Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 39
________________ આ છે સંસાર * ભડકે બળતો ઉનાળો तृषार्त्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः, करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति । स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं, भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ? ॥ १३ ॥ ભોગતૃષ્ણાથી લાચાર છે જ્યાં જીવો. એમના ખેદનો કોઈ પાર નથી. ક્રોધસૂરજ જ્યાં વિકરાળ બન્યો છે, ને સૂકાઈ ગયું છે આખું ય પ્રશમ સરોવર. ‘કામ’નો પરસેવો જ્યાં નીતરી રહ્યો છે. થાકનો કોઈ પાર નથી. ગુણોની ગરિમા જ્યાં રોજે રોજ ઓગળતી જ જાય છે. આ છે સંસાર. ભડકે બળતો ઉનાળો. કોણ બને અહીં શરણ ? કોણ કરે તાપનું હરણ ? || ૧૩|| ૧૩ ઉનાળાની છ વ્યથા હોય છે. (૧) તરસ (૨) થાક (૩) અસહ્ય તડકો (૪) સૂકા જળાશયો (૫) પરસેવો (૬) શરીરશોષ. સંસાર પણ એક પ્રકારનો ઉનાળો જ છે. ઉનાળામાં પાણીની તરસ હોય છે. સંસારમાં વિષયભોગની તરસ હોય છે. એવી તરસ જે કદી છિપાતી જ નથી. જે છિપાવવી શક્ય જ નથી. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક तणकट्ठेहिं व अग्गी, लवणसमुद्दो नइसहस्सेहिं । णय इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ॥ આગમાં ગમે તેટલા ઘાસ ને લાકડાં નાંખો, એને લગીરે તૃપ્તિ નહીં થાય. લવણસમુદ્રમાં અનાદિકાળથી હજારો નદીઓ સતત ને સતત પાણી ઠાલવતી આવી છે, પણ હજી જાણે એને કશું મળ્યું જ નથી. બરાબર આ સ્થિતિ છે આ જીવની. દુનિયાભરના કામભોગો એને કેટલીય વાર મળી ચૂક્યા છે, પણ એની દશા એવી છે, જાણે હજી સુધી એને કશું ય મળ્યું જ નથી. હજી તરસ... ખૂબ તરસ... અસહ્ય તરસ.. પણ દરિયો પી લીધા પછી ય જે તરસ નથી 李 આ છે સંસાર ૩૯

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84