________________
આ છે
સંસાર
હળાહળ ઝેર
૧૫
पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान्, त्यजत्युच्चैर्लोक-स्तृणवदघृणस्तानपरथा । विषं स्वान्ते वक्त्रे - मृतमिति च विश्वासहतिकृत्, માવિત્યુદેશો, વિ ન વિđ: િતથિò: ? ।। ૯ ।
મોટો સ્વાર્થ હોય, ત્યારે તો પોતાનો જાન કુરબાન કરી દેતા હોય, એટલું બધું વ્હાલ બતાવે, ને સ્વાર્થ પૂરો થઈ જાય, એટલે ઘાસની જેમ ઝાટકીને ફેંકી દે. અંતરમાં ઝેર અને મોઢામાં અમૃત. નર્યો વિશ્વાસઘાત. આ છે સંસાર. હળાહળ ઝેર. જો આ શબ્દોથી ય સંસાર પરથી મન ઉતરી જતું ન હોય તો એથી વધુ તો શી કરુણતા હોય ? ।। ૧૫ ।।
‘હું તો તમારા વિના એક પળ પણ જીવી શકું એમ નથી.' આગલી જ રાતે આંખોમાં આંસુ સાથે આવા પ્રેમાલાપો કર્યા હોય, ને બીજા જ દિવસે એ પ્રેમપાત્ર(!)ની પોતે જ કરપીણ હત્યા કરી હોય, એવી કરોડો વ્યક્તિઓ થઈ ગઈ છે. પહેલા માથે ચડાવવા ને પછી પગ તળે કચડી નાંખવા આ એક ‘કાર્યનીતિ’ હોય છે. ચડતી વખતે જે લાગણીઓ ઉગતી ને પાંગરતી હોય છે, એ બધી જ લાગણી કચડાતી વખતે ભયંકર રીતે કચડાઈ જતી હોય છે. આ પણ એક પ્રકારની હત્યા છે. જેને આપણે વિશ્વાસઘાત કહીએ છીએ. શરીર શ્વાસથી જીવતું હોય છે. મન વિશ્વાસથી જીવતું હોય છે.
લાગણી એ આપણું પોતાનું સ્વરૂપ હોય છે. લાગણી તૂટે છે, ત્યારે આપણે પોતે તૂટીએ છીએ. આપણા આજુ-બાજુનું સમગ્ર વર્તુળ આપણી લાગણીને સાચવવા જાન પટકી દે, તો ય આપણી લાગણી હેમ-ખેમ રહે એવી ખાતરી રાખી શકાય તેમ નથી. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે આપણી લાગણી સાથે બીજાઓને પ્રાયઃ ખાસ સ્નાન-સૂતક હોતું નથી. આપણને જેમ આપણી લાગણી 李
આ છે સંસાર
૪૫