Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 21
________________ આ છે સંસાર * દર્દનાક પ્રપંચ धनं मे गेहं मे, मम सुतकलत्रादिकमितिविपर्यासादासादितविततदुःखा अपि मुहुः | जना यस्मिन् मिथ्या- सुखमदभृतः कूटघटना मयोऽयं संसार - स्तदिह न विवेकी प्रसजति ॥ ७ ॥ મારો પૈસો... મારું ઘર... મારો દીકરો... મારી પત્ની... આ બધી ભ્રમણાથી જ માણસ દુઃખોને ઈન્વીટેશન આપે છે. જે હકીકતમાં સુખ જ નથી, એનાથી પોતાને સુખી માને છે. ખરેખર, દર્દનાક પ્રપંચ છે આ સંસાર. વિવેકી આત્માનું મન તો આમાં ક્યાંય ચોંટી શકે તેમ નથી. II ૭ II ‘પૈસો’ એ સત્ય હોય છે. ‘મારો' એ કલ્પના હોય છે. ‘ઘર' એ હકીકત હોય છે. ‘મારું’ એ હવામાં હોય છે. ‘દીકરો’ અસ્તિત્વ ધરાવતો હોય છે. ‘મારો’ એ ભ્રમણા હોય છે. ‘પત્ની’ સમજી શકાય છે. ‘મારી’ એ ગેરસમજ હોય છે. હજુ વધુ ઊંડાણમાં જઈએ તો ખ્યાલ આવશે, કે ‘મારો’નો છેદ ઉડી જાય એટલે પૈસો' હોય કે ન હોય, એનાથી કોઈ જ ફરક પડતો નથી. કમ સે કમ મારા માટે તો એ નથી જ. Then result is this ‘મારો પૈસો’ – એ ય કલ્પના ને ભ્રમણાથી વધુ બીજું કશું જ નથી. મારું ઘર, મારો દીકરો ને મારી પત્ની - આ બધું હકીકતમાં મારી શુદ્ધ ગેરસમજ છે. શુદ્ધ એટલા માટે કે એમાં સમજની જરા પણ ભેળસેળ નથી. માણસને ખરેખર દુઃખી દુઃખી કરી દેવો હોય, તો એનો Ultimate way આ જ છે કે એને ભ્રમિત કરી દેવો. એ રોગમાં ય સુખી હોઈ શકે છે, ગરીબીમાં કે આપત્તિમાં ય હસતો રહી શકે છે. પણ ભ્રમણામાં તો એ ત્યારે પણ દુઃખી જ હોય છે, અને ભ્રમણાનું પરિણામ પણ દુઃખ સિવાય બીજું કશું જ હોતું 李 આ છે સંસાર ૨૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84