Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti
Catalog link: https://jainqq.org/explore/007776/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત JT] ]]TI, (પૂ. શ્રી દેવચંદ્રજી કૃતી જ્ઞાનભરી વૃત્તિ સહિત) જ્ઞાન ભંડાર ૦ અનુણક ) ધીરજલાલ શાલાલ મહેતા ૦ પ્રકાશક છે શ્રી જૈનવર્ષ પ્રસારણ ટ્રસ્ટ સુર વાળા ભવન, અમદાવાદ-૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ વII હકી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિતા ત((((૩ તથા શ્રીમદ્ દેવચન્દ્ર વાચકવર વિરચિત જ્ઞાનમાર્શ વૃત્તિ (સરળ ગુજરાતી અનુવાદ-ભાવાર્થ સાથે) : અનુવાદક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત Page #3 -------------------------------------------------------------------------- ________________ - h ^ = E F G * = ET G #a જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯. Ph. (0261) 2763070 ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૯, (INDIA) Ph. (0261) 2763070, M : 9898330835 સેવંતીલાલ વી. જૈન ડી-૫૧, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪. ફોનઃ (૦૨૨) ૨૨૪૦૪૭૧૭, ૨૨૪૧૨૪૪૫ કમ્પોઝ' પ્રિન્ટીંગ મુંબાઇન્ડીંગ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત) Ph. (02762) 222927 સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ Jor શ્રી જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. Ph. (079) 22134176, Mo. 9925020106 વિક્રમ સંવત્ ૨૦૬૦૦ વીર સંવત્ ૨૫૩૦ પ્રથમ આવૃત્તિ ઇસ્વીસન ૨૦૧૧ કિંમત - રૂ।. ૪૦૦-૦૦ એક ET F મુદ્રક ઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. Ph. (079) 22134176, Mo. 9925020106, E-mail : bharatgraphics1@gmail.com મા સ્થા નો પ્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ ચેતન ! જ્ઞાન અજવાળીએ 7 આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિજી એક સરદારજી શાકમાર્કેટમાંથી પાછા ફરી રહ્યા હતા, સામે તેમનો જીગરી દોસ્ત મળ્યો, અને સરદારજી ભેગા થયા, એટલે પહેલા સરદારજીએ કહ્યું “મારી થેલીમાં શું છે? તે કહી દે તો તને તેમાંથી એક ટમેટું આપું. અને કેટલાં છે ? તે જો કહી દે તો પાંચ આપી દઉં.” બીજા સરદારજીએ બહુ વિચાર કર્યા પછી હાર માનીને કહ્યું કે “તારી થેલીમાં શું છે? અને કેટલું છે? એ જોયા વિના મને કેમ ખબર પડે ?” જ્યાં બુઝવ્યા બાદ પણ અબુઝ જ કહેવાય એ છે ઘોર અજ્ઞાનદશા અને જયાં સ્વયંભૂપણે સહજજ્ઞાનની સરવાણીઓ ફૂટતી રહે એ છે ગરવી જ્ઞાનદશા. આવી ગરવી જ્ઞાનદશાના ધણીઓએ આપણા જેવા પામર જીવો ઉપર ઉપકાર કરીને આપણને બે અભુત કૃતિઓની ભેટ આપી છે એકનું નામ છે જ્ઞાનસાર અને બીજીનું નામ છે જ્ઞાનમંજરી. ૧. મદં મખેતિ મન્નોર્થ, મોદી નાથ્યવૃત્ | २. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते । उ. तथा जानन्भवोन्माद-मात्मतृप्तो भवेन्मुनिः । ૪. પરસ્પૃહા મહાયુદ્ધ, નિ:સ્પૃહત્વે મહાસુરમ્ | જ્ઞાનસારનાં એક એક અષ્ટક આવા અદ્ભુત વચનોથી જાજરમાન છે તો બીજી બાજુ १. लोभपरिणामः परभावग्रहणेच्छापरिणामः आत्मगुणानुभवविध्वंसहेतुः । २. दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं शुद्धात्मधर्मम् । 3. भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् । આવા પ્રકારના અધ્યાત્મરહસ્યસભર ટંકશાળી વચનોથી જ્ઞાનમંજરી નામની ટીકા ખરેખર મહોરી ઉઠી છે. ખરેખર આ બન્ને કૃતિઓમાં જ્ઞાનના સાગરને ગાગરમાં રજુ કરવામાં આવ્યો છે. અહીં ગાગરને ય ટુંકમાં રજુ કરીશ. (૧) પૂર્ણાષ્ટક :- બત્રીશ અષ્ટકોમાં પથરાયેલ જ્ઞાનસાર પ્રકરણનું આ પ્રથમ અષ્ટક છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પોતાની અન્ય કૃતિઓની જેમ પ્રસ્તુત કૃતિનો પ્રારંભ પણ આ સરસ્વતીના મંત્રસ્વરૂપ “કારથી કરે છે. પ્રથમ જ શ્લોકમાં જેવી દષ્ટિ એવી સૃષ્ટિ – આ તાત્પર્યને સ્પષ્ટ કર્યું છે. યાદશ: પુરુષાત્મા તાદશ સમાપ - માણસ જેવો છે એવું એ બોલે છે – એવા મહાભારતના વચન પર ઈશારો કર્યો છે. ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે - પૂર્ણને સમગ્ર વિશ્વ પૂર્ણ દેખાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ ટીકાકારશ્રી અનેક સ્થાનો ૫૨ ‘થોડા હટ કર’ અર્થઘટન કરે છે. પ્રસ્તુતમાં તેમણે - પૂર્ણને સમગ્ર વિશ્વ અપૂર્ણ દેખાય છે - એવો પાઠ લઈને અર્થઘટન કર્યું છે. આ અર્થ પણ મનનીય છે. ‘અપૂર્ણ પૂર્ણ બને છે અને પૂર્ણ અપૂર્ણ બને છે' આવી મૂળકારશ્રીની અદ્ભુત પંક્તિઓ ૫૨ પુ ભૈ: પૂર્વમાળસ્વાત્માનનો હ્રીયત વ - જેવા ચોટદાર સ્પષ્ટીકરણો કરીને ટીકાકારશ્રીએ મૂળગ્રંથને ચાર ચાંદ લગાવી દીધા છે. (૨) મગ્નાષ્ટક :- એકાગ્રતા અલગ વસ્તુ છે અને મગ્નતા અલગ વસ્તુ છે. બિલાડી કબૂતર પર તરાપ મારતા પૂર્વે એકાગ્ર બને છે. પણ એ મગ્નતા નથી. મૂળકારશ્રીએ મગ્નની વ્યાખ્યા કરી છે, તે ત્રણ તબક્કામાં સમાઈ જાય છે. (૧) પ્રત્યાહાર (૨) મનઃસમાધિ (૩) જ્ઞાનમાત્રવિશ્રામ. સંયમપર્યાયના ક્રમથી તેજોલેશ્યાવૃદ્ધિ, સંયમશ્રેણિનું સ્વરૂપ આદિ આગમિક પદાર્થોનું ટીકાકારશ્રીએ આ અષ્ટકની ટીકામાં સુંદર નિરૂપણ કર્યું છે. (૩) સ્થિરતાષ્ટક :- અનંત ક્રિયાઓ નિષ્ફળ ગઈ, તેનું કારણ એ નથી કે ભવરોગને મટાડવાનું સામર્થ્ય ક્રિયામાં નથી. એનું કારણ તો એ છે કે હજી જીવમાંથી અસ્થિરતા નામનું શલ્ય ગયું નથી. જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી ઔષધ ગુણ ન કરી શકે. ગ્રંથકારશ્રીએ આ રૂપક દ્વારા પોતાના ચિકિત્સાશાસ્રીય જ્ઞાનનો પરિચય તો આપ્યો જ છે. સાથે સાથે - ખોળે ખોળે નિળસાપ્તામિ યુવવશ્વયા પરંખંતે । વમ્મિ મળતા વવૃંતા જેવતી ખાયા ।। (ઓધનિયુક્તિ ૨૭૮) જેવા આગમવચનનું મંડન પણ કર્યું છે સમસ્ત આત્મપરિણતિ નિઃસંગ રૂપ પરમ સ્થિરતા વાળી હોય છે - ટીકાકારશ્રીનું આ વચન અધ્યાત્મનગરના અનેક દ્વા૨ોનું ઉદ્ઘાટન કરે છે. (૪) મોહત્યાગાષ્ટક ઃ- ‘હું ને મારું' આ મોહનો મંત્ર, ‘ન હું, ન મારું' આ મોહજયી મંત્ર... પ્રથમ શ્લોકના આ શબ્દો શાસ્રસાગરના અર્ક જેવા છે. આ એક જ અષ્ટકનું પણ પુનઃ પુનઃ પરિશીલન કરવામાં આવે, તેની પરિણતિ પ્રાપ્ત કરવામાં આવે તો નિકટના કાળમાં વીતરાગદશાની પ્રાપ્તિ થઈ શકે. उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्यः ટીકાકારશ્રીનું આ વચન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાના - યો બિનો સોમેવ ચ - આ શક્રસ્તવના વચનનું પ્રબળ સમર્થન કરે છે. (૫) જ્ઞાનાષ્ટક ઃ- મોક્ષ માટે પુષ્કળ જ્ઞાનની જરૂર નથી, પણ પરિણત જ્ઞાનની જરૂર છે. આ વાત આ અષ્ટકમાં ખૂબ સુંદર રીતે જણાવી છે. આજે જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિનાં Page #6 -------------------------------------------------------------------------- ________________ સમીકરણો બદલાયાં છે. ગુરુગમ વિનાના – આચરણ વિનાના જ્ઞાનની બોલબાલા છે. દેશવિદેશમાં જ્ઞાનસભાઓ યોજાય છે. તથાવિધ વિદ્વાનો આકર્ષક રજૂઆતથી વક્તવ્યો કરે છે. પ્રસ્તુત અષ્ટકમાં ટીકાકારશ્રી સ્પષ્ટ ફરમાવે છે કે આવાં વક્તવ્યોથી કદી મોક્ષ થવાનો નથી - किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षमम् । (૬) શમાષ્ટક - વિકલ્પાતીત સ્વભાવાલંબન – આ બે વિશેષણોથી વિશેષિત એવો જ્ઞાનનો જે પરિપાક તે જ શમ. ગ્રંથકારશ્રીની આ વ્યાખ્યામાં તેમની પ્રૌઢ પ્રતિભા અને તાત્પર્યાર્થને આંબવાની કુશળતા ઝળકી ઉઠી છે. (o) ઈન્દ્રિયજયાષ્ટક - અતૃપ્તિ એ ઈન્દ્રિયોનો સ્વભાવ છે. જો તું તૃપ્તિ ઈચ્છતો હોય તો એ અંતરાત્માથી જ મળી શકે છે - મવ તૃપ્તોડત્તરત્મિની I ગ્રંથકારશ્રીનું આ એક જ વચન અનાદિ વિષયતૃષ્ણાનો અંત લાવવા માટે પર્યાપ્ત છે. એમાં પણ ટીકાકારશ્રીએ જે તાત્પર્યાર્થ રજુ છે, તે જોઈને ઝૂમી ઉઠવાનું મન થઈ આવે છે - અરત્મિમાત્મનોડાતે સ્વરૂપે તૃપ્તો મવા સ્વરૂપાત્મવેનમન્તરે ન તૂMIક્ષય: વાસ્તવમાં આ તાત્પર્યાર્થ આવા અનેક તાત્પર્યાર્થીને પામવાની ચાવીરૂપ છે. પ્રસ્તુત ટીકાના પુનઃ પુનઃ પરિશીલનથી મતિ પરિકર્મિત થશે, એટલે કોઈ પણ પંક્તિના આવા અદ્ભુત તાત્પર્યાર્થીની સહજ ફુરણા થશે, એ નિશ્ચિત છે. (૮) ત્યાગાષ્ટક - અષ્ટકના પ્રારંભે જ પૂ. ટીકાકારશ્રી જણાવે છે - જિન હિ ત્યાત્િ ઉદ્ધતા આ પંક્તિ બે અષ્ટકો વચ્ચે સેતુ તો છે જ. સાથે સાથે જેઓ વિષયપ્રવૃત્તિ અને વૈરાગ્યનું સામાનાધિકરણ્ય ઈચ્છે છે, તેઓને સ્પષ્ટ નિવેદન પણ કર્યું છે કે તમારી માન્યતા તદ્દન ખોટી છે. વિષય પ્રવૃત્તિની હાજરીમાં વૈરાગ્ય શી રીતે રહી શકે ? ને વૈરાગ્યની હાજરીમાં વિષયપ્રવૃત્તિ શી રીતે થઈ શકે ? મૂળ ગ્રંથકારશ્રીએ અન્યત્ર કહ્યું છે - अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । ज्वलति ज्वलने वल्ली स रोपयितुमिच्छति ॥ (અધ્યાત્મસાર પ-૩) ગ્રંથકારશ્રીના આ અભિપ્રાયને ઉપરોક્ત પંક્તિમાં બહુ સરળ શૈલિથી વ્યક્ત કરાયો છે. પ્રસ્તુત અષ્ટકમાં આધ્યાત્મિક પરિવારનું જે નિરૂપણ કરાયું છે. તે ખરેખર મનનીય છે. (૯) ક્રિયાષ્ટક - આસ્તિક્યનું એક ચિહ્ન છે ક્રિયા. વિરિયાવા ળિયા સુવિઘો – (દશાશ્રુતસ્કંધચૂર્ણિ) આ આગમવચન જ્ઞાનવાદી કરતાં પણ ક્રિયાવાદીને વધુ ઉંચો દરજ્જો આપે છે. ક્રિયાની ઉપાદેયતા આદિનું સુંદર નિરૂપણ આ અષ્ટકમાં કરાયું (૧૦) તૃત્યષ્ટક :- પુદ્ગલથી પુગલની જ તૃપ્તિ થાય અને આત્માની તૃપ્તિ Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્માથી જ થાય. મૂળકારશ્રીનું આ વચન પરમ તૃપ્તિની કેડીને કંડારે છે. તો પુત્રીસ્વાન સુવિમાન વ મિથ્યાજ્ઞાનમ્ - ટીકાકારશ્રીનું આ વચન અનાદિ કાલીન ભ્રમણાઓને ભાંગી નાખે છે. (૧૧) નિર્લેપાષ્ટક - આકાશને અંજનનો સંયોગ થવા છતાં પણ તે લેખાતું નથી. તે જ રીતે પુદ્ગલોથી આત્માનું લેપાવું શક્ય નથી. ઈત્યાદિ રહસ્યોને આ અષ્ટકમાં સારી રીતે છતાં કરાયાં છે. ટીકાકારશ્રીએ અનેક સ્થળોએ આગમસાક્ષીઓને રજુ કરી પોતાના અગાધ જ્ઞાનનો પરિચય આપ્યો છે. (૧૨) નિઃસ્પૃહાષ્ટક - મેળવવા યોગ્ય વસ્તુ કોઈ હોય, તો તે છે સ્વભાવ. અને આ વસ્તુ તો મેળવેલી જ છે. કારણ કે તેની એવી વ્યુત્પત્તિ છે – સ્વો માવ:-સ્વભાવ: | સ્વભાવ એ જ સ્વયં છે. પોતે સ્વભાવથી ભિન્ન નથી. માટે દુનિયામાં કોઈ વસ્તુની સ્પૃહા કરવા જેવી નથી. આટલી જ સમજ મુનિવરને નિઃસ્પૃહતાની ખુમારી અર્પે છે. આવાં અનેક રહસ્યોને પ્રસ્તુત અષ્ટકમાં રજુ કર્યા છે. (૧૩) મોનાષ્ટક - સ્થૂલતર દૃષ્ટિએ બોલવું નહીં તે મૌન છે. સ્થૂલ દષ્ટિએ ઈશારાહુંકારા આદિનો પણ ત્યાગ એ મૌન છે. પણ પ્રસ્તુત અષ્ટકમાં મૌનની સૂક્ષ્મ વ્યાખ્યા કહી છે - પુજોધ્યપ્રવૃત્તિનું યોનાં મૌનમુમન્ ! વચનના અનુચ્ચાર રૂપ મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુલભ છે. પરંતુ - “મન-વચન-કાયાની પુદ્ગલોમાં અપ્રવૃત્તિ.” એ સૌથી ઉત્તમ મૌન છે ટીકાકારશ્રીએ આ અષ્ટકમાં યોગસ્થાનની સૂક્ષ્મ પ્રરૂપણા પણ કર્મપ્રકૃતિને અનુસાર કરી છે. (૧૪) વિધાષ્ટક - અતવિષયા તબુદ્ધિ એનું જ નામ અવિઘા. તવિષયા તબુદ્ધિ એનું જ નામ વિદ્યા. આ વ્યાખ્યાને શુચિ-અશુચિના દૃષ્ટાંત દ્વારા આ અષ્ટકમાં સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. (૧૫) વિવેકાષ્ટક :- સમાધિતંત્રનો એક શ્લોક છે - રેહાન્તરાર્થીનું ફેમિનાત્મભાવના વીનં વિનિધ્યરાત્મચેવાવના | શરીરવિષયક “હું બુદ્ધિ' એ જ સંસારનું બીજ. આત્મવિષયક “હું બુદ્ધિ' એ જ મોક્ષનું બીજ. ભવબીજને બાળીને મોક્ષબીજનું વાવેતર કરવા માટેનું એક સાધન છે – વિવેક. પ્રસ્તુત અષ્ટકમાં વિવેકના આવિર્ભાવની અદ્ભુત ચાવીઓ રજુ કરવામાં આવી છે. (૧૬) માધ્યચ્યાષ્ટક - યુક્તિ એ ગાયના સ્થાને છે. કોઈનું મન વાછરડા જેવું સૌમ્ય હોય છે, જે એ ગાયને અનુસરે છે. જ્યારે કોઈનું મન વાંદરા જેવું તોફાની હોય છે. જે એ ગાયનું પૂંછડું ખેંચે છે. એક નાનકડા શ્લોકમાં આવા સચોટ રૂપક દ્વારા યોગગ્રંથોના Page #8 -------------------------------------------------------------------------- ________________ 6 ગૂઢ રહસ્યોને અહીં ગુંથી દેવામાં આવ્યાં છે. તો ટીકાકારશ્રીએ - વાપ્રદમનમાં પક્ષવિ ન તત્ત્વદષ્ટિ: - આવા અમૂલ્ય વચન દ્વારા સમગ્ર વિશ્વના સંક્લેશોના અને વિવાદોના બીજનો પ્રગટ નિર્દેશ કરી દીધો છે. ગ્રંથકારશ્રીએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે । તેહ અણછોડતા ચાલીએ, પામીએ જીમ પરમધામ રે ।।૨૮। માધ્યસ્થ્યની ઉપાદેયતા આ એક પદ્યથી અવગત થાય છે. ટીકાકારશ્રીએ વિસ્તૃત નયપ્રરૂપણા અને સાક્ષીઓ સાથે પ્રસ્તુત અષ્ટકનું મનનીય વિશ્લેષણ કર્યું છે. (૧૭) નિર્ભયાષ્ટક ઃ- જ્ઞાનદૃષ્ટિ એ મયૂરી જેવી છે. એનું આગમન થાય એની સાથે જ આનંદ-ચંદનવનમાં ભય-સર્પોના બંધન છૂટ્ટા પડી જાય છે. આવા સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ નિર્ભયતાનું દિગ્દર્શન તો કરાવ્યું જ છે. સાથે સાથે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા જેવા પૂર્વાચાર્યોની કૃતિઓના પરિશીલનનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. ઉપરોક્ત પદાર્થ સાથે કલ્યાણમંદિર સ્તોત્રનો આ શ્લોક સરખાવીએ - द्वर्त्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्य भुजङ्गममा इव मध्यभागमभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ॥८॥ (૧૮) અનાત્મશંસાષ્ટક ઃ- કંદર્પને જીતનારા પણ દર્પની સામે હાર ખાઈ ગયા છે. ઉપદેશમાલામાં શ્રીધર્મદાસગણિ મહારાજાએ કહ્યું છે કે સંયમમાં સમ્યક્ ઉદ્યમ કરતા શ્રમણ પણ જો આત્મપ્રશંસા કરે તો તેઓનું સમગ્ર સંયમધન લૂંટાઈ જાય છે. આત્મપ્રશંસા નામના આ દુર્જય દોષને જીતવા માટે સુંદર યુક્તિઓ પ્રસ્તુત અષ્ટકમાં રજુ કરાઈ છે. (૧૯) તત્ત્વદૃષ્ટિઅષ્ટક ઃ- તંત્ = વસ્તુ ત્વ = તેનો સ્વભાવ સ્વરૂપ, વસ્તુ સ્વરૂપનું દર્શન કરનારી જે દૃષ્ટિ, તેનું નામ તત્ત્વદૃષ્ટિ. દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે - ગતત્ત્વવર્શનનિવન્ધનો દિ રા:, સ તત્ત્વવર્ગને નિવર્તત વ । રાગનું કારણ કોઈ હોય, તો એ છે અતત્ત્વદર્શન, જો તત્ત્વદર્શન આવી જાય, તો રાગને ગયે જ છૂટકો છે. જે રમણીમાં બાહ્યદૃષ્ટિથી સુધાસારનાં દર્શન થાય છે, તે જ રમણીમાં તત્ત્વદૃષ્ટિથી માત્ર વિષ્ટા-મૂત્રના ભાજનનાં દર્શન થાય છે. આવા અનેક નિદર્શનોથી પ્રસ્તુત અષ્ટકમાં તત્ત્વદૃષ્ટિનું સ્વરૂપ વર્ણવ્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સર્વસમૃદ્ધિ અષ્ટક :- એક વાર બાહ્યદૃષ્ટિનો નિરોધ થાય એટલે સર્વ સમૃદ્ધિઓનો આત્માની અંદર જ પ્રતિભાસ થાય છે. આટલી ભૂમિકા કરીને પ્રસ્તુત અષ્ટકમાં મુનિરાજને લોકોક્તિ પ્રમાણે ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, શંકર, વિષ્ણુ અને બ્રહ્માની સુંદર ઉપમાઓ આપી છે. (૨૧) કર્મવિપાકચિંતનાષ્ટક - ઉપશમશ્રેણિ પર આરોહણ કરીને વીતરાગદશાની પ્રાપ્તિ કરનારા અને ચૌદ પૂર્વીઓ પણ જો કર્મના કારણે અનંત સંસાર પરિભ્રમણ કરતા હોય, તો પછી બીજાઓની તો શી વિસાત? કર્મવિપાકના આવા હૃદયવેધી ચિંતન દ્વારા વૈરાગ્ય, અપ્રમાદભાવ આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે આ અષ્ટક સુંદર આલંબન રૂપ છે. (૨૨) ભવોઢેગાષ્ટક :- જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર પ્રાર્થનાઓ કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ માંગણી કરી છે ‘પવળબે ' જ્યાં સુધી સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મોક્ષયાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. પ્રસ્તુત અષ્ટકમાં સંસારને સાગરની ઉપમા આપીને તેની ભયંકરતાનું તાદશ વર્ણન કરવામાં આવ્યું છે. (૨૩) લોકસંજ્ઞાત્યાગાષ્ટક :- ગતાનુગતિકતાથી લોકોએ જે કર્યું, તે કરવું, આવી મતિ લોકસંજ્ઞા છે. દશવૈકાલિકસૂત્ર-ચૂલિકામાં કહ્યું છે -- કપુરનો સંસારો, પડિલોગો તસ સત્તારો - અનુસ્રોત એ જ સંસાર છે, પ્રતિસ્રોત એ જ મોક્ષ છે. ગ્રંથકારશ્રીએ આ જ પદાર્થને વિવૃતપણે રજુ કર્યો છે. આ વિષયમાં ટીકાકારશ્રી કહે છે - નિર્વસ્થતુ રત્નત્રયનોદતા, સ વ સ્વરૂપાનુIમા ! આવી પંક્તિઓ મનીષીઓને મન મહોત્સવ જેવી છે. (૨૪) શાસ્ત્રાષ્ટક - અંધકારમાં દવા વિના ગતિ શક્ય છે, પણ પ્રગતિ શક્ય નથી. અરે, ઉલ્ટ અધોગતિની શક્યતા વધુ છે. શાસ્ત્ર એક દીપક સમાન છે. ચક્ષુ સમાન છે. શાસ્ત્ર વિના ડગલે ને પગલે સ્કૂલનાઓ જ વેઠવી પડે છે. આવાં વેધક વચનો દ્વારા આ અષ્ટકમાં શાસ્ત્રનું માહાભ્ય દર્શાવ્યું છે. ભૌતહિંસકની અસમંજસતા દર્શાવતો શ્લોક તથા તેની ટીકા મોક્ષપથિકો માટે એક માર્ગદર્શકની ગરજ સારે છે. સર્વે મુમુક્ષુઓએ તેનું પુનઃ પુનઃ પરિશીલન કરવા જેવું છે. (૨૫) પરિગ્રહાષ્ટક :- સરોવરની પાળ દૂર થઈ જાય એટલે બધું પાણી આપોઆપ નીકળી જાય છે. તેમ પરિગ્રહનો ત્યાગ થાય, ત્યારે કર્મો આપોઆપ દૂર થઈ જાય છે. આવા તાદશ દષ્ટાંત, ઉપનય દ્વારા પ્રસ્તુત અષ્ટકમાં પરિગ્રહની હેયતા સમજાવી છે. દશવૈકાલિકસૂત્રમાં - મુછી પરિવારો વૃત્તો - એ પરિગ્રહની વ્યાખ્યાને ગ્રંથકારશ્રીએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨૬) અનુભવાષ્ટક - સૂર્યોદયની પૂર્વે જેમ અરુણોદય થાય છે, તેમ કેવળજ્ઞાનની પૂર્વે અનુભવ થાય છે. અનુભવની વ્યાખ્યા ટીકાકારશ્રીના શબ્દોમાં જોઈએ - મથ્થાનૈઋત્વીનરૂપ: 1 વિશદ અધ્યાત્મના આકાશમાં ઉડ્ડયન કરવા માટે પ્રસ્તુત અષ્ટક વિશેષ ઉપયોગી છે. (૨૦) યોગાષ્ટક :- જે મોક્ષ સાથે જોડાણ કરી આપે તેનું નામ યોગ. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા કૃત યોગવિંશિકાના સારને પ્રસ્તુત અષ્ટકમાં બહુ કુશળતાથી ગુંથી લેવાયો છે. (૨૮) નિયાગાષ્ટક - ઉત્તરાધ્યયન સૂત્રના બારમા અધ્યયનમાં ભાવનિયાગ = ભાવયજ્ઞનું સુંદર શબ્દચિત્ર રજુ થયું છે. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે સાધુ તો ભાવયજ્ઞમાં પરાયણ હોય. ભાવયજ્ઞનું સ્વરૂપ શું છે ? શી રીતે તેમાં પરાયણ થઈ શકાય ? એ પ્રસ્તુત અષ્ટકમાં વર્ણવ્યું છે. (૨૯) ભાવપૂજાન્ટક :- ટીકાકારશ્રીએ ભાવપૂજાનો અભુત અર્થ કર્યો છે - ભાવપૂજા = સ્વરૂપસાધના. ભાવપૂજામાં દયારૂપી પાણીથી સ્નાન કરવાનું છે, સંતોષરૂપી શુભ વસ્ત્રો ધારણ કરવાનો છે... ઈત્યાદિ સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ ભાવપૂજાનું સ્વરૂપ જણાવ્યું છે. (૩૦) ધ્યાનાષ્ટક :- ધ્યાન એ કેવળજ્ઞાનનું અનંતર સાધન છે. માટે આગમાદિ ગ્રંથોમાં તેનું ખૂબ મહાભ્ય વર્ણવ્યું છે. પ્રસ્તુત અષ્ટકમાં ધ્યાનના સ્વરૂપ આદિનો નિર્દેશ કર્યો છે. ધ્યાનકર્તાના વિશેષણોનો ઉપન્યાસ કરતાં ગ્રંથકારશ્રીએ એક વિશેષણ કહ્યું છે – પ્રશાન્તી 1 ટીકાકારશ્રી આ સ્થાને લખે છે - પ્રાન્ત પવીત્માનમાવતિ આત્મગુણોની અનુભૂતિ કરવાનો એક જ ઉપાય છે કે તમે પ્રશાન્ત બની જાઓ. આવી એકાદ પંક્તિ જ ટીકાકારશ્રીની લોકોત્તર પ્રતિભા અને અનુભવજ્ઞાનની પરિચાયિકા બની જાય છે. (૩૧) તપ અષ્ટક - જે કર્મોને તપાવીને ભસ્મીભૂત કરી દે તેનું નામ તપ. તપનું સ્વરૂપ, બાહ્ય-અભ્યતર તપની ઉપાદેયતા, જ્ઞાનયોગ, તપસૌર્ય, તપની આનંદરૂપતા, દુઃખાત્મક તપોવાદનિરાકરણ, શુદ્ધતપલક્ષણ, તપનો ઉપદેશ, આવા ગંભીર વિષયોને પ્રસ્તુત અષ્ટકમાં રસાળ શૈલિથી વણી લેવાયા છે. (૩૨) સર્વનયાશ્રયણ અષ્ટક - એકાન્તગ્રહ એ જ મિથ્યાત્વ છે. સર્વત્ર સાપેક્ષતા સમ્યગ્દર્શન છે. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સર્વનયાશ્રયણ આવશ્યક છે. ગ્રંથકારશ્રીએ તો “ચારિત્રી સર્વનયાશ્રિત થાય' - એમ કહેવા દ્વારા આચારાંગસૂત્રના – પં સર્પ નિ પાસણી તે મોri તિ પાસે - આ સૂત્રના તાત્પર્યને પણ સાથે સાથે જ ગુંથી લીધું છે. ટીકાકારશ્રીએ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧0 ભગવતીસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, સન્મતિ પ્રકરણ, ષોડશકપ્રકરણ, પંચવસ્તુક પ્રકરણ, ભવભાવના પ્રકરણ, અષ્ટકપ્રકરણ, ઉપદેશમાલા આદિ ગ્રંથોના સંદર્ભે ટાંકીને પ્રસ્તુત અષ્ટકની ટીકાને અતિ સમૃદ્ધ બનાવી છે. ગ્રંથકારશ્રીની પ્રશસ્તિ “શિખર પર કળશ ને કળશ પર ધજા' - આ ઉક્તિની યાદ અપાવ્યા વિના રહેતી નથી. આલંબન ઉત્કૃષ્ટ છે પણ તેનાં રહસ્યો અને તાત્પર્યોને પામવા માટે બુદ્ધિ પણ ઉત્કૃષ્ટ જોઈએ ને? નહીં તો પેલા સરદારજી જેવી દશા થાય. પ્રસ્તુત ગ્રન્થ ઉપર સરળ ગુજરાતી વિવેચનની એક અનિવાર્ય આવશ્યકતા હતી, વિદ્વર્ય શ્રી ધીરૂભાઈએ આ આવશ્યકતાની પૂર્તિ કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે જે આજે પૂર્ણતાને પામ્યો છે એ અત્યન્ત આનંદનીય છે. વિષયની ગંભીરતા, મૂળ ગ્રન્થની ઘણી અશુદ્ધિ, નયોની જટિલ પ્રરૂપણા, આવાં અનેક પાસાઓ જોતાં આ ગ્રન્થનું ગુજરાતી વિવેચન લખવું એમાં પણ સરળ શૈલિને જાળવી રાખવી, એમાં પણ ગાથાર્થ અને વિશેષાર્થ દ્વારા અર્થને મહત્તમ વ્યાસ આપવો... આ બધું ખરેખર એક પડકાર રૂપ હતું, આમ છતાં સરે દિપીટ્યો, પ્રસાદ શૂરાશ સરે ' એ ન્યાયથી શ્રી ધીરૂભાઈએ આ પડકારને ઝીલી લીધો. એટલું જ નહીં બલ્બ ખુબ સારી રીતે આ કાર્યને પાર પાડવા પ્રયત્ન કર્યો એ બદલ તેમને શતશઃ ધન્યવાદ ઘટે છે. વિષમસ્થાનોની સમજૂતિ તથા સંશોધનનો લાભ આપી તેમણે મને આનંદનીય સ્વાધ્યાયની તક આપી છે તે બદલ હું તેમનો આભારી છું. આ વિકટ કાર્યમાં મારાથી કોઈ ક્ષતિ રહી હોય - જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીનું આ નજરાણું સૌને કેવલજ્ઞાનનું નિમિત્ત બને એ જ શુભાભિલાષા સાથે વિરમું છું. Buybill Watu walimu કારતક વદ-૬, વિ.સં. ૨૦૬૭, સૂરિ પ્રેમ ૧૧૧ મો દીક્ષાદિન, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત પ્રાચીન આગમોદ્ધારક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ Page #12 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના સારને મેળવીએ આ. વિજય મુનિચન્દ્રસૂરિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ની અનૂઠી કૃતિ જ્ઞાનસાર, વિ.સં. ૧૭૧૧ ના દીપાવલી પર્વે સિદ્ધપુરમાં રચાયેલી આ કૃતિ શ્રી સંઘમાં ઘણી જાણીતી છે. એના અનુવાદો, પદ્યાનુવાદો, વિવેચનો પણ ઘણાં થયાં છે. જ્ઞાનસાર ઉપર સ્વોપક્ષ ટબ્બો પણ રચાયો છે. જ્ઞાનસાર ઉપર ટીકા રચનારા શ્રીમદ્ દેવચન્દ્રજી પહેલા છે. વિ.સં. ૧૭૯૫ ના જ્ઞાનપાંચમના દિવસે નવાનગર (જામનગર)માં રચાયેલી આ ટીકા ખજાના જેવી છે. એક તો ગ્રંથકાર અધ્યાત્મ યોગી અને એના ઉપર ટીકા રચનાર એવા જ સમર્થ અધ્યાત્મયોગી. ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં જ્ઞાનનો સાર તથા અનુભવનો નિચોડ ઠાલવી દીધો છે. તો ટીકાકારશ્રીએ ખજાનાના રત્નોની પરખ કરી છે. શ્રીમદ્ દેવચન્દ્રજી અત્યારે મહાવિદેહમાં કેવલી થઈ વિચરી રહ્યા હોવાનું મનાય છે. એટલે એમની આ રચના કેવલજ્ઞાનના કિનારે બેઠેલા એક વિશિષ્ટ મહાપુરુષની દેણ કહેવાય. જ્ઞાનમંજરીનું પ્રથમ પ્રકાશન આ. બુદ્ધિસાગરસૂરિજી મ.શ્રીએ ‘શ્રીમદ્ દેવચન્દ્ર' માં કરાવેલું. એ પછી અનેક હસ્તપ્રતોનો ઉપયોગ કરી શુદ્ધીકરણનો પુરુષાર્થ સા. દિવ્યગુણાશ્રીએ કર્યો છે. સૂરત કૈલાસનગર જૈન સંઘ દ્વારા એનું પ્રકાશન વિ.સં. ૨૦૬૪ માં થયું છે. આમ છતાં આ જ્ઞાનમંજરી ઉપર ગુજરાતી વિવેચનની આવશ્યકતા હતી જ. પં. ધીરુભાઈના પ્રસ્તુત વિવેચનથી આ આવશ્યકતા પૂર્ણ બને છે. પં. ધીરૂભાઈ અડધી સદીથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. એમની અધ્યાપન કુશળતા જાણીતી છે. વિદેશના તત્ત્વપ્રેમીઓને પણ તેઓ સુંદ૨ અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીની અપેક્ષાઓ, આવશ્યકતાઓને તેઓ બરોબર સમજી શકે છે. એટલે તેઓનાં ઘણાં વિવેચનો લોકાદર પામ્યાં છે. આ વિવેચન પણ જ્ઞાનમંજરીમાં દર્શાવેલા ભાવોને સમજવામાં અતિશય ઉપયોગી બનશે. રત્નાકર જેવા આ ગ્રંથમાંથી સહુ પોતપોતાની કક્ષા મુજબ ગાગરને ભરી આત્મકલ્યાણને વરે એ જ મંગળ કામના... લિ. આ. વિજય મુનિચન્દ્રસૂરિજી Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના : પપ્પા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ભારતની ભૂમિ એ મહાન આર્યભૂમિ છે. જે આર્યભૂમિ ઉપર અનેક સપુરુષો અને સતી સ્ત્રીઓ જન્મ્યા છે અને જન્મે છે. શ્રી તીર્થકર ભગવંતો, સામાન્ય કેવલીભગંવતો, ચૌદ પૂર્વધરો, ગીતાર્થ આચાર્ય મહારાજાઓ અને અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો વગેરે ઘણા મહાત્માઓ આ ભૂમિ ઉપર થયા છે અને થાય છે. આખા કુટુંબ સાથે સંયમ સ્વીકારતા હોય એવા ત્યાગી આત્માઓ આ ભૂમિ ઉપર જોવા મળે છે. ત્યાગ, તપ, વૈરાગ્ય અને અધ્યાત્મનો વારસો તો જાણે આ જ ભૂમિ ઉપર પ્રાપ્ત થયો છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને જાપાન આદિ અન્ય દેશો ભલે ભૌતિક રીતે સમૃદ્ધિશીલ હોય પણ આધ્યાત્મિકતામાં તો સર્વત્ર શૂન્યાગાર જ છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તો આ જ દેશની ભૂમિના સંસ્કારથી જ થઈ છે અને થાય છે. આ ભૂમિએ ઘણા સંતો આપ્યા છે. આ ભારતની ભૂમિ ઉપર ગુજરાત દેશમાં મહેસાણા પાસેના કનોડા ગામમાં લગભગ ત્રણસો નેવું વર્ષો પૂર્વે ગ્રન્થકારશ્રી યશોવિજયજી મ.શ્રીનો જન્મ થયો. જસવંત એવું નામકરણ થયું, વિક્રમ સંવત ૧૬૮૮ માં પાટણમાં દીક્ષા થઈ, યશોવિજયજી નામ રાખવામાં આવ્યું, સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો, અમદાવાદમાં શતાવધાન કરી શાસનશોભા વધારી, ધનજી સુરાના આગ્રહથી ન્યાયશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસ અર્થે ગુરુ મહારાજ શ્રી નયવિજયજીની સાથે કાશી તરફ વિહાર કર્યો, કાશીમાં અને આગ્રામાં બ્રાહ્મણ વિદ્વાનો પાસે ન્યાયશાસ્ત્રાદિનો સુંદર અભ્યાસ કર્યો, ત્યાંના બ્રાહ્મણ પંડિતો દ્વારા ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી પામ્યા. તથા બ્રાહ્મણ પંડિતોમાં ઘણું માન અને ગૌરવ મેળવ્યું. ત્યારબાદ વિહારકરી રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યા. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે અનેક નાના-મોટા પ્રાકરણિક ગ્રન્થો બનાવ્યા. ગુજરાતી ભાષામાં પણ કાવ્યરૂપે ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્યગુણ પર્યાયનો રાસ, અઢાર પાપસ્થાનકની સઝાય, આઠ દૃષ્ટિની સઝાય, સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, અમૃતવેલની સઝાય વગેરે નાનાં-મોટાં અનેક અનુપમ અને અજોડ કાવ્યો બનાવ્યાં. શુદ્ધ આત્મતત્ત્વનો યત્કિંચિત્ અનુભવ કરાવતો અને મોહના વિષને ઉતારવામાં ગાડિક મંત્ર સમાન “જ્ઞાનસાર” નામનો એક મહાન આધ્યાત્મિક ગ્રન્થ પણ બનાવ્યો. આ ગ્રન્થમાં શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો સાર શું પ્રાપ્ત કરવો તે સમજાવાયું છે તથા આ ગ્રન્થના અભ્યાસથી અભ્યાસક જીવોમાં અધ્યાત્મદશાની પ્રાપ્તિ, સ્વભાવદશાની સન્મુખતા, Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિભાવદશાની પરાઠુખતા, વૈરાગ્યની વૃદ્ધિ, શુદ્ધ આત્મતત્વનો અનુભવ, આત્મગુણોની જ રમણતા, દેહ અને દેહીની ભેદબુદ્ધિ, સ્વતત્ત્વનું યથાર્થ ભાન, જ્ઞાન-ક્રિયાની પરસ્પર સાપેક્ષતા, નિશ્ચય-વ્યવહારનો સમન્વય અને સંવેગ-નિર્વેદ ભાવવાળી શુદ્ધ આત્મતત્ત્વની પરિણતિની જનતા આવા પ્રકારના અપૂર્વ અપરિમિત ભાવો પ્રગટ થાય તેવા ભાવવાળી આ ગ્રન્થરચના છે. આ ગ્રન્થને વારંવાર જે ભણે-ગણે અને સાંભળે તે જ તેના તત્ત્વને સમજે અને સાચા તત્ત્વને પામે. પૂજય ગ્રન્થકર્તા શ્રી યશોવિજયજી મ.શ્રીનું જીવનચરિત્ર અને પ્રકાશિત કરેલા દ્રવ્યગુણ પર્યાયના રાસમાં સવિશેષ પ્રકાશિત કર્યું છે. માટે અહીં ફરીથી લખતા નથી, ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર ગ્રન્થકારે પોતે જ ગ્રન્થના ભાવાર્થને સૂચવતો એક ગુજરાતી ભાષામાં ટબો બનાવ્યો છે તથા પૂજ્ય ગંભીરવિજયજી મ. કૃત સંસ્કૃત ટીકા પણ છે તથા પૂજય આ. ભગવંત શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીનું કરેલું ગુજરાતી વિવેચન અને પંડિત રમણભાઈ સી. શાહનું કરેલું વિવેચન હાલ પ્રસિદ્ધ છે તથા આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર “જ્ઞાનમંજરી” નામની સંસ્કૃત ટીકા પૂજ્ય શ્રી દેવચન્દ્રજીએ બનાવી છે. આ ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી છે. છતાં વિશેષ ઉપયોગી છે. જ્ઞાનસારાષ્ટકની મઘમઘતી અતિશય સુગંધને ચોતરફ ફેલાવનાર અને વાતાવરણના માહોલને આત્મતત્ત્વની વિશિષ્ટ પ્રેરણા દ્વારા સ્વભાવ સન્મુખ કરનારી આ ટીકા છે. તેથી તે જ્ઞાનમંજરીનો ગુજરાતી અનુવાદ અમે લખ્યો છે અને તેને આ ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે. “સાર” શબ્દથી અંકિત રચના કરવાની પદ્ધતિ પૂર્વકાળથી ચાલી આવતી હોય એમ લાગે છે. લોકસારાધ્યયન, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર, તત્ત્વસાર, પ્રવચનસારોદ્ધાર, ઈત્યાદિ અનેક ગ્રન્થો સાર શબ્દથી જોડાયેલા છે. તેને અનુસરીને પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રીની રચનામાં પણ જ્ઞાનસાર, અધ્યાત્મસાર નામના ગ્રન્થો જોવા મળે છે. પૂજય હરિભદ્રસૂરિજીના ગ્રન્થોમાં સમુચ્ચય શબ્દ જોવા મળે છે. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય, પદર્શન સમુચ્ચય વગેરે. તથા ટીકાગ્રન્થોમાં “મંજરી” શબ્દ જોવા મળે છે. જેમકે સ્યાદ્વાદમંજરી, જ્ઞાનમંજરી ઈત્યાદિ. ...........જ્ઞાનસારાષ્ટકની ગરિમા • • ૩૨ અષ્ટકોનો બનેલો આ ગ્રન્થ છે. તે અનેક ચમત્કૃતિઓનો ખજાનો છે. પ્રત્યેક શ્લોકમાં અદ્ભુત મીઠાશ અને મધુર ટકોર ટંકારાયેલી છે. સાચા આત્માર્થી જીવની દૃષ્ટિ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બદલાયા વિના રહે જ નહીં. અનાદિ કાલીન મોહવાસનાના ઝેરીલા વાતાવરણમાંથી આ જીવ અવશ્ય યુ-ટર્ન લે જ, પરિણતિની ધારા બદલાય જ, સંસારી ભાવોમાં રસને બદલે ખેદ ઉત્પન્ન થાય અને નિરસતા વધતી જાય, શુદ્ધ આત્મતત્ત્વ તરફનો વળાંક શરૂ થાય, શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાની લગની લાગે, સંસારનાં સુખો પણ ઉપાધિભૂત અને હેય લાગે. નિર્મળ બુદ્ધિનો વિકાસ થાય. આવા પ્રકારના ચમત્કારિક ભાવો સર્જે એવી આ ગ્રન્થરચના છે. વારંવાર નિરંતર શ્લોકો ગાવાનું, રટન કરવાનું અને કંઠસ્થ કરવાનું જ મન થાય તેવી સુંદર શૈલી છે. અનુપમ અનુષ્ટુપ છંદ, મીઠા મધુરા શબ્દો, સરળ અર્થો, આત્મસ્પર્શી ભાવો, પૂર્ણપણે ખીલેલી અધ્યાત્મદશામાંથી પ્રગટેલી શબ્દરચના, પરસ્પર કાર્યકારણભાવથી ભરેલી અષ્ટકશૈલી, આવી આવી અનેક ચમત્કૃતિઓનો ભંડાર આ ગ્રન્થમાં છે. વિશેષ તો આ ગ્રન્થને જે ભણશે તેને જ તે ગ્રન્થની ગરિમા સમજાશે. જ્ઞાનસારમાં ચમત્કારિક સુવાક્યો જ્ઞાનસારાષ્ટકના લગભગ બધા જ શ્લોકો મનને વૈરાગ્યથી મુગ્ધ કરે, મોહદશાની ઘેરી મૂર્છાનો નાશ કરે તેવા ચમત્કારિક સુવાક્યોથી ભરેલા છે. બે-ચાર નમુના અહીં ટાંકીએ છીએ, કેવા કેવા આત્મસ્પર્શી ભાવો તેમાં ભર્યા છે ? (૧) ધન-ધાન્યાદિ પરદ્રવ્યની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે, તે સગા-સ્નેહીઓના માગી લાવીને પહેરેલા દાગીના તુલ્ય છે કારણ કે નાશવંત છે. અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે તે સ્વાભાવિક છે અને પોતાના કમાયેલા કિંમતી રત્નોના દાગીના તુલ્ય છે. કારણ કે સદા રહેનાર છે. (૧-૨) (૨) પરમાં સ્વબુદ્ધિ કરનારા અને તેનાથી અહંકારી બનેલા રાજાઓ સદાકાળ પોતાની ન્યૂનતા જ દેખનારા છે. (સદાકાળ દુઃખી જ છે, ઈર્ષ્યાની આગથી બળ્યા જ કરે છે.) પરંતુ સ્વમાં સ્વબુદ્ધિ કરનારાને ઈન્દ્રથી પણ પોતાનામાં કમીના દેખાતી નથી. (તેથી સદા સંતોષી અને સુખી છે.) (૧-૭) (૩) જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના સાગર સમાન શુદ્ધ આત્મતત્ત્વમાં મગ્નતા પ્રગટી છે તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. (૨-૨) (૪) હું (અö) અને મારું (મમ) આ બન્ને મોહરાજાના મંત્રો છે તે જગતને અંધ બનાવે છે. જ્યારે તેની પૂર્વે ન જોડવામાં આવે છે ત્યારે તે (ના ં-ન મમ) મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. (વિરોધી મંત્ર બને છે.) (૪-૧) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૫) શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું અને જ્ઞાનગુણ એ જ મારું સ્વરુપ છે. આનાથી અન્ય હું કોઈ નથી અને મારું કંઈ નથી આવી વિચારણા કરવી એ જ મોહના નાશનું ઉત્તમશસ્ત્ર છે. (૪-૨) (૬) જેમ ભુંડ પ્રાણી વિષ્ટામાં જ (કાદવમાં જ) આનંદ માને છે તેમ અજ્ઞાની આત્મા અજ્ઞાનદશામાં જ આનંદ માને છે અને હંસ નામનું પ્રાણી જેમ સરોવરના નિર્મળ પાણીમાં મજા કરે છે તેમ જ્ઞાની આત્મા આત્મજ્ઞાનમાં જ મજા માણે છે. (પ-૧) (૭) આત્મજ્ઞાનદશા એ સમુદ્ર વિના ઉત્પન્ન થયેલું અમૃત છે. ઔષધો વાટ્યા વિના બનાવેલું રસાયણ છે અને બાહ્ય ભૌતિક સંપત્તિની અપેક્ષા વિનાનું પરમ ઐશ્વર્ય છે આમ જ્ઞાની પુરુષો કહે છે. (પ-૮) (૮) હે આત્મા ! જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષપ્રાપ્તિને ઈચ્છતો હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવા પુરુષાર્થ કર. (૭-૧) (૯) પતંગીયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ આ પાંચ પ્રાણીઓ એક-એક ઈન્દ્રિયની આસક્તિથી (દોષથી) જો મૃત્યુ પામ્યા છે તો જે આત્મા પાંચે ઈન્દ્રિયોને પરવશ છે તેની તો દશા જ કેવી થાય? (૭-૭) (૧૦) પુદ્ગલદ્રવ્ય પુદ્ગલદ્રવ્યની સાથે જોડાય અને આત્મા આત્મતત્ત્વની સાથે જોડાય તે ઉચિત છે. પરંતુ પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનવી તે મિથ્યા-ભ્રમમાત્ર છે. જ્ઞાની આત્માને પરદ્રવ્યથી તૃપ્તિ માનવી ઉચિત નથી. (૧૦-૫) (૧૧) પરદ્રવ્યની સ્પૃહા કરવી એ જ મહાદુઃખ છે અને પરદ્રવ્યની સ્પૃહારહિતતા એ જ મહાસુખ છે. આમ સંક્ષેપમાં મહાત્મા પુરુષોએ સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે. (૧૧-૮) આમ આવા પ્રકારની ચિત્તમાં ચમત્કાર સર્જાવતી અનેક વાતો આ ગ્રન્થમાં કંડારાઈ છે. જાણે વાંચ્યા જ કરીએ વાંચ્યા જ કરીએ, ક્યારેય તૃપ્તિ ન થાય, પુસ્તક છોડવાનું મન જ ન થાય, આમ અમૃતરસનો આ મહાસાગર છે. ચિત્તને સચોટ લાગી આવે, આશ્ચર્ય ઉત્પન્ન કરે, ચમત્કાર સર્જે, આત્મિક આનંદ આપે, મોહદશા પાતળી પાડે, સ્વભાવદશાનો ઉઘાડ કરાવે એવી ભવ્ય અને ઉત્તમ આ કૃતિ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ .........જ્ઞાનસાર ઉપરની જ્ઞાનમંજરી “જ્ઞાનસાર” ઉપર બીજી ટીકાઓ અને વિવેચનો છે પરંતુ “જ્ઞાનમંજરી” નામની ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી તથા વિશાળ અર્થથી ભરેલી છે. દરેક અષ્ટક અષ્ટકે સાત નયોથી અને ચારે નિક્ષેપાઓથી તે તે વિષયની સુવિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાસંગિક બીજા બીજા ભાવો પણ ઘણા આલેખ્યા છે. જેમકે કમ્મપયડમાં આવતાં સંયમસ્થાનોની પ્રરૂપણા તથા પડુસ્થાનની પ્રરૂપણા, છ કારકની પ્રરૂપણા, યોગસ્થાનકોમાં આવતી વર્ગણા અને સ્પર્ધકોની પ્રરૂપણા વગેરે વિષયો સૂક્ષ્મતાથી ચર્ચા છે. “જ્ઞાનમંજરી” ની જુદા જુદા જ્ઞાનભંડારોની ઘણી ભિન્ન ભિન્ન હસ્તલિખિત તથા પ્રકાશિત થયેલી પ્રતો છે. પરંતુ દરેકમાં ઘણી અશુદ્ધિ દેખાય છે. એટલે સાચો અર્થ કાઢવો ઘણો મુશ્કેલ છે. પરંતુ પૂજયપાદ આચાર્ય મ. શ્રી ઓંકારસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદિના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ. શ્રી રમ્ય રેણુના શિષ્યા પૂ. દિવ્યગુણાશ્રીજી મહારાજશ્રીએ ઘણી પ્રતો ભેગી કરીને, પરસ્પર પાઠો મેળવીને, છેલ્લા ૪-૫ વર્ષના અતિશય પ્રયત્નપૂર્વક ઘણું સંશોધન કરીને હમણાં જ વિક્રમ સંવત ૨૦૬૪ ના વર્ષમાં જે પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો મુખ્યતાએ આધાર લઈને અમે આ જ્ઞાનમંજરી ટીકા તથા તેનું વિવેચન તૈયાર કર્યું છે. આ અવસરે આ સમુદાયનાં સર્વે સાધુભગવંત અને સાધ્વીજી ભગવંતોનો તથા પૂજય શ્રી દિવ્યગુણાશ્રીજી મ.સાહેબનો ઘણો જ આભાર સ્વીકારું છું અને તે સર્વેનો ઉપકાર માનું છું કે જે મારે શુદ્ધિકરણ કરવાની ઘણી મહેનત કરવી પડત, તે ઘણી ઓછી કરી નાખી. તેઓએ શુદ્ધિકરણનું આ કાર્ય કરવામાં ઘણી મહેનત કરી છે. ...............જ્ઞાનમંજરીના કર્તા, સમય અને સ્થાન “જ્ઞાનસાર” ઉપર રચાયેલી જ્ઞાનમંજરી એ એક અદ્ભુત ટીકા ગ્રન્થ છે. તેના કર્તા ખરતરગચ્છીય ઉ. શ્રી દીપચંદ્રજીના શિષ્ય, પૂજ્ય શ્રી દેવચંદ્રજી છે. જેઓ દ્રવ્યાનુયોગના તથા જૈન આગમગ્રન્થોના સારા અભ્યાસી હતા. આ ટીકા વિક્રમ સંવત ૧૭૯૬મા વર્ષમાં કારતક સુદ પાંચમના દિવસે જામનગરમાં રચાઈ છે તેવો ઉલ્લેખ તેમના જીવનચરિત્રમાંથી મળે છે. આ મહાપુરુષે પરમાત્માની ભક્તિ રૂપે ૨૪ સુંદર સ્તવનો પણ રચ્યાં છે. જે દેવચંદ્રજીની ચોવિશી એ નામે પ્રસિદ્ધ છે. તેઓનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પ્રમાણે છે. જ્ઞાનમંજરીના કર્તાનું જીવનચરિત્ર રાજસ્થાન (મારવાડ)ના બીકાનેર નગરની પાસે આવેલા “ચંગ” નામના ગામમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ઓસવાલ વંશના સુશ્રાવક “તુલસીદાસ” શાહ રહેતા હતા, તેમને “ધનબાઈ” નામે સુસંસ્કારી ધર્મપત્ની હતાં, ધનબાઈ જ્યારે સગર્ભા હતાં ત્યારે પૂજય ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મ. શ્રી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ યુગલ ધર્મવૃત્તિવાળુ હતું તેથી ગુરુજીનું વ્યાખ્યાન સાંભળવા દરરોજ નિયમિત ઉપાશ્રયે જતું, ધર્મની ભાવનાથી વાસિત હતું અને વધારે વાસિત બન્યું. મહારાજશ્રીની પાસે એવી પ્રતિજ્ઞા લીધી કે “જો અમને પુત્રરત્ન પ્રાપ્ત થશે” તો અવશ્ય તેને અમે જિનશાસનને સમર્પિત કરીશું. ઉત્તમકુલમાં જન્મેલા જીવોના કેવા સંસ્કાર હોય છે? અને કેવી સુંદર ભાવના હોય છે? ધનબાઈના ગર્ભની વૃદ્ધિ થતાં શુભ સ્વપ્નો આવવા લાગ્યાં, એક વખત ધનબાઈએ સ્વપ્નની અંદર પોતાના મુખમાં પ્રવેશ કરતો ચંદ્ર જોયો, સ્વપ્ન બરાબર ધનબાઈએ યાદ રાખ્યું. થોડાક સમયમાં ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી વિચરતા વિચરતા તે ગામમાં પધાર્યા. આ દંપતીએ આ આચાર્ય મહારાજશ્રીને તે સ્વપ્નનું ફળ પૂછ્યું, આચાર્યમહારાજે સ્વપ્ન શાસ્ત્રના આધારે તે સ્વપ્નનું આ પ્રમાણે ફળ કહ્યું, “તમારે ત્યાં જન્મ પામનાર બાળક મહાપુરુષ થશે, કાં તો છત્રપતિ રાજા-મહારાજા થશે અથવા દીક્ષા સ્વીકારીને મહાયોગી પુરુષ થશે.” સમય જતાં વિક્રમ સંવત ૧૭૪૬ માં ધનબાઈએ ચંદ્ર જેવા ઉજ્જવલ પુત્રરત્નને જન્મ આપ્યો અને સ્વપ્નને અનુસાર કુટુંબીઓએ તે બાળકનું નામ “દેવચંદ્ર” રાખ્યું. .....દીક્ષાકાળ અને શાસ્ત્રાભ્યાસ આ દેવચંદ્ર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી વાચક ત્યાં પધાર્યા. આ દંપતીએ તે સમયે કરેલી પોતાની પ્રતિજ્ઞા મુજબ બાળ દેવચંદ્રને ગુરુજીના ચરણોમાં સમર્પિત કર્યો, બે વર્ષ ગુરુજીએ પોતાની પાસે રાખ્યો, ઉત્તમ આત્મા તો હતો જ, ગુરુજીએ તેને વધારે વધારે મઠારીને તૈયાર કર્યો તથા વૈરાગ્યથી વાસિત કર્યો અને સમય પાકતાં વિક્રમ સંવત ૧૭પ૬ માં દસ વર્ષની વયે દેવચંદ્રને તેની પોતાની ભાવનાને અનુસારે દીક્ષા આપી, થોડાક સમય પછી આચાર્યશ્રી જિનચંદ્રજીએ વડદીક્ષા આપી, તેમનું “રાજવિમલ” નામ રાખ્યું, પરંતુ તેઓ “દેવચંદ્રજી” આવા પ્રાચીન નામે જ પ્રસિદ્ધ થયા. તેમના ગુરુનું નામ શ્રી દીપચંદ્ર વાચક હતું. આ પ્રમાણે મુનિપણામાં વિચારવા લાગ્યા અને શાસ્ત્રાભ્યાસમાં તથા આત્મસાધનામાં લીન બન્યા. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કેટલાક સમય પછી શ્રી રાજસાગરજી વાચકે આ બાલ મુનિ દેવચંદ્રની યોગ્યતા જોઈને “સરસ્વતી મંત્ર” આપ્યો, દેવચંદ્રજીએ બેલાડા ગામમાં જઈને રમણીય એવા વેણાનદીના કાંઠે ભૂમિગૃહમાં (ભોંયરામાં) રહીને આ મંત્રની સાધના કરી, પોતાના પુણ્યોદયે સરસ્વતી પ્રસન્ન થયાં અને તેમની જીભ ઉપર વસવાટ કર્યો. આ સરસ્વતી દેવીની પ્રસન્નતાથી પડાવશ્યકસૂત્ર, જૈનેતરદર્શનના ૧૮ કોષ, કૌમુદી-મહાભાષ્યાદિ વ્યાકરણ, પિંગલા સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યકબૃહદ્રવૃત્તિ, શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય વગેરે ગ્રન્થોનો અલ્પસમયમાં સુંદર અભ્યાસ કર્યો તથા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીના બનાવેલા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના બનાવેલા અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના બનાવેલા ગ્રન્થોનો સવિશેષ અભ્યાસ કર્યો તથા છ કર્મગ્રંથો, કમ્મપડિ, પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસ તથા આચારાંગ આદિ આગમિક ગ્રન્થોનો પણ સુંદર અભ્યાસ કર્યો અને સારા વિદ્વાન પંડિત થયા તથા સાથે સાથે કવિરાજ પણ થયા. ..............શ્રી દેવચંદ્રજીની ગુરુપરંપરા ખરતરગચ્છમાં ૬૧મી પાટે શ્રી જિનચંદ્રસૂરિજી થયા. જેઓ શાસનપ્રભાવક હતા અને સમ્રાટુ અકબર બાદશાહ ઉપર પ્રભાવવાળા હતા. (એટલે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના કાળમાં એટલે આશરે ૧૫મા સૈકામાં શ્રી જિનેશ્વરસૂરિજી થયા.) તેઓએ “યુગપ્રધાન”નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમના શિષ્ય પુણ્યપ્રધાનજી થયા, તેમના શિષ્ય સુમતિસાગરજી થયા, જેઓ વિદ્યાવિશારદના બીરુદને પામ્યા હતા. તેમના શિષ્ય સાધુરંગજી થયા, તેમના શિષ્ય રાજસાગરજી થયા કે જેઓની પાસે માતપિતાએ જો “અમારે પુત્રરત્ન જન્મશે તો જૈનશાસનને સમર્પિત કરીશું” એવી પ્રતિજ્ઞા લીધી હતી. તે રાજસાગરજીના શિષ્ય જ્ઞાનધર્મપાઠક થયા અને તે જ્ઞાનધર્મપાઠકના શિષ્ય શ્રી દીપચંદ્રપાઠક હતા કે જેઓ દેવચંદ્રજીના ગુરુ હતા. અર્થાત્ શ્રી દીપચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી દેવચન્દ્રજી હતા કે જેઓએ આ જ્ઞાનમંજરી નામની સંસ્કૃત ભાષામાં જ્ઞાનસારની ટીકા બનાવી. આવા પ્રકારની ગુરુપરંપરા તેઓએ પોતે જ જ્ઞાનમંજરીના અંતે પ્રશસ્તિરૂપે લખી છે. ......વિહાર-ગ્રન્થસર્જન અને શાસન પ્રભાવના આચાર્યદેવ શ્રી જિનચંદ્રસૂરિજીના આદેશથી શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ ના વૈશાખ માસમાં મુલતાનમાં (પંજાબમાં) વિહાર કર્યો, અને ત્યાં “ધ્યાન દીપિકા ચતુષ્પદી” નામનો ગ્રન્થ બનાવ્યો, તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે – Page #20 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ સંવત લેશ્ય રસને વાર શેયપદાર્થ (૧૭૬૬) વિચારોજી ! અનુપમ પરમાતમપદ ધારો, માધવમાસ ઉદારોજી // ખરતર આચારજ ગચ્છાધારી, જિનચંદ્રસૂરિ જયકારીજી તસુ આદેશ લહી સુખકારી, શ્રી સુલતાન મઝારીજી || ધ્યાન દીપિકા એહવો નામો, અરથ અછે અભિરામો જી. રવિશશિ લગી ધિરતા એ પામી, દેવચંદ્ર કહે આમોજી . શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ નું ચાતુર્માસ બીકાનેર (રાજસ્થાનમાં) કર્યું, અને વિક્રમ સંવત ૧૭૬૭ ના પોષ માસમાં “દ્રવ્યપ્રકાશ” નામનો ગ્રન્થ સાત ભાષામાં બનાવ્યો. (તે કાલે વય ૨૧ વર્ષની). તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે – અન્ય મત સૌ અરૂંદ, બંધત હે દેવચંદ્રા એસે જૈન આગમમેં, દ્રવ્યપ્રકાશ હૈ || વિક્રમ સંવત માન યહ ભય લેશ્યા કે ભેદ શુદ્ધસંયમ અનુમોદિએ કરી આશ્રવકો છેદ // (૧૭૬૭) ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૪ માં શ્રી રાજસાગરવાચક તથા ૧૭૭૫ માં શ્રી જ્ઞાનધર્મ પાઠક આ બન્ને વડીલ ગુરુઓ સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી મોટા કોટમરોટમાં (રાજસ્થાનમાં) ચાતુર્માસ કર્યું. ત્યાં વિક્રમ સંવત ૧૭૭૬ ના ફાગણ માસમાં પોતાના અત્યન્ત સહાયક મિત્ર એવા દુર્ગાદાસના આત્મકલ્યાણ અર્થે “આગમસારોદ્ધાર” નામના ગ્રન્થની રચના કરી. આ વાત તેઓએ પોતે જ સ્વહસ્તે તે ગ્રંથમાં જણાવી છે. તે આ પ્રમાણે આગમ સારોદ્ધાર યહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ / ગ્રન્થ કીનો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસકૂપ | કર્યો ઈહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભચિત્ત ! સમજાવન નિજ મિત્તલુ, કિીનો ગ્રન્થ પવિત્ત છે. સંવત સિત્તર છિદત્તરે, મન શુદ્ધ ફાગણ માસ | મોટે કોટમરોટમેં, વસતા સુખ ચોમાસ છે ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૭ માં પાટણ (ગુજરાત) માં પધાર્યા. ત્યાં પૂર્ણિમા ગચ્છના નગરશેઠ શ્રીમાળી વંશીય શ્રાવક દોશી તેજશી જેતસીએ પૂર્ણિમા ગચ્છના આચાર્ય શ્રી ભાવપ્રભસૂરિજીના ઉપદેશથી સહગ્નકુટ જિનબિંબ ભરાવીને તેમની પાસે જ પ્રતિષ્ઠા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કરાવી હતી. તે વખતે તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા. પણ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે શ્રી દેવચંદ્રજીએ સહસ્રકુટમાં આવતા ૧૦૨૪ જિનનાં નામો ગણાવતાં બન્ને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલસૂરિજી વચ્ચે) પ્રીતિ-મૈત્રી વૃદ્ધિ પામી હતી. તે બન્નેએ સાથે મળીને આનંદઘન ચોવીશીમાં છેલ્લા બે સ્તવનો રચ્યાં છે. ત્યારબાદ શ્રીમદ્ દેવચંદ્રજીએ અનેક ભવ્ય પ્રતિષ્ઠાઓ અને તેના મહોત્સવો કરાવ્યા, તથા ક્રિયોદ્વાર પણ કર્યો, તેમાં અપરિગ્રહતાને સવિશેષ પ્રધાનતા આપી. ત્યારબાદ રાજનગરમાં (અમદાવાદમાં) આવી નાગોરી શાળામાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી અને તત્રસ્થ ઢુંઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવી નવું ચૈત્ય કરાવી તેમાં પ્રતિમાજીની સ્થાપના કરાવી. વિક્રમ સંવત ૧૭૭૯ માં ખંભાત ચાતુર્માસ કર્યું. પછી શત્રુંજય પધાર્યા, ત્યાં તીર્થ ઉપર નવાં ચૈત્ય કરાવ્યાં તથા કેટલાક જુનાં તીર્થોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. તેના દ્વારા શત્રુંજયતીર્થનો મહિમા વધાર્યો ત્યાર પછી શ્રી દેવચંદ્રજી અમદાવાદ આવ્યા અને ત્યાંથી સુરત પધાર્યા. વિક્રમ સંવત ૧૭૮૫-૧૭૮૬-૧૭૮૭ માં પાલીતાણામાં પ્રતિષ્ઠાનું કાર્ય કરીને પુનઃ રાજનગરમાં (અમદાવાદમાં) આવીને ચાતુર્માસ કર્યું. ત્યાં શાન્તિનાથની પોળમાં સહસ્રફણાની પ્રતિષ્ઠા કરાવી અને સમવસરણની પ્રતિષ્ઠા વખતે પણ તેઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૮૮ માં શત્રુંજય તીર્થ ઉપર શ્રી કુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે શ્રી દેવચંદ્રજી પોતાના ગુરુ શ્રી દીપચંદ્રપાઠકની સાથે ઉપસ્થિત હતા, તે જ વર્ષે તેમના ગુરુ શ્રી દીપચંદ્ર પાઠક સ્વર્ગે સિધાવ્યા. અમદાવાદમાં રત્નસિંહ ભંડારી સુબાના ઈષ્ટ પ્રિયમિત્ર આણંદરાયને ધર્મચર્ચામાં જિતવાથી રત્નસિંહ સુબો દેવચંદ્રજી ઉપર ખુશ હતો તે પણ ત્યાં પાલીતાણા વંદન કરવા આવ્યો હતો. તથા ત્યાં ફાટી નીકળેલા મૃગી નામના ઉપદ્રવને પણ મહાજનોની વિનંતિથી શ્રી દેવચંદ્રજીએ શમાવ્યો હતો, આવા પ્રકારની પ્રભાવકતા તે મહાત્મામાં પ્રવર્તતી હતી. ધોળકાવાસી શ્રાવક જયચંદ શેઠની પ્રેરણાથી એક વિષ્ણુયોગીને પણ શ્રી દેવચંદ્રજીએ જૈનધર્મનો અનુરાગી બનાવ્યો હતો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૯૫ માં પાલીતાણામાં અને વિ.સં. ૧૭૯૬ અને ૧૭૯૭ માં જામનગરમાં (જામનગરના નવાનગર નામના પરામાં) સ્થિરતા કરી હતી. ત્યાં ઢુંઢકોને જિતીને બંધ થયેલ જિનપૂજાને પુનઃ ચાલુ કરાવી હતી. ત્યાં વિક્રમ સંવત ૧૭૯૬ ના કારતક સુદ ૧ ના દિવસે જામનગરમાં (નવાનગરમાં) વિચારસાર Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નામનો ગ્રન્થ અને કારતક સુદ પાંચમા દિવસે જ્ઞાનમંજરી નામનો ગ્રંથ પૂર્ણ કર્યો, તેની સાક્ષી રૂપે વિચારસાર ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે. जा जिनवाणी विजयइ, ताव चिरं चिट्ठउ इमं वयणं । नूतनपुरम्मि रइयं, देवचन्देण नाणट्टं ॥ *રસનિદ્દી સંખમાં॰ ( ૨૭૬૬ ) વૃત્તેિ, સિરોયમવલસ્ટ વવિવસે । आयत्थं उद्धरियो, समयसमुद्दाओ रुद्दाओ || ત્યારબાદ પરધરીના ઠાકોરને પ્રતિબોધીને શ્રી દેવચંદ્રજી પુનઃ પાલીતાણા તથા નવાનગરમાં પધાર્યા. પછી ૧૮૦૨-૧૮૦૩ માં રાણાવાવમાં સ્થિરતા કરી ત્યાંના રાણાનો ભગંદરવ્યાધિ મટાડ્યો. વિક્રમ સંવત ૧૮૦૪ માં ભાવનગરમાં આવીને ઢુંઢકમતના ઠાકરશીને મૂર્તિપૂજક બનાવ્યો તથા ત્યાંના રાજા ભાવસિંહજીને (જેના નામથી ભાવનગર નામ સ્થપાયું તેને) જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાળો બનાવ્યો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૦૫૧૮૦૬ માં લીંબડીમાં (ગુજરાતમાં) સ્થિરતા કરી અને લીંબડીના દેરાસરના મૂલનાયકની બન્ને બાજુએ બે દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. તથા ધાંગધ્રા અને ચૂડારાણપુરમાં પણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ધાંગધ્રામાં તેમને સુખાનંદજીનો મિલાપ થયો. વિક્રમ સંવત ૧૮૦૮ માં ગુજરાતથી સંઘ લઈને શત્રુંજય ગયા. ત્યાં વિશિષ્ઠ પૂજાઅર્ચના કરાવી. તેમાં શ્રાવક-શ્રાવિકા વર્ગે ઘણું સારું દ્રવ્ય ખર્યું. વિક્રમ સંવત ૧૮૦૯૧૮૧૦ ગુજરાતમાં સુરતમાં ચાતુર્માસ કર્યાં. વિક્રમ સંવત ૧૮૧૦ માં સુરતના શ્રી કચરાકીકા સંઘવીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો, તેમાં શ્રી દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય તીર્થ ઉપર જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી તેમાં કચરાકીકાએ તે કાળના ચલણ પ્રમાણે ૬૦,૦૦૦ સાએઠ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવીના સ્તવનમાં શ્રીમદ્ દેવચંદ્રજી કહે છે કે - સંવત અઢારસે ને દસ વરસે, સીત મૃગસીર તેરસીએ 1 શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલ્લસીએ ॥ કચરાકીકા જિનવરભક્તિ, રૂપચંદ ગુણવંતજી એ । જ્ઞાનાનંદિત ત્રિભુવનવંદિત, પરમેશ્વર ગુણલીના એ । દેવચંદ્રપદ પામે અદ્ભુત, પરમ મંગલ લયલીના એ । ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૧૧ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરાવી અને વઢવાણમાં ઢુંઢક શ્રાવકોને પ્રતિબોધ્યા, મૂર્તિપૂજક બનાવ્યા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ .વાચકપદપ્રદાન-શિષ્યપરંપરા-સ્વર્ગગમન વિક્રમ સંવત ૧૮૧૨ માં શ્રીમદ્ દેવચંદ્રજી રાજનગર (અમદાવાદ)માં પધાર્યા, ત્યારે તેમના ગચ્છાધિપતિએ તેમને વાચકપદ અર્પણ કર્યું. શ્રીમદ્ દેવચંદ્રજી વાચકવર અમદાવાદમાં દોશીવાડાની પોળમાં ડહેલાના ઉપાશ્રયે બીરાજતા હતા. ત્યારે વાયુપ્રકોપથી વમનાદિ વ્યાધિ થતાં પોતાના શિષ્યોને બોલાવી હિતશિક્ષા આપી. શ્રી દેવચંદ્રના મુખ્ય બે શિષ્યો હતા. (૧) શ્રી મનરૂપજી અને (૨) તર્કશાસ્ત્રના અભ્યાસી શ્રી વિજયચંદ્રજી. તે બન્નેને બે બે શિષ્યો હતા. મનરૂપજી દેવચંદ્રજી વિજયચંદ્રજી વક્તેજી રાયચંદજી રૂપચંદજી સભાચંદ્રજી વિક્રમ સંવત ૧૮૧૨ ના ભાદરવા વદી અમાવાસ્યાની રાત્રે એક પ્રહર પૂર્ણ થતાં દશવૈકાલિક તથા ઉત્તરધ્યયન સૂત્ર વગેરે સૂત્રોનું શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં શ્રી દેવચંદ્રજીએ દેહનો ત્યાગ કર્યો. અને સર્વ શ્રાવકોએ મહોત્સવપૂર્વક તેમના મૃતદેહનો હરિપુરામાં ઘણું દ્રવ્ય ખરચીને અગ્નિસંસ્કાર કર્યો. સર્વે મહાજનોએ મળી તેમના દાહસ્થળે સ્તૂપ કરાવી તેમની ચરણપાદુકા ત્યાં સ્થાપન કરી જે આજે પણ જોવા મળે છે. વિક્રમ સંવત ૧૭૪૩ માં તપાગચ્છીય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રી ડભોઈમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ ત્રણ વર્ષે ૧૭૪૬ માં શ્રી દેવચંદ્રજીનો જન્મ થયો. તેમની ૧૭૫૬ માં દીક્ષા થઈ અને ૧૮૧૨ માં સ્વર્ગવાસ પામ્યા. શ્રી દેવચંદ્રજી ખરતગચ્છના હોવા છતાં તપાગચ્છના શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી આદિને પૂજ્ય મહાપુરુષો ગણીને તેમના ગ્રન્થોનો વિશાળ અભ્યાસ કરતા હતા અને પોતાની ગ્રન્થરચનામાં ઠેર ઠેર તેમનાં અવતરણો તેઓશ્રી ટાંકતા હતા. જૈનેતર યોગસૂત્રકાર પતંજલિને પણ “મહાત્મા પુરુષ” કહીને ઉલ્લેખ્યા છે. વળી તપાગચ્છીય શ્રી ખીમાવિજયજીના શિષ્ય જિનવિજયજી આદિને પાટણમાં જઈને શ્રી વિશેષાવશ્યકભાષ્ય ભણાવ્યું છે. તે અંગેનો પાઠ આ પ્રમાણે છે – Page #24 -------------------------------------------------------------------------- ________________ “શ્રી જ્ઞાનવિમલસૂરિજી કન્ડે, વાંચી ભગવતી ખાસ / મહાભાષ્ય અમૃત લો, દેવચંદ્ર ગણિ પાસ છે” તથા શ્રી જિનવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો તે અંગેનો પાઠ “ઉત્તમવિજયજી નિર્વાણ રાસ”માં છે. તે આ પ્રમાણે – ભાવનગર આદેશે રહ્યા, ભવિ હિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ ! વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ ! સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ | જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદ મારા લાલ | તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છ વગેરે ગચ્છોના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા ગુણાનુરાગિતા, સમભાવદષ્ટિ અને આત્મજ્ઞાનિતા ઈત્યાદિ ગુણો તેઓમાં અતિશય વિકાસ પામેલા હોવાથી સર્વ ગચ્છોમાં તેમની હયાતિમાં જ તેઓની પ્રતિષ્ઠા-મહત્તા-ખ્યાતિ અને વિદ્વત્તા ઘણી પ્રસિદ્ધિને પામી હતી. શ્રી પઘવજયજીએ બનાવેલા “ઉત્તમવિજયજી નિર્વાણરાસ”માં જણાવ્યું છે કે - ખરતરગચ્છમાંહે થયા રે, નામે શ્રી દેવચંદ્ર રે | જૈનસિદ્ધાન્ત શિરોમણિ રે, ધર્યાદિક ગુણવૃંદો રે || દેશના જાસ સ્વરૂપની રે .....૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિક્રમ સંવત ૧૮૨૫ ના આસો સુદ-૮ ના રવિવારે બનાવેલા (તે દિવસે પૂર્ણતા પામેલા) “દેવવિલાસ રાસ”માં પ્રારંભમાં પૂજ્યશ્રીમાં સુંદર અદ્વિતીય ૨૨ ગુણો હતા તેનો ઉલ્લેખ તથા વર્ણન ત્યાં આપેલું છે. તે ૨૨ ગુણોનાં નામો આ પ્રમાણે છે. (૧) સત્યવક્તા (૫) નિષ્કપટી (૯) સકલશાસ્ત્રપારગામી (૨) બુદ્ધિમાન (૬) અક્રોધી (૧૦) દાનેશ્વરી (૩) જ્ઞાનવંતતા (૭) નિરહંકારી (૧૧) વિદ્યાદાનશાળાપ્રેમી (૪) શાસ્ત્રધ્યાની (૮) સૂત્રનિપુણ (૧૨) પુસ્તકસંગ્રાહક Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૧૩) વાચકપદ પ્રાપ્ત (૧૭) રાજેન્દ્રપ્રધાનપૂજિત (૨૧) મસ્તકે મણિધારક (૧૪) વાદિજીપક (૧૮) મારી-ઉપદ્રવનાશક (૨૨) શાસનપ્રભાવક (૧૫) નૂતનચૈત્યકારક (૧૯) સુવિખ્યાત (૧૬) વચનાતિશયવાળા (૨૦) ક્રિયોદ્ધારક ....અંતર્મુખી અને સ્વરૂપલક્ષી જીવન વાચકવર શ્રી દેવચંદ્રજી વિદ્વાન પ્રભાવક, લેખક, અધ્યાપક અને વક્તા હોવાની સાથે સાથે અધ્યાત્મયોગી અંતર્મુખી અને આત્મજ્ઞાની પણ હતા, જેમ આરિસામાં વ્યક્તિનું પ્રતિબિંબ પડે છે તેમ લેખમાં લેખકનું, ગાયનમાં ગાયકનું, ચાલમાં ચાલકનું અને કૃતિમાં કૃતિકારનું વ્યક્તિત્વ અવશ્ય પ્રતિબિંબિત થાય છે. તેમની રચનાશૈલી ઉપરથી જ તેમનામાં પ્રકટિત ઉચ્ચ કોટિની આત્મદશાની પરિણતિ હતી તેની સહજપણે જ પ્રતીતિ થઈ જાય છે. કારણ કે પોતાના સહજ શુદ્ધ સ્વરૂપની સિદ્ધિ વિના નિજાનંદની મસ્તીનો આટલો બધો ઉછાળો કેમ સંભવે ? પૌગલિક પદાર્થોના કામરસને છોડ્યા વિના અને આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવ રસના આનંદને માણ્યા વિના કોઈ પણ આત્માની વૃત્તિ અંતર્મુખી બનતી નથી, કારણ કે દેહાધ્યાસના સંસ્કાર અનાદિકાલીન છે તે દેહાધ્યાસના નાશપૂર્વક આત્મસ્વભાવમાં સ્થિર થવાની પ્રવૃત્તિ જીવ જ્યારે કરે છે ત્યારે જ સચ્ચિદાનંદમય આત્મિક સુખનું આસ્વાદન થાય છે. દેવચંદ્રજી આવી ઉત્તમ દશાના સ્વામી હતા તથા તેઓ બાલબ્રહ્મચારી હતા, વૈરાગી હતા. તેથી તેમની આત્મિક શુદ્ધ ઉપયોગની રમણતામાં ન્યૂનતા કે શૂન્યતા આવતી ન હતી. શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમોમાં રહેલા સારામાં સારા અને ગંભીરમાં પણ ગંભીર તત્વોને તથા દ્રવ્યાનુયોગ જેવા ગહન પદાર્થને પણ ચોવીસ તીર્થકર ભગવંતોનાં સ્તવનો બનાવવા રૂપે પદ્યગ્રંથોમાં સાદી અને સરળ ભાષામાં ગુંથી લીધાં છે. વિષયો ગુંથ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના ઉપર બાલાવબોધ લખીને વિદ્રોગ્ય સાહિત્યને બાલભોગ્ય પણ બનાવી દીધું છે. તેઓ જ્યારે પ્રભુભક્તિમાં લયલીન થઈને મસ્તમોજી બની જતા હતા, ત્યારે દેહાતીત થઈને બાહ્યભાવથી સર્વથા પરાક્ખ બની જતા હતા અને સ્વરૂપરમણતામાં ખોવાઈ જતા હતા, માટે જ તેમના ગ્રન્થો રૂપી સરોવરમાં ભક્તિરસની સાથે સાથે તત્ત્વરસની, અધ્યાત્મરસની, વૈરાગ્યરસની અને સમતારસની છોળો ઉછળે છે. મોજા ઉછળે છે. ઉત્તમરસથી સર્વે કૃતિઓ છલકાય છે. જ્ઞાનમંજરીની રચના કરીને જ્ઞાનસારાષ્ટકને અતિશય સ્પષ્ટ ખોલી આપ્યું છે. ગૂઢાર્થક Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગ્રન્થને સ્પષ્ટાર્થક કરી લીધો છે. ક્યાંક ક્યાંક નાના નાના મનોહર સુવાક્યોથી સુંદર ઉપદેશ આપ્યો છે તો ક્યાંક ક્યાંક સ્વોપજ્ઞ ટબાના અર્થથી ભિન્ન અર્થ પણ કહ્યો છે. દરેક અષ્ટકના પ્રારંભમાં નય-નિક્ષેપા સમજાવી વિષયનું સુંદર વિસ્તૃતીકરણ કર્યું છે. ક્યાંક ક્યાંક કમ્મપડિ આદિ ગ્રન્થોના ગહનવિષયો પણ સિંચ્યા છે. ક્યાંક ક્યાંક સંસારને સમુદ્રની અને અટવીની ઉપમા આપીને ત્યાંની સમાન ભયંકરતા પણ સમજાવી છે. આ રીતે આ જ્ઞાનમંજરી એક રસપ્રદ મહાગ્રન્થ બન્યો છે. આવો અદ્દભુત ગ્રંથ બનાવનારા તે મહાત્માને અમારી લાખો લાખો વંદના. .............અર્થ લખવાની પ્રેરણા પૂજય આચાર્ય મ.સા. શ્રી રામસૂરીશ્વરજી (ડહેલાવાળા)ના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ.સા. શ્રી પદ્મલત્તાશ્રીજી તથા પ્રિયદર્શનાશ્રીજી મ.નાં શિષ્યા શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. વગેરે સાધ્વીજી મ.સા. આ જ્ઞાનમંજરીના અર્થ ભણવા માટે મારી પાસે આવ્યાં, ત્યારે સૌથી પ્રથમવાર આ ગ્રન્થનો મને સ્પર્શ થયો. જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામનો એક ટીકાગ્રન્થ છે એવો ખ્યાલ પણ મને ત્યારે જ આવ્યો. અર્થ ખોલવાનો પ્રારંભ કર્યો. નવા નવા ભાવો જાણવા મળ્યા. તેના અભ્યાસનો રસ લાગ્યો અને પાઠશાળામાં ક્લાસ ચાલુ કર્યો, ૧૫-૨૦ સાધ્વીજી મ.સાહેબો સાથે ભણે, પ્રતિદિન ગ્રન્થ આગળ વંચાતો ગયો. સમય જતાં આ ગ્રન્થ બે ત્રણ વાર વંચાવ્યો. તેમાંથી તેના અર્થો લખવાની તમન્ના થઈ. અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ પ્રેરણા કરી અને વિક્રમ સંવત ૨૦૬૩ માં અર્થ લખવાનો પ્રારંભ કર્યો, હસ્તલિખિત પ્રતો તથા છાપેલી પ્રતો ભેગી કરી, પણ ઘણી જ અશુદ્ધ હતી, પૂર્વાપરની સંકલન કરી અશુદ્ધિઓ કંઈક અંશે સુધારી, તેમાંથી પણ અર્થ ખોલવાની વિશેષ પ્રેરણા થઈ. ૨૦૬૩ માં ચાલું કરેલું કાર્ય વિક્રમ સંવત ૨૦૬૬ ના દિવાળીના દિવસે આ કાર્ય પૂર્ણ થયું. પૂજ્ય રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા અભ્યાસક સર્વે પૂજય સાધ્વીજી મહારાજશ્રીઓએ જો પ્રેરણા અને અર્થ ખોલવામાં સહાયકતા ન કરી હોત તો કદાચ આ કાર્ય ન થયું હોત. તે માટે તે તમામ અભ્યાસક સાધ્વીજી મહારાજશ્રીનો હું ઘણો ઘણો આભાર માનું છું અને પૂ. રાજપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો સવિશેષ ઉપકાર માનું છું કે જેઓની પ્રેરણાએ મને આવા એક સારા કાર્યમાં જોડ્યો. ..પ્રશક્તિની વિચારણા ટીકાકારશ્રીએ પોતે આ ગ્રન્થના અંતે પ્રશસ્તિ લખી છે. તેમાં સંવેગરંગશાળાના કર્તા શ્રી જિનેશ્વરસૂરિજી, તેમના શિષ્ય જિનચંદ્રસૂરિજી અને તેમના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી થયા, કે જેઓ ખરતરગચ્છના હતા અને નવાંગીવૃત્તિકાર હતા (શ્લોક-૩-૪-૫), આમ કહ્યું છે. પરંતુ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજી પ્રાચીન ચંદ્રગચ્છમાં થયાની વાત પ્રસિદ્ધ છે ૧. પૂજ્ય અભયદેવસૂરિજી ખરતરગચ્છના હતા. આ વાત વિચારણીય છે. ••••••••••••••••••••••••••••••••••પ્રશા Page #27 -------------------------------------------------------------------------- ________________ રે દ પૂજ્ય ટીકાકારશ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હતા અને તેઓ શ્રી દીપચંદ્રજીના શિષ્ય હતા છતાં તે કાળના તપાગચ્છ આદિ અન્ય ગચ્છોના મુનિમહાત્માઓની સાથે સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે એકમેકપણે વર્તવાના સ્વભાવવાળા હતા. ગ્રન્થકર્તા અને ટીકાકર્તા આ બને મહાત્મા પુરુષો અધ્યાત્મી, તીવ્રવૈરાગ્યવાન અને સ્વભાવાભિમુખ પરિણતિવાળા હતા. તેઓના આ બધા ઉદ્દગારો મોહના વિષનો નાશ કરવામાં વિશિષ્ટ અમૃતનું કામ કરનાર છે. આત્માર્થી જીવોએ આ ગ્રન્થ વારંવાર વાંચવા જેવો છે. તેનું નિરંતર ચિન્તન-મનનનિદિધ્યાસન કરવા જેવું છે. સંસાર સાગર કરવામાં અવશ્ય વહાણનું કામ કરનાર છે. આ ગ્રન્થનું વિવેચન લખવામાં, પ્રકાશન કરવામાં અને સંશોધન કરવામાં જે જે મહાત્માઓએ સહયોગ આપ્યો છે તે સર્વેનો આ અવસરે હું ઘણો જ આભાર માનું છું. લખાણ કરવામાં પૂજય સાધ્વીજી મહારાજ સાહેબોએ, પ્રકાશન કરવામાં અમેરિકામાં વસતા ભાવુક આત્માઓએ તથા અહીંના કોઈ કોઈ સુશ્રાવકોએ અને સંશોધન કરી આપવામાં પરમ પૂજય આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજય આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઘણો સાથ સહકાર આપ્યો છે. તે સર્વેનો હું આભારી છું, આભાર માનું છું. આ ગ્રન્થની છપાઈ કાળે “આ ગ્રન્થ મારો જ છે” એમ મનથી માનીને દત્તચિત્ત બનીને મુફો સુધારવાની બાબતમાં પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ ઘણી જ કાળજીપૂર્વક કાર્ય કર્યું છે. તેઓનો પણ આભાર માનું છું. આ પુસ્તકનું છાપકામ કરનાર ભરત ગ્રાફીક્સના માલિક શ્રી ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ પણ માત્ર પૈસા તરફ દૃષ્ટિ ન રાખતાં ગ્રન્થની પ્રતિભા અને શોભા વધે તેવું સુંદર ઉમદા કામ કર્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. અંતે અનુપયોગદશાથી, છમસ્થપણાથી અને મંદક્ષયોપશમના કારણે મારાથી કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય અથવા કંઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો ચતુર્વિધ સંઘ સમક્ષ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ માગું છું અને મહાત્મા પુરુષો મારી ભૂલો અવશ્ય સુધારજો અને મને સૂચના કરજો કે જેથી નવી આવૃત્તિમાં તે ક્ષતિઓ સુધરી જાય. આપશ્રીનો હું જરૂર ઉપકાર માનીશ. એ-૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, ગુજરાત (India) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦ મો: ૯૮૯૮૩૩૦૮૩૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ 5. 5 @__n જ્ઞાનસાર ગ્રન્થનું સર્જન કરનાર પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. કૂર્ચાલી સરસ્વતીની ઉપમાથી ઓળખાતા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય પૂ. ઉપા. મ.સા.ના હુલામણા નામથી અને કામથી જૈન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. પ્રયત્ન છતાં તેમની જન્મ-સાલની પ્રાપ્તિ થઈ શકી નથી. રમવાની વયે અર્થાત્ બાલ્યવયમાં જ પૂ. શ્રી દેવસૂરિજી મ.સા.ની પુણ્યનિશ્રામાં વિ.સં. ૧૬૮૮ માં પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરી. પૂ. શ્રી નયવિજયજી મ.સા.શ્રીના શિષ્ય બન્યા. જશવંતલાલમાંથી શ્રી યશોવિજયજી મ. થયા. સંયમી બની જ્ઞાનયોગની સાધનામાં લીન બન્યા. અગિયાર વર્ષ · જ્ઞાનોપાસનામાં પસાર કરી પ્રકૃષ્ટ પ્રજ્ઞાના બળે કોહીનૂર હીરાની જેમ જૈનશાસનના ગગનાઞણમાં વિદ્વત્તાનો નિર્મલ પ્રકાશ પાથરી રહ્યા. વિ.સં. ૧૭૪૩ મા વર્ષે અગિયાર દિવસના અનશન પૂર્વક મહાસુદ-૫ ના દિવસે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પણ છપ્પન વર્ષના સંયમપર્યાયમાં જ્ઞાન-દર્શનચારિત્રની અનુપમ આરાધનાનો એવો તો રત્નદીપક પ્રગટાવ્યો કે જે રત્નદીપક આજે ત્રણસો વર્ષ વીત્યા પછી પણ આપણને અનુપમ પ્રકાશ પાથરી રહ્યો છે. જ્ઞાનસાધના એવી તો ઉત્કટ હતી કે જેઓશ્રી સ્મૃતિબળે શતાવધાની તરીકે પ્રસિદ્ધિ પામ્યા, તો વિશિષ્ટ ધારણા બળે અષ્ટાવધાની તરીકે પૂજ્યશ્રી વિદિત બન્યા. જ્ઞાનનાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવા રૂપે સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં અનેક વિદ્વદ્ભોગ્ય ગ્રન્થોની રચના કરી જૈન શાસનને સમર્પિત કર્યા. પ્રકટ-અપ્રકટ જેની સંખ્યા શતાધિક ગ્રન્થોની છે. એક બાજુ કલ્પિત નય-ઉપનયોનું વર્ણન કરતા વિદ્વાન દિગંબરાચાર્ય શ્રી દેવસેનકૃત નયચક્ર ગ્રન્થના ખંડનરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું સર્જન કર્યું તો એ જ નય, નિક્ષેપ અને સપ્તભંગીના સ્વરૂપને મુખ્યપણે સમજાવતા નયપ્રદીપ, નયોપદેશ અને નયરહસ્ય વગેરે ગ્રન્થોને મૂર્ત રૂપ આપ્યું. તો એ જ જ્ઞાનોપાસનાના ભાગ સ્વરૂપે પોતે સ્વયં પણ અનેક ગ્રન્થોની કોપીઓ કરી. જેમ અધ્યયન માટે અલભ્ય એવા પૂર્વાચાર્યરચિત નયચક્ર ગ્રન્થની શ્રમણ ભગવંતોએ જાતે નકલ કરી. એ જ રીતે શ્રી શિવશર્મસૂરિજી કૃત ‘કર્મપ્રકૃતિ’ ગ્રન્થની પોતે ટીકા રચી. સ્વહસ્તલિખિત તે ટીકા આજે પણ શ્રી ચાણસ્મા-જૈન જ્ઞાનભંડારમાં સુરક્ષિત જોવા મળે છે. આ જ મહાત્માએ અધ્યાત્મભાવમાં ચારિત્રમાર્ગની આરાધના દ્વારા પરભાવરમણતાથી સ્વભાવરમણતામાં આવવા વડે જગતના જીવોનો ઉપકાર થાય તે માટે અનેકાનેક અદ્ભુત અધ્યાત્મ ગ્રન્થોનું સર્જન કર્યું. જેમાં અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મસાર, વૈરાગ્ય કલ્પલતા, ઉપદેશ રહસ્ય વગેરે અનેક ગ્રંથો વર્તમાનકાળે પણ અધ્યાત્મરસિક જીવોને અનેક રીતે ઉપયોગી બની રહ્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ જ્ઞાનસાર ગ્રન્થનું નિર્માણ પણ શ્રી સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧ના દીપાવલિના દિવસે થયું. આ જ્ઞાનસાર અધ્યાત્મરસભર્યો અણમોલ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં બત્રીશ અષ્ટકો દ્વારા આત્મસ્વરૂપનું શ્રેષ્ઠ સુધાપાન કરાવ્યું છે. સાથે સાથે બત્રીશે અષ્ટકોના વિષયોનું કાર્ય-કારણ ભાવના નિરૂપણ દ્વારા આત્મવિકાસની કેડીએ સ્વભાવદશા તરફ આગળ વધવાનો આત્મસ્પર્શી માર્ગ કંડાર્યો છે. આ જ ગ્રન્થ ઉપર પોતે માતૃભાષા-ગુર્જરગિરામાં વિશિષ્ટ જિજ્ઞાસુઓ માટે સુંદર ટબાનું સર્જન કર્યું છે. આજે તો આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર સંસ્કૃત અને ગુર્જર ભાષામાં ઘણું સાહિત્ય સુપ્રાપ્ય છે. આ બધામાં પૂ.ઉપા. શ્રી દેવચન્દ્રજી કૃત જ્ઞાનમંજરી ટીકા પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. આ જ્ઞાનમંજરી ટીકાના કર્તા પણ અધ્યાત્મમાર્ગે આગળ વધેલા છે. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ના કાળધર્મ પછી માત્ર ત્રણ વર્ષે ટીકાકાર પૂ. દેવચંદજી મ.સા.નો જન્મ થયેલ છે. માત્ર દશ વર્ષની વયે સંયમી બની આ મહાત્મા પણ જ્ઞાન-ધ્યાનમાં અત્યંત લીન થયા. ભક્તિરસમાં એટલા બધા લીન હતા કે પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ની જેમ પૂ. દેવચન્દ્રજી મ.સાહેબે પણ આત્માને વિભાવદશામાંથી સ્વભાવદશામાં લાવવા ખૂબ જ ગંભીર ભાવવાળી ચોવિશીની રચના કરેલ છે. જૈનદર્શનમાં નયમાર્ગની પ્રરૂપણા ઘણા ઘણા ગ્રન્થોમાં કરેલી દેખાય છે અને આ નયમાર્ગના જ્ઞાન વિના જૈનદર્શનનું જ્ઞાન ઘણું જ અધુરું ગણાય છે. નિયોના અવબોધને કારણે જ જૈનદર્શન સ્યાદ્વાદ રૂપે કે અનેકાન્તવાદ રૂપે સમજી શકાય છે. અન્યથા ઈતરદર્શનોની જેમ જૈનદર્શન પણ એકાન્તવાદનું જ્ઞાપક બની જાય. એટલે જ્ઞાનસાર ગ્રન્થના શબ્દાર્થ-ભાવાર્થને સ્પષ્ટરૂપે સમજવા માટે આ બત્રીશે અષ્ટકમાં સાતે નયોને વ્યવસ્થિત ઉતારવા માટે પૂ. દેવચંદજી મ.સાહેબે જ્ઞાનમંજરી ટીકા રૂપે આ પ્રયત્ન કર્યો છે અને પોતાના પ્રયત્નમાં તેઓશ્રી ખાસા સફળ રહ્યા છે. કારણ કે દરેક પદાર્થમાં નય-નિક્ષેપે અવતરણ કરવું ખૂબ જટિલ છે અને સામાન્ય બુદ્ધિવાળા આત્માઓને તે સમજાવવું પણ શક્ય નથી. એક તો અલ્પબુદ્ધિ હોવાના કારણે જાતે નયો ઘટાવતાં બુદ્ધિ અટકી જાય છે અને વિસ્તૃત રીતે નચાવતરણ સમજાવનારા ગ્રથો પણ અલ્પ છે. થોડા ગ્રન્થોમાં બે-ચાર પ્રસિદ્ધ પદાર્થોમાં ઘણા સ્થળે નયો બતાવેલા જણાય છે. આ વિષયમાં પૂ.પં. શ્રી રૂપવિજયજી મ.સા.શ્રીના શિષ્ય પૂ.પં. શ્રી કુંવરવિજયજી મ.સાહેબે વિ.સં. ૧૮૮૨ માં પાલી રાજસ્થાનમાં લખેલ શ્રી અધ્યાત્મસાર (નવતત્ત્વ-વિવેચન)માં સારો પ્રકાશ પાથરેલ છે. એટલે અત્યંત કઠિન એવું બત્રીશે વિષયોમાં નયઅવતરણનું કાર્ય પૂ. શ્રી દેવચન્દ્રજી મ.સાહેબે લગભગ દરેક વિષયમાં નવો ઉતારી કઠીન કાર્યને કંઈક સુગમ બનાવ્યું છે. જો કે પૂ. દેવચંદજી મ.સા. ખરતરગચ્છના છે. ખરતરગચ્છ અને તપાગચ્છની કેટલીક પરંપરાઓ અલગ હોવા છતાં જે ગ્રન્થોમાં શાસ્ત્રીય પદાર્થોની માન્યતામાં અલગતા ન હોય તો આપણે ગજસાર મુનિ લિખિત દંડક પ્રકરણની જેમ આવકારેલ છે જ. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આવા વિદ્વદ્-ભોગ્ય ગ્રન્થોનું પઠન-પાઠન પૂ. સુવિહિત પંડિત મુનિ-મહારાજાઓમાં જ પ્રાયઃ પ્રચલિત હતું, પણ છેલ્લા કેટલાક સમયથી યોગ્ય તત્ત્વ-પિપાસુ આત્માઓમાં જ્ઞાનની ભૂખ જાગી છે. પણ સંસ્કૃત ભાષાના બોધના અભાવે નય-નિક્ષેપના સ્વરૂપ વાળો બોધ અત્યંત મુશ્કેલ હતો. જેથી તત્ત્વ-પિપાસુ આત્માઓને સહાયક થવા વિબુધવર્ય પંડિતજી શ્રી ધીરૂભાઈએ આ જ્ઞાનમંજરી ટીકાનો ભાવાનુવાદ કરવા સફળ પ્રયત્ન કર્યો છે. પ.પૂ.આ.દેવ શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સાહેબે ખૂબ ટૂંકાણમાં પણ સારી રીતે દરેક અષ્ટકોને સ્પર્શ કરતી પ્રસ્તાવના આલેખેલ છે. જ્યારે ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. તો જૈનશાસનના ગગનાંગણમાં ભાનુની જેમ સ્વ-પ્રકાશિત છે જ, એટલે વિદ્વદર્ય પંડિતજીએ અહીં પૂ. દેવચન્દ્રજી મ.ના જીવનનું પ્રસંગોચિત વર્ણન કરેલ છે. એટલે તે બાબતમાં મારે ખાસ કંઈ કહેવા જેવું નથી. શ્રી ધીરુભાઈના ટુંકા નામે જૈન જગતમાં પરિચિત પંડિત પ્રવર શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુઈગામ (બનાસકાંઠા)ના વતની છે. ખૂબ જ્ઞાનરસિક છે. અનેકવિધ સંસારી આધિવ્યાધિમાં અટવાયેલા હોવા છતાં સમય ફાળવી વિદ્વદ્ભોગ્ય જૈનશાસનના અનેક ગ્રન્થોનું બાળભોગ્ય ગુર્જર-ગિરામાં અવતરણ કરતા રહે છે. ગણધરવાદ-સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા-દ્રવ્યગુણ-પર્યાયનો રાસ અને સન્મતિતર્ક વગેરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ગુજરાતીમાં અનુવાદ કે વિશેષાર્થ લખેલ પુસ્તકોની સૂચિ આ જ ગ્રંથમાં આપેલ છે. પઠન-પાઠનમાં અતિ રસિક પંડિતજી પોતાની ૭૭ વર્ષની વયે પણ આ અનુવાદાદિ કાર્ય ખૂબ ઉત્સાહથી ધીરજ ધારણ કરવા પૂર્વક કરી સ્વ-નામને સાર્થક કરી રહ્યા છે. આ ગ્રન્થની મુદ્રણ-પરિમાર્જન-શુદ્ધિનું કાર્ય ઉપયોગ પૂર્વક શક્તિ-અનુસાર મેં કરેલ છે. છતાં કેટલાક પદાર્થોને નમાર્ગમાં ઉતારવાની મારી શક્તિની સીમિતતાએ હું કદાચ આ બાબતમાં યોગ્ય ન્યાય આપી શક્યો નથી. તેથી અનુપયોગથી અથવા અનિપુણતાએ મારાથી કંઈ પણ ભૂલ રહી ગઈ હોય-અથવા અશુદ્ધિનું પરિમાર્જન થઈ શક્યું ન હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. પ્રાન્ત શ્રી જૈનસંઘને આવું ઉત્કૃષ્ટ નજરાણું અર્પણ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે પં. પ્રવર શ્રી ધીરુભાઈની જ્ઞાન-જાગૃતિનું ખૂબ ખૂબ અનુમોદન કરવા પૂર્વક પોતાની સઘળી આધિવ્યાધિ-ઉપાધિને બાજુમાં મૂકી આવા સાનુવાદ આત્મ-જાગૃતિ પ્રેરક પ્રસ્થાનું શ્રેષ્ઠ નજરાણું જૈનસંઘને અર્પણ કરવાની વધારે શક્તિ આપવા શાસનદેવને અંતરની પ્રાર્થના. તા. ૨૧-૧૨-૨૦૧૦, બુધવાર રતિલાલ ચીમનલાલ દોશી “અભિષેક", ગોપીપુરા, સુભાષચોક, લુદરાવાળા વાલ્મિક કાયસ્થ વાડી સામે, સુરત Page #31 -------------------------------------------------------------------------- ________________ (અમારા અન્ય પ્રકાશનો) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઇયવયજુરો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. શ્રી જેન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જેન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ બહેનો અને ભાઈઓને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. યોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગશતક :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. પ્રથમકર્મગ્રન્થ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) - સરળ ગુજરાતી વિવેચન. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. પંચમકર્મગ્રન્થ (શતક) :- પૂજયપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. તત્ત્વાધિગમસૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક સંક્ષિપ્ત વિવેચન. સમ્યક્ત્વના સડસઠ બોલની સક્ઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વ સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજઝાયના સરળ ગુજરાતી અર્થો. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૧૦. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૧૮. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. પૂજા સંગ્રહ સાથે - પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૨૦. સ્નાત્ર પૂજા સાથે :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા અર્થ સાથે. શ્રી સમ્યક્ત્વ મૂલ બારવ્રત - વિવેચન સહ. શ્રી વાસુપૂજા સાથે :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. રત્નાકરાવતારિકા(ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૨૪. રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. દ્રવ્યગુણ-પર્યાચનો રાસ :- પૂ. 3. શ્રી યશોવિજયજી મ. કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામપંકિતઓના વિવેચન યુકત અર્થ સાથે. અટાર પાપસ્થાનકની સજ્જાય - અર્થ વિવેચન સાથે. સમ્મતિ પ્રકરણ - પૂજય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ગણધરવાદ :- પરમારાધ્ય સિદ્ધાન્તપાક્ષિક પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી માલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે “ગણધરવાદ”. ૩૦. જ્ઞાનસાર અષ્ટક તથા જ્ઞાનમંજરી - દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. અમૃતવેલની સઝાય - અર્થ સભર સુંદર ગુજરાતી વિવેચન. ભાવિમાં લખવાની ભાવના ૩૨. જેનદર્શનનો સંક્ષિપ્ત પરિચય : પૂજ્ય શ્રી દેવચંદ્રજી મ. કૃત ચોવીશીના સરળ ગુજરાતી અર્થો. ૨૯. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ અષ્ટકનું નામ 2 પૂર્ણાષ્ટક. મગ્માષ્ટક સ્થિરતાષ્ટક મોહત્યાગાષ્ટક. જ્ઞાનાષ્ટક શમાષ્ટક . ઈન્દ્રિયજયાષ્ટક ત્યાગાષ્ટક.. ક્રિયાષ્ટક. ૧૦ તૃપ્તિઅષ્ટક ૧૧ નિર્લેપાષ્ટક . ૧૨ નિઃસ્પૃહાષ્ટક ૧૩ મૌનાષ્ટક ૧૪ વિદ્યાષ્ટક ૧૫ વિવેકાષ્ટક ૧૬ માધ્યસ્થ્યાષ્ટક ૧૭ નિર્ભયાષ્ટક ૧૮ અનાત્મશંસનાષ્ટક ૧૯ તત્ત્વદૃષ્ટિ અષ્ટક ૨૦ સર્વસમૃદ્ધિ અષ્ટક ૨૧ અનુક્રમણિકા પાના નંબર ૧ થી ૩૦ .૩૧ થી ૭૭ ૭૮ થી ૧૦૨ .૧૦૩ થી ૧૩૬ ૧૩૭ થી ૧૭૪ ૧૭૫ થી ૨૦૦ .૨૦૧ થી ૨૨૫ .૨૨૬ થી ૨૬૩ ૨૬૪ થી ૨૯૧ ૨૨૯૨ થી ૩૧૭ .૩૧૮ થી ૩૫૦ .૩૫૧ થી ૩૬૭ ૨૩૬૮ થી ૪૦૨ .૪૦૩ થી ૪૨૫ .૪૨૬ થી ૪૫૮ .૪૫૯ થી ૫૦૮ .૫૦૯ થી ૫૨૫ .૫૨૬ થી ૫૪૭ .૫૪૮ થી ૫૭૨ .૫૭૩ થી ૫૯૩ કર્મવિપાકચિંતનાષ્ટક ......૫૯૪ થી ૬૧૯ ** ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ ૩૨ * * * ܀ ܀ ܀ ܀ * અષ્ટકનું નામ ભવોદ્વેગાષ્ટક લોકસંજ્ઞાત્યાગાષ્ટક શાસ્રાષ્ટક પરિગ્રહાષ્ટક .૬૫૬ થી ૬૭૬ ૬૭૭ થી ૬૯૪ .૬૯૫ થી ૭૧૪ ..૭૧૫ થી ૭૪૨ ૭૪૩ થી ૭૬૦ ૭૬૧ થી ૭૭૬ ૨૭૭૭ થી ૧૯૬ તપ અષ્ટક ૨૭૯૭ થી ૮૧૭ સર્વનયાષ્ટક ....૮૧૮ થી ૮૪૯ ઉપસંહાર . .૮૫૦ થી ૮૫૫ જ્ઞાનસારની ગરિમા .......૮૫૬ થી ૮૭૧ અનુભવાષ્ટક યોગાષ્ટક નિયાગાષ્ટક પૂજાષ્ટક પાના નંબર .૬૨૦ થી ૬૪૧ .૬૪૨ થી ૬૫૫ ધ્યાનાષ્ટક, જ્ઞાનસારની રચનામાં ક્ષેત્રાદિ . ..........૮૭૨ થી ૮૭૪ ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન .૮૭૫ થી ૮૭૭ સ્વભાદશાની પ્રાપ્તિમાં મંગલ . .૮૭૮ થી ૮૮૨ નિર્વાણનગરની પ્રાપ્તિ.....૮૮૩ થી ૮૮૪ ગ્રંથકાર પ્રશસ્તિ ૮૮૫ થી ૮૮૬ ટીકાકાર પ્રશસ્તિ ..........૮૮૭ થી ૮૯૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ अर्हम् ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત જ્ઞાનસાર અષ્ટક (શ્રીમદ્ દેવચન્દ્રવિજયજી કૃત જ્ઞાનમંજરી વૃત્તિ યુક્ત) श्री पार्श्वेशं जिनं नत्वा, शुद्धं स्याद्वादसंयुतम् । आत्मानंदविशुद्ध्यर्थं, ज्ञानसारं प्रतन्यते ॥१॥ परोपकारप्रवणा मुनीशाः, पूर्वं बभूवुर्गुणरोहणेशाः । तेषां सुवाक्यामृतपानपीनः, करोमि टीकां स्वहितां सुबोधाम् ॥२॥ नास्तीह लोके ह्युपकारयोग्यो, मत्तोऽपि संसारविघातधीरः । तथात्मबोधाय तनोमि टीकां, भाष्यादिशास्त्रार्थकृतावलम्बः ॥३॥ સ્યાદ્વાદથી સંયુક્ત અને અત્યન્ત શુદ્ધ (નિર્મળ) એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરપ્રભુને નમસ્કાર કરીને મારા પોતાના આત્માના આનંદની વિશુદ્ધિ માટે અથવા આત્માના આનંદ માટે અને વિશુદ્ધિ માટે શ્રી જ્ઞાનસાર નામનું શાસ્ત્ર વિસ્તારાય છે. (સંસ્કૃત ટીકા દ્વારા વિવેચન લખાય છે) II૧ી પરોપકાર કરવામાં પ્રવીણ એવા અને ગુણો માટે રોહણાચલ પર્વત સમાન એવા અનેક મુનીશ્વર પુરુષો પૂર્વકાલમાં થયા છે. તેઓનાં બનાવેલાં શાસ્ત્રોનાં) સુવાક્યો રૂપી અમૃતના પાનથી પુષ્ટ બનેલો એવો હું મારા પોતાના આત્માના હિતને કરનારી અને સુખે સુખે સમજાય તેવી સરળ ટીકા (વિવેચન) કરું છું. મેરા આ સંસારની અંદર મારાથી અન્ય બીજો કોઈપણ પુરુષ ઉપકાર કરવા યોગ્ય તથા સંસારનો વિનાશ કરવામાં તત્પર મને જણાતો નથી (મારા માટે સૌથી પ્રથમ હું જ ઉપકારયોગ્ય દેખાઉં છું.) તેથી મારા પોતાના આત્માના બોધ માટે શ્રી વિશેષાવશ્યકભાષ્ય તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી કૃત બાલાવબોધ (ગુજરાતી ટબો) વગેરે શાસ્ત્રોના અર્થોનું લીધેલું છે આલંબન જેણે એવો હું આ જ્ઞાનસારાષ્ટકની સુખે બોધ થાય તેવી સરળ ટીકા (વિવેચન) બનાવું છું. III Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર इह शिष्टाचारपरिपालनाय मङ्गलादि वाच्यम्, तच्च शुद्धात्मस्वरूपनिरूपणपटिष्ठत्वात् सर्व एव ग्रन्थो मङ्गलम्, तथापि ग्रन्थाव्युच्छित्तिसुखावबोधाय शिष्यमतिविकाशार्थञ्च पञ्चमङ्लबीजभतं श्रीमन्मनिराजादिपञ्चपदस्मरणरूपं मङ्गलमाविष्कृतम् ॥ गुणिस्तवन-ध्वनि-अञ्जलीकरणयोगाह्लादादिकारणोत्पन्नात्मीयगुणे अर्हदादिबहुमानैकत्वरूपभावमङ्गलात्मकं कर्तुर्विद्यासिद्धिबीजं "एँ" इतिस्मरणरूपमङ्गलात्मकं चाद्यं पदं वक्ति ग्रन्थकारः - અહીં શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કરવા માટે મંગલાચરણ આદિ (મંગલવિષય-સંબંધ-પ્રયોજનાદિ) કહેવાં જોઈએ અને આ સઘળોય ગ્રન્થ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનું જ નિરૂપણ કરવાની પ્રધાનતાવાળો હોવાથી જો કે સંપૂર્ણ એવો તે ગ્રન્થ જ મંગલ સ્વરૂપ છે. તો પણ શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગમાં પાંચમા આરાના અંત સુધી આ ગ્રન્થનો વ્યવચ્છેદ થયા વિના સતત ભણાતો જ રહે તથા સુખે સુખે સર્વેને બોધ થાય તેટલા માટે અને શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે પંચમંગલના બીજભૂત એવું અને શ્રી મુનિરાજાદિ પાંચ પરમેષ્ઠિનાં પાંચ પદોના સ્મરણાત્મક એવું નવકારમંત્રના જાપ રૂપ મંગલ ગ્રંથકારશ્રી વડે કરાયેલું છે. તથા ગુણવાન મહાત્મા પુરુષોના ગુણોની સ્તુતિ કરવા રૂપે ધ્વન્યાત્મક (ઉચ્ચારણ સ્વરૂ૫) વચનયોગ, બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ અંજલીકરણાત્મક કાયિયોગ અને આલ્હાદાદિ રૂપ મનયોગ એમ ત્રણ પ્રકારના શુભ યોગાત્મક કારણોના નિમિત્તથી ઉત્પન્ન થયેલા પોતાના ગુણોમાં અરિહંત પરમાત્મા આદિ પંચપરમેષ્ઠિના ગુણો પ્રત્યેનું બહુમાન કરવા દ્વારા “એકતા” (તન્મયતા) સ્વરૂપ જે ભાવમંગલાત્મક “ઉ” પદ છે. તથા ગ્રંથકર્તા એવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીને વિશિષ્ટ વિદ્યાઓની સિદ્ધિના બીજભૂત એવું જે “ઉ” આવા પ્રકારનું પદ છે. તે પદનું સ્મરણ કરવા સ્વરૂપ ભાવમંગલાત્મક “” ઈત્યાદિ આદ્યપદપૂર્વક બનાવાયેલ (પ્રથમ શ્લોક) ગ્રંથકારશ્રી જણાવે છે - Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ॥ अथ प्रथमं पूर्णाष्टकम् ॥ ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन', पूर्णं जगदवेक्ष्यते ॥१॥ ગાથાર્થ :- દેવેન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા પુરુષ વડે (એટલે કે સંસારના સુખે સુખી એવા પુરુષ વડે) જેમ સઘળુંય જગત સુખમાં જ લગ્ન (અર્થાત્ સુખી જ સુખી) દેખાય છે. તેમ સત્ એવા જ્ઞાન અને આનંદથી પૂર્ણ એવા યોગી પુરુષ વડે સમસ્ત એવું આ જગત (જ્ઞાનાદિ અનંતગુણો વડે) પૂર્ણ ભરેલું છે એમ દેખાય છે. (આ અર્થ સ્વોપજ્ઞ ટબાના આધારે કરેલ છે.) II૧ી. અથવા આત્માના ગુણોરૂપી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા મહાત્મા પુરુષ વડે સઘળુંય આ જગત મોહની લીલામાં લાગેલું (અર્થાત્ મુગ્ધ-બ્રાન્ત) દેખાય છે. નિત્ય એવા જ્ઞાનગુણના આનંદથી પૂર્ણ એવા મુનિ વડે આ જગત “પૂu" = મોહમાં મૂઢ અર્થાત્ બ્રાન્ત દેખાય છે (આ અર્થ જ્ઞાનમંજરી ટીકાના આધારે કરેલ છે.) I/૧l ટીકા :- “શ્રી” રૂતિ-તેન મુનિની પન સૂરિ યથાર્થક્ષયોપશમોપથીમાવતી तथा श्रीमदर्हता सिद्धपरमात्मना क्षायिकोपयोगवता, न्यायसरस्वतीबिरुदधरेण श्रीमद्यશોવિનયોપાધ્યાયેન (“શ્વિત્ન') “પૂ” સજન, ન–િશુદ્ધપસંયોનિનવनवपर्यायगमनशीलत्वात् जगत् लीलालग्नमिव-कल्पनाकल्पितक्रीडामुग्धमिव अवेक्ष्यते-दृश्यते इति संटङ्कः । इत्यनेन शुद्धामूर्तात्मानन्दानुभवलग्नाः परानुभवमग्नान् मूढत्वेनैव पश्यन्ति, न च परवस्तुनि किञ्चिद् भोग्यत्वमस्ति, वस्तुवृत्त्या स्वीयगुणपर्यायानुभव एव युक्त इति । अतः परस्वरूपमग्ना मुग्धा इति तात्पर्यम् । અહીં ગ્રન્થકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી તથા ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી આ શ્લોકના અર્થમાં ભિન્ન ભિન્ન આશય ધરાવે છે. ગ્રંથકારશ્રીએ પોતાના સ્વોપજ્ઞટબામાં (બાલાવબોધમાં) જે અર્થ કર્યો છે. તે અર્થ આ પ્રમાણે છે. શ્રી = ઈન્દ્રસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલ પુરુષ વડે એટલે ઉત્કૃષ્ટ સાંસારિક સુખવાળા સુખી પુરુષ વડે, રૂવ = જેમ, વિનમ્ = સમસ્ત જગત, નાનીનાનમ્ =સુખમાં મગ્ન, વેશ્યતે = દેખાય છે. સારાંશ કે સુખી માણસને આખુંય જગત સુખી લાગે છે. તેમ સતા = પ્રગટ થયેલા, જ્ઞાનાનન્દ્ર = જ્ઞાન અને આનંદના સુખથી પૂર્ણાન પૂર્ણ એવા યોગી વડે આ સમસ્ત જગત ૧. પૂના આવો પાઠાન્તર સુરતની મોહનલાલજીની લાયબ્રેરીની પ્રતમાં છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર પૂf = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પરિપૂર્ણ-ભરેલું દેખાય છે. જેમ સુખીને આખુંય આ જગત સુખી જ દેખાય છે તેમ જ્ઞાની-યોગીને આખું ય આ જગત જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ (પોતાના સરખું અનંતગુણોથી અને અનંત ગુણોના સુખથી ભરેલું જ) દેખાય છે. કારણ કે નિશ્ચયનયથી તેવું છે. - જ્યારે ટીકાકારશ્રી આ શ્લોકનો અર્થ ઉપરોક્ત અર્થથી કંઈક જુદો કરે છે અને આ શ્લોકના ચોથા ચરણમાં પૂર્ણ પદને બદલે પૂઈ પદ લખે છે તથા “ શ્રી” શબ્દમાં રૂદ્રનો અર્થ દેવેન્દ્ર ન કરતાં “આત્મા” અર્થ કરે છે. સ્ત્રીનાતનમ્ = પદનો અર્થ સુખમાં મગ્નને બદલે મોહદશાની લીલામાં લગ્ન (પરભાવદશામાં મગ્ન) આવો અર્થ કરે છે તેથી ભાવાર્થ આવો જણાય છે કે આત્માની ગુણાત્મક ભાવલક્ષ્મીના સુખમાં મગ્ન અને સત્ (શાશ્વત-નિત્ય) જ્ઞાનના આનન્દથી પૂર્ણ એવા યોગી મહાત્મા વડે બ્રિમ્ = પૂof = આખું ય આ જગત મોહની લીલામાં લગ્ન અર્થાતુ પરભાવદશાવાળી કલ્પનામાત્રથી કલ્પિત એવી મોહકીડામાં મુગ્ધ બનેલું (બ્રાન્ત થયેલું) દેખાય છે. તેથી જ્ઞાનાદિ આત્મિકગુણો (ના આવિર્ભાવ)થી અપૂર્ણ છે આવું દેખાય છે. કારણ કે વ્યવહારનયથી તેવું છે. આ બને અર્થોમાં ભિન્ન ભિન્ન વિવફા જણાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી સંસારી દેવેન્દ્ર (શક્રાદિ)નું નામ આપીને લખે છે કે જેમ દેવેન્દ્ર જેવા સુખોમાં મગ્ન પુરુષ પોતે સુખી હોવાથી સંપૂર્ણ એવા આ જગતને સુખી જ દેખે છે તેને ક્યાંય દુઃખ દેખાતું નથી, તેવી જ રીતે સચ્ચિદાનંદથી પૂર્ણ એવા યોગી મહાત્માઓને આ જગત પોતપોતાના અનંતગુણોથી પરિપૂર્ણ ભરેલું જ દેખાય છે. કોઈ જીવમાં કોઈ ન્યૂનતા દેખાતી નથી. કારણ કે સર્વે જીવો સત્તાથી સિદ્ધ સમાન અનંતગુણોવાળા છે જ. પરંતુ ટીકાકારશ્રી “' નો અર્થ દેવેન્દ્ર ન કરતાં માત્મા અર્થ કરે છે અને તેથી આવો અર્થ જણાવે છે કે “આત્માની અનંત ગુણાત્મક લક્ષ્મીના સુખમાં મગ્ન અને સચ્ચિદાનંદથી પૂર્ણ એવા મહાત્મા યોગી પુરુષ વડે રિવ્રd = સમસ્ત એવું આ જગત ત્નીનાતનમિવ = મોહની લીલામાં લગ્ન = તેમાં જ જાણે સુખોની કલ્પના કરી હોય તેમ આત્મગુણોની લક્ષ્મીના સુખથી સંપૂU = અપૂર્ણ દેખાય છે. આ જ કારણે આ શ્લોકના ચોથા ચરણમાં પૂછ પદ પ્રસિદ્ધ છે. છતાં ટીકાકારશ્રીએ ટીકામાં “પૂ” પદ લખેલ છે. ટીકાકારશ્રીના આશય પ્રમાણે ટીકાનો અર્થ આપણે વિચારીએ - શ્રી = આત્માના ગુણોમાં જ આનંદ માણવા સ્વરૂપ સુખોરૂપી લક્ષ્મીમાં મગ્ન એવા યથાર્થ ક્ષયોપશમભાવના ઉપયોગવાળા મુનિ-ઉપાધ્યાય અને આચાર્ય વડે તથા ક્ષાયિકભાવના ઉપયોગવાળા એવા શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધપરમાત્મા વડે (સારાંશ કે આત્મગુણોના સુખના આનંદમાં મગ્ન Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ એવા પાંચ પરમેષ્ઠિ વડે) તથા ન્યાયશાસ્ત્રોમાં સરસ્વતીના બિરુદને ધારણ કરનારા એવા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી વડે પૂf (અહીં ત્નિ પાઠ હોવો જોઈએ) = સમસ્ત એવું આ જગત પરદ્રવ્યના સંયોગ દ્વારા ઉત્પન્ન થતા અશુદ્ધ એવા નવા નવા મોહાત્મક પર્યાયોમાં ગમન કરવાના સ્વભાવવાળું હોવાથી જાણે મોહરાજાની લીલામાં જ લાગેલું હોય શું? એટલે કે પોતાની મોહાધીન કલ્પનાઓ માત્ર વડે કલ્પાયેલી ભોગસુખની ક્રિીડાઓમાં જ મુગ્ધ થયેલું હોય શું? અર્થાત્ બ્રાન્ત થયેલું = મૂઢ થયેલું દેખાય છે. યોગી મહાત્માઓને આ જગત મોહરાજાની પરાધીનતાવાળું મૂર્ખ બનેલું દેખાય છે. જેમ ડાહ્યા માણસને દારૂડીયો પુરુષ ગાંડો દેખાય છે. તેમ જ્ઞાનીને આ જગત મૂઢ દેખાય છે એમ સમજવું. આ કારણથી જ શુદ્ધ અને અમૂર્ત એવા આત્માના ગુણોના આનંદમાં જ મગ્ન બનેલા મહાત્મા પુરુષો પરદ્રવ્યના અનુભવમાં જ મગ્ન બનેલા એટલે કે પદ્ગલિક પદાર્થોના સુખમાં જ સુખબુદ્ધિવાળા પુરુષોને “મૂઢ (મૂર્ખ-ગમાર)” તરીકે દેખે છે. કારણ કે પરદ્રવ્યમાં ભોગવવાપણું કંઈ છે જ નહીં, પોતાના આત્માના ગુણોનો અને પર્યાયોનો અનુભવ કરવો એ જ ઉચિત છે. જેમ પરની માલિકીવાળું ધન કાંકરા બરાબર છે, ભોગ્ય નથી અને પોતાનું ધન જ ભોગ્ય છે, સુખકારી છે. તેવી જ રીતે પરદ્રવ્યનો આનંદ એ ભોગ્ય નથી, મોહ કરાવવા દ્વારા કર્મબંધને જ કરાવનાર છે. આત્માના ગુણોનો આનંદ જ કર્મોના બંધનમાંથી મુકાવનાર છે, માટે ભોગ્ય છે. આ કારણથી ચોરી કરીને લાવેલા પારકાના ધનથી લહેર કરનારા જેમ મૂર્ખ કહેવાય છે તેમ પરદ્રવ્યના સ્વરૂપમાં જ મગ્ન એવા મોહાલ્વ જીવો પણ મૂર્ણ છે આવું કહેવાનો ટીકાકારશ્રીનો આશય છે. तेन कथम्भूतेन ? ऐन्द्रश्रीसुखमग्नेन = इन्द्रो जीवः, तस्य इयं ऐन्द्री, ऐन्द्री યા શ્રીશ = હેન્દ્રશ્રી -નાત્મકુળની:, તસ્યા: સુન્ન , તત્ર માનક एकत्वावस्थापन्नेन, पुनः सत्-शुभं शाश्वतं वा, चित्-ज्ञानं, तस्य य आनन्दः, तत्र पूर्णेनज्ञानानन्दभृतेन मुनिना जगत् मिथ्यात्वासंयममग्नं मूढं विलोक्यते, पूर्णाः अपूर्णं जगत् भ्रान्तं जानन्ति, इत्यतः पूर्णानन्दात्मस्मरणेन स्वीयः पूर्णानन्दः साध्य इति ॥१॥ સંસ્કૃત ટીકાની પ્રથમ પંક્તિમાં જે “તેન કુનિના પર સૂરિએ” વગેરે પદો લખીને પંચપરમેષ્ઠી જણાવેલ છે, તે પંચપરમેષ્ઠી કેવા છે? આ વિષય જણાવવા તેમના વિશેષણ રૂપે કહે છે કે “જેન્દ્રશ્રી/શ્વન = અહીં રૂદ્ર એટલે શુદ્ધ આત્મા સમજવો. તેની જે ગુણાત્મક ભાવ-લક્ષ્મી છે તેને “શી” કહેવાય છે. ત્યારબાદ “ત્રિી અને શ્રી આ બન્ને શબ્દોનો કર્મધારય સમાસ થાય છે. શુદ્ધ આત્માની ગુણાત્મક જે ભાવલક્ષ્મી છે તે શ્રી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર કહેવાય છે. તે લક્ષ્મીનું જે સુખ-તે લક્ષ્મીનો જે આનંદ, તેવા પ્રકારના આનંદમાં જે મગ્ન, તે “પેનશ્રીસુબ્રમન” કહેવાય છે. સારાંશ કે શુદ્ધ આત્માના ગુણોરૂપી ભાવ-લક્ષ્મીના આનંદમાં મગ્ન એવા આ પંચપરમેષ્ઠી છે. તે પંચપરમેષ્ઠી વડે સંપૂર્ણ એવું આ જગત મોહની લીલામાં લગ્ન થયેલું (મોહમાં ડુબેલું-મોહમાં ગાંડું થયેલું) દેખાય છે. વળી આ પંચપરમેષ્ઠી કેવા છે ? તેનું બીજું પણ એક વિશેષણ લખે છે ‘“સધ્વિવાનપૂર્વેન’” આ પદમાં જે સત્ શબ્દ છે તેનો અર્થ શુભ અથવા શાશ્વત કરવો અને તે સત્ પદને જ્ઞાનનું વિશેષણ કરવું. તેથી શુભ (સર્વથા નિર્મળ-ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા) એવા જ્ઞાનના અથવા સર્વકાલે-સદા રહેનારા (ક્યારેય નાશ ન પામનારા) એવા જ્ઞાનના આનંદને ધારણ કરનારા મુનિ વડે (પંચપરમેષ્ઠી વડે) આ જગત મિથ્યાત્વ અને અસંયમમાં (તથા કષાયાદિમાં) ડુબેલું-મૂઢ બનેલું દેખાય છે. જેમ બુદ્ધિશાળી અને વિવેકી માણસો દારૂ પીધેલા અને જેમ તેમ વર્તતા માણસને મૂઢ-ગમાર-મૂર્ખ-નશાબાજ માને છે તેમ ગુણોથી પૂર્ણ એવા પંચપરમેષ્ઠી પદે રહેલા મહાત્મા પુરુષો ગુણોથી અપૂર્ણ (જે જીવોના આત્મગુણો પ્રગટ્યા નથી તેવા મોહાન્ય જીવોવાળા) આ જગતને ભ્રાન્ત-મૂઢ-મૂર્ખ-માર્ગ ભૂલેલું માને છે. જેમ ડાહ્યા માણસને ગાંડો માણસ ગાંડારૂપે દેખાય છે, તેમ જ્ઞાની મહાત્માને આ સઘળુંય જગત ગુણોથી અપૂર્ણ-ભ્રાન્ત દેખાય છે. તેથી “આ આત્મા આત્મગુણોના આનંદ વડે સદા પૂર્ણાનંદમય છે તેનું વારંવાર સ્મરણ કરવા-કરાવવા દ્વારા પોતાના આત્મામાં રહેલો શુદ્ધગુણો સંબંધી પૂર્ણાનંદ જ સાધ્ય છે.”૧ શુદ્ધ ગુણો સંબંધી આનંદ જ મેળવવા લાયક છે. ॥૧॥ ૧. આ શ્લોકમાં દેવચંદ્રજી મહારાજ ન્દ્ર શબ્દનો અર્થ આત્મા કરે છે અને ઉપાધ્યાયજી મહારાજ ફન્દ્ર શબ્દનો અર્થ વેવેન્દ્ર કરે છે. તથા ચોથા ચરણમાં દેવચંદ્રજી મહારાજ ‘‘અપૂર્ણાં” પદ ટીકામાં લખે છે અને ઉપાધ્યાયજી મહારાજ પોતાના બાલાવબોધમાં ‘‘પૂર્ણ” પદ લખે છે. આ બન્ને શબ્દોનો તફાવત જોતાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની દૃષ્ટિ નિશ્ચયનયની પ્રધાનતાવાળી લાગે છે. તેથી આ જગતના સર્વે પણ જીવો કર્માધીન હોવાથી ભલે મલીન છે તો પણ સત્તાગત રીતે તિરોભાવે રહેલા આત્મગુણોથી સિદ્ધસમાન છે. ગુણોથી પરિપૂર્ણ ભરેલા છે અર્થાત્ સમસ્ત જગત પૂર્ણ છે આમ યોગીઓ દેખે છે, એવો અર્થ કરે છે. જ્યારે દેવચંદ્રજી મહારાજશ્રીની દૃષ્ટિ વ્યવહારનયની પ્રધાનતાવાળી લાગે છે જેથી આ જગતના સર્વે પણ જીવો મોહનીયાદિ કર્મોના ઉદયવાળા હોવાથી પોતાના ગુણોની પ્રગટતા કરી શક્યા નથી. માટે પ્રગટગુણોની અપેક્ષાએ આ જગત અપૂર્ણ છે. આમ યોગીઓ દેખે છે. આવી રીતે વિવક્ષાભેદથી અર્થભેદ છે. એક આન્તરિક શુદ્ધ સ્વરૂપને પ્રધાન કરે છે. બીજા કર્માધીન એવા બાહ્યસ્વરૂપને પ્રધાન કરે છે. જેથી સત્તાગત સ્વરૂપની અપેક્ષાએ જગત પૂર્ણ અને આવિર્ભૂત સ્વરૂપની અપેક્ષાએ જગત અપૂર્ણ છે એમ યોગીઓને દેખાય છે. આ બન્ને અર્થોમાં વિવક્ષાભેદ માત્ર કારણ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ નથ પૂર્વ વસ્તુનો નિરૂપતિ - હવે પદાર્થની વાસ્તવિક પૂર્ણતા જણાવે છે - पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥२॥ ગાથાર્થ - ઉપાધિભૂત એવા પરદ્રવ્ય થકી જે પૂર્ણતા છે તે માગીને લાવેલાં પરાયાં ધારણ કરેલાં આભૂષણ તુલ્ય છે અને આત્માના સ્વભાવભૂત એવા ગુણોથી જે પૂર્ણતા છે તે જાતિમાન રનની કાન્તિતુલ્ય (સાચી) પૂર્ણતા છે. રા. ટીકા :- “પૂત યા પરોપઃ તિ”—યા પરોપાશે: પુત્રસંયોગतनुधनस्वजनयशःख्यात्यादिरूपायाः या पूर्णता चक्रिशक्रादीनामिव सा याचितकमण्डनं मार्गिताभरणशोभा, तेन इभ्यत्वम् यद् जगज्जीवैरनन्तशो भुक्त्वोच्छिष्टं आत्मनोऽशुद्धताहेतुः तद्योगे स्वरूपानुभवमग्नानां शोभा न, પૂર્વે બાંધેલા પુણ્ય કર્મના પુગલોના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીર, ધન, સ્વજનો, યશ અને ખ્યાતિ આદિ રૂપ જે પૂર્ણતા છે. પછી ભલેને તે ચક્રવર્તી અને ઈન્દ્રના જેવી રાજઋદ્ધિ આદિની પૂર્ણતા હોય તો પણ તે પૂર્ણતા માગેલા આભૂષણ તુલ્ય છે. લગ્નાદિ પ્રસંગે સગાંઓના અને સ્નેહીઓના માગીને લાવેલા અને શરીર ઉપર પહેરેલા દાગીનાઓની શોભા જેવી કૃત્રિમ પૂર્ણતા છે. જેમ સગાં-વ્હાલાઓએ પહેરવા માટે આપેલા દાગીના આપણા નથી, સાચવવા પડે છે માટે ઉપાધિરૂપ છે, ચિંતાજનક છે. જ્યારે માગે ત્યારે આપી દેવા પડે છે. તેવી જ રીતે પસ્યોદયથી મળેલી ચક્રવર્તી અને ઈન્દ્રની રાજ્યલક્ષ્મી પણ હે આત્મન ! તારી નથી. પુણ્યોદયરૂપ કર્મરાજાની છે. તે પુણ્યકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે આપી દેવાની જ હોય છે. પુણ્યોદય પૂરો થતાં ચાલી જ જાય છે. ભૌતિક સંપત્તિ એ આપણી નથી. પરદ્રવ્ય હોવાથી ઉપાધિરૂપ છે, દુઃખદાયી છે. વિયોગકાલે દુઃખ આપનારી છે અને અવશ્ય વિયોગ પામનારી જ છે. પારકાના આભૂષણ તુલ્ય છે. તેવા પ્રકારનાં પર એવાં તે પુદ્ગલદ્રવ્યો વડે જે શ્રેષ્ઠિાણું (સુખીપણું) છે તે આત્માની અશુદ્ધતાનું કારણ છે. કેમકે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જગતના જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને ત્યજાયેલાં છે. એટલે એંઠાં કરાયેલાં છે. જેમ કોઈ મનુષ્ય કોઈ વડે એઠું કરાયેલું અન્ન અને જલનો ઉપયોગ કરે તો તે મૂર્ખ કહેવાય છે. તેમ જ અનંત ભૂતકાલ ગયો છે તેમાં સર્વે પણ પુદ્ગલદ્રવ્યો સર્વ જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલાં છે. સર્વ જગતની એંઠતુલ્ય છે. તેનો ઉપભોગ કરવો અને તેમાં આનંદ માનવો તે સાચેસાચ મૂર્ખતા Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર જ છે. તેથી આત્માના સ્વરૂપનો અનુભવ કરવામાં મગ્ન એવા જીવોને રાજ્યઋદ્ધિ ચક્રવર્તીની ઋદ્ધિ કે ઈન્દ્રની ઋદ્ધિ આદિ અપરિમિત પુગલદ્રવ્યનો યોગ થાય તો પણ તેમાં આત્માની શોભા લાગતી નથી, આનંદ થતો નથી. પરદ્રવ્યરૂપ ઉપાધિ જ વધી છે. જે વિયોગકાલે અવશ્ય દુઃખદાયી જ છે આમ લાગે છે." तत्त्वरसिकानां तु-पुनः या स्वाभाविकी स्वभावोत्था दर्शनज्ञानचारित्राद्यात्मका सकलात्मस्वभावाविर्भावरूपा शोभा, सा एव शोभा जात्यरत्नविभानिभा जात्यरत्नस्य विभा कान्तिः तत्तुल्या । પરંતુ આત્મતત્ત્વમાં રસિક એવા આત્માઓને એમ લાગે છે કે આત્માની જે સ્વાભાવિક (પોતાના સ્વભાવભૂત) એવી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ આત્માના સઘળા ય શુદ્ધ સ્વભાવની પ્રગટતા રૂપ જે શોભા છે તે જ સાચી શોભા છે અને તે શોભા જાતિમાન એવા (વિશિષ્ટ કિંમતી) રત્નની કાન્તિતુલ્ય છે. પારકા દાગીનાની શોભા દુઃખદાયી, ચિંતાજનક અને ભારભૂત છે. પરંતુ પોતાના દાગીનાની શોભા પરના દાગીનાની શોભાની અપેક્ષાએ સુખદાયી, ચિંતારહિત અને આનંદદાયક છે. તેવી જ રીતે પૌદ્ગલિક સંપત્તિ દુઃખદાયી, ચિંતાજનક અને કુશોભારૂપ છે. જ્યારે આત્મિક ગુણોની સંપત્તિની શોભા સુખદાયી, ચિંતારહિત અને વાસ્તવિક શોભારૂપ છે, જે કિંમતી રત્નની કાન્તિતુલ્ય છે. આમ તત્ત્વરસિક જીવોને દેખાય છે. કારણ કે તે સંપત્તિ આત્માની પોતાની છે. પ્રાપ્ત થયેલ ગુણોની તે સંપત્તિ કાયમ રહેવાવાળી છે. તેનો કદાપિ વિયોગ થતો જ નથી. જેથી ક્યારેય દુઃખ આવતું નથી. અનંતકાલ સદા સુખ આપનારી જ બને છે. या हि पुद्गलादिपरोपाधिजन्या सा तु स्फटिकोपलपुटिकावर्णिकातुल्या, या तु स्वभावोत्पन्ना सा तु जात्यमाणिक्यकान्तितुल्या, अतः स्वीयशुद्धसहजपूर्णतारुचिभासनरमणतया भवितव्यम् इति ॥२॥ પુદ્ગલ વગેરે (પુદ્ગલ અને પરિવારાદિ અન્ય જીવદ્રવ્ય) સ્વરૂપ પરદ્રવ્યાત્મક ઉપાધિથી ઉત્પન્ન થયેલી આ જીવની જે પૂર્ણતા અથવા શોભા છે. (એટલે કે મારી પાસે ઘણું ધન છે, વૈભવ છે, માન-પાન છે, પરિવાર છે, ઘણો સ્નેહીવર્ગ છે, મિત્રવર્ગ છે ઈત્યાદિ બાહ્ય પદાર્થો વડે આ જીવને પોતાની જે પૂર્ણતા અથવા શોભા દેખાય છે.) તે સઘળી શોભા ૧. કોઈ કોઈ પ્રતોમાં સ્વરૂપનુમવશ્વનાં શમા આવો પાઠ છે. ત્યાં એવો અર્થ કરવો કે પગલિક પદાર્થોના યોગમાં જે સુખબુદ્ધિ થાય છે તે આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલા આત્માઓને શોભા રૂપ છે. પણ તત્ત્વરસિક જીવોને શોભારૂપ નથી. કારણ કે તે સાચી શોભારૂપ નથી, મિથ્યાકલ્પના છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ (મનમાની પૂર્ણતા), સ્ફટિકના પત્થર ઉપર પડેલા રંગબેરંગી વસ્ત્રાદિના પ્રતિબિંબ તુલ્ય છે. જે અવાસ્તવિક છે, લોભામણી છે, અંતે નાશ પામનારી છે. જ્યારે આ આત્મામાં આત્માના સ્વાભાવિક એવા જ્ઞાનાદિ ગુણોથી ઉત્પન્ન થયેલી જે શોભા છે (અથવા પૂર્ણતા છે) તે ખરેખર જાતિમાન (ભારે કિંમતવાળા) માણિક્યાદિ વિશિષ્ટ રત્નની કાન્તિતુલ્ય છે. અર્થાત્ તે શોભા સાચી શોભા છે, વાસ્તવિક છે, સદા રહેનારી છે, નિરુપાધિક છે અને સ્વાધીન હોવાથી સદા અનંત સુખને આપનારી છે. આ કારણથી આ આત્માની પોતાની શુદ્ધ અને સ્વાભાવિક એવી જે ગુણોની સંપત્તિરૂપ શોભા અર્થાત્ પૂર્ણતા છે તેમાં જ વધારે ને વધારે પ્રીતિ (રુચિ) કરવી જોઈએ. તેનો જ અનુભવ મેળવવો જોઈએ. તે ગુણસંપત્તિમાં જ રમણતા (લયલીનતા) મેળવવી જોઈએ. અર્થાત્ આત્માના ગુણોની જ રુચિ, ગુણોનો જ અનુભવ અને ગુણોમાં જ રમણતા કરવી જોઈએ કે જેનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, બાહ્ય પદાર્થોથી નિરપેક્ષ છે, અંતવૃત્તિરૂપ છે. રા. अवास्तवी विकल्पैः स्यात् पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवान्, स्तिमितोदधिसन्निभः ॥