________________
માટે બૂમાબૂમ કરી શકે છે. બધું જ જોર લગાવીને ભાગી છૂટી શકે છે. સંસાર છૂટવા તો નથી જ દેતો, એક શબ્દ બોલવાની ય છૂટ નથી આપતો. બસ, ચૂપચાપ એની રાખ કરી નાંખે છે.
उन्भेउ अंगुलिं सो पुरिसो, सयलम्मि जीअलोयम्मि ।
कामंतएण णारी, जेण न पत्ताई दुक्खाई ॥
આખી દુનિયામાં એ પુરુષ આંગળી ઊંચી કરે, જેણે નારીની કામના કરીને દુઃખો ન ભોગવ્યા હોય.
વાત ફક્ત પુરુષની નથી. નર માટે નારી એ જ્વાળા છે. નારી માટે નર એ વાળા છે. વિજાતીય એ જેટલા સોહામણા હોય, જેટલા આકર્ષક અને લોભામણા હોય, એટલી જ વ્યક્તિ એમનામાં વધુ મોહાય છે, ને એટલી જ વધુ દુઃખી થાય છે. કદરૂપી પત્ની મળે તો માણસ દુઃખી છે. રૂપાળી પત્ની મળે તો માણસ વધારે દુઃખી છે. યાદ આવે નીતિશાસ્ત્ર - મા રૂપવતી. શત્રુ - રૂપાળી પત્ની એ શત્રુ છે.
આગ છે સંસાર. એને જ્યાંથી પણ સ્પર્શી, જેવી રીતે પણ સ્પર્શે, જ્યારે પણ સ્પર્શે, એ ફક્ત તમને બાળી શકે છે. એના સ્વરૂપની જવાબદારીને એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. “સંસાર' પર પૂરે પૂરો ભરોસો રાખજો. એ તમને બાળશે જ. આમાં લેશ પણ શંકા કરવાનો અવકાશ જ નથી. - સ્ત્રીની મોહપ્રેરક દૃષ્ટિને સંસ્કૃત ભાષામાં કટાક્ષ કહેવામાં આવે છે. એનાથી ઘાયલ” થવા પર કેટકેટલા કાવ્યો, કવિતાઓ, ગઝલો, શાયરીઓ અને ફિલ્મી ગીતો બની ચૂક્યા છે. પણ “ઘાયલપણાની કબૂલાત કરવા છતાં ય આ દુઃખનું કારણ છે, હેય છે, છોડવા યોગ્ય છે, આવી “સાન' આવતી નથી. બજારમાં ઘણું ઘણું મળે છે. પણ આ “સાન' ક્યાંય મળતી નથી. કારણ કે બજારમાં આપણા હિતમાં કોઈને ય રસ નથી.
આપણા હિતેચ્છુ તો છે જ્ઞાનીઓ. અને માટે જ તેઓ તો સ્પષ્ટ કહે છે, કે પ્રિયા જે જ્વાળા ઓકે છે, એના કાળા કાળા ધુમાડા છે આ કટાક્ષો. ધુમાડાથી ય આંખો બળે છે, ને આ કટાક્ષોથી ય આંખો બળે છે, માત્ર આંખો
આગ ને માત્ર ને માત્ર આગ
૧૦