________________
બાકી તો દીકરીનું હાલ પ્રાયઃ જીવનભરની વ્યથામાં પરિણમતું હોય છે. ગુણો પ્રત્યેની રતિ સર્વસુખોની જનની બને છે. “બેટી બચાવો’નું આંદોલન જો આ દિશામાં થાય, તો આખા ભારતનો મોક્ષ થઈ જાય.
જેમાં પિતા છે વિવેક. આપણું હિત કરવાની ક્ષમતા, આપણું હિત કરવા માટે જરૂરી પ્રોઢતા અને આપણા પ્રત્યેની વત્સલતા આ ત્રણેનો સંગમ આ પિતામાં છે. પાતીતિ પિતા - જે રક્ષણ કરે તે પિતા કહેવાય. આપણા આત્માનું રક્ષણ એક માત્ર વિવેક જ કરી શકે તેમ છે.
જેમાં માતા છે પરિણતિ. ગોળ વિના સૂકો કંસાર મા વિના સૂનો સંસાર. પરિણતિ વિના બધું જ શૂન્ય છે. પરિવારમાં મા સર્વસ્વ હોય છે. આત્માના અંતરંગ વર્તુળમાં પરિણતિ સર્વસ્વ હોય છે.
મૂઢ જીવ આખી જિંદગી ભ્રમણામાં રાચતો હોય છે, કે મારે પત્ની છે, પુત્ર છે, પુત્રી છે, મા-બાપ છે, પણ જ્ઞાનીઓ એને એટલું જ પૂછે છે કે ભાઈ ! શું તારી પાસે સદ્બુદ્ધિ છે ? જો ના, તો તું વિધુર છે. શું તારી પાસે વિનય અને ગુણરતિ છે ? નહીં ને ? તો તું નિઃસંતાન છે, શું તારી પાસે વિવેક ને પરિણતિ છે ? ના ને ? તો તું અનાથ છે, ખરેખર અનાથ.
આજે કદાચ પ્રબળ મોહની દશામાં તારો પૂરેપૂરો મદાર બાહ્ય પરિવાર પર હશે, અંતરંગ પરિવાર કદાચ તને નીરસ અને નકામો લાગતો હશે. પણ તારા જીવનમાં પ્રાયઃ એક ક્ષણ એવી જરૂર આવશે, જ્યારે આ જ બધી વાતો તારું પોતાનું સંવેદન બનશે, એ પળે તારી આંખો ઉભરાઈ ગઈ હશે. “બાહ્ય એ તારો પરિવાર નહીં પણ તારો “ભ્રમ' હતો. એ સત્ય તને સમજાઈ ગયું હશે, પણ તારે બાજી તારા હાથમાં નહીં રહી હોય.
અંતરંગ પરિવારનું ઐશ્વર્ય આપવાની સંસારમાં તાકાત જ નથી. એ તો ફક્ત “ભ્રમ” આપી શકે છે. રઝળાવી શકે છે, ને રડાવી શકે છે. અંતરંગ પરિવારનું પ્રપ્તિસ્થાન છે સંયમજીવન. એને પામી લો તો એ દિવ્ય પરિવાર સ્વયં સ્વાધીન બની જશે. પછી તો દુઃખ શું હોય ? એ ય ભૂલી જશો. ને સુખ શું હોય? - આના જવાબમાં તમારું જ ઉદાહરણ આપવું પડશે.
૫૩
આ છે સંસાર