________________
આ છે
સંસાર
ખરેખર સ્મશાન
महाक्रोधो गृध्रो ऽनुपरतिशृगाली च चपला, स्मरोलूको यत्र, प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोकाग्नि- स्ततमपयशो भस्म परितः,
我
G
၇၈
स्मशानं संसार - स्तदभिरमणीयत्वमिह किम् ? ॥ ९ ॥
જ્યાં ગીધ છે મહાક્રોધ. ચંચળ શિયાળણી છે અવિરતિ. જ્યાં ઘુમરાતો ઘુવડ છે કામ. એનો કડવો શબ્દ જ્યાં પ્રગટ જ હોય છે. શોકની આગ જ્યાં પ્રદીપ્ત છે ને અપયશની રાખ જ્યાં ચોમેર વીખરાયેલી છે. એ છે આ સંસાર. ખરેખર સ્મશાન. કહો તો ખરા ? આમાં સૌન્દર્ય કહી શકાય એવું છે શું ? ।।૯।।
જીગરજાન દોસ્ત... લંગોટિયો દોસ્ત... નજરની સામે જ ચિતા પર સૂતો છે. અગ્નિદાહ દેવાઈ જાય છે. આખી ય ચિતા આગ પકડી લે છે. જેની સાથે રમ્યા... જેની સાથે જમ્યા... જેની સાથે ભણ્યા... જેની સાથે મોટા થયા... સુખ-દુઃખમાં જેની સાથે રહ્યા... એ નજર સામે જ બળી રહ્યો છે. ધીમે ધીમે એનું આખું ય શરીર વીખરાતું જાય છે... ને એ એકીટસે જોતા જોતા ભીતરનો મોહ ચૂર ચૂર થઈને તૂટી રહ્યો છે. સંસારનો બધો જ રાગ ભયાનક ઝડપથી ઓગળી રહ્યો છે. હવે બધું જ શૂન્ય લાગે છે, નીરસ લાગે છે, સાવ જ નકામું લાગે છે. ગઈકાલની મનોદશા ને આજની મનોદશામાં આસમાન-જમીનનો ફરક છે. આજે એ માણસ બદલાઈ ગયો છે, ના, આજે દુનિયા આખી બદલાઈ ગઈ છે.
જબરદસ્ત અસર છે સ્મશાનની. ભલભલાના મોહને ઉતારી નાખે. રાગના બધાં જ તોફાનોને ડાહ્યા-ડમરા કરી દે. કા...શ માણસ કાયમ માટે સ્મશાનમાં જ રહેતો હોત ! પણ હકીકતમાં તો આ જ હકીકત છે. માણસ કાયમ માટે સ્મશાનમાં જ રહેતો હોય છે. કારણ કે આ સંસાર જ એક સ્મશાન છે.
સ્મશાનમાં ઉપર ગીધડાં ચક્કર લગાવતા હોય છે. ભયાનક ક્રોધના ગીધડા
આ છે સંસાર
૨૭