Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 33
________________ - આ છે ; સંભારુ રે જ વિચિત્રતાનો વરસાદ કુ. ૧૦ क्वचित् प्राज्यं राज्यं, क्वचन धनलेशोऽप्यसुलभः, क्वचिजातिस्फातिः, क्वचिदपि च नीचत्वकुयशः। क्वचिल्लावण्यश्री-रतिशयवती क्वापि न वपुः સ્વરૂપ વૈષમ્ય, તિમિદં સ્થ નું મવે? | ??.. ક્યાંક વિશાળ સામ્રાજ્ય, ક્યાંક બે પૈસાના ય સાંસાં, ક્યાંક ઉચ્ચ જાતિ, ક્યાંક નીચ તરીકેની બદનામી, ક્યાંક અદ્ભુત રૂપ – શોભા ને ક્યાંક શરીર સુદ્ધાના ઠેકાણા નહીં. આ છે સંસાર. વિચિત્રતાનો વરસાદ. કોઈને કંઈક ગમે એવું અહીં છે જ શું ? || ૧૧|| પ્રમુખની સીટ પર બેસી બેસીને ટેવાઈ ગયેલાને પૂછો તો ખરા, કે જ્યારે નીચે ઓડિયન્સમાં બેસવાનું આવે, ત્યારે મન પર શું વીતે છે ? વખાણો સાંભળી સાંભળીને ફુલાઈ ગયેલાને પૂછો તો ખરા, કે જ્યારે એકાદ ગાળ સાંભળવી પડે, ત્યારે કેવી હવા નીકળી જાય છે ? મલબારહીલથી ભાયંદર સ્થળાંતર કરવાનો વારો આવ્યો હોય, ત્યારે આપઘાતનો રસ્તો પસંદ કરી લેનારાના દાખલા શું સૂચવે છે ? એક જન્મની થોડી ઉથલ-પાથલ પણ જો જીવન પ્રત્યે અણગમો જન્માવી શકતી હોય, જીવતે જીવતાં જ મોત જેવી વેદના આપી શકતી હોય, અને આપઘાત કરવા સુધી ઉતારી શકતી હોય, તો માત્ર ને માત્ર ઉથલ-પાથલોથી જ ભરેલા આ સંસારની અનંત ભવોની યાત્રા વિશે શું કહેવું ? શાસ્ત્રની આંખે માત્ર આપણા જ ભૂતકાળ પર એક નજર નાંખીએ તો આ સંસાર માટે નફરત છૂટી જાય. ક્યારેક આપણે મોટા રાજા-મહારાજા થયા, લાખો-કરોડો લોકો આપણને પ્રણામ કરતાં, સોના-ચાંદી ને હીરા-મોતીથી આપણો ખજાનો છલકાતો ને ક્યારેક આપણે ભિખારી થયા. કેટલાંય દિવસના ભૂખ્યા. રસ્તે ચાલતા લોકોને બે પૈસા આપવા માટેની કાકલૂદીઓ કરતાં... એમને હાથ આ છે સંસાર ૩૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84