Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 25
________________ કે સંસારનું ભયાનકથી ય ભયાનક કોઈ તત્ત્વ હોય, તો એ સ્નેહ છે. ખૂબ ઊંચે આવ્યા પછી પણ જરાક માટે આપણું હિત થતાં અટકી ગયું હોય, એવી ઘટના અનંતવાર બની છે. એ “જરાકનું નામ સ્મક હતું. પત્નીનો સ્નેહ પરાકાષ્ઠાનો પણ હોઈ શકે છે. રાજસ્થાનની એક પ્રાચીન કવિતામાં કહ્યું છે, કે “સ્નેહ એ કોઈ અજોડ તત્ત્વ છે, જન્મ આપનારી માતા ફક્ત રડીને અટકી જાય છે, ને પત્ની ભડભડતી જ્વાળાઓ વચ્ચે ચિતામાં પતિ સાથે જીવતી બળી મરે છે.' હા, દરેક પત્નીનો સ્નેહ એવો નથી હોતો, પણ જો એવો હોય તો ય શું ? એનાથી આત્માનું કહ્યું કલ્યાણ થઈ જાય છે ? સંસારનું સોહામણાથી ય સોહામણું ગણાતું તત્ત્વ હકીકતમાં ત્યારે જ સોહામણું કહી શકાય, જ્યારે એનાથી આત્માના જન્મ-મરણના ફેરા ટળી જતાં હોય, જો એવું હોત, તો જ્ઞાનીઓ જોર-શોરથી એના ગુણગાન કરત. જ્ઞાનીઓને સંસાર સાથે કોઈ જ વિરોધ નથી. એમને તો વેદના છે આત્માના અહિતની. એમને તો વાંધો છે દુઃખોની પરંપરા સામે. પ્રિયાનો સ્નેહ પણ સારો હોત, જો એ મોક્ષનો સાધક થઈ શકતો હોત, પણ એ તો મોક્ષનો બાધક થાય છે. એ તો આત્માને હિતના માર્ગે જતા રોકે છે. બધું જ સમજ્યા પછી પણ બધું જ ભૂલાવી દે છે. દેખીતી રીતે દેવી લાગતી એવી પણ નારી આ રીતે તો આત્મા માટે રાક્ષસી પુરવાર થાય છે. જે એના બધાં જ નૂરને ચૂસી લે છે. એની બધી જ શક્તિને હરી લે છે. એ સિંહ જેવો હોય તો ય શિયાળ જેવો થઈ જાય છે. એ મોહરાજાનો કચ્ચરઘાણ વાળી દેવા સમર્થ હોવા છતાં ય મોહરાજાનો દાસ બની જાય છે. ને અનંતકાળે ઊભી થયેલી આત્મકલ્યાણની શક્યતા ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ જાય છે. પત્ની સારી હોય, રૂપાળી હોય, કહ્યાગરી હોય ને પતિ પાછળ મરી ફિટનારી હોય, તો ય એ આભૂષણ નથી, પણ બેડી છે. જડબેસલાક બેડી. કારણ કે એનો સ્નેહ આત્માને સંસારની જેલમાંથી છૂટવા દેતો નથી. જેલમાં પહેરગીરો હોય છે. કદાચ કોઈ કેદી બેડીમાંથી છૂટી જાય, તો એ પહેરગીરો એને ઘેરી વળે છે. એની છૂટવાની સંભાવનાના રામ રમાડી દે છે. સંસારની જેલમાં સ્વજનો એ પહેરગીરો હોય છે - વોચમેન. બહુ કડક હોય છે એમનો પહેરો. “આપણા'ના સ્વરૂપે જ “આપણા દુશ્મનો હોય છે. એક દુશ્મન આપણું જેટલું બગાડી શકે, એનાથી સેંકડોગણું તેઓ જ આપણું _આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84