________________
ઉદ્દેશ્ય નથી. એમનો ઉદ્દેશ્ય તો એટલો જ છે, કે આપણે આપણો ખરો ઉદ્દેશ્ય શું છે, એને ભૂલીને આ દુર્લભ જન્મને વ્યર્થ ગુમાવી ન દઈએ. ‘આપણા’ની ખોટી ધારણામાં ફસાઈને ‘આપણા’ની હકીકતથી છેડો ન ફાડી લઈએ.
સગાંના મળમાં ‘સ્વાઃ' એવો સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘પોતાનાં.’શાંત ચિત્તે વિચાર કરીએ કે આપણા ‘પોતાનાં' કોણ ? સ્વજનો કદાચ નિઃસ્વાર્થ સ્નેહી હોય, તો ય આપણા ‘પોતાનાં’ ખરાં ? મમ્મીના ખૂની છોકરાની અહીં જે વાત કરી, એ છોકરા માટે એ મમ્મીએ મરતા મરતા કહ્યું હતું, કે ‘એને કોઈ સજા ન થાય, એનું ધ્યાન રાખજો.’ આટલો પરાકાષ્ઠાનો નિઃસ્વાર્થ સ્નેહ હોવા છતાં પણ એ છોકરો દુર્ગતિમાં ન જ જાય, એ વિષેની કોઈ જ જવાબદારી મમ્મી લઈ શકે છે ખરી ? અરે, એ ભવમાં ય એને ફાંસી ન જ થાય એ માટે મમ્મી શું કરી શકે છે ? તો, આલોકનું કે પરલોકનું એક પણ હિત કરવા માટે જે ધરાર લાચાર છે, એ નિઃસ્વાર્થ સ્નેહી હોય, તો ય શું ? શું એમને ‘પોતાનાં’ કહી શકાય ખરાં ? લાખ રૂપિયાનો પ્રશ્ન તો એ છે, કે આપણા કેટલાં સગાંઓ એવા છે કે જેમને નિઃસ્વાર્થ સ્નેહીનું ય વિશેષણ લગાડી શકાય ?
આપણાં ‘પોતાના’ છે દેવ-ગુરુ-ધર્મ. આપણા ‘પોતાના’ તો દર્શન-જ્ઞાનચારિત્ર. આપણી કાયમ માટેની બધી જ જવાબદારી લેવા એ તૈયાર પણ છે અને એ સક્ષમ પણ છે. આપણને એ જોઈતાં હોય, તો એમનું મૂલ્ય બહુ જ નજીવું છે, સાવ જ તુચ્છ છે, એ છે સંસાર.
ફક્ત સ્વાર્થની સગાઈ
૪૪