Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 43
________________ middelman. Just a media. બધાનું સગપણ તો પોતપોતાના સ્વાર્થ સાથે હોય છે. જો આપણા દ્વારા એ સ્વાર્થની પૂર્તિ થઈ શકતી હોય, તો આપણે એમના સગાં છીએ. જે દિવસે આપણે આ કામ માટે નકામા થઈ ગયા, એ દિવસે આ સગપણ તૂટી જાય છે. ને જો આપણે એમના સ્વાર્થની આડે આવ્યા, તો આપણે ખુદ તૂટી જઈએ છીએ, એ પણ એમના હાથે. આપણું કોણ ? આ એક નિરુત્તર પ્રશ્ન છે. આખી જિંદગી આપણે જે કરીએ છીએ એ મોટે ભાગે આપણી મૂર્ખતાનું પ્રદર્શન હોય છે. અંધારું છે એટલે જે દિશામાં આપણે હોંશથી દોડે જઈએ છીએ, અજવાળું થઈ જાય તો આપણે એ દિશાને જોવી સુદ્ધા પસંદ ન કરીએ. સ્વાર્થના સંબંધને આપણે “આપણો સંબંધ માની લઈએ છીએ, આ એક જ ગેરસમજ આપણા આખા જીવનને રોંગ નંબર પરનો દીર્ઘ-સંવાદ બનાવી દે છે. સ્કૂલ-પિકનિક પર જવા માટે એક છોકરાએ મમ્મી પાસે ૫૦૦ રૂ. માંગ્યા. સાવ જ ગરીબ ઘરની વાત. ખૂબ સમજાવવા છતાં છોકરો ન જ સમજ્યો. મમ્મીએ ઘરમાંથી બધું જ ભેગું કરીને એને ૩૫ રૂ. આપ્યાં. હવે એક પૈસો પણ નથી એમ કહ્યું. છોકરાનો પિત્તો ગયો. છરી લઈને ધસી આવ્યો. મમ્મીના પેટમાં હુલાવી દીધી. થોડી જ વારમાં મમ્મીના રામ રમી ગયા. આ છે સંસાર. ફાટે નહીં ત્યાં સુધી ખબર જ ન પડે કે એ બોમ્બ છે. આપણે કહેલું કે એ છોકરો તો નાદાન હતો. જ્ઞાનીઓ કહે છે આખો સંસાર નાદાન છે. સ્વાર્થનો સંબંધ એનો એ જ છે. સ્વાર્થ તૂટતાની સાથે જે આંતરિક પરિવર્તન થાય છે, એ પણ એનો એ જ છે. માત્ર એની અભિવ્યક્તિના પ્રકારો જુદા જુદા હોય છે. યાદ આવે પેલી કવિતા – - હવે તો રોકનાર પણ મને રસ્તો કરી આપે છે, હવે કોઈ જનાજાની જેમ હું નીકળતો રહું છું. જ્ઞાનીઓને આપણા એક પણ સગાંની એક પણ ફરિયાદ નથી. આપણે એ સગાઓને વળગી પડીએ, એમાં એમને કોઈ નુકશાન નથી અને આપણે એ સગાઓથી અળગાં થઈ જઈએ, એમાં એમને કોઈ ફાયદો નથી. આપણે આપણા સગાઓને દ્વેષ અને તિરસ્કરાની દૃષ્ટિથી જોતા થઈ જઈએ, એવો એમનો કોઈ - આ છે સંસાર ૪૩

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84