३॥ ગાથાર્થ - તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેમ અવાસ્તવિક છે તેમ મોહના વિકલ્પો વડે કલ્પાયેલી પૂર્ણતા પણ અવાસ્તવિક છે. પોતાના આત્મગુણોની પૂર્ણતાના આનંદવાળો આ ભગવાન આત્મા સ્વરૂપે સ્થિર સમુદ્રતુલ્ય શાન્ત (સ્થિર) છે. IIll ટીકા :- ૩વાસ્તવી કૃતિ-વસ્તુ પાર્થ, તસ્ય ફયં વાસ્તવી, વાસ્તવી "अवास्तवी" परसंयोगोद्भवा रागद्वेषमोहादिजैः विकल्पैः पूर्णता, अब्धेः समुद्रस्य ऊर्मिभिः इव स्यात् । यथा ऊर्मिभिः समुद्रः अग्राह्योऽनवगाह्यश्च भवति तथात्मापि रागद्वेषोर्मिभिः अग्राह्योऽनवगाह्यश्च भवति । વસ્તુ એટલે ઘટ, પટ, આત્મા આદિ પદાર્થ, તે પદાર્થ સંબંધી જે શોભા (પૂર્ણતા) તે “વાતવી” = વાસ્તવિક અને જે આવી વાસ્તવી ન હોય તે અવાસ્તવી (અર્થાત્ અવાસ્તવિક) એટલે કે પર પદાર્થ દ્વારા મનમાં માનેલી પૂર્ણતા, તે વાસ્તવિક નથી, પારમાર્થિક નથી એટલે કે અવાસ્તવિક છે. ગાડી (ધન-અલંકાર-વાહન-વસ્ત્રાદિ), વાડી (ઘર-દુકાનખેતર વગેરે) અને લાડી (સ્ત્રી-બાળકો વગેરે પરિવાર) ઈત્યાદિ જે વસ્તુઓ રૂપ પદાર્થો છે તે પરપદાર્થો છે. તે પરપદાર્થોનો સંયોગ થવાથી રાગ-દ્વેષ અને મોહાદિ જન્ય મનમાન્યા વિકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલી જે પૂર્ણતા છે (મારે ધન છે, માન છે, પરિવાર છે, આ છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર તે છે, બધું જ છે. હું બહુ જ સુખી છું. આવા પ્રકારના મોહજન્ય વિકલ્પો દ્વારા પરદ્રવ્યસંબંધી જે પૂર્ણતા છે) તે પૂર્ણતા તરંગો વડે સમુદ્રની પૂર્ણતા તુલ્ય છે. જ્યારે જ્યારે સમુદ્રમાં ૮૧૦-૧૫ ફુટના પાણીનાં મોજાં ઉછળે છે. ત્યારે ત્યારે સમુદ્ર ઘણા-ઘણા પાણીથી ભરપૂર ભરેલો લાગે છે. પણ તે ક્ષણિક જ હોય છે. તે પૂર્ણતા કાયમ ટકતી નથી. વાયુનું તોફાન બંધ થતાં આ પૂર્ણતા ચાલી જાય છે. તેમ પુણ્યોદય થવાના કારણે પ્રાપ્ત થયેલી બાહ્યપદાર્થોથી જે પૂર્ણતા છે તે પણ રાગાદિ કરાવનારી, ઝઘડા કરાવનારી, ક્લેશ કરાવનારી, દુઃખદાયી અને અંતે પુણ્યોદય સમાપ્ત થતાં જ નાશવંત છે. માટે અવાસ્તવિક છે. મોજાં વડે ઉછળતો સમુદ્ર જેમ અગ્રાહ્ય (ન માપી શકાય તેવો) હોય છે અને અનવગાહ્ય (અંદર ન ઉતરી શકાય તેવો) હોય છે તેવી જ રીતે મોહક પદાર્થો ઉપરનો રાગ અને તેમાં વિદન કરનારા ઉપરનો દ્વેષ ઈત્યાદિ વિકારો, વાસનાઓ અને ક્લેશો રૂપી તરંગોથી ભરપૂર ભરેલો આ આત્મા પણ શુદ્ધાત્મત્ત્વ પ્રાપ્ત કરવા માટે અગ્રાહ્ય અને અનવગાહ્ય બને છે. પરપદાર્થો પ્રત્યે રાગાદિ ભાવવાળો મોહબ્ધ બનેલ આ આત્મા સાચું તત્ત્વ પામવા માટે અયોગ્ય બને છે. તુ''-પુન:, “પૂનઃ ”—માત્મયાનન્તસંઘવીસ્વીરૂપ-નિષ્પનપરમાત્મवस्थारूपः भगवान् परमैश्वर्यरूपः स्तिमितोदधिः स्थिरोदधिः, तेन सन्निभः सदृश इति । अतः चलत्वं विहाय अचलतया भवितव्यम्, आत्मा आत्मस्वभावस्थः निर्विकल्पो भवति, तत्साधनाय यतितव्यमित्यर्थः ॥३॥ પરંતુ પોતાના આત્માના અનંત ગુણોની સંપત્તિના આસ્વાદન રૂપે પ્રગટ થઈ છે પરમાત્મદશા જેને એવો આત્મગુણના પરમ ઐશ્વર્યવાળો ભગવાન સ્વરૂપ આ આત્મા મોહદશાના વિકલ્પ વિનાનો બન્યો છતો, તરંગો વિનાના સમુદ્ર તુલ્ય અત્યન્ત શાન્ત (સ્થિર) બને છે. તેથી જ અસ્થિરતાનો ત્યાગ કરીને હે આત્મન્ ! તારે સ્થિર થવું જોઈએ. સારાંશ કે આ આત્મા જ્યારે આત્મસ્વભાવમાં વર્તનારો બને છે ત્યારે મોહના વિકલ્પ વિનાનો થવાથી સ્થિર બને છે. માટે તેવી સ્થિરતા સાધવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. આ જીવને જ્યાં સુધી પરપદાર્થો તરફ પ્રીતિવિશેષ હોય છે ત્યાં સુધી મારે આ જોઈએ છે અને મારે તે જોઈએ છે. આના વિના ન ચાલે અને તેના વિના ન ચાલે એમ માનસિક વિકલ્પો દ્વારા ચિત્ત સદાકાલ ચંચળ-અસ્થિર રહે છે અને તેનાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિ થવા દ્વારા રાગ-દ્વેષ થવાથી ક્લેશ-કડવાશ-વેરઝેર આદિ દોષોવાળો જ આ જીવ રહે છે. તેથી પર પદાર્થો તરફની પ્રીતિ ત્યજીને આત્માના સ્વભાવભૂત ગુણસંપત્તિને જ “સાચું મારું Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ધન આ જ છે” આ જ ધન મારી સાથે સદા રહેવાનું છે. એમ સમજીને નિર્વિકલ્પદશાવાળા બનવું જોઈએ. III जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत्किं स्यादैन्यवृश्चिकवेदना ? ॥४॥ ગાથાર્થ :- જો તૃષ્ણારૂપી કાળા નાગનું દમન કરવામાં “ગારૂડિક મંત્ર સમાન” એવી જ્ઞાનદશા જેની જાગે છે તેવા પૂર્ણાનંદસ્વભાવી જીવને દીનતારૂપી વિંછીની વેદના શું થાય? અર્થાત્ ન થાય. //૪ ટીકા - ના-ર્તિ જ્ઞાનેતિ, - “જ્ઞાનવૃષ્ટિ:” તત્ત્વજ્ઞાનરૂપા દ્રષ્ટિઃ વક્ષ: जागर्ति-विकाशरूपा प्रवर्तते, तस्य “पूर्णानन्दस्य" स्वरूपाविर्भावास्वादानन्दयुक्तस्य भगवतः “दैन्यं" दीनता, तद्रूपा वृश्चिकवेदना किं स्यात् ? अपि तु न स्यात् । दैन्यंन्यूनं तस्य न भवति स्वीयसहजाप्रयासानन्दस्य पूर्णतैव भवति । कथम्भूता ज्ञानदृष्टिः ? तृष्णाकृष्णाहिजाङ्गली, तृष्णा पुद्गलभोगपिपासा, सा एव कृष्णाहिः-कृष्णसर्पः, तद्दमने जाङ्गुली-गारुडमंत्रविशेष इति । જો તત્ત્વજ્ઞાન રૂપી આત્મદષ્ટિ (અંતર્થક્ષુ) આ આત્મામાં જાગે છે. મારું તત્ત્વ શું? અને પરપદાર્થ શું ? મારે કોને પ્રેમ કરાય ? કોને પ્રેમ ન કરાય ? આવી આન્તરિક પરિણતિ શુદ્ધ બનીને વિકસ્વરપણે જેને પ્રવર્તે છે. તેવા આત્મસ્વરૂપની પ્રગટતાવાળા જ્ઞાનાનંદી ભગવાનસ્વરૂપ આ જીવને પરપદાર્થોની યાચના કરવા સ્વરૂપ જે દીનતા છે તે દીનતારૂપી વિંછીની વેદના શું હોય? અર્થાત્ ન જ હોય. કારણ કે દીનતા એટલે ન્યૂનતા, પરપદાર્થો તરફ ઓછાશ, મારે આ નથી અને તે નથી આમ પરપદાર્થોની જે અપેક્ષા તે દીનતા આવા પ્રકારની પરપદાર્થોની અપેક્ષા જ આ જીવને હોતી નથી, તેથી તેને દીનતાની પીડા સંભવતી નથી. પરપદાર્થોની પ્રીતિ રૂપ તૃષ્ણા જેને હોય છે તેને જ યાચનારૂપી દીનતા હોય છે. જેને તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ વિકસે છે તેને પોતાના સ્વાભાવિક અલ્પપ્રયાસથી સાધ્ય એવા સ્વકીય ગુણોના આનંદવાળા જીવને) પોતાના ગુણોની જ પૂર્ણતા દેખાય છે. તેથી પરપદાર્થ તરફ દૃષ્ટિ થતી જ નથી. તેના કારણે તેના માટે દીનતા દાખવવા રૂપી વિંછીની પીડા તે જીવને કેમ હોય ? અર્થાત્ તે પીડા સંભવતી નથી. આ તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ કેવી છે? “તૃષ્ણા” એટલે કે પૌદ્ગલિક પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખો ભોગવવાની તમન્ના, તે રૂપી જે કાળો નાગ છે તેનું દમન કરવામાં આ તત્ત્વદૃષ્ટિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર ગાડિક મંત્રસમાન છે. સારાંશ કે કાળા નાગના ઝેરને ઉતારે એવો ગારૂડિક મંત્ર સ્મૃતિપટમાં જેને હોય છે તેને વિંછીની વેદના શું અસર કરે ? કંઈ જ અસર ન કરે. તેવી રીતે તૃષ્ણાને (પરપદાર્થના ભોગની ઈચ્છાને) જ મારી નાખે એવી તત્ત્વદૃષ્ટિ જેના હૃદયમાં વિકસે છે. મારું સ્વરૂપ ગુણો જ છે, પુદ્ગલ સુખો એ મારું સ્વરૂપ નથી કારણ કે તે પરપદાર્થ છે, હેય છે આવું જ્ઞાન જેના હૃદયમાં વર્તે છે. તેને પરપદાર્થોની જ્યાં ત્યાં યાચના કરવા રૂપી દીનતા શું હોય? અર્થાત્ ન જ હોય. હૃદયમાં રહેલી પરપદાર્થોની અપેક્ષા એ કાળો નાગ છે અને બીજા પાસે પરપદાર્થોની માગણી કરવી તે વિંછીના ડંખ છે. તેથી જો પરપદાર્થોની અપેક્ષા જ નથી તો પછી પરપદાર્થોની માગણી કેમ હોય? अत्र भावना - संसारचक्रक्रोडगतस्य जन्तोः स्वीयासङ्ख्येयप्रदेशव्याप्तज्ञानादिगुणास्वादच्युतस्य पौद्गलिकभोगपिपासासर्पदष्टस्य स्वपरविवेकरूपज्ञानदृष्टिजाङ्गलीस्मरणेन परतृष्णानिर्विषस्य शुद्धस्वरूपैकत्वतत्त्वध्यानमग्नस्य निष्पन्नक्षायिकभावानन्दस्य पूर्णस्य नास्ति दीनता, यतो हि अविरतसम्यग्दृष्टिः तत्त्वश्रद्धायुक्त आत्मानं आत्मतया परञ्च परतया निर्धार्य (विचारयन्) विचरन् तृष्णातुरो न भवति, तर्हि किं पुर्णानन्दमग्नानामिति ॥४॥ ઉપરોક્ત કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે - સંસારચક્રના મધ્યમાં રહેલા અને પોતાના અસંખ્ય આત્મપ્રદેશોમાં પ્રદેશ પ્રદેશે વ્યાપેલા જ્ઞાનાદિ અનંત ગુણોનો જે વાસ્તવિક-સ્વાભાવિક આનંદ છે. તે આનંદના સુખનો અનુભવ નહીં કરનારા તથા ભૌતિક પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોની પિપાસારૂપી સર્પથી ડંખાયેલા એવા સંસારી જીવને સ્વસ્વરૂપ શું ? અને પરસ્વરૂપ શું? ઈત્યાદિ સ્વ અને પરના વિવેકવાળી તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ જો ઉઘડી જાય તો તે તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિરૂપી ગારૂડિકમંત્રનું જ્યારે સ્મરણ થાય છે. ત્યારે આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિરૂપ ગારૂડિકમંત્રના સ્મરણમાત્રથી જ પરદ્રવ્યના ભોગસુખોની પિપાસા રૂપી તૃષ્ણા ચાલી જાય છે. નાશ જ પામી જાય છે. તેથી તે તૃષ્ણારૂપી કાળા નાગના વિષ રહિત બનેલા અને આ જ કારણથી આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની સાથે એકમેકતા પામવા રૂપ તત્ત્વજ્ઞાનના ધ્યાનમાં મગ્ન બનેલા અને તેથી જ ક્ષાયિકસમ્યકત્વાદિ ગુણોનો આવિર્ભાવ થવાથી પ્રાપ્ત થયો છે ક્ષાયિક ભાવનો આનંદ જેને એવા જીવને પોતાના આત્માના ગુણોથી જ પૂર્ણતા માનવાના કારણે પદ્ગલિક સુખોની દીનતા હોતી નથી. કારણ કે ભલે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ હોય તો પણ આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિનો વિકાસ થવાથી આત્મતત્ત્વ એ જ મારું સાચું તત્ત્વ છે. આવી શ્રદ્ધાયુક્ત એવો તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ તત્ત્વદૃષ્ટિવાળો જીવ પોતાના આત્મસ્વરૂપને જ મારાપણે અને પરપુદ્ગલાદિ દ્રવ્યને પરપણે નિશ્ચયપૂર્વક જાણીને ભલે સંસારમાં રહેલો છે તેથી અવિરતિ હોવા છતાં પણ તૃષ્ણાને આધીન થતો નથી. જો ચોથા ગુણઠાણાવાળા આત્માને તત્ત્વદૃષ્ટિ ખીલતાં-સ્વ-પરનો વિવેક પ્રગટ થતાં તૃષ્ણાનું વિષ ઉતરી જાય છે. તો પછી પાંચમાથી બારમા ગુણઠાણા સુધીના જીવો કે જે જીવો આત્માના ગુણોના પૂર્ણાનંદમાં જ મગ્ન છે તેવા જીવોને તૃષ્ણા હોય જ કેમ ? અને તૃષ્ણા ન હોવાથી જ દીનતાની પીડા પણ ન જ હોય. જો સર્પનું ઝેર ઉતરી જાય તો વિછીનું ઝેર ઉતરવું તે નાની વાત છે. “થ્વી માત્રા” કહેવાય છે. આ પ્રમાણે તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ ખીલવાથી તૃષ્ણા જ ચાલી જાય છે તેથી પરભોગસુખોની યાચના રૂપ દીનતા ક્યારેય સંભવતી જ નથી. ૪ पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥५॥ ગાથાર્થ :- પરદ્રવ્યના સંયોગ વડે જે લોભી જીવો પોતાને પૂર્ણ માને છે તેની ઉપેક્ષા કરવી તે જ સાચી પૂર્ણતા છે. (પરદ્રવ્યના સંયોગાત્મક પૂર્ણતા ત્યજવા લાયક છે). કારણ કે પરદ્રવ્યના સંયોગાત્મક જે પૂર્ણતા છે. એ સાચી પૂર્ણતા નથી. આવા પ્રકારની આત્માના ગુણોના ઉપભોગથી પૂર્ણ આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. પા ટીકા :- પૂર્યા રૂતિ-ચેન પર સંયોગેન ધનધાન્યાવિના “પUT:” મમ: आत्मधर्मसंपद्विकलाः परास्वादनरसिकत्वेनात्मानं धन्यं मन्यमानाः, वस्तुधर्मे થીરતાન્યા: “પૂર્વ” પ્રવુરા મવત્તિ સT ‘પૂતા' ઉપાધિના “પેક્ષા અa" अनङ्गीकारयोग्या एव । अथवा तदुपेक्षा एव, न हि एषा पूर्णता, किन्तु पूर्णतात्वेन उपेक्षते आरोप्यते इत्यर्थः । ધન-ધાન્ય-પરિવાર-વસ્ત્ર-અલંકાર-ઘર-હાટ વગેરે પદ્ગલિક પદાર્થો અને અન્ય જીવાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થવાથી કૃપણ એટલે કે લોભી મનુષ્યો અર્થાત્ આત્મીય ધર્મની સંપત્તિ વિનાના ભોગી જીવો પરપદાર્થના ઉપભોગમાં જ રસિક હોવાથી પરપદાર્થની પૂર્ણતાથી પોતાની જાતને ધન્ય ધન્ય માને છે. વાસ્તવિક વસ્તુસ્થિતિ સમજવામાં જેઓ ધીરતા વિનાના અને બુદ્ધિહીન છે તેવા આત્માઓ પરદ્રવ્યના સંયોગ વડે પોતાની જાતને પૂર્ણ માનનારા મૂઢ જીવો ઘણા ઘણા હોય છે. પરંતુ ખરેખર તે પૂર્ણતા પરપદાર્થના સંયોગાત્મક હોવાથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર ઉપાધિજન્ય છે. આત્માની પોતાની આ પૂર્ણતા નથી. વિનાશી પદાર્થોનો યોગ હોવાથી આ પૂર્ણતા ગમે ત્યારે વિનાશ પામનારી છે, દુઃખ આપનારી છે. તેને મેળવવામાં, સાચવવામાં અને વિયોગકાલમાં દુઃખ જ આપનારી છે તેથી ઉપેક્ષાયોગ્ય જ છે. અનંગીકાર કરવા યોગ્ય જ છે. સ્વીકાર કરવા યોગ્ય નથી. તેમાં રાચવા-માચવા જેવું કંઈ જ નથી. તેનો આનંદ માણવા જેવો નથી. અથવા આવા પ્રકારની ઉપાધિરૂપ પૂર્ણતા ઉપેક્ષા કરવા યોગ્ય જ છે. એટલે કે ન સ્વીકારવા યોગ્ય જ છે. કારણ કે ખરેખર તો આ પૂર્ણતા જ નથી, પરંતુ પૂર્ણતાપણાનો તેમાં માત્ર આરોપ જ કરાય છે. જેમ પત્થરની ગાય તે વાસ્તવિક ગાય નથી, તેથી દૂધ આપતી નથી. માત્ર આકાર જ ગાયનો હોવાથી ગાય તરીકે આરોપિત કરાય છે. તેમ ધનાદિ પરદ્રવ્યજન્ય પૂર્ણતા એ આત્માનું સહજસ્વરૂપ ન હોવાથી અને અંતે તે પૂર્ણતા નાશવંત હોવાથી ઉપચરિત પૂર્ણતા છે, સ્વાભાવિક અને સહજ એવી તે પૂર્ણતા નથી, સુખદાયી નથી, દુ:ખદાયી જ છે. तथाहि - घट: जलेनापूर्णः बहिः स्निग्धजमलेन पूर्ण: केनचिदुच्यते मलपूर्णोऽयं ઘટ:, ણા મનના (યા) પૂર્ણતા, સા વિં પૂર્ણમ્મત્વાવસ્થાં નમતે ? નૈવેતિ । एवमात्मानन्तज्ञानानन्दादिस्वरूपापूर्णस्य कर्मोपाधिजा पूर्णता, सा किं तत्त्वभोगपूर्णैः पूर्णत्वेनाङ्गीक्रियते ? नैवेति, एवं ज्ञात्वा उपेक्षा एव જેમકે - પાણીથી ન ભરેલો એક ઘટ છે. તેની અંદર પાણી ન ભરેલું હોવાથી અંદરથી ખાલી છે. પણ બહારથી ચીકણા-ચીકણા કાદવ વડે ચારે બાજુ લપેટાયેલો છે. ઘટની બહારના ભાગમાં સર્વત્ર કાદવ-મેલ લાગેલો છે. આવા ઘટને જોઈને કોઈક પુરુષ વડે કહેવાયું કે “કાદવ-કીચડાદિ મલથી ભરેલો આ ઘટ છે” આવા પ્રકારની આ ગંદા-મેલા પદાર્થસંબંધી ઘટમાં જે પૂર્ણતા છે તે શું “પૂર્ણકુંભત્વ”ની અવસ્થાને પામે ખરી ? અર્થાત્ ન જ પામે. નવા ઘરના કે નવી દુકાનના વાસ્તામાં તથા શાન્તિસ્નાત્રાદિ મહોત્સવમાં શુકનસ્વરૂપેમાંગલિકસ્વરૂપે જે પૂર્ણકુંભ મુકવામાં આવે છે. ત્યાં શું જલથી અપૂર્ણ અને કાદવથી પૂર્ણ ઘટ મુકાય ? અર્થાત્ ન મુકાય, પરંતુ જેમ જલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ” તરીકે મુકાય છે, શોભા પામે છે. મુકનારા જીવો પણ જલપૂર્ણ કુંભ મુકીને અમે મંગલકાર્ય કર્યું એવો આનંદઆનંદ માને છે. તેની સામે મંત્રોચ્ચારાદિ કરી નવસ્મરણાદિ ગણી કુંભસ્થાપના કરી એવો હર્ષ ધારણ કરે છે. તેમ જલથી ખાલી અને બહાર કાદવ-મલથી ભરેલો ઘટ પૂર્ણકુંભપણાની Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૧૫ અવસ્થા શું પામશે? તેવો ઘટ શું કોઈ માંગલિક તરીકે ઘર વગેરેના વાસ્તામાં મુકશે? તેની સામે મંત્રોચ્ચારાદિ કરીને કોઈ કુંભસ્થાપના કરશે ? ન જ કરે. એટલે કે ઘટમાં જલથી પૂર્ણતા એ જ સાચી પૂર્ણતા છે. મલથી પૂર્ણતા એ સાચી પૂર્ણતા નથી. એ જ પ્રમાણે આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદ આદિ આત્મસ્વરૂપથી જે જીવ અપૂર્ણ છે ખાલી છે. એવા જીવને પુણ્યકર્મના ઉદયરૂપ ઉપાધિજન્ય સાંસારિક ભોગોથી જે પૂર્ણતા છે. તે પૂર્ણતા બહારનો મેલ માત્ર હોવાથી, નાશવંત હોવાથી, પરદ્રવ્ય હોવાથી, આત્મસ્વરૂપને ભ્રષ્ટ કરનાર હોવાથી, મોહદશા વધારનાર હોવાથી, રાગાદિ કરાવવા દ્વારા સંસારની વૃદ્ધિનો હેતુ હોવાથી તત્ત્વજ્ઞાનની રસિકતાથી પૂર્ણ સ્વરૂપવાળા મહાત્મા પુરુષો વડે “પૂર્ણતા” તરીકે શું સ્વીકારાય? અર્થાત્ ન જ સ્વીકારાય. મહાત્મા પુરુષો ચક્રવર્તીની ઋદ્ધિ જેવી ઋદ્ધિને પણ લાત મારીને સન્યાસ સ્વીકારે છે બાહ્ય પૂર્ણતાને પૂર્ણતા કહેતા નથી. જેમ કાદવ-કીચડાદિ મેલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ”ની શોભાને પામતો નથી. માંગલિકાવસરે તેનાથી વ્યવહાર થતો નથી. તેવી જ રીતે પુણ્યકર્મના ઉદય રૂપ ઉપાધિભૂત પદ્ગલિક વિભૂતિ વડે પૂર્ણ એવો આ આત્મા પૂર્ણતાની શોભાને પામતો નથી. પદ્ગલિક આ વિભૂતિ તો મેલ છે મેલ, કાદવ-કીચડ જ છે. તેથી આવું સમજીને તેની ઉપેક્ષા કરવી એ જ યોગ્ય છે. તેમાં આનંદ માનવો એ ઘોર અજ્ઞાન છે. તેનાથી દૂર રહેવું તેમાં જ આત્માની શોભા છે. દૂર રહેવામાં જ આત્માનું કલ્યાણ છે. अत एव अनादिस्वरूपभ्रष्टानां परोपाधिजा पूर्णता तन्मयत्वेनाभेदपरिणत्या प्रवर्तमानत्वात्, निर्विकल्पानां तु सम्यग्दर्शनज्ञानचारित्रभेदरत्नत्रयीरूपा पूर्णता स्वाभाविकी अपि अभिनवाभ्यासतः सविकल्पा क्षीयमाणत्वात्, अभेदरत्नत्रयीपरिणतानां स्वाभाविकी पूर्णता निर्विकल्पा भवति, तत्साध्यत्वेन तत्त्वसाधनरसिकतया भवितव्यमित्युपदेशः । આ કારણથી જ એટલે કે મિથ્યાત્વમોહના ઉદયજન્ય ઘોર અજ્ઞાનદશા હોવાથી અનાદિકાલથી આત્મ-સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા જીવો પરદ્રવ્યસંબંધી વિભૂતિને જ સુખનું સાધન માનીને તેની જ સાથે તન્મય થઈને અભેદ બુદ્ધિપણે પરિણામ પામીને પ્રવર્તતા હોવાથી “આ જ મારું સુખ છે, આ વિભૂતિ જ મને સુખ આપનાર છે” આવી તેની સાથે તન્મયબુદ્ધિ રાખીને પ્રવર્તે છે. તેની જ વૃદ્ધિને ઈચ્છે છે. તેથી તેવા પ્રકારના આત્મસ્વરૂપભ્રષ્ટ જીવોને જ “પરોપાધનજી પૂઈતા” એ પૂર્ણતા લાગે છે. તેવા પ્રકારના સાંસારિક સુખો મળવાથી જ પોતાની જાતને હું પૂર્ણ છું, હું સુખી છું, મારે જે પ્રાપ્ત કરવાનું હતું તે મેં પ્રાપ્ત કર્યું, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર આમ માનીને કાદવ-કીચડ રૂપ પરદ્રવ્યજન્ય પૂર્ણતાને જ પૂર્ણતા માની લે છે અને હર્ષિત થઈ મોહદશામાં સમય પસાર કરે છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારે છે. પરંતુ આવા પ્રકારના-મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવો બે પ્રકારના હોય છે. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જીવો અને તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા તથા સિદ્ધપરમાત્માના જીવો. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જે જીવો છે તે ભેદરત્નત્રયી વાળા છે. સાધકાવસ્થાવાળા છે. સવિકલ્પદશા વાળા છે અને તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા જીવો તથા સિદ્ધપરમાત્માના જીવો અભેદરત્નત્રયીવાળા છે, સિદ્ધાવસ્થાવાળા છે અને નિર્વિકલ્પદશાવાળા છે. આ સર્વે જીવો મિથ્યાત્વમોહના ઉદય વિનાના છે તેથી પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેની પૂર્ણતાને ઉપાધિજન્ય-પૂર્ણતા માની ત્યજે છે. તેનાથી દૂર રહે છે. સ્વગુણોની પૂર્ણતાને જ સાચી પૂર્ણતા માને છે. તેને જ પ્રાપ્ત કરવા પ્રથમ કક્ષાના જીવો (ચોથાથી બારમા ગુણસ્થાનક વાળા જીવો) પ્રયત્ન કરે છે. તે જીવોને તે જ સાધ્ય હોય છે. તે સ્વગુણની પૂર્ણતાને પ્રાપ્ત કરવા જ મનમાં વિકલ્પો કરે છે. તેથી સવિકલ્પાવસ્થાવાળા હોય છે અને બીજી કક્ષાના જીવો (તેરમા-ચૌદમા વાળા અને સિદ્ધના જીવો) સ્વગુણોની પૂર્ણતાને પામી ચૂક્યા હોય છે. માટે પ્રાપ્ત કરવાના વિકલ્પો હોતા નથી. તેથી નિર્વિકલ્પાવસ્થાવાળા કહેવાય છે. પ્રાપ્ત થયેલા ગુણોમાં અભેદભાવે રમણતા કરનારા હોય છે. તેથી તે જીવોને અભેદ રત્નત્રયીવાળા કહેવાય છે. પંક્તિઓનો અર્થ આ પ્રમાણે છે - સ્વરૂપભ્રષ્ટ આત્માઓને પરોપાધિજન્ય પૂર્ણતા હોય છે. પરંતુ મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવોમાં ચારથી બાર ગુણઠાણાવાળા આત્મદશાના સાધક એવા આત્માઓને ક્ષાયોપશમિક ભાવના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રાત્મક આ ત્રણ ગુણો કે જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એમ ભિન્ન ભિન્ન કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તે ભેદ રત્નત્રયી સ્વરૂપ જે પૂર્ણતા છે. તે આત્માની ગુણાત્મક સ્વાભાવિક પૂર્ણતા છે. તેમાં પરદ્રવ્યનો લેશમાત્ર અંશ નથી માટે પરોપાધિજન્ય પૂર્ણતા નથી, સ્વાભાવિક આત્મધનની પૂર્ણતા છે. તો પણ ક્ષાયોપમિક ભાવની આ પૂર્ણતા હોવાથી તેને પ્રગટ કરવા નવો નવો અભ્યાસ કરવાનો હોવાથી “આવું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે કે બીજું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે” આવા માનસિક સાધકદશાના વિકલ્પોવાળી દશા હોવાથી સવિકલ્પક પૂર્ણતા છે અને તે પણ યોગસંન્યાસ દશાવાળો સામર્થ્યયોગ પ્રગટે ત્યારે ક્ષાયિકભાવ આવવાથી ક્ષાયોપમિક ભાવની આ પૂર્ણતા ક્ષય થતી હોવાથી નિર્વિકલ્પ અભેદરત્નત્રયીરૂપ પૂર્ણતા આપીને વિરામ પામનારી આ પૂર્ણતા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ છે અને તે ચારથી બાર ગુણઠાણાવાળા આત્મતત્ત્વની સાધનાના વિકલ્પવાળા જીવોને સવિકલ્પક પૂર્ણતા હોય છે. ધીરે ધીરે ક્ષયોપશમભાવના ગુણો ક્ષય થતાં અને ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થતાં તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધ પરમાત્માઓને ગુણોની સિદ્ધદશા પ્રગટ થવાથી સાધકદશા ન હોવાથી તેમનો આત્મા જ રત્નત્રયીસ્વરૂપ બનવાથી અભેદભાવે રત્નત્રયી સ્વરૂપે પરિણામ પામેલા નિર્વિકલ્પક એવા આત્માઓને પોતાના સ્વભાવભૂત નિર્વિકલ્પક અવસ્થાવાળી પોતાના ગુણોની જ પૂર્ણતા પ્રગટ થાય છે. ૧. મિથ્યાત્વી જીવોને મોહાન્ધ હોવાથી પરોપાધિજન્ય પૂર્ણતા દેખાય છે. ૨. સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ જીવોને ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતા હોય છે. ૩. કેવલી પરમાત્માના જીવોને અભેદરત્નત્રયી રૂપ નિર્વિકલ્પક પૂર્ણતા હોય છે. ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી નિર્વિકલ્પક અભેદરત્નત્રયી રૂપ પૂર્ણતા એ સાધ્ય છે. તેને સાધવા માટે તે નિર્વિકલ્પક પૂર્ણતાના સાધનરૂપે રહેલી ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતાના રસિક બનવું જોઈએ. ક્ષાયોપશમિક ભાવના ગુણોમાં રસિક બનીએ તો કાલાન્તરે ક્ષાયિકભાવની અભેદરત્નત્રયીરૂપ સ્વાભાવિક આત્મગુણોની પરિપૂર્ણ પૂર્ણતા પ્રગટ થાય છે. જે અનંત સુખાત્મક છે, ક્યારેય પણ નાશ પામનારી નથી, પરાધીન નથી. આમ ગુરુજીનો ઉપદેશ છે. मनीषिणां पण्डितानां शुद्धश्रद्धानभासनपूर्वकतत्त्वरमणानुगवीर्यप्रवृत्तिमतां ‘‘પૂર્ગાનન્વસુધા’” તથા નિધા વૃદ્ધિર્મતિ । પૂર્વાં:-અન્યૂનઃ, ય આનન્દ્ર: પૂર્વાનન્દઃ, पूर्णानन्द एव सुधा पूर्णानन्दसुधा, तया स्निग्धा दृष्टिः पूर्णानन्दसुधास्निग्धा एषा भवतीति सम्बन्धः । स्वरूपस्वाभाविकपूर्णात्मीयात्यन्तिकैकान्तिकनिर्द्वन्द्वानन्दसुधास्निग्धा दृष्टिः तत्त्वज्ञानवतां भवति । तत्त्वज्ञानिनः स्वरूपानन्दपूर्णतामेव पूर्णत्वेन मन्यन्ते इति । न तत्र पौद्गलिकपूर्णता - सङ्कल्पः उपाधित्वेन निर्धारात् ॥५॥ " શુદ્ધ એવી ક્ષાયિકભાવની (કર્મોના સર્વથા ક્ષયથી થયેલી) શ્રદ્ધા અને શુદ્ધ જ્ઞાનપૂર્વક આત્મતત્ત્વની રમણતામાં જ વીર્યની પ્રવૃત્તિ કરનારા મનીષી (પંડિત-જ્ઞાની) પુરુષોની દૃષ્ટિ, આત્માના અનંતગુણોની રમણતા સ્વરૂપ સ્વાભાવિક પૂર્ણતાના આનંદ રૂપી જે અમૃત, તેના વડે સિંચાયેલી હોય છે. એટલે કે પૂર્ણાનન્દરૂપી અમૃતથી સિંચાયેલી સ્નેહાળ બનેલી દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર પૂર્ણ એટલે જરા પણ ન્યૂન નહીં એવો જે આનન્દ અર્થાત્ પરમાનન્દ-પૂર્ણાનન્દ, તે પરમાનન્દ એ જ અમૃત, એટલે કે પૂર્ણાનન્દ સુધા, તેવા અમૃત વડે સિંચાયેલી જે દૃષ્ટિ તે પૂર્ણાનન્દસુધાસ્નિગ્ધા. એવા પ્રકારની નિર્દોષ, અત્યન્ત શુદ્ધ, સ્વગુણરમણતાના આનંદવાળી આ દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. જેમ ભોગી જીવોની દૃષ્ટિ, પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં પૌલિક સુખો કે જે પરોપાધિજન્ય છે, બન્ધનરૂપ છે, પરાધીન છે, નવાં નવાં કર્મ બંધાવનાર છે તેમાં જ લયલીન હોય છે. ૧૮ તેવી જ રીતે તત્ત્વજ્ઞાનવાળા મનીષી પુરુષોની દૃષ્ટિ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણો સંબંધી જે સ્વાભાવિક પૂર્ણતા છે તેમાં જ વાસ્તવિક આત્યન્તિક-ઐકાન્તિક નિર્હન્દુ આનન્દ માણવા રૂપ જે અમૃત તેવા અમૃતથી સિંચાયેલી હોય છે, જે આનંદ પરાધીન નથી પણ પોતાના ગુણોનો જ આનંદ છે માટે વાસ્તવિક છે તે આત્મીય છે, પરિપૂર્ણ આનંદ છે. “જરા પણ ન્યૂન નથી તે આત્યન્તિક”, “ક્યારે ય જવાનો નથી સદાકાલ આ આનંદ રહેવાનો જ છે તે ઐકાન્તિક” અને “જે આનંદમાં શોક-અરિત, ઉદ્વેગાદિ કલુષિત ભાવો નથી તે નિર્દેન્દુ આનંદ કહેવાય છે.’’ આવા પ્રકારના આ અદ્ભુત આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. ભોગી જીવો ભોગ-સુખની સામગ્રીની પ્રાપ્તિને જ પૂર્ણતા માને છે પણ તે ભ્રામક છે. જ્યારે તત્ત્વજ્ઞાની આત્માઓ સ્વરૂપના આનંદની પૂર્ણતાને જ પૂર્ણતા તરીકે સ્વીકારે છે. આવી દૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે ત્યાં પૌદ્ગલિક-પૂર્ણતાનો અંશમાત્રથી વિચાર પણ આવતો નથી. કારણ કે પૌદ્ગલિક-પૂર્ણતા એ ઉપાધિભૂત છે, પરાધીન છે, દુઃખદાયી છે, નાશવંત છે. મોહ કરાવવા દ્વારા સંસારવર્ધક છે. આવો પાકો નિર્ણય મહાત્મા-પુરુષોના હૃદયમાં થયેલો છે. માટે તે મહાત્માઓ ત્યાં દૃષ્ટિપાત પણ કરતા નથી. તેઓની દૃષ્ટિ ત્યાં જતી જ નથી. પૌદ્ગલિક સુખને મોટું બંધન માને છે. પા अपूर्ण: पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ॥६॥ ગાથાર્થ :- પૌદ્ગલિક ભાવો વડે જે અપૂર્ણ હોય છે તે જ આત્માના ગુણોની પૂર્ણતાને પામે છે અને પૌલિક ભાવો વડે પૂર્ણ થતો આત્મા આત્મિક ગુણો વડે હાનિ પામે છે. પૂર્ણાનંદનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય પમાડનારો છે. ।।૬।। ટીકા :- પૂર્ણ: રૂતિ - ય: ચારિળત્યા સજનપુાનપરિત્યાધિ: પુત્પાત: Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૧૯ ‘‘અપૂર્ણાં: ’’ સાધાત્મગુળ: ‘‘પૂર્ણતાં’’ ‘“તિ-’’ પ્રાપ્નોતિ । તુ=પુન: પૂર્વમાળ: પુસ્ાણૈ:, हीयते पूर्णानन्देन, पुद्गलैः पूर्यमाणस्य आत्मानन्दो हीयते एव । अयं ज्ञानगोचरीभूतः पूर्णानन्दस्वभावः जगदद्भुतदायकः अस्ति इति । पूर्णानन्दस्वभावस्येयमद्भुततापरसङ्गत्यागे वृद्धिः, परभावपूरणे हानि: । જે આત્મા અંતરંગ વૈરાગ્ય અને ત્યાગની પરિણતિપૂર્વક પુદ્ગલાત્મક પરદ્રવ્યોના બંધનોનો સર્વથા પરિત્યાગ કરવાની અતિશય રુચિવાળો છે. તે આત્મા જેમ જેમ પુદ્ગલો વડે અપૂર્ણ બને છે (પુદ્ગલોના બંધન અને પૌદ્ગલિક સુખોની વાસના છોડીને ત્યાગી બને છે) તેમ તેમ બંધનો અને બંધનોની સારસંભાળની ચિંતાથી મુક્ત થતાં સાધક દશા વૃદ્ધિ પામતાં આત્માના ગુણો વડે પૂર્ણતાને પામે છે. બાહ્ય ભાવોની ચિંતાથી અને મોહથી મુક્ત બનેલો આ સાધક આત્મા આન્તરિક ગુણોની સારી રીતે સાધના કરી શકે છે. માટે જ બાહ્ય ભાવોથી હીન આત્મા આન્તરિક ગુણોની વૃદ્ધિવાળો બને છે. પરંતુ બાહ્ય એવા પુદ્ગલના પદાર્થો વડે અને તેવા તેવા પ્રકારના પૌદ્ગલિક સુખો વડે પૂર્ણ બનતો જતો એવો તે આત્મા (પરદ્રવ્યોના બંધનોમાં ઝકડાવાના કારણે) આત્મગુણોની સાધના અને તેના સંબંધી પરમ આનંદ પામવાની બાબતમાં હાનિ પામે છે. સારાંશ કે પુદ્ગલોના બંધનો વડે પૂરાતા (ઝકડાતા, બંધનોમાં ફસાતા) એવા તે આત્માનો આત્મિક ગુણોનો પરમાનન્દ હાનિ પામે છે. આ પૂર્ણાનન્દસ્વભાવ જ્ઞાનાદિ આત્મિક ગુણોની રમણતા રૂપ અનુભવના વિષયવાળો છે અને તે જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારો છે. કારણ કે જગતમાં ગાડી, વાડી અને લાડીનાં પૌલિક સુખો જેમ જેમ વધે છે તેમ તેમ સંસારમાં વિકાસ કર્યો, આગળ વધ્યો, વૃદ્ધિ પામ્યો, ઘણી સિદ્ધિ મેળવી આમ કહેવાય છે અને હાલ જે વાત ચાલે છે તે તેનાથી સર્વથા ઉલટી છે. આ પૂર્ણાનન્દસ્વભાવની આવા પ્રકારની અદ્ભુતતા છે કે પરદ્રવ્યના સંગનો જેમ જેમ ત્યાગ થાય તેમ તેમ પૂર્ણાનંદ વૃદ્ધિ પામે છે અને પરદ્રવ્યોના સંગાત્મક પરભાવદશા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ પૂર્ણાનન્દસ્વભાવ હાનિ પામે છે. પરનો સંગ ઘટે તો પૂર્ણાનન્દ વૃદ્ધિ પામે અને પરનો સંગ વધે તો પૂર્ણાનન્દ હાનિ પામે. આવો પૂર્ણાનન્દનો સ્વભાવ છે. જે સંસાર-રસિક જીવોને ન સમજાય તેવો છે. अत्र भावना-आत्मनः सकलस्वरूपाविर्भावानुभावोत्पन्नानन्दः, जगति-लोके अनादिप्रवृत्तिप्रवृत्ते पुद्गलानन्दभोक्तरि विस्मयरूपः । शुद्धतत्त्वपूर्णानां तु स्वरूपत्वाद् न विस्मयः । अत एव पूर्णानन्दसाधनभूते विशुद्धसम्यग्रत्नत्रयसाधने यत्नो विधेय કૃતિ ॥૬॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર ભાવાર્થ આ પ્રમાણે છે - આત્માને પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી તેના અનુભવ દ્વારા ઉત્પન્ન થયેલો જે પરમ આનંદ છે તે આનંદ આ સંસારમાં અનાદિકાળથી મોહાત્મક પ્રવૃત્તિમાં પ્રવર્તેલા અને પુદ્ગલસુખમાં જ આનંદને ભોગવનારા એવા સંસારી જીવમાં આશ્ચર્ય કરનારો છે. કારણ કે આવા પ્રકારના સંસારી જીવે મોહાત્મક પુદ્ગલસુખને જ સુખ માન્યું છે. આત્માના ગુણોની રમણતાનું સુખ જોયું નથી, માણ્યું નથી. તેથી તે જીવને આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે. પરંતુ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપથી પૂર્ણ બનેલા મહાત્માઓને તો આ જ વાસ્તવિક પોતાનું સ્વરૂપ હોવાથી અલ્પ પણ આશ્ચર્ય થતું નથી. ઉલટું આત્મામાં પોતાના અનંત ગુણોને અનુભવવા સ્વરૂપ સ્વાધીન અને નિરુપાધિક સુખ હોવા છતાં સંસારી જીવો પરાધીન, દુઃખદાયી, સોપાધિક અને અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા એવા પૌદ્ગલિક સુખમાં જે મગ્ન છે તે જોઈને તેઓને આશ્ચર્ય થાય છે. અને ભૂલા પડેલા સંસારી જીવો ઉપર ભાવકરુણા ઉપજે છે. ૨૦ આ કારણથી જ આત્માના ગુણોના આવિર્ભાવરૂપ પૂર્ણાનંદનું મુક્ત અવસ્થામાં જે છે તેના સાધનભૂત એવા નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ અનંત સુખદાયી એવી રત્નત્રયીની સાધનામાં જ સાધક જીવે પ્રયત્ન કરવો ઉચિત છે. આ સાધનામાં જ માનવજીવનની સાચી સાર્થકતા છે. ॥૬॥ સુખ परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥७॥ ગાથાર્થ :- પરદ્રવ્યમાં પોતાનાપણું માનવાથી ઉન્માદવાળા બનેલા રાજાઓ પણ સદા પોતાનામાં ન્યૂનતા જ જોનારા હોય છે અને પોતાના આત્મગુણોમાં જ પોતાનાપણું માનવાથી અનંત સુખથી પૂર્ણ ભરેલા એવા મુનિને પોતાનામાં ઈન્દ્રથી પણ ન્યૂનતા જણાતી નથી. (અર્થાત્ ઈન્દ્ર કરતાં પણ અધિક સુખ દેખાય છે.) IIઙા ટીકા :- પરત્વેતિ-પરે-પરવસ્તુનિ સાşિમાવનવિમાવળિતો સ્વસ્ય ભાવ: स्वत्वम्, परस्मिन् स्वत्वं परस्वत्वम्, तेन कृत उन्माथ उन्मादः - व्याकुलत्वं येषां ते परस्वत्वकृतोन्माथाः, एवम्भूता भूनाथाः - पृथ्वीशा अपि न्यूनतेक्षिण:-न्यूनतादर्शनशीलाः, यतः परसम्पद्रक्तानां चिन्तामण्यनन्तकोटिप्राप्तावपि न तृप्तिः, तृष्णाया अनन्तगुणत्वात् सदैवापूर्णत्वात् न्यूनतामेव पश्यन्ति, तृष्णाया विभावत्वात् परित्यागे (વ) મુમ્ । Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ પોતાના આત્મા સિવાયના સર્વે આત્માઓ (કુટુંબનાં સર્વે પાત્રો, સ્નેહીઓ અને મિત્રાદિ સર્વે જીવો) તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો એ આ વિવક્ષિત જીવને પરદ્રવ્ય અર્થાત્ પરવસ્તુ કહેવાય છે. તે પાત્રોનો અને ધનાદિ પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થાય છે. પરંતુ આ જીવ પૂર્વબદ્ધ મોહનીય કર્મના ઉદયથી તે દ્રવ્યોની સાથે રાગાદિ ભાવો દ્વારા અંગાંગીભાવને પામે છે (મારાપણાની મમતાથી જોડાય છે.) આમ આ જીવ વિભાવદશામાં પરિણામ પામે છે. સ્વસ્થ માવા-સ્વ મારાપણું-હુંપણું-મમતા જે થાય છે તેને “વૃત્વ” કહેવાય છે. પર એવાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોનો પુણ્યોદયથી સંગ થયે છતે તેની સાથે થયેલો જે અંગાંગીભાવ (એકમેકતા-તલ્લીનતા), તેનાથી વિભાવપરિણતિ ઉત્પન્ન થયે છતે તે પરદ્રવ્યમાં મારાપણાની જે બુદ્ધિ થાય છે તેને “પરે સ્વત્વમ્' = પરસ્વત્વ, પરસ્વત્વ કહેવાય છે. ધન-ધાન્ય-ઘર-હાટ-કુટુંબપરિવાર-સ્નેહીઓ અને મિત્રો ઈત્યાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થયે છતે તેને મારું મારું માનીને તેના દ્વારા થયો છે ઉન્માદ એટલે આકુળ-વ્યાકુલતા જેને એવા જે ભોગી જીવો છે તે પરદ્રવ્યોની પ્રાપ્તિ વડે અભિમાની બનેલા પોતાની જાતને સુખી સુખી માનનારા, દુનિયાને દબાવનારા આવા જીવો રાજા બન્યા હોય તો પણ પોતાનામાં ન્યૂનતાને જ જોનારા છે. હજુ મારે આ નથી, હજુ મારે પેલું નથી એમ નથી નથી અને નથીને જ જોનારા પ્રતિદિન અધિક અધિક મેળવવા માટે અઢારે પાપસ્થાનક સેવનારા હોય છે જે મળ્યું છે તેનો સંતોષ હોતો નથી, પરંતુ જે નથી મળ્યું તેનો અસંતોષ અને ઉગ જ ઘણો હોય છે. અને આકુલ-વ્યાકુલતા તથા તે મેળવવાની લાલસા જ ઘણી હોય છે. તેથી જ લખપતિ જીવ કરોડપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. કરોડપતિ જીવ અબજોપતિથી પોતાનામાં ન્યૂનતા દેખે છે. રાજાદિ ચક્રવર્તી કરતાં પોતાનામાં ન્યૂનતા દેખે છે. આમ આ જીવો પરદ્રવ્યને મેળવવામાં જ આકુળ-વ્યાકુલ થયા છતા પોતાનું સમસ્ત જીવન માનસિક દુઃખમય પસાર કરે છે અને બીજાનું અધિક ધન-સુખ આદિ જોઈને સદા બળ્યા જ કરે છે. ઈર્ષાની આગથી બળતા જ રહે છે. ઈર્ષ્યા, અદેખાઈ, ચિંતા અને અસંતોષ આદિથી દુઃખી જ દુઃખી રહે છે. કારણ કે પરદ્રવ્યને પોતાની સંપત્તિ માનીને તેમાં જ રક્ત બનેલા પુલાનંદી-ભોગી જીવોને ચિંતામણિરત્ન તુલ્ય અપાર કરોડો વસ્તુઓની પ્રાપ્તિ થાય, છતાં પણ તૃપ્તિ થતી નથી (સંતોષ થતો નથી). મોહાધીન જીવમાં રહેલી તૃષ્ણા ઈન્દ્રનથી આગ વધે તેમ “નાદે નોદ પવફા” આવી શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે અનંતગુણી વધે છે. તેથી સદાકાલ અપૂર્ણ જ રહે છે. માટે પોતાને પોતાની લક્ષ્મીની ન્યૂનતા જ દેખાય છે. આ સંસારમાં સર્વે જીવોને લક્ષ્મી બીજાની જ વધારે દેખાય છે અને સરસ્વતી પોતાની જ વધારે દેખાય છે” આ જ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર મોટી ભ્રમબુદ્ધિ છે. તૃષ્ણા (એટલે પરદ્રવ્યને પ્રાપ્ત કરવાની મહેચ્છા) એ વિભાવદશા હોવાથી તેના ત્યાગમાં જ પરમસુખ છે. જેમ જેને ભૂત વળગેલું હોય છે તે ભૂતના કારણે દુઃખી હોય છે અને ભૂત નીકળ્યા પછી સુખી થાય છે. તેમ આ પરદ્રવ્યનો સંગ એ જીવને વળગેલું એક પ્રકારનું મહાભૂત છે. તેથી જ પરદ્રવ્યની મમતાવાળા જીવો પોતાને ન્યૂન ચૂન દેખીને સદા આકુળ-વ્યાકુલ, દુઃખી, ચિંતાતુર અને અનેક પ્રકારની ઉપાધિઓવાળા બને છે. જ્યારે આ પરદ્રવ્યોની મમતા ત્યજે છે ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. स्वशब्देन आत्मा, तत्रैव स्वत्वं स्वस्वत्वम्, तदुत्पन्नसुखम्- आत्मस्वभावनिर्धारभासनरमणानुभवरूपं सुखम्, तेन पूर्णस्य मुनेः "हरेरपि"-इन्द्रादपि “न न्यूनता" । यत इन्द्रादीनां शुभाध्यवसायनिबद्धपुण्यविपाकभोगिनां आत्मगुणानुभवशून्यानां दीनत्वमेव विलोक्यते तत्त्वरसिकैः । स्वरूपसुखलेशोऽपि जीवनं परमामृतम्, पुण्योदयोद्भवसुखकोटिरपि स्वगुणावरणत्वेन महदुःखम् । अहह ! बन्धसत्तातोऽपि उदयकालः दारुणः, येनात्मनो (पुण्योदयकालः) गुणावरणता । अतः स्वरूपसुखे રુચિ: વેર્યા ઉત્તરાર્ધમાં લખેલા સ્વ શબ્દથી આત્મા અર્થ કરવો. તે આત્મામાં જ મારાપણું જે કરવું તેને સ્વસ્વત્વ કહેવાય છે. આત્માના ગુણોને “આ જ મારું સાચું ધન છે.” આમ માનવાથી ઉત્પન્ન થયેલું જે સુખ એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની જ શ્રદ્ધા કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેમાં જ રમણતાનો અનુભવ કરવો આવા પ્રકારનું જે સુખ છે તેવા પ્રકારના આત્મિકગુણોની રમણતાના સુખથી ભરપૂર ભરેલા એવા મુનિને (આત્માર્થી જીવને) ઈન્દ્ર થકી પણ કંઈ ન્યૂનતા નથી. કારણ કે પૂર્વ ભવમાં શુભ અધ્યવસાયથી બાંધેલા પૂણ્યકર્મના વિપાકોદયને ભોગવનારા અને આત્માના નિર્મળ ગુણોની રમણતાના અનુભવથી સર્વથા શૂન્ય એવા ભોગી ઈન્દ્ર' વગેરે મહાસુખી જીવોમાં પૌલિક ભાવોમાં જ સુખબુદ્ધિ સ્થિર થયેલી હોવાથી તેવા જીવોમાં તત્ત્વરસિક મહાત્માઓ વડે દીનતા જ દેખાય છે. એકબીજાનું રાજ્ય પડાવી લેવા લડાઈ કરે છે. એક-બીજાની સ્ત્રીઓમાં મોહિત થઈને અપહરણ કરે છે. આ બધું શું છે ? પરધન અને પરસ્ત્રીની લુંટાલુંટ એ ભોગસુખો માટેની દીનતા જ છે. સામાન્ય રાજા હોય, ચક્રવર્તી રાજા હોય કે ઈન્દ્ર હોય પણ આ સર્વે પરપદાર્થોમાં સુખબુદ્ધિવાળા હોવાથી કડવાશ-વેરઝેર-લુંટાલુંટ અને યુદ્ધાદિ કરી સતત કલુષિત ચિત્તવાળા, દીનતાવાળા તથા વૈરાયમાણસ્વભાવવાળા વર્તે છે. કષાયોથી ભરેલા જ રહે છે. ૧. અહીં ઈન્દ્રો સમ્યગ્દષ્ટિ હોવાથી પૌલિક સુખની અતિશય આસક્તિવાળા હોતા નથી. પરંતુ અવિરતિ હોવાથી ટીકાકારશ્રીએ ઈન્દ્રનો ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૨૩ જ્યારે આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણોના અનુભવ રૂપ સુખનો ભલે લેશ જ માત્ર હોય તો પણ તે પરમ અમૃતમય જીવન છે. કારણ કે જ્યાં આવી વિભાવદશા-કાષાયિકવૃત્તિઓ નથી, સ્થિર દરીયાતુલ્ય શુદ્ધ મનોવૃત્તિ હોય છે. જ્યારે પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલું પૌલિક સુખ ઘણું ઘણું હોય તો પણ તે સુખ રાગાદિ કષાયો કરાવનાર છે. તેનાથી આત્માના શુદ્ધ ગુણોનું આવરણ જ થાય છે. માટે મહાદુઃખમય છે. જેમ કોઈ એક સત્તાધીશ મનુષ્ય બીજા મનુષ્યને સારું સારું ખાવા-પીવાનું આપે, રહેવા સારું મકાન આપે, સુખસગવડતા આપે પણ તેના પરિવાર સાથે (પત્ની અને બાળકો સાથે) મળવા ન દે. તેના પોતાના પરિવારથી સદા દૂર જ રાખે, તો તે બહારનું સુખ પણ દુઃખ જ છે. તેમ આ ભૌતિક સુખ પણ મોહ કરાવવા દ્વારા સ્વગુણોનું આવારક છે. એટલે કે સ્વગુણોની પ્રાપ્તિથી દૂર જ રાખે છે. માટે મહાન દુઃખરૂપ છે. અહો આશ્ચર્ય સાથે દુઃખની વાત છે કે બંધાયેલું પુણ્ય) કર્મ અને સત્તામાં રહેલું પુણ્યકર્મ આત્માના ગુણોનું એવું આવારક નથી, પરંતુ વિપાકોદયમાં આવેલું પુણ્યકર્મ (રાગાદિ કષાયો કરાવવા દ્વારા) આત્માના નિર્મળ ગુણોનું આચ્છાદન કરીને આ આત્માને મૂઢ (ગાંડો) બનાવી દે છે. આ કારણે જ બંધકાલ અને સત્તાકાલ કરતાં ઉદયકાલ અતિશય (દારુણ) ભયંકર છે. જેના વડે આત્માના ગુણોનું વર્તમાનકાલે આવરણ કરાય છે. તેથી હે આત્માનું! તારે આત્માના સ્વરૂપના સુખમાં જ પ્રીતિ-વિશ્વાસ કરવા જેવાં છે. પદ્ગલિક સુખોનો અનુભવ આ જીવને અંધ કરનાર છે. સ્વગુણોની સંસ્મરણતા અને રમણતા એ આ આત્માને સતત જાગૃત રાખનાર છે. ૭l कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतते' सकलाध्यक्षा, पूर्णानन्दविधोः कला ॥८॥ ગાથાર્થ - કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને શુક્લપક્ષ શરૂ થયે છતે આત્મગુણોના પૂર્ણાનન્દરૂપી ચંદ્રમાની કલા સર્વ જનને પ્રત્યક્ષ એવી પ્રકાશિત થાય છે. Iટા ટીકા - Mો પક્ષે રૂતિ-કૃષ્ણ પક્ષે પરિક્ષી-ક્ષક્ષ્ય પ્રાપ્ત, ગુવન્ને પક્ષે समुदञ्चति-उदयं प्राप्ते सति "सकलाध्यक्षा"-सकलजनप्रत्यक्षा विधो:-चन्द्रस्य कला द्योतते इति लोकप्रवृत्तिः । एवं कृष्ण पक्षे अर्धपुद्गलाधिकसंसाररूपे क्षीणे सति, ૧. દ્યોતને સત્નાધ્યક્ષા , પૂનવિધો: સ્ના: આમ પ્રસિદ્ધપાઠ બહુવચનવાળો છે. પણ ટીકાકારશ્રીએ મૂલમાં તથા ટીકામાં સર્વત્ર એકવચન કર્યું છે. એટલે અમે પણ એકવચન વાળો જ પાઠ રાખેલ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ૨૪ પૂર્ણાષ્ટક - ૧ शुक्लपक्षे अर्धपुद्गलाभ्यन्तरसंसाररूपे प्रवर्तमाने सति, पूर्णानन्दः-आत्मा, स एव विधुश्चन्द्रस्तस्य कला स्वरूपानुयायिचैतन्यपर्यायप्राग्भावरूपा द्योतते शोभते इत्यर्थः । કૃષ્ણપક્ષ (દરેક મહીનાનો અંધારીયો પક્ષ-વદી પક્ષ) ક્ષય થયે છતે અને શુક્લપક્ષ (અજવાળીયાનો પક્ષ-સુદી પક્ષ) ઉદયમાં આવ્યું છતે ચંદ્રમાની કલા વધારેને વધારે પ્રકાશિત થતી જાય છે. આ વાત સર્વે મનુષ્યોને પ્રત્યક્ષ છે, અનુભવસિદ્ધ છે. આવા પ્રકારનો લોકવ્યવહાર છે. તેમાં કંઈ કહેવું પડે કે સમજાવવું પડે તેમ નથી. એવી જ રીતે અર્ધપુદ્ગલપરાવર્તનથી અધિક સંસારના હોવારૂપ કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને અર્ધપુગલ પરાવર્તનની અંદર (તેનાથી ન્યૂન) સંસારના હોવા રૂપ શુક્લ પક્ષનો ઉદય થયે છતે પૂર્ણાનન્દમય જે આ આત્મા છે તે જ જાણે ચંદ્રમા હોય તેમ તેની આત્મસ્વરૂપને અનુસરનારી ચેતન્યપર્યાયની પ્રગટતા થવારૂપ કલા વધારે ને વધારે પ્રકાશિત થાય છે. આ જીવનો મોક્ષે જવાનો અર્ધપુલપરાવર્તનથી વધારે કાલ બાકી હોય (અર્થાત્ મોક્ષપ્રાપ્તિ દૂર દૂર કાલે થવાની હોય) ત્યારે કૃષ્ણપક્ષ કહેવાય છે અને આ જીવનો મોક્ષે જવાનો કાલ જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનની અંદરનો હોય છે. તેનાથી ન્યૂન હોય છે ત્યારે શુક્લપક્ષ કહેવાય છે. જ્યારે કૃષ્ણપક્ષકાલ હોય ત્યારે મોક્ષ દૂરકાલે થવાનો હોવાથી આત્માનું ચેતના વીર્ય ભોગ તરફયુગલના સુખો તરફ, તેમાં જ સુખબુદ્ધિ કરીને પ્રવર્તનારું હોય છે અને જ્યારે શુક્લપક્ષકાલ આવે છે ત્યારે મોક્ષ નિકટકાલમાં જ થવાનો હોવાથી આત્માનું ચેતના વીર્ય ભોગસુખો તરફ ઉદાસીન થાય છે અને આત્માના સ્વરૂપને અનુભવવામાં જ આનંદ માનનારા એવા ચેતના વીર્યનો પ્રાદુર્ભાવ થાય છે. આત્માની ચૈતન્યશક્તિ અને વીર્યશક્તિ સ્વગુણોની રમણતાના આનંદ તરફ વળે છે. ચાલતાં ચાલતાં ગામની ભાગોળ આવે ત્યારે ગમે તેવા થાકેલાના પણ પગ જોરથી ઉપડે છે તેમ અહીં સમજવું. દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલ બાકી રહેવા રૂપ શુક્લપક્ષ આવે ત્યારે આત્માની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. ભોગસુખોને બદલે આત્મગુણોની રમણતાના સુખ તરફ આ આત્મા દોટ મુકે છે. शुक्लपक्षे प्राप्ते आत्मनि चेतनापर्यायः शोभते, कृष्णपक्षे हि अनादिक्षयोपशमीभूत-चेतनावीर्यादिपरिणामः मिथ्यात्वासंयमैकत्वेन संसारहेतुत्वात् न शोभत इत्यर्थः । अस्य हि आत्मनः स्वरूपसाधनावस्था एव प्रशस्या । कृष्णपक्षशुक्लपक्षलक्षणं तु - Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી આ આત્માનો જ્યારે શુક્લપક્ષ શરૂ થાય છે ત્યારે સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિઅનંતાનુબંધીકષાયની વિસંયોજના અને શ્રેણી ઈત્યાદિ આરોહણભાવોનો યોગ સંભવતો હોવાથી અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઈત્યાદિ કર્મબંધના હેતુભૂત કલુષિત ભાવોની હાનિ થતી જતી હોવાથી “ચેતનાપર્યાય” (જ્ઞાનપર્યાય) અને વીર્યપર્યાય (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્રિયાપર્યાય) અતિશય શોભા પામે છે. જ્યારે કૃષ્ણપક્ષ હતો ત્યારે અનાદિકાળથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમભૂત ચેતનાપર્યાય અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભૂત વીર્યપર્યાય મિથ્યાત્વ અને અવિરતિભાવની સાથે એકમેક હોવાથી સંસારનો હેતુ બનતો હતો. પ્રગટ થયેલી સમસ્ત બુદ્ધિ અને મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃત્તિ મિથ્યાત્વવાળી, અવરિત ભાવવાળી અને કાષાયિક ભાવવાળી હતી. તેથી નિરન્તર કર્મબંધનું જ અને તેનાથી સંસારવૃદ્ધિનું જ કારણ બનતી હતી. તેથી તેવો ચેતનાપર્યાય (બુદ્ધિ) અને વીર્યપર્યાય (પ્રવૃત્તિ) શોભા પામતા ન હતા. આત્માને સુખનો હેતુ ન હતો, પણ દુ:ખનો જ હેતુ હતો. માટે આ આત્માની આત્મસ્વરૂપને સાધી આપે એવી સાધનાત્મકાવસ્થા (સાધકાવસ્થા) જ પ્રશંસનીય ગણાય. પણ કર્મબંધ કરાવે-સંસારમાં રઝળાવે એવી બાધકાવસ્થા શોભા ન પામે. કૃષ્ણપક્ષમાં બાધકાવસ્થા અને શુક્લપક્ષમાં સાધકાવસ્થા હોય છે. કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે . પૂર્ણાષ્ટક - ૧ - - जेसिमवड्डपुग्गलपरिअट्टो सेसओ य संसारो । ते सुक्कपक्खिया खलु, अवरे पुण किण्हपक्खीया ॥७२॥ ૨૫ (શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૭૨) નો જિરિયાવાડું સો, મળ્યો નિયમ (૫) સુવ પવસ્ત્રીયો । अंतो पुग्गलपरिअट्टस्स, उ सिज्झइ नियमा । इति दशाश्रुतस्कन्धचूर्णौ ( षष्ठी दशा अक्रियावादिस्वरूपम् ) જે આત્માઓનો સંસાર અપાર્ધપુદ્ગલપરાવર્તન માત્ર જ શેષ હોય છે. તે જીવો અવશ્ય શુક્લપાક્ષિક કહેવાય છે અને બાકીના જીવો (કે જેઓનો સંસાર અપાર્ધપુદ્ગલ પરાવર્તનથી અધિક હોય છે તે જીવો) નિયમા કૃષ્ણપાક્ષિક હોય છે. જે ક્રિયાવાદી જીવો છે તે નિયમા ભવ્ય અને નિયમા શુક્લપાક્ષિક હોય છે અને અર્ધપુદ્ગલપરાવર્તનકાલમાં નિયમા સિદ્ધિપદને પામનારા હોય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે - Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર जो अकिरियावादी सो भवितो अभविउ वा नियमा किण्हपक्खीओ । किरियावादी णियमा भव्वओ णियमा सुक्कपक्खीओ अंतोपुग्गलपरियट्टस्स नियमा सिज्झिहि त्ति सम्मदिट्ठी वा मिच्छदिट्ठी होज्ज । જે અક્રિયાવાદી છે તે ભવ્ય પણ હોય અથવા અભવ્ય પણ હોય, પરંતુ નિયમો કૃષ્ણપાક્ષિક જ હોય (અર્ધપુગલપરાવર્તનથી વધારે સંસારવાળા જ હોય) તથા જે ક્રિયાવાદી જીવો છે તે જીવો નિયમા ભવ્ય જ હોય, નિયમા શુક્લ પાક્ષિક જ હોય અને અર્ધપુગલ પરાવર્તનની અંદર જ નિયમા સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર હોય છે. ભલે તે સમ્યગ્દષ્ટિ પણ હોય અથવા મિથ્યાષ્ટિ પણ હોય. એટલે શુક્લપક્ષમાં વર્તતા જીવની આધ્યાત્મિક કલા વૃદ્ધિ પામે છે. पूर्ण इति गुणत्वात् गुणिनमन्तरेण न भवति पूर्णत्वम्, वस्तुनि स्वरूपसिद्धौ भवति । तत्र नामपूर्णः "पूर्ण" इति कस्यचित् नाम शब्दालापरूपम् । पूर्णस्य आकार आरोपो वा स्थाप्यते सा स्थापना, पूर्णघटत्वादिरूपा स्थापनापूर्णः । द्रव्यपूर्ण:द्रव्येण पूर्णः धनाढ्यो जलादिपूर्णघटादिर्वा, द्रव्यात् पूर्णः स्वकार्यपूर्णः, "अर्थक्रियाकारि द्रव्यम्" इति लक्षणात्, द्रव्येषु पूर्णः धर्मास्तिकायस्कन्धादिः, "अणुवओगो दव्वं" इति वचनात् आगमतो द्रव्यं-पूर्णपदस्यार्थज्ञाता अनुपयुक्तः, नोआगमतः-ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात् त्रिधा, तत्र पूर्णपदज्ञकलेवरं ज्ञशरीरम्, भाविपूर्णपदज्ञाता लघुशिष्यादिः भव्यशरीरम्, तद्व्यतिरिक्तस्तु सत्तया पूर्णः गुणादिभिः तथापि तत्प्रवृत्तिरहितः कर्मावृतः आत्मा अविवक्षितभावस्वभावः । उक्तं च श्री शान्तिवादिवेतालैः ___ "नवरं तद्व्यतिरिक्तश्च जीवो द्रव्यजीव उच्यते इति प्रक्रमः, तु-विशेषद्योतकः, स चायं विशेषो-यथा न कदाचित्तत्पर्यायवियुक्तं द्रव्यं, तथापि च यदा च तद्वियुक्ततया विवक्ष्यते तदा तद्रव्यप्राधान्यतो द्रव्यजीवः (उत्त२।