Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 41
________________ શું કરવું ? તૃષ્ણા તો છે, તૃષ્ણાની પીડા ય છે. આ સ્થિતિમાં જે વસ્તુની તૃષ્ણા છે એની પાછળ ન દોડીએ તો બીજું કરીએ પણ શું ? અનાદિનો છે આ સવાલ. મોટા ભાગના જીવોની છે આ સમસ્યા. પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અહીં જવાબ આપે છે - __ अत्थे असंकप्पयओ तओ से पहीयए कामगुणेसु तण्हा । વિષયતૃષ્ણાને દૂર કરવી છે? તો એનો રામબાણ ઉપાય આ છે – વિષયની પાછળ દોડતા તનને તો રોકો જ, મનને પણ રોકો. વિષયનો વિચાર સુદ્ધા ન આવી શકે આવી દશાના તમે સ્વામી બની જાઓ. આ એક એવી દશા છે, જ્યાં તૃષ્ણા ખુદ તરસે મરી જાય છે. We don't know, કામના પરસેવામાં સદ્ગઓનું બધું જ ઓજસ્ ગળી જાય છે. આપણને સાવ જ ખાલી કરીને એ ખાલીપાને દોષોથી ઠાંસી ઠાંસીને ભરી દેવાનું કામ કરનાર છે “કામ”. યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર - ___ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । અધર્મનું મૂળ છે અબ્રહ્મ. મોટા મોટા દોષોનો રાફડો છે અબ્રહ્મ. કષાયો, વિષયો, કામવાસના, દોષો... બધી જ રીતે ભડકે બળતો ઉનાળો છે, આ સંસાર. એ અનાદિકાળથી આવો જ છે ને અનંતાનંત કાળ સુધી આવો જ રહેવાનો છે. સમરાદિત્યકથા કહે છે - રૂફો વેવ સંસારો ! સંસાર આવો જ છે. સંસારને ઠારી નથી શકાતો. ફક્ત છોડી શકાય છે. If you don't like heat, get out of the kitchen. એ શક્ય છે. If we wish. ૪૧ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84