Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 38
________________ છે, ને એ વિચારો પણ માથું ખરાબ કરી દે છે. વિશ્વયુદ્ધ વચ્ચે બેઠેલો માણસ પણ સ્વસ્થ હોઈ શકે છે, પણ આ વિચારયુદ્ધમાં સ્વસ્થતાનો અંશ પણ હોય, એ શક્ય નથી. દરોવાળું ઘર એ હકીકતમાં જંગલ કરતાં ય બદતર હોય છે. તકલીફ અને જોખમ તો એ બંનેમાં હોય છે. પણ ફરક એ હોય છે, કે જંગલમાં સગવડની કોઈ અપેક્ષા નથી હોતી, જંગલમાં કષ્ટ આવી પડે એમાં કશું જ અજુગતું લાગતું નથી. ઘરમાં સગવડની પૂરી અપેક્ષા હોય છે, ને એમાં આવતું કષ્ટ પૂર્ણપણે અસ્વીકાર્ય હોય છે. સંસાર એ એક એવું ઘર છે, જેમાં ઉપર, નીચે, દીવાલોમાં બધે જ - ઠેર ઠેર દરો ને રાફડાઓ છે. જેમાં મદના સાપો સળવળ્યા જ કરે છે, ક્યારે કયો સાપ બહાર આવી જાય ને મરણતોલ ડંખ મારી દે એ વિષે અહીં કશું જ કહી શકાય એમ નથી. દુનિયાના ખરાબમાં ખરાબ, ભયંકરથી ય ભયંકર અને પરાકાષ્ઠાના દુઃખથી ભરેલા ઘરની કલ્પના કરો. સંસાર એને પણ લાખ દરજે સારું કહેવડાવે તેવું ઘર છે. જે ઘરમાં “ઘર'નો કોઈ જ પત્તો નથી. ખરા અર્થમાં “ઘર” તો છે મોક્ષ. શું જોઈએ છે આપણને? સંસાર કે મોક્ષ? શાંતિથી વિચારીએ તો પસંદગી બિલકુલ અઘરી નથી. sal is એક બેઘર ઘર. ૩૮

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84