ध्ययन-अध्ययन 3६). “પૂર્ણ” પૂર્ણપણું એ પદાર્થનો ગુણવિશેષ છે. એટલે કે પૂર્ણતા એ પદાર્થનો ધર્મ છે. જેમકે આ ઘટ જલથી ભરપૂર ભરેલો છે. ભરેલાપણું-પૂર્ણપણે એ ઘટનો ગુણ થયો અર્થાત્ ધર્મ થયો. અને જે ગુણ હોય છે તે ગુણી વિના સંભવતો જ નથી. તેથી પૂર્ણત્વ એ ગુણ હોવાથી સ્વરૂપથી સિદ્ધ એવી વસ્તુ સત્ હોય તો જ તેમાં પૂર્ણત્વ સંભવી શકે. (એટલે કે વસ્તુ પોતે વાસ્તવિકપણે આ સંસારમાં સત્ હોય તો જ તેવી) વસ્તુ હોતે છતે પૂર્ણતા Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ ૨૭ નામનો ગુણ તેમાં સંભવી શકે છે. માટે જીવ નામનો પદાર્થ પણ સત્ છે અને તે પોતાના ગુણોથી પૂર્ણ પણ છે. હવે આ પૂર્ણતા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે - કોઈક વ્યક્તિનું “પૂ” આવું નામ રાખવામાં આવે એટલે કે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને “આ પૂર્ણ છે” આ પ્રકારના શબ્દોના આલાપથી બોલાવાય, ત્યારે તે “નામથી પૂર્ણ” કહેવાય છે. પૂર્ણ એવી વસ્તુનો જે આકાર તે, અથવા પૂર્ણપણે જેની કલ્પના કરાય (આરોપ-ઉપચાર કરાય) તે સ્થાપના પૂર્ણ કહેવાય છે. જેમકે પૂર્ણ ઘટાદિ રૂપે સ્થાપના કરાય તે કુંભસ્થાપનાદિ. “દ્રવ્યપૂuf” ના જુદા જુદા અર્થો થાય છે. તૃતીયા તપુરુષ સમાસ કરીએ તો દ્રવ્ય વડે જે પૂર્ણ તે દ્રવ્યપૂર્ણ - જેમકે ધન વડે પૂર્ણ એવો ધનાઢ્ય ચૈત્ર-મૈત્રાદિ, અથવા જલ વડે અને ઘી વડે ભરેલો ઘટાદિ. હવે પંચમી સમાસ કરીએ તો “વ્યાત્ પૂU:” દ્રવ્યથી પૂર્ણ એટલે કે સાંસારિક પોતાનાં બધાં કાર્યો જેનાં પૂર્ણ થઈ ગયાં છે (સર્વે જવાબદારીઓ જેની પૂર્ણ થઈ ગઈ છે, નિવૃત્ત જીવન જેનું છે) તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. કારણ કે “અર્થક્રિયા કરવી તે દ્રવ્યનું લક્ષણ છે.” જેણે પોતાની બધી અર્થક્રિયા કરી લીધી છે તેથી તે દ્રવ્યથી પૂર્ણ કહેવાય છે. “બૈજુ પૂઈf:” આમ જ્યારે સપ્તમી સમાસ કરીએ ત્યારે છ દ્રવ્યોમાં જે પૂર્ણ દ્રવ્ય છે અર્થાત્ અખંડ દ્રવ્ય છે, જેના ખંડ-ખંડ થતા નથી એવો ધર્માસ્તિકાયનો જે સ્કંધ છે તે. આદિ શબ્દથી અધર્માસ્તિકાયનો જે સ્કંધ, આકાશાસ્તિકાયનો જે સ્કંધ તે દ્રવ્યપૂર્ણ કહેવાય છે. જે દ્રવ્ય જેવું છે તેવું જ પૂર્ણપણે રહે છે. પરંતુ પુગલદ્રવ્યની જેમ ખંડ ખંડ થતું નથી. પૂર્ણપણે છે તે દ્રવ્યપૂર્ણ અને પૂર્ણપણે જે રહે તે પણ દ્રવ્યપૂર્ણ. અથવા “અનુપયોગો દ્રવ્ય” ઉપયોગશૂન્ય જે હોય તેને પણ દ્રવ્ય કહેવાય છે. જેમ ઉપયોગ વિના કરાયેલી ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહેવાય છે, તેમ “પૂર્ણ” કોને કહેવાય? તે પૂર્ણપદના અર્થને સારી રીતે જે આત્મા જાણતો હોય, પરંતુ તેની પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ ન હોય અર્થાતુ અનુપયોગી જે વક્તા તે આગમથી દ્રવ્યપૂર્ણ. નોઆગમથી દ્રવ્યપૂર્ણના ત્રણ ભેદ છે - ૧. જ્ઞશરીર, ૨. ભવ્યશરીર અને ૩. તવ્યતિરિક્ત. ત્યાં જેણે પૂર્ણપદનો અર્થ પૂર્વકાલમાં બરાબર જાણ્યો હતો પરંતુ હાલ અવસાન (મૃત્યુ) પામ્યા છે તેવા જીવનું મૃતક શરીર (ફ્લેવર). તે શરીરગત જીવે પૂર્વે જાણ્યું હતું માટે જ્ઞશરીર, તથા હાલ જે બાલશિષ્ય-નાના મુનિ છે પણ ભાવિમાં જે પૂર્ણપદના અર્થને ભણશે-જાણશે, ભાવિમાં જાણવાને યોગ્ય છે તે લઘુશિષ્યાદિ (બાલમુનિ આદિ) ભવ્યશરીર. તથા સત્તાથી જે આત્મા સિદ્ધની સમાન અનંતગુણો આદિ વડે પૂર્ણ છે. તો પણ કર્મોથી આવૃત્ત એવો તે આત્મા હાલ અનંતગુણોની પ્રવૃત્તિ કરી શકતો નથી, તે ગુણોની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર પ્રવૃત્તિ વિનાનો છે તેથી જ જેમાં અનંતગુણો હોવા છતાં પણ કાર્ય ન કરતા હોવાથી, નથી વિવક્ષા કરાઈ આવા પ્રકારની ભાવસ્વભાવની જેની એવો જે નિગોદાદિમાં રહેલો સંસારી આત્મા તે તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. શ્રી વાદિવેતાલ એવા શાન્તિચંદ્રસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ટીકામાં કહ્યું છે કે - તે તે ગુણો અને પર્યાયોથી વ્યતિરિક્ત એવો જે જીવ તે તદુવ્યતિરિક્ત દ્રવ્યજીવ કહેવાય છે. આવા પ્રકારની અહીં નીતિ-રીતિ છે. અહીં જે તુ શબ્દ (ઉત્તરાધ્યયનની મૂલગાથામાં) લખવામાં આવ્યો છે. તે વિશેષતાનો સૂચક છે, તે વિશેષતા આ પ્રમાણે છે કે - કોઈપણ દ્રવ્ય ક્યારે પણ પોતપોતાના તે તે ગુણ-પર્યાયોથી રહિત હોતું જ નથી. તો પણ તે તે ગુણ-પર્યાયોથી રહિતપણે જ્યારે દ્રવ્યમાત્રની વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યની જ પ્રધાનતા હોવાથી તેને દ્રવ્યજીવ કહેવાય છે. જેમકે અમદાવાદમાં પચાસ લાખ મનુષ્યો હાલ વસે છે. અહીં મનુષ્યમાત્રની જ ગણતરી કરી, કોઈ ઉચ્ચ જાતિના અને કોઈ નીચ જાતિના છે, કોઈ બાલ-યુવાન આદિ પર્યાયવાળા છે, કોઈ ઓછું-વધારે જ્ઞાન ધરાવે છે, કોઈ શારીરિક કાળા-ગોરા આદિ ભિન્ન ભિન્ન ગુણો ધરાવે છે. પરંતુ તે તે ગુણો અને પર્યાયોની વિવક્ષા ન કરતાં “જીવો આટલા છે” આવી જે વિવક્ષા કરાય છે તેને તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યપૂર્ણ સમજાવીને હવે ભાવપૂર્ણ સમજાવે છે. भावपूर्णः आगमतः पूर्णपदार्थज्ञः समस्तोपयोगी । नोआगमतः ज्ञानादिगुणपूर्णाः, सङ्ग्रहेण सर्वे जीवाः, नैगमेनासन्नसिद्धिमन्तो भव्याः पूर्णानन्दाभिलाषिणः, व्यवहारतः अभ्यासवन्तः, ऋजुसूत्रेण तद्विकल्पवन्तः, शब्दनयेन सम्यग्दर्शनादिसाधकगुणानन्दपूर्णाः, समभिरूढेन अर्हदाचार्योपाध्यायसाधवः स्वस्वभावसुखास्वादनेन भवोद्विग्नत्वात्, एवम्भूततः सिद्धाः अनन्तगुणानन्दाव्याबाधानन्दपूर्णत्वात् । ભાવપૂર્ણના બે ભેદ છે – આગમથી અને નોઆગમથી. જે આત્મા પૂર્ણપદના અર્થના જાણકાર છે અને સમસ્તપણે તેમાં ઉપયોગવાળા છે, પ્રરૂપણા કરતાં તેના યથાર્થ ઉપયોગવાળા છે. તે આગમથી ભાવપૂર્ણ કહેવાય છે. હવે નોઆગમથી ભાવપૂર્ણ જ્ઞાનાદિ આત્મગુણો વડે જે પરિપૂર્ણ છે તે કહેવાય છે. તેને બરાબર સમજવા માટે સાત નયોથી વિચારવામાં આવે છે - (૧) નગમનયથી - દેશોનાધપુગલપરાવર્તન જેટલા નિકટના કાલમાં જ સિદ્ધિ પામવાવાળા પૂર્ણાનન્દસ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી એવા ભવ્યજીવો, કારણ કે નૈગમનય Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ કાર્યના કંઈક દૂર એવા કારણમાં પણ કાર્યનો આરોપ કરીને કાર્ય સ્વીકારનાર છે. જેમ તૃણમાં પણ ઘીની શક્તિ છે. તો જ કાલે કાલે ઘી પ્રગટ થાય છે. તેમ અર્ધપુદ્ગલપરાવર્તનમાં આવેલો જીવ જ કાલે કાલે સિદ્ધિપદની પ્રાપ્તિરૂપ કાર્યને કરનારો છે. (૨) સંગ્રહનયથી - સર્વે જીવો પૂર્ણ છે કારણ કે સંગ્રહનય સદંશગ્રાહી છે અને નિગોદ-નરક આદિ સમસ્ત જીવોમાં સિદ્ધપરમાત્માની સમાન અનંત અનંત ગુણોની પૂર્ણતા સત્તાથી રહેલી છે. માટે સર્વે પણ જીવો સંગ્રહનયથી પૂર્ણ છે. (૩) વ્યવહારનયથી - સિદ્ધપદમાં રહેલ ગુણોની પૂર્ણતાને પ્રાપ્ત કરવાના અભ્યાસવાળો (ટેવ પાડતો) જીવ, જેમકે દેશવિરત-સર્વવિરત-ત્યાગ-તપ આદિ કરવા દ્વારા અભ્યાસવાળો-પ્રવૃત્તિશીલ જે જીવ તે પૂર્ણ. સાધક અવસ્થાવાળો આત્મા. (૪) ઋજુત્રનયથી - પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાની માનસિક તમન્નાવાળો જીવ, પૂર્ણસ્વરૂપના આનંદની પ્રાપ્તિના વિકલ્પવાળો જે જીવ તે પૂર્ણ કહેવાય છે. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે અને હાલ વર્તમાનકાલે જેને આવી પૂર્ણતા પ્રાપ્ત કરવાના મનોરથ જાગ્યા છે, ભોગદૃષ્ટિ દૂર થઈ છે અને તે પૂર્ણાનંદને મેળવવા સતત પ્રયત્નશીલ છે. તેને પૂર્ણ કહેવાય છે. (૫) શબ્દનયથી - સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિ સાધક-આત્માના જે ગુણો છે તેના આનંદથી પૂર્ણ હોય તેને પૂર્ણ કહેવાય છે. કારણ કે માત્ર વિકલ્પ હોય પણ પ્રવૃત્તિ ન હોય તો શું કામનું ? તેથી આ નય વિકલ્પની સાથે પ્રવૃત્તિ હોવી જોઈએ તો જ તે સાચી પૂર્ણતા છે આમ સમજીને આત્મા પોતે તેવા પ્રકારની પૂર્ણતાના આનંદનો અનુભવી થાય તે પૂર્ણ કહેવાય છે. (૬) સમભિરૂઢનયથી - પંચપરમેષ્ઠિમાંથી સિદ્ધપરમાત્મા વિના બાકીના અરિહંત પરમાત્મા-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ આ ચારે પદે બીરાજમાન મહાત્મા-પુરુષો પોતાના આત્મસ્વભાવના વાસ્તવિક સુખનો અંશે અંશે આસ્વાદન કરનારા હોવાથી અને સાંસારિક ભાવોથી ઉદ્વેગ પામેલા હોવાથી આંશિક તે પર્યાયમાં પ્રવર્તનારા છે માટે પૂર્ણ કહેવાય છે. (૭) એવંભૂતનયથી કોઈપણ જાતનું પ્રતિબંધકતત્ત્વભૂત કર્મ જેને બાકી નથી, સર્વથા નિરાવરણ થયેલા અને સંપૂર્ણપણે અનંતગુણોના આનંદથી તથા અવ્યાબાધ સુખના આનંદથી જેઓ પૂર્ણ છે એવા સિદ્ધપરમાત્માઓ પૂર્ણ કહેવાય છે. આ પ્રમાણે નોઆગમથી ભાવપૂર્ણતા સાત નયો વડે સમજાવી છે. - Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર अत्र हि - भावनिक्षेपः साध्यः, ततः एवम्भूतः पूर्णानन्दः साधनत्वेन गृहीतः इति । शुद्धसिद्धामलानन्ताकृत्रिमस्वरूपसकलस्वभावाविर्भावानुभवस्वरूपः पूर्णानन्दः साध्यः । साधना तु या सम्यग्रत्नत्रयाभ्यासवत्त्वेनात्मगुणास्वादानन्दतया परिणमय्य पूर्णानन्दसाधना विधेया । इति व्याख्यातं पूर्णाष्टकम् । ૩૦ ઉપર કહેલા ચાર નિક્ષેપામાંથી ચોથા નિક્ષેપાવાળી ભાવપૂર્ણતા જ પ્રાપ્ત કરવા લાયક છે. કારણ કે તે જ પૂર્ણતા આત્માનું શુદ્ધ, નિર્મળ અને વાસ્તવિક સ્વરૂપ છે. સ્વાધીન અને અનંતકાલ રહેનારું સ્વરૂપ છે માટે ભાવપૂર્ણતા જ સાધ્ય છે. તેથી એવંભૂતનયને માન્ય સિદ્ધાવસ્થાવાળી જે આત્મિકગુણોના પરમ આનંદરૂપ પૂર્ણતા છે. તે જ સાધવાલાયક તરીકે = સાધ્ય તરીકે સ્વીકારાઈ છે. સારાંશ કે શુદ્ધ-સિદ્ધ-નિર્મળ-અનંત-અકૃત્રિમ (વાસ્તવિક) આત્મસ્વરૂપમય સકલગુણાત્મક આત્મસ્વભાવનો આવિર્ભાવ થવો અને તેનો અનુભવ કરવો આ પ્રમાણે અનુભવાતો જે સાચો પરમ આનંદ છે તે જ સાધ્ય છે તે જ મેળવવા જેવો છે. ઉપરોક્ત સાધ્ય પ્રાપ્ત કરવા માટે તેની પૂર્વભૂમિકારૂપે ચારથી ચૌદ ગુણસ્થાનકોમાં આરોહણ કરવા સ્વરૂપ સમ્યગ્ એવી રત્નત્રયીના નિરંતર અભ્યાસવાળા બનવા દ્વારા આત્માના ગુણોનું આસ્વાદન કરવા સ્વરૂપ આનંદ રૂપે પરિણામ પમાડીને આરાધનાના કાલમાં જે પૂર્ણાનન્દ માણવો તે પૂર્વકાલીન (આરાધનામય અને સાધનામય) જે ભૂમિકા છે તે પૂર્વભૂમિકા રૂપે સાધનરૂપ ભૂમિકા સમજવી અને પરિપૂર્ણપણે પ્રગટ કરેલા ગુણોનો આનંદ માણવો તે સાધ્યરૂપ ભૂમિકા સમજવી. પ્રથમ પૂર્ણાષ્ટક સમાપ્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ છે અથ દ્વિતીયં મનાષ્ટમ્ | अथ मग्नाष्टकं वितन्यते-तत्र नामस्थापने सुगमे, द्रव्येण-धनमदिरापानादिना मग्नः, द्रव्यात्-धनकाञ्चनाद् मग्नः, द्रव्ये शरीरादौ मग्नः । अथवा द्रव्यरूपो मग्नो द्विधा-आगमतो मग्नपदार्थज्ञाता अनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरे पूर्ववत्, तद्व्यतिरिक्तस्तु मूढः शून्यः जडः । भावमग्नो द्विविधः, अशुद्धः शुद्धश्चेति । तत्र अशुद्धः क्रोधादिमग्नः विभावभावितात्मा, शुद्धो द्विविधः, साधकः सिद्धश्चेति । હવે મગ્નાષ્ટક કહેવાય છે. ત્યાં સૌ પ્રથમ મગ્નતા ઉપર ચાર નિક્ષેપા સમજાવાય છે (૧) કોઈનું પણ “મગ્ન” એવું નામ કરવું તે નામમગ્ન, (૨) કોઈપણ વિષયમાં મગ્ન (ઓતપ્રોત) થયેલાનું ચિત્ર દોરવું અથવા તેવી મૂર્તિ બનાવવી તે સ્થાપનામગ્ન. આ બન્ને નિપા સુગમ છે. (૩) દ્રવ્યમગ્નમાં જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. દ્રવ્ય મન: આમ તૃતીયા તપુરુષ સમાસ કરીએ ત્યારે ધન વડે અથવા મદિરાપાનાદિ વડે જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. વ્યાત્ મન = આમ પંચમી તપુરુષ સમાસ કરીએ ત્યારે ધનાદિથી અથવા કંચનાદિથી જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. પ્રત્યે મનઃ = આમ સપ્તમી તપુરુષ સમાસ કરીએ ત્યારે શરીરાદિ દ્રવ્યમાં જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. સારાંશ કે ધન-કંચન-કામિની અને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જે રસિક હોય, તેની જ જેને તાલાવેલી લાગી હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે. અથવા આ દ્રવ્યમગ્ન બે પ્રકારનો છે. (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં મગ્ન” પદના અર્થનો જે જાણકાર હોય. પરંતુ તેનું વ્યાખ્યાન કરતી વેળાએ ઉપયોગશૂન્ય હોય તે આગમથી દ્રવ્યમગ્ન કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્યથી તે મગ્ન કહેવાય છે. નોઆગમથી દ્રવ્યમગ્નના ત્રણ ભેદ છે. (૧) જ્ઞશરીર અને (૨) ભવ્યશરીર આ બે ભેદ પૂર્વની જેમ (પૂર્ણતાષ્ટકમાં કહ્યા તેમ) સમજવા, જેણે મગ્નતા પદનો અર્થ બરાબર જામ્યો છે તેવા આત્માનું મૃત્યુ પામ્યા બાદ ક્લેવર (શરીરમાત્ર) તે જ્ઞશરીર અને જે ભાવિમાં મગ્નતાનો અર્થ જાણશે એવા બાલ-શિષ્યાદિ (નવદીક્ષિત સાધુ આદિ) તે ભવ્યશરીર. હવે ત્રીજો જે ભેદ છે તે મોહબ્ધ એવો જે મૂઢ જીવ, પૂર્વાપરની વિચારણાશક્તિ વિનાનો જે શૂન્ય જીવ, અલ્પચેતનાવાળો જડ જેવો જે જીવ તે દ્રવ્યથી તદુવ્યતિરિત નામનો ત્રીજો ભેદ કહેવાય છે. કારણ કે જે મોહકપદાર્થમાં મગ્ન છે અથવા અજ્ઞાનમાં જ મસ્ત છે તે જીવ પોતાના આત્માનો ઉપકાર પ્રાપ્ત કરનાર નથી માટે દ્રવ્યથી મગ્ન કહેવાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર હવે ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ. ત્યાં ક્રોધ-માન-માયાલોભાદિ અશુભ ભાવોમાં જે મગ્ન, એટલે કે વિભાવદશાથી વ્યાપ્ત એવો જે આત્મા તે અશુદ્ધ ભાવમગ્ન સમજવો. શુદ્ધ ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) સાધક અને (૨) સિદ્ધ. તે બન્નેનું સ્વરૂપ હવે નયોથી સમજાવે છે. મગ્ન નામ સ્થાપના દ્રવ્ય ભાવ આગમ નોઆગમ અશુદ્ધ શુદ્ધ શરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત સાધક સિદ્ધ तत्र साधको वस्तुस्वरूपाभिमुखः, आद्यनयचतुष्टये तु निरनुष्ठानदग्धादिदोषवर्जित-विध्युपेतद्रव्यसाधनप्रवृत्तिपरिणतः वस्तुस्वरूपसाधनरुचिमतो (रुचिमान्) भवति । शब्दादिनयमग्नस्तु सम्यग्दर्शनज्ञानचारित्राद्यात्मसमाधिमग्नः, सिद्धमग्नः सम्पूर्णवस्तुस्वरूपे निरावरणे मग्नः निष्पन्नः । अत्र हि गुणस्थानादिविशुद्धस्वरूपानन्दमग्नत्वमीक्ष्यते । तत्र मग्नत्वलक्षणं वदन्नाह - વસ્તુના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તેને અભિમુખ થયેલ આત્મા, (આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા તેના ઉપાયોમાં પ્રવર્તતો આત્મા) તે સાધકભાવમગ્ન કહેવાય છે. અહીં આ વિષયમાં સાત નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ પ્રથમના ચાર નયો દ્રવ્યગ્રાહી હોવાથી સ્થૂલનયો છે અને શબ્દાદિ પાછળના ત્રણ નયો પર્યાયગ્રાહી હોવાથી સૂક્ષ્મનયો કહેવાય છે. ત્યાં નિરનુષ્ઠાન અને દગ્ધ અનુષ્ઠાન આદિ દોષોથી રહિતપણે તથા વિધિસહિત દ્રવ્યક્રિયા કરવાની પ્રવૃત્તિથી પરિણત થયેલો એવો જે આત્મા વસ્તુના શુદ્ધ સ્વરૂપને સાધવાની રુચિવાળો હોય છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સાધકભાવમગ્ન કહેવાય છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રાત્મક ગુણમય આત્મસમાધિમાં જે મગ્ન બને છે તે શબ્દાદિ પાછલા ત્રણે નયોની અપેક્ષાએ સાધક ભાવમગ્ન કહેવાય છે. સાધકભાવમગ્નમાં ૧. ઉપયોગ રહિત સમૂર્ણિમાની પ્રવૃત્તિ તુલ્ય જે ક્રિયા તે નિરનુષ્ઠાન. ૨. આ લોકના સુખની ઈચ્છાથી જે ક્રિયા કરાય તે વિષાનુષ્ઠાન અને પરલોકના સુખની ઈચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે ગરાનુષ્ઠાન. આ બન્ને અનુષ્ઠાનોને દગ્ધાનુષ્ઠાન કહેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ છે જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૩૩ સાત નય જણાવવામાં આવ્યા છે. જેમ મુંબઈ જવાની ઈચ્છાવાળો પુરુષ અમદાવાદથી ટ્રેનમાં બેસે ત્યારથી મુંબઈ પહોંચવા રૂપ વસ્તુસ્વરૂપને અભિમુખ હોવાથી મુંબઈનો સાધક કહેવાય છે. પણ નડિયાદ કરતાં વડોદરા પહોંચેલો, વડોદરા કરતાં ભરૂચ પહોંચેલો અને ભરૂચ કરતાં સુરત પહોંચેલો અધિક અધિક સાધક કહેવાય છે. તેમ અહીં સાધ્યસ્વરૂપની અભિમુખતાને ધ્યાનમાં રાખીને સાધક મગ્નદશા ઉપર નયો લગાડાય છે. (૧) નિગમનય - ઓલ્વે ઓથે - કંઈક કંઈક દ્રવ્યથી ધર્મક્રિયામાં પ્રવર્તે છે. (૨) સંગ્રહનય - આત્મામાં વસ્તુસ્વરૂપને સાધવાની રુચિવાળો હોય તે. (૩) વ્યવહારનય - રુચિવાળો થઈને નિરનુષ્ઠાન-દષ્પદોષાદિ દોષરહિતપણે પ્રવર્તે છે. (૪) ઋજુસૂત્રનય - રુચિવાળો થઈને દોષરહિતપણે વિધિયુક્ત જે અનુષ્ઠાન કરે તે. (૫) શબ્દનય - ક્ષાયોપશમિકભાવની રત્નત્રયીની સાધનામાં મગ્ન. સમભિરૂઢનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી સયોગી અવસ્થા. (૭) એવંભૂતનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી અયોગી અવસ્થા. હવે “સિદ્ધમગ્ન” કોને કહેવાય ? તે સમજાવે છે કે - સર્વથા આવરણ રહિત થયેલા અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક વસ્તુસ્વરૂપમાં સંપૂર્ણપણે મગ્ન થયેલા આત્મા કે જે મુક્તિગતાત્મા છે તે સિદ્ધમગ્ન કહેવાય છે. જેને કંઈ સાધવાનું બાકી નથી તે સિદ્ધ મગ્ન જાણવા. અહીં નામમગ્ન-સ્થાપનામગ્ન કે દ્રવ્યમગ્નની આવશ્યકતા નથી. પરંતુ અપુનર્બન્ધકથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં કરતાં વિશુદ્ધ એવા પોતાના આત્મસ્વરૂપને સાધનારી જે મગ્નતા છે તે મગ્નતા જ ઈચ્છાય છે. કારણ કે તે મગ્નતા જ સિદ્ધમગ્નતા અપાવનાર છે. માટે સાધ્યભૂત સિદ્ધમગ્નતાને જે સાધી આપે. સિદ્ધમગ્નતાનું જે કારણ બને, તેને જ સાધકમગ્નતા કહેવાય છે અને તેવી સાધકમગ્નતા જ સમજવાલાયક છે અને પ્રાપ્ત કરવાલાયક છે. તે માટે આવા પ્રકારની આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેની જે સાધકમગ્નતા છે તેનું લક્ષણ જણાવતાં કહે છે કે - प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ॥१॥ ગાથાર્થ :- ઈન્દ્રિયોના સમૂહને વિષયોથી અટકાવીને, પોતાના મનને આત્મભાવમાં સ્થિર કરીને, જ્ઞાનમાત્રમાં જે વિશ્રાન્તિ ધારણ કરવી તેને “મગ્ન” એમ કહેવાય છે. [૧] Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મનાષ્ટક - ૨ ટીકા :- ‘‘પ્રત્યાક્રૃત્યેન્દ્રિય’' કૃતિ-ફન્દ્રિયાળાં સ્પર્શનસનપ્રાળચક્ષુ:શ્રોત્રવાળાÇ, यो व्यूहः समूहस्तं प्रत्याहृत्य - प्रत्याहारं कृत्वा, विषयसञ्चरतो निवार्य, જ્ઞાનસાર (प्राणायामः प्राणयमः श्वासप्रश्वासरोधनम् । ) प्रत्याहारस्त्विन्द्रियाणां विषयेभ्यः समाहृतिः ॥ इति वचनात् ॥ (અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૩) निजं स्वीयं मनः - चेतनावीर्यैकत्वविकल्परूपं, समाधाय - समाधौ संस्थाप्य विषयनिरोधं आत्मद्रव्यैकाग्रतारूपं कृत्वा, " समाधिस्तु तदेवार्थमात्राभासनपूर्वकम् । ( एवं योगो यमाद्यङ्गैरष्टाभिः सम्मतोऽष्टधा ॥८५॥ ) (અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૫) आत्मस्वरूपभासनैकत्वरूपसमाधिः, तत्र मनः कृत्वा चिन्मात्रे ज्ञानमात्रे आत्मनि, मुख्यतो दर्शनज्ञानमय एव आत्मा, “उवउत्तो नाणदंसणगुणेहिं" इति वाक्यात् । ज्ञानस्वरूपे स्वद्रव्ये विश्रान्तिं दधत् " मग्न" इति अभिधीयते - कथ्यते, વિવેચન :- આપણા શરીરમાં જે એવાં અંગો (અવયવો) છે કે જેનાથી જીવને જ્ઞાન થાય છે તેને ઈન્દ્રિય કહેવાય છે. આવા પ્રકારનાં જ્ઞાનના સાધનભૂત પાંચ અંગો છે. (૧) સ્પર્શન (ચામડી), (૨) રસન (જીભ), (૩) ઘ્રાણ (નાક), (૪) ચક્ષુ (નેત્ર), (૫) શ્રોત્ર (કાન). આવા પ્રકારની જે પાંચ ઈન્દ્રિયો છે. તેઓનો જે વ્યૂહ એટલે સમૂહ, તેને ઈન્દ્રિયવ્યૂહ કહેવાય છે. તેનો “પ્રત્યાહાર” કરીને એટલે કે વિષયોમાં જતી રોકીને જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપમાં આત્માનું જે લયલીન થવું, તેને “મગ્ન” કહેવાય છે. “પ્રત્યાહાર” એ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. યોગનાં આ આઠ અંગો છે શ્રી અભિધાન ચિંતામણિ શ્લોક ૮૩ માં પ્રાણાયામ અને પ્રત્યાહારનો અર્થ આ પ્રમાણે કહેલ છે. પ્રાણને (મુખ-નાસિકાથી સંચાર કરતા વાયુને) રોકવો તે પ્રાણાયામ, એ જ પ્રમાણે પ્રાણનું (વાયુનું) સંયમન કરવું તે પ્રાણયમ તથા પાંચે ઈન્દ્રિયોની વિષયોથી વ્યાવૃત્તિ કરવી તે પ્રત્યાહાર કહેવાય છે. પાંચે ઈન્દ્રિયો પોતપોતાના વિષયને જાણે-અનુભવે તેને જ્ઞાન કહેવાય છે. પરંતુ જાણીને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા દ્વારા જે રાગ-દ્વેષ થાય છે “આ મને ગમે છે અને Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૩૫ આ મને નથી ગમતું” આવો જે પરિણામ થાય છે. તે મોહ છે. કર્મબંધનું કારણ છે. તેથી વિષયોથી ઈન્દ્રિયોને રોકવી તે મગ્નતાનું પ્રધાનતમ કારણ છે. તથા ચેતનાગુણ અને વીર્યગુણ આ બન્ને ગુણોની સાથે એકતાના વિચારવિશેષસ્વરૂપ એવા પોતાના મનને સમાધિમાં સ્થાપન કરીને એટલે કે વિષયોનો વિરોધ કરીને આત્મદ્રવ્યના સ્વરૂપચિંતનની સાથે એકાગ્રતા કરવી તે સમાધિ કહેવાય છે. સમાધિ એ પણ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. તેનો અર્થ અભિધાન ચિંતામણિ શ્લોક ૮૫ માં આ પ્રમાણે કહ્યો છે. જે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે તે ધેયાત્મક અર્થ માત્રનો જ આભાસ થવો એટલે કે માત્ર આત્મસ્વરૂપની સાથે લયલીનતા કેળવવી તે સમાધિ કહેવાય છે. આ પ્રમાણે યમ-નિયમ વગેરે આઠ અંગો વડે યોગ આઠ પ્રકારનો મનાયેલો છે. તેમાં આત્મસ્વરૂપના જ્ઞાનની સાથે આત્માની એકતા તે સમાધિ કહેવાય છે. તેવા પ્રકારની સમાધિમાં મન સ્થિર કરીને ચેતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાનસ્વરૂપ એવા આત્મામાં વિશ્રાન્તિ (સ્થિરતા) ધારણ કરવી તેને મગ્નતા કહેવાય છે. આત્મામાં અનંત ગુણો હોવા છતાં મુખ્યત્વે દર્શન અને જ્ઞાનગુણ કહેવાય છે. કારણ કે દર્શન અને જ્ઞાનમય આત્મા કહેલો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “3વડો ના વંસUT |દિં” જ્ઞાનગુણ અને દર્શનગુણના ઉપયોગવાળો આ આત્મા છે. સર્વે ગુણોમાં જ્ઞાન અને દર્શન એ ગુણો પ્રધાનતમ છે. અને તે બન્નેમાં જ્ઞાન પ્રધાન છે. આ પ્રમાણે આ આત્માએ જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સ્થિરતા ધારણ કરવી, તેને મગ્ન કહેવાય છે. જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા ધારણ કરનારને મગ્ન કહેવાય છે. ટીકા - રૂત્યુનેન મનાવતઃ અર્થ નીવ: પુત્રીનવરિપબ્લિવિપુ मनोज्ञेषु स्वजनादिषु च भ्रमन् विकल्पकोटिकोटिं प्राप्त इष्टान् विषयानिच्छन्ननिष्टान् विषयाननिच्छन् वातोद्भूतशुष्कपलाशवद् भ्रमति । स च कदाचित् स्वपरविवेकरूपं भेदज्ञानं प्राप्य अनन्तज्ञानदर्शनानन्दमयं स्वीयं भावं स्वतया निर्धार्य, इदं विषयसङ्गादिकं न मम, नाहमस्य भोक्ता, उपाधिरेव एषः, न हि मम कर्तृत्त्वं भोक्तृत्वं ग्राहकत्वं च परवस्तूनाम्, मया हि स्वरूपभ्रष्टेन इदं विहितम्, साम्प्रतं जिनागमाञ्जनेन जातस्वपरविवेकेन तेषु रमणास्वादनं न युक्तम्, इति विचार्य स्वरूपानन्तस्वभावगुणपर्यायस्याद्वादानन्तात्मनि विश्रान्तिं प्राप्तः, आत्मानमनन्तानन्दसंपन्मयं ज्ञात्वा परमात्मसत्तास्वरूपे मग्नो भवति, स-"मग्नः" થીયતે રૂતિ શા Page #69 -------------------------------------------------------------------------- ________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર “આત્મસ્વરૂપમાં સ્થિર થવું” તે જ સાચી મગ્નતા છે. આવું યથાર્થ તત્ત્વ જાણવા વડે હવે સમજાય છે કે પદ્ગલિક પદાર્થોમાં ઉત્પન્ન થયેલા મનોજ્ઞ એવા વર્ણ-ગંધ-રસસ્પર્શ અને શબ્દાદિ પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં અને કુટુંબ-મિત્રવર્ગાદિ સ્વજન વગેરેમાં અનાદિકાલથી ભ્રાન્ત થયેલો (આ મારા છે અને હું તેનો છું આમ મોહજન્ય મારાપણાના પરિણામરૂપ મિથ્યા બુદ્ધિવાળો થયેલો) એવો આ આત્મા અનેક પ્રકારના કોડાકોડી માનસિક વિકલ્પોને કરતો છતો, મનગમતા ઈષ્ટ વિષયોને ઈચ્છતો અને અણગમતા અનિષ્ટ વિષયોને નહીં ઈચ્છતો “વાયુ દ્વારા ઉડાડાયેલા સુકા પાંદડાની જેમ” અનંતાનંત જન્મ-મરણની જંજાળ રૂપ સંસારમાં અહીંથી તહીં ભટકે છે. જેમ વૃક્ષ ઉપરથી ખરેલાં સુકાં પાંદડાં વાયુ દ્વારા અહીં તહીં ઉડાડાય છે. તેમ મોહાધ એવો આ આત્મા અજ્ઞાનદશા અને મોહદશાના કારણે અનંત જન્મ-મરણવાળા સંસારમાં અહીં તહીં ભટકે છે. તે આત્મા ક્યારેક પોતાનું કલ્યાણ થવાનો કાળ પાકે ત્યારે વિશિષ્ટ ભાગ્યયોગથી એટલે કે તથાભવ્યતા પાકવાથી) સ્વ-પરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પ્રાપ્ત કરીને એટલે કે શુદ્ધ અનંત જ્ઞાનાદિ ગુણમય જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, ચમકવાળું પુગલ પદાર્થોનું જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ નથી આવો વિવેક પ્રગટ થવા રૂપ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને અનન્ત જ્ઞાન-દર્શનના આનંદમય પોતાના સ્વરૂપને પોતાનાપણે દેઢ કરીને (બરાબર ઓળખીને) “પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ કરવો. તેમાં રચ્યાપચ્યા રહેવું” વગેરે મારું સ્વરૂપ નથી, હું આવા પ્રકારના પરદ્રવ્યના સ્વરૂપનો ભોક્તા નથી, આ પરદ્રવ્યનો સંગ એ તો એક મોટી ઉપાધિ છે. જેમ પારકાની સંપત્તિનો હું કર્તા-ભોક્તા કે ગ્રાહક નથી તેમ આ પણ પરદ્રવ્ય જ છે. મારા આત્માથી ભિન્ન દ્રવ્ય છે તેથી પરવસ્તુઓનું કર્તાપણું-ભોક્તાપણું અને તેને સ્વીકારવા રૂપ ગ્રાહકપણું એ મારું સ્વરૂપ નથી. આત્માના શુદ્ધસ્વરૂપને નહીં જાણતા અને તેથી જ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા એવા મારા વડે “આ ઘર મારું, આ ધન મારું, આ કુટુંબ મારું, હું એનો” આવું માની લેવાયું છે. પરંતુ ખરેખર હું મોહબ્ધ થયો છતો પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિથી આસક્ત થયેલો છું. અને આ પર-પદાર્થના સંગથી અને આસક્તિથી ઘણો ઘણો દુઃખી થયો છું. કહ્યું છે કે – एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीणमणसो, अप्पाणमणुसासइ ॥१॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा. सव्वे संजोगलक्खणा ॥२॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૩૭ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरम्परा । तम्हा संजोगसम्बन्धं, सव्वं, तिविहेण वोसिरियं ॥३॥ હવે જિનેશ્વર પરમાત્માના આગમનું જ્ઞાન પ્રાપ્ત થવા રૂપી અંજન આંજવા દ્વારા મારી અંતર્થક્ષ ખુલવાથી મને સ્વ-પરની વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. સાચું મારું શું છે? અને પરાયું શું છે? આવો વિવેક મને જાગ્યો છે. તેથી પ્રગટ થયો છે સ્વ-પરનો વિવેક જેને એવા મારે તે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અને કુટુંબ-મિત્ર-વર્ગાદિ સ્વજનોમાં રમવાનો આનંદ માણવો તે ઉચિત નથી. આવું વિચારીને એટલે કે પરપદાર્થો ઉપરનો મોહ ત્યજીને “શુદ્ધ સ્વરૂપાત્મક, અનંત, સ્વાભાવિક (અકૃત્રિમ) ગુણ-પર્યાયવાળું તથા સ્યાદ્વાદમય એવું જે અનંત આત્મસ્વરૂપ છે. તેમાં વિશ્રાન્તિને (સ્થિરતાને) હું પામ્યો છું. પરપદાર્થનો મોહ ત્યજીને સ્વસ્વરૂપમાં જ સ્થિર બન્યો છું. મારો આ આત્મા જ અનંત આનંદની સંપત્તિ સ્વરૂપ છે. અનંતાનંત ગુણોના આનંદમય છે. આવું જાણીને આ આત્મા જ પરમાત્મા છે. તેનામાં જ સત્તાથી અનંત ગુણાત્મક સ્વરૂપ રહેલું છે. મારો આ આત્મા જ ભગવાન સ્વરૂપ છે. તેથી પરમ એવા આત્માના સત્તાગત અનંત સ્વરૂપમાં જ આ જીવે મગ્ન થવું જોઈએ. તેમાં જ તલ્લીન બનવું જોઈએ. તેને જ યથાર્થ “મગ્ન” કહેવાય છે. [૧] य आत्मानुभवमग्न: स कीदृग् भवति, तदाहयस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसञ्चारस्तस्य हालाहलोपमः ॥२॥ ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતના મહાસાગર એવા પરમ આત્મસ્વરૂપમાં જ જે આત્માની મગ્નતા છે. તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ વિષતુલ્ય લાગે છે. //રા. ટીકા :- “ગતિ'–ી નવી મનાવિવિમાવવિરતી જ્ઞાનસુધાસિન્ધज्ञानामृतसमुद्ररूपे परब्रह्मणि-परमात्मसमाधौ मग्नता, (यस्य मग्नताऽस्ति) तस्य जीवस्य विषयान्तरे वर्णगन्धादौ सञ्चारः-प्रवर्तनं हालाहलोपमः-महाविषभक्षणतुल्यः । यो हि अमृतास्वादमग्नः स विषमत्तुं (विषमविषं भोक्तुं) कथं प्रवर्तते ? मालतीभोगमग्नः मधुकरः करीरादिषु न वसति, एवं शुद्ध-निःसङ्ग-निरामय-निर्द्वन्द्वस्वीयात्म-ज्योतिर्मग्नः अनन्तजीवोच्छिष्टेषु स्वयमनन्तवारभुक्तमुक्तेषु, वस्तुतः अभोग्येषु स्वगुणावरणहेतुभूतेषु विषयेषु तस्य मनो न सञ्चरति, न प्रवर्तते इति तत्त्वम् ॥२॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર વિવેચન :- જે આત્માના અનુભવમાં મગ્ન હોય છે તે આત્મા કેવો હોય છે. તે આ શ્લોકમાં જણાવે છે. - અનાદિ કાળથી લાગી પડેલી જે વિભાવદશા છે તેનાથી વિરમણ પામેલા એવા જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના મહાસાગરતુલ્ય એવા પરબ્રહ્મમાં એટલે કે પરમ એવા આત્મસ્વરૂપમાં મગ્નતા પ્રગટી છે. એટલે કે વિભાવદશા ત્યજીને સ્વભાવદશાના આનંદમાં જે આત્મા મગ્ન બન્યો છે તે જીવને વિષયાન્તરમાં સંચાર કરવો પડે એટલે કે શરીર-કુટુંબ અને સ્વજનાદિના બંધનોના કારણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા પદ્ગલિક સુખોમાં પ્રવર્તન કરવું પડે, તે હલાહલ વિષના ભક્ષણતુલ્ય લાગે છે. સ્વભાવદશાના આનંદના સુખમાં મગ્ન બનેલાને પૌદ્ગલિક સુખોની અંદર કારણવશાત્ કરવી પડતી પ્રવૃત્તિ પણ હલાહલવિષના ભક્ષણતુલ્ય ભાસે છે. કારણ કે આ આત્માનું મન તેમાંથી ઉઠી ગયું છે. જે આત્મા એકવાર પણ અમૃતના આસ્વાદના સુખમાં મગ્ન બને છે તે વિષનું ભક્ષણ કરવા કેમ પ્રવર્તે ? જે ભ્રમર માલતી જેવા સુગંધી પુષ્પોના ઉપભોગમાં મગ્ન છે તે કેરડાના ઝાડ કે બાવળના ઝાડ ઉપર કેમ બેસે? અર્થાત્ ન જ બેસે. જે ગંગા નદી કે સરોવરમાં સ્નાન કરતા હોય તે ખાબોચિયાના છીછરા પાણીમાં કેમ પ્રવેશે? એવી જ રીતે શુદ્ધ, પરદ્રવ્યના સંગ વિનાની, રાગ-દ્વેષ-વાસના-વિકારાદિ ભાવરોગોથી રહિત અને નિર્દૂ (સર્વથા પ્રકાશમય અર્થાત્ અલ્પ પણ નથી અજ્ઞાનરૂપી અંધકાર જેમાં) એવી પોતાના જ આત્માની જ્ઞાનાત્મક કે જ્યોતિ છે. તે જ્યોતિમાં મગ્ન થયેલો આ આત્મા હવે અનંત અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને એઠાં કરાયેલાં તથા સ્વયં પોતાના દ્વારા પણ અનંતવાર ભોગવીને મુકાયેલા પદ્ગલિક પદાર્થોમાં કેમ આસક્ત થાય? જેમ કોઈ પર વડે કે પોતાના વડે એઠું મુકાયેલું ભોજન ખાવું યોગ્ય નથી તેમ આ પુદ્ગલ દ્રવ્યો અનંતીવાર પોતાના વડે અને પર વડે ભોગવી ભોગવીને મુકાયેલાં હોવાથી વારંવાર એઠાં થયેલાં છે માટે વાસ્તવિકપણે ભોગવવાને અયોગ્ય જ છે તથા જેટલો જેટલો પદ્ગલિક સુખોમાં આ જીવ આનંદ માને છે. તેમાં જ રચ્યો પચ્યો રહે છે. તેટલો તેટલો ભોગાસક્તિની વૃદ્ધિના કારણે આત્માના ગુણોના આનંદથી દૂર જતો જાય છે. તેથી પોતાના આત્માના ગુણોના (આનંદમાં) આવરણ કરવાના હેતુભૂત એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સ્વભાવાનંદી એવા તે જીવનું મન જામતું નથી. એકવાર પણ જેણે સ્વભાવ-સુખનો આનંદ વાસ્તવિકપણે માણ્યો છે. તેવા જીવને ભોગોના વિષયોમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. તેથી બાહ્ય પ્રતિબંધો વિના આ જીવ વિષયોમાં જોડાતો નથી અને પ્રતિબંધોના કારણે જોડાવું પડે તો પણ નિરસપણે જોડાય છે અને પોતાની નિરસિકતા હોવાથી અવસર આવે ત્યારે પ્રતિબંધોનો પણ ત્યાગ કરીને કાળાન્તરે પ્રવ્રજિત થાય છે પણ વિષયભોગોમાં મન પ્રવર્તાવતો નથી. રા. Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ पुनस्तदेव द्योतयति - स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥३॥ ગાથાર્થ :- સ્વાભાવિક સુખમાં મગ્ન અને જગતના તત્ત્વોનું સ્યાદ્વાદ દ્વારા યથાર્થ નિરીક્ષણ કરનારા આત્માને પોતાના ભાવોથી અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર સાક્ષિપણું જ હોય છે. ill ટીકા :- “માવસુa” તિ-સ્વમાવ: – સન્ન મુ સદ્દગાત્યનિર્વन्तिकानन्दम्, शश्वदप्रतिपादादात्यन्तिकम, व्यतिकीर्णसुखदुःखहेतुभावाद्यन्तरानपेक्षाद् ऐकान्तिकम्, तत्र मग्नस्य-तन्मयस्य, जगत्-लोकः, तस्य तत्त्वं-तद्धर्मं यथार्थतया विलोकिनः-दर्शनशीलस्य पुरुषस्य अन्यभावानां-परभावानां रागादिविभावानां ज्ञानावरणादिकर्मणां बाह्यस्कन्धादान-निक्षेपाणां कर्तृत्वं न, किन्तु ज्ञायकस्वभावत्वात् साक्षित्वमेव, | વિવેચન - આત્માનું જે સ્વાભાવિક સુખ એટલે કે સહજ-સુખ છે. અર્થાત્ પોતાના ગુણોના જ સહજ, આત્યન્તિક અને ઐકાન્તિક એવા સુખનો જે આનંદ છે. તેમાં મગ્ન બનેલા જીવને અન્ય ભાવોનું કર્તુત્વ હોતું નથી. આત્માને પોતાના ગુણોના સુખનો જે આનંદ છે કે કોઈપણ પરદ્રવ્યની અપેક્ષા વિનાનો છે માટે સહજ છે તથા શાશ્વત છે. આવ્યા પછી ક્યારેય પ્રતિપાત પામતો નથી, ચાલ્યો જતો નથી, અનંતકાલ રહે છે માટે આત્મત્તિક છે અને સુખનાં કારણો તથા દુઃખનાં કારણો એમ બન્ને પ્રકારના (અન્ય) પદાર્થોની અપેક્ષા વિનાનું આ સુખ હોવાથી કાન્તિક સુખ છે. તેવા સુખમાં મગ્ન થયેલા જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું નથી. તથા જે આ જગત છે એટલે કે લોક છે. તેનું જે તત્ત્વ છે, સ્વરૂપ છે. દ્રવ્યથી સર્વે પણ ભાવો સદા ધ્રુવ (નિત્ય) અને પર્યાયથી સર્વે ભાવો સદા ઉત્પાદ-વ્યયવાળા છે. આમ ત્રિપદીમય એવું નિત્યાનિત્ય ભાવયુક્ત સ્યાદ્વાદમય જે જગસ્વરૂપ છે તેને જ યથાર્થપણે જાણવું અને જોવું તે જ જીવનું સાચું સ્વરૂપ છે. તેથી જાણવાના અને જોવાના સ્વભાવવાળા એવા આ જીવને અન્ય ભાવોનું કર્તૃત્વ સંભવતું જ નથી. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભવાસના-વિકારાદિ ભાવકર્મોનું, જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્ય કર્મોનું અને ઘટ-પટ આદિ બાહ્ય- પુલસ્કંધોને ગ્રહણ કરવા અને ત્યજવા રૂપ નોકર્મનું કર્તાપણું સંભવતું જ નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४० મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર પરંતુ જીવનો જ્ઞાયકસ્વભાવ હોવાથી તે તે પ્રગટ થતા ભાવોમાં કાર્યકાલે માત્ર સાક્ષીપણું જ (હાજરી જ) હોય છે કર્તાભાવ હોતો નથી. આ જીવ પરદ્રવ્યોનો કર્તા નથી માત્ર જ્ઞાતા જ છે. મોહથી પરદ્રવ્યનું કર્તાપણું માની લીધું છે જે અજ્ઞાન છે. રાગ-દ્વેષાદિ દોષો મોહનીયકર્મના ઉદયજન્ય ભાવપરિણામાત્મક હોવાથી ભાવકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ-કર્મ કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય હોવાથી દ્રવ્યકર્મ કહેવાય છે અને ઘટ-પટાદિ બાહ્ય-પુગલસ્કંધો (રાગ-દ્વેષાદિ ભાવકર્મનું) નિમિત્તકારણ હોવાથી નોકર્મ કહેવાય છે. આ જીવ પરમાર્થથી પોતાના ગુણોનો જ કર્તા છે. પરભાવોનો કર્તા નથી, આમ કહેવાની પાછળ ગ્રંથકારશ્રી તથા ટીકાકારશ્રીનો અભિપ્રાય એવો છે કે જેમ દેવદત્ત નામના પુરુષને કોઈ ભૂત વળગ્યું હોય ત્યારે ડાહ્યો એવો પણ દેવદત્ત અવિવેકભર્યું બોલવું-ખાવું-હાસ્યાદિ કરવાં-તાળી પાડવી વગેરે ઘણું જ અનુચિત વર્તન કરે છે. પરંતુ આ અનુચિત વર્તનનો કર્તા દેવદત્તનો જીવ નથી. પણ તે દેવદત્તના શરીરમાં પ્રવેશેલા ભૂતનો જીવ તે ભાવોનો કર્તા છે. ભલે દેવદત્ત જ બધું અનુચિત વર્તન કરે છે તો પણ તેની ભૂતાધનપણે પ્રવૃત્તિ છે. અસલી દેવદત્તની આ પ્રવૃત્તિ નથી. જ્યારે જ્યારે ભૂતનો આવેશ નથી હોતો ત્યારે ત્યારે આ અનુચિત પ્રવૃત્તિ જરા પણ સંભવતી નથી. તે જ દેવદત્ત ભૂતના આવેશ વિનાના કાલે બરાબર ડહાપણપૂર્વક જ પ્રવર્તે છે. તેની જેમ અસલી આ જીવ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ કે ઘટ-પટાદિ નોકર્મ ઈત્યાદિ કંઈ કરતો નથી. પરંતુ જીવમાં પ્રવેશેલ પૂર્વકૃત મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ વિકારાત્મક જે ભૂત છે તે જ આ ભાવોનો કર્તા છે. જ્યારે પૂર્વકૃત મોહનીય કર્મનો ઉદય ચાલ્યો જાય છે ત્યારે મોહનીયના ઉદયથી મુક્ત બનેલો આ જીવ ઉપરોક્ત ભાવો કરતો નથી. તેથી જીવ ભાવકર્મ-દ્રવ્યકર્મ કે નોકર્મનો કર્તા નથી. સ્વગુણોનો જ કર્તા છે. જીવમાં ભળેલ વિકારાત્મક ભૂત જ કર્મોનો કર્તા છે. વિકારાત્મક ભૂત વિનાનો જીવ સ્વયં શુદ્ધ હોય ત્યારે સર્વ પ્રકારના કર્મોનો અકર્તા જ છે. રાજાની આજ્ઞાથી સૈન્ય પરદેશના રાજાના સૈન્ય સાથે યુદ્ધ કરે છે. પરંતુ તેનાથી પ્રાપ્ત થયેલ જય-પરાજય રાજાનો જ ગણાય છે. માટે વાસ્તવિકપણે તો રાજા જ અન્ય રાજા સાથે યુદ્ધ કરે છે. સૈન્ય તો રાજાને પરવશ છે. તેને યુદ્ધ કરવું કે મરવું ગમતું નથી. તેમ આ જીવ કર્મને પરવશ થયો છતો કર્મોનો કર્તા છે. સ્વતંત્રપણે કર્મોનો કર્તા નથી. આવા પ્રકારનાં ઉદાહરણોથી આ વાત બરાબર સમજવી. આ જીવ શુદ્ધ-બુદ્ધ-નિર્મળ હોવાથી કર્મોનો કર્તા નથી. પરંતુ તેમાં ભળેલી પૂર્વકૃત કર્મોદયજન્ય મલીનતા જ કર્મો કરાવે છે. જીવ તો કેવળ એકલા જ્ઞાયકસ્વભાવવાળો છે. માટે જગતથી અલિપ્ત રહ્યો છતો જગતના ભાવોને Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ જોનારો અને જાણનારો છે. જેમ દીપક પ્રકાશાત્મક છે તે દીપક તો માત્ર પ્રકાશ જ ફેલાવે છે તેમ જીવ જ્ઞાનાત્મક છે. માટે જ્ઞાનપ્રકાશ જ પાથરે છે. તેમાં રહેલી મલીનતા જ જીવ પાસે કર્મોનો બંધ કરાવે છે. મોહોદયજન્ય મલીનતા જ્યારે કર્મબંધ કરાવે છે ત્યારે ત્યાં સાક્ષીભૂતરૂપે જીવની હાજરી માત્ર જ હોય છે. શુદ્ધ જીવ કર્મોનો કર્તા નથી. तत्र कर्तृत्वम्-एकाधिपत्ये क्रियाकारित्वम्, तद् जीवे जीवगुणानामेव, चेतनावीर्योपकरणकारकचक्रोपकरणेन, यतो हि एकाधिपत्यक्रियाशून्यत्वेन धर्मादिद्रव्येषु न कर्तृत्वम्, जीवस्यापि कर्तृत्वं स्वकार्यस्य । न हि जीवः कोऽपि जगत्कर्ता, किन्तु स्वकार्य-पारिणामिकगुणपयार्यप्रवृत्तेरेव कर्ता, न परभावानाम्, परभावानां तु कर्तृत्वे असदारोपसिद्ध्यभावादयो दोषाः, ज्ञाता (तु) लोकालोकस्य, अत एव नायं परभावानां कर्ता, किन्तु स्वभावमूढाशुद्धपरिणतिपरिणतः अशुद्धनिश्चयेन रागादिविभावस्य अशुद्धव्यवहारेण ज्ञानावरणादिकर्मणां कर्ता जातोऽपि स एव सहजसुखरुचिः अनन्ताविनाशिस्वरूपसुखमयं आत्मानं ज्ञात्वा आत्मीयपरमानन्दभोगी, न परभावानां कर्ता भवति, किन्तु ज्ञायक एव ।। વિવેચન - અહીં “કર્તાપણું” એટલે કે “એક જ દ્રવ્યના આશ્રયે પ્રવર્તતી ક્રિયાનું કરવાપણું તે કર્તુત્વ કહેવાય છે.” જે ક્રિયા કરવામાં એક જ દ્રવ્યનું આધિપત્ય (સ્વામિત્વ હોય - અન્યની અપેક્ષા નો હોય તેને કત્વ કહેવાય છે. આવું કર્તુત્વ જીવમાં જ છે અને તે પણ જીવના પોતાના ગુણોનું જ (ગુણ-પર્યાયોનું જ) કર્તુત્વ છે. કારણ કે ચેતનાપૂર્વક પ્રવર્તતા વીર્યનો ઉપકાર કરે એવા કારકચક્રની સહાય હોવા વડે જીવમાં જ આવું કર્તુત્વ સંભવે છે. જીવમાં ચેતના અને વીર્ય છે તથા બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવે છે તેમજ બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવતા જીવને શેષ છએ કારકચક્રની સહાયનો યોગ મળી રહે છે. તે આ પ્રમાણે - પ્રાપ્ત કરવા જેવું જો કંઈ હોય તો જીવનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવાનું છે એ કર્મકારક, જીવની પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા થવા વડે તે સ્વરૂપ પ્રાપ્ત થવાનું છે આ કરણકારક, સ્વરૂપપ્રાપ્તિ-જન્ય આનંદ જીવને જ થવાનો છે આ સંપ્રદાનકારક, આવૃત થયેલા સ્વરૂપનો જીવમાંથી જ આવિર્ભાવ કરવાનો છે આ અપાદાનકારક અને પ્રગટ-અપ્રગટ આત્મસ્વરૂપનો આધાર આત્મા જ છે. આ અધિકરણકારક. આમ છએ કારકચક્રની સહાય ચેતનાપૂર્વક વિર્ય પ્રવર્તાવતા જીવને જ હોય છે. આ કાર્યમાં અન્ય કોઈ દ્રવ્યની સહાય લેવી પડતી નથી. માટે જીવ દ્રવ્યમાં જ કર્તુત્વ છે અને તે પણ પરમાર્થથી સ્વગુણોનું જ કર્તૃત્વ છે. મોહની પરાધીનતાથી પરના કર્તુત્વનો આરોપ માત્ર કરાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર કારણ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં એકલા પોતાના દ્રવ્યથી જ ક્રિયા થતી હોય તેવું નથી. માટે “એકાધિપત્યપણે” ક્રિયાની શૂન્યતા છે. જીવ અને પુદ્ગલદ્રવ્યો ગમનાગમન કરે તો જ તેમાં ગતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે. એવી જ રીતે જીવ અને પુદ્ગલો સ્થિર રહે તો જ અધર્માસ્તિકાયમાં સ્થિતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે અને જીવ-પુદ્ગલો અવકાશ લહે ત્યારે જ આકાશમાં અવગાહસહાયક્તાની ક્રિયા પ્રવર્તે છે. આ બધી ક્રિયા પરદ્રવ્યાપેક્ષિત છે. પોતાના એક દ્રવ્યને આશ્રયી નથી તથા ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્યમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ નથી. તેથી તેમાં “કતૃત્વ” સંભવતું જ નથી. જીવમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ છે અને તે પણ સ્વગુણોમાં પરિણમન પામવું એ જ એક કાર્ય જીવમાત્ર આશ્રિત હોવાથી સ્વગુણોનું કર્તૃત્વ જીવમાં ઘટે છે. કોઈપણ જીવ આ જગતના ભાવોનો કર્તા નથી, પરંતુ પોતાનામાં જ રહેલા અને કાર્ય-કારણભાવે પરિણામ પામતા એવા ગુણો અને પર્યાયોની પ્રવૃત્તિનો જ કર્તા છે. પરંતુ પરભાવોનો કર્તા નથી. કારણ કે રાગાદિ કષાયો રૂપ પરભાવોનો જો કર્તા જીવ કહીએ તો “અસદારોપ અને મુક્તિનો અભાવ” વગેરે દોષો આવે છે. તે આ પ્રમાણે - રાગ-દ્વેષ અને કાષાયિક અધ્યવસાયો આવવા એ પરમાર્થે જીવનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોત તો મુક્તિગત જીવોમાં પણ હોત. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવમાં આ પરિણામ આવે છે. એટલે પરદ્રવ્યકૃત પરિણામો છે. જીવના પોતાના નથી. સ્વતંત્રપણે આત્માના આ પરિણામ નથી. અનુચિત વર્તન કરવાપણાનું કર્તૃત્વ દેવદત્તને વળગેલા ભૂતનું જ છે. પણ અસલી દેવદત્તનું તે કર્તૃત્વ નથી. જો કાષાયિક પરિણામ તે જીવનું પોતાનું સ્વરૂપ છે. એમ માનીએ તો જ્ઞાનાદિ ગુણોની જેમ કાષાયિક પરિણામ ક્યારેય પણ જીવમાંથી નાશ પામે નહીં અને તેથી જીવની ક્યારેય પણ મુક્તિ થાય નહીં. માટે આ રાગાદિ ભાવો જીવના પોતાના નથી, પરદ્રવ્યકૃત છે. તેથી તેનો કર્તા જીવ કેમ કહેવાય ? અને રાગાદિનો કર્તા ન હોવા છતાં તેને રાગાદિ પરભાવોનો કર્તા કહીએ તો તેના ઉપર ખોટો આરોપ લગાડ્યાનો દોષ લાગે, જેને “અસદારોપ” નામનો દોષ કહેવાય છે. જે સ્વભાવ જેનો નથી છતાં તે સ્વભાવ તેનો છે આમ જો કહીએ તો ત્યાં અસદારોપ નામનો દોષ લાગે. તથા જો તે જીવનું પોતાનું સ્વરૂપ છે આમ માની લઈએ તો જીવમાંથી ક્યારેય નાશ પામે નહીં તેથી જીવની કોઈ કાલે પણ મુક્તિ ન થાય. તેથી સિદ્ધિ અભાવ નામનો દોષ લાગે. આ રીતે દોષો આવે, માટે રાગાદિ પરભાવોનો કર્તા જીવ નથી. પરંતુ જીવ જ્ઞાનગુણાત્મક હોવાથી લોકાલોકનો જ્ઞાતા અવશ્ય છે. જગતનો જ્ઞાતા છે પણ કર્તા નથી. આ કારણથી આ જીવ રાગાદિ ભાવકર્મોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને ઘટ-પટાદિ નોકર્મરૂપ પરભાવોનો કર્તા નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ પરંતુ સ્વભાવમૂઢ (આત્માના શુદ્ધ-નિર્મળ સ્વભાવને નહીં જાણનારો-બ્રાન્ત બનેલો) અને મોહનીયકર્મના ઉદયથી અશુદ્ધપરિણતિરૂપે પરિણામ પામેલો એવો આ આત્મા “અશુદ્ધનિશ્ચયનયથી” રાગાદિ ભાવોનો અને અશુદ્ધ વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્તા બન્યો છે. જે સ્વરૂપ પોતાનું નથી, પરનું છે તેનો કર્તા વાસ્તવિકપણે આ જીવ નથી. પરંતુ કર્મોના ઉદયની આધીનતાથી અશુદ્ધનયોની અપેક્ષાએ તેમાં તેનું કર્તૃત્વ આરોપાયું છે. નૈગમન થી ઘટ-પટાદિ દૂરતરવર્તી પદાર્થોનું કર્તૃત્વ, અશુદ્ધવ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું (પરદ્રવ્યોના પરિણમનનું) કસ્તૃત્વ અને અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિભાવો (રૂપ અશુદ્ધ એવા ભાવપરિણામો)નું કર્તૃત્વ આ જીવમાં આરોપિત કરાયું છે. તપેલા લોઢાના ગોળામાં રહેલી આગ દાહ કરતી હોવા છતાં તપેલું લોઢું દાહ કરે છે આવું જેમ કહેવાય છે તેમ જીવમાં રહેલા પૂર્વબદ્ધ કર્મોદયજન્ય રાગાદિ ભાવો કર્મોના કર્તા હોવા છતાં તે રાગાદિ ભાવો જીવમાં વ્યાપેલા હોવાથી જીવ કર્મોનો કર્તા છે આમ જીવમાં કર્તા તરીકેનો ઉપચાર કરાયો છે. આરોપ કરાયો છે. તપેલા લોઢામાં લોઢું દાહ કરતું નથી પણ તેમાં રહેલ અગ્નિ દાહ કરે છે આવો જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તેના ઉપર પાણી નાખીને અગ્નિ-અગ્નિનો જ નાશ કરવામાં આવે છે. ત્યારબાદ શેષ કેવળ એકલું રહેલું લોઢું ક્યારેય પણ દાહ કરતું નથી. (કારણ કે દાહ કરવો એ લોહનો સ્વભાવ હતો જ નહીં) તેમ જીવમાં ભળેલા રાગાદિ ભાવો જ કર્મોના કર્તા છે. જીવ પોતે કર્મોનો કર્તા નથી. આમ હોવાથી નૈગમનય-અશુદ્ધવ્યવહારનય અને અશુદ્ધનિશ્ચયનયથી અનુક્રમે ઘટ-પટાદિ બાહ્યપુલસ્કંધોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને રાગાદિ ભાવકનો આ જીવ કર્તા હોવા છતાં પણ સ વિ સનકુવરઃ = તે જ જીવ જ્યારે પોતાના સ્વાભાવિક આત્મગુણોના આનંદના સુખની રુચિવાળો બને છે અને સત્ય સમજે છે. ત્યારે તેને ભાન થાય છે કે અનન્ત અને અવિનાશી એવા મારા પોતાના શુદ્ધસ્વરૂપના સુખવાળો (સુખમય) મારો આત્મા છે. હું આ પરદ્રવ્યની પરાધીનતામાં (બબાલમાં) ક્યાં ફસાયો ? આવું જ્યારે ભાન થાય છે ત્યારે પોતાના આત્માને આવો પરદ્રવ્યથી ભિન્ન જાણીને ભેદજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા (પરદ્રવ્યના સુખથી ઉભગીને) પોતાના ગુણોના જ સુખના પરમાનન્દનો ભોગી આ જીવ બને છે. તેથી પરભાવોનો કર્તા નથી. પરંતુ આત્મા જ્ઞાનસ્વભાવી હોવાથી પરભાવોનો જ્ઞાતા માત્ર જ છે (કર્તા નથી). अत्र प्रस्तावना-अयं हि आत्मा स्वनिःसपत्नसङ्गाङ्गितया स्वीयविशेषस्वभावानां स्वगुणकरणेन सत्प्रवृत्तिमतामपि स्वगुणकरणावरणेन ज्ञानचेतनावीर्यादिक्षयोपशमानां परानुयायिनां तत्सहकारेण च कर्तृत्वादिपरिणामानां परकर्तृत्वादिविभावपरिणमनेन Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર परकर्तृत्वे जातेऽपि तेषामेव गुणानां स्वभावसम्मुखीभवनेन कर्त्तृत्वादीनां परावृत्तिः, तेन सम्यग्दर्शन-ज्ञान-चारित्रपरिणतेः स्वरूपसाधनकर्तृत्वादि कुर्वन् गुणकरणैः पूर्णैः साधनकर्त्तृत्वं विधाय गुणप्रवृत्तिरूपं शुद्धं कर्तृत्वादिकं करोति, अत एव साधकानां सन्मुनीनां स्वरूपसन्मुखानां न परभावकर्तृत्वमिति, किन्तु ज्ञायकत्वमेव । આ આત્મા પોતાના કેવળ શુદ્ધસ્વરૂપના જ સંગવાળો હોવાથી (ન:મપત્ન નથી શોક્ય રૂપે વિરોધી અશુદ્ધ તત્ત્વ જેમાં એવા કેવળ શુદ્ધ સ્વરૂપનો જ સંગી છે. તેથી) પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ તન્મયતા કરવા દ્વારા ઉત્તમોત્તમ પ્રવૃત્તિસ્વરૂપ પોતાના જ વિશેષ ગુણોનો (જ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણોનો) કર્તા છે. આમ હોવા છતાં પણ (૧) પોતાના ગુણોની તન્મયતાનું આવરણ કરનારા એવા જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય વિકારોના કારણે, તથા (૨) પરદ્રવ્યને અનુયાયી બનેલી એવી જ્ઞાનચેતના અને વીર્ય ગુણ આદિ ક્ષાયોપશમિક ભાવના ગુણોના કર્તૃત્વ-ભોતૃત્વ-ગ્રાહકત્વાદિના પરિણામો જે છે-તે ૫૨કર્તૃત્વાદિ વિભાવ સ્વરૂપે પરિણામ પામ્યા છે. તે બે કારણોને લીધે આ જીવમાં ઔપચારિક રીતે “પરકર્તૃત્વ” આવેલ છે. છતાં પણ તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ક્ષાયોપશમિકભાવના ગુણોની જ્યારે સ્વભાવદશા તરફ સન્મુખતા થાય છે ત્યારે (સ્વભાવદશા સમજાય છે અને તે તરફ ગુણોનું યુંજનકરણ થાય છે ત્યારે) કર્તૃત્વ-ભોક્તત્વ અને ગ્રાહકત્વ ધર્મોની પરાવૃત્તિ થાય છે. જેમ ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ખોટા રસ્તાનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે માર્ગે જ ગાડી દોડાવે છે પણ આ રસ્તો ખોટો છે એમ ભાન થતાં જ ત્યાંના કોઈ અનુભવીને પૂછીને ગાડીને સાચા માર્ગે વાળીને વધારે સ્પીડથી ગાડી દોડાવે છે. તેમ કર્તૃત્વાદિ ભાવો જે પરાનુયાયી હતા તે સંબંધી ભેદજ્ઞાન થતાં અને સત્ય સમજાતાં જ તે ભાવો સ્વદશાનુયાયી બની જાય છે. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પરિણતિ પ્રગટ થવાથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનાનું જ કર્તૃત્વ-ભોક્તૃત્વ અને ગ્રાહકત્વાદિ પ્રગટ થાય છે. આમ આ જીવ પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ પૂર્ણપણે તન્મયતા કરવા દ્વારા આત્મતત્ત્વની સાધનાનાં કર્તૃત્વાદિ પ્રગટ કરીને મોહજન્ય દોષોમાં પ્રવર્તન કરવા રૂપ જે અશુદ્ધ કર્તૃત્વાદિ હતા તેને ત્યજીને આત્મગુણોમાં જ પ્રવર્તન કરવા સ્વરૂપ શુદ્ધ કર્તૃત્વાદિ ભાવોને પ્રગટ કરે છે. = સારાંશ કે “આત્મા કેવલ એકલા ગુણોનો જ સંગી છે” દોષો તો પરદ્રવ્યથી આવેલા છે. પરદ્રવ્યના મીલનથી આવ્યા છે. માટે તે જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી. તેથી ગુણોમાં તન્મય થવું, ગુણોમાં જ પ્રવર્તવું, એ જ પોતાનું કામ છે. આ જ આત્માનું કર્તૃત્વભોક્તત્વ અને ગ્રાહકત્વાદિ છે. છતાં પણ (૧) આત્માના ગુણોનું આવરણ કરનારાં Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૪૫ જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના ઉદયથી તથા (૨) જ્ઞાનચેતના અને વીર્યાદિ ગુણો પરાનુયાયી બની જવાના કારણે, આમ આ બે કારણોને લીધે આત્મદ્રવ્યમાં રહેલા કર્તૃત્વાદિ ધર્મો પરકર્તૃત્વાદિ વિભાવભાવે પરિણામ પામ્યા છે. તેથી જીવમાં પરદ્રવ્યના કર્તૃત્વનો આરોપ કરાયો છે. પરંતુ વાસ્તવિકપણે જીવમાં પરકર્તૃત્વાદિ ધર્મો નથી. તેથી જ જ્યારે આ જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મના ઉદયો મંદ પડે છે અને તેના ક્ષાયોપશમિકભાવની વૃદ્ધિ થાય છે ત્યારે તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ગુણો સ્વભાવદશા તરફ થવાના કારણે કર્તૃત્વાદિ ધર્મોનો બદલો થઈ જાય છે. ગાડી જે માર્ગે દોડતી હતી તે માર્ગને છોડીને તેનાથી વિપરીત (સાચા) માર્ગે દોડે છે. તેની જેમ જે પરાનુયાયી કર્તૃત્વાદિ હતું તે જ સ્વભાવદશાનુયાયી કર્તૃત્વાદિ થવાથી રત્નત્રયી રૂપ ગુણો પ્રગટ થાય છે. આ રીતે શુદ્ધ આત્મસ્વરૂપની સાધનાનું જ કર્તૃત્વ બની જાય છે. આ પ્રમાણે સ્વકીય ગુણોમાં જ પૂર્ણપણે તન્મયતા દ્વારા આત્માના ગુણોની જ સાધનાનું કર્તૃત્વ પ્રગટ કરીને ગુણોમાં જ રમવું (પરદ્રવ્યમાં ન જોડાવું) એવું શુદ્ધ કર્તૃત્વાદિ આ જીવમાં આવે છે. સ્વગુણો એ વાસ્તવિક પોતાનું જ સ્વરૂપ છે. માટે તેનું જ કર્તૃત્વાદિ વાસ્તવિક છે. પરદ્રવ્યનો સંયોગ તો મોહનીયાદિ કર્મોની ઉદયાત્મક ઉપાધિથી થયેલો છે. તેથી અવાસ્તવિક છે માટે તેનું કર્તૃત્વ પણ અવાસ્તવિક છે, આરોપિત છે, કલ્પિત છે. અત વ = આ કારણથી જ આત્માના ગુણોની સાધના કરનારા અને પોતાના શુદ્ધસ્વરૂપ તરફ જ વળેલા એવા ઉત્તમ મુનિ-મહાત્માઓને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. પરંતુ “જ્ઞાતૃત્વ” એ આત્માનો ગુણ હોવાથી જગતના સર્વ ભાવોના જાણવાપણા રૂપ “જ્ઞાયકત્વ” સ્વભાવ અવશ્ય હોય છે. માટે જીવ જગતના ભાવોનો જ્ઞાતા-દૃષ્ટા છે પણ કર્તા-ભોક્તા નથી. * अत्र प्रश्नः तर्हि मुनीनां परभावाकर्त्तृत्वे उक्तहेतुद्वयजन्यकर्मकर्तृता कुत: ? तत्राह-स्वस्वभावमग्नानां साधकमुनीनामनभिसन्धिजवीर्यतदनुगतचेतनया कर्मबन्धकर्त्तृत्वमस्ति, तथापि स्वायत्ताभिसन्धिजगुणप्रवृत्तीनां स्वभावानुगतत्वात् अकर्तृत्वम् । अथवा एवम्भूतसिद्धत्वास्वादानन्दमग्नानां तु न परभावकर्तृता । - अथवा सम्यग्दर्शनादिगुणप्राप्तौ वस्तुस्वरूपविवरणेन स्वरूपानुगतस्वशक्तित्वेन आत्मनः परभावकर्तृत्वं नास्त्येव, ज्ञायकत्वमेवेति । अतः स्वरूपरसिकानां सर्वभावज्ञायकत्वम्, कर्तृत्वं तु स्वपारिणामिकभावस्य । अतः - Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર स्वात्मानमेकान्ते निवेश्य अनादिभ्रान्तिजं परभावकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वादिकं निवारणीयम्, स्वरूपाखण्डानन्दकर्तृत्वादिकं करणीयमिति गाथार्थः ॥