Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 40
________________ છિપાઈ, તે તરસ હવે ટીપાં-બે ટીપાંથી છિપાઈ જાય એવી કોઈ શક્યતા જ નથી. પરિણામ? ખેદ, થાક, ત્રાસ, કંટાળો, હાયવોય ને ભયાનક ભોગ-ભૂતાવળ. અધુરી ઈચ્છા ક્રોધને જન્માવે છે. યાદ આવે ભગવદ્ગીતા - માત્ ઘોઘોડમિનાયતે કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. જાણે અંગારાનો વરસાદ વરસાવતો સૂરજ. ને પ્રશમનું સરોવર આખેઆખું સુકાઈ જાય છે. સુખ-સંવેદનાની માછલીઓ તરફડી તરફડીને મરી જાય છે. ભીતરી શીતળતાની બધી જ લીલોતરી સૂકોતરી બની જાય છે. સમજણના તળમાં મોટી મોટી તિરાડો પડી જાય છે. તડકાના કારણે પાણી સૂકાઈ જાય ને સુક્કી ધરતીમાં તડકો વધુ લાગે, આ ઉનાળાનું વિષચક્ર છે. અસહ્ય તડકો કેટકેટલા દુષ્પરિણામોને જન્મ આપે છે, એનું એક લાંબું લિસ્ટ થઈ શકે છે. સંસારમાં ક્રોધનો સૂરજ જે તાપ ને સંતાપ ફેલાવે છે, એનું લિસ્ટ કરવા જતાં આખી જિંદગી પૂરી થઈ જાય તેમ છે. “પ્રશમરતિ' કહે છે - क्रोधः परितापकरः, सर्वस्योद्वेगकारकः क्रोधः । વૈરાનુષીનની: ઢોથા, ક્રોધ: સુપતિદત્તા | ક્રોધ બળતરા કરે છે, બધાને હેરાન-પરેશાન કરી દે છે, વેરની ભયંકર ગાંઠ બંધાવે છે ક્રોધ. ને સદ્ગતિની શક્યતાનું સત્યનાશ વાળી દે છે ક્રોધ. ક્રોધની ગરમીમાં પ્રશમનું સરોવર ટકી શકે એ તદ્દન અશક્ય છે. તરસ અસહ્ય છે. ને કામનો પરસેવો નીતરી રહ્યો છે. અંગે અંગ લ્હાય લ્હાય બળે છે. જેને પાણી સમજીને આ આગને બુઝવવા જઈએ છે, એ તો પેટ્રોલ નીકળે છે, બળતરા ઓર વધી જાય છે. તો ય સાન ઠેકાણે આવતી નથી, ફરી એ જ પેટ્રોલ, એ જ આગ, એ જ પેટ્રોલ, એ જ ભડકો... યાદ આવે યોગસૂત્ર - यथाऽभ्यासं विवर्धन्ते विषयाः । વિષયતૃષ્ણાની જેમ જેમ પૂર્તિ કરવા જાઓ, તેમ તેમ એ તૃષ્ણાની વૃદ્ધિ જ થવાની છે. ભડકે બળતો ઉનાળો.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84