________________
પ્રાયઃ નિશ્ચિત હોય છે, એ પણ ભારે નુકશાન સાથે. બ્રહ્મચર્યની નવ વાડનો અર્થ આ જ છે, કે મોહરાજાની સામે સીધે સીધું યુદ્ધ છેડવાની આત્માની સ્થિતિ જ નથી. એ યુદ્ધ સુદ્ધા એક પ્રકારની શરણાગતિ બની જાય એવી પૂરે પૂરી સંભાવના છે. મોહ તો અનાદિકાળથી સતત જીતતો આવ્યો છે. ખૂબ તગડો થઈ ગયો છે એ. આત્મા અનાદિકાળથી એના હાથે ધોબીપછાડ હાર ખાઈ ખાઈને અધમુઓ થઈ ગયો છે. હવે એ સીધે સીધો એની સામે લડવા જાય, તો થાય શું ?
સ્ત્રીની દૃષ્ટિ એ મોહરાજાનું એક હત્યારું શસ્ત્ર છે. સ્ત્રીની દૃષ્ટિ સાથે દષ્ટિ મેળવવી એ આત્માર્થી જીવના માટે મોહરાજાના બાણોના વરસાદમાં જવા જેવી ઘટના છે. એ જીવે જે કોઈ પણ ધર્મસાધના કરી હશે, જે કોઈ પણ ગુણોનું ઉપાર્જન કર્યું હશે, એ આખે આખી ધર્મસેના એ બાણોના એક જ વરસાદમાં વીંધાઈને ઢળી પડશે. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક -
परिहरसु तओ तासिं दिहिँ दिट्ठिविसस्स व अहिस्स ।
जं रमणीणयणबाणे चरित्तपाणे विणासंति ॥ આત્મન્ ! જેની નજરમાં ય ઝેર હોય એવા સાપથી તું જે રીતે દૂર જ રહે, બરાબર એ જ રીતે સ્ત્રીની નજરથી પણ દૂર જ રહેજે. હકીકતમાં એ નજર નથી, પણ બાણ છે. જીવલેણ બાણ. જે તારા ચારિત્રના રામ રમાડી દેશે.
યુદ્ધભૂમિમાં મારો-કાપોનું તાંડવ મ હોય છે. પ્રહાર કરનારાનું લક્ષ્ય હૃદય હોય છે. હૃદય ગયું એટલે એ સૈનિક ગયો. મોહરાજાનું લક્ષ્ય પણ હૃદય છે. એ જેના પર પ્રહાર કરે એનું હૃદય રાગના લોહીથી ખરડાઈ જાય છે. મોહ અને પવિત્રતા આ બે એવા છેડા છે, જે કદી પણ ભેગા થતા જ નથી.
અંતરાત્માને આપણે એક સવાલ પૂછવા જેવો છે, કે તારે પવિત્રતા જોઈએ છે કે ગંદકી ? જો પવિત્રતા જ જોઈએ છે તો આ જ ક્ષણે સ્કુલ/કોલેજ ઓફિસ/દુકાન/મીડિયા/આધુનિક પ્રસાર માધ્યમો/ફ્રેન્ડ સર્કલ આ બધું જ છોડીને
ભયાનક યુદ્ધભૂમિ
- ૫૮
-