Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 30
________________ આ છે સંસાર # હત્યારે વિષવૃક્ષ % ૧૦ धनाऽऽशा यच्छाया-ऽप्यतिविषममूर्छाप्रणयिनी, विलासो नारीणां, गुरुविकृतये यत्सुमरसः । फलाऽऽस्वादो यस्य, प्रखरनरकव्याधिनिवह स्तदाऽऽस्था नो युक्ता, भवविषतरावत्र सुधियाम् ॥१०॥ એની છાયા છે પૈસાની ભૂખ. ત્યાં બેસતાની સાથે માણસને બેભાન બનાવી દે એટલી તો એ કાતિલ છે. એના ફૂલનો રસ છે નારીના નખરાં. તમને બધી રીતે ટ્વીસ્ટ કરી દે એટલો એ ઝેરી છે. ને એના ફળનો ટેસ્ટ છે નરકના રોગો. અહીંના ભયાનક રોગોને ય તમે આરોગ્ય કહેવા તૈયાર થઈ જાઓ, એટલા એ ખતરનાક છે. આ છે સંસાર. એક હત્યારું વિષવૃક્ષ. સમજદારને એના માટે લેશ પણ લાગણી રાખવી ઉચિત નથી. || ૧૦ || ભારતના પ્રાચીન ઈતિહાસથી લઈને આજ સુધીમાં અનેકવાર લીમડા જેવા વૃક્ષોની છાયા વિષે સંશોધનો થયા છે. અમુક પ્રકારના રોગો માત્ર એની છાયામાં રહેવાથી મટી જાય, એવા પ્રમાણો ઉપલબ્ધ થાય છે. In short, વૃક્ષની છાયાનો પણ કંઈ ને કંઈ પ્રભાવ હોય છે, જેનું વૃક્ષ એવો એની છાયાનો પ્રભાવ. એમાં વિષવૃક્ષની છાયાનો એવો પ્રભાવ હોય છે, કે એમાં રહેનાર બેભાન થઈ જાય. એ સૂઝબુઝ ગુમાવી દે ને નિશ્ચેષ્ટ થઈને પડી જાય. ધીમે ધીમે એની બેભાની વધુ ને વધુ તીવ્ર બનતી જાય. પછી જો એને એની છાયામાંથી બહાર ન લાવવામાં આવે, ને કોઈ ઉપચાર ન કરવામાં આવે, તો એ કદી પણ ભાનમાં જ ન આવે, ને એ મૃત્યુ સુધી બેભાન જ રહે. સંસારની પણ કંઈક આવી જ દાસ્તાન છે, એની છાયાનું નામ છે ધનતૃષ્ણા - પૈસાની ભૂખ. સભાનતાની બધી જ મૂડીને લૂંટીને એ માણસને બેભાન બનાવી દે છે. સૂઝ-બુઝ-સમજ-વિવેક-ઓચિત્ય - આ બધું ય ગુમાવીને માણસ પૈસા હત્યારું વિષવૃક્ષ ૩૦

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84