________________
રૃસંસાર
# એક ખૂંખાર રાક્ષસ #
૧
अविद्यायां रात्रौ, चरति वहते मूर्ध्नि विषमं,
कषायव्यालौघं, क्षिपति विषयास्थीनि च गले । महादोषान् दन्तान्, प्रकटयति वक्रस्मरमुखो,
न विश्वासार्होऽयं, भवति भवनक्तंचर इति ॥५॥
એ ભમે છે અજ્ઞાનની અંધારી રાતે. એના માથે છે ખતરનાક કષાય-સાપો. એના ગળામાં છે વિષય-હાડકાઓ. એ દેખાડે છે. મોટા મોટા દોષોના દાંત. એનું વાંકું મોટું છે કામ. ખરેખર, ખૂંખાર રાક્ષસ છે આ સંસાર. એનો લગીરે ભરોસો કરવા જેવો નથી. // ૫TI
રાક્ષસનું એક નામ છે નિશાચર. એનો સ્વભાવ છે રાતે ફરવાનો. સંસારની પણ કંઈક આવી જ વાત છે. જ્યાં સુધી માણસ અંધારામાં હોય છે, ત્યાં સુધી જ એ સંસારમાં હોય છે, એકવાર એની ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય એટલે સંસાર પાસેથી ઊભી પૂંછડીએ ભાગી જવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી. બીજા શબ્દોમાં કહીએ, તો તમે કેટલા વ્યાખ્યાનો સાંભળ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા ને તમને કેટલું કેટલું આવડે છે, એ બધી જ વાત જવા દો. Please tell me. તમે સંસારમાં છો ? કે સંસારથી મુક્ત છો ? જો સંસારમાં છો તો તમે અંધારામાં છો. ઘોર અજ્ઞાનમાં છો. ને જો મુક્ત છો તો તમે સમજદાર છો. જ્ઞાની છો.
રાક્ષસના માથે સાપો લટકતા હોય છે. સંસારના માથે સાપના ય બાપ જેવા કષાયો હોય છે. કષાયો વગરનો સંસાર, એ પાણી વગરના દરિયા જેવી વાત છે. પાણી એ જ દરિયો છે, કષાયો એ જ સંસાર છે. માટે જ કહેવું પડ્યું છે - વષાયમુત્તિ: ત્નિ મુરેિવા કષાયોથી મુક્તિ એ જ મુક્તિ છે.
- આ છે સંસાર