Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 56
________________ તમે ગયા. ‘ઘર બાળીને તીરથ' કરવા જેવી આ ઘટના છે. પ્રેમ કરીને સુખી થવા જાવું, એ ઝેર ખાઈને જીવવાનો પ્રયાસ કરવા જેવી ઘટના છે. પ્રેમને પોતાનું બધું જ અર્પિત કરી દીધા પછી એ પ્રેમ તૂટે કે પ્રેમપાત્ર તૂટે એટલે માણસ પોતે જ તૂટે છે. વિદેશમાં બધી બાજુથી તૂટી ગયેલો માણસ છેવટે કૂતરા પર ઢળે છે. પણ એ કૂતરો પણ તો શાશ્વત નથી હોતો. એનું આરોગ્ય પણ તો કાયમ નથી હોતું. એનો સંયોગ પણ તો ૨૪ x ૭ કલાક નથી હોતો. પ્રેમભૂખ્યો માણસ સરવાળે તો ભૂખ્યો જ રહી જાય છે. આત્માનો ઓક્સિજન રાગ નથી પણ વિરાગ છે. વિરાગથી આત્મા જીવે છે, વિરાગથી આત્મા પુષ્ટ થાય છે, વિરાગથી આત્મા પરમાનંદમાં મ્હાલે છે, પણ રાગથી એ રીતસરનો રિબાઈ જાય છે. લક્ષ્ય તો છે વિરાગ ભાવ... પરમ લક્ષ્ય તો છે વીતરાગ ભાવ... પણ એનું માધ્યમ છે પ્રશસ્ત રાગ. દેવ-ગુરુધર્મ પ્રત્યેનો રાગ. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેનો રાગ. અચળ રાગ. અવિહડ રાગ. I suggest you a book ઔર ન ચાહું રે કંત. There is an emotion of the divine love. સંસારનો બધો જ પ્રેમ ‘પરમ’ ઉપર ઉતરી જાય, તો આત્માનો બેડો પાર છે. પછી તો એનો કંઠ છે, એને શાશ્વત સુખની વરમાળા છે. ભડભડ બળતો નિભાડો. ૫૬

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84