Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 55
________________ सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः ॥ જીવ પોતાના જેટલાં જેટલાં પ્રિય સંબંધો બાંધે છે. તેટલા તેટલા જ એના હૃદયમાં શોકના તીક્ષ્ણ કાંટાઓ ભોંકાય છે. દુનિયામાં ‘લિવ ઈન રિલેશનશીપ’ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આપઘાતો અને પાલગપણું પણ વધતા જ જાય છે. પુરાવો છે આ એ વાતનો – કે પ્રેમ એ દુઃખ સિવાય બીજું કાંઈ જ આપી શકે તેમ નથી. વિજાતીયને જોવાના પ્રયાસ, એને મળવાના પ્રયાસ, એનો પરિચય કરવાના પ્રયાસ, એની સામે માંગણી મુકવાના પ્રયાસ.. આ બધું શું સુખ હોય છે ? જો ઉત્તેજના, આતુરતા, અધીરાઈ અને ઈચ્છાના તોફાનો ય સુખ હોય, તો પછી દુઃખ કોને કહેશો ? પંચસૂત્ર કહે છે अविक्खा अणाणंदे | અપેક્ષા આનંદ નથી જ. સતત ઉત્તેજિત કરતી રહેતી ફિલ્મને જોઈને છેવટે માણસ સાવ જ થાકી ગયો હોય છે. We Excitement is not a pleasure, but a labour have to trust work. યાદ આવે યોગસાર - - - नैरपेक्ष्यादनौत्सुक्यं, अनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च पराऽऽनन्द - स्तदपेक्षां त्यजेन्मुनिः ॥ નિરપેક્ષતા મળે એટલે ઉત્સુકતા જતી રહે છે, ઉત્સુકતા જતી રહે એટલે સ્વસ્થતા મળે છે, અને સ્વસ્થતા એ જ તો પરમ આનંદ છે. માટે મુનિએ અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. પ્રેમના પ્રારંભમાં અપેક્ષા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. પ્રેમ તૂટે નહીં આટલો વિચાર સુદ્ધા પણ અપેક્ષા સિવાય બીજું કશું જ નથી. અપેક્ષાઓનો મેરુ જેટલો ભાર માથે લઈને ફરતો માણસ એ બધી જ અપેક્ષાઓ તૂટે એટલે ફટ દઈને તૂટી જાય છે. કદાચ અપેક્ષા મેરુ જેટલી નહીં, પણ એનાથી ય વધારે ભારે હોય છે. ને માટે જ એ ભારે પડી જાય છે. માણસ લાગણી પ્રધાન છે, એ પ્રેમમાં આખે આખો પરોવાયો હોય છે. થોડા વધુ સ્પષ્ટ શબ્દોમાં એ ખુદ પ્રેમમય બની ગયો હોય છે. પ્રેમ કર્યો એટલે આ છે સંસાર ૫૫

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84