Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 54
________________ "મન * આ છે – સંસાર? # ભડભડ બળતો નિભાડો # ૧૮ पुरा प्रेमाऽऽरम्भे, तदनु तदविच्छेदघटने, तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाका-ऽऽहितकलशवत्तापबहुला, जनो यस्मिन्नस्मिन्, क्वचिदपि सुखं हन्त ! न भवे ॥१८॥ પ્રેમની શરૂઆત કરવા જતાં જ દુઃખની શરૂઆત થઈ જતી હોય છે, એ પ્રેમ તૂટે નહીં એની મથામણમાં દુઃખનો સારો એવો વિકાસ થઈ જતો હોય છે, ને પ્રેમ જે પળે તૂટે એ પળે તો દુ:ખના ડુંગરા જ તૂટી પડતા હોય છે. કેટલું કઠણ હશે એ મન ! કે આટલા અસહ્ય દુઃખમાં ય ચૂરો નથી. થઈ જતું. આ છે સંસાર. ભડ ભડ બળતો માટલાનો નિભાડો. તાપથી તપી તપીને જ્યાં બરાબર પાકી જવાનું છે. માનવું જ પડશે, સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં || ૧૮ II. કાચી ઈંટો ને કાચા માટીના વાસણોને પકાવવા માટે નિભાડામાં મુકવામાં આવે છે. અસહ્ય તાપનો અર્થ જ નિભાડો છે. આખા ય નિભાડામાં ક્યાંય લેશ પણ શીતળતા હોય એ સંભવિત જ નથી. અરે, એ નિભાડાની આજુબાજુમાં ય ગરમીથી શેકાઈ જવાય એવી પરિસ્થિતિ હોય, તો પછી એ નિભાડાની અંદરની તો શું વાત કરવી ? બસ, આ છે સંસાર. નિભાડામાં જો ઠંડક હોઈ શકે, તો સંસારમાં સુખ હોઈ શકે. મૂઢ આત્માને એવું લાગે છે કે “પ્રેમને કારણે સંસાર સમૃદ્ધ છે. પ્રેમ જ આ જીવનનું સર્વસ્વ છે. પ્રેમ માટે જ આ જીવન છે, અને પ્રેમ એ જ એક માત્ર સુખનો સ્ત્રોત છે.' પણ વાસ્તવિક્તા આનાથી બિલકુલ ઉલ્ટી છે. “પ્રીત કિયે દુઃખ હોય.” જ્ઞાનીઓ કહે છે - ભડભડ બળતો નિભાડો. - ૫૪

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84