________________
જ મળે છે, ને એટલા – બધી જ રીતે તુચ્છ સુખ માટે થઈને આપણો આત્મા પાગલની જેમ દોડ્યા જ કરે છે. આ એક એવી દોટ છે, જે ખરા સુખની બિલકુલ વિપરીત દિશાની હોય છે, આ એક એવી દોટ છે, જેના કારણે આત્મા આત્મહિતને ચૂકી જાય છે.
હજી ઊંડા ઉતરીએ, તો ખરી સમસ્યા દુઃખ પણ નથી, અને ખરી સમસ્યા સુખ પણ નથી. ખરી સમસ્યા સંસાર ખુદ છે. બહુ થયું હવે. બહુ નચાવ્યો એણે આપણને નાચ. ખૂબ ખૂબ આપ્યો એણે આપણને ત્રાસ. અઢળક હેરાનગતિ કરી એણે આપણી. આપણી આંતરડી કકળાવવામાં એણે કશું જ બાકી રાખ્યું નથી. હવે એ ક્યારેક “પ્રમુખ'ની સીટ આપતો પણ હોય, તો ય આપણે ઘૂંકવું જોઈએ એના પર. સંસાર પ્રત્યે હવે આપણે એક જ ઔચિત્ય છે, અને તે છે – bye bye Sansar ! આપણામાં થોડી પણ સમજ હોય તો સંસાર પ્રત્યે આ સિવાય બીજું કશું જ કરવા જેવું નથી.
૩૫
આ છે સંસાર