને અંતરંગ ધર્મસેનાનું વધુ ને વધુ પોષણ કરતા રહેવું, એ આત્માર્થી જીવનું પરમ કર્તવ્ય છે. આ કર્તવ્યને અદા કરવું હોય તો સંસારત્યાગ અને ગુરુકુળમાં વાસ – આમાં લેશ પણ વિલંબ કરવા જેવો નથી.
બાણોના પ્રહારોને લોહીલુહાણ દશા - આ બંનેની પછીની યુદ્ધભૂમિની ત્રીજી વાસ્તવિકતા છે - ક્રૂર ગીધડાઓના ચકરાવા.
એ એક એક ગીધ યમરાજ બની શકે છે. શસ્ત્રપ્રહારોથી જે કાંઈ બાકી રહી ગયું હોય, તે બધું જ પુરું કરી શકે છે. મોહરાજાની યુદ્ધભૂમિ ઉપર સેંકડો સંકટોના ક્રૂર ગીધડાઓ ચકરાવા લઈ રહ્યા છે. They are just finding a chance. Even a small chance they find, can be our death. A dangerous death.
આટઆટલું સમજ્યા પછી પણ હજી ય અંદરથી આત્મહિતની તરફેણ કરતો કોઈ જ જવાબ ન આવતો હોય, તો એને પણ મહામોહરાજાની યુદ્ધભૂમિનો જ પ્રભાવ સમજવો પડશે. Please, get out of it. એ સર્વનાશ સિવાય બીજું કશું જ નથી.
૫૯
આ છે સંસાર