३॥ પ્રશ્ન :- જો આ આત્મા પરભાવનો કર્તા નથી અને પરભાવનો અકર્તા જ છે. તો પછી ઉપર કહેલાં બે કારણોને લીધે (એક કારણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મનો ઉદય અને બીજુ કારણ જ્ઞાનચેતના અને વીર્યપ્રવૃત્તિ પરદ્રવ્યાનુયાયી બની ગઈ છે તે. આમ બે કારણોને લીધે) ઉત્પન્ન થયેલી કર્મોની કતા એટલે કે પ્રતિસમયે તે મહાત્માને કર્મોનો બંધ થવો તે પણ આ આત્મામાં કેમ ઘટશે? અર્થાત્ જો આ જીવ પરભાવનો કર્તા નથી તો કર્મનો કર્તા પણ થશે નહીં અને જો કર્મોનો કર્તા ન માનીએ તો તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોને તોડવા ધર્મપુરુષાર્થ કરવાની જરૂર શું? સંસારી આત્મા પણ મુક્તિગત આત્માની જેમ સ્વરૂપનો જ કર્તા-ભોક્તા રહેશે. તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોના ક્ષયનો પ્રયત્ન કરવાનો રહેશે નહીં. ઉત્તર - સંસારી જીવોમાં મન-વચન અને કાયાના આલંબને પ્રવર્તતું કરણવીર્ય બે પ્રકારનું છે. (૧) અભિસન્ધિજ (ઈચ્છાપૂર્વક વીર્યને કાર્યમાં પ્રવર્તાવવું) અને (૨) અનભિસન્ધિજ (ઈચ્છાના અભાવે સહજભાવે વીર્યનું કાર્યમાં પ્રવર્તવું). ઘણી વખત આપણે બુદ્ધિપૂર્વક ઈચ્છા સાથે કોઈ કોઈ કાર્યમાં પ્રવર્તીએ છીએ. જેમકે ભોજનક્રિયા, ગમનાગમન ક્રિયા, આ ક્રિયામાં વપરાતું જે વીર્ય તે અભિસન્ધિજ વીર્ય કહેવાય છે અને કેટલાંક કાર્યોમાં આત્માનું વીર્ય સહજ રીતે - સ્વાભાવિકપણે જ વપરાય છે. પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. જેમકે ભોજન કરેલા આહારનું ઉદરમાં ગયા પછી પાચનક્રિયાનું કાર્ય. તે અનભિસન્ધિજ વીર્ય કહેવાય છે. હવે વિચારો કે - પોતાના આત્મ-સ્વભાવમાં જ મગ્ન બનેલા અને આત્મસાધના કરનારા મહાત્મા મુનિઓમાં પ્રવર્તતું જે અનભિસબ્ધિજ વીર્ય છે અને તે વીર્યને અનુસરનારી જે જ્ઞાનચેતના છે, તેના વડે વ્યવહારાદિ નયોથી ઔપચારિક રીતે કર્મોના બંધનું કર્તુત્વ છે. તો પણ પોતાને આધીન (પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવાતા) એવા અભિસંધિજ વીર્ય વડે પોતાના આત્મગુણોમાં જ પ્રવૃત્તિ કરનારા એવા તે મહાત્માઓને પોતાના શુદ્ધસ્વભાવમાં જ પ્રવર્તવાપણું હોવાથી તાત્ત્વિકપણે કર્મોના બંધનું અકર્તુત્વ છે. જેમ મહામુનિઓ કાયાને ટકાવવા માટે તથા કાયા દ્વારા સંયમધર્મની સારી આરાધના થાય તે માટે આહાર વાપરે છે. પરંતુ તે આહારમાં અલિપ્તદશા હોવાથી આહાર વાપરવા છતાં કર્મો બાંધતા નથી, કારણ કે તે આહારમાં બુદ્ધિપૂર્વક રાગાદિ દશાથી વીર્યપ્રવૃત્તિ નથી. તે જ આહાર ગૃહસ્થાદિ વાપરે તો Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૪૭ ગૃહસ્થાદિ અન્ય સંસારી જીવોની રાગાદિ ભાવપૂર્વક વીર્યપ્રવૃત્તિ હોવાથી તે આત્મા કર્મબંધનો કર્તા થાય છે. આમ અહીં આ મહાત્મા પુરૂષોની અનભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ છે. માટે કર્મોનો અકર્તા છે. અભિસન્ધિજ વીર્યપૂર્વક પ્રવૃત્તિ સ્વગુણોમાં જ છે. માટે આ મહાત્મા સ્વગુણોના જ કર્તા છે. જ્યાં અભિસંધિજ વીર્યપ્રવૃત્તિ હોય છે તેના જ કર્તૃત્વનો વ્યવહાર થાય છે. अथवा આવા પ્રકારની સિદ્ધત્વદશાના આસ્વાદના આનંદમાં મગ્ન બનેલા મહાત્માઓનો ઉપયોગ સ્વગુણરમણતામાં જ હોવાથી કાયાથી પરભાવનું કાર્ય કરે છે પરંતુ તેમાં રમણતા ન હોવાથી તેવા પ્રકારના પરભાવનું કર્તાપણું નથી. - अथवा સમ્યગ્દર્શનાદિ આત્માના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થયે છતે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવાથી પોતાના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી પોતાની શક્તિનો વપરાશ કરનારા બનવાથી આત્માને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. માત્ર જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી “જ્ઞાયકત્વ” ધર્મ જ ઘટે છે. આ રીતે આત્મસ્વરૂપમાં જ રસિક એવા મહાત્મા પુરુષોને સર્વે પણ સ્વ-પરભાવોનું શાયકત્વ હોય છે. પરંતુ કર્તૃત્વ તો ફક્ત પોતાના શુદ્ધ ગુણોમાં પરિણામ પામવા રૂપ સ્વભાવોનું જ એટલે કે પોતાના પારિણામિકભાવનું જ હોય છે. - ઉપરોક્ત ચર્ચાથી તત્ત્વ સમજ્યા બાદ પોતાના આત્માને એકાન્તમાં સ્થાપન કરીને યથાર્થ ચિંતન-મનન કરવા દ્વારા સ્થિર કરીને અનાદિકાલથી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયજન્ય ભ્રાન્તભાવે રહેલ પરભાવના કર્તૃત્વ-ભોક્તૃત્વ અને ગ્રાહકત્વ વગેરે મલીન ભાવોને દૂર કરવા જોઈએ અને આત્માના શુદ્ધ સ્વરૂપના જ અખંડ-અમૂલ્ય આનંદનું જ કર્તૃત્વ-ભોક્તત્વ અને ગ્રાહકત્વાદિ પ્રાપ્ત કરવું જોઈએ. મોહજન્ય પરભાવના કર્તૃત્વાદિને ત્યજીને સ્વભાવના જ કર્તૃત્વને સ્વીકારવું જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો આ જ સાર છે. Iા परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥ ગાથાર્થ :- પરમ બ્રહ્માત્મક આત્મસ્વરૂપમાં મગ્ન એવા આત્માને પુદ્ગલના સુખની વાર્તા પણ નિરસ હોય છે. તો પછી સોનાની રાશિને ગ્રહણ કરવા રૂપ અને તેનાથી થતા ઉન્માદો કેમ હોય ? તથા દેદીપ્યમાન એવા સ્ત્રીસંબંધી હાવભાવ જોવાના પણ કેમ હોય ? ॥૪॥ ટીકા :- પરદ્રાળીતિ-પરબ્રહ્મળિ-પરમાત્મનિ મનસ્ય તન્મયસ્ય, સ્વરૂપા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર વલોનામળરસ્તસ્ય, પૌલિઝી = પુત્સાહસચિની, થા-નામ વાર્તા, ઋથાशिथिला इत्यर्थः । परत्वेन अग्राह्यत्वेन अभोग्यत्वेन निर्धारात् यस्य कथाsपि श्लथा, तस्य ग्रहः कुतो भवति ?, अत एव अमी चामीकरोन्मादाः तस्य क्व ?, शुद्धात्मगुणसम्पद्वतां चामीकरग्रहः एव न, परत्वात् पापस्थानहेतुत्वात् कुत उन्माद: ?, ન = પુન: સ્પારા-નેવીપ્યમાના, દ્વારા = વનિતા, તસ્યા: આવરા: વવ ? કૃતિ ત્ર ? नैवेति । स्वभावसुखभोगिनां पौद्गलिकभोग एव न, तर्हि मायाकुटी, रागपटी, અશુદ્ધવિમાવનટી વારાટી, તત્રાવ: વયં મતિ ? નૈવેતિ ॥૪॥ વિવેચન :- પરમાત્મસ્વરૂપમાં તન્મય બનેલા આત્માને એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપનું જ અવલોકન કરવામાં રમણતાવાળા મહાત્મા પુરુષને કોઈપણ પ્રકારનાં પુદ્ગલોની સારાનરસાપણાની કથા-વાર્તા કરવામાં રસ જ હોતો નથી. પુદ્ગલની ચર્ચા જ નિરસ બની જાય છે. કારણ કે જે પુદ્ગલદ્રવ્ય છે તે આ આત્માથી પરદ્રવ્ય (ભિન્નદ્રવ્ય) છે. તથા પરાયી વસ્તુ હોવાથી ન તો ગ્રહણ કરવાલાયક છે, કે ન તો ભોગવવા લાયક છે. આવો પાકો નિર્ણય આ જીવે કરેલો છે. આ રીતે પુદ્ગલદ્રવ્યની બનેલી સર્વે પણ વસ્તુ આત્મદ્રવ્યને પરપદાર્થ હોવાથી, અગ્રાહ્ય હોવાથી અને અભોગ્ય હોવાથી તેની કથા-વાર્તા કરવી પણ ગમતી નથી. તે સંબંધી વાતચીત કરવામાં રસ નથી, તેવા મહાત્મા પુરુષને પુદ્ગલદ્રવ્યનું ગ્રહણ ક્યાંથી સંભવે ? જે આત્માને જેની વાતમાં રસ પણ ન હોય, તેવા આત્માને તેનો સંગ્રહ કરવો કેમ સંભવે ? માટે આવા આત્માને પુદ્ગલભાવોનું ગ્રહણ સંભવતું નથી. આ કારણથી તે મહાત્માને વામી-સોનું-રૂપું-હીરા-માણેક-પન્ના આદિ કિંમતી ધાતુરૂપે રહેલા ધનનો સંગ્રહ જ સંભવતો નથી. કોઈપણ જાતનું પુદ્ગલદ્રવ્ય ભેગું કરતા જ નથી. રાખતા જ નથી. તો પછી તે ધન સંબંધી ઉન્માદ-અહંકાર, મોટાઈ-ગર્વ વગેરે કલુષિત ભાવો કેમ હોઈ શકે ? અર્થાત્ આવા રાગ-દ્વેષાત્મક મલીન ભાવો તે મહાત્મામાં સંભવતા નથી. શુદ્ધ એવી આત્મગુણોની ભાવસંપત્તિવાળા આ આત્માને સુવર્ણાદિ ધનનું ગ્રહણ જ હોતું નથી, “કંચન-ઉપલ બેઉ સમ ગણે રે લોલ” આ પંક્તિ પ્રમાણે સોનું અને પત્થર બન્ને સમાન હોવાથી મનમાં સુવર્ણ આદિ કોઈ પણ પરપદાર્થ પ્રત્યે પ્રીતિ જાગતી નથી, મહત્તા નથી તો પછી તે સુવર્ણાદિ દ્રવ્ય પર હોવાથી, પાપબંધનો હેતુ હોવાથી તેનું અભિમાન કરવું કે પોતાની જાતને સુવર્ણાદિ પરદ્રવ્યથી મોટી માનવી અને ધનાદિથી ફુલાવું વગેરે મિથ્યા અભિમાન કેમ સંભવે ? ન જ હોય. ત્ર પુન:-તથા વળી દેદીપ્યમાન (અર્થાત્ અતિશય રૂપવાળી) એવી જે સ્ત્રી હોય, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ તેના પણ મોહજનક જે હાવભાવ-અંગપ્રદર્શન વગેરે વસ્તુઓ જ્યાં હોય ત્યાં તે સ્ત્રી પ્રત્યે અને તેઓના હાવભાવો પ્રત્યે આ જીવને આદરભાવ કેમ હોય ? આખર તો એ પણ સાતધાતુનાં જ બનેલાં અંગો છે. ગંદાં પુગલો જ છે, પરદ્રવ્ય જ છે. માટે તેનો આદર કેમ હોય ? અર્થાત્ ન જ હોય. અહીં પુરુષને આશ્રયી સ્ત્રી કહી છે. તેમ સ્ત્રીને આશ્રયી પુરુષ સમજી લેવો. આત્માના ગુણોના અખંડ આનંદરૂપ સુખને માણનારા મહાત્મા પુરુષોને પદ્ગલિક સુખનો કે સુખના આનંદનો રસ જ હોતો નથી. તો પછી માયા (કપટ)નું ઘર, રાગ કરાવે તેવા રેશમી ચમકવાળા વસ્ત્રની તુલ્ય, અશુદ્ધ એવી વિભાવદશા ઉત્પન્ન કરવામાં ઉત્તેજક એવી ચતુર નદી તુલ્ય, આવા પ્રકારનાં વિશેષણો વાળી સ્ત્રીનાં જે કોઈ અંગો છે (સ્ત્રીનાં સર્વ અંગો પુરુષને આશ્રયી કામોત્તેજક હોય છે એવી જ રીતે પુરુષનાં સર્વે અંગો સ્ત્રીને આશ્રયી કામોત્તેજક છે). તેમાં આવા મહાત્માઓને આદરભાવ-સ્નેહભાવ કેમ થાય? અર્થાત્ ન જ થાય. આ સંસારમાં રાગાદિ મોહભાવનાં પ્રધાનપણે બે સાધન છે કંચન અને કામિની. (સ્ત્રીને આશ્રયી કંચન અને પુરુષ) મહાત્મા પુરુષોનું મન સ્વગુણોની સંપત્તિના ઉપભોગમાં જ આનંદ માનનારું છે. તેથી પરદ્રવ્યરૂપ તથા પાપબંધના હેતુભૂત એવા કંચન-કામિનીના સ્વરૂપમાં મહાપુરુષો કેમ મોહબ્ધ બને ? અર્થાત્ તેના તરફ જોતા પણ નથી. તો તેની ઈચ્છા કરવી કે પ્રાપ્તિ કરવી કે તેનો ગર્વ કરવો કે તેમાં પ્રીતિ કરવી સર્વથા ઘટતી નથી. III तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥५॥ ગાથાર્થ :- ચારિત્રવાળા સાધુમહાત્માને માસ-વર્ષ આદિ કાલ પ્રમાણે ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી આત્મગુણોના અનુભવ રૂપી તેજોલેશ્યાની વૃદ્ધિ ભગવતી આદિ સૂત્રોમાં જે કહી છે. તે આવા પ્રકારના સ્વગુણોની રમણતામાં મગ્ન મુનિને ઘટે છે. પા. ટીકા - તેનોત્તેશ્યા રૂત્તિ"તેનોનેશ્યા-ચિત્તસુ9ત્મામનક્ષUTI જ્ઞાનાનન્હાस्वादाश्लेषरूपा, तस्याः विशुद्धिः-विशेषतो वर्द्धनम् या, साधो:-निर्ग्रन्थस्य, पर्यायवृद्धितः-चारित्रपर्यायवृद्धितः, भगवत्यादौ भाषिता-उक्ता, भगवत्यादौ-पञ्चमाङ्गे सा निर्मलसुखास्वादरूपा, इत्थम्भूतस्य-आत्मज्ञानमग्नस्य रत्नत्रयैकत्वलीलामयस्य वाचंयमस्य यज्यते-घटते, नान्यस्य मन्दसंवेगिनः । Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર વિવેચન :- શ્રી ભગવતીજી નામના પાંચમા અંગમાં સાધુ-સંત મહાત્માઓને પ્રવ્રજ્યા સ્વીકાર કર્યાને જેમ જેમ માસ-વર્ષ આદિ અધિક અધિક કાળ પસાર થાય છે તેમ તેમ આત્માના ગુણોના આનંદનો અનુભવ થવાથી અને “પદ્રવ્યનો આનંદ મોહક છે, ભ્રામક છે.” આ વાત બરાબર સમજાઈ જવાથી ભોગી જીવને જેમ ભોગસુખથી મુખ ઉપર તેજ (લાલી) ચમકે છે. તેમ આત્માનંદી આ સાધુભગવંતોને મુખ ઉપર આત્મગુણોના સુખના આસ્વાદના આનંદની લહરીઓ (તેજોલેશ્યા) ચમકે છે. મંદવૈરાગ્યવાળાને (પરદ્રવ્ય પ્રત્યેની પ્રીતિ હજુ સર્વથા ગઈ ન હોવાથી) તેવી ચમક (તેજોવેશ્યા) આવતી નથી. આત્મગુણોના સુખમાં જ આનંદ માનનારા અને પારદ્રવ્યના સુખને ભ્રામક માનનારા જીવને આ તેજ વધે છે. શબ્દાર્થ આ પ્રમાણે છે - તેજોવેશ્યા એટલે ચિત્તમાં સુખની પ્રાપ્તિ થવી તે, અર્થાત્ નિરુપાધિક એવો જે સુખલાભ તે તેજોલેશ્યા, એટલે કે જ્ઞાનના આનંદના આસ્વાદનો જે અનુભવ થવો તે તેજલેશ્યા. સ્વગુણોના આનંદની લહરીઓ ચમકવી તે તેજલેશ્યા. તેજની વેશ્યા, તેની વિશેષ વૃદ્ધિ થવી, દિન-પ્રતિદિન તેમાં વિશેષ વધારો થવો, આવા પ્રકારની તેજોલેશ્યાની વિશેષવૃદ્ધિ સાધુને એટલે કે નિર્ચન્દમુનિને ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી થાય છે. આ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં એટલે કે પાંચમા અંગમાં જે તેજલેશ્યાની વિશેષ વૃદ્ધિ કહી છે. તે નિર્મળ આત્મગુણોના સુખનો આસ્વાદ કરવા રૂપ તેજોલેશ્યાની વિવૃદ્ધિ આવા મુનિને જ એટલે કે આત્માના જ્ઞાનસુખમાં જે મગ્ન છે તેવા મુનિને જ સંભવે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્નત્રયીની સાથે એકતા પામેલા, તે ગુણોના સુખની જ લીલાવાળા એવા મહાત્માને જ સંભવે છે. મંદ વૈરાગ્યવાળા મુનિને ગુણોના સુખના આનંદનો અનુભવ (યથાર્થ રીતે) થતો નથી. अत्र प्रस्तावना-तत्र प्रथमं संयमस्वरूपमुच्यते-आत्मनि चारित्रनामा गुणः अनन्तपर्यायोपेतानन्ताविभागरूपोऽस्ति । तथा च विशेषावश्यके-दानादिलब्धिपञ्चकं चारित्रं सिद्धस्यापि इच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाभावे च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मते चारित्रादीनां सिद्धावस्थायां सद्भावः । चारित्रं च चारित्रमोहावृतं, तच्च तत्त्वश्रद्धासम्यग्ज्ञानपूर्णानन्देहाविर्भावपश्चात्तापादिभ्यः क्षयोपशमावस्थागतं च चारित्रमोहपुद्गलेषु उदयप्राप्तेषु भुक्तेषु अनुदितेषु विष्कम्भितेषु केषुचित् प्रदेशभोगितां नीतेषु, चारित्रगुणविभागानामाविर्भावो भवति, અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - સૌથી પ્રથમ સંયમનું જ સ્વરૂપ સમજાવાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૫૧ આત્મામાં “ચારિત્ર” નામનો એક સુંદર ગુણ છે અને તે ચારિત્રગુણ અનંત અનંત પર્યાયોથી યુક્ત તથા અનંત અનંત અવિભાગના સમૂહાત્મક છે. એટલે ચારિત્રગુણના બુદ્ધિથી અનંત અનંત અવિભાગ (નિર્વિભાજ્ય એવો અન્તિમખંડ તે અવિભાગ) ખંડ થઈ શકે તેટલા અનંત અવિભાગ ખંડોના સમૂહમય આ ગુણ છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે – “સિદ્ધ પરમાત્માને પણ દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર શાસ્ત્રકારો ઈચ્છે છે.” સિદ્ધ પરમાત્માઓ ધન-વસ્ત્ર કે ખોરાકનું ગરીબોને દાન કરતા નથી. કારણ કે પુગલ સાથે સંબંધ જ નથી, તેમજ શરીરનો પણ ત્યાગ કરેલો છે. એટલે કોઈ પુદ્ગલનો લાભ નથી. ખોરાકાદિ ભોગ પણ નથી. વસ્ત્ર પહેરવાં કે અલંકારો પહેરવા કે સ્ત્રી વ્યવહાર કરવો એવો ઉપભોગ પણ નથી તથા મન-વચન-કાયાથી રહિત છે. તેથી તેના દ્વારા વપરાતું કરણવીર્ય પણ નથી. તેથી અહીં શંકા થવી સંભવિત છે કે સિદ્ધ ભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ કેમ ઘટે ? તથા ચારિત્ર એટલે સદાચારી જીવન, પાંચ મહાવ્રતના પાલન સ્વરૂપ ચારિત્ર. પરંતુ સિદ્ધભગવંતોને જીવન નથી, શરીર નથી, મન નથી એટલે કોઈપણ જાતનું સદાચારી જીવન કે મહાવ્રતનું પાલન એ રૂપ ચારિત્ર પણ નથી. તેથી આ ગુણો તેઓમાં કેમ હોઈ શકે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો આ પંક્તિમાં ઉત્તર આપે છે કે – સર્વથા પુલોના વ્યવહારોનો ત્યાગ અને પુદ્ગલાદિ પરદ્રવ્યથી આત્માને અત્યન્ત ભિન્ન કરવો એ જ અનંતદાન, પોતાના અનંતગુણોની પ્રાપ્તિ એ જ અનંતલાભ, પોતાના ગુણોનો વપરાશ તે ભોગ, વારંવાર સ્વગુણોનો વપરાશ તે જ ઉપભોગ, ગુણોના સુખના આનંદમાં જ વીર્યનું વાપરવું તે અનંતલબ્ધિવીર્ય. આમ દાનાદિ પાંચે લબ્ધિઓ સિદ્ધ પરમાત્માને હોય છે તથા મન-વચન-કાયા દ્વારા સદાચારી જીવન જીવવું કે મહાવ્રતપાલન રૂપ જે ચારિત્ર છે તે ત્યાં શરીર ન હોવાથી ભલે ન હોય. પરંતુ ક્યારેય વિભાવદશામાં ન જવું. પરભાવદશારૂપે પરિણામ ન પામવું. સ્વભાવદશામાં જ લયલીન રહેવું તે સ્વરૂપ અનંતચારિત્ર સિદ્ધ ભગવંતોને છે આમ સિદ્ધભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ તથા ચારિત્ર અવશ્ય હોય છે. દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર સિદ્ધભગવંતોને હોવાનું કારણ એ છે કે આ ગુણોના આવરણ કરનારાં અંતરાયકર્મ અને મોહનીય કર્મનો ક્ષીણમોહ-યોગી અને અયોગી ગુણવસ્થાનકની જેમ ત્યાં (સિદ્ધાવસ્થામાં) પણ સર્વથા અભાવ જ છે. ક્ષપકશ્રેણીના કાલે આ જીવોએ તે કર્મોનો નાશ કરેલો છે. આવરણભૂત એવાં અંતરાય કર્મ અને મોહનીય કર્મનો અભાવ સિદ્ધદશામાં હોવા છતાં પણ જો દાનાદિ લબ્ધિઓ અને ચારિત્ર ન માનીએ Page #85 -------------------------------------------------------------------------- ________________ પર મનાષ્ટક - ૨ જ્ઞાનસાર તો ક્ષીણમોહ-સયોગી અને અયોગી ગુણસ્થાનકોમાં પણ અંતરાય અને મોહનીયકર્મનો અભાવ હોવા છતાં તે પાંચ લબ્ધિ અને ચારિત્ર નથી. એમ જ માનવાનો પ્રસંગ આવે, જે શાસ્ત્ર સમ્મત ન હોવાથી બરાબર નથી. (અંતરાયકર્મનો ક્ષય બારમાના ચરમ સમયે અને મોહનીયકર્મનો ક્ષય દસમાના ચરમ સમયે થાય છે એમ જાણવું.) તે કારણથી શાસ્ત્રકારોની દૃષ્ટિએ ચારિત્રાદિ ગુણોનો (ચારિત્ર અને પાંચ લબ્ધિ-આત્મક ગુણોનો) સિદ્ધપરમાત્માને સદ્ભાવ છે આમ જાણવું. તથા આ ચારિત્ર નામનો ગુણ ચારિત્રમોહનીયકર્મથી આવૃત કરાયેલો છે. (ઢંકાયેલો છે). ચારિત્રમોહનીયકર્મનો સર્વથા ક્ષય કરવાથી આ ચારિત્રગુણ સર્વથા આવિર્ભૂત થાય છે અને પાંચમા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધીમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કર્યો હોવાથી આંશિક પ્રગટ થાય છે. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક આત્મગુણોના પૂર્ણ આનંદની ઈહા (વિચારણા-તન્મયતા) કરતાં કરતાં પ્રગટ થયેલા (પાપોના) પશ્ચાત્તાપાદિ થકી ક્ષાયોપશમિક અવસ્થાને પામેલું આંશિક ચારિત્ર પ્રગટ થાય છે. ચારિત્રમોહનીય કર્મના પુદ્ગલો જે પૂર્વકાલમાં બાંધેલ છે અને ઉદયમાં આવેલ છે. તેનો (સજાતીય પરપ્રકૃતિમાં સંક્રમાવીને) ભોગવવા દ્વારા આ જીવ ક્ષય કરે છે તે ક્ષય, અને જે પુદ્ગલો હાલ ઉદયમાં આવ્યાં નથી પણ સત્તામાં છે અને ઉદીરણાકરણ તથા અપવર્તનાકરણ વડે ઉદયમાં લાવી શકાય તેમ છે. તેને અટકાવ્યે છતે અર્થાત્ ઉદીરણા અને અપવર્તના દ્વારા ઉદયમાં ન આવે તેવી રીતે દબાવી દેવા દ્વારા ઉપશમ કર્યે છતે, આ રીતે કેટલાંક ચારિત્રમોહનીયકર્મનાં પુદ્ગલોનો પ્રદેશોદયથી (સજાતીય પરપ્રકૃતિરૂપે) ભોગવીને નિકાલ કર્યો છતે ચારિત્રનામના ગુણના કેટલાક કેટલાક વિભાગોનો (અંશોનો) આવિર્ભાવ થાય છે. તેને ક્ષાયોપમિક ભાવનું ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રગુણ દેશવિરતિરૂપે પાંચમા ગુણસ્થાનકે અને સર્વવિરતિરૂપે છઠ્ઠા ગુણસ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વવિરતિરૂપ આ સંયમનાં સ્થાનોની જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની તરતમતા આ પ્રમાણે હોય છે - तत्र सर्वजघन्यसंयमस्थाने सर्वाकाशप्रदेशानन्तगुणतुल्यचारित्रपर्यायप्राग्भावः प्रथमं संयमस्थानम् । ते कत्तिया पएसा ?, सव्वागासस्स मग्गणा होइ । तेजत्तिया परसा, अविभागतो अनंतगुणा ॥४५१२ ॥ (બૃહત્કલ્પસૂત્ર ગાથા ૪૫૧૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ प्रथमं संयमस्थानं सर्वोत्कृष्टदेशविरतिविशुद्धस्थानतः अनन्तगुणविशुद्धम्, द्वितीयं संयमस्थानं प्रथमस्थानादनन्ततमे भागे यावन्तः अविभागास्तावदविभागवृद्धौ भवति, एवं तृतीयं, एवं चतुर्थं, एवमनन्तभागवृद्ध्या अङ्गुलमात्राकाशक्षेत्रस्य अङ्गुलासङ्ख्यभागाकाशप्रदेशप्रमाणसमानि स्थानानि भवन्ति । इदं प्रथमं कण्डकम् । ततः परमसङ्ख्यातभागवृद्धिरूपं यत्संयमस्थानमस्ति तदसङ्ख्येयभागवृद्धरूप- कण्डक प्रथमं संयमस्थानम्, (अर्थात् ) = प्रथमकण्डकस्य चरमसंयमस्थाने यावन्तोऽविभागास्तेषामसङ्ख्याततमे भागे यावन्तोऽविभागा-स्तावन्तोऽधिकाः क्षयोपशमा (ક્ષયોપશમાંશા) મન્તિ, તાર્ (અમઘ્યેયમા ધિામિધાને) ડો પ્રથમ संयमस्थानम्, ततोऽसङ्ख्येयानि स्थानान्यनन्तभागवृद्धिरूपाणि अङ्गुलासंख्येयभागप्रदेशराशिप्रमाणानि ( अनन्तभागवृद्धाभिधं ) द्वितीयं कण्डकम् । ततः परमेकमसङ्ख्यातभागवृद्धिरूपं ( संयमस्थानम् ) । पुनः असङ्ख्ये यानि अनन्तभागवृद्धिरूपाणि ( संयमस्थानानि, तद् अनन्तभागवृद्धाभिधं) तृतीयं कण्डकम्, ततः एकमसङ्ख्येयभागवृद्धिरूपम् (संयमस्थानम् ), ૫૩ અહીં સંયમસ્થાનોની તરતમતારૂપે ષટ્ચાન પ્રરૂપણા’” જણાવેલી છે. પંક્તિઓના શબ્દો પ્રમાણે અર્થ સમજાવવાનું અંદર આવી જાય તે રીતે ભાવાર્થરૂપે આ વિષય સમજાવાય છે - ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમને અનુસારે આત્મામાં “સંયમ” પ્રાપ્ત થાય છે. સંયમ એ આત્માનો ગુણ છે. પણ ઘટ-પટની જેમ પદાર્થવિશેષ નથી. તેથી ઘટ-પટના જેમ ટુકડા થઈ શકે છે તેમ આ સંયમગુણના વિભાગ (ખંડ-ટુકડા) થઈ શકતા નથી, પરંતુ એક જીવના સંયમસ્થાનથી બીજા જીવનું સંયમસ્થાન કેટલું અધિક છે ? તે સમજવા માટે પ્રથમના સંયમસ્થાનના બુદ્ધિમાત્રથી કરાયેલા અતિશય સૂક્ષ્મ (કેવલીપરમાત્માના જ્ઞાનથી પણ નિર્વિભાજ્ય એવા) જે વિભાગો કરાય છે, તેને “અવિભાગ” કહેવાય છે. ત્યાં સૌથી જઘન્યમાં પણ જઘન્ય એવું ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જે “સર્વવિરતિવાળું પ્રથમ સંયમસ્થાન” આવે છે. તેમાં જે ક્ષયોપશમ છે તેના બુદ્ધિકૃત નિર્વિભાજ્ય વિભાગો જો કરાય તો સર્વ આકાશાસ્તિકાયની જેટલી પ્રદેશરાશિ છે તેના કરતાં અનંતગુણા ચારિત્રના પર્યાયોનો પ્રાદુર્ભાવ તે જઘન્ય ચારિત્રમાં છે. એટલે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયના પ્રદેશરાશિ કરતાં અનંતગુણી સંખ્યાની તુલ્ય ચારિત્ર પર્યાયોના અવિભાગોવાળું પ્રથમ સંયમસ્થાન (જઘન્યમાં જઘન્ય એવું સર્વવિરતિવાળું આ સંયમસ્થાન) છે. બૃહત્કલ્પસૂત્રનો સાક્ષી પાઠ આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર “પ્રથમ સંયમસ્થાનમાં કેટલા પ્રદેશો (અવિભાગ ભાગો) હોય? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયની વિચારણા કરવી. તે સંપૂર્ણ આકાશદ્રવ્યમાં જેટલા આકાશપ્રદેશો છે તેનાથી અનંતગુણા ભાગો અવિભાગ સ્વરૂપે એક સંયમસ્થાનમાં છે.” (બૃહત્કલ્પ સૂત્ર ગાથા-૪૫૧૨) આ સર્વવિરતિધર્મવાળું પ્રથમ સંયમસ્થાન પણ પડિમાધારી શ્રાવક-શ્રાવિકાના સર્વોત્કૃષ્ટ દેશવિરતિ ધર્મવાળા વિશુદ્ધ સંયમસ્થાન કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું છે. કારણ કે દેશવિરતિધર આત્મા સાવદ્યયોગવાળો છે અને જઘન્ય સંયમસ્થાને વર્તતા સાધુ મહાત્માનો આત્મા નિરવદ્યયોગવાળો છે. સાધુ મહાત્માના સંયમસ્થાનોમાં સૌથી જઘન્ય સંયમસ્થાનમાં વર્તતા આત્માનું જે સંયમસ્થાન છે તે પ્રથમ (જઘન્ય) સંયમસ્થાન છે. તે પ્રથમસંયમસ્થાનથી બીજું સંયમસ્થાન (એટલે કે કંઈક અધિક વિશુદ્ધિવાળું-ક્ષયોપશમ ભાવનું સંયમસ્થાન) અનંતભાગવૃદ્ધિવાળું હોય છે. એટલે કે પ્રથમ સંયમસ્થાનમાં જે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. તેના બુદ્ધિથી અનંતા ભાગ કરીએ તેમાંનો એક ભાગ પ્રથમના સંયમસ્થાનની વિશુદ્ધિમાં ઉમેરીએ તેટલી અધિક વિશુદ્ધિવાળું બીજું સંયમસ્થાન છે તેને “અનંત ભાગાધિક” એવું સંયમસ્થાન કહેવાય છે. પહેલા સંયમસ્થાનથી બીજું સંયમસ્થાન અનંતભાગાધિક અવિભાગોવાળું સંયમસ્થાન છે. આમ સમજવું. પર્વ તૃતીય, પર્વ ચતુર્થ = પહેલા સ્થાનથી બીજું સ્થાન જેમ અનંત ભાગ અધિક કહ્યું તે જ પ્રમાણે બીજાથી ત્રીજું સંયમસ્થાન અને ત્રીજાથી ચોથું સંયમસ્થાન, ચોથાથી પાંચમું સંયમસ્થાન એમ ક્રમશઃ અસંખ્યાતાં સંયમસ્થાનો “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળાં જાણવાં. પ્રશ્ન - અનંતભાગાધિક-અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો “અસંખ્યાત” છે એમ કહ્યું. પરંતુ અસંખ્યાતાના ચડ-ઉતર અસંખ્યાતા ભેદ હોઈ શકે છે. તો અહીં “અસંખ્યાત” એટલે કેટલાં સંયમસ્થાન લેવાં? તેનું કોઈ વાસ્તવિક પ્રમાણ (માપ) છે ? ઉત્તર - હા, અંગુલમાત્ર જે આકાશ, તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તે માપ અહીં લેવું. તેને શાસ્ત્રોની પરિભાષા પ્રમાણે “કંડક” કહેવાય છે. હવે જ્યાં જ્યાં કંડક શબ્દ વાપરવામાં આવે ત્યાં ત્યાં “અંગલપ્રમાણ આકાશના અસંખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશની રાશિ હોય તેટલી સંખ્યા” સ્વયં સમજી લેવી. વનિત્તમાં વૃદ્ધચ = આ પ્રમાણે અનંતભાગ અધિક અનંતભાગ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ વડે “અંગુલ માત્ર આકાશવાળું જે ક્ષેત્ર, તે ક્ષેત્રના એટલે કે અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેની સંખ્યાપ્રમાણ સંયમસ્થાનો Page #88 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૫૫ અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં છે. તેને એક કંડક કહેવાય છે. આવા ઘણાં કંડક આવવાનાં છે. તેથી આ કંડકને પ્રથમ કંડક કહેવાય છે અને તેનું નામ “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળું આ પ્રથમ કંડક થયું એમ જાણવું. આ વાતને બરાબર સમજવા માટે “અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલી આકાશપ્રદેશની રાશિને એટલે કે કંડકને અસત્કલ્પનાએ ૪ તરીકે કલ્પના કરીને હમણાં આપણે વિચારીશું. તતઃ પરમ્ = ત્યાર બાદ અર્થાત્ અનંતભાગની વિશુદ્ધિવાળું એક કંડક સમાપ્ત થયા પછી જે સંયમસ્થાન આવે છે. તેમાં વિશુદ્ધિ = ક્ષયોપશમ, પૂર્વના સંયમસ્થાન કરતાં “અસંખ્યાતભાગ” અધિક હોય છે. જેમ અનન્તભાગ અધિક વિશુદ્ધિનું એક કંડક થયું. તેમ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું પણ કંડક થવાનું છે તેનું આ પ્રથમ સ્થાન જાણવું. એટલે કે અનંતભાગાધિક વિશુદ્ધિના કંડક પછીનું અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું જે સંયમસ્થાન આવે છે તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિનું જે કંડક થવાનું છે તેનું પ્રથમ સ્થાન છે આમ સમજવું. સારાંશ કે અનંતભાગ અધિકના પ્રથમકંડકના ચરમ સંયમસ્થાનમાં ચારિત્રમોહનીયના ક્ષયોપશમના જેટલા વિભાગો છે તેના કરતાં તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા વિભાગો થાય તેટલા અધિક ક્ષયોપશમના અંશવાળા વિભાગો તેના પછીના સંયમસ્થાનમાં હોય છે. તેથી તે સંયમસ્થાનને “અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાન” કહેવાય છે. તે સંયમસ્થાન અસંખ્યાતભાગ અધિક એવા નામવાળું હવે જે કંડક થવાનું છે તેનું પ્રથમ સંયમસ્થાન છે. આ વાતને બરાબર સમજવા માટે નીચે મુજબ કલ્પના કરવામાં આવે છે. અનંતભાગ અધિક એટલે અસંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતભાગ અધિક એટલે સંખ્યાતગુણ અધિક એટલે અસંખ્યાતગુણ અધિક એટલે ૪ અને અનંતગુણ અધિક એટલે ૧ થી ૪ (કંડક પ્રમાણ) સંયમસ્થાનો અનંતભાગાધિક છે. ત્યારપછીનું સંયમસ્થાન એટલે કે પાંચમું સંયમસ્થાન અસંખ્યાત ભાગાધિક છે. માટે ૭૦૦૦૧ આવી આકૃતિ થઈ. તતઃ સચ્ચેન થાનાનિ મનન્તમારીવૃદ્ધિરૂપ = ત્યારબાદ અનંતભાગ અધિક-અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં કહેવાં એટલે કે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ કહેવાં, અર્થાત્ અનંતભાગાધિકનું એક કંડક કહેવું ૦. ૦ ૦ છ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું એવા નામનું આ બીજું કંડક કહેવાય છે. આ કારણે 000010000 આવી આકૃતિ થઈ. તત્ત: પરમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક સંયમસ્થાન જાણવું. તેથી આકૃતિ 0000૧૦૦૦૦૧ આ પ્રમાણે બનશે. પુનઃ સંયેયનિ = ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિ રૂપે અસંખ્યાતાં એક કંડક પ્રમાણ સંયમસ્થાનો કહેવાં, તેથી આકૃતિ આ પ્રમાણે બને છે. 2000૧000010000 છેલ્લાં ચાર જે સંયમસ્થાનો આવ્યાં તેને અનંતભાગ અધિકવિશુદ્ધિવાળું ત્રીજું કંડક કહેવાય છે. તતઃ મ ધ્યેયમાં વૃદ્ધિરૂપમ્ = ત્યારબાદ અસંખ્યાતભાગ અધિક વિશુદ્ધિવાળું એક જ સંયમસ્થાન કહેવું. જેથી આકૃતિ આવી બનશે - O000૧૦00010000૧. एवमनन्तभागान्तरिताङ्गुलासचेयभागमात्रम् असङ्ख्यभागवृद्धिरूपम्, अङ्गलासङ्ख्येय-भागकण्डकमानस्थानरूपं द्वितीयं स्थानम् । ततः सङ्ख्यातभागवृद्धिरूपं प्रथमं संयमस्थानम् । આ પ્રમાણે અનંતભાગની વૃદ્ધિવાળાં કંડક-કંડકપ્રમાણ સંયમસ્થાનો વચમાં વચમાં છે જેને એવાં અસંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર પ્રમાણ-અર્થાત્ કંડક પ્રમાણ જાણવાં. તેથી આકૃતિ આવી બને છે 0000100001000010000૧. અહીં ચાર એકડા થવાથી અસંખ્યાતભાગની વૃદ્ધિવાળું એક કંડક સમાપ્ત થયું જાણવું. ત્યાર પછી અંગુલના અસંખ્યાતમા ભાગવાળા કંડકના પ્રમાણરૂપે અનંતભાગ અધિક વૃદ્ધિવાળાં સંયમસ્થાનો એક કંડકપ્રમાણ કહેવાં તેથી આકૃતિ આવી બને છે 0000૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧0000 તત: = ત્યારબાદ સંખ્યાતભાગ અધિકની વૃદ્ધિવાળું પહેલું એક સંયમસ્થાન કહેવું. તેથી હવે આકૃતિ આવી બને છે - OOOO૧OOOO૧OOOQ૧000010000૨. ततः पुनः अनन्तभागवृद्धिरूपाणि असङ्ख्येयानि (संयमस्थानानि), ततः पुनः एकमसङ्ख्यभागवृद्धिरूपम् (संयमस्थानम् ), ततः असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि, एवमङ्गलमात्रक्षेत्रासङ्ख्यभागप्रदेशमानकण्डकेषु गतेषु एकं सङ्ख्यातभागवृद्धिरूपं स्थानम्, एवमङ्गलासङ्ख्येयभागतुल्यानि सङ्ख्येयभागवृद्धिस्थानानि गतानि । एवं सङ्ख्यातगुणवृद्धि-असङ्ख्यातगुणवृद्धि-अनन्तगुणवृद्धिरूपाणि असङ्ख्येयानि संयमस्थानानि भवन्ति । ततः परं स्थानमसङ्ख्येय Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ गुणसंयमस्थानमानं भवति, एकान्तरं तानि असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि संयमस्थानानि भवन्ति । सर्वसंयमस्थानसङ्ख्या लोकसमाना: अलोके असङ्ख्येया लोकाकाशाः कल्प्यन्ते, तावत्प्रदेशराशितुल्यानि संयमस्थानानि भवन्ति उत्तरोत्तरनिर्मलानि । आदितः अनुक्रमसंयमस्थानारोही नियमात् शिवपदं लभते । प्रथममेवोत्कृष्टमध्यम ( जघन्य ) संयमस्थानातिरोही नियमात् पतति । एवं प्रथमस्थानतः अनुक्रमेण संयमक्षयोपशमी तस्य चारित्रपर्यायनिर्मलत्वेन चारित्रसुखस्वरूपं भगवतीवाक्यम्, आलापकश्च भगवत्याम् ૫૭ ત્યારબાદ ફરીથી અનંતભાગની વૃદ્ધિવાળાં અસંખ્યાત (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ સંયમસ્થાનો જાણવાં. આકૃતિ આ પ્રમાણે બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦, ત્યારપછી વળી એક અસંખ્યાતભાગવૃદ્ધિવાળું સંયમ સ્થાન જાણવું. આકૃતિ આ પ્રમાણે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧, ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ ચાર) જાણવાં. આકૃતિ - ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૧૦૦૦૦. ઉપર દોરેલી આકૃતિમાં અનંતભાગવૃદ્ધિદર્શક શૂન્ય ૨૦ અને અસંખ્યાતભાગવૃદ્ધિદર્શક એકડા ૪, એમ કુલ ૨૪ અંક ગયે છતે (સંખ્યાતભાગની વૃદ્ધિસૂચક) એક બગડો આવે છે. એ જ પ્રમાણે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશરાશિના માપવાળા અસંખ્યાતભાગની વૃદ્ધિના સ્થાનોના કંડકો ગયે છતે (તેના ઉપર અનંતભાગવૃદ્ધિનું એક કંડક ગયા પછી) બીજું સંખ્યાતભાગની વૃદ્ધિવાળું સંયમસ્થાન આવે છે. ૨૦ શૂન્યની વચ્ચે ૪ એકડા ગયે છતે એક બગડો આવે છે. એ જ રીતે બીજાં ૨૪ સ્થાનો પસાર કરતાં, વચ્ચે અસંખ્યાતભાગની વૃદ્ધિસૂચક એકડાવાળાં ચાર સંયમસ્થાનો પસાર થયે છતે બીજું એક સંખ્યાતભાગવૃદ્ધિનું બગડાવાળું સ્થાન આવે છે. આકૃતિ આ પ્રમાણે થાય છે ૦૦૦૦૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨, ૪) હવે સમજાશે કે ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે એક બગડો, બીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે બીજો બગડો, ત્રીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ત્રીજો બગડો અને ચોથાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ચોથો બગડો એમ બગડાવાળાં (સંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ ૪ એટલે કે) કંડક પ્રમાણ થવાં જોઈએ. પચીસમા નંબરે, પચાસમા નંબરે, પંચોતેરમા નંબરે અને સોમા નંબરે ૪ બગડા આવશે. ત્યારબાદ ફરીથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર અનંતભાગવૃદ્ધ અને અસંખ્યાત ભાગવૃદ્ધનાં ૨૪ સ્થાન કહ્યા બાદ ૧૨૫ મા સ્થાને એક સંખ્યાત ગુણવૃદ્ધિવાળું પ્રથમ સ્થાન આવે. પુર્વ સંધ્યાતUવૃદ્ધિ = આ પ્રમાણે ૧૨૫-૨૫૦-૩૭પ-૫00 નંબરમાં ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો કહ્યા પછી ૬૨૫ મા નંબરે અસંખ્યાતગુણવૃદ્ધિવાળું પ્રથમ સ્થાન કહેવું. એ જ ક્રમે ૧૨૫૦-૧૮૭૫-૨૫00 નંબરમાં ચાર અસંખ્યાતગુણવૃદ્ધિનાં સ્થાન કહેવાં, ત્યારબાદ ૩૧૨૫ મા સ્થાને અનંતગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન આવે, આ રીતે ૩૧ ૨૫૬૨૫૦-૯૩૭૫ અને ૧૨૫૦૦ મા નંબરે ચાર એટલે (કંડકતુલ્ય) અનંતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે. આ પ્રમાણે ઉપર સમજાવેલી રીત મુજબ સંખ્યાતગુણવૃદ્ધિ-અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિવાળાં સંયમસ્થાનો કંડક-કંડક પ્રમાણ અસંખ્યાતાં-અસંખ્યાતાં થાય છે. તતઃ પરં સ્થાનમ્ = ત્યારબાદ એટલે કે અનંતગુણવૃદ્ધિવાળું કંડક સમાપ્ત થયા બાદ (૧૨૫૦૦ પછી). અસંખ્યાતગુણની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પૂર્વોક્ત માનપ્રમાણ (કંડકતુલ્ય) થાય છે. ૧૩૧૨૫-૧૩૭૫૦-૧૪૩૭પ-૧૫000 નંબર પ્રમાણે કંડકતુલ્ય (૪) અસંખ્યાતગુણવૃદ્ધિરૂપ સ્થાનો આવે છે. ઉત્તર તાનિ = આ પ્રમાણે એક એકના અંતરે તે સંયમસ્થાનો અસંખ્યાતાં અસંખ્યાતાં (કંડકતુલ્ય-કંડકતુલ્ય) કહેતાં કહેતાં છેલ્લે અનંતભાગ વૃદ્ધિવાળાં સંયમસ્થાનો (કંડકતુલ્યો આવે છે. ૧૫૦૦૦ પછી ૧૫૧૨૫-૧૫૨૫૦૧૫૩૭૫-૧૫૫00. આમ ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. ત્યારબાદ ૧૫૫૩૫, ૧૫૫૫૦, ૧૫૫૭૫, ૧૫૬૦૦. આમ ચાર સંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાન આવે છે. ત્યારબાદ ૧૫૬૦૫-૧૫૬૧૦-૧૫૬૧૫-૧૫૬૨૦. આમ ચાર અસંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાનો આવે છે. ત્યારબાદ છેલ્લાં ૧૫૬૨૧-૧૫૬૨-૧૫૬૨૩-૧૫૬૨૪ આ નંબરવાળાં અસંખ્યાતાં (કંડકતુલ્ય) અનંતભાગની વૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. અહીં એક ષસ્થાન પૂર્ણ થાય છે. જે સ્થાનો કંડકતુલ્ય છે (અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ છે) તેને માત્ર ચારની કલ્પના કરીને ઉપરોક્ત આકૃતિ સમજવા માટે ફક્ત બનાવી છે. વાસ્તવિકપણે તો આ સંયમસ્થાનો (ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની તરતમતા) અસંખ્યાત અસંખ્યાત થાય છે. આ સર્વ સંયમસ્થાનોનું માપ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. નોસમાના: = લોકાકાશ જેવડા અસંખ્યાતા લોકાકાશ જો અલોકમાં બુદ્ધિથી કલ્પીએ, તે અસંખ્યાતા લોકાકાશના જેટલા આકાશપ્રદેશો થાય, તેટલા આકાશપ્રદેશની રાશિની તુલ્ય આ સંયમસ્થાનો થાય છે અને એક પછી એક અધિક અધિક વિશુદ્ધિવાળાં અત્યન્ત નિર્મળ આ સંયમસ્થાનો હોય છે. કારણ કે એ પ્રકારની અધિક અધિક વિશુદ્ધિ જણાવાઈ છે. પ્રથમના સંયમસ્થાનથી Page #92 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ અનુક્રમે વિશુદ્ધિ વધતાં વધતાં ઉપર ઉપરના સંયમસ્થાનોમાં આરોહણ કરનારો (ચઢનારો) જીવ નિયમા મુક્તિપદને પામે જ છે અને પહેલેથી ઉત્કૃષ્ટ સંયમસ્થાનમાં આવીને વિશુદ્ધિ ઘટતાં અને અશુદ્ધિ વધતાં મધ્યમસંયમસ્થાનોમાં આવે અને ત્યારબાદ જઘન્યસંયમસ્થાનોમાં જે જાય તે આત્મા પ્રતિરોદ્દી = પતનાભિમુખ થયો છતો નિયમા પડે જ છે. ૫૯ આ પ્રમાણે પ્રથમના સંયમસ્થાનથી અનુક્રમે આરોહણ કરતા (ચઢતા) જીવને સંયમનો ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. આવા પ્રકારની વૃદ્ધિયુક્ત ક્ષયોપશમવાળો જે જીવ ચઢે છે તેના ચારિત્રપર્યાયની અત્યન્ત નિર્મળતા થવાથી ચારિત્રના સાચા સુખસ્વરૂપને (ચારિત્રના આધ્યાત્મિક આનંદને) આ આત્મા પોતાના અનુભવસ્વરૂપે માણે છે. તેની જ તેજોલેશ્યાની (ચારિત્રના આધ્યાત્મિક આનંદની) વૃદ્ધિ ચારિત્રપર્યાયની વૃદ્ધિને અનુસારે ભગવતીસૂત્રના વાક્યોમાં જણાવી છે. ભગવતીસૂત્રમાં જણાવેલી વાતનું દિશાસૂચન ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ ગાથામાં જણાવ્યું છે. ભગવતીસૂત્રમાં ૧૪મા શતકમાં ૯મા ઉદ્દેશામાં ૫૩૭ મા સૂત્રમાં આ આલાવો (પાઠ) છે. તે (પાઠ) આલાવો આ પ્રમાણે છે - "जे इमे भंते ? अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, एए णं कस्स तेउल्लेसं वितीवयन्ति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमन्तराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । दुमासपरिआए समणे णिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं उल्लेसं वितीवयन्ति । एएणं अभिलावेणं तिमासपरिआए समणे णिग्गंथे असुरकुमाराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । चउमासपरिआए गहगणणक्खत्ततारारूवाणं जोतिसिआणं तेउल्लेसं, पंचमासपरिआए चन्दिमसूरियाणं जोइसियाण तेउल्लेसं, छम्मासपरिआए सोहम्मीसाणाणं तेउलेसं, सत्तमासपरिआए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरिआए बंभलोगाणं लंतगाणं तेउलेसं, णवमासपरिआए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरिआए आणय-पाणय- आरणच्चूयाणं देवाणं, इक्कारसमासपरिआए गेविज्जविमाणाणं देवाणं, बारसमासपरिआए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं वितीवयन्ति, तेण परं सुक्के सुक्काभिजाइए भवइ । तओ पच्छा सिज्झति जाव अंतं करेन्ति । सेवं भंते सेवं भंते । હાલ વર્તમાનકાલે જે આ શ્રમણ નિગ્રંથ મુનિમહાત્માઓ (અથવા પાપકર્મથી રહિત થઈને આર્યપણે જે શ્રમણ નિગ્રંથ મુનિઓ) વિચરે છે એ મુનિમહાત્માઓ કોની તેજોલેશ્યાને (માનસિક સુખના આનંદની પ્રાપ્તિને) ઓળંગી જાય છે ? આમ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીર પ્રભુને પૂછે છે. ભગવાન શ્રી મહાવીરપ્રભુ કહે છે કે, હે ગૌતમ ! એક માસના Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬) મનાષ્ટક - ૨ વિજ્ઞાનસાર ચારિત્રપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મુનિઓ વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. આ પ્રમાણે - બે માસના પર્યાયવાળા મુનિ અસુરેન્દ્રને વર્જીને શેષ ભવનપતિ દેવોની તેજોલેશ્યાને ત્રણ માસના પર્યાયવાળા મુનિ અસુરકુમાર દેવોની તેજોવેશ્યાને ચાર માસના પર્યાયવાળા મુનિ ગ્રહગણ, નક્ષત્ર અને તારાના દેવોની તેજલેશ્યાને પાંચ માસના પર્યાયવાળા મુનિ ચંદ્ર-સૂર્ય નામના જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાને છ માસના પર્યાયવાળા મુનિ સૌધર્મ-ઈશાન દેવોની તેજોવેશ્યાને સાત માસના પર્યાયવાળા મુનિ સનસ્કુમાર-મહેન્દ્ર દેવલોકના દેવોની તેજોલેશ્યાને આઠ માસના પર્યાયવાળા મુનિ બ્રહ્મલોક અને લાન્તક દેવોની તેજોલેશ્યાને નવ માસના પર્યાયવાળા મુનિ મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની તેજોલેશ્યાને દસ માસના પર્યાયવાળા મુનિ આનત-પ્રાણત-આરણ અને અય્યત દેવોની તેજોલેશ્યાને અગિયાર માસના પર્યાયવાળા મુનિ રૈવેયકવિમાન વાસી દેવોની તેજોલેશ્યાને અને બાર માસના પર્યાયવાળા મુનિ અનુત્તરોપપાતિ દેવોની તેજોલેશ્યા (માનસિક ચિત્તની પ્રસન્નતા)ને ઓળંગી જાય છે. જેમ જેમ ચારિત્રપર્યાયમાં કાળ પસાર થતો જાય છે તેમ તેમ વિભાવદશાના ભાવોનો રસ ભૂલાતો જાય છે, સ્મરણમાં આવતો પણ નથી અને કેવલ સ્વભાવદશાના અનુભવના સુખમાં જ આનદે-આનંદ માણે છે. તે i જ આનંદ-આનંદ માણે છે. તેથી ચિત્તની પ્રસન્નતામાનસિક આનંદ વૃદ્ધિ પામતો જાય છે. આ કારણે દેવોને વૈભવિક સુખથી જે ચિત્તની સુખાસિકા (માનસિક આનંદ-આનંદ) હોય છે તેના કરતાં આ મહાત્માપુરુષોને પોતાના ગુણોમાં સુખના આનંદનો અનુભવ વધારે અનુભવાય છે. આ વાત ઉપમાથી સમજાવી છે. આ વિષય એવો છે કે જે માણે તે જ જાણી શકે. ભોગી જીવ યોગીના યોગસુખના આનંદની કલ્પના કરી શકતો નથી. જે ભોગસુખમાં ભોગી જીવ આનંદ માણે છે તે જ ભોગસુખને યોગસુખનો આનંદ માણનારા યોગીઓ બ્રાન્ત અર્થાત્ ગાંડપણ, મૂર્ખાઈ, અથવા ચિત્તભ્રમ થયો માને છે. બારમાસના ચારિત્રપર્યાયના પાલનથી આગળ જેમ જેમ ચારિત્ર પર્યાયનો કાલ વધતો જાય છે તેમ તેમ તે પોતાના આત્મગુણોની રમણતાના આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેથી વર્ષો જતાં આ મહાત્મા શુક્લ અને શુક્લાભિજાત્ય થાય છે. આ બન્ને શબ્દોના અર્થ આગળ સમજાવાય છે.) ત્યારબાદ તે મહાત્મા પુરુષ સિદ્ધિપદને પામે છે. યાવત્ સર્વ કર્મોનો અંત કરે છે. શુદ્ધ-બુદ્ધ નિરંજન નિરાકાર બને છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ગૌતમસ્વામી કહે છે કે સેવં અંતે સેવં ભંતે = હે ભગવાન્ ! તે વસ્તુ એમ જ છે તે વસ્તુ એમ જ છે. જેમ આપ કહો છો, તે વસ્તુ બરાબર તેમ જ છે. જરા પણ અન્યથા નથી. टीकायां लेश्याप्रक्रमादिदमाह "जे इमे इत्यादि", य इमे प्रत्यक्षा अज्जत्ताएत्ति आर्यतया पापकर्मबहिर्भूततया, अद्यतया अधुनातनतया वर्तमानकालतया इत्यर्थः । "तेउलेसंति"-तेजोलेश्या-सुखासिका, तेजोलेश्या हि प्रशस्तलेश्योपलक्षणम्, सा च सुखासिकाहेतुरिति, कारणे कार्योपचारात्, तेजोलेश्याशब्देन सुखासिका विवक्षितेति । “विईवयन्ति"-व्यतिव्रजन्ति-व्यतिक्रामन्ति । "असुरिंदवज्जियाणंति"વમરવત્તિવર્ધતાનાં, “તેના પર”—તતઃ પરમ્, તત:-સંવત્સત્ પરત: “સુતિ” शुक्लो नामाभिन्नवृत्तोऽमत्सरी, कृतज्ञः सदारम्भी, हितानुबन्धी, निरतिचारचरण इत्यन्ये । “सुक्काभिजातित्ति" शुक्लाभिजात्यं परमशुक्लमित्यर्थः, अत एवोक्तम् आकिञ्चन्यं मुख्यं, ब्रह्मापि परं सदागमविशुद्धम् । सर्वशुक्लमिदं खलु, नियमात् संवत्सरादूर्ध्वम् ॥१३॥ (પોશપ્રશRUT-૧૨, શ્લોક ૩ ) ભગવતીસૂત્ર ઉપરની ટીકામાં ટીકાકારશ્રી વેશ્યાના પ્રકરણના વર્ણન પ્રસંગે ઉપર કહેલા પાઠમાં આવેલા કેટલાક શબ્દોના અર્થોનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે – ને રૂ” હાલ વર્તમાનકાળે આર્યપણે જે આ મુનિઓ વિચરે છે તે મુનિઓ અહીં સમજવા. આ પાઠમાં “મન્નાઈ” આવો જે શબ્દ છે તેના બે અર્થ કરે છે. (૧) કાર્યતા = આર્યપણે સંસ્કારીપણે-સાધુપણાના સંસ્કારોથી યુક્તપણે અર્થાત્ અઢારે પાપસ્થાનક કર્મોના સેવનથી બહિર્ભતપણે-પાપરહિતપણે જે વિચરે છે તે. (૨) અદ્યતયા = હાલના કાલે, અર્થાત્ વર્તમાનકાલે પાંચમા આરાના વિષમકાલમાં વિચરતા મુનિઓ પણ દેવોના ચિત્તની જે પ્રસન્નતા છે તેને ઓળંગી જાય છે. તો પછી ચોથા આરાના અને મહાવિદેહક્ષેત્રના મુનિઓની વાત તો કરવી જ શું ? તેવત્તે અંતિ” તેજોલેશ્યા અર્થાત્ સુખાસિકા = સુખપૂર્વક રહેવું, મનની પ્રસન્નતાપૂર્વક વસવું, આત્મગુણોના સુખનો અનુભવ થઈ રહ્યો હોવાથી ચિત્તની અત્યન્ત નિર્મળતાપૂર્વક બાહ્યભાવોથી દૂર બનીને સ્વભાવદશાના સુખમાં જ આનંદ માણવાપૂર્વક રહેવું તે સુખાસિકા. તેજોલેશ્યાનો વાસ્તવિક અર્થ પ્રશસ્તલેશ્યા થાય છે. પરંતુ પ્રશસ્તલેશ્યા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર હોય તો જ સુખપૂર્વક (માનસિક આનંદપૂર્વક) રહેવાય છે. અન્યથા ઉદ્વેગપૂર્વક રહેવાય છે. આ રીતે પ્રશસ્તલેશ્યા (તેજોલેશ્યા) એ સુખાસિકાનો હેતુ છે. પ્રશસ્તલેશ્યા એ કારણ છે અને સુખાસિકા એ કાર્ય છે. કારણમાં જ કાર્યનો ઉપચાર કરવાથી તેજલેશ્યા શબ્દથી સુખાસિકાની વિવક્ષા કરાઈ છે. વિર્યુવન" (વિતીવત્તિ) ક્રિયાપદ છે. તેનો અર્થ પસાર થાય છે. ચાલ્યાં જાય છે. અતીતકાલ બને છે. આવો અર્થ સમજવો. “મસુરિંmયાતિ” આ પદનો અર્થ અસુરનિકાય નામના ભવનપતિદેવોના દક્ષિણ-ઉત્તર દિશાના અધિપતિ જે ચમરેન્દ્ર અને બલી નામના ઈન્દ્રો છે. તે બન્નેને વર્જીને બાકીના ૯ નિકાયના જે ૧૮ ઈન્દ્રો છે. તેના સુખને આ મુનિઓ ઓળંગી જાય છે. એવો અર્થ કરવો. તેT પર'' ભગવતી સૂત્રના આલાવામાં છેલ્લી બે લીટીમાં જે તે પર શબ્દ આવે છે તેનો અર્થ તત્ત: પરમ્ = તેનાથી આગળ એવો અર્થ કરવો. ત્યાં પણ તd: શબ્દનો અર્થ એક વર્ષથી આગળ, અર્થાત્ એક વર્ષથી વધારે કાલ ચારિત્ર પાળનારા મુનિ શુક્લ થાય છે. તથા શુક્લાભિજાત્ય બને છે. યાવત્ સિદ્ધગતિને પામે છે. સર્વકર્મોનો અંત કરે છે. મુતિ” શુક્લ શબ્દ જે આપ્યો છે. તેનો અર્થ વિશુદ્ધ-નિર્મળ ચારિત્રગુણની સાથે અભેદભાવવાળો, આત્માની અને ઉત્તમ ચારિત્રગુણની એકાકારતાવાળો, ઈર્ષ્યા-અદેખાઈ વગેરે મત્સરભાવ વિનાનો, પૂર્વપુરુષોએ કરેલા ઉપકારોને બરાબર જાણવાવાળો, ઉત્તમઉત્તમ કાર્યોનો જ આરંભ કરવાવાળો, હિતનો એટલે કે કલ્યાણનો જ અનુબંધ કરવાવાળો, ભવોભવમાં કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય તેવા આચારવાળો જે આત્મા તે શુક્લ કહેવાય છે. કોઈ કોઈ આચાર્યો “નિરતિચાર ચારિત્રવાળો જે આત્મા” તેને પણ શુક્લ કહે છે. “સુalfમનતિત્તિ” શુક્સમાં પણ અભિજાત્ય = વિશિષ્ટ, અર્થાત્ વિશિષ્ટ શુક્લ, વધુ શુક્લ, એટલે પરમ શુક્લ આવો અર્થ કરવો. પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં કહ્યું છે કે – “પ્રધાનપણે અકિંચનપણું, અત્યન્ત શ્રેષ્ઠ જ્ઞાનરમણતા, ઉત્તમોત્તમ શાસ્ત્રોની લીનતા દ્વારા અત્યન્ત વિશુદ્ધતા, આ સર્વ શુક્લ કહેવાય છે. એક વર્ષના ચારિત્રપર્યાયના પાલન પછી આવા ગુણો આવિર્ભત થાય છે. (૧) અકિંચનપણું - કોઈ વસ્તુનો સંગ્રહ નહીં, પરિગ્રહ નહીં અને શરીરના કારણે અનિવાર્યતાને લીધે જે વસ્તુ રાખવી જ પડે તેની મમતા-મૂછ-આસક્તિ નહીં. Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ (૨) આત્મજ્ઞાનમાં જ મગ્નતા, અધ્યાત્મ અને વૈરાગ્યમાં જ લીનતા. (૩) સર્વોત્તમ એવાં આગમશાસ્ત્રોના અધ્યયનમાં જ રસિકતા આવી જવાથી મોહદશાના વિકારો વિનાનો આ આત્મા અર્થાત્ અત્યન્ત વિશુદ્ધ આત્મા. તે શુક્લ આત્મા કહેવાય છે. ૬૩ एतच्च श्रमणविशेषमेवाश्रित्योच्यते, न पुनः सर्व एवंविधो भवति । अत्र मासपर्यायेति (मासपर्याये इति ) । संयमश्रेणिगतसंयमस्थानानां मासादिपर्यायगतसमयमात्रोल्लङ्घनेन तत्प्रमाणसंयमस्थानोली मुनिर्ग्राह्य इति । अत्र परम्परा - सम्प्रदायः, जघन्यतः उत्कृष्टं यावत् असङ्ख्येयलोकाकाशप्रमाणेषु संयमस्थानेषु क्रमाक्रमवर्तिनिर्ग्रन्थेषु मासतः द्वादशमाससमयप्रमाणसंयमस्थानोल्लङ्घनोपरितने वर्तमानः साधुरीदृग्देवतातुल्यं सुखमतिक्रम्य वर्तते इति ज्ञेयम् । उक्तञ्च धर्मबिन्दौ - - “उक्तं मासादिपर्यायवृद्धया द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥३६॥ (ધર્મબિન્દુ અધ્યાય-૬ શ્લોક ૩૬) तेजश्चित्तसुखलाभलक्षणं वृत्तौ । इत्येवमात्मसुखवृद्धिः आत्मज्ञानमग्नस्य મતિ I ષોડશકપ્રકરણમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં જે આ શ્રમણનું વર્ણન કર્યું છે તે કોઈ વિશિષ્ટશ્રમણને આશ્રયી કહેલું છે. પરંતુ સર્વે શ્રમણ તેવા વિશિષ્ટ દશાવાળા સંભવતા નથી. કોઈ વિશિષ્ટ મહાત્મા પુરુષ આવી ઉંચી દશાવાળા હોય છે એમ જાણવું. ભગવતીજી સૂત્રના પાઠના આલાવામાં ‘પોયમા ! માસરિયા'' ઈત્યાદિ પાઠમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સંયમગુણની ચઢતી શ્રેણીમાં રહેલાં જે સંયમસ્થાનો છે તેમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ પ્રમાણવાળા ચારિત્રપર્યાયમાં સમય માત્ર પસાર થવાથી તેટલા પ્રમાણવાળાં સંયમસ્થાનોને ઓળંગી જનારા મુનિ હોય છે આમ જાણવું. સારાંશ એ છે કે - સંયમભાવમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેનો યથાર્થ અનુભવ થવાથી વિભાવદશા નાશ પામતાં અને સ્વભાવદશા ખીલતાં આ મુનિ ચડતા ચડતા સંયમસ્થાનોમાં કુદકો મારનારા બને છે. એક એક મહીનામાં તો વચ્ચે-વચ્ચેનાં ઘણાં ઘણાં સંયમસ્થાનો ઓળંગી-ઓળંગીને એકદમ ઉપરના સંયમસ્થાનમાં આરોહણ કરનાર બને છે. આત્મગુણોના સુખનો આસ્વાદ જ આવા રસવાળો હોય છે. જે એકવાર ચાખ્યા પછી ક્યારેય મુકાતો નથી. પૌદ્ગલિકસુખના અનુભવવાળી વિભાવદશા તો સર્વથા ભૂલાઈ જ જાય છે. તેની Page #97 -------------------------------------------------------------------------- ________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર વિષમતા બરાબર સમજાઈ ગયેલી છે તેથી સ્વભાવદશાના અનંત આનંદના અનુભવમાં આ મુનિઓ ગરકાવ થઈ જાય છે. આ વિષયમાં પૂર્વાચાર્યોની પરંપરાવાળો સંપ્રદાય જ પ્રમાણ છે. તે પરંપરાવાળો સંપ્રદાય આ પ્રમાણે જણાવે છે કે - જઘન્યસંયમસ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સુધીનાં સંયમસ્થાનો અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તે સંયમસ્થાનોમાં કોઈ મુનિ ક્રમે ક્રમે અધિક અધિક વિશુદ્ધિ દ્વારા આરોહણ કરે છે અને કોઈ મુનિ એકદમ વધારે વિશુદ્ધિની વૃદ્ધિ પામવાથી વચ્ચે વચ્ચેનાં કેટલાંક સંયમસ્થાનો છોડીને ક્રમ વિના સહસા ઉપર આરોહણ કરનારા પણ બને છે તે ક્રમે અને અક્રમે ઉપર ચઢનારા મુનિઓમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ બાર માસના સમય પ્રમાણ સંયમ પાળવાથી પ્રગટ થયેલા “સંયમભાવ” વડે અનેક સંયમસ્થાનોને ઓળંગી ઓળંગીને ઉપરના ટોચના સંયમસ્થાનમાં વર્તતા અને સંસારી ભાવોથી વિરક્ત એવા આ મુનિ આવા પ્રકારના દેવો-સંબંધી સુખને પણ ઓળંગી જઈને આત્મસુખમાં રમતા હોય છે આમ જાણવું. ધર્મબિન્દુ નામના ગ્રંથમાં છટ્ટા અધ્યાયના ૩૬મા શ્લોકમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગ્રંથની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે – શ્રી ભગવતીજીસૂત્રમાં કહ્યું છે કે ૧ માસ૨ માસ આદિ ચારિત્રપર્યાયથી પ્રારંભીને ૧૨ માસના ચારિત્રપર્યાયથી મુનિવર પુરુષો સર્વ દેવો કરતાં પણ ઉત્તમ એવું શ્રેષ્ઠ તેજ પ્રાપ્ત કરે છે.” ધર્મબિન્દુના આ જ શ્લોકની વૃત્તિમાં (આ શ્લોક ઉપરની ટીકામાં) “તેજ”નો અર્થ ચિત્તસુખલાભ કરેલો છે માનસિક અત્યન્ત આનંદ. ગુણોના અનુભવનું માનસિક વિશિષ્ટ સુખ આવો અર્થ ત્યાં ટીકામાં કરેલો છે. આવા પ્રકારના આત્માના ગુણોના અનુભવ રૂપ સુખની વૃદ્ધિ આત્મજ્ઞાનમાં મગ્ન મહાત્માને જ હોય છે. પી. ज्ञानमग्नस्य यच्छर्म, तद् वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥६॥ ગાથાર્થ :- જ્ઞાનમાં મગ્ન આત્માને જે સુખ છે તે જીભ દ્વારા કહેવાનું શક્ય નથી. પ્રિયાના આલિંગનના સુખ સાથે કે ચંદનના ઘોળના સ્પર્શના સુખ સાથે તે સુખ સરખાવી શકાતું નથી. દા. Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૬૫ ટીકા :- ‘‘જ્ઞાનમયનસ્યંતિ’’-જ્ઞાનમ નસ્ય આત્મસ્વરૂપોપન્ધિયુક્તસ્ય યત્ શર્મसुखं, स्पर्शज्ञानानुभवानन्दः, तद् वक्तुं नैव शक्यते, अतीन्द्रियत्वाद् अवाग्गोचरत्वात् । तद् अध्यात्मसुखं प्रिया-मनोज्ञेष्टवनिता, तस्याः आश्लेषैः - आलिङ्गनैः, तथा चन्दनद्रवैःचन्दनविलेपनैर्नोपमीयते । यतः स्त्रक्चन्दनाङ्गनादिजं सुखं वस्तुतः न सुखम्, आत्मसुखभ्रष्टैः (नष्टैः) सुखबुद्ध्या आरोपितम्, लोके पुद्गलसंयोगजमारोपसुखं जात्या दुःखमेव । उक्तञ्च विशेषावश्यके “નત્તો વિત્ર પર્વ્યવવું, સોમ્ન ! મુદ્દે સ્થિ મુવમેવેવું । तप्पडियारविभत्तं, तो पुण्णफलं पि दुक्खं ति ॥२००५ ॥ विसयहं दुक्खं चिय, दुक्खपडियारओ त्तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहंमि य सुहं जओ तेणं । देहेंदिएस दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥ વિવેચન :- જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિને એટલે કે આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપના સુખની ઉપલબ્ધિ (અનુભવ)વાળા મુનિને જે સુખ છે, આત્મિક ગુણોની સ્પર્શનાવાળા જ્ઞાનસંબંધી અનુભવનો જે આનંદ છે અર્થાત્ આધ્યાત્મિક સુખ છે તે રસનેન્દ્રિય દ્વારા કહી શકાય તેમ નથી. કારણ કે તે સુખ ઈન્દ્રિયગ્રાહ્ય નથી અને વાણીથી ગોચર નથી, ગુણોના અનુભવનું તે સુખ તો “જે માણે તે જ જાણે'' શબ્દાતીત છે, વાણીથી અગોચર છે. આ સંસારમાં ભોગી જીવનાં જે જે ભોગસુખો છે તેમાં સર્વશ્રેષ્ઠ ગણાતું કામિનીના સંગનું સુખ અને ચંદનનું (પાંચ ઈન્દ્રિયોના વિષયનું) જે સુખ છે તેની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. આમ જણાવતા ગ્રન્થકારશ્રી ઉત્તરાર્ધમાં બે ઉપમાઓ આપીને તેની સાથે ન સરખાવી શકાય તેવું આ સુખ છે આમ જણાવતાં કહે છે કે પ્રિયા એટલે મનને હરનારી, રૂપાળી, સુંદર હાવભાવ કરનારી અને મનને અતિશય ઈષ્ટ એવી જે પત્ની, તેવા પ્રકારની સ્ત્રીના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ આધ્યાત્મિક સુખ સરખાવી શકાતું નથી (અહીં પુરુષને આશ્રયી આ વિધાન છે એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પ્રિય અને મનવાંછિત પતિના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ ન સરખાવી શકાય તે સ્વયં સમજી લેવું.) તથા ચંદનનું જે વિલેપન છે તે અતિશય શીતળતા આપનારું છે. માટે સંસારમાં સુખદાયી કહેવાય છે. (આ સ્પર્શનેન્દ્રિયના Page #99 -------------------------------------------------------------------------- ________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર સુખનું ઉદાહરણ છે તેને અનુસાર ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયોનાં સુખો સમજી લેવાં) તેવા પ્રકારના ચંદનના વિલેપન રૂપ સ્પર્શનેન્દ્રિયના સુખની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. પતિ-પત્નીનાં સુખો કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો અલ્પકાલીન છે, પરાધીન છે, તે સુખની પ્રાપ્તિ કરવામાં, સુખને સાચવી રાખવામાં અને અંતે સુખના વિયોગમાં પારાવાર દુઃખ જ દુઃખ થાય છે. ક્ષણમાત્રના એ સુખને માણવા જતાં ઘણા લાંબા કાળની ઘણી ઉપાધિઓ આ જીવને વેઠવી પડે છે. અલ્પ સુખ અને ઘણું જ દુઃખ તથા ઘણી જ ઉપાધિઓ વેઠવી પડે છે. વળી પુષ્પોની માલા, ચંદનનું વિલેપન અને સ્ત્રીના શરીરની સાથેનું આલિંગન ઈત્યાદિ પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયથી જન્ય જે સુખ છે તે ખરેખર પરમાર્થથી સુખ જ નથી. કારણ કે શરીરમાં વાસના-ભૂખ-તરસ વગેરે જે વિકારી-કલુષિત ભાવો ઉત્પન થાય છે તેનો આ ભોગો ક્ષણમાત્ર પ્રતિકાર કરનારા છે. પણ વિકારીભાવોનો નાશ કરનાર કે મટાડનાર નથી, જેમ ઈંધન નાખવાથી અગ્નિ વધે છે, તેમ વિષયસેવનથી ઈન્દ્રિયસુખની ઘેલછા વધે છે, મટતી નથી. વારંવાર તેના સેવનની જ ઈચ્છા રહે છે અને તેનાથી બીજી પણ અનેક ઉપાધિઓ આવે જ છે. ખસના રોગી જીવને ખણજ ઉપડે અને તે પણ તેનાથી તે આનંદસુખ માને પરંતુ તે ખણજ ખસના રોગને વધારે છે પણ મટાડે નહીં. ખણતાં ખણતાં તે જ રીતે ખણજ શરીરમાં ચાંદાં પાડે, માટે ખણજ ખણવી એ વાસ્તવિક સુખ નથી, ઉપડેલી ચળનો ક્ષણિક પ્રતિકાર કરવા રૂપ જ માત્ર છે. આત્મતત્ત્વના ગુણોનું જે સુખ છે તે સુખને નહીં સમજનારા, તેવા પ્રકારના વાસ્તવિક સુખથી ભ્રષ્ટ થયેલા મોહાધુ ભોગી જીવો વડે “ભોગસુખ એ સુખ છે” આમ આરોપિત કરાયું છે કલ્પના કરાઈ છે. પત્થરની ગાય, ગાય તરીકે આરોપિત કરાય પણ તેથી કંઈ તે ગાય દૂધ ન જ આપે કારણ કે તે તો કલ્પિત ગાય છે તેમ અહીં સમજવું. આ સંસારમાં અલંકાર, વિશિષ્ટ વસ્ત્રાદિ દ્વારા કરાતી વેશભૂષા, વિશિષ્ઠ મેવામીઠાઈવાળાં ભોજન ઈત્યાદિ પુદ્ગલ દ્રવ્યના સંયોગમાં માનેલું જે સુખ છે તે સઘળું ય આરોપિત સુખ છે. જેમકે સોના-રૂપા-હીરા-માણેકાદિના કરાયેલા અલંકારો પહેરાય ઘડી બે ઘડી, પણ તેને પ્રાપ્ત કરવામાં ધન મેળવવા માટે ઘણાં દુઃખો વેઠ્યાં, બનાવ્યા પછી ચોરાઈ ન જાય, લુંટાઈ ન જાય, ભાંગી ન જાય, ખોવાઈ ન જાય, તેની ખાતર પ્રાણસંકટ ન આવે ઈત્યાદિ માનસિક અનેક દુઃખો, તેમ છતાં ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા ભાંગી-તૂટી જાય ત્યારે પણ દુઃખ જ. આમ સર્વત્ર પરદ્રવ્યના સંયોગમાં દુઃખ જ દુઃખ છે. તેથી પરદ્રવ્યજન્ય સુખ તે સુખ નથી પણ પરાધીનતા જ છે. જાતિસ્વભાવે તે દુઃખરૂપ જ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ મોહથી આ જીવ તેને સુખ માને છે. જ્યારે જ્યારે વાંકું પડે, આપત્તિ આવે, ત્યારે ત્યારે સુખ માનનારો આ જ જીવ પોતાની જીભે જ બોલે છે કે “બળ્યો આ સંસાર, આના કરતાં આ સંસાર ન માંડ્યો હોત તો સારું હતું” આનો અર્થ એ છે કે જાતિસ્વભાવે આ દુઃખરૂપ જ છે. મોહાલ્વ જીવોએ તેમાં સુખબુદ્ધિથી સુખનું આરોપણ માત્ર કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - હે ગૌતમ ! જે કારણથી પાંચ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જણાતું સુખ તે સુખ જ નથી, દુઃખમાત્ર જ છે. માત્ર દુઃખનો ક્ષણિક પ્રતિકાર કરનાર છે તેથી પુણ્યનું ફળ પણ (ઉપાધિરૂપ હોવાથી) દુઃખ જ છે. ૨૦૦૫ જેમ રોગ થયો હોય તો ઔષધ રોગનો પ્રતિકાર કરનાર હોવાથી સુખરૂપ લાગે પણ ઔષધ લેવું જ પડે તે સુખરૂપ નથી. તેની જેમ પાંચ ઈન્દ્રિયોના વિષયથી થનારું સુખ એ સુખ નથી પણ દુઃખ જ છે. ઘડીભર દુઃખનો પ્રતિકાર કરનાર છે. વાસ્તવિક તો તે બંધન રૂપ છે માટે દુઃખ જ છે. તેમાં સુખનો ઉપચાર કરાયો છે. સાચા સુખ વિના ઉપચાર સંભવતો નથી. જેમ જંગલમાં સાચો સિંહ છે તો જ બહાદૂર પુરુષમાં સિંહનો ઉપચાર કરાય છે. જગતમાં સાચો સર્પ છે તો જ ક્રોધી માણસમાં સર્પનો ઉપચાર કરાય છે. તેમ સાચું આધ્યાત્મિક સુખ છે તો જ વિષયસુખમાં સુખનો ઉપચાર કરાયો છે. ૨૦૦૬ તેથી સાતા હોય કે અસાતા હોય તે બન્ને (પુણ્ય-પાપ એવાં કર્મોનાં બંધનો છે માટે) દુઃખ જ છે. સોનાની હોય કે લોખંડની હોય પણ આખર તે બન્ને બેડી જ છે. પગનું બંધન જ છે. તે બન્નેમાંથી એક પણ સુખદાયી નથી. પરંતુ તે બન્ને બેડીનો વિરહ થવો - પગ છુટા થવા તે સુખ છે તેમ પુણ્ય અને પાપનાં બંધનોના વિરહમાં જ સુખ છે. તેથી શરીર અને ઈન્દ્રિયો હોતે છતે આત્મા તે શરીરમાં અને ઈન્દ્રિયોમાં બંધાયેલો છે, માટે દુઃખ જ છે. શરીર અને ઈન્દ્રિયોના અભાવમાં જ બંધનમુક્તિ હોવાથી, સ્વતંત્ર હોવાથી, પરાધીનતા ન હોવાથી અનંતસુખ છે. ૨૦૧૧ ૩ત औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा । क्लिश्नाति लब्धपरिपालनदृष्टिरेव ॥ नातिश्रमापगमनाय यथा श्रमाय । राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् ॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર तस्मात् संसारः सर्वः दुःखरूप एव । स्वाभाविकानन्द एव सुखम्, यावद् इन्द्रियसुखे सुखबुद्धिः, तावत् सम्यग्दर्शनज्ञाने न इति तत्त्वार्थवृत्तौ, अतः अध्यात्मसुखं पुद्गलाऽऽश्लेषजसुखेन नोपमीयते इति ॥ ६ ॥ અન્યત્ર પણ કહ્યું છે કે – - કોઈપણ રાજા જ્યારે રાજ્ય પ્રાપ્ત કરે ત્યારે મેં રાજ્ય મેળવ્યું, હું સુખી થયો એમ માને છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે તે મોહને પરવશ થયેલા જીવને સમજાતી નથી. રાજ્ય પ્રાપ્ત થવાથી જગતમાં મળેલી પ્રતિષ્ઠા “મારે રાજ્ય મેળવવું છે, મારે રાજ્ય મેળવવું છે” એવી જે ઉત્સુકતા હતી, ઘેલછા હતી તેનો જ નાશ કરે છે. બાકી તો માથા ઉપર ઘણો ભાર વધે છે. પ્રાપ્ત થયેલી આ સંપત્તિનું પરિપાલન (સંરક્ષણ) કરવાની જે દૃષ્ટિ છે તે દરરોજ પીડા જ કર્યા કરે છે. મારું રાજ્ય ચાલ્યું ન જાય, કોઈ લઈ ન લે, તેની ચિંતામાં જીવ બળીને ખાખ થઈ જાય છે. તેથી આ રાજ્ય અતિશય લાગેલા પરિશ્રમને દૂર કરવા માટે નથી પણ (વધારે ને વધારે) પરિશ્રમ માટે જ છે. જેમ જે છત્રનો દંડ પોતાને જાતે જ પકડી રાખવો પડે, તે છત્ર જેમ સુખદાયી નથી પણ દાંડો પકડી રાખવા દ્વારા હાથ દુઃખાડનાર જ છે, દુઃખદાયી જ છે. તેમ રાજ્ય પણ ભાર-ચિંતા અને ઉપાધિઓ વાળું હોવાથી દુ:ખદાયી જ છે. તેથી આ સઘળોય સંસાર દુઃખસ્વરૂપ જ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તવું એનો જે સ્વાભાવિક આનંદ છે. તે જ પરમાર્થથી સુખ છે. જ્યાં સુધી ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી આ જીવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ આવતાં નથી. આવું તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે. આ કારણથી આત્મિક ગુણોનું જે આધ્યાત્મિક સુખ છે તે સુખને પુદ્ગલોના સંયોગજન્ય સુખની સાથે સરખાવી શકાતું નથી. એક સુખ સ્વાભાવિક છે. બીજું સુખ વૈભાવિક છે. એક સુખ સ્વતંત્ર છે. બીજું સુખ પરતંત્ર છે (પરાધીન છે) એક સુખ કર્મોના ક્ષયજન્ય છે. બીજું સુખ પુણ્યકર્મોના ઉદયજન્ય છે. એક સુખ કર્મોનો નાશ કરનાર છે. બીજું સુખ કર્મો બંધાવનારું છે. એક સુખ નિરુપાધિક છે. બીજું સુખ સોપાધિક છે. એક સુખ અનંતકાલ રહેનાર છે. બીજું સુખ પરિમિતકાલવાળું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ માટે આત્માર્થી જીવે પીદ્ગલિક સુખનો, પદ્ગલિક સુખના રાગનો અને પુદ્ગલમાત્રના સંયોગનો ત્યાગ કરવાની જ સદા ભાવના રાખવી. દા. शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथा । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नता ॥७॥ ગાથાર્થ - “ઉપશમભાવ”ની શીતળતાની પુષ્ટિવાળા એવા જે મહાપુરુષ છે તેના એક બિન્દુની પણ મહાકથા છે. (મહાપ્રભાવ છે) તો પછી જ્ઞાનામૃતમાં સર્વે પણ અંગો જેનાં લયલીન બની ગયાં છે તેવા જ્ઞાનીની તો અમે શું સ્તુતિ કરીએ? વાચાથી ન કહી શકાય તેવી તે જ્ઞાનમગ્નતા છે. llણા ટીકા :- “શનશૈત્યપુષ" રૂત્તિ, શમ:- પશ:-રાજપામાવઃ, તત્ત્વીસ્વાવત્વમ્ आत्मनि निर्धार्य इष्टानिष्टे वस्तुनि रागादीनां शान्तिः, न हि रागादयो वस्तुपरिणामाः, किन्तु विभावजा अशुद्धा भ्रान्तिपरिणतिः, न हि पुद्गलादीनां शुभाशुभपरिणतिः कस्यापि जीवस्य निमित्ता, किन्तु पूर्णगलनपारिणामिकत्वेन, अथवा वर्णादिकर्मविपाकाद् वा, तत्र रागद्वेषता तु भ्रान्तिरेव, उक्तञ्च कणगो लोहो न भणइ, रागो दोसो कुणन्तु मज्झ तुमं । नियतत्तविलुत्ताणं, एस अणाईअ परिणामो ॥१॥ વિવેચન :- “શમ” એટલે સમતા-રાગ અને દ્વેષનો અભાવ. કઈ વસ્તુ કેવા સ્વરૂપવાળી છે? ઈત્યાદિ વિચારવું, જાણવું, પર્યાયો પામવા એ વસ્તુનું સહજ સ્વરૂપ છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. પરિણામી દ્રવ્ય હોવાથી ક્ષણે ક્ષણે પલટાતા પર્યાયોવાળું તે પુદ્ગલદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યના કે જીવદ્રવ્યના કોઈપણ પર્યાયો સદા રહેનારા નથી. તો કયા પર્યાય ઉપર રાગ કરવો અને કયા પર્યાય ઉપર દ્વેષ કરવો? જે કોઈ વસ્તુ છે તે પોતાના પર્યાયોમાં પરિણામ પામે જ છે. પર્યાયો પામવા એ વસ્તુનો સ્વભાવ છે. આવા પ્રકારનું નિર્લેપદશાવાળું જ્ઞાનાત્મક જે તત્ત્વ છે. તે તત્ત્વનું આસ્વાદન કરવું તે આત્માનો ધર્મ છે. પરપદાર્થના સ્વરૂપને પર જાણીને તેના તત્ત્વનો જ્ઞાનરૂપે આસ્વાદ (અનુભવ) કરવો એ આત્માનો ધર્મ છે. આવો પાકો નિર્ણય કરીને ઈષ્ટ વસ્તુ ઉપર થતા રાગને અને અનિષ્ટ વસ્તુ ઉપર થતા ટ્રેષને રોકવો, રાગ-દ્વેષ ન થવા દેવા તેને “શી” કહેવાય છે. પુષ્પમાલા-ચંદન-અંગના જોઈને જે રાગ થાય છે અને વિષ-કંટક-સર્પાદિ જોઈને Page #103 -------------------------------------------------------------------------- ________________ 90 મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર જે દ્વેષ થાય છે, તે રાગ અને દ્વેષ પુષ્પ-માલાદિ અને વિષાદિ વસ્તુઓના પરિણામો (તે તે વસ્તુઓના ધર્મો) નથી. વસ્તુઓ તો પોતે પોતાના સ્વરૂપવાળી છે. પરંતુ મોહોદયજન્ય જે ઈષ્ટાનિઝ બુદ્ધિ થાય છે તે આ આત્મામાં પ્રગટેલી વિભાવદશા છે. તેનાથી ઉત્પન્ન થયેલી અશુદ્ધ અને બ્રાન્ત આત્મપરિણતિ છે. આત્મા પોતે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરીને રાગદ્વેષ કરે છે. “જે લીંબડો છે” તે પોતાના સ્વરૂપે જેવો છે તેવો છે. પણ મનુષ્યોને તે કડવો લાગે છે. તેથી તેના પ્રત્યે અનિષ્ટબુદ્ધિ થાય છે અને ઉંટ વગેરે પ્રાણીને તે જ પદાર્થ વધારે ભાવે છે તેથી તેના તરફ ઈષ્ટબુદ્ધિ થાય છે. સોના-રૂપાના દાગીના ભોગીને ભોગસુખ આપનારા હોવાથી ઈષ્ટ છે અને યોગીને આ જ દાગીના બંધનભૂત લાગે છે તેથી અનિષ્ટ છે. આમ વસ્તુમાં પોતાનામાં રાગ-દ્વેષ નામના ધર્મ નથી, પરંતુ આત્મામાં જ મોહોદયજન્ય આ અશુદ્ધ પરિણામો થાય છે. પુદ્ગલાસ્તિકાયાદિ દ્રવ્યોમાં શુભ કે અશુભ જે પરિણમન થાય છે તે કોઈપણ જીવના નિમિત્તે થતું નથી, પરંતુ પુદ્ગલદ્રવ્યનો પૂરણ અને ગલન સ્વ-સ્વભાવ છે તે તેવા પ્રકારના પરિણામિક ભાવથી થાય છે. પ્રતિસમયે પરિણમન થવું તે તેનો સ્વભાવ છે. તાજું રાંધેલું ગરમાગરમ ભોજન હોય તો જીવને ગમે છે અને તે જ ભોજન પોતાના પારિણામિકભાવે ઠંડું પડી ગયું હોય, ચલિત રસવાળું થયું હોય, રોગ ઉત્પન્ન કરે તેવા ભાવે પરિણામ પામ્યું હોય તો તે જ ભોજન તે જીવને ગમતું નથી. ભોજનમાં જે ઉષ્ણતામાંથી શીતળતા થઈ કે ચલિતરસપણું થયું કે રોગજનકતા થઈ તે પોતાના પરિણામિકભાવે થઈ છે. કોઈપણ જીવ વડે કરાઈ નથી, એટલે પરિણમન થવું એ વસ્તુનો સ્વભાવ છે. કોઈ સ્ત્રીનું ભરયુવાવસ્થાવાળું દેદીપ્યમાન અને મોહક રૂપવાળું જે શરીર હોય છે તે જ સ્ત્રીનું તે જ શરીર ઘણું ઘણું સાચવવા છતાં અને તેલ, અત્તર, પાવડર આદિ અનેક પદાર્થોનો ઉપયોગ કરવા છતાં પણ કાલાન્તરે કરચલીઓવાળું ટુબું, બેસી ગયેલું, થુંક અને લીટ નીકળતું, જોવું પણ ન ગમે તેવું ઘરડી ડોશી રૂપે પરિણામ પામતું આજે પણ દેખાય છે. તે જ સ્ત્રીને પોતાનું શરીર આવું બિભત્સ થવા દેવું નથી, પણ થાય શું? પુગલદ્રવ્યનો પૂરણગલન થવા રૂપ આ પારિણામિક સ્વભાવ જ છે કે જે બદલાયા જ કરે. મોહના ઉદયને આધીન થયેલો જીવ પોતે તેમાં રાગ અને દ્વેષ કરે છે. વસ્તુ તો કોઈ સારી પણ નથી અને કોઈ નઠારી પણ નથી. જેવી છે તેવી છે, પણ જીવ તેને ઈષ્ટ-અનિષ્ટ માને છે. કોઈ એક પિતાએ પોતાની પુત્રીને સારા ઘરે પરણાવી. તે પુત્રીના શરીરની યુવાવસ્થા, રૂપવાળાપણું, કાન્તિવાળાપણું ઈત્યાદિ જે પરિસ્થિતિ છે તે તો છે જ, છતાં પિતાને તેના તરફ વાત્સલ્યનો Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૭૧ ભાવ, ભાઈ-બહેનોને તેના તરફ કૌટુંબિક પ્રેમ, પતિને તેના તરફ ભોગ્યપણાનો ભાવ અને સસરા આદિને તેના તરફ પુત્રવધૂ તરીકેનો કૌટુંબિક પ્રેમ જણાય છે. આમ જીવો વડે જ કરાયેલા આ અશુદ્ધ રાગ-દ્વેષના પરિણામ છે. પૌદ્ગલિક શરીર તો પોતાના પારિણામિકભાવે રૂપાળું અને કાન્તિમાન બનેલું છે અને કાલાન્તરે કરમાવાવાળું પણ છે. આમ સર્વત્ર સમજવું. વસ્તુ પોતે પોતાના પારિણામિકભાવે શુભ-અશુભ રૂપે પરિણામ પામે છે. પરંતુ જીવ પોતે તેમાં મોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આ જીવની જ વિભાવદશા-જન્ય અશુદ્ધ પરિણતિ છે. તેને રોકવી-અટકાવવી તે શમભાવ કહેવાય છે. પ્રશ્ન :- જીવના શરીરમાં જે રૂપાળાપણું, કપાપણું, ગોરાપણું, કાળાપણું ઈત્યાદિ જે કંઈ બને છે તે પૂર્વકાલમાં જીવે બાંધેલા તેવા તેવા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મના ઉદયથી બને છે. માટે રૂપાળાપણું કે કપાપણું જીવ વડે કરાયેલું છે. પુદ્ગલના પારિણામિકભાવથી થયું નથી. આમ કેમ ન કહેવાય ? આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અથવા શબ્દ લખીને જણાવે છે. અથવા વર્મિવિષાાવું વા = અથવા હવે કોઈ આવો પ્રશ્ન કરે કે વર્ણાદિ નામકર્મના વિપાકોદયથી પુદ્ગલમાં સુંદરતા અને અસુંદરતા પ્રગટી છે. તેને પુદ્ગલનો પારિણામિક સ્વભાવમાત્ર કેમ કહેવાય ? આ વિષયમાં મહાપુરુષો કહે છે કે કર્મોદય તો એક નિમિત્તમાત્ર છે. વાસ્તવિક તો પુદ્ગલનો પારિણામિકસ્વભાવ જ કારણ છે. જેમાં આવો પરિણામ પામવાનો સ્વભાવ ન હોય તેને પણ કર્યોદય પરિણમાવી શકતો હોય તો કર્મોદયથી તે પરિણામ થયો કહેવાય, જેમકે આકાશ અરૂપી છે તે રૂપાળાપણે કે કદરૂપાપણે પરિણામ પામતું નથી. જો કર્મોદય આકાશને રૂપાળાપણે કે કદરૂપાપણે પરિણામ પમાડી આપે તો કર્મોદયે કર્યું કહેવાય. પરંતુ તેમ ક્યારે ય બનતું નથી. પુદ્ગલમાં પોતાનામાં વર્ણાદિ ભાવે પરિણામ પામવાનો સ્વભાવ છે અને કર્મોદય તેમાં નિમિત્ત છે. માટે ઉપાદાનકારણપણે પુદ્ગલદ્રવ્યના પારિણામિક સ્વભાવથી જ આ પરિણમન થાય છે એમ કહેવાય. અને નિમિત્તકારણ રૂપે વર્ણાદિ નામકર્મોના ઉદયથી પરિણમન થાય છે આમ કહેવાય, પરંતુ તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ શા માટે કરવી ? રાગ-દ્વેષના પરિણામ તો જીવ કરે તો જ થાય છે. એવો મહાત્મા પુરુષોનો ઉપદેશ છે. વા = અથવા ધારો કે “કર્મોદયથી જ” આ પુદ્ગલમાં રૂપાદિ ભાવો બન્યા છે. આમ માની લઈએ તો પણ હે જીવ ! તારા પોતાના કરેલા તો તે રૂપાદિ ભાવો નથી જ. એટલે કે તારી માલિકીના તો નથી જ. કર્મોદયે કર્યા છે અને તે પુણ્ય-પાપનો ઉદય જ્યાં Page #105 -------------------------------------------------------------------------- ________________ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર સુધી રહેશે ત્યાં સુધી જ રહેવાના છે. તે રૂપાદિ ભાવોનો માલિકીહક્ક પુણ્ય-પાપ કર્મોદયનો છે, તારો નથી. તો તારે તે ભાવોમાં રાગ કે દ્વેષ (ઈષ્ટાનિષ્ટ-બુદ્ધિ) કેમ કરાય ? માટે કર્મોદયથી વર્ણાદિભાવ હોય તો પણ ત્યાં રાગ-દ્વેષતા કરવી તે બ્રાન્તિમાત્ર જ છે, ભ્રમ જ છે, ખોટું જ છે, ગાંડપણ છે. જેમ કોઈ અન્ય પુરુષની પત્ની રૂપવતી હોય કે કુરૂપ હોય તો તેને દેખીને રાગ કે દ્વેષ કરાતો નથી. કારણ કે તે પાત્ર અન્ય વ્યક્તિની માલિકીનું છે. તેવી જ રીતે શરીરમાં થયેલા રૂપાદિ ભાવો પણ પુણ્ય-પાપ કર્મોદયે કરેલા છે. જીવે પોતે કર્યા નથી. જો જીવે બનાવ્યા હોત તો તો મનગમતા જ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બનાવત. પણ આમ નથી તો પરકૃત પદાર્થમાં રાગ-દ્વેષતા કરવી તે મૂર્ખતામાત્ર-ભ્રમમાત્ર છે, મિથ્યાતત્ત્વ છે. શાસ્ત્રમાં આ વિષયમાં કહ્યું છે કે – સુવર્ણ અને લોઢું ક્યારેય કોઈને પણ એમ કહેતું નથી કે તમે મારા ઉપર રાગ કરો અને દ્વેષ કરો. (સુવર્ણ એમ નથી કહેતું કે હું કિંમતી ધાતુ છું માટે મારા ઉપર રાગ કરો, લોઢું એમ નથી કહેતું કે હું બિનકિંમતી ધાતુ છું માટે મારા ઉપર દ્વેષ કરો). પરંતુ પોતાના આત્મતત્ત્વના અજાણ જીવોનો આ અનાદિકાલીન મહોદયજન્ય વિભાવદશાવાળો અશુદ્ધ પરિણામ માત્ર છે.” માટે રાગ અને દ્વેષ એ સંસારી જીવ કરે છે. તેથી આ રાગ અને દ્વેષ એ જીવકૃત અશુદ્ધ પરિણામ છે પણ વસ્તુગત ધર્મ નથી. स्वरूपस्य स्वायत्तत्वात् स्वभोग्यत्वात्, परवस्तुसंयोगवियोगाभ्यामिष्टानिष्टतोपाधिः, एवं शमस्य शैत्यं-शीतलत्वम्-अतप्तत्वम्, तस्य पुषः-पोषकस्य यस्य पुरुषस्य शमशैत्यपुषः, विपुषः-बिन्दुमात्रस्यापि महाकथा-महावार्ता, शमशैत्यबिन्दुरपि दुर्लभः, यस्य ज्ञानपीयूषे-तत्त्वज्ञानामृते सर्वाङ्गमग्नता, तत्र-तस्मिन् स्थाने किं स्तुमःकिं वर्णयामः ? तस्य वर्णनां वक्तुमसमर्था वयमिति । यो हि स्वरूपज्ञानानुभवमग्नः स अतिप्रशस्यः । उक्तञ्च लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । રૂ નરિ ન નડમરૂ, નિશિંવરિયો થો ઝા (સં. સિત્તરિ-૧૪) धम्मो पवित्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खभया जो नियवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए ॥ नियवत्थुधम्मसवणं, दुल्लहं वुत्तं जिणिंदिआण सुयं । तप्फासणमेगत्तं, हुंति केसिं च धीराणं ॥ अतः वस्तुस्वरूपधर्मस्पर्शनेन परमशीतीभूतानां परमपूज्यत्वमेव ॥७॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ ૭૩ “આત્માનું રત્નત્રયી-આત્મક જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ સ્વાધીન હોવાથી અને પરમાર્થથી તે સ્વરૂપ જ ભોગ્ય હોવાથી તેના જ આનંદને માણવો, તેમાં જ સુખબુદ્ધિ કરવી તે વસ્તુધર્મ છે. પરપદાર્થોના સંયોગ અને વિયોગ વડે તે પરપદાર્થમાં જે ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતા બુદ્ધિ થાય છે તે ઉપાધિ છે. દુઃખદાયી તત્ત્વ છે. સ્ફટિક પોતે સ્વયં ઉજ્વલ જ છે. લાલ-લીલા ફૂલથી સ્ફટિકમાં જે લાલાશ અને લીલાશ દેખાય છે તે ઉપાધિકૃત છે. તેમ અહીં પરદ્રવ્યમાં રાગાદિનો પરિણામ કરવો એ વડવ્યાધિ = મોટા રોગતુલ્ય મહા-ઉપાધિમાત્ર છે. વાસ્તવિક સ્વરૂપ નથી. આવું સમજીને સાનુકુલ કે પ્રતિકુલ પરિદ્રવ્યોના સંયોગ કે વિયોગકાલે જે મહાત્માપુરુષો રાગ-દ્વેષ કરતા નથી તે “શમ” = સમતાભાવ કહેવાય છે. આવા પ્રકારના શમભાવદશાની જે શીતળતા છે. અર્થાત્ અતપ્તતા (ગરમ ન થવાપણું) છે. તેવા પ્રકારની શમદશાની શીતલતાને પુષ્ટ કરનારા અર્થાત્ સમતાની શીતલતાથી પુષ્ટ બનેલા એવા જે મહાત્મા પુરુષ છે તે મહાત્મા પુરુષના (ભૂક-લીંટ અને મલ-મૂત્ર જેવા અપવિત્ર પદાર્થના) એક બિંદુની પણ મહાકથા-મહાવાર્તા છે. આવા મહાત્મા પુરુષોના શારીરિક અંશોનું એક બિંદુ પણ જીવોના રોગોને મટાડનારું હોય છે. તથા આવા મહાત્મા પુરુષોના જ્ઞાનામૃતનું એક બિંદુ પણ જીવોના ભવરોગને દૂર કરનારું થાય છે. તેવો તેનો પ્રભાવ છે માટે મહાકથા છે. તો પછી જે મહાત્માપુરુષની તત્ત્વજ્ઞાનરૂપી અમૃતમાં સર્વ અંગોની મગ્નતા છે. અંગે અંગે તત્ત્વજ્ઞાન રૂપી અમૃત વ્યાપ્ત બનેલું છે. તે સ્થાનમાં (એટલે કે તેવા પ્રસંગમાં) તો અમે તેઓની શું સ્તુતિ કરીએ ? તે મહાત્માઓનું શું વર્ણન કરીએ ? તેઓનું વર્ણન કરવાને માટે અમે ખરેખર અસમર્થ છીએ. આવા મહાત્માઓનું જ્ઞાનામૃતના પાનવાળું જીવન શબ્દોથી વર્ણવી શકાતું નથી. અહોભાવમાત્રથી સમજી શકાય છે. જેને ભોજનની, પાણીની. શરીરશોભાની. ટાપટીપની, સગાં-સ્નેહીઓની કે માન-અપમાનની કંઈ જ અપેક્ષા નથી. કેવલ શુદ્ધસ્વરૂપની જ્ઞાનરસિકતા જ પ્યારી છે. જ્યારે દેખો ત્યારે આત્માના જ્ઞાનગુણની વિચારણામાં જ લયલીન હોય છે. તેવા શુદ્ધસ્વરૂપના અનુભવમાં જ મગ્ન એવા તે મહાત્મા પુરુષ જ અતિશય પ્રશંસનીય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે – “ક્યારેક દેવેન્દ્રપણું પણ મળી જાય, ક્યારેક પ્રભુત્વ (રાજાપણું અથવા ચક્રવર્તીપણું) પણ મળી જાય, તેમાં કંઈ સંદેહ નથી. પરંતુ જિનેશ્વર ભગવંતે કહેલો એક શુદ્ધ આત્મધર્મ ફરી મળતો નથી.” (- સંબોધ સિત્તરી ગાથા-૧૪) “નરકમાં ઘણાં દુઃખો છે એમ સમજીને તેના ભયથી અનુષ્ઠાન આદરવા રૂપ Page #107 -------------------------------------------------------------------------- ________________ ७४ મગ્નાષ્ટક - ૨ જ્ઞાનસાર પ્રવૃત્તિધર્મ ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આત્મદ્રવ્યના સ્વભાવભૂત આ આત્મધર્મ છે આમ આત્મધર્મ સમજીને તે પ્રાપ્ત થવો આ લોકમાં ઘણો દુર્લભ છે.” “પોતાના આત્મદ્રવ્યના સ્વભાવભૂત ધર્મનું શ્રવણ ઘણું જ દુર્લભ કહેલું છે” આમ જિનેશ્વર ભગવંતોનું આગમ જણાવે છે. તથા તે આત્મધર્મની સાથે સ્પર્શના થવી-એકમેકતા થવી-તેની લગની લાગવી એ તો કોઈ ધીરપુરુષોમાં જ આવે છે.” આ કારણથી વસ્તુના સ્વરૂપાત્મક જે શુદ્ધ ધર્મ છે તેનો સ્પર્શ થવાથી અતિશય શીતલ બનેલા (રાગ-દ્વેષાદિ વિકારોથી રહિત બનેલા) એવા મહાત્માઓમાં જ પરમપૂજ્યપણું રહેલું છે. તેવા મહાત્માઓ જ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. તેઓને અમારા લાખો લાખો ભાવથી વંદન હોજો. III यस्य दृष्टिः कृपावृष्टिः, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ॥८॥ ગાથાર્થ - જે ઉત્તમ આત્માની દૃષ્ટિ કૃપા વરસાવનારી છે અને વાણી સમભાવ રૂપી અમૃતને વરસાવનારી છે તેવા શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન રહેનારા યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. Iટા ટીકા :- “ગતિ"- THજ્ઞાનધ્યાનમનાય યોશિને નમ:, શુકં નામ શુદ્ધમ, ज्ञानं-यथार्थपरिच्छेदनम्, भेदज्ञानविभक्तस्वपरत्वेन स्वस्वरूपैकत्वानुभवः, तन्मयत्वं ध्यानम्, तत्र मग्नः, तस्मै योगिने मनोवाक्कायरोधकाय रत्नत्रयाभ्यासशुद्धसाध्यसंसाधकाय नमः । कस्मै नमः ? यस्य दृष्टिः कृपावृष्टिः परमकरुणावर्षिणी, यस्य गिरः वाचां समूहः शमसुधाकिरः क्रोधादिपरित्यागः शमः, स एव सुधा-अमृतम्, तस्याः किरणंसेचनम्, (यस्य) तच्छीला दृष्टिः कृपामयी, वाक् समतामृतमयी, तस्मै योगिने नमः રૂતિ | વિવેચન - ઉત્તમ જ્ઞાનમાં અને ઉત્તમ ધ્યાનમાં મગ્ન એવા તે યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. અહીં શુભ એટલે શુદ્ધ, નિર્દોષ, મોહની મલીનતા વિનાનું. અને જ્ઞાન એટલે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તે વસ્તુના તેવા સ્વરૂપનો બોધ કરાવનારું અર્થાત્ યથાર્થ વસ્તુનું પરિચ્છેદક તે જ્ઞાન, એટલે કે ભેદજ્ઞાન કરવા દ્વારા સ્વ-સ્વરૂપ અને પર-સ્વરૂપનો Page #108 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ વિભાગ કરવાપૂર્વક માત્ર સ્વ-સ્વરૂપમાં જ એકતાનો અનુભવ થવો તે અહીં આત્મકલ્યાણ સાધનારું જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાનમાં જે તન્મયતા-એકાગ્રતા-સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે. ૭૫ આવા પ્રકારના શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ધ્યાનમાં મગ્ન, મન-વચન અને કાયાનો (અશુભ યોગોનો) નિરોધ કરનારા તથા જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપી રત્નત્રયીના અભ્યાસાત્મક શુદ્ધ સાધ્યને સાધનારા તે યોગીપુરુષને અમારા નમસ્કાર હોજો. વળી આ યોગીપુરુષ કેવા છે ? મૈ નમઃ ? = કેવા યોગીપુરુષને આપણે નમસ્કાર કરવા ઈચ્છીએ છીએ ? તો જવાબમાં કહે છે કે - જે યોગી પુરુષની દૃષ્ટિ કૃપાને વરસાવનારી છે અર્થાત્ પરમ કરૂણાથી જેની દૃષ્ટિ ભરેલી છે. વળી જે યોગી પુરુષની વાણી (વાક્સમૂહ) સમતારૂપી અમૃતને વરસાવનાર છે. ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષાદિ વિકારોનો ત્યાગ તે “સમતાભાવ’” તે સમતાભાવ એટલો બધો ઉચ્ચ કોટિનો છે કે જાણે અમૃત જ હોય એવો અતિશય મીઠો લાગે છે. માટે સમતાભાવ રૂપી જે સુધા (અમૃત) તેને વરસાવનારી વાણી છે. સારાંશ કે જેમની વાણી સમતાભાવ રૂપી અમૃતનું નિરન્તર પાન કરાવનારું ઝરણું જ હોય શું ? તેવી છે તેવા યોગી પુરુષને મારા નમસ્કાર હોજો. જે યોગી પુરુષની આપણા ઉપર નજર માત્ર પડે અને આપણાં દ્રવ્ય-ભાવ દારિત્ર્ય દૂર થઈ જાય એવી સ્વાભાવિક કરૂણામયી જેની દૃષ્ટિ છે તથા જે મહાત્માઓ મુખમાંથી અલ્પમાત્રાએ પણ જે ઉપદેશ આપે તે વાણી આપણા ક્રોધાદિ કષાયોની આગને ઠારી નાખે એવા અમૃતથી ભરેલી છે. આવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ-જ્ઞાનસાધનામાં મગ્ન યોગીને મારા નમસ્કાર હોજો. अत्र भावना - अनादिमिथ्यात्वासंयमकषाययोगचापल्यविध्वस्तात्मस्वभावानां इष्टानिष्टपरभावग्रहणाग्रहणरसिकत्वेन तत्प्राप्त्यप्राप्तौ रत्यरत्यशुद्धाध्यवसायमग्नानां जीवानां कुतः स्वरूपमग्नता ? ततः शङ्काद्यतिचारवियुक्तावाप्तदर्शनो हि जीव: शुद्धाशयः त्रिभुवनमप्युपहतमोहमहेन्धनज्वलितकर्मदहनक्कथ्यमानमशरणमवलोक्य गुणावरणाद् दुःखोद्विग्नः निर्धारिततत्त्वश्रद्धानः, आश्रवनिवृत्तिसंवरैकत्वप्रतिज्ञामारूढः दृढीकरणार्थम् पञ्चविंशतिभावनाभावितान्तरात्मा द्वादशानुप्रेक्षास्थिरीकृताध्यवसायः, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર पूर्वकर्मनिर्जराभिनवाग्रहणाविर्भावभूतस्वरूपसम्पदानुभवमग्नः सुखी । एवागमश्रवणविभावविरतितत्त्वावलोकनतत्त्वैकाग्रताद्युपायैः स्वरूपानुभवमग्नत्वमेव कार्यम् । संसारे कर्मक्लेशसन्तप्तत्वमवगम्य' संसारोद्विग्नेन विरागमार्गानुगप्रवर्तिना आत्मस्वरूपाविर्भावहेतुषु सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तितव्यमित्यर्थः ॥८॥ ઉપર સમજાવેલ વસ્તુનો ભાવાર્થ આ પ્રમાણે છે - અનાદિકાલથી આ જીવને લાગેલા કર્મબંધના હેતુઓ (૧) મિથ્યાત્વ, (૨) અસંયમ, (૩) કષાય અને (૪) મન-વચન અને કાયાના યોગોની ચંચળતા, તેના કારણે નિરંતર કર્મોના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં જ રચ્યા પચ્યા રહેવાના કારણે, વિનાશ પામ્યો છે આત્માનો શુદ્ધ સ્વભાવ જેનો એવા સંસારી જીવોને, ઈષ્ટ એવા પરભાવને (પુદ્ગલદ્રવ્ય અને પરજીવદ્રવ્યને) જ ગ્રહણ કરવામાં અને અનિષ્ટ એવા પરભાવને (અણગમતા પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યને) ગ્રહણ નહીં કરવામાં જ રસિકતા હોવાથી તે ઈષ્ટપુદ્ગલાદિની પ્રાપ્તિકાલે રતિ અને અપ્રાપ્તિકાલે અરિત (તથા અનિષ્ટ પુદ્ગલાદિની પ્રાપ્તિકાલે અરતિ અને અપ્રાપ્તિ કાલે રતિ) પામવા દ્વારા મોહોદયજન્ય અશુદ્ધ અધ્યવસાયવાળા જીવોને, આત્માના શુદ્ધ સ્વરૂપની મન્નતા આવવી ક્યાંથી સંભવે ? દારૂના મદમાં મસ્ત બનેલા દારૂડીયાને ડાહ્યા માણસના જેવી વિવેકબુદ્ધિ ક્યાંથી સંભવે ? તેમ મોહના મદમાં મસ્ત બનેલા મોહાન્ધ જીવને આત્મસ્વરૂપની મન્નતા રૂપી વિવેકચક્ષુ ક્યાંથી સંભવે ? ન જ સંભવે. અત: = આ કારણથી સત્સંગ, સ્વાધ્યાય, સત્શાસ્ત્રોનું વારંવાર શ્રવણ, સત્શાસ્ત્રોના અર્થનું વારંવાર મનન, સ્વાધ્યાયપ્રેમી જીવોનો નિરંતર સંગ, યથાશક્તિ ધર્માનુષ્ઠાનોની લયલીનતા, યથાશક્તિ વ્રતાદિનું પાલન ઈત્યાદિ ઉત્તમ ઉપાયોના વારંવાર સેવનથી જ શંકાઆકાંક્ષા આદિ અતિચારો રહિત પ્રાપ્ત કર્યું છે નિરતિચાર સમ્યગ્દર્શન જેણે એવો જીવ, શુદ્ધ આશયવાળો થયો છતો, પહૃત = ઉદયમાં આવેલા મોહરૂપી મહાઈંધણ વડે જાજ્વલ્યમાન કરાયેલા એવા કર્મોરૂપી અગ્નિમાં ઉકળતા (મોહજન્ય કામ-ક્રોધાદિ વિકારોમાં બળતા) અને અશરણ એવા ત્રણે ભુવનને જોઈને “આત્માના ગુણો આવૃત થયેલા છે આ જ આ સંસારમાં મોટું દુઃખ છે” આવું તત્ત્વ સમજીને ગુણોના આવરણના કારણે જ દુઃખથી ઉદ્વેગી બનેલો ૧. પૂજ્ય રમ્યરેણુ સંપાદિત પુસ્તકમાં તથા ઘણી પ્રતોમાં મન્ના: સુદ્ધિન: એમ બહુવચન છે. પરંતુ શેષ બધા જ વિશેષણવાચી શબ્દો એકવચનમાં છે. તેથી તેના વિશેષ્યરૂપે આ બન્ને શબ્દો પણ એકવચનમાં હોવા સંભવે છે. ૨. કોઈ કોઈ પ્રતોમાં સતતત્વ-સંતતત્વ શબ્દ પણ છે. તેનો અર્થ કર્મો અને ક્લેશોની નિરંતરતા જાણીને આવો અર્થ સંભવી શકે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૭ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ (અજ્ઞાનતાના દુઃખથી જ ઉદ્વેગવાળો બનેલો) આ જીવ, નિશ્ચિત કરી છે તત્ત્વોની શ્રદ્ધા જેણે એવો, આશ્રવોની નિવૃત્તિ અને સંવરની સાથે એકતા થવી જ જોઈએ એવી દઢ પ્રતિજ્ઞા ઉપર આરોહણ કરીને તે પ્રતિજ્ઞાને બરાબર મજબૂત કરવા માટે પાંચ મહાવ્રતોની પાંચ પાંચ એમ સંયમની પચીસ ભાવનાઓ ભાવવા વડે ભાવિત (વાસિત-કોમળ) બન્યો છે અંતરાત્મા જેનો એવો તથા અનિત્ય-અશરણ આદિ બાર ભાવનાઓ વડે સ્થિર કર્યો છે નિર્મળ અધ્યવસાય જેણે એવો આ જીવ, પૂર્વકાલમાં બાંધેલા કર્મોની નિર્જરા અને નવા નવા કર્મોનું અગ્રહણ (નવાં કર્મો ન બાંધવા) વડે પ્રગટ થયેલી આત્માની ગુણાત્મક જે સંપત્તિ, તે સંપત્તિના જ અનુભવમાં મગ્ન થયેલો આ જીવ જ પરદ્રવ્યની બબાલથી મુક્ત બની શકે છે. અને તે જીવ જ સાચો સુખી છે. સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક પરાનુયાયિતાનો ત્યાગ કરવો એ જ સાચું સુખ છે. આ કારણે જ (૧) આગમશાસ્ત્રોનું નિરંતર શ્રવણ, (૨) વિભાવદશાની સતત વિરતિ, (૩) નિરંતરપણે તત્ત્વોનું જ અવલોકન તથા (૪) તત્ત્વોનું જ ચિંતન-મનન કરવારૂપે તત્ત્વોની સાથે જ એકાગ્રતા તથા તેના સાધનરૂપે નિરંતર સત્સંગ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વૈરાગ્યવાહી ગ્રંથોનું દોહન ઈત્યાદિ રૂપે આત્માની નિર્મળતા સાધનારા એવા ઉત્તમ ઉપાયો વડે “આત્માના શુદ્ધ સ્વરૂપની મગ્નતા” જ પ્રાપ્ત કરવી જોઈએ. આ સંસારમાં કર્મો અને ક્લેશોની ભયંકર આગ લાગેલી જ છે એમ જાણીને અથવા કર્મોની અને ક્લેશોની જ નિરંતરતા છે એમ જાણીને સંસારથી (સંસારના સુખોથી) ઉગી બનીને, વૈરાગ્યવાળા ઉત્તમ માર્ગને અનુસરવાની પ્રવૃત્તિવાળા થઈને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનાં જે જે સાચાં કારણો છે તેવાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રમાં જ સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. તેને જ સાધ્ય માનીને તે તરફ દોટ મુકવી જોઈએ. આત્મતત્ત્વની ઝાંખી કરાવે તેવી જ્ઞાનદશા જ ઉપકારક છે બાકી બધી બાહ્ય બબાલ જ છે આમ જાણવું. મોહદશાને જીતીને સ્વાધ્યાયપ્રેમી થઈને જ્ઞાનદશા જાગૃત કરવી જોઈએ. જ , દ્વિતીય મઝાષ્ટક સમાપ્ત છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ तृतीयं स्थिरताष्टकम् ॥ अथ मग्नत्वं स्थिरतया भवति, अतः स्थिरताष्टकं प्रदर्श्यते, तत्र धर्मास्तिकायादीनां त्रयाणां स्थिरता अक्रियत्वात्, पुद्गलानां स्थिरता स्कन्धादिनिबद्धा, सा तु न साधनहेतु:, अत्र नाङ्गीकृता, या तु वस्तुवृत्त्या स्थिरस्य परोपाधितः चलीभूतस्य सम्यग्दर्शनादिगुणावाप्तौ परभावादिष्वगमनरूपा आत्मनः स्थिरता (सा अत्र ) प्रतन्यते, तत्र नामस्थापना सुगमा, द्रव्यतः स्थिरता योगचेष्टारोधरूपा, द्रव्ये स्थिरता मम्मणवत्, द्रव्येण स्थिरता रोगादिसम्भवा, द्रव्यरूपा स्थिरता = द्रव्यस्थिरता आगमतः नोआगमत:, आगमतः स्थिरतापदार्थज्ञस्य अनुपयुक्तस्य, नोआगमतः स्वरूपोपयोगशून्यस्य साध्यविकलस्य प्राणायामादिषु कायोत्सर्गादिर्वा द्रव्यस्थिरता । પૂર્ણતા મગ્નતાથી આવે છે અને મગ્નતા સ્થિરતાથી આવે છે. માટે પૂર્ણતાષ્ટક પછી મગ્નાષ્ટક અને મગ્નાષ્ટક પછી સ્થિરતાષ્ટક કહેવાય છે. આ સંસારમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આમ કુલ પાંચ દ્રવ્યો છે. કાલ છઠ્ઠું વાસ્તવિક દ્રવ્ય નથી, પણ ઉપચરિત દ્રવ્ય છે. પદ્ભવ્યાત્મક આ જગત છે. તેમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો જ્યાં છે ત્યાં જ રહે છે, જેમ તેમ જ રહે છે. લોકાકાશવ્યાપી કે લોકાલોકવ્યાપી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જ સદાકાલ વર્તે છે. માટે તે ત્રણે દ્રવ્યોમાં જે સ્થિરતા છે તે સહજ છે. તથા તે ત્રણે દ્રવ્યો અક્રિય હોવાથી પણ સ્વાભાવિક સ્થિરતા છે. એવી જ રીતે પુદ્ગલાસ્તિકાયદ્રવ્યમાં પણ જ્યારે જ્યારે પરમાણુઓ સાથે મળીને સ્કંધરૂપે બને છે ત્યારે ત્યારે સ્કંધની રચનારૂપે સ્થિરતા તેમાં પણ પ્રગટ થાય છે. પરંતુ આ ચારે દ્રવ્યોમાં રહેલી જે સ્થિરતા છે તે આત્માના ગુણોની સાધનાનો હેતુ બનતો નથી, તેથી તે સ્થિરતા અહીં સ્વીકારાઈ નથી. પરંતુ વાસ્તવિક સ્વરૂપે જે દ્રવ્ય (આત્મદ્રવ્ય) સ્થિર છે અને પર એવા કર્મરૂપી ઉપાધિભૂત દ્રવ્યથી જે (આત્મદ્રવ્ય) ચલીભૂત (ચંચળ) બન્યું છે તેવા ચંચળ બનેલા આત્મદ્રવ્યમાં સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થયે છતે “પરભાવ આદિ દશામાં ન જવું” (પોતાના સ્વરૂપમાં જ સ્થિર થવું) એવા સ્વરૂપ વાળી જે સ્થિરતા છે તે આત્મદ્રવ્યની સ્થિરતા અહીં સમજાવાય છે. કારણ કે તે સ્થિરતા જ પ્રાપ્ત કરવાની છે. સર્વે પણ આત્માઓ પોતાના મૂલભૂત સ્વરૂપે સિદ્ધસમાન હોવાથી આત્મપ્રદેશોની ચંચલતા વિનાના સ્થિરતા ભાવવાળા જ છે. આવા પ્રકારનો સ્થિર રહેવાનો તેનો સ્વભાવ ૧. અહીં નામસ્થાપને મુમે આવો પાઠ હોવો જોઈએ. Page #112 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૭૯ જ છે. પરંતુ મન-વચન-કાયાના આલંબને વપરાતું જે વીર્ય તે કરણવીર્ય, તેના કારણે આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ ચંચળ બન્યા છે, અસ્થિર બન્યા છે, જેને “યોગ’ કહેવામાં આવે છે. અથવા કરણવીર્ય કહેવાય છે. આત્મપ્રદેશોની આ ચંચળતા એ જ કર્મબંધનું કારણ બને છે. ‘“જાયવાઙમન: વર્મ યોગ: ૬-૧, ૬ આશ્રવ: ૬-૨, શુમ: પુણ્યસ્ય ૬૩, અને અશુમ: પાપસ્ય ૬-૪, આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. પૂર્વકાલમાં બાંધેલા (મનઃપર્યાપ્તિ નામકર્મ, ભાષાપર્યાપ્તિ નામકર્મ, સ્વરનામકર્મ, ઔદારિક આદિ શરીર નામકર્મ ઈત્યાદિ) નામકર્મના ઉદય સ્વરૂપ પરોપાધિથી આત્મપ્રદેશો મન, વચન અને કાયાના યોગ સ્વરૂપે ચંચળ (અસ્થિર) બન્યા છે તે દ્રવ્યથી અસ્થિર કહેવાય છે અને મોહનીયના ઉદયથી પરભાવમાં ગમન કરવારૂપ ભાવાસ્થિરતા પણ આવેલી છે. દ્રવ્ય અસ્થિરતા યોગાત્મક છે અને ભાવ અસ્થિરતા મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ અને કષાય રૂપ છે. તે બન્નેથી કર્મબંધ થાય છે. તેથી તે અસ્થિરતા દૂર કરવા સ્થિરતા સમજાવાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ કરાયે છતે પરભાવાદિમાં આત્માનું જે અગમન તે જ સાચી આત્માની ભાવસ્થિરતા છે તે અહીં સમજાવાશે. સર્વે પણ વસ્તુઓની વિચારણા ચાર નિક્ષેપાથી અને સાત નયથી કરવામાં આવે છે. તેને અનુસારે અહીં સ્થિરતા ઉપર પણ ચાર નિક્ષેપા સમજાવાય છે. ત્યાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. કોઈપણ પદાર્થનું સ્થિર કે સ્થિરતા એવું નામ રાખવું તે નામસ્થિરતા, સ્થિરપદાર્થનું જે પ્રતિબિંબ તે સ્થાપનાસ્થિરતા સમજવી. હવે દ્રવ્યસ્થિરતા સમજાવે છે - દ્રવ્યસ્થિરતામાં ૩/૪ પ્રકારે સમાસ છુટા પાડીને અર્થ કરી શકાય છે. ત્યાં પંચમીતત્પુરુષ સમાસ કરીએ તો દ્રવ્યતઃ સ્થિરતા = દ્રવ્યથી કેવલ બહાર-બહારની સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, મન-વચન અને કાયાના યોગોની ચેષ્ટાને રોકવી તે દ્રવ્યસ્થિરતા. અગ્નિશર્મા અથવા કમઠતાપસ આદિ તાપસોની દ્રવ્યથી કરાયેલી સ્થિરતા. સપ્તમીતત્પુરુષસમાસ કરીએ તો દ્રવ્ય સ્થિરતા इति द्रव्यस्थिरता ધનાદિ દ્રવ્યને વિષે સ્થિર થવું તે મમ્મણશેઠની જેમ. તૃતીયાતત્પુરુષ સમાસ કરીએ તો દ્રવ્યન સ્થિરતા શરીરમાં થયેલા વાત, પિત્ત અથવા કફાદિ રોગોના કારણે શરીરનું સ્થિર થઈ જવું. જેમ લકવાથી શરીર સંચરણરહિત બને છે તેમ. અને કર્મધારયસમાસ કરીએ તો દ્રવ્યરૂપા સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, આ દ્રવ્યસ્થિરતા બે પ્રકારની છે એક આગમથી અને બીજી નોઆગમથી. = = સ્થિરતા પદનો અર્થ જે જાણે પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. જ્ઞાન માટે આગમ, પરંતુ ઉપયોગ નથી માટે દ્રવ્યથી. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા રૂપ ઉપયોગથી શૂન્ય અથવા સાધ્યદશા વિનાના જીવની Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર પ્રાણાયામાદિ કરતી વખતે કરાતી જે સ્થિરતા, અંગોનું હલનચલન રોકવું, શ્વાસ રોકવો તે, અથવા ઉપયોગશૂન્ય અને સાધ્યવિકલ જીવની કરાતી કાયોત્સર્ગાદિ રૂપે સ્થિરતા તે સઘળી નોઆગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. હવે ભાવસ્થિરતા સમજાવાય છે તથા તેમાં ૭ નયો પણ સમજાવાય છે. भावतो द्विविधा, अशुद्धा रागद्वेषमनोज्ञविषयेषु तन्मयत्वेन एकता, शुद्धा च सम्यग्दर्शनज्ञानचारित्रादिस्वरूपे तन्मयत्वरूपा, धर्मध्यानशुक्लध्यानादिषु अचलता भावस्थिरता। ભાવથી સ્થિરતા બે પ્રકારે છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ, ત્યાં પ્રથમ અશુદ્ધ ભાવસ્થિરતા સમજાવે છે - રાગ અને દ્વેષના હેતુભૂત એવા મનોજ્ઞ (ઈસ્ટ) વિષયોમાં રાગલેષયુક્ત ભાવપૂર્વક તન્મય થઈને જે એકાકારતા (સ્થિરતા) થાય છે તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. રાગના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં તેમાં તલ્લીન થઈ જવું અથવા વેષના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં દ્વેષભાવપૂર્વક તે વિષયમાં સ્થિર થવું તે. અહીં હૈયાના ભાવમાં રાગાત્મક કે દ્વેષાત્મક જે બુદ્ધિ છે તે અશુદ્ધિ છે માટે આ અશુદ્ધ સ્થિરતા કહેવાય છે. જેમ મનગમતા અતિથિ આવ્યા હોય (જમાઈ-વેવાઈ વગેરે) ત્યારે રાગભાવપૂર્વક વાતોમાં અને આગતા-સ્વાગતામાં સ્થિર થઈ જવું અને અણગમતા અતિથિ આવ્યા હોય ત્યારે (જેમકે આડોશ-પાડોશવાળા વ્યક્તિ વારંવાર આવી જ પહોંચતા હોય તેથી તે ગમતા ન હોય એટલે દ્વેષના હેતુભૂત છે. પણ આવ્યા છે એટલે (જતા રહો એમ ન કહેવાય તેથી) તેઓની સાથે વાર્તાલાપમાં કે આગતા-સ્વાગતામાં સ્થિર થવું તે, આ બન્ને અશુદ્ધ સ્થિરતા છે. આત્માના શુદ્ધ સ્વરૂપના સાધનભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના સ્વરૂપમાં તન્મયતા થવી અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિમાં સ્થિર થવું તે શુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. જે સ્થિરતાથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય તેવી જ સ્થિરતા તે શુદ્ધ ભાવસ્થિરતા જાણવી. હવે આ ભાવસ્થિરતા ઉપર નયો સમજાવે છે - शुद्धसाध्यशून्या योगादीनां (या) स्थिरता सा दुर्नयरूपा, या तु साध्यवार्तया साध्यनिष्पादनपरिणतिविकला (सा स्थिरता) नयाभासरूपा, या तु साध्याभिलाषसाध्योद्यमपरिणत्या कारणभूता योगादीनां द्रव्याश्रवत्यागरूपा स्थिरता सा आद्यनयचतुष्टयरूपा, या तु सम्यग्दर्शनज्ञानचारित्रेण स्वरूपसाधनसाध्यनिष्पादनाभ्यासवती स्थिरता, सा शब्दनयस्थिरता, या तु धर्मशुक्लध्यानगतस्वरूपा Page #114 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ प्रच्युतिपरिणतिरूपा समभिरूढनयस्थिरता, या तु क्षायिकदर्शनज्ञानचारित्रवीर्यसुखादिभ्योऽप्रच्युतिरूपा सा एवम्भूतस्थिरता, विभावेऽपि सर्वनयरूपा स्थिरता तत्त्वविकलानामिष्यते । तथापि अत्र परमानन्दसन्दोहभोगरूपसिद्धत्वसाधनरूपा स्वभावस्थिरता, तस्या एव अवसरः, ततः सा व्याख्यायते । अनाद्यशुद्धतामग्नः स्वरूपसुखाप्राप्तौ इन्द्रियसुखेच्छया चञ्चलोऽयं जीवः, तस्य करुणया गुरुर्वक्ति ૮૧ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા રૂપ જે શુદ્ધ સાધ્ય છે. તેના વિના મન-વચન અને કાયાના યોગોની જે સ્થિરતા તે દુર્દયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. જેમકે અગ્નિશર્મા, કમઠ વગેરે તાપસ જેવા જૈનેતર ઋષિઓ વગેરેની સ્થિરતા. કારણ કે જાપ જપે, ધ્યાન કરે ત્યારે સ્થિરતા અવશ્ય આવે છે. પણ આત્મતત્ત્વ જ ઓળખ્યું નથી, જાણ્યું નથી, તેથી આ સ્થિરતા આત્મકલ્યાણ કરનારી બનતી નથી, બુદ્ધિ ખોટી છે. (એટલે કે માનાદિ પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે) અહીં “ખોટી બુદ્ધિ એટલે ખોટો નય અર્થાત્ દુર્રય” કહેવાય છે. આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સાધ્યની વાર્તા કરે, તેનું સ્વરૂપ સમજે અને સમજાવે પણ પોતે જ્યારે જાપ કરે. ધ્યાન કરે, પ્રાણાયામ આદિ કરે અથવા કાયોત્સર્ગાદિ કરે ત્યારે સાધ્ય પ્રાપ્ત કરવાની પરિણતિ વિના ઓઘે ઓથે અથવા માન-લોભાદિના કારણે મન-વચન-કાયાના યોગાદિની સ્થિરતા કરે તે નયાભાસની દૃષ્ટિએ સ્થિરતા જાણવી. જેમકે અંગારમર્દક આચાર્ય આદિ પ્રવ્રુજિત થયેલા અભવ્ય જીવોની જે સ્થિરતા તે બહારથી દેખાય ઉત્તમ, પણ સાધ્યશૂન્ય હોવાથી નયાભાસથી આ સ્થિરતા કહેવાય, તાપસાદિ જૈનેતરની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવી જાય છે માટે દુર્નયથી સ્થિરતા કહી છે અને અંગારમર્દક આચાર્યાદિની સ્થિરતા સાધ્યશૂન્ય છે તેનો ખ્યાલ આવતો નથી. ફક્ત આગમવચનથી જણાય છે. માટે દુર્નય ન કહેતાં નયાભાસ (જાણે નય જ હોય શું ? સાચી બુદ્ધિ જ હોય શું ? એવી અપેક્ષા લગાડીને નયાભાસ) કહ્યો છે. - તથા જે સ્થિરતામાં સાધ્ય સાધવાની અભિલાષા હોય તથા સાધ્ય સાધવા માટેનો ઉદ્યમ પણ હોય - એમ અભિલાષા અને ઉદ્યમવાળી પરિણતિપૂર્વક સાધ્યની સિદ્ધિનું કાલાન્તરે પણ કારણ બને એવી દ્રવ્યથી આશ્રવોનો ત્યાગ કરવા રૂપ જે મન-વચન-કાયાના યોગોની સ્થિરતા તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સ્થિરતા કહેવાય છે. કારણ કે આ સ્થિરતામાં બુદ્ધિ સાધ્ય સાધવાની છે એટલે શુદ્ધ છે. માટે નય કહેલ છે દુર્નય કે નયાભાસ કહેવાતો નથી. જેમકે - અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ-દેશવિરતિધર અને સર્વવિરતિધર પ્રમત્ત મુનિની કાયોત્સર્ગાદિકાલે યોગોની સ્થિરતા. આ જીવોમાં યત્કિંચિત્ સાધ્યની અપેક્ષા રહેલી છે. સાધ્ય સાધવાનો ઉદ્યમ પણ ગુણસ્થાનક પ્રમાણે યથાયોગ્ય પ્રવર્તે છે. પરંતુ મોહનીયકર્મના Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર ઉદયનો આવેગ ચાલુ છે તેથી ઉપયોગની શૂન્યતા, વિધિની શૂન્યતા, ક્યારેક વૈષયિક સુખોની પણ સાથે સાથે તેમના ઈત્યાદિ દોષો આવી જાય છે. માટે પ્રથમના ચાર સ્થૂલનયોની અપેક્ષાએ આ સ્થિરતા કહેવાય છે. પણ આ સ્થિરતા તે મોહના દોષોવાળી હોવાથી સૂક્ષ્મનયોની અપેક્ષાએ સ્થિરતા કહેવાતી નથી. આ ચાર નયોમાં પણ જેમ જેમ દૂર દૂર કારણ હોય તે નૈગમ નય, તેનાથી નિકટપણે સાધ્યનું કારણ બને તે સંગ્રહાય, તેનાથી પણ નિકટપણે સાધ્યનું કારણ બને તે વ્યવહાર, તેનાથી પણ વધારે નિકટપણે સાધ્યનું કારણ બને તે ઋજુસૂત્ર નય. આમ નયો જાણવા. આ ચારે નયોમાં ઉપયોગની શૂન્યતા કે વિધિની શૂન્યતા હોઈ શકે છે તેથી દ્રવ્યાશ્રવોનો ત્યાગ કહેલ છે. પણ ભાવઆશ્રવોનો ત્યાગ કહેલ નથી. ભાવઆશ્રવોનો ત્યાગ તો પાછલા ત્રણ નયોમાં આવશે. જેમકે હાલ વર્તમાનકાલે ઉપયોગ વિના અને વિધિની અપેક્ષા વિના કરાતી જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયામાં કાયોત્સર્ગાદિમાં થતી સ્થિરતા. (અહીં ઉપયોગ અને વિધિપૂર્વક કરતા મહાત્માઓની ક્રિયાને બાદ કરવી.) વિશેષ કરીને આઘે આઘે જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયા કરતા સામાન્ય જીવોમાં રહેલી જે સ્થિરતા તે અહીં જાણવી. (૧) અપુનર્બન્ધક આત્મામાં મિથ્યાત્વ કંઈક અંશે મંદ થયેલ હોવાથી ઓથે સાથની દૃષ્ટિ આવી છે તેથી ધર્માનુષ્ઠાનનો ઉપચાર કરાય છે માટે તે નૈગમનયથી સ્થિરતા જાણવી. (૨) અવિરતસમ્યગ્દષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય ચાલ્યો ગયો છે. પણ ચારિત્રમોહનીયનું જોર છે. માટે અપુનર્બન્ધક કરતાં આ જીવના અનુષ્ઠાનોમાં મુક્તિનું કંઈક નિકટ કારણ છે એમ સમજીને સંગ્રહાયથી સ્થિરતા જાણવી. (૩) દેશવિરતિધર આત્મામાં કાયોત્સર્ગાદિની સ્થિરતામાં નિકટતરપણે મુક્તિની કારણતા છે માટે વ્યવહારનયથી સ્થિરતા જાણવી. (૪) સર્વવિરતિધર પ્રમત્તમુનિની કાયોત્સર્ગાદિ કાલે જે સ્થિરતા છે તે દેશવિરતિધર કરતાં વધારે નિકટતમપણે મુક્તિનું કારણ બને તેવી સ્થિરતા છે માટે ઋજુસૂત્રનયથી સ્થિરતા જાણવી. - આ ચારેમાં સાધ્યની અભિલાષા પણ છે, યથાશક્તિ ઉદ્યમ પણ છે. માત્ર ઉપયોગવિધિ-આશયશુદ્ધિ વગેરેની કચાસ છે. તેથી પાછલા નિશ્ચયર્દષ્ટિવાળા શુદ્ધ નમો ન લેતાં આગલા સ્કૂલનયો અહીં લગાડેલા છે અને સ્થૂલદષ્ટિએ આવું કહેવાય પણ છે. આ જીવો આવી પણ ધર્મક્રિયા કરે છે તો કરતાં કરતાં ક્યારેક શુદ્ધ ક્રિયા પણ કરશે એટલે શુદ્ધક્રિયાના કારણભૂત આ ક્રિયા છે એમ સમજીને પ્રથમના ચાર નય કહેલ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૮૩ (૫) સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આમ રત્નત્રયીની સાધના કરવા દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપનું સાધન બને એવી, સાધ્ય સાધવા માટેની જ ઉપયોગાદિ પૂર્વકના અભ્યાસવાળી યોગોની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી. આ વિષયમાં ઉપયોગની, વિધિની અને આશયની શુદ્ધિ છે. માટે સૂક્ષ્મનયથી આ સ્થિરતા કહેવાય છે. સાતમા ગુણઠાણે વર્તતા સાધક અપ્રમત્તમુનિની જે સ્થિરતા તે શબ્દનયથી સ્થિરતા જાણવી. (૬) ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં વર્તતા ઉત્તમ મહાત્માઓનું “આત્માના શુદ્ધ સ્વરૂપને સાધવામાં” જે આરોહણ થયું છે, જે ઉંચી ટોચે પહોંચ્યા છે ત્યાંથી ન પડવું અર્થાત્ તે કાલની જે સ્થિરતા તે સમભિરૂઢનયથી સ્થિરતા જાણવી. ક્ષપકશ્રેણીમાં વર્તતા ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા ચૌદપૂર્વધારી, શ્રુતકેવલી અથવા ચૌદ પૂર્વાદિના અભ્યાસ વિનાના પણ ક્ષપકશ્રેણીગત મહાત્માઓ. આ આત્માઓ મુક્તિદશાના અતિશય નિકટતમ કારણરૂપ છે માટે આ સ્થિરતા તે સમભિરૂઢ નયથી સ્થિરતા કહેવાય છે. (૭) ઘાતીકર્મોના ક્ષયથી પ્રગટ થયેલાં ક્ષાયિકભાવનાં દર્શન જ્ઞાન-ચારિત્ર-અનંતવીર્ય તથા અઘાતી કર્મોના ક્ષયથી થયેલાં અવ્યાબાધસુખ આદિ આત્મિક શુદ્ધ ગુણોમાં આત્માની જે સ્થિરતા કે જ્યાંથી ક્યારે પણ પતન થવાનું નથી એવી જે સ્થિરતા તે એવંભૂત નયની અપેક્ષાએ સ્થિરતા જાણવી. તેરમા-ચૌદમા ગુણસ્થાનકવર્તી મહાપુરુષો તથા મુક્તિગત સિદ્ધભગવંતોની જે સ્થિરતા તે આ નયથી સ્થિરતા જાણવી. આ સ્થિરતા એ જ અન્તિમ સ્થિરતા થઈ. આ પ્રમાણે આત્માના અનંતગુણાત્મક શુદ્ધસાધ્યને સાધવાને આશ્રયી સાતનયોથી આ સ્થિરતા જણાવી, તે “સ્વભાવદશાને આશ્રયી કહી” એવી જ રીતે કામાન્ય માણસો કામસુખના ઉપભોગમાં સ્થિર થાય, શિકારી શિકારની ક્રિયામાં, પાંચ ઈન્દ્રિયોનાં સુખો ભોગવનારો આત્મા તે તે ઈન્દ્રિયજન્ય સુખના ઉપભોગમાં લયલીન બની જાય તે સઘળી પણ સ્થિરતા કહેવાય છે. પણ તે વિભાવદશામાં સ્થિરતા થઈ એમ જાણવું. જેમ સાધક આત્માઓ સ્વભાવદશાને સાધવામાં ઉત્તરોત્તર અધિક અધિક સ્થિર સમજાવ્યા. તેવી જ રીતે પાપ આચરનારા બહિરાત્માઓ વિભાવદશામાં અધિક અધિક સ્થિર થાય છે. માટે વિભાગ દશામાં પણ સર્વનયોની અપેક્ષાએ સ્થિરતા જોવા મળી શકે છે તે સ્થિરતા તત્ત્વવિકલ (બહિરાત્મ ભાવવાળા) જીવોમાં જાણવી. મોહાન્ય જીવોમાં આવા પ્રકારની વિભાવદશાની સ્થિરતા સમજવી. જેમ સ્વભાવદશાના સાધક એવા અંતરાત્મા અને પરમાત્મામાં સ્થિરતા હોય છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ८४ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર તેવી જ રીતે સ્વભાવદશાના બાધક અને વિભાવદશાના સાધક એવા બહિરાત્મામાં પણ પાપકાર્ય કરવામાં સ્થિરતા હોય છે. તથાપિ = તો પણ પરમાનંદના સમૂહનો ઉપભોગ કરવારૂપ એટલે કે ક્ષાવિકભાવના શુદ્ધ આત્મગુણોનો અનુભવ કરવારૂપ જે સર્વોત્તમ સિદ્ધત્વ દશા છે. તેના સાધનભૂત એવી જુદા જુદા નયોની અપેક્ષાએ અપુનર્બન્ધકથી પ્રારંભીને અયોગ કેવલી ગુણસ્થાનક સુધીની આત્માના શુદ્ધસ્વરૂપને સાધનારી સાચી જે સાધ્યસાધક સ્થિરતા છે તે સ્થિરતાનું જ વર્ણન કરવાનો આ અવસર છે. (બાધક એવી વિભાવદશાની સ્થિરતા તો અનાદિના મોહ અને અજ્ઞાનના સંસ્કારના જોરે સમજાવ્યા વિના પણ આવી જ જાય છે. તેથી તે સમજાવવાની હોતી નથી. તથા તે સ્થિરતાથી આત્માનું કલ્યાણ થતું નથી, પણ અકલ્યાણ જ થાય છે. તેથી તેને સમજાવવાનો આ અવસર નથી.) માટે આત્મગુણોની સાધક એવી સ્થિરતા હવેના અષ્ટકમાં સમજાવાય છે. અનાદિકાલથી જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય અજ્ઞાનતા, રાગ અને દ્વેષ આદિ અશુદ્ધ ભાવોમાં જ આ જીવ મગ્ન બનેલો છે. અશુદ્ધ ભાવોને કારણે જ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને શુદ્ધ સ્વરૂપની અપ્રાપ્તિ હોતે છતે મોહની પરાધીનતાથી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની ઈચ્છા તીવ્ર બનતી જાય છે. તે સુખોની પ્રાપ્તિ માટે આ જીવ જ્યાં ત્યાં ભટકે છે. તેથી પોતાની સહજ સ્થિરતા ગુમાવી બેસે છે અને વર્ઝનોર્થ નીવ: આ જીવ ચંચળ-અસ્થિર-જ્યાં ત્યાં સુખની ઘેલછાથી ભટકનારો બની જાય છે. સાંસારિક સુખોની તીવ્ર ઘેલછાએ જ આ જીવને ચંચળ (અસ્થિર) બનાવ્યો છે. તેવા જીવને કરૂણાભરી દૃષ્ટિથી ગુરુજી (પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી) સમજાવે છે - वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥१॥ ગાથાર્થ - હે વત્સ ! ચંચળ હૃદયવાળો તું ભટકી ભટકીને ખેદ કેમ પામે છે ? (સ્થિર થા). સ્થિરતા જ તને તારી પોતાની પાસે જ “નિધિ” છે તે બતાવશે. ૧૫ ટીકા - “વત્યેતિ' હે વત્સ ! વં વર્ઝનસ્વાન્તઃ-પત્નીત્ત ૨: સન્ इतस्ततः१ भ्रान्त्वा, एकं त्यजन् अन्यं गृह्णन् अनादितः कथं विषीदसि-विषादवान् ૧. છાપેલી પ્રતોમાં રૂત: રૂત: પાઠ છે. પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં રૂત: પાઠ છે. વિચાર કરતાં ફતસ્તતઃ હોવો જોઈએ. ૨. પ્રતમાં “તિવીર:” પાઠ છે પણ તે અશુદ્ધ હોય એમ લાગે છે. પૂ. રમ્યગુણાશ્રીજીના પુસ્તકમાં બનાવત: કર્યું છે તે ઉચિત લાગે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ भवसि ? अप्राप्त्या दीनः प्राप्त्याऽतृप्तः, अत एव परभावे विषाद एव, सुखबुद्धया गृहीतस्य स्वयंसुखरूपाभावात् प्राप्तौ अपि न सुखम्, अतः अत्र प्रवृत्तिर्विषादमूलैव । રે વત્સ ! સ્વનિધાવેવ-સ્વતમીપે વ-આત્મનિ વ, નિધિ-સ્વશુળસમ્ભદ્વાનનમ્, तव स्थिरता भेदरत्नत्रयाभेदरत्नत्रयैकत्वरूपा दर्शयिष्यति - उपयोगगोचरा करिष्यति, अतोऽनादिविषयास्वादचलतां त्यक्त्वा शुद्धे अनाद्यनन्तगुणे शुद्धात्मनि स्थिरत्वं कुरु ફ્ ૮૫ વિવેચન ઃ- હે વત્સ ! (અતિશય લાગણીભર્યું, વાત્સલ્યભાવથી યુક્ત, ઉપકાર કરવાની ભાવનાવાળું આ સંબોધન છે). ચંચળ હૃદયવાળો થયો છતો તું અનાદિકાલથી અહીં તહીં ભટકી ભટકીને એક સ્થાનને છોડતો અને બીજા સ્થાનને ગ્રહણ કરતો થાકી થાકીને ખેદ કેમ પામે છે ? જ્યાં ત્યાં ભટકવા છતાં જ્યારે વસ્તુની અપ્રાપ્તિ જ થાય છે અથવા વસ્તુ પ્રાપ્ત થવા છતાં તે વસ્તુ ચાલી જ જાય છે ત્યારે તું ઉદાસ થયો છતો ખેદ પામે છે. પણ હવે ખેદ પામવાની શું જરૂર ? માર્ગ જ ખોટો પકડાયો છે તેથી સાચી વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી. માટે ખેદ-દુ:ખ કેમ કરે છે ? કંઈક સ્થિર થા, ચિંતન કર, સાચો માર્ગ વિચાર, ખોટો માર્ગ છે તેનો ત્યાગ કર. ખોટા માર્ગે ચાલીએ તો ફલપ્રાપ્તિ ન થાય આ વાત સ્વાભાવિક છે. એમાં ખેદ-દુઃખ ધરવાની ક્યાં જરૂર છે ? માર્ગ બદલવાની જરૂર છે. હે વત્સ ! તું વિચાર કર. ખોટો માર્ગ છોડીને સાચા માર્ગે આવ. તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની જો તને અપ્રાપ્તિ થાય છે તેનાથી તું દીનઉદાસ-લાચાર બની જાય છે. (એટલે કે દુ:ખી થાય છે) અને તને તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની કદાચ પ્રાપ્તિ થાય છે. તો પણ પ્રાપ્ત વસ્તુના સુખ કરતાં અપ્રાપ્ત વસ્તુની ઘેલછાથી અતૃપ્ત (અસંતોષી-લોભી) થયો છતો ત્યાં પણ તું દુ:ખી જ થાય છે. આ પ્રમાણે પૌદ્ગલિક પદાર્થોમાં અપ્રાપ્તિથી દીનતાનું દુઃખ અને પ્રાપ્તિમાં અતૃપ્તિનું-અસંતોષનું એટલે કે લોભનું દુઃખ તને સતાયા જ કરે છે. આ કારણથી પરભાવદશામાં (પરપદાર્થોના સંબંધમાં અને તેના સંબંધોની ઘેલછામાં) વિષાદ જ થાય છે, ખેદ જ થાય છે, દુઃખ જ આવે છે, સુખ છે જ નહીં. સુખની બુદ્ધિથી ગ્રહણ કરાયેલા પરપદાર્થમાં તે પદાર્થ પોતે સ્વયં સુખરૂપ ન હોવાથી સુખપ્રાપ્તિ થતી નથી. જેમ પીત્તલના ટુકડામાં સુવર્ણની બુદ્ધિ કરીને હોંશે હોંશે તે ટુકડો ગ્રહણ કર્યો હોય તો પણ તે ટુકડો સ્વયં સુવર્ણ રૂપ ન હોવાથી બજારમાં વેચવા ૧. અહીં અત્ર ને બદલે તંત્ર પાઠ પણ હોઈ શકે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર જતાં ધારેલી કિંમત ન આવતાં દુઃખ થાય છે. ખોટી ૫૦૦ ની નોટમાં સાચી નોટની બુદ્ધિ થવાથી ગ્રહણ તો કરી, પણ બજારમાં વટાવવા જતાં કંઈ ન મળ્યું ત્યારે ખેદ થાય છે. તેમ અહીં સમજવું. તેથી પીત્તળના ટુકડામાં સુવર્ણની બુદ્ધિથી અને ખોટી નોટમાં સાચી નોટની બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે જેમ દુઃખદાયી જ છે તેમ અહીં પણ પાંચ ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે વિષાદમૂલક જ છે (દુઃખદાયી જ છે). માટે હે વત્સ ! તું સ્થિર થા. અને સુખના સાચા સાધનને જાણ તથા તેને ગ્રહણ કર. ખોટા માર્ગે ભટકીને દુઃખ જ આવવાનું છે. હે વત્સ ! તારા પોતાના આત્મામાં જ, તારી પોતાની પાસે જ તારા પોતાના આત્માના શુદ્ધ-અનંત-અખંડ ગુણોની સંપત્તિનો ભંડાર છે. પણ તું બહાર ભટકવાનું બંધ કરીને સ્થિર થઈને અંદર નજર કર. બાહ્યદૃષ્ટિને ત્યજીને અંતર્દ્રષ્ટિવાળો થા, તો આવા પ્રકારની આ તારી સ્થિરતા જ તારી પાસે રહેલો તે ભંડાર જ તને દેખાડશે. અંતર્દ્રષ્ટિ કેળવ્યા વિના આ ભંડાર દેખાય તેમ નથી. આરાધનાના પ્રથમ કાલમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના ગુણો છે અને આત્મા એ ગુણી દ્રવ્ય છે. પણ ગુણો પ્રગટ થયેલા નથી, ગુણો પ્રગટ કરવાના છે માટે ભેદરત્નત્રયીની ઉપાસના કરવાની છે અને ગુણો જ્યારે પ્રગટ થાય છે ત્યાર પછીના કાલમાં ગુણ-ગુણી એકાકાર હોવાથી અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આમ ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના હોય છે. આ રીતે ભેદરત્નત્રયીની અને અભેદરત્નત્રયીની ઉપાસના કરતાં કરતાં તે બન્નેની એકતા થવા રૂપ જે સ્થિરતાગુણ છે તે ગુણ જ તારી ગુણસંપત્તિના ભંડારને તને બતાવનાર બનશે. ઉપયોગનો વિષય કરાવશે. આ કારણથી અનાદિ કાળથી ભૂત-પ્રેતની જેમ તને વળગી પડેલો પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખોનો જે આસ્વાદ છે તેના કારણે આવેલી ચંચળતાને (ભૂતાવિષ્ટ ગાંડપણની જેમ) ત્યજીને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંતગુણમય એવા શુદ્ધ આત્મામાં જ લયલીન થા. ત્યાં જ લગની લગાવ. તો આવાં દુઃખ આવશે નહીં. માટે હે વત્સ ! તું આવા શુદ્ધ આત્મભાવમાં જ સ્થિર થા. ॥૧॥ ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । आम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥ ગાથાર્થ :- ખાટા પદાર્થની જેમ અસ્થિરતાથી પરભાવની આસક્તિના વિકારો રૂપી કૂચાઓ વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામી જાય છે. આમ સમજીને હે જીવ ! તું સ્થિર થા. ॥૨॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૮૭ ટીકા :- “જ્ઞાનકુમતિ” “તોમવિક્ષોભ ” ગધૈર્થાત્ જ્ઞાન, વિનશ્વેત ! लोभः-लोलतापरिणामः', इच्छा मूर्छा गृध्नता काङक्षा इत्यादि लोभपर्यायाः । तद्भावजन्या विक्षोभाः-परभावाभिलाषरूपाः अशुद्धपरिणामाः, त एव कूर्चकाः, तैर्ज्ञानं तत्त्वावबोधतत्त्वैकत्वरूपम्, दुग्धमिव दुग्धम्, विनश्येत-क्षयं लभेत, लोभपरिणामः आत्मस्वरूपानुभवविनाशहेतुः कस्मादिव ? आम्लद्रव्यादिव, यथा आम्लद्रव्ययोगे पयो विनश्यति तथा लोभपरिणत्या आत्मस्वरूपसुखं विनश्यतीति । लोभपरिणामः-परभावग्रहणेच्छापरिणामः-आत्मगुणानुभवविध्वंसहेतुः, इति ज्ञात्वा आत्मस्वरूपे-अखण्डानन्दरूपे चित्स्वरूपे अवर्णागन्धारसास्पर्शे आत्मनि श्रद्धानज्ञानरमणतया स्थिरो भव ॥२॥ વિવેચન - અસ્થિરતાથી લોભના વિકારોરૂપી કૂચાઓ દ્વારા જ્ઞાનરૂપી દૂધ વિનાશ પામે છે. અહીં લોભ શબ્દનો અર્થ લોલતાવાળો પરિણામ, એટલે કે લોલુપતાવાળો આત્માનો મલીન પરિણામ. આસક્તિવાળો-તૃષ્ણાવાળો મલીન પરિણામ એવો અર્થ કરવો. ઈચ્છામૂછ-ગુબતા અને કાંક્ષા ઈત્યાદિ (આદિ શબ્દથી તૃષ્ણા-ઝંખના-વાંછા-અભિલાષા ઈત્યાદિ) શબ્દો લોભના જ પર્યાયવાચી શબ્દો છે. તદ્ધીવનન્ય = હૃદયમાં રહેલી તે મૂછના કારણે ઉત્પન્ન થયેલા જે વિકારો -પરપદાર્થને મેળવવા રૂપ અશુદ્ધ પરિણામો તે લોભવિક્ષોભ કહેવાય છે. તેવા પ્રકારના આસક્તિજન્ય જે અશુભ પરિણામો છે તે રૂપી જે કૂચાઓ, તેના વડે જ્ઞાનરૂપી દૂધ નાશ પામે છે. યથાર્થ તત્ત્વનો જે અવબોધ, તેની સાથે આત્માની જે એકતા તે સમ્યજ્ઞાન કહેવાય છે તે સમ્યજ્ઞાનનો લોભના વિકારોરૂપી કૂચાઓ વડે નાશ થાય છે. પરદ્રવ્યની આસક્તિરૂપ જે લોભપરિણામ છે તે આત્મદ્રવ્યના સ્વરૂપના અનુભવના નાશનું જ કારણ છે. આ જીવ જેટલો જેટલો પરભાવના પરિણામમાં વર્તે છે. તેટલો તેટલો પોતાની સ્વભાવદશામાંથી શ્રુત થાય છે. આ સ્વાભાવિક નિયમ છે. સંસારમાં પણ સામાન્યથી આ જણાય છે કે જે સ્ત્રી અથવા પુરુષ પોતાના ઘરથી બહાર ભટકે એટલે કે વ્યભિચારી બને, પરપાત્રની સાથે જોડાય, તેટલું તેટલું તે પાત્રોનું ચિત્ત ઘરમાંથી વિનાશ પામે છે. અહીં દૂધનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન થાય છે કે દૂધ કોના થકી નાશ પામે છે? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે માનદ્રવ્યાત્ = ખાટા દ્રવ્યથી, જેમ લીંબુ૧. નન્નતા શબ્દ પૂ. રમ્યગુણાશ્રીજી મ.શ્રીના પુસ્તકમાં છે. સ્નોલુપતા કોઈ કોઈ છાપેલી પ્રતમાં છે. અર્થ બન્નેનો સરખો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ८८ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર આમલી વગેરે ખાટા પદાર્થોનો યોગ કરવામાં આવે તો દૂધ કૂચા કૂચા રૂપે થઈને નાશ પામે છે તેવી જ રીતે અસ્થિરતાથી લોભ-પરિણતિની વૃદ્ધિ થતાં જ્ઞાનાત્મક આત્માના સ્વરૂપના સુખનો પણ નાશ થાય છે. અહીં દૂધની જગ્યાએ જ્ઞાન, ખાટા પદાર્થની જગ્યાએ અસ્થિરતા અને કૂચાની જગ્યાએ લોભપરિણતિ આમ ઉપમા ઘટાવવી. લોભનો જે પરિણામ છે તે પરપદાર્થોને ગ્રહણ કરવા, તેનો સંગ્રહ કરવો, તેની મમતા-મૂર્છા કરવી, પરપદાર્થના જ લેવડ-દેવડમાં રચ્યા-પચ્યા રહેવું તે લોભપરિણામ છે. આવા પ્રકારનો આ લોભ-પરિણામ આત્માના નિર્મળ ગુણોના અનુભવના નાશનો હેતુ છે. પરમાં લીન રહેનારો જીવ પોતાનામાં લીન રહી શકતો નથી. આમ સમજીને આત્માના નિર્મળ સ્વરૂપમાં એટલે કે અખંડ આનંદમય, જ્ઞાનસ્વરૂપવાળા અને વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાના એવા પોતાના આત્મામાં જ શ્રદ્ધા અને જ્ઞાનરમણતા કરવા જેવી છે. તેથી તે રમણતા કરવા પૂર્વક જ હે વત્સ ! તું સ્થિર થા. //રી अस्थिरे हृदये चित्रा, वाङनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता ॥३॥ ગાથાર્થ :- હૃદય અસ્થિર હોતે છતે ભિન્ન ભિન્ન પ્રકારે વાણીની, નેત્રની અને આકારની ગોપનક્રિયા વ્યભિચારી સ્ત્રીની જેમ કલ્યાણકારી કહી નથી. lill ટીકા :- “સ્થિર તિ"- સ્થિરે સતિ-પરમવામિનાજ વિત્તે સતિ चित्रा-अनेकप्रकारा वाङनेत्राद्याकारगोपना द्रव्यक्रियारूपा पुंश्चल्या इव-असती स्त्री इव, कल्याणकारिणी न प्रकीर्तिता-हितकारिणी न मता । जैनानां द्रव्यक्रिया भावधर्मयुता भावाभिलाषिणी एव प्रशस्या, भावधर्मरहिता तु मार्जारसंयमतुल्या । तत्त्वार्थे द्रव्यक्रिया केषाञ्चित् परम्परया धर्महेतुतया जाता, सा तु देवादिसुखेहलोकयशोभिलाषरहितानामेव, न तु लोकसञ्जारूढानाम्, अतस्तत्त्वस्वरूपाभिमुखीभूय मन आत्मधर्मैकत्वं विधाय चित्तस्थिरतापूर्वकं स्थैर्यं करणीयमिति ॥३॥ વિવેચન :- ધર્મક્રિયા કરતી વખતે જો આપણું ચિત્ત અસ્થિર હોય અર્થાત્ જે ધર્મક્રિયા ચાલે છે તેમાં ન હોય પણ અન્ય વિષયમાં હોય તો તે ધર્મક્રિયા કર્મનિર્જરા કરનારી બનતી નથી. આ વિષય ઉપર તત્ત્વ સમજાવતાં શાસ્ત્રકારશ્રી કહે છે કે – હૃદય અસ્થિર હોતે છતે એટલે કે આ લોકનાં પૌદ્ગલિક સુખોની અથવા પરલોકનાં સ્વર્ગાદિનાં સુખોની અથવા અન્ય કોઈ યશ-માન-સ્વાર્થ વગેરે પરભાવના સુખોની અભિલાષાવાળું ચિત્ત હોતે છતે ત્રિી Page #122 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૮૯ = અનેક પ્રકારે કરાયેલી ધર્મક્રિયા - જેમકે વાણીના આકારનું ગોપન (બોલવાનું બંધ કરીને મૌન ધારણ કર્યું હોય તે) અથવા નેત્રના આકારનું ગોપન (આંખો બંધ કરીને કાયોત્સર્ગાદિ કર્યા હોય તે) મરિ શબ્દથી હાથ-પગના આકારોનું ગોપન, કાયોત્સર્ગાદિ રૂપે સ્થિર મુદ્રા, આવા આવા પ્રકારની સાધ્યના ઉપયોગથી શૂન્ય એવી જે કોઈ ધર્મસંબંધી દ્રવ્યક્રિયા કરી હોય તે વ્યભિચારી સ્ત્રીની જેમ એટલે કે કુલટા સ્ત્રીની જેમ કલ્યાણકારિણી-આત્માનું હિત કરનારી શાસ્ત્રોમાં કહી નથી. જેમ વ્યભિચારી સ્ત્રીનું મન પર-પુરુષની અભિલાષાવાળું હોય છે. તેથી પોતાના પતિની સાથે પર-પુરુષની સાથેના રાગાત્મક ભાવોનું ગોપન કરીને બહારબહારથી સઘળો સારો વ્યવહાર કરે છે. તો પણ સ્વાભાવિક વ્યવહાર અને કૃત્રિમ વ્યવહારમાં તફાવત હોવાથી પતિને ખ્યાલ આવતાં આ વ્યવહાર કલ્યાણકારી થતો નથી, સુખદાયી થતો નથી. ઘર ભાંગે જ છે અને દુ:ખદાયી જ થાય છે. તેમ અહીં પણ સમજવું. અહીં મૂલશ્લોકમાં “વાક્નત્રીલરોપના” = શબ્દ છે. તેથી વાણી, નેત્ર અને આકારનું ગોપન આવો અર્થ થઈ શકે. વાણીનું ગોપન એટલે મૌન, નેત્રનું ગોપન એટલે આંખો બંધ કરી ધર્મક્રિયા કરવી અર્થાત્ ધ્યાન ધરવું. અને આકારનું ગોપન એટલે સંસારી કપડાં બદલી સાધુજીવનનો વેશ પહેરવો, શ્રાવકને આશ્રયી સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાકાલે ધોતી-ખેસ આદિનો વેશ પહેરવો. તે સઘળું ય મન અસ્થિર હોય (સંસારી ભાવોમાં જ મન જો રમતું હોય) તો નિરર્થક છે, કર્મનિર્જરા કરાવતું નથી. આમ વાણી-નેત્ર અને આકાર ત્રણનું ગોપન આવો અર્થ કરી શકાય. પરંતુ તેનો અર્થ કરવા જતાં ટીકામાં લખેલો આદિ શબ્દ સંગત થતો નથી. ટીકામાં વાડનેત્રદ્યારોપના લખ્યું છે. એટલે વા અને નેત્ર આ બે શબ્દોનો જ દ્વન્દ સમાસ કરવો, ત્રણ શબ્દોનો દ્વન્દ સમાસ ન કરવો. વાડ અને નેત્ર આ બે જ શબ્દોનો દ્વન્દ સમાસ કરી આદિ શબ્દની સાથે બહુવ્રીહિ સમાસ કરી વાર શબ્દની સાથે ષષ્ઠીતપુરુષ સમાસ કરવો. જેથી અર્થ આ પ્રમાણે થાય છે - વાણીના આકારોનું ગોપન અને નેત્રના આકારોનું ગોપન તથા મારિ શબ્દથી શેષ અંગોના આકારોનું ગોપનમુખાકૃતિનું ગોપન, શરીરના બીજા અંગોની ચંચળતાનું ગોપન કરવું તે સઘળું ય હૃદય અન્યત્ર હોતે છતે કલ્યાણકારી બનતું નથી. આવો અર્થ કરવો. જૈનદર્શનમાં દ્રવ્યક્રિયા બે પ્રકારે કહેલી છે. (૧) આ લોકનાં સુખોની ઈચ્છાથી કે પરલોકનાં (સ્વર્ગાદિ) સુખોની ઈચ્છાથી જે ધર્મક્રિયા કરાય તેને દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કહેવાય છે. (૨) બીજી દ્રવ્યક્રિયા તેને કહેવાય છે કે જે ક્રિયા કરતી વેળાએ આ ક્રિયાથી મારાં કર્મોનો ક્ષય થાઓ, મને મુક્તિ પ્રાપ્ત થાઓ. મારો આત્મા શુદ્ધ-બુદ્ધ બનો આવા પ્રકારના ભવધર્મયુતા = ભાવધર્મથી સહિત હોય, ઉપરોક્ત ભાવની Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્થિરતાષ્ટક - ૩ વિજ્ઞાનસાર અભિલાષાવાળી હોય, પરંતુ વિધિ બરાબર આવડતી ન હોય, જીવ બરાબર વિધિ કરતો ન હોય માટે દ્રવ્યક્રિયા કહેવાય, અથવા ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય તેને પણ દ્રવ્યક્રિયા કહેવાય છે. જેને ત્રીજા નંબરનું અનનુષ્ઠાન કહેવાય છે. આ બન્ને પ્રકારની દ્રવ્યક્રિયામાંથી પાછળ કહેલી (અનુષ્ઠાનવાળી) જે દ્રવ્યક્રિયા છે. તે ભાવધર્મથી યુક્ત ભાવધર્મની અભિલાષાવાળી પરંતુ અવિધિવાળી અથવા ઉપયોગશૂન્ય જે દ્રક્રિયા છે તે જ ક્રિયા દ્રવ્યક્રિયાની અંદર પ્રશંસનીય છે. કારણ કે ત્યાં સાધ્યની શુદ્ધતા છે, માત્ર સાધનની જ અશુદ્ધતા છે જે કાલાન્તરે દૂર થઈ શકે છે, સમજાવનારા ગુરુ આદિના યોગે બાહ્ય અશુદ્ધિ દૂર થઈ શકે છે. પરંતુ જ્યાં હૃદય પદ્ગલિક સુખનું જ અભિલાષી છે ત્યાં સાધ્ય શુદ્ધિ ન હોવાથી તામલી તાપસ આદિની જેમ તે દ્રવ્યક્રિયા કલ્યાણકારી કહેલી નથી. જેમ તામલી તાપસની તપક્રિયા ઘણી જ ઉંચી હતી પરંતુ મનમાં ભોગ-સુખ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી જ દેવલોકનાં સુખ પામ્યો પણ આત્મકલ્યાણ પ્રાપ્ત ન કર્યું. અથવા અગ્નિશર્માની તપક્રિયા અથવા વિનયરત્નની સંયમક્રિયા વગેરે ઉદાહરણો અહીં સમજવાં. સાધ્યશુદ્ધિ ન હોય તે વ્યક્રિયા કલ્યાણકારી નથી. પરંતુ જ્યાં સાધ્યશુદ્ધિ હોય ફક્ત સાધનશુદ્ધિ ન હોય તે દ્રવ્યક્રિયા કાલાન્તરે કલ્યાણકારી બનવાનો સંભવ છે. ટીકાકારશ્રી “માર્નારસંમિતુલ્ય” કહીને બીલાડીના સંયમની ઉપમા આપે છે. જેમ બીલાડી ઉંદરને પકડવા શરીરમાં વધારે વેગથી કુદકો મારવાની શક્તિ પ્રગટ કરવા શરીરને સંકોચીને સ્થિર રહે છે પણ તે કેવલ શિકાર મેળવવા પરતું જ છે. તેમ ઈહલોક-પરલોકના સુખની ઈચ્છાથી જો ધર્મક્રિયા કરાય તો તે ધર્મક્રિયા આ લોક-પરલોકનાં સુખ માટે જ કરાય છે. આમાં સાધ્ય શુદ્ધ નથી. તેથી ધારો કે તે ક્રિયા આ લોક-પરલોકનાં સુખો આપે છે તો પણ તે આપીને ત્યાં જ વિરામ પામી જાય છે, કલ્યાણ કરનારી બનતી નથી. તત્ત્વાર્થે-તત્ત્વાર્થસૂત્રમાં (ટકામાં) કોઈ કોઈ જીવોને દ્રવ્યક્રિયા પરંપરાએ ધર્મનો હેતુ થાય એમ કહેલું છે. પરંતુ તે દેવલોકનાં સુખો અને આ લોકનાં સુખો યશ, માન, સ્વાર્થ ઈત્યાદિની અભિલાષા રહિત જીવોને જ સમજવું. અર્થાત્ ઉપયોગની (એકાગ્રતાની) શૂન્યતા હોય અથવા વિધિની શૂન્યતા હોય પણ સાધ્યશુદ્ધિની શૂન્યતા ન હોય તેવા જ જીવોને આશ્રયી જાણવું. પરંતુ આ લોક કે પરલોકનાં સુખોને જ પ્રાપ્ત કરવાની લાલસાવાળા અને લોકસંજ્ઞામાં તણાયેલા જીવોની દ્રવ્યક્રિયાને આશ્રયી તે વિધાન નથી આમ સમજવું. આ કારણથી તાત્ત્વિક સ્વરૂપની સન્મુખ થઈને મનને આત્માના ધર્મની સાથે લયલીન કરીને ચિત્તની સ્થિરતાપૂર્વક સ્થિરતા ગુણ અવશ્ય કેળવવો જોઈએ. હે વત્સ ! જો તું આવી સ્થિરતા કેળવીશ તો તે સ્થિરતા તને સુખનો ભંડાર તારી પાસે જ છે એમ દેખાડશે. llll. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૧ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ अन्तर्गतं महाशल्यमस्थैर्यं यदि नोद्धृतम् ।। क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥४॥ ગાથાર્થ :- જો અંદર રહેલ મહાશલ્ય તુલ્ય અસ્થિરતા દૂર કરવામાં ન આવી હોય તો લાભ ન આપતા એવા ક્રિયારૂપી ઔષધનો શું દોષ? Ill ટીકા - “મા” રૂતિ- સતમથ્યન્તર, મહાશચં-મહંતુ શરૂ - भावानुयायि-परभावानुगतचेतनावीर्यपरिणतिरूपम्, अस्थैर्यम्-अस्थिरत्वम्, अतश्चापल्यम् आत्मपरिणतीनां स्वस्वकार्याकरणे परभावोन्मुखप्रवर्तनरूपम् अस्थैर्यम् यदि न उद्धृतम्-न वारितम्, तदा क्रियौषधस्य को दोषः ? न कोऽपीत्यर्थः, कथम्भूतस्य क्रियौषधस्य ? गुणं स्वात्मस्वभावाविर्भावरूपमयच्छतः-अददतः, क्रिया हि वृत्तिरूपा, भावपरिणतिस्तु आत्मगुणशुद्धिरूपा, अन्तः शल्ये सति क्रियौषधेन नो रोगापगमः, अतः आभ्यन्तरं परानुयायिता-परकर्तृता-परव्यापकतारूपं शल्यं निवारणीयमिति ॥४॥ વિવેચન - અન્તર્ગત એટલે અંદર રહેલું, હૃદયની અંદર વર્તતું, અર્થાત્ અભ્યત્તર એવું જે મહાશલ્યરૂપ (પીડાકારી મોટા કાંટા તુલ્ય) “અસ્થિરપણું” જો દૂર કરાયું ન હોય તો ધર્મક્રિયાઓ ઘણી કરીએ પણ કર્મનિર્જરા રૂપી ફળની પ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ? શરીરની અંદર જો કોઈ પીડાકારી રોગ વ્યાપ્યો હોય, તેને જો દૂર ન કરીએ અને બહાર-બહારથી ઔષધ લઈએ તો તે ઔષધ જેમ કોઈપણ પ્રકારનો ગુણ કરતું નથી. તેમ હૃદયની અંદર રહેલ અસ્થિરતા રૂપી મહાશલ્ય જો દૂર ન કરાયું હોય તો બહારથી કરાતી ધર્મક્રિયારૂપી ઔષધ ફળ ન આપે તો તેમાં ધર્મક્રિયા રૂપી ઔષધનો શું દોષ ? અહીં “અસ્થિરતા” એ મહાશલ્ય છે અને તે હૃદયની અંદર છે. પ્રશ્ન - “અસ્થિરતા” એટલે શું? અસ્થર્ય કોને કહેવાય ? ઉત્તર - પરભાવાનુયાયિ = પર પદાર્થોને અનુસરવાપણું, પર એવા અન્ય જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને મારાં મારાં માનીને તેની પ્રાપ્તિના પ્રયત્નમાં ગરકાવ થઈ જવું. પરપદાર્થોને પોતાના માનીને તેને ગ્રહણ કરવામાં અને તેનું સંરક્ષણ કરવામાં વપરાતી ચેતના અને વીર્યની પરિણતિ તે અસ્વૈર્ય છે. આ જીવ પરપદાર્થોને મારા મારા માને છે તેથી પરપદાર્થમાં જ મારાપણાની ચેતના (બુદ્ધિ) થાય છે. તથા તેને પોતાનાં માન્યાં હોવાથી તેને જ ભેગું કરવામાં સવારથી સાંજ સુધી પોતાની વીર્યશક્તિનો આ જીવ વપરાશ કરે છે. આત્માના Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર ગુણોને ઓળખવાનો કે મેળવવાનો બોધ પણ હોતો નથી, પ્રયત્ન પણ કરતો નથી અને સમય પણ હોતો નથી. પાંચે ઈન્દ્રિયોના સુખના સાધનભૂત પદ્ગલિક સામગ્રી મેળવવામાં જ પોતાની બુદ્ધિશક્તિ અને વીર્યશક્તિ વપરાય છે. તેથી ચિત્ત પણ સતત તેમાં જ પરોવાયેલું રહે છે. મનમાં તેના જ વિચારો ઘુમતા હોય છે, જે પૌલિક સાધન ન મેળવી શકાયું હોય તેનાથી જીવ દીન થઈને દુઃખી થાય છે અને જે પૌદ્ગલિક સાધન મેળવી શકાયું હોય તે હજુ ઓછું છે ઓછું છે એમ અસંતોષી થઈને અતૃપ્તિથી અને ઈર્ષ્યાદિથી દુઃખી થાય છે. માટે પરપદાર્થોના ગ્રહણ-મોચનાદિમાં વપરાતી ચેતનાશક્તિની અને વીર્યશક્તિની જે પરિણતિ છે તેને જ અસ્થિરતા-અસ્થર્ય કહેવાય છે. આ અસ્થર્યને જ ચંચળતા પણ કહેવાય છે. આ કારણથી આ ચાપલ્ય, આત્માના શુદ્ધગુણોની જે નિર્મળ પરિણતિ છે. તેને પોતપોતાનું કાર્ય કરવા દેતી નથી. એટલે પોતાના ગુણોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરીને પરભાવની સન્મુખ ચેતનાને અને વીર્યને પ્રવર્તાવે છે. આવા પ્રકારનું ચપલતા સ્વરૂપ જે અસ્વૈર્ય છે, તેને જો હૃદયમાંથી દૂર કરવામાં ન આવે, હૃદયમાં પ્રગટ થતા એવા આ અસ્થર્યને જો વારવામાં (રોકવામાં) ન આવે તો ધર્મક્રિયા કરવા રૂપી ઔષધ લઈએ છતાં ફલપ્રાપ્તિ ન થાય તો તેમાં ધર્મક્રિયાનો શું દોષ ? ક્રિયારૂપી ઔષધનો કોઈ દોષ નથી. આ ધર્મક્રિયા રૂપી ઔષધ કેવું છે ? જો હૃદયમાં કોઈ શલ્ય ન હોય તો આત્માના શુદ્ધસ્વભાવનો આવિર્ભાવ અવશ્ય કરે જ એવા પ્રભાવવાળું ધર્મક્રિયા રૂપ આ ઔષધ છે. પરંતુ અંદરથી જો શલ્યનો ઉદ્ધાર ન કર્યો હોય તો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ કરવા સ્વરૂપ ગુણને (ફાયદાને-લાભને) ન આપે તો તેમાં ધર્મક્રિયારૂપી ઔષધનો શું દોષ? તેનો કોઈ જ દોષ નહીં. ધર્મક્રિયા એ તો એક કાયિક શુભ આચરણસ્વરૂપ છે. ભાવપરિણતિ તો આત્માના ગુણોની શુદ્ધિસ્વરૂપ છે. તેથી હૃદયની અંદર અસ્થિરતા રૂપી શલ્ય હોતે છતે બહારથી કરાયેલી ધર્મક્રિયા રૂપી ઔષધથી ભાવરોગનો અપગમ (વિનાશ) થતો નથી. આ કારણથી પરદ્રવ્યને અનુસરવા રૂપ પરાનુયાયિતાની બુદ્ધિ, પરદ્રવ્યનો હું કર્તા-ભોક્તા છું. આવા પ્રકારની કસ્તૃત્વબુદ્ધિ, તથા તે તે પરપદાર્થો મારા છે અને હું તેનો છું. આમ મમતાથી પરદ્રવ્યમાં વ્યાપકતાની બુદ્ધિ આ ત્રણે શલ્ય સ્વરૂપ છે. તેનું આત્માર્થી જીવે નિવારણ કરવું જોઈએ. આવી અસ્થિરતાને ચિત્તમાંથી દૂર કરવી જોઈએ. જો स्थिरता वाङ्मनःकायै-र्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥५॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૯૩ ગાથાર્થ :- વચનની સાથે, મનની સાથે અને ક્રિયાની સાથે જે મહાપુરુષોમાં સ્થિરતા એકમેકપણાને પામી છે તે યોગી પુરુષો ગામમાં અને અરણ્યમાં, દિવસમાં અને રાત્રિમાં સમ-સ્વભાવવાળા જ હોય છે. II૫ ટીકા :- ‘‘સ્થિરતા કૃતિ''-યેષાં પ્રાળિનામ્, વાઙ મન:જાય:-વઘનમન:ાયયોો: स्थिरता-आत्मगुणनिर्द्धारभासनरमणैकत्वरूपा, अङ्गाङ्गिताम्- तन्मयतां गता-प्राप्ता, તે યોનિ:-મુનીશ્વરા:, સમશીલા:-સમસ્વમાવા:, સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વાતस्वभावरूपस्वात्मस्वभावतः अन्यत्-परद्रव्ये परत्वरूपं समत्वेन ज्ञानात् स्वात्मनः सकाशात् यदन्यत् तत्सर्वं भिन्नमिति समत्वं येषां निष्पन्नं तेषां ग्रामे - जनसमूहलक्षणे, સાથે-નિબંને, તુત્વત્વમ્-Đાનિષ્ટતાઽમાવ:, વિવા-વાસો, નિશિ-રાત્રૌ, સમન્વં -तुल्यपरिणतिः, अरक्तद्विष्टतारूपा समपरिणतिर्भवति ॥५॥ વિવેચન :- જે મહાપુરુષોમાં પોતાના વચનયોગ, મનયોગ અને કાયયોગની સાથે સ્થિરતા નામનો ગુણ એકમેકતાને-તન્મયતાને પામ્યો છે. અર્થાત્ “મારા આત્માના ગુણો એ જ મારું સ્વરૂપ છે” આવી પાકી શ્રદ્ધા, આવું જ નિશ્ચયાત્મક જ્ઞાન અને આ ભાવમાં જ રમણતા આમ આ ત્રણે ગુણોની એકતા-તન્મયતા તે સ્થિરતા, આવી સ્થિરતા જે મહાત્માઓના મન-વચન અને કાયાના રોમેરોમમાં અંગાંગી ભાવને પામી ચૂકી છે. ક્યાંય બહાર પરપદાર્થમાં મારાપણું લાગતું જ નથી તે યોગી પુરુષો એટલે કે મુનિપ્રવ૨ મહાત્માઓ સર્વત્ર સમસ્વભાવવાળા હોય છે. કારણ કે પોતાનાથી જે પર પદાર્થ છે તેમાં કોઈ પોતાનું છે જ નહીં. તેથી એકને આઘો અને એકને પાછો માનવાનો સવાલ જ પેદા થતો નથી. સર્વ પદાર્થોમાં પરપણાની બુદ્ધિ સમાન હોવાથી સર્વત્ર સમસ્વભાવવાળા જ તે મુનિઓ હોય છે. પોતાનો આત્મા એ જ સ્વદ્રવ્ય, પોતાના આત્માના જે અસંખ્ય આત્મપ્રદેશો એ જ સ્વક્ષેત્ર, પોતાના આત્મામાં રહેલું જે વૈકાલિક ધ્રુવત્વ એ જ સ્વકાલ અને પોતાના આત્મામાં રહેલી જે અનંતગુણોની સંપત્તિ એ જ સ્વભાવ, આ પ્રમાણે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ, એ પોતાના આત્માનું સ્વરૂપ છે. આ જ સ્વ-સ્વભાવ છે. આ સ્વ-દ્રવ્યાદિમય આત્મસ્વભાવથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળા પણ પદાર્થો (પછી પોતાનું શરીર હોય, કુટુંબ હોય, ધનસંપત્તિ હોય કે મિત્રવર્ગ હોય અથવા ગૃહ-અલંકારાદિ હોય તે સર્વે પણ પદાર્થો) પરદ્રવ્ય છે. તે સઘળા પણ પરપદાર્થો રૂપ પરદ્રવ્યમાં (પરત્ન) “પરપણું” સરખું જ છે. સર્વત્ર પરપણું જ રહેલું છે. આવું દૃઢ જ્ઞાન થવાથી પોતાના આત્માથકી જે કોઈ અન્ય વસ્તુ છે તે સર્વે પણ (શરીરાદિ) વસ્તુઓ મારા આત્માથી ભિન્ન જ છે. જેમ અન્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર પુરુષોનું શરીર મારાથી ભિન્ન છે, તેમ મારું શરીર પણ મારાથી ભિન્ન છે. જેમ અન્ય પુરુષના કુટુંબો મારાથી ભિન્ન છે, તેમ મારું કુટુંબ પણ મારાથી ભિન્ન છે. તેથી “પરત્વ’ (અર્થાત્ ભિન્નત્વ) સર્વત્ર સરખું જ છે. હું કોના ઉપર રાગ (ગમો) કરું ? અને કોના ઉપર દ્વેષ (અણગમો) કરું ? આમ સમજી સર્વત્ર સમત્વ (સમાનપણું) જેના હૃદયમાં પ્રગટ થયું મહાત્માઓને જ્યાં લોકસમૂહ રહેતો હોય એવું ગામ હોય કે નિર્જન અરણ્ય હોય આમ બન્ને સ્થાને તુલ્યતા જ છે. ક્યાંય ઈષ્ટતાબુદ્ધિ કે અનિષ્ટતાબુદ્ધિ થતી નથી. અર્થાત્ ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો અભાવ જ હોય છે. તથા દિવસ હોય કે રાત્રિ હોય, બન્નેમાં સમત્વ જ હોય છે. તુલ્ય પરિણામ જ હોય છે. ગામ-અરણ્ય અને દિવા-નિશા એમ આ બે ઉદાહરણ છે. તેને અનુસારે માન-અપમાનમાં, સ્વદેશ કે પરદેશમાં, પોતાના પરિવારમાં કે અન્યના પરિવારમાં રાગ અને દ્વેષનો અભાવ અર્થાત્ પરપણાની સમાન પરિણિત હોય છે. કોઈ પણ પરપદાર્થમાં અંજાતા નથી કે અણગમો કરતા નથી, આત્મગુણોમાં જ સ્થિર થઈ જાય છે. તેનો જ આ પ્રતાપ છે. પા स्थैर्यरत्नप्रदीपश्चेद्-दीप्रः सङ्कल्पदीपजैः । तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽश्रवैः ॥६॥ ગાથાર્થ :- જો પુરુષના હૃદયમાં સ્થિરતા રૂપી રત્નનો દીપક દેદીપ્યમાન છે તો તે પુરુષને સંકલ્પરૂપી દીપકમાંથી ઉત્પન્ન થયેલા એવા વિકલ્પોરૂપી ધૂમાડા વડે સર્યું, તથા અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. ॥૬॥ ટીકા :- “સ્થઐતિ’’-યસ્થ પુરુષસ્વ ચેત્-વ ધૈર્યપ્રવીપ:-સ્થિરતાપરત્નવીપ:, વીપ્ર:-તેવીપ્યમાન:, તત્-તવા, સકુંપવીપના: વિÑ:ધૂમ: અત્યં-મૃતમ્ । परचिन्ताऽनुगाऽशुद्धचापल्यरूपः सङ्कल्पः पुनः पुनः तत्स्मरणरूपो विकल्पः, सङ्कल्पविकल्परूपधूमैः अलं सृतम् । यस्य स्वरूपैकत्वरूपा स्थिरता भासते, तस्य सङ्कल्पविकल्पा न भवन्ति । यद्यपि निर्विकल्पसमाधिः अभेदरत्नत्रयीकाले, तथापि स्वरूपलीनानां सांसारिकसङ्कल्पविकल्पाभावः, तथा "अलंधूमै" - अत्यन्तधूमैः मलीनैः आश्रवैः अपि अलं-सृतम्, अतः सङ्कल्पविकल्परूप - चलपरिणतिमपहाय द्रव्यभावप्राणातिपात-मृषावादादत्तादान - मैथुन-परिग्रहरूपैराश्रवैः सृतम्, यो हि आत्मसमाधिरतः स्वस्वभावस्थिरस्तस्य आश्रवा: कुत इति ? વિવેચન :- મહાત્મા પુરુષના હૃદયમાં “સ્થિરતા” રૂપી રત્નનો દીપક જો દેદીપ્યમાન Page #128 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૯૫ છે. તત્ = તો સંકલ્પ રૂપ દીપકથી ઉત્પન્ન થયેલા વિકલ્પો રૂપી ધૂમાડા વડે સર્યું. દીપક બે પ્રકારના હોય છે. એક તો કોઈ કોઈ રત્ન જ એવું વિશિષ્ટ હોય કે ચારે બાજુ પ્રકાશ આપે. વર્તમાનકાલમાં ઈલેક્ટ્રીકના દીપક કે જે બહુ પ્રકાશ આપે અને તેમાં ધૂમાડા ન હોય અને બીજો દીપક માટીના કોડીયામાં કરેલો તેલનો દીપક કે જેમાં ઘણા ધૂમાડા હોય, દીવાલ કાળી કાળી થઈ જાય. હવે જો ઘરમાં રત્નનો દીપક અથવા ઈલેક્ટ્રીકનો દીપક મળતો હોય તો દીવાલને કાળી કરે એવા ધૂમાડાવાળો દીપક કોણ રાખે ? તેમ અહીં સ્થિરતા એ રત્નદીપક છે કે જેમાંથી વિકલ્પો (રૂપી ધૂમાડા) થતા નથી. અને અસ્થિરતા રૂપી સંકલ્પ એ કોડીયાનો દીપક છે કે જેમાંથી વિકલ્પોરૂપી ધૂમાડા થયા વિના રહેતા નથી. તેથી રત્નનો દીપક જો ઝળહળતો હોય તો કોડીયાનો દીપક કોણ રાખે ? અર્થાતુ કોઈ રાખે નહીં. તેમ સ્થિરતા પ્રગટી હોય તો અસ્થિરતાની જરૂર નથી. પરદ્રવ્યના સંબંધવાળી, રાગ-દ્વેષ યુક્ત, અશુદ્ધ આત્મપરિણામાત્મક એવી જે ચંચળતા અસ્થિરતા-રાગદ્વેષપણે મનનું પરદ્રવ્ય પ્રત્યે ભટકવું તે “સંકલ્પ” કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તે વિકલ્પ કહેવાય છે. ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગાત્મક અને અનિષ્ટ વસ્તુ પ્રત્યે અણગમા રૂપ જે અશુદ્ધ આત્મપરિણામ, તે રૂપી જે ચંચળતા-અસ્થિરતા તેને જ સંકલ્પ કહેવાય છે અને વારંવાર તેનું સ્મરણ થવું તેને વિકલ્પ કહેવાય છે. જેમ ધૂમાડા દીવાલને કાળી કરે છે અને આંખોને બાળે છે તેમ આ સંકલ્પ-વિકલ્પ આત્માને કાળો (અશુદ્ધ) કરે છે અને મનને બાળે છે, દુઃખી દુઃખી કરે છે. માટે તેને ધૂમાડાની ઉપમા આપી છે. જેમાંથી જરા પણ ધૂમાડા નીકળતા નથી તેવો રત્નનો દીપક જો મળતો હોય તો ધૂમાડાવાળો કોડીયાનો દીપક કોઈ ન રાખે, વર્તમાનકાલમાં ધૂમાડા વિનાના ઈલેક્ટ્રીક દીપક મળે છે તો કોડીયાના દીપક કોઈ રાખતું નથી. તેવી જ રીતે જે મહાત્મા પુરુષના હૃદયમાં આત્માના શુદ્ધસ્વરૂપની સાથે એકાગ્રતા-લયલીનતા થવા રૂપ સ્થિરતાનો દીપક પ્રગટ્યો છે તે મહાત્મા પુરુષને સંકલ્પ અને વિકલ્પરૂપી ધૂમાડાવાળા દીપક સંભવતા નથી. જેને પોતાના હૃદયમાં આત્મસ્વરૂપની જ લગની લાગી હોય છે તે મહાપુરુષને પરદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિપાત જ થતો નથી. તો પછી તેના સંબંધી પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચારો, તેના ઉપાયોના વિચારો. તેની સફળતા-નિષ્ફળતામાં થતા હર્ષ-શોકાદિ ભાવો. અભિમાન અને લાચારી (ઉદાસીનતા) વગેરે અશુદ્ધ ભાવો (કે જેને ધૂમાડો કહેવાય છે, તે) કેમ થાય ? અંતરાત્મભાવમાં પરિણામ પામેલા મહાત્માને બહિરાત્મભાવના મોહના વિકારોરૂપી ધૂમાડા હોતા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર જો કે સંપૂર્ણપણે નિર્વિકલ્પ સમાધિ તો સર્વથા મોહનીયકર્મનો ક્ષય થયા પછી સયોગીઅયોગી કેવલી ગુણસ્થાનકે અભેદરત્નત્રયીના કાલે જ આવે છે. તેથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનામાં લીન બનેલા અપ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષણમોહ ગુણસ્થાનક સુધીના સાધક આત્માઓને પોતાના શુદ્ધ ગુણોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક સંકલ્પ-વિકલ્પો જો કે હોય છે, તો પણ સાંસારિક (અન્ય જીવ અને પુદ્ગલની પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક) સંકલ્પ-વિકલ્પો હોતા નથી. આવા પ્રકારના કર્મબંધના હેતુભૂત પરભાવવિષયક સંકલ્પ-વિકલ્પોનો અભાવ હોય છે. તેને આશ્રયીને ઉપરોક્ત વાત કહેલી છે. આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ-વિકલ્પો સાધક અવસ્થામાં હોય છે પણ તે મોહજન્ય ન હોવાથી અને તે પણ ક્ષીયમાન થતા જતા હોવાથી તેની વિરક્ષા અહીં કરવામાં આવી નથી. આશ્રવના હેતુભૂત સંકલ્પ વિકલ્પો હોતા નથી. તથા સત્સંધૂ: = અહીં મશબ્દનો અર્થ અત્યન્ત અને ધૂમ શબ્દનો અર્થ મલીન કરવો. અતિશય મલીન એવા આશ્રવો વડે પણ સર્યું. સ્થિરતાનુણવાળા મહાત્માને અતિશય મલીન (ચીકણાં કર્મ બંધાવે તેવા) આશ્રવો સંભવતા નથી. પરદ્રવ્ય પ્રત્યેના રાગ-દ્વેષના પરિણામ થવા દ્વારા પ્રગટ થતી અસ્થિરતા નથી, માટે અતિશય મલીન કર્મબંધવાળા આશ્રવો હોતા નથી. માત્ર આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કરવાના વિષયવાળી લગની-રાગ (સંજ્વલન) કષાય અને તેના ઉપાયોમાં પ્રવર્તવા રૂપ ત્રિવિધ યોગ જન્ય અલ્પ આશ્રવ સંભવે છે. જે કાલાન્તરે અવશ્ય ક્ષય થઈ જાય છે. તઃ = આ કારણથી મોહરાજાના ઘરની સંકલ્પ અને વિકલ્પ રૂપ ચંચળતા (અસ્થિરતા)ની પરિણતિનો ત્યાગ કરીને દ્રવ્યથી અને ભાવથી પ્રાણાતિપાત-મૃષાવાદઅદત્તાદાન-મૈથુન અને પરિગ્રહ સ્વરૂપ પાંચે પાપિષ્ઠ આશ્રવોનો આ જીવે ત્યાગ કરવો. અહીં મન-વચન અને કાયા દ્વારા જીવઘાત કરવો, અસત્ય બોલવું, પારકી વસ્તુ લેવી, કુચેષ્ટા કરવી કે ધનાદિનો સંગ્રહ કરવો તે દ્રવ્ય આશ્રવ કહેવાય છે અને આવા પ્રકારના પાપો કરવાની ઘેલછા કરવી, ઈચ્છા કરવી, કાષાયિક પરિણામમાં રહેવું તે તંદુલીયા મલ્યની જેમ ભાવઆશ્રવ કહેવાય છે. સ્થિરતાનુણવાળા મહાત્માઓ દ્રવ્યઆશ્રવ કે ભાવઆશ્રવને સેવતા નથી. જે મહાત્માપુરુષ આત્મ-સમાધિમાં જ લયલીન બન્યા છે. પોતાના સ્વભાવમાં જ સ્થિર થયા છે. તે મહાપુરુષને આવા આશ્રવો કેમ હોય ? અર્થાત્ ન જ હોય. अतः आत्मनः स्वधर्मकर्तृत्व-यथार्थभासन-स्वरूपग्राहकत्व-स्वगुणभोक्तृत्वस्वस्वभावरक्षकत्वपरिणतस्य नाश्रवाः, एतेषां स्वभावानां परभावपरिणतानां आश्रवाः, Page #130 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ स्वरूपभ्रान्तिरेव स्वपरिणतीः परकर्त्तृत्वेन परिणमयति, यदा तु अस्य स्वरूपावबोधः स्वकार्यकरणनिर्धारः जातस्तदा स्वपरिणतीः स्वकार्यकरणे एव व्यापारयति न परकर्त्तृत्वे, कारकचक्रमपि स्वरूपमूढेनैव परकर्त्तृत्वादिव्यापारेण अशुद्धीकृतं, यदा અનેન સ્વપરવિવેન ‘“અહં હં’’, ‘“પર: પર:'', “નાદું પરાં પરોવતા' एवं लब्धविवेकः स्वकारकचक्रं स्वकार्यकरणे व्यापारयति, आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः आत्मनि प्रवर्तयति इति स्वरूपम्, एवं स्वरूपपरिणतानामाश्रवा न ભક્તિ દ્દા ૯૭ જે હવે કહેવાતી વાત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે સંસારી પુરુષ પોતાના જ ઘરમાં વસે છે, પોતાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પોતાની જ પત્નીથી સંસાર-વ્યવહાર કરે છે, પોતાનું જ કમાયેલું ધન વાપરે છે, પોતાના ધનથી જ ખર્ચા કરે છે અને પોતાના જ ધન-પરિવારાદિને પોતાના માનીને ચાલે છે તે પુરુષ ક્યારેય સંસારમાં દુઃખી-કલંકિત થતો નથી. કારાવાસાદિના દંડને પામતો નથી તેને ગુનેગાર ગણવામાં આવતો નથી. તેની ધરપકડ કે તેને કારાવાસ થતો નથી. તેના ઉપર કેસ થતો નથી. પરંતુ જે પુરુષ બીજાના ઘરમાં ઘુસી જાય છે, બીજાનું ઘર ભાડે રાખીને માલિક બની જાય છે, બીજાના જ કુટુંબમાં હળતો-મળતો રહે છે, પરપુરુષની પત્નીથી સંસારવ્યવહાર કરે છે, પારકાનું ધન વાપરે છે, પારકાના ધનથી ખર્ચા કરે છે, ચોરી કરીને લાવેલા ધનથી જલસા કરે છે અને પારકાના ધન-પરિવારાદિને પોતાના માનીને વર્તવા જાય છે તે દુઃખી થાય છે, માર ખાય છે, અપયશ પામે છે, દંડાય છે, ધરપકડ અને કારાવાસ પામે છે. તેના ઉપર કોર્ટમાં કેસ થાય છે આ વાત જાણીતી છે. આ જ ઉદાહરણ સ્વસ્વરૂપમાં અને પરસ્વરૂપમાં રહેનારા આત્મા માટે લગાડવું જોઈએ. આ જ વાત ગુરુજી હવે આપણને સમજાવે છે - અતઃ = આ કારણથી પોતાના આત્મધર્મોનું જ કર્તૃત્વ, પોતાના આત્મસ્વરૂપના જ યથાર્થજ્ઞાનની મગ્નતા, પોતાના શુદ્ધસ્વરૂપની જ ગ્રાહકતા, પોતાના જ આત્મગુણોનું ભોક્તાપણું અને પોતાના આત્માના સ્વભાવની જ રક્ષા કરવાપણું ઈત્યાદિ રૂપે સ્વભાવદશામાં પરિણામ પામેલા આત્માને કર્મબંધરૂપ આશ્રવો લાગતા નથી. કર્તૃત્વ, જ્ઞાતૃત્વ, ગ્રાહકત્વ, ભોક્તૃત્વ અને રક્ષકત્વ ઈત્યાદિ આ જ સ્વભાવો જ્યારે પરભાવના સંબંધમાં પરિણામ પામે છે. એટલે કે (પરઘરમાં ગયેલા પુરુષને જેમ માર પડે છે તેમ) પર-પદાર્થવિષયક કર્તૃત્વાદિ ભાવો બને છે ત્યારે જ કર્મનો બંધ થવા રૂપ આશ્રવો લાગે છે. પરપદાર્થને પોતાના માનીને જીવ ઘેલો બને છે. તેનું જ કર્તૃત્વ વગેરે માની લે છે. તેનાથી કર્મોના આશ્રવ થાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર પીત્તળના ટુકડામાં કરાયેલો સુવર્ણનો ભ્રમ જ અતિશય દુ:ખદાયી થાય છે. પીત્તળને સુવર્ણ માનીને સુવર્ણ તરીકેની કિંમત ચૂકવી આપે અને પછીથી ખ્યાલ આવે કે આ ટુકડો તો પીત્તળ છે ત્યારે ઘણું દુઃખ થાય છે. તેવી જ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભ્રાન્તિ જ સ્વપરિણતિને પરના કર્તૃત્વરૂપે પરિણામ પમાડે છે. મોહના ઉદયને પરવશ થયેલો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો હું કર્તા-ભોક્તા છું તે ભૂલી જાય છે. પરમાં જ કર્તૃત્વ-ભોક્તત્વાદિ માની લે છે. જ્યારે આ જીવનો મોહોદય મંદ પડે છે અને આ જીવને પોતાના સ્વરૂપનો બોધ થાય છે અને મારા આત્માના શુદ્ધ ગુણોનો આવિર્ભાવ કરવાનું કાર્ય જ મારે કરવું જોઈએ. આવા પ્રકારનો પાકો નિર્ધાર (નિશ્ચય) થાય છે ત્યારે પોતાના આત્માની પરિણતિ જે પરના કર્તૃત્વાદિ ભાવમાં જોડી હતી તેને પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયંજિત કરે છે, અને હવે તે જીવ પોતાની આત્મપરિણતિને પરના કર્તૃત્વમાં જોડતો નથી. ૯૮ સ્વરૂપ દશાથી મૂઢ (અજાણ) એવા આ જીવે છએ કારકચક્ર પરના જ કર્તૃત્વભોક્તૃત્વ-ગ્રાહકત્વ-સંરક્ષકત્વ આદિ ભાવે વ્યાપારિત કરીને તે કારકચક્રને અશુદ્ધ કર્યું હતું. પોતાનું શુદ્ધ એવું પણ કારકચક્ર મલીન કર્યું હતું, જ્યારે સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? તેનો વિવેક (ભેદજ્ઞાન) આ જીવને જ્યારે થાય છે ત્યારે “હું તે જ હું છું (મારો આત્મા તે જ હું છું), પરદ્રવ્ય સઘળાં પર છે (અન્ય સઘળાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો મારાં નથી, મારાથી પર છે, માત્ર કર્મના ઉદયથી તેનું મિલન થયું છે), હું પરનો કર્તા કે પરનો ભોક્તા નથી, આવા પ્રકારનો પ્રગટ થયો છે વિવેક જેને એવો આ જીવ પોતાના કારકચક્રને પોતાના આત્મગુણોને પ્રગટ કરવામાં અને પ્રગટ થયેલા આત્મગુણોનો ઉપભોગ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયુંજે છે. પરથી ખસીને સ્વમાં જોડાય છે. (૧) आत्मा મારા આત્મામાં રહેલા મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરનાર મારો પોતાનો આત્મા જ છે. બીજાથી આ સ્વરૂપ પ્રગટ થતું નથી. (આ કર્તાકારક). - (૨) આત્માનમ્ – મારે મારા આત્માને (આત્મસ્વરૂપને) જ મેળવવાનું છે. બીજું કંઈ પણ મેળવવા જેવું છે જ નહીં અને મેળવેલું તે બીજું ધનાદિ પરસ્વરૂપ કાયમ રહેતું જ નથી, વિનાશી છે. કારણ કે આત્માનું પોતાનું (માલિકીભાવે) તે સ્વરૂપ નથી, પુણ્યકર્મોદયજન્ય સંયોગમાત્ર જ છે, માટે મારે તો ક્ષાયિકભાવના ગુણો જ પ્રાપ્ત કરવા જેવા છે (આ કર્મકારક). आत्मना (૩) - હું જો મારા સ્વ-સ્વભાવમાં રહીશ તો જ એટલે કે સ્વ-સ્વભાવમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૯ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ વર્તવા વડે જ મારું સ્વરૂપ હું પ્રગટ કરી શકીશ. પર-સ્વભાવમાં વર્તવા વડે નહીં. (આ કરણકારક થયું.) (૪) માત્મને - સ્વ-સ્વભાવમાં રહેવા વડે પ્રાપ્ત થયેલું મારું શુદ્ધ આત્મસ્વરૂપ મારે મારા આત્માને જ આપવાનું છે અન્ય કોઈને આપવાનું નથી. (આ સંપ્રદાનકારક થયું.) (૫) આત્મનઃ - ગુણોનો આ ખજાનો મારા આત્મામાં જ ભરેલો છે. એટલે તે આત્મામાંથી જ પ્રગટ કરવાનો છે, બહારથી ક્યાંથી લાવવાનો નથી. (આ અપાદાનકારક થયું). (૬) માત્મને - સ્વભાવદશામાં રહેવા વડે આત્મામાંથી પ્રગટ કરેલો આ ગુણખજાનો પ્રગટ કરીને પણ આત્મામાં જ સાચવી રાખવાનો છે. બીજી કોઈ તીજોરીમાં રાખવાનો નથી. (આ અધિકરણકારક થયું.) આમ આ આત્મા જ પોતાના આત્મસ્વરૂપને પોતાના સ્વભાવમાં વર્તવા વડે પોતાના આત્માને જ આપવા માટે પોતાના આત્મામાંથી પ્રગટ કરીને પોતાના આત્મામાં જ પ્રગટપણે સુરક્ષિત સ્વરૂપે પ્રવર્તાવે છે. આવા પ્રકારનું આત્મસ્વરૂપ છે. તેથી પોતાના સ્વરૂપમાં પરિણત થયેલા મહાત્માઓને કર્મબંધના આશ્રવો લાગતા નથી. સંદી उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि । समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ ગાથાર્થ - હે વત્સ ! જો તું તારા હૃદયમાંથી અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ, તો પ્રાપ્ત કરેલી સમાધિરૂપી ધર્મની મેઘઘટાનો તું વિનાશ કરીશ. II ટીકા :- “વીરષ્યિતિ' કૃતિ, યદ્ર સ્વાન્તી–સન્ત:RUIÇ શૈર્યપવનં उदीरयिष्यसि, अस्थिरतामारुतं यदा प्रवर्तयिष्यसि, तदा समाधेः स्वरूपार्थविश्रान्तिरूपधर्ममेघस्य घटां विघटयिष्यसि-दूरीकरिष्यसि इति । अस्थिरस्य समाधिध्वंसो भवति । अतः आत्मधर्मविषये स्थिरता करणीया ॥७॥ | વિવેચન :- ગુરુજી શિષ્યને વાત્સલ્યપૂર્ણ હૃદયપૂર્વક હિતશિક્ષા આપતાં કહે છે કે, હે વત્સ ! જો તું તારા અંતઃકરણમાંથી અસ્થિતા (ચંચળતા-અહીં તહીં ભટકવાપણું તે) રૂપી પવનને ઉત્પન્ન કરીશ એટલે કે અસ્થિરતા રૂપી પવનને પ્રવર્તાવીશ તો આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક અર્થને વિષે વિશ્રાન્તિ થવારૂપ સમાધિ નામના ધર્મમેઘની ઘટાને તું વિખેરી નાખીશ. કારણ કે અસ્થિરતા એ સમાધિની વિનાશક વસ્તુ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર જેમ આકાશમાં મેઘઘટા (વાદળોની ઘટાટોપતા) થઈ હોય, હમણાં જ વરસાદ તૂટી પડશે એમ લાગતું હોય, ચારે તરફ કાળાશ-કાળાશ વ્યાપી ગઈ હોય, વિજળીના ઘણા ચમકારા દેખાતા હોય અને વાદળોના ગર્જારવ સંભળાતા હોય, લોકો વરસાદ તૂટી પડશે એવા ભયથી ભાગાભાગ કરતા હોય, એવામાં જો “પવન” ફૂંકાય તો સર્વે માણસોની વરસાદ તૂટી પડવાની આશા ભાંગીને ભુક્કો થઈ જાય છે. પવનથી મેઘઘટા વિખેરાઈ જાય છે, આકાશ ચોખ્ખું થઈ જાય છે અને સર્વે લોકો નિરાશ થઈ જાય છે. એક પવને બધી બાજી બદલી નાખી. તેવી જ રીતે હે વત્સ ! આ અસ્થિરતા એ પવનતુલ્ય છે. ઘણી ઘણી મહેનતે પ્રાપ્ત થયેલ સમાધિ રાગદ્વેષના અભાવાત્મક સમતાભાવ રૂપ “સ્વરૂપાર્થમાં લીનતા’ની નાશક છે. જે તે પરપદાર્થોમાં ગમો-અણગમો કરાવતી અને તેનાથી વારંવાર ક્લેશ તથા દુઃખને પમાડતી માનસિક અસ્થિરતા મોહજન્ય સંકલ્પ-વિકલ્પો કરાવવા દ્વારા સમતુલાનો નાશ કરે છે. ચિત્તને ડામાડોળ કરે છે. ઘણા ઘણા આઘાત-પ્રત્યાઘાતને ઉત્પન્ન કરે છે અને જીવ દુ:ખી દુ:ખી થાય છે. આ કારણથી આત્માના શુદ્ધ ધર્મના વિષયમાં અતિશય સ્થિરતા જ કરવા જેવી છે. પરપદાર્થો કાલાન્તરે અવશ્ય વિયોગ પામનારા જ છે તથા નાશ પામનારા જ છે સદા રહેનારા નથી માટે તેમાં ચિત્ત નાખવા જેવું જ નથી. IISII चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते । यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥८ ॥ ૧૦૦ = ગાથાર્થ :- આ કારણથી જ સિદ્ધપરમાત્મામાં પણ “સ્થિરતા” સ્વરૂપ ચારિત્ર જૈન શાસ્ત્રોમાં ઈચ્છાય છે. માટે મહામુનિઓએ આ સ્થિરતાની જ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ॥