________________
જોડતા, એમને પગે પડતાં, આપણા અંગે-અંગથી લાચારી ટપકતી ને લોકો આપણને હડસેલો મારીને ચાલી જતાં... આ છે આપણો ઈતિહાસ.
ક્યારેક આપણે એવા કુળમાં ઉત્પન્ન થયા કે બાળપણથી લોકો આપણને પૂજતા.. આપણા દર્શનને પવિત્ર માનતા, ભેટ-સોગાદોથી આપણું ઘર ભરાતું, આપણને બધે જ સમ્માન મળતું... ને ક્યારેક આપણે એવા કુળમાં જન્મ્યા કે જ્યાં બાળપણમાં ય આપણે કોઈ કાર્યક્રમમાં ગયા હોઈએ, તો લોકો આપણને એટલી હલકી રીતે કાઢી મુકતા જે રીતે કોઈ કૂતરાને કાઢી મુકતા હોય. આપણે કોઈને ભૂલથી અડી જઈએ, તો ય આપણે ગાળો ખાવી પડતી, આપણને જોતાવેંત લોકો મોઢું પેરવી લેતા.. આ છે આપણો ઈતિહાસ.
ક્યારેક આપણને એવું રૂપ મળ્યું કે આપણા અંગે અંગેથી લાવણ્ય નીતરતું હતું, આપણી એક ઝલક જોવા માટે પણ લોકો તલપાપડ હતાં, એ તેજ.. એ કાંતિ... એ સૌન્દર્ય... એ આકાર... આપણે ખુદ આપણા રૂપ પર મુસ્તાક હતાં... પળે પળે રાજીના રેડ થતા હતા આપણે... ને ક્યારેક એવો ભવ મળ્યો કે જન્મથી જ આંધળા, મૂંગા અને બહેરાં હતાં આપણે, નાકની જગ્યાએ ફક્ત બે કાંણા હતાં. એક હાથ ખૂબ ટૂંકો હતો ને પગમાં પણ ગંભીર ખોડ હતી. જેને ‘શરીર’ કહેવું કદાચ અતિશયોક્તિ થઈ જાય એ આપણી હકીકત હતી. જોઈ શકીએ તો અરીસામાં જોઈને આપણે ખુદ ગભરાઈ જઈએ એવો આપણો દેદાર હતો, કૂતરાને ય હજી કાંઈક હૂંફ મળતી હોય છે, આપણા માટે તો બળતરા એ જ જીવન હતું... આ છે આપણો ઈતિહાસ.
Let me say, ખરો પ્રશ્ન એ નથી કે આપણે ભિખારી થવું પડ્યું, ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે આપણને મહાશ્રીમંત બનાવીને લૂંટી લીધાં. ખરો પ્રશ્ન એ નથી કે આપણે નીચ તરીકે હડધૂત થયાં. ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે આપણને થાળી પીરસીને ઝૂંટવી લીધી. ખરો પ્રશ્ન એ નથી કે આપણે બેહદ કદરૂપા થયા, ખરો પ્રશ્ન તો એ છે કે સંસારે રૂપનો થોડોક સ્વાદ ચખાડીને આપણી ક્રૂર મશ્કરી કરી. દુઃખ એ સંસારની ખરી સમસ્યા છે જ નહીં. સંસારની ખરી સમસ્યા તો સુખ છે. જે અનંતકાળે ક્યારેક જ મળે છે, જે સાવ થોડા સમય માટે જ મળે છે, જે સાવ નજીવું નહીંવત્ જ મળે છે, જે સાવ રસ-કસ વગરનું વિચિત્રતાનો વરસાદ
૩૪