Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 28
________________ આ સંસારમાં સતત ચક્કર લગાવ્યા જ કરે છે. એ ક્યારે નીચે ઉતરી પડે ને ચાંચો ઘોંચી ઊંચીને આપણને ફોલી ખાય, એનો કોઈ ભરોસો નથી. સ્મશાનમાં શિયાળણી છે. જીવતાં કે મડદાં જે મળે એને ફાડી ખાવામાં અને કોઈ જ છોછ નથી હોતો. સંસારમાં અવિરતિ નામની શિયાળણી છે. સમજું કે અણસમજું બધાંના એ હાલહવાલ કરે છે. એનાથી બચનારા અનંતમાં ભાગ હોય છે, એનાથી પૂરા થઈ જનારા અનંતગણા હોય છે. સ્મશાનમાં ઘુવડો ફરતાં હોય છે. બિસ્કુલ સાંભળવો ન ગમે એવો એમનો અવાજ હોય છે. એક પળ માટે પણ નથી સાંભળવું એવું થઈ જાય, પણ સતત એ સાંભળ્યા વિના છૂટકો જ ન થાય, એવી હોય છે સ્મશાનની વાસ્તવિકતા. સંસારમાં ય એક ઘુવડ છે. જેનું નામ છે કામ. બધી રીતે એ વાંકો છે. કદરૂપો છે. દીઠો ય ન ગમે તેવો છે. ને એ જે કહે છે, એ સાંભળતાં ય શરમ આવે તેવું છે. ગંદામાં ગંદા હોય છે એના શબ્દો. કાને હાથ દેવાઈ જાય એવા છે એના શબ્દો. કડવાશની બધી જ હદને ઓળંગી જાય, એવા છે એના શબ્દો. સારો માણસ એક ક્ષણ માટે પણ ન સાંભળી શકે એવા છે એના શબ્દો. પણ તો ય સંસારમાં એના શબ્દો સાંભળવા જ પડે છે. વાત આટલેથી જ નથી પતતી, સંસારમાં એની વાત માનવી પણ પડે છે. યાદ આવે જ્ઞાનાર્ણવવૃત્તિ - कुथितकुणपगन्धं योषितां योनिरन्ध्र, મિત્તશતપૂર્ણ નિરક્ષરવારિ | त्यजति मुनिनिकायः क्षीणजन्मप्रबन्धः, મન્નતિ મનવીર-પ્રેરિતોડ વાવ: | સડેલા મડદાંની વાસ મારે છે. સેંકડો કીડાઓ અંદર ખદબદી રહ્યા છે. ગંદું પાણી અવાર નવાર ઝર્યા જ કરે છે. એવું - સાવ જ ચિતરી ચડે ને ઘૂ ઘૂ થઈ જાય - એવું છે વિષયસેવનનું અંગ. મુનિવરો એનો વિચાર સુદ્ધા ય નથી કરતાં અને માટે જ એમના સંસારનો આરો આવી જાય છે, પણ બિચારા બાકીના જીવો “કામ”ના ઈશારાને આધીન થાય છે ને એ ગંદકીના કીડા બની જાય છે. સ્મશાનમાં વારંવાર ચિતા સળગતી જ રહે છે. સંસારમાં ય એક ચિતા ખરેખર સ્મશાન. 2.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84