Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 14
________________ એક મરતા રહેવાનો ને બીજો મારતા રહેવાનો. જ્ઞાનીઓ કહે છે पञ्च सूना ગૃહસ્થસ્ય - ગૃહસ્થને પાંચ કતલખાના ચલાવ્યા સિવાય છૂટકો જ નથી. ચૂલો એ કતલખાનું છે. ખાંડણી ને પેષણી એ કતલખાનું છે. પાણિયારું ને મોરી એ પણ કતલખાનું છે. આજે આપણે ઓવન, ગ્રાઈન્ડર, જ્યુસર, મિક્સર, ફ્રીજ અને લેટ્રિન દ્વારા આ કતલખાનાઓને અલ્ટ્રા મોડર્ન બનાવ્યા છે. પ્રતિદિન અસંખ્ય અને અનંત જીવોની હત્યા આ કતલખાનાઓ દ્વારા થતી જ રહે છે. કેટકેટલા જીવોને કચરીને, રહેંસીને, કાપીને, ફુટીને, છુંદીને, ઉકાળીને, મસળીને અને બાળીને આપણે આપણા સંસારનું ગાડું ગબડાવતા હોઈએ છીએ એનો આપણને ક્યાં ખ્યાલ હોય છે ? क्व गृहस्थाऽऽश्रमे धर्मो, यत्राप्यारम्भभीरुभिः । एकोदरार्थं षड्जीवा, विराध्यन्ते दिने दिने ? | युगादिदेशना ॥ - કોણ કહે છે કે ગૃહસ્થપણામાં ધર્મ છે ? ગમે તેટલા સમજેલા ને હિંસાભીરુએ પણ અહીં એક માત્ર પેટ ખાતર રોજે રોજ ષટ્કાયના જીવોની હત્યા કરવી જ પડે છે. Please, Now stop this nonsense. શાણપણ મરવામાં પણ નથી અને શાણપણ મારવામાં પણ નથી. શાણપણ તો છે ખુદ બચવામાં અને શક્ય એટલા બીજાને બચાવવામાં. Come on, Hurry up. Let's get out of this slaughter-house. નખશિખ તલખાનું ૧૪

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84