૮ા ટીકા :- “વાત્રિમિતિ अतः कारणात् सिद्धेष्वपि सकलकर्ममलमुक्तेष्वपि स्थिरतारूपं चारित्रमिष्यते, पञ्चमाङ्गे सिद्धानां चारित्राभावः उक्तः, स च क्रियाव्यापाररूपः, यस्तु स्थिरतारूपः १ स च वस्तुधर्मत्वात् अस्त्येवेति । प्रज्ञापनातत्त्वार्थ-विशेषावश्यकादिषु व्यक्तं व्याख्यातत्वात् । आवरणाभावे आवार्यस्य प्राग्भावात् विगतचारित्रमोहस्य चारित्रप्रकटनात्, सिद्धानामपि स्थिरतारूपं चारित्रम्, अतः स्थिरता साधनीया । "" ૧. અહીં ારિત્ર નો વિષય ચાલે છે અને ઘાત્રિ શબ્દ નપુંસક લિંગ છે. માટે સ્થિરતારૂપ ( ન્રાશ્ત્રિ), તત્ત્વ આવો પાઠ હોવો જોઈએ. સ્થિરતારૂપ આત્મપરિણામ આવો અર્થ કરીએ તો પરિણામ શબ્દ પુલ્ડિંગ હોવાથી ઉપરનો પાઠ સંગત પણ થઈ શકે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩ ૧૦૧ વિવેચન :- પોતાના અનંત લબ્ધિવીર્યને પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તાવવું, સ્વસ્વભાવમાં જ સ્થિર થઈ જવું, જામી જવું, લયલીન બની જવું. આવા પ્રકારનું “સ્થિરતા” રૂપી ચારિત્ર સર્વ કર્મમલથી મુક્ત બનેલા એવા સિદ્ધપરમાત્માઓમાં પણ હોય છે. આમ જૈન આગમશાસ્ત્રોમાં કહેલું જોવાય છે. ભગવતીજી નામના પાંચમા અંગમાં જો કે સિદ્ધપરમાત્માઓને ચારિત્રનો અભાવ કહેલો છે. પરંતુ તે ચારિત્રપાલનની ક્રિયા કરવાના વ્યાપારાત્મક ચારિત્રને આશ્રયી ચારિત્રનો અભાવ કહેલો છે. સાધુજીવનમાં વિહાર કરવો. લોચાદિ કરવા, બેતાલીશ દોષ રહિત શુદ્ધ ગોચરીચર્યા કરવી, વસ્ત્રાદિનું પડિલેહણ કરવું ઈત્યાદિ આચરણા આચરવા રૂપ ક્રિયાત્મક ચારિત્ર સિદ્ધ-ભગવંતોને સંભવતું નથી. કારણ કે ભગવંતો મન-વચન અને કાયાના યોગરહિત છે. પરંતુ બહિર્ભાવનો સર્વથા ત્યાગ કરીને અંતરાત્મભાવમાં અતિશય સ્થિર થઈ જવું તથા આત્મપ્રદેશોની પણ અત્યન્ત સ્થિરતા (અયોગીપણું) તે સ્થિરતાસ્વરૂપ જે ચારિત્ર છે તે ચારિત્ર તો આત્મા નામની વસ્તુનો ધર્મ (સ્વભાવ) હોવાથી સિદ્ધપરમાત્માને પણ અવશ્ય હોય જ છે. પ્રજ્ઞાપના સૂત્ર-તત્ત્વાર્થસૂત્ર અને વિશેષાવશ્યકભાષ્ય વગેરે દર્શનપ્રભાવક મહાગ્રન્થોમાં સ્પષ્ટ સમજાવેલું છે. ચારિત્ર ગુણનું આવરણ કરનારું જે ચારિત્રમોહનીય કર્મ છે તે આવરણનો સિદ્ધપરમાત્માઓને અભાવ થયેલો છે તેથી આવાર્ય (ચારિત્ર) ગુણનો અવશ્ય પ્રાદુર્ભાવ થાય જ છે. તેથી દૂર થઈ ગયું છે ચારિત્રમોહનીયકર્મ જેનું એવા સિદ્ધપરમાત્માના આત્માઓને પોતાના આત્મસ્વભાવમાંથી ચલિત ન થવું. પણ અતિશય સ્થિર જ રહેવું. આવા પ્રકારનું સ્થિરતા સ્વરૂપ ચારિત્ર અવશ્ય પ્રગટ થયેલું જ છે. તેથી સિદ્ધભગવંતોને પણ “સ્થિરતા” રૂપ ચારિત્ર હોય છે. માટે મુમુક્ષુ આત્માઓએ સ્વસ્વભાવમાં વર્તવા રૂપ ચારિત્ર અવશ્ય સાધવું જોઈએ. અથવા તે સાધવા પ્રયત્ન કરવો જોઈએ. प्रथमं सम्यग्दर्शनेन श्रद्धास्थिरतां कृत्वा सद्भासनस्वरूपविश्रान्तिस्वरूपैकाग्रतारूपां स्थिरतां कृत्वा समस्तगुणपर्यायाणां स्वकार्यप्रवृत्तिरूपां स्थिरतां निष्पाद्य, समस्तात्मपरिणतिनिःसङ्गरूपां परमां स्थिरतां निष्पादयति । अतः समस्तचापल्यरोधेन योगस्थिरतां कृत्वा उपयोगस्थिरत्वेन स्वरूपकर्तृत्व-स्वरूपरमण-स्वरूपभोक्तृत्वरूपं स्थिरत्वं साध्यम्, तस्मात् स्थिरत्वसाधने यत्नः करणीय इत्युपदेशः ॥८॥ - સૌથી પ્રથમ મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય આ સાત દર્શનસપ્તકની પ્રકૃતિઓનો ક્ષય કરવા દ્વારા નિર્મળ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને તેના વડે શ્રદ્ધાની સ્થિરતા કરવી જોઈએ. તે કરીને = (દઢ સ્થિરતાવાળા બનીને) સમ્યજ્ઞાનાત્મક Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ્થિરતાષ્ટક - ૩ જ્ઞાનસાર શુદ્ધ આત્મ-સ્વરૂપમાં જ વિશ્રાન્તિ કરવા સ્વરૂપે એકાગ્રતા પ્રાપ્ત કરવા રૂપ બીજી સ્થિરતા મેળવવી જોઈએ. તે મેળવીને પોતાના આત્માના જ સમસ્ત ગુણો અને પર્યાયોનું પોતપોતાના કાર્યમાં પ્રવર્તન કરવારૂપ સ્થિરતા પ્રગટ કરીને પોતાના આત્માની સમસ્ત એવી પરિણતિઓનું સંપૂર્ણપણે પરદ્રવ્યોથી નિસંગ બનવારૂપ જે પરમસ્થિરતા છે તેને આ જીવે પ્રગટ કરવી જોઈએ. દર્શનગુણ (શ્રદ્ધાગુણ) અને જ્ઞાનગુણમાં અત્યન્ત સ્થિરતા મેળવીને વિભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાનો સ્વીકાર કરવારૂપ ચારિત્રની વિશ્રાન્તિ મેળવવા દ્વારા આત્માની સમસ્ત પરિણતિઓને પરદ્રવ્યોથી સર્વથા નિઃસંગ બનાવીને આત્માના શુદ્ધ એવા અનંત ગુણોમાં અને અનંત પર્યાયોમાં જ પ્રવર્તાવવી, તેમાં જ રમવું, તેમાં જ જામી જવું. આવી સ્થિરતા આ જીવે મેળવવાની છે. સ્થિરતાની પ્રાપ્તિનો આ જ સાચો ક્રમ છે. આ કારણથી સમસ્ત પ્રકારની ચંચળતા (અસ્થિરતા)નો ત્યાગ કરીને મન-વચન અને કાયાના સમસ્ત યોગના પ્રકારોની સ્થિરતા પ્રથમ મેળવવા જેવી છે. જ્યાં સુધી મન ચંચળ હોય, જ્યાં ત્યાં ભટકતું હોય, કાયા ચલિત હોય, ત્યાં સુધી ઉપયોગની સ્થિરતા આવવી શક્ય નથી. તેથી પ્રથમ યોગની સ્થિરતા મેળવવા જેવી છે. ત્યારબાદ જ્ઞાનગંગામાં રમણતા કરવારૂપ ઉપયોગની સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે. ઉપયોગની સ્થિરતા મેળવવા વડે આત્માના શુદ્ધસ્વરૂપનું જ કર્તૃત્વ, આત્માના શુદ્ધસ્વરૂપમાં જ રમણતા અને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ ભોક્તૃત્વ પ્રાપ્ત કરવા લાયક છે. માટે તેમાં જ સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ પારમાર્થિક સાધ્ય છે. અન્તે આ જ સાધવાનું છે. તેથી આવી યોગ-ઉપયોગાત્મક સ્થિરતા મેળવીને પોતાના જ સ્વરૂપના કર્તૃત્વાદિ ભાવોમાં સ્થિરતા સાધવામાં આત્માર્થી જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. પુદ્ગલના ભાવોમાં તો મોહના ઉદયને કારણે આ જીવ ભવોભવ લયલીન થતો જ આવ્યો છે. તેના જ કારણે કર્મો બાંધીને જન્મ-મરણની પરંપરામાં અટવાતો જ આવ્યો છે. સ્વભાવદશાનું ભાન ભૂલેલા જીવને દુઃખ જ આવે છે. સાંસારિક સુખ પણ ઉપાધિઓવાળું, પરાધીનતાવાળું, વિનાશ પામવાના સ્વભાવવાળું, વિયોગકાલે અતિશય દુઃખકારક જ છે. તેથી સ્વભાવદશાના સુખની તુલના ક્યાંય થાય તેમ નથી. એ જ અવિનાશી, નિરુપાધિક અને સ્વાધીન સુખ છે. તેના માટેનો પ્રયત્ન કરવો એ જ માનવજીવનની સાર્થકતા છે. II૮॥ તૃતીય સ્થિરતાષ્ટક સમાપ્ત Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૦૩ છે અથ ચતુર્થ મોહત્યાષ્ટિમ્ | अथ स्थिरता मोहत्यागाद् भवति, आत्मनः परिणतिचापल्यं मोहोदयात्, मोहोदयश्च निर्धाररूपसम्यग्दर्शनस्वरूपरमणचारित्रावारकश्च, क्षयोपशमी चेतनावीर्यादीनां विपर्यासपररमणतादिपरिणमनरूपः इति तेन चापल्यम्, अतः मोहोदयवारणेन स्थिरता भवति, तेन मोहत्यागाष्टकं वितन्यते, नामस्थापनामोहः सुगमः, द्रव्येण-मदिरापानादिना मोहः-मूढतापरिणामः, द्रव्यात्-धनस्वजनवियोगात्, द्रव्ये-शरीरपरिग्रहादौ, द्रव्यरूपो मोहः मोहनगीतादिषु गन्धर्वादीनां वाक्येषु, अनुपयुक्तस्य आगमतो, नोआगमतो रागवत्सु । ઉપરના અષ્ટકમાં કહેલો સ્થિરતા નામનો ગુણ મોહના ત્યાગથી જીવને પ્રાપ્ત થાય છે. કારણ કે આ આત્માની માનસિક પરિણતિની (પરિણામોની) અસ્થિરતા મોહના ઉદયથી થાય છે. વસ્તુઓ પ્રત્યેની ઈષ્ટાનિઝ બુદ્ધિ જ જીવને કલુષિત-અસ્થિર વિચારવાળો કરે છે. આ મહોદય બે પ્રકારનો હોય છે - એક દર્શનમોહનો ઉદય અને બીજો ચારિત્રમોહનો ઉદય. ત્યાં નિર્ધાર = જિનેશ્વરભગવંતોએ જે ભાખ્યું છે તે સંપૂર્ણપણે સત્ય છે એવો પાકો જે નિર્ણય, તે રૂપ સમ્યગ્દર્શન નામના ગુણનો આવારક જે મોહોદય તે દર્શનમોહોદય કહેવાય છે અને આત્માની પોતાના શુદ્ધ સ્વરૂપમાં જે રમણતા છે તે રૂપ ચારિત્રગુણને રોકનારો જે મોહોદય છે તે ચારિત્રમોહોદય કહેવાય છે. આમ શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શનનો અને સ્વરૂપરમણતા રૂપ ચારિત્રનો આવારક જે મોહોદય, તે બે પ્રકારનો મોહોદય છે. જ્ઞાનાવરણીયકર્મના અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ ચેતનાગુણ અને વીર્યગુણના ક્ષયોપશમવાળો જીવ તે જ ચેતનાગુણની અને વીર્યગુણની મોહોદયના કારણે વિપર્યાસ રૂપે એટલે કે પરદ્રવ્યમાં જ રમણતા કરવા સ્વરૂપે પરિણમન કરનારો બને છે. સારાંશ કે ક્ષયોપશમ ભાવવાળા ચેતનાગુણ અને વીર્યગુણનો વિપર્યાસ કરાવવા દ્વારા આ મોહોદય આત્માને પરદ્રવ્યોમાં જ પરિણમન કરાવવાવાળો થાય છે. આત્માના ગુણોને કલુષિત કરનાર, અશુદ્ધભાવે પરિણામ પમાડનાર આ મહોદય છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયથી આ જીવને પદ્ગલિક પદાર્થો પ્રત્યે તથા અન્ય જીવદ્રવ્યો પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિ કરાવવા દ્વારા આ મહોદય જ આત્માની ચંચળતા (અસ્થિરતા) સર્જાવે છે. આ કારણથી આવા પ્રકારના આ મહોદયને વારવા વડે જીવમાં સ્થિરતા પ્રગટ થાય છે. એટલે કે જો મોહોદયને અટકાવવામાં આવે તો જ સ્થિરતા ગુણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર પ્રગટ થાય છે. તે કારણથી હવે મોહત્યાગાષ્ટક કહેવાય છે. તેમાં પ્રથમ ચાર નિક્ષેપા કહેવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ વાળો મોહ સુગમ છે. કોઈનું “મોહનલાલ”, “રાગિણી” ઈત્યાદિ નામો પાડવામાં આવે છે તે નામમોહ કહેવાય છે. તથા મોહવાળા જીવની આકૃતિ દોરવામાં આવે તે સ્થાપના મોહ કહેવાય છે. હવે દ્રવ્યમોહમાં ભિન્ન ભિન્ન સમાસ કરવાથી ભિન્ન ભિન્ન અર્થો થાય છે. ત્યાં વ્યT" આમ તૃતીયા તપુરુષ સમાસ કરીએ તો મદિરાપાન વગેરે દ્રવ્યો વડે થયેલો મૂઢતાનો (મૂછનો) જે પરિણામ તે દ્રવ્ય મોહ કહેવાય છે. કારણ કે તે મૂઢતા, મદિરા આદિ દ્રવ્યથી જન્મી છે. તથા “વ્યાત્' આમ પંચમીતપુરુષ સમાસ કરીએ તો ધન અને પોતાનાં સગાં-વહાલાં જે સ્નેહીજનો, તેનાથી થયેલો જે મોહ, તે દ્રવ્યમોહ કહેવાય છે. કારણ કે ધનાદિ અને સ્વજનાદિ દ્રવ્યોથી આ મોહ પ્રગટેલો છે. હવે “ચ્ચે” આમ સપ્તમી તપુરુષ સમાસ કરીએ તો શરીર ઉપર અને ધનાદિના પરિગ્રહ ઉપર જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. તથા “વ્યરૂપો મોદ:” આમ કર્મધારય સમાસ કરીએ તો મનને મોહ પમાડે તેવાં ગંધર્વાદિ દેવો વડે ગવાયેલાં ગીતાદિ રૂપ વાક્યોને વિષે જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. સર્વપ્રકારની વ્યુત્પત્તિમાં દ્રવ્યાત્મક પરપદાર્થ પ્રત્યેનો જે મોહ તે દ્રવ્યમોહ કહેવાય છે. તે દ્રવ્યમોહના બે ભેદ છે. એક આગમથી અને બીજો નોઆગમથી, ત્યાં દ્રવ્યમોહના અર્થને જે જાણે, પણ પ્રરૂપણા કરતી વખતે તેનો ઉપયોગ ન હોય, દરરોજનો અનુભવ હોવાથી સહેજે સહેજે પ્રરૂપણા ઉપયોગ વિના પણ થઈ શકતી હોય તે આગમથી દ્રવ્યમોહ કહેવાય છે અને રાગનિમિત્તક પદાર્થોને વિષે (રાગવાળી વ્યક્તિઓ પ્રત્યે) જે મોહ તે નોઆગમથી દ્રવ્યમોહ કહેવાય છે. અહીં રાગવાળી સામેની જે વ્યક્તિ છે તે આગમરૂપ (શાસ્ત્રરૂપ) નથી માટે નોઆગમ અને અહીં પરદ્રવ્યની પ્રધાનતા હોવાથી દ્રવ્યમોહ કહેવાય છે. હવે ભાવમોહના પ્રકારો સમજાવે છે. भावतः मोहः अप्रशस्तः समस्तपापस्थानहेतुपरद्रव्येषु कुदेव-कुगुरु-कुधर्मेषु, प्रशस्तस्तु मोक्षमार्गे सम्यग्दर्शन-ज्ञान-चारित्र-तपोहेतुषु सुदेवगुर्वादिषु । तत्र मोहत्यागः उत्सर्जनम्, भिन्नीकरणम् । अत्र यावत् ( यावान् ) अप्रशस्तस्तावत् (तावान् ) सर्वथा त्याज्य एव, अशुद्धत्वनिबन्धनत्वात् । प्रशस्तमोहः साधने असाधारणहेतुत्वेन पूर्णतत्त्वनिष्पत्तेः अर्वाक् क्रियमाणोऽपि अनुपादेयः । श्रद्धया विभावत्वेनैवावधार्यः । यद्यपि परावृत्तिस्तथापि अशुद्धपरिणतिरतः साध्ये सर्वमोहपरित्याग एव श्रद्धेयः । ભાવથી મોહ બે પ્રકારનો છે. એક અપ્રશસ્ત અને બીજો પ્રશસ્ત. ત્યાં સમસ્ત Page #138 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૦૫ પાપસ્થાનકના કારણભૂત એવા પરદ્રવ્યોમાં પોતાને થયેલો જે મોહ તે અપ્રશસ્તમોહ છે. કોઈપણ પરપદાર્થ સ્ત્રી-પુત્ર-પતિ આદિ સચેતનપદાર્થ કે ઘટ-પટ આદિ અચેતનપદાર્થ ઉપર આ જીવને જો ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થઈ, રાગ-દ્વેષ આદિ થયા, તો તેનો સંયોગ-વિયોગ કરવામાં, તેનું સંરક્ષણ અને વિનાશ કરવામાં આ જીવ હિંસા-જુઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સેવે છે. પાપસ્થાનકો સેવીને પણ રાગવાળા પદાર્થની પ્રાપ્તિ અને દ્વેષવાળા પદાર્થની અપ્રાપ્તિ આદિ કરીને જ જંપે છે. એટલે પરદ્રવ્યો પ્રત્યેનો મોહોદય આ જીવને સમસ્ત પાપસ્થાનકોનું સેવન કરાવવામાં કારણ બને છે. તેથી તે મોહોદય અપ્રશસ્ત છે. તથા ખોટા દેવ, ખોટા ગુરુ, અને ખોટા ધર્મને વિષે જે રાગ, તે પણ ખોટે રસ્તે ચઢાવનાર છે. ઘણાં ઘણાં પાપ કરાવનાર છે. ભવભ્રમણા વધારનાર છે માટે તે પણ અપ્રશસ્ત મોહોદય છે. જેટલો જેટલો અપ્રશસ્તમોહ છે તે સઘળો પણ ત્યાજ્ય છે. તથા મોક્ષના માર્ગભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ ઈત્યાદિ આત્મગુણમય ધર્મની આરાધના આચરવામાં હેતુભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મ આદિને વિષે જે મોહોદય થાય અર્થાત્ ધર્મ ઉપકારક તત્ત્વો પ્રત્યે રાગ થાય તે પ્રશસ્ત મોહોદય જાણવો. તે બન્ને સ્થાનોમાં થતા મોહનો એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત સ્થાનોમાં થતા મોહનો ત્યાગ કરવો તેને મોહત્યાગ કહેવાય છે. મોહનો ત્યાગ કરવો એટલે કે આત્મામાંથી પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનું ઉત્સર્જન કરવું અર્થાત્ આત્મામાંથી મોહને સર્વથા ભિન્ન કરવો, આમ ત્યાગ શબ્દનો અર્થ ઉત્સર્જન અર્થાત્ ભિન્નીકરણ એવો અર્થ સમજવો. અહીં જ્યાં જ્યાં અપ્રશસ્ત મોહ છે ત્યાં ત્યાં તે સઘળો પણ અપ્રશસ્ત મોહ ત્યાગ કરવા લાયક છે. આત્માની અશુદ્ધ પરિણતિનું જ કારણ છે. અપ્રશસ્ત મોહથી આ આત્મા અશુદ્ધ પરિણામવાળો બને છે. માટે તે સર્વથા ત્યાજ્ય જ છે. અને જે સુદેવ-સુગુરુ અને સુધર્મ પ્રત્યેનો મોહ છે કે જેને પ્રશસ્ત મોહ કહેવાય છે તે પ્રશસ્ત મોહ આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક તત્ત્વની સાધના કરવા માટે પ્રાથમિક કક્ષામાં અસાધારણ કારણ છે. માટે શુદ્ધ એવા આ આત્મતત્ત્વની સંપૂર્ણપણે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એટલે કે પૂર્ણપ્રાપ્તિના પૂર્વકાલમાં કરવા લાયક છે. તો પણ પરમાર્થે તે અનુપાદેય જ છે. વ્યવહારથી અત્યાજ્ય છે અને નિશ્ચયથી અનુપાદેય છે. જેમ કુવામાં પડેલા માણસને બહાર નીકળે ત્યાં સુધી જ દોરડું પકડવા લાયક છે. બહાર નીકળ્યા પછી તે દોરડું ત્યજવા લાયક છે. વાસ્તવિકપણે તો આ પણ એક પ્રકારનું બંધન જ છે. માટે પરમાર્થે ત્યજવા લાયક છે, આદરવા લાયક નથી. એક ગામથી બીજે ગામ જવામાં ઘોડો અથવા ગાડી વગેરે સાધન છે માટે સામેના ગામની પ્રાપ્તિ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરાતો હોવા છતાં પણ ગામ પહોંચીને ઘરમાં જતાં કે ઉપરના મજલાઓમાં ચઢતાં તે ઘોડાનો અને ગાડીનો ત્યાગ જ કરવાનો હોય છે તેમ અહીં પ્રશસ્તમોહ સાધનાથકાલે કરવા લાયક છે તો પણ સાધ્યની પૂર્ણપણે જેમ જેમ સિદ્ધિ થતી જાય છે તેમ તેમ ત્યજવા લાયક છે. સાધનાકાલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપકારક છે. તેનાથી જ સંસાર તરાય છે. તે પ્રત્યેનો રાગ પરદ્રવ્યોના રાગને અને કુદેવાદિના રાગને મુકાવનાર છે. માટે પ્રારંભકાલે કરવા લાયક છે તો પણ “આ પણ વિભાવદશા જ છે” જીવને પરપ્રત્યેનું જ આકર્ષણ છે તે પણ એક પ્રકારનું બંધન જ છે. શ્રી ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યે જેમ અપ્રતીમ રાગ હતો તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બંધન જ બન્યો. માટે “આ પણ વિભાવદશા જ છે” આમ શ્રદ્ધાપૂર્વક મનમાં નિર્ણય કરવો જોઈએ. પણ સદા ઉપાદેય છે આમ ન સ્વીકારવું. જો કે જેમ જેમ સાધ્યની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ આ પ્રશસ્તમોહ તીવ્રમાંથી મંદ, મંદતર અને મંદતમ ભાવે પરાવર્તન પામે છે અને અંતે નાશ પણ પામે જ છે. પરંતુ જ્યારે તે વર્તે છે ત્યારે તે “આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ છે” આમ ન માનવું, આ પણ એક પ્રકારનો રાગ જ છે, મોહ જ છે, વિભાવદશા જ છે. માટે અશુદ્ધપરિણતિ જ છે. અત: = આ કારણથી આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ સાધવામાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનો સર્વથા પરિત્યાગ કરવો. એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બને પ્રકારના મોહનો સંપૂર્ણપણે નાશ કરવાનો હોય છે. આવી જ શ્રદ્ધા રાખવી. મનમાં માનવું કે અંતે આ પ્રશસ્તમોહ પણ છોડવાનો છે. કારણ કે કોઈપણ પ્રકારનો મોહ હોતે છતે મોક્ષ થતો નથી. આ પ્રમાણે મોહ ઉપર ચાર નિક્ષેપા સમજાવીને હવે સાતનય સમજાવે છે - आद्यनयचतुष्टये कर्मवर्गणापुद्गलेषु तद्योगेषु तद्ग्रहणप्रवृत्त्या सङ्कल्पे कर्मपुद्गलेषु सत्तागतेषु बध्यमानेषु चलोदीरितेषु उदयप्राप्तेषु अशुद्धविभावपरिणामरूपमोहहेतुषु मोहत्वम् । शब्दादिनयत्रये मोहपरिणतचेतनापरिणामेषु मिथ्यात्वासंयमप्रशस्ताप्रशस्तरूपेषु मोहत्वम् । अत आत्मनोऽभिनवकर्महेतुः मोहपरिणामः । मोहेनैव जगद् बद्धम्, मोहमूढा एव भ्रमन्ति संसारे । यतः ज्ञानादिगुणसुखरोधकेषु चलेषु अनन्तवारमनन्तजीवैर्भुक्तमुक्तेषु जडेषु अग्राह्येषु पुद्गलेषु मनोज्ञामनोज्ञेषु ग्रहणाग्रहणरूपो विकल्पः मोहोद्भवः । तेनायं पुद्गलासक्तः मोहपरिणत्या पुद्गलानुभवी स्वरूपानवबोधेन मुग्धः પરિશ્રમતિ અત: મોહત્યારો હિતા . ૩ - કર્મરૂપે બનવાને યોગ્ય એવાં કામણ વર્ગણાનાં પુદ્ગલોને વિષે તથા તદ્યોmy = તે Page #140 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪ ૧૦૭ પુદ્ગલોનો જે સંયોગ થાય તેમાં, તે પુદ્ગલોને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દ્વારા કરાયેલા સંકલ્પવિકલ્પને વિષે, તથા બંધાતાં અને તેથી સત્તામાં આવેલાં એવાં કર્મપુગલોને વિષે, તેમજ ઉદીરણાકરણ દ્વારા ઉદીરણાથી ઉદયમાં આવેલાં અથવા ઉદયકાલ પાકવાથી ઉદયકાલને પ્રાપ્ત થયેલાં = ઉદયમાં આવેલાં એવાં કર્મપુદ્ગલોને વિષે રાગાદિ ભાવો લાવવાની કારણતા હોવાથી મોહપણું = મોહનીયપણું જાણવું. કારણ કે તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો જ આત્માને અશુદ્ધ એવી વિભાવદશાના પરિણામ સ્વરૂપ મોહનાં કારણો બને છે. તેથી આવા પ્રકારની વિભાવદશાના પરિણામનું કારણ બને તેવા પુદ્ગલોમાં મોહપણું માનવું તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ કહેવાય છે. પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થગ્રાહી હોવાથી પુદ્ગલોમાં મોહત્વ કહે છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થગ્રાહી હોવાથી આત્મ-અધ્યવસાયોમાં મોહત્વ કહે છે તેમાં પ્રથમના ચાર નયોમાં પણ ઋજુસૂત્ર કરતાં વ્યવહાર, વ્યવહાર કરતાં સંગ્રહ અને સંગ્રહ કરતાં નૈગમ દૂર દૂરના કારણમાં કાર્યત્વનો વ્યવહાર કરે છે. તેથી ચારે નયોમાં પૃથક પૃથક વિચાર આ પ્રમાણે છે. (૧) તોજ્યેષુ વર્મવUTyદ્રજોપુ = હાલ જે કાર્મણવર્ગણા સ્વરૂપે જ છે, કર્મ સ્વરૂપે જીવ વડે ગ્રહણ કરાયાં નથી પણ ગ્રહણ કરાવાને યોગ્ય છે એવાં કાર્મણવર્ગણાનાં નહીં બંધાયેલાં પણ ભાવિમાં બંધાવાને યોગ્ય પક્ષી મોહત્વ માનવું તે નૈગમનય, કારણ કે “મોહ” કરાવવાનું દૂરતર-દૂરતમ કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો આથી નિગમનય. (તથા તદ્યોગોપુ = પાઠ લઈએ તો તે પુગલોનો સંયોગ થાય ત્યારે તેમાં મોહની કારણતા છે. તેથી તેમાં મોહત્વ માનવું તે નૈગમનય જાણવો.) (૨) તળપ્રવૃજ્ય સદ્ભવે = તે ગ્રહણયોગ્ય કાર્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવા દ્વારા મનમાં કરાયેલા સંકલ્પ-વિકલ્પમાં “મોહત્વ” માનવું તે સંગ્રહાય. કારણ કે “વંશાદી" સંગ્રહાય છે. જે કર્મપુદ્ગલો ગ્રહણ કરાવા લાગ્યાં, તેના માટેના મનમાં શુભાશુભ સંકલ્પો ઉઠ્યા, તેથી તેમાં મોહનીયકર્મત્વ પ્રાપ્ત થવાનો અંશ (હેતુ) આવ્યો માટે સંગ્રહાય. (૩) કર્મપુલ્લેષ સત્તા તેવુ વધ્યનેષુ = હાલ બંધાતાં અને બંધ દ્વારા સત્તામાં આવેલાં એવાં કર્મપુદ્ગલોમાં મોહત્વ માનવું તે વ્યવહારનય છે. કારણ કે જે પુદ્ગલો મોહનીયકર્મરૂપે બંધાઈ ચૂક્યાં છે તેમાં મોહત્વ આવી ચૂક્યું છે અને થોડા જ કાલમાં તે કર્મો ઉદયમાં આવીને જીવમાં રાગાદિ લાવવાનાં છે માટે નિકટતમ કારણ હોવાથી વ્યવહારનય. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મોહત્યાગાષ્ટક-૪ જ્ઞાનસાર (૪) રત્નોવીરિતેષ ૩યપ્રાપ્તપુ = ઉદીરણાકરણ દ્વારા ઉદીરિત કરેલાં અથવા દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવાદિ સામગ્રીના યોગે ઉદયમાં આવેલ કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં “મોહત્વ” માનવું તે ઋજુસૂત્રનય જાણવો. કારણ કે તે પુગલો હાલ વર્તમાનકાલે ઉદયમાં આવેલાં છે અને જીવમાં રાગાદિ ઉત્પન્ન કરે છે. એટલે અત્યન્ત નિકટતમ વર્તમાનકાલ વર્તી કારણ છે. માટે ઋજસુત્રનય જાણવો. અહીં દૂરતર કારણ તે નૈગમનય, દૂરકારણ તે સંગ્રહનય. નિકટકારણ તે વ્યવહારનય અને નિકટતમ કારણ તે ઋજુસૂત્રનય. આમ રાગાદિના કારણભૂત એવા પુદ્ગલદ્રવ્યમાં મોહત્વ માનનારા આ ચાર નયો જાણવા. હવે પછીના ત્રણે નયો કામણવર્ગણાના પુગલદ્રવ્યોમાં મોહત્વ માનવાને બદલે તેનાથી ઉત્પન્ન થયેલા (કાર્યાત્મક) એવા આત્માના શુભાશુભ અધ્યવસાયોમાં-આત્મપરિણામોમાં મોહત્વ માનનારા છે. ખરેખર તો આ આત્મામાં ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ ભાવવાળા, અવિરતિ ભાવવાળા અને પ્રશસ્તઅપ્રશસ્ત કષાયાત્મક ભાવવાળા જે જે પરિણામો છે – આત્માના અધ્યવસાયો છે. મોહભાવે પરિણામ પામેલી એવી ચેતનાના વિકારો છે તેમાં જ સાચું મહત્વ છે. તેથી તે મોહમાં મોહત્વ માનનારા પર્યાયાર્થગ્રાહી પાછલા ત્રણ નયો છે. કાર્મણવર્ગણાના પુગલો તો આવા વિકારોનું કારણ માત્ર છે તેથી તેમાં પ્રથમના ચાર નયની અપેક્ષાએ મોહત્વ ઉપચારાયું છે. વસ્તુતઃ કોઈપણ જડવસ્તુ જેવી છે તેવી જ છે તે વસ્તુ મોહાત્મક નથી, તેને જોઈને જીવમાં જે રાગ-દ્વેષાદિ ભાવો જન્મે છે તે જ સાચો મોહ છે અને તે જ નવા કર્મબંધનું કારણ બને છે. માટે શબ્દાદિ પાછલા ત્રણે નયો મોહભાવે પરિણામ પામેલા એવા ચેતનાના વિકારાત્મક મિથ્યાત્વ-અવિરતિ અને પ્રશસ્ત-અપ્રશસ્ત કાષાયિક પરિણામોમાં જ મહત્વ માને છે. (૫) મિથ્યાત્વ એ પ્રથમ ગુણસ્થાનક સુધી જ છે. માટે મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો અવિરતિભાવવાળા અધ્યવસાયો કરતાં અલ્પકાલીન હોવાથી શબ્દનયથી ત્યાં મોહત્વ જાણવું. (૬) અવિરતિભાવ ૪/૫ ગુણસ્થાનક સુધી છે. તેથી મિથ્યાત્વભાવવાળા અધ્યવસાયો કરતાં દીર્ઘકાલીન હોવાથી સમભિરૂઢનયથી ત્યાં મોહત્વ જાણવું. (૭) પ્રશસ્ત-અપ્રશસ્ત રૂપ કાષાયિક રાગ-દ્વેષાત્મક જે આત્મપરિણામો, તે દસમા ગુણસ્થાનક સુધી છે તેથી અતિશય દીર્ઘકાલીન આ પરિણામો છે. માટે ત્યાં એવંભૂતનયથી મોહત્વ જાણવું. આમ પૂર્વ-પૂર્વના નો વિશાલ અને સ્કૂલ-દૃષ્ટિવાળા જાણવા અને પછી પછીના નયો સાંકડા અને સૂક્ષ્મ-દષ્ટિવાળા જાણવા (વિશેષ ગીતાર્થ મહાત્મા પુરુષો પાસેથી જાણવું.) Page #142 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪ ૧૦૯ આ રીતે આત્માનો આ મોહપરિણામ જ નવા નવા કર્મના બંધનો હેતુ બને છે. પૂર્વકાલમાં બાંધેલું મોહનીયકર્મ કાલ પાકતાં જીવને ઉદયમાં આવે છે અને તેના ઉદયને આધીન થયેલો જીવ શુભાશુભ અધ્યવસાયવાળો થયો છતો નવાં નવાં કર્મો બાંધે છે. આમ જીવનો આ સંસાર ચાલે છે. જો ઉદયમાં આવેલા મોહનીયકર્મને સત્સંગ, સ્વાધ્યાય, વીતરાગની વાણીનું સતત શ્રવણ-મનન ઈત્યાદિ ઉપાયો દ્વારા નિષ્ફળ કરે અને રાગ-દ્વેષાદિ વિકારો ન પામતાં ક્ષમા નમ્રતા-સરળતા-સંતોષાદિ ગુણોમાં જો આ જીવ વર્તે તો નવાં કર્મો ન બંધાતાં અને જુનાં કર્મોનો ક્ષય થતાં જીવનો મોક્ષ થાય છે. સમસ્ત એવું આ જગત મોહથી જ ઝકડાયેલું છે. મોહમાં મૂઢ થયેલા જીવો આ સંસારમાં જન્મ-જરા-મરણની પરંપરારૂપે ભટકે છે. પદ્ગલિક મનોજ્ઞ અને અમનોજ્ઞ પદાર્થો ઉપર તથા સાનુકૂળ અને પ્રતિકૂળ પર-જીવદ્રવ્યો ઉપર રાગ અને દ્વેષ કરવા વડે સર્વે સંસારી જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ જે પુગલદ્રવ્યો છે તે રાગ અને દ્વેષનાં કારણ હોવાથી જીવ તેના રાગ-દ્વેષમાં જ રચ્યો પચ્યો રહે છે. તેથી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ, સંયોગ-વિયોગના વિચારોમાં જ સમય પસાર કરે છે. તેથી આવા પ્રકારના સંકલ્પ અને વિકલ્પોના કારણે ચિત્ત અસ્થિર ચંચળ થવાથી આ જીવ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ સ્થિર ચિત્ત હોય તો જ થાય છે. માટે પદ્ગલિક પદાર્થો રાગ-દ્વેષ આદિ કરાવવા દ્વારા જ્ઞાનાદિ આત્મગુણોના આનંદના રોધક બને છે; વળી પૌલિક પદાર્થો ગમે ત્યારે ચાલ્યા જવાવાળા છે. અર્થાત્ નાશવંત છે, ચલિત છે, સંસારમાં રહેલા અનંત અનંત જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે કે આખા જગતની એંઠ છે. તથા સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જડ છે, અચેતન છે, આત્માનું સ્વરૂપ નથી, તેથી જ અગ્રાહ્ય છે. આવા પ્રકારના (૧) જ્ઞાનાદિ ગુણોના સુખના પ્રતિબંધક, (૨) ચલિત, (૩) અનંત જીવો વડે અનંતીવાર ભોગવીને મુકાયેલા = જગતની એઠતુલ્ય (૪) જડ (૫) ગ્રહણ કરવાને માટે અયોગ્ય એવા પ્રકારના મનોજ્ઞ કે અમનોજ્ઞ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે ગ્રહણ કરવાનો અને અગ્રહણ કરવાનો જે આત્મપરિણામ છે તે જ મોહોદય છે. જે પુદ્ગલદ્રવ્યો આ આત્માથી પરપદાર્થ છે, જગતની એંઠ છે. જીવની સાથે આવ્યા નથી, આવવાના નથી. જીવની સાથે કાયમ રહેવાના નથી. તેને વિષે હે જીવ ! આટલો બધો મોહ કેમ ? આ મોહનો ત્યાગ કરવો એ જ સાચો પરમાર્થ છે. તે મોહના ઉદયથી અંધ બનીને, પુદ્ગલોમાં આસક્ત થયો છતો, મોહના પરિણામને અનુસારે પુદ્ગલના સુખ-દુઃખને અનુસરનારો થયો છતો, પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન ન Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર હોવાના કારણે મૂઢ બનેલ આ જીવ અપાર એવા સંસાર-સમુદ્રમાં ભટકે છે. તેથી મોહનો ત્યાગ કરવો એ જ કલ્યાણ કરનાર છે. જો આત્મહિત કરવું હોય તો મોહનો ત્યાગ જ કર્તવ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - आया नाणसहावी, दंसणसीलो विसुद्धसुहरूवो । सो संसारे भमइ, एसो दोसो खु मोहस्स ॥ १ ॥ जो उ अमुत्ति अकत्ता, असंगनिम्मलसहावपरिणामी । सो कम्मकवयबद्धो, दीणो सो मोहवसगत्ते ॥२॥ ही दुक्खं आयभवं, मोहमप्पाणमेव धंसेई । जस्सुदये णियभावं, सुद्धं सव्वं पि नो सरइ ॥३॥ इत्येवं मोहस्य विजृम्भितं मत्वा ( मोहः ) त्याज्य इति कथयति આ આત્મા જ્ઞાન-સ્વભાવવાળો છે. દર્શન-સ્વભાવ વાળો છે. નિર્મળ, અનંતસુખસ્વરૂપ છે છતાં તે સંસારમાં ભટકે છે. તે આત્માને લાગેલા મોહનો દોષ છે. ॥૧॥ જે આત્મા અમૂર્ત છે, અકર્તા છે, અસંગ છે. નિર્મળ સ્વભાવવાળો છે, પ્રતિક્ષણે પરિણામી છે. પરંતુ મોહને વશ થયો છતો તે જ આત્મા કર્મરૂપી કવચથી બંધાઈને દીન થયેલો છે. ૨ ખરેખર દુઃખની વાત છે કે આ જ આત્મામાંથી ઉત્પન્ન થયેલો મોહ આ જ આત્માનો વિનાશ કરે છે. મોહના ઉદયકાલે આ જ જીવ પોતાનો આત્મસ્વભાવ શુદ્ધ હોવા છતાં તે સર્વને જરા પણ યાદ કરતો નથી. ગા મોહનો વિલાસ આવો છે. (પોતાના આત્માના મૂલભૂત શુદ્ધસ્વરૂપને ભૂલાવી દે છે) આમ સમજીને જ તે મોહ ત્યાજ્ય છે એમ શાસ્ત્રકાર મહારાજા કહે છે - अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रो हि मोहजित् ॥१॥ ગાથાર્થ :- “હું” અને “મારું” આ મોહરાજાનો મન્ત્ર છે જે જગતને અંધ કરનાર છે અને આ જ મંત્ર “ન” પૂર્વકનો “નારૂં” “ન મમ” હોય તો મોહરાજાને જિતનારો પ્રતિસ્પર્ધી મન્ત્ર છે. ૧૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ટીકા :- “અહં મેતિ મન્ત્રોøમિતિ''-સમિતિ મોહત્યાત્માશુદ્ધપરિણામસ્વ उपचारतः नृपेतिसञ्ज्ञस्य " अहं मम" इत्ययं मन्त्र: जगदान्ध्यकृत् - ज्ञानचक्षूरोधकः, अहमिति-स्वस्वभावेनोन्मादः परभावकरणे कर्त्तृतारूपोऽहङ्कारः अहम्, सर्वस्वपदार्थतः भिन्नेषु पुद्गलजीवादिषु इदं ममेति परिणामो ममकारः, इत्यनेन अहं ममेति परिणत्या सर्वपरत्वं स्वतया कृतम्, एषः अशुद्धाध्यवसायः मोहजः, मोहोद्द्योतकश्च, शुद्धज्ञानाञ्जनरहितान् जीवान् (शुद्धज्ञानाञ्जनरहितानाम् जीवानाम् ) आन्ध्यकृत् स्वरूपावलोकनशक्तिध्वसंकः, "हि" इति निश्चितम् अयमेव नञ्पूर्वकः प्रतिमन्त्रो - विपरीतमन्त्रः मोहजित् - मोहजयो मन्त्रः, तथा च " नाहम्, एते ये परे भावा ममापि एते न, " भ्रान्तिरेषा, साम्प्रतं यथार्थपदार्थज्ञाने नाहं पराधिपः, न परभावा मम । તશ્ચ ૧૧૧ વિવેચન : અને આવા પ્રકારના અભિમાનસૂચક અને મમતા-મૂર્છાસૂચક બે નાનાં વાક્યોનો બનેલો જે મંત્ર છે તે મોહરાજાનો મંત્ર છે અને જગતને અંધ કરનારો તે મંત્ર છે. મોહરાજા એટલે આત્માનો અશુદ્ધ પરિણામ, આ અશુદ્ધ પરિણામ તેની ઈચ્છા પ્રમાણે જીવને નચાવે છે, દુઃખી કરે છે, તેની જ વધારે સત્તા ચાલે છે. તેથી જ અશુદ્ધ પરિણામાત્મક મોહમાં “રાજા’પણાનો ઉપચાર કરાયો છે. આ રીતે “નૃપ’પણાના ઉપચારને પામેલો એવો અશુદ્ધ"માલીક આત્મપરિણામ છે. તેના જ “હું અને મારું ( અ-મમ ) આ બન્ને મંત્રો છે. અશુદ્ધ પરિણામને કારણે “હું કંઈક છું”, મેં આ કર્યું, મેં આ કર્યું, હું હતો તો જ આ થયું. આવા પ્રકારના અભિમાનસૂચક શબ્દો આ આત્મામાંથી નીકળે છે તેથી જગતને અંધ કરવામાં (વિવેકશૂન્ય કરવામાં) આ વાક્યો ‘મંત્રતુલ્ય’ છે. જેમ કોઈ મંત્રવાદી પુરુષ મંત્રથી જગતના દેખતાં દેખતાં પોતાનું ધાર્યું કાર્ય કરે છે. તેમ આ મોહરાજા જીવોને “હું અને મારું” આવા પ્રકારના મંત્ર દ્વારા અંધ (વિવેકશૂન્ય) કરે છે. તેમાં “હું” એવું વાક્ય અભિમાન સૂચક-સત્તાસૂચક-કર્તૃત્વસૂચક મંત્ર છે. આ મંત્ર જ્ઞાનરૂપી ચક્ષુને રોકનાર છે. “દું' એવા પ્રકારનો પોતાની જાતનો કર્તૃત્વ બુદ્ધિવાળો અભિમાનસૂચક જે અશુદ્ધ આત્મપરિણામ છે તે પોતાના આત્મામાંથી જ મલીન સ્વભાવના કારણે ઉત્પન્ન થયેલો ઉન્માદ (મોહનું તોફાન) છે. પરભાવના કાર્યો કરવામાં કર્તૃત્વબુદ્ધિ સ્વરૂપ ખોટો અહંકારમાત્ર છે. તથા પોતાના આત્માના જે સર્વ પ્રકારના સ્વભાવો (જ્ઞાનાદિ ગુણો) છે. તેનાથી અત્યન્ન ભિન્ન એવા પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અને અન્ય જીવપદાર્થો પ્રત્યે “આ મારું છે” “આ મારું છે” આવા પ્રકારનો આત્માનો મમતાત્મક મલીન જે પરિણામ છે તેને “મમકાર” નામનો મંત્ર કહેવાય છે. પરમાં મારાપણાની જે બુદ્ધિ તે જ મમ કહેવાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મોહત્યાગાષ્ટક-૪ જ્ઞાનસાર આવા પ્રકારની મોહના ઉદયથી થયેલી મિથ્યા બુદ્ધિ દ્વારા “હું અને મારું” એવા પ્રકારની ખોટી પરિણતિ વડે સર્વે પણ પરપદાર્થોમાં પરત્વ (પરપણું = ભિન્નપણું) હોવા છતાં પણ તે પરત્વને સ્વત્વરૂપે આ જીવે કર્યું છે. પર-પદાર્થોને પોતાના છે એમ માનીને આ જીવ તેમાં મોહબ્ધ બનેલો છે. આત્માનો આ જ અશુદ્ધ પરિણામ છે. વળી આ અશુદ્ધ પરિણામ પૂર્વે બાંધેલા મોહનીયકર્મના ઉદયથી થયેલો છે અને નવા મોહનીયકર્મનો ઉદ્યોતક (બંધાવનાર) છે. નિર્મળ સમ્યજ્ઞાન રૂપી અંજનથી રહિત એવા જીવોને “હું અને મારું” આવા પ્રકારનો આ અશુદ્ધપરિણામ અંધ કરનારો છે. આત્માનું સિદ્ધપરમાત્માની સમાન નિર્મળ શુદ્ધ જે સ્વરૂપ છે તે સ્વરૂપનું અવલોકન કરવાની આત્મામાં જે શક્તિ છે તેનો નાશ કરનારો આ અશુદ્ધપરિણામ છે. આવા મહાન્ય જીવો આત્માના નિર્મળ સ્વરૂપને જોઈ શકતા નથી. મૂલ શ્લોકમાં લખેલો દિ શબ્દ નિશ્ચિત અર્થમાં છે. મોહાલ્વ જીવો આત્માના શુદ્ધ સ્વરૂપને જોઈ શકતા જ નથી. જગતને ભ્રાન્ત કરનાર, સત્યસ્વરૂપનું અવલોકન કરવામાં વિદન કરનાર એવો “હું અને મમ” નામનો જે મંત્ર છે તે જ મંત્રને જો નગ્ન પૂર્વક કરવામાં આવે એટલે કે નિષેધવાચક નજર આગળ લગાડવામાં આવે તો આ જ મંત્ર મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. વિરોધીમંત્ર બને છે. વિપરીતમંત્ર બને છે. “મર્દ ને બદલે નાદું અને મ ને બદલે ન મમ” આ સંસારમાં હું કોઈ પરભાવનો કર્તા નથી અને આ સંસારમાં મારું કોઈ નથી.” હું પરભવથી એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું. હું કોઈનો નથી અને મારું કોઈ નથી આવો જે વિપરીત મંત્ર છે તે મોહરાજાને જિતનાર મંત્ર છે. મોહનો વિજય કરાવનાર મંત્ર છે અર્થાત્ પ્રતિમંત્ર છે. નાદ” પરદ્રવ્ય એ હું નથી, પરભાવોનો હું કર્તા નથી. “તે થે રે માવી, મમાપિ તે ર” આ જે કોઈ પરભાવો-પરપદાર્થો દેખાય છે. તે સર્વે પરપદાર્થો છે, પરદ્રવ્યો છે. એમાંથી એક પણ દ્રવ્ય મારું નથી. એકપણ દ્રવ્ય મારી ઈચ્છા પ્રમાણે પ્રવર્તતું નથી, તે સર્વમાં મારો સ્વામિત્વ-સંબંધ નથી. વર્તમાનભવમાં પણ તે દ્રવ્યોનો સંબંધ સદા રહેતો નથી, હું પર-જીવદ્રવ્યોથી અને પર-પુદ્ગલદ્રવ્યોથી સર્વથા ભિન્નદ્રવ્ય છું. તેઓનો રાગ-દ્વેષ કરવો મારા માટે ઉચિત નથી. મારી આ વિભાવદશા છે, જે કર્મબંધનું કારણ છે. પરદ્રવ્યોને હું જે મારાં માનું છું તે ખરેખર મારી ભ્રાન્તિ છે. પરમાત્મા શ્રી વીતરાગદેવનાં શાસ્ત્રોથી અને સગુરુજીના યોગથી હવે મને પદાર્થોનું યથાર્થ જ્ઞાન થયું છે. તે યથાર્થ એવું ભેદજ્ઞાન થયે છતે મેં જાણ્યું છે કે હું પરનો સ્વામી પણ નથી અને પરભાવો એ મારા નથી. પરને મારું માનવું અને તેની પ્રીતિ કરવી આ સઘળો ભ્રમમાત્ર છે. અન્ય સ્થળે કહ્યું છે કે - Page #146 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૧૩ "एगोहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्स वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥२६॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥२७॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरे ॥२८॥ (આઉરપચ્ચકખાણ (પઈના) ગાથા ૨૬, ૨૭, ૨૮) (સંથારા પોરિસી ગાથા ૧૧-૧૨-૧૩) इत्येवं विभाव्य द्रव्यकर्मतनुधनस्वजने भिन्नतां नीतेषु स्वभावैकत्वेन मोहजयो દૃષ્ટ, અત: દક્રમમરત્યા ફુઈ ફુતિ શા “હું એકલો જ છું, મારું પોતાનું વાસ્તવિક કોઈ નથી, હું પણ અન્ય કોઈનો નથી, આ પ્રમાણે દીનતા વિનાના મનવાળા થઈને પોતે જ પોતાના આત્માને પ્રતિદિન સમજાવવો જોઈએ. રદી, “એક મારો આત્મા જ શાશ્વત છે. તે આત્મા જ્ઞાન અને દર્શનગુણથી યુક્ત છે. બાકીના સર્વે પણ ભાવો મારાથી બાહ્ય છે અને તે સર્વે ભાવોનો માત્ર મારી સાથે સંયોગ જ છે. પરમાર્થથી તેમાં મારું કંઈ જ નથી. ર૭ી આ આત્મા વડે જે દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાઈ છે તેનું મૂળ કારણ “પદ્રવ્યોનો સંયોગ” જ છે તેથી સર્વ પ્રકારના પરદ્રવ્યના સંયોગમાત્રને જ ત્રિવિધ ત્રિવિધે ત્યજી દઉં છું. ૨૮. આ ત્રણે ગાથાઓ આઉરપચ્ચકખાણ નામના પયનાની ગાથા ૨૬-૨૭-૨૮ છે તથા સંથારાપોરિસિમાં પણ આ જ ત્રણ ગાથા ૧૧-૧૨-૧૩ નંબરે આવે છે. આ પ્રમાણે બહુ જ ચિંતન-મનન કરીને જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્યકર્મ તથા શરીર-ધન અને સ્નેહીજનો રૂપી નોકર્મને વિષે પોતાના આત્માથી ભિન્નતા વિચારીને તેના ઉપર રાગદ્વેષ કરવારૂપ ભાવકર્મને ત્યજીને આત્માના શુદ્ધ સ્વભાવની સાથે જ એકતા કરવા દ્વારા મોહનો વિજય પ્રાપ્ત કરવા જેવો છે. આમ કરીએ તો જ મોહનો જય થાય એવું શાસ્ત્રોમાં જોવાય છે. આ કારણથી અહંકાર અને મમકારનો ત્યાગ કરવો એ જ ઈષ્ટ છે. આત્માને હિતકારી છે. તેના Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર પુનર્તદેવ માવતિ = ફરીથી આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं, न ममान्ये, चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥२॥ ગાથાર્થ - શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું અને શુદ્ધ જ્ઞાન એ જ મારો ગુણ છે. એ વિના અન્ય હું કોઈ નથી અને મારું કોઈ નથી. આવા પ્રકારનું તત્ત્વચિંતન-તત્ત્વમનન એ જ મોહને મારનારું પ્રબળ શસ્ત્ર છે. રા ટીકા :- “શુતિ"-શુદ્ધ-નિઃ -સન્નપુર્દૂનાગ્નેતિ જ્ઞાનવર્શનવરિત્રवीर्याव्याबाधामूर्ताद्यनन्तगुणपर्याय-नित्यानित्याद्यनन्तस्वभावमयः, असङ्ख्यप्रदेशी, स्वभावपरिणामी, स्वरूपकर्तृत्वभोगकर्तृत्वादिधर्मोपेतः आत्मा शुद्धात्मा, तदेव शुद्धात्मद्रव्यमेवाहम्, अनन्तस्याद्वाद-स्वसत्ताप्राग्भावरसिकः, अनवच्छिन्नानन्दपूर्णपरमात्मा, परमज्योतीरूपः अहम्, शुद्धं निरावरणं सूर्यचन्द्रादिसहायविकलप्रकाशं, एकसमये त्रिकालत्रिलोकगतसर्वद्रव्यपर्यायोत्पादव्ययध्रौव्यावबोधकं ज्ञानं मम गुणः, अहं कर्ता ज्ञानस्य, मे कार्य ज्ञानम्, ज्ञानकरणान्वितः ज्ञानपात्रः ज्ञानाद् जानन् ज्ञानाधारः अहम्, ज्ञानमेव मम स्वरूपम्, इत्यवगच्छन् अन्ये धर्माधर्माकाशपुद्गलास्ततोऽन्यो जीवपदार्थः, जीवपुद्गलसंयोगजपरिणामः अन्यः सर्वः, अहं न, मत्तः भिन्ना एव एते पूर्वोक्ता भावाः, मम द्रव्यादिचतुष्टयेन भिन्नत्वात् । વિવેચન :- હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ એટલે અત્યન્ત નિર્મળ, સર્વ પ્રકારના પુદ્ગલોના આલિંગનથી રહિત, અલ્પ પણ નથી પુદ્ગલનો સંબંધ જેને એવો કેવલ એકલો મારો આત્મા એ જ હું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધ સુખ, અમૂર્તતા વગેરે વગેરે અનંત ગુણ-પર્યાયવાળો હું છું, આવા પ્રકારના સ્વાભાવિક અનંત ગુણો અને સ્વાભાવિક અનંત પર્યાયો એ જ મારું સ્વરૂપ છે, પુગલોની સાથે જોડાવું એ મારું સ્વરૂપ નથી. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, ગુણ-ગુણીભાવે ભિન અને તાદાભ્યસંબંધથી અભિન, આમ નિત્યાનિત્ય, ભિન્નાભિન, એકાનેક, વાચ્યાવાચ્ય, સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ ઈત્યાદિ પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ વિવિધ નયોની અપેક્ષાએ સમન્વય પામતા એવા અનંત સ્વભાવમય હું છું. તથા લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશોવાળો હું આત્મા છું. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ હું મારી સ્વભાવદશામાં જ પરિણામ પામનારો પદાર્થ છું. (વિભાવદશા Page #148 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૧૫ મારામાં અશુદ્ઘનયોની દૃષ્ટિએ આવેલી છે, કૃત્રિમ છે. કાલાન્તરે જવાવાળી છે. તે દશા મારી પોતાની નથી મોહના ઉદયથી તે દશા આવેલી છે.) હું તો મારા પોતાના શુદ્ધ સ્વરૂપનો જ કર્તા અને શુદ્ધસ્વરૂપનો જ ભોક્તા છું. આવા પ્રકારના સ્વાભાવિક ગુણોના અને પર્યાયોના કર્તા-ભોક્તા આદિ ધર્મોથી યુક્ત (પરદ્રવ્યોના મીલનથી સર્વથા રહિત) એવો હું શુદ્ધ, નિર્મળ, નિરંજન કેવલ આત્મદ્રવ્યમય જ છું. અર્થાત્ તેવા પ્રકારનું શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું. હું જરા પણ મલીન નથી, પરદ્રવ્યોથી મિશ્ર નથી, પરદ્રવ્યો તે મારાં દ્રવ્યો નથી. મોહના ઉદયથી મલીનતા આવેલી છે. અનન્ત સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવી મારી પોતાની ગુણમયી અનંતી આત્મસંપત્તિની જે સત્તા રહેલી છે. તે સત્તાને જ પ્રગટ કરવામાં હું તો રસિક છું, નિરન્તર અનંત આનંદથી પૂર્ણ ભરેલો પરમાત્મા સ્વરૂપ હું છું. જ્ઞાનાદિ ગુણોની પરમજ્યોતિમય હું છું. હું અલ્પ પણ અજ્ઞાન રૂપ અંધકારમય નથી, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી મારી જ્યોતિ અવરાયેલી છે પણ નષ્ટ થયેલી નથી. તેથી હું અનંત પ્રકાશાત્મક, શુદ્ધ ચેતનામય, નિર્મળ આત્મદ્રવ્ય છું. તથા જ્ઞાનગુણ એ જ મારો ગુણ છે. બીજું કંઈ પણ મારું નથી. તે જ્ઞાનગુણ કેવો છે ? શુદ્ધ છે, નિર્મળ છે તે ગુણને કોઈ કલુષિત કરી શકતું નથી. સદાકાલ નિર્મળ રહે તેવો આ મારો ગુણ છે. તથા આ ગુણ વાસ્તવિકપણે નિરાવરણ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો જીવને લાગે છે. પરંતુ તેનાથી આ જ્ઞાનગુણ વ્યવહારથી આવૃત થાય છે, પરમાર્થથી આવૃત થતો નથી, જેવો છે તેવો જ સદા રહે છે. તથા ચંદ્ર-સૂર્ય વગેરે સહાયક પદાર્થો વિના સ્વયં પોતે જ પ્રકાશાત્મક છે. તેનાથી વસ્તુનો બોધ કરવામાં ચંદ્ર-સૂર્યની સહાયતા લેવી પડતી નથી. જ્ઞાન સ્વયં પ્રકાશાત્મક જ છે એટલું જ નહીં પરંતુ એકસમયમાત્રમાં જ ત્રણે કાલના, ત્રણે લોકની અંદર રહેલા સર્વે પણ દ્રવ્યો અને તેના સર્વે પણ પર્યાયો, તથા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આદિ અનંત અનંત ધર્મોનો અવબોધ કરનારો એવો આ મારો જ્ઞાનગુણ છે. મારો જ્ઞાનગુણ એ કંઈ સામાન્ય ગુણ નથી, આવા પ્રકારના શુદ્ધ, નિરાવરણ સર્વ ભાવોનો જ્ઞાતા એવા જ્ઞાનગુણનો હું કર્તા-ભોક્તા છું. (સંસારી અનંતજીવો વડે અનંતવાર ભોગવાયેલાં અને સર્વની એંઠતુલ્ય પુદ્ગલભાવોનો હું કર્તા-ભોક્તા નથી). નિરન્તર આવું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનગુણમાં જ રમવું, જ્ઞાનગુણમાં જ એકાગ્ર બનવું એ જ મારા આત્માનું કર્તવ્ય છે. સારાંશ કે - ૧. હું જ્ઞાનગુણનો જ કર્તા છું ૨. જ્ઞાન એ જ મારું કર્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે. ૩. જ્ઞાન નામના કરણથી (સાધનથી) હું યુક્ત છું. કર્તા કર્મ કરણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મોહત્યાગાષ્ટક - ૪ ૪. વળી હું શાનનું જ પાત્ર છું - જ્ઞાનને જ યોગ્ય છું. સંપ્રદાન ૫. હું જ્ઞાન દ્વારા જ જાણનારો-જોનારો છું. અપાદાન ૬. તથા હું જ્ઞાનગુણનો આધાર છું. જ્ઞાન મારામાં વર્તે છે. અધિકરણ જ્ઞાનસાર આ પ્રમાણે છએ કારકથી જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે. જ્ઞાનાત્મક ગુણ વિના બીજું કંઈ પણ મારું નથી, આવું જાણતો આ મારો આત્મા અન્ય દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. મારાથી અન્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ જે દ્રવ્યો છે. તે ચારેથી સર્વથા ભિન્ન એવો મારો જીવપદાર્થ છે. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો તો ભિન્ન છે પરંતુ જીવ અને કર્માદિ પુદ્ગલદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલા નરક-દેવાદિના ભવસ્વરૂપ જે પર્યાયો છે. તે સર્વે પર્યાયો પણ કર્મોદયકૃત હોવાથી એટલે કે ઔયિકભાવના હોવાથી મારા પોતાના નથી, તે સર્વે પર્યાયરૂપ હું નથી, કારણ કે કર્મોદય દૂર થતાં જ તે પર્યાયો ચાલ્યા જવાવાળા છે. માટે પૂર્વે કહેલા સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, દેવનારકી આદિ સર્વે પણ જે ભાવો છે તે મારાથી ભિન્ન છે. દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવ એ) ચારની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગજન્ય પર્યાયો મારાથી અત્યન્ત ભિન્ન છે માટે તે ભાવો મારા નથી. જેમ કાદવમાં પડેલો સ્ફટિક ભલે ચારે તરફ કાદવથી અવશ્ય લપેટાય છે. પણ વચ્ચે જે સ્ફટિક છે તેનો એક કણ પણ કાદવ બનતો નથી, તે જેવો છે તેવો નિર્મળ અને શુદ્ધ જ રહે છે. માટે જ પાણી નાખતાં કાદવ દૂર થતાં અસલી રૂપમાં તે સ્ફટિક ચમકે છે તેમ જીવ પણ શુદ્ધ અને નિર્મળ છે. સ્ફટિકનો ગુણ જેમ ચમક છે તેમ જીવનો ગુણ જ્ઞાન છે બાકી બધું જ પર છે. માટે મારે કોઈના ય ઉપર મોહ કરવાનો રહેતો નથી. यो हि व्याप्यव्यापकभावाद् भिन्नः, मम स न यः असङ्ख्यप्रदेशे स्वक्षेत्रे अभेदतया स्वपर्यायपरिणामः, स मम इति, स्वस्वरूपे स्वत्वम्, परे परत्वपरिणामः, मोहास्त्रं-मोहच्छेदकं अस्त्रम्, ईदृग्भेदज्ञानविभक्तत्वेन मोहक्षयः, अतः सर्वपरभावभिन्नत्वं विधेयम् । अत एव निर्ग्रन्थाः त्यजन्ति आश्रवान् श्रयन्ति गुरुचरणान्, वसन्ति वनेषु, उदासीभवन्ति विपाकेषु, अभ्यसन्ति' आगमव्यूहम्, अनादिपरभावच्छेदाय प्रयत्नः उत्तमानाम् ॥२॥ જે બે ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવથી સાથે જ હોય તે બન્ને ભાવો અભિન્ન કહેવાય છે. જેમકે “અગ્નિ અને દાહકતા' જ્યાં જ્યાં અગ્નિ રહેતો હોય છે ત્યાં ત્યાં દાહકતા તેની ૧. કરી રહ્યાાનયોક્ત્ર (ધાતુપાઠ ૧૩૨) અહીં અસ્ ધાતુ સ્વાદિવાળો પ્રથમ ગણનો લેવો. કોઈ પ્રતોમાં કમ્યન્તિ પાઠ છે. તે અભ્ ધાતુ દિવાદિ ચોથા ગણનો સમજવો. Page #150 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪ ૧૧૭ સાથે સાથે સર્વત્ર વ્યાપીને રહેલી જ હોય છે. આમ વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી અભિન્ન છે તેવી જ રીતે “સ્ફટિક અને તેની ચમક” તથા “સાકર-મધુરતા” “મીઠું-ખારાશ” ઈત્યાદિ ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવવાળા હોય છે. માટે અભિન્ન છે - એકમેક છે. પરંતુ જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ નથી, ત્યાં અભેદ નથી પણ ભેદ છે. જેમકે “અગ્નિ અને કાષ્ઠ” જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં કાષ્ઠ (લાકડાં) હોય - એવો નિયમ નથી તથા જ્યાં જ્યાં કાષ્ઠ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એવો પણ નિયમ નથી. માટે અગ્નિથી કાષ્ઠ અભિન્ન નથી પણ ભિન્ન છે. તથા સ્ફટિક અને તેને લાગેલો કાદવ ભિન્ન છે. સાકર અને સાકર રાખવાનો ડબ્બો, મીઠું અને મીઠા માટેનું પાત્ર આ સર્વે પદાર્થો વ્યાપ્ય-વ્યાપક ભાવથી જોડાયેલા નથી તેથી ભિન્ન છે. ઉપર કહેલા દેખાજોને અનુસાર જે જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ, શરીર, ધન અને સ્વજનાદિ પદાર્થો છે. તે મારા આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી જોડાયેલા નથી માટે ભિન્ન છે તે સઘળા પણ પદાર્થો મારા નથી, “હું તેનાથી ભિન્ન છું તે પદાર્થો મારાથી ભિન્ન છે.” હું આ મનુષ્યભવમાં આવ્યો ત્યારે મારી સાથે આવ્યા નથી અને હું જઈશ ત્યારે મારી સાથે તે પદાર્થો આવવાના નથી. માટે તે પદાર્થોને મારા માનવા તે ભ્રમ છે. પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-અવ્યાબાધ સુખ ઈત્યાદિ જે ભાવો મારા આત્માના અસંખ્યાતપ્રદેશો સ્વરૂપ મારા પોતાના ક્ષેત્રમાં અભેદભાવ (તન્મયપણે એકાકારપણે) પરિણામ પામેલા છે. મારા પોતાના ગુણોના પર્યાય પરિણામો છે. તે જ ખરેખર મારા છે. જે ક્યારેય મારાથી વિખુટા પડ્યા નથી અને વિખુટા પડવાના પણ નથી માટે સ્વસ્વરૂપમાં જ સ્વત્વ (મારાપણું) માનવું ઉચિત છે અને પરપદાર્થોમાં પરત્વ (પરપણું) માનવું તે જ વાસ્તવિક સત્ય છે. પરંતુ પરને મારું માનવું તે વિપરીત બુદ્ધિ હોવાથી મિથ્યાત્વ છે, અર્થાત્ ભ્રમ છે. આ પ્રમાણે સ્વ-સ્વરૂપમાં જ મારાપણાની બુદ્ધિ અને પર-પદાર્થોમાં પરપણાની જે બુદ્ધિ છે તે જ મોહાસ્ત્ર છે. મોહનો નાશ કરનારું શસ્ત્ર છે. પરપદાર્થો તે પર છે મારાથી ભિન્ન છે મારા નથી આવું જે તાત્ત્વિકજ્ઞાન થાય છે. તેને જ શાસ્ત્રકારો ભેદજ્ઞાન કહે છે. આમ ભેદજ્ઞાન થવાથી પરપદાર્થોને પર જાણીને તેનો વિભાગ કરવા દ્વારા તેના ઉપરનો મોહ નાશ પામે છે. આ કારણથી આ આત્મા પોતાના આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ સિવાય સર્વ પરભાવોથી ભિન્ન છે. આવો મનમાં પાકો નિર્ણય કરવો અને તે પરભાવોથી એ જ માનવજીવનનું સાચું સાધ્ય છે. મોહના ક્ષયનો સાચો આ જ ઉપાય હોવાથી નિર્ચસ્થ મુનિઓ જેના-જેનાથી કર્મો બંધાય છે તેવા ૧૮ પાપસ્થાનકોના આશ્રવોને ત્યજે છે. સ્વસ્વરૂપના અભ્યાસ માટે ગુરુઓના Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મોહત્યાગાષ્ટક-૪ જ્ઞાનસાર ચરણોને સેવે છે. પરપદાર્થો ઉપર પ્રીતિ (મારાપણાની બુદ્ધિ) ન થઈ જાય તે માટે પરપદાર્થોથી દૂર જ રહેવા માટે વનોમાં વસે છે. પુણ્યકર્મ તથા પાપકર્મોના ઉદયથી અનુક્રમે આવેલી સુખસામગ્રી અને દુઃખસામગ્રી પ્રત્યે ઉદાસીન રહે છે. આસક્તિવાળા કે દ્વેષભાવવાળા થતા નથી, મોહનો નાશ કરાવે અને આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરાવે તેવા આગમશાસ્ત્રોના સમૂહનો જ નિરંતર અભ્યાસ કરે છે. આવાં શાસ્ત્રો કંઠસ્થ કરે છે, સતત વાંચે છે અને સતત વંચાવે છે તેના જ વાતાવરણમાં રહે છે. અનાદિકાળથી વળગેલી એવી જે પરભાવદશા છે. તેના ઉચ્છદ માટે જ ઉત્તમ મહાપુરુષોનો સતત પ્રયત્ન હોય છે. આ જીવે પણ આ જ પ્રયત્ન કરવા જેવો છે. કોઈ પણ પુગલદ્રવ્ય કે અન્ય જીવદ્રવ્ય પોતાનું છે નહીં, થયું નથી અને થશે પણ નહીં. માટે તેના પર પદાર્થો પ્રત્યે મોહ કરવો એ જ સંસાર-પરિભ્રમણનું બીજ છે. તેના મોહનો ઉચ્છેદ કરવા નિરંતર તેનો ત્યાગ કરવો, તે પર પદાર્થોથી દૂર રહેવું = પ્રવ્રજિત થવું, એ જ શ્રેષ્ઠ માર્ગ છે. રા यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥३॥ ગાથાર્થ :- પૂર્વબદ્ધ કર્મોના ઉદય આદિથી પ્રાપ્ત થયેલા ભાવોમાં જે આત્માઓ મોહ પામતા નથી, તે આત્મા જેમ કાદવ વડે આકાશ ન લેવાય તેમ પાપકર્મથી લેપાતા નથી. llall ટીકા :- “વો ન મુતિ ત”—યો નીવર્તત્ત્વવિત્રીસી મૌથિવિપુ ભાવેષ शुभाशुभकर्मविपाकेषु आदिशब्दात् परभावानुगक्षयोपशमे अशुद्धपारिणामिकभावग्रहः, तेषु लग्नेषु = आत्मनि स्वक्षेत्रीभूतेषु यो न मुह्यति-मोहैकीभावं न प्राप्नोति, भेदज्ञानविवेकेन त्यक्तपरसंयोगः अवश्योदितेषु यः अव्यापकः स पापेन कर्मणा न लिप्यते । कमिव ? पङ्केन आकाशमिव, यथा आकाशस्थपङ्कः आकाशस्य न लेपकृत्, तत्र अपरिणमनात् । एवं शमसंवेगनिर्वेदनिगृहीतपरभावस्य अवश्योदयविपाके भुज्यमानेऽपि अव्यापकत्वात् न लेपः । स हि पूर्वकर्मनिर्जरारूपं कार्यं करोति, स्वीयपरिणामस्य भिन्नरक्षणेन अकर्तृत्वं तस्य परभावानाम् । उक्तञ्चाध्यात्मबिन्दौ - વિવેચન - જે આત્મા તત્ત્વજ્ઞાનમાં જ આનંદ પામનાર છે, પોતાના શુદ્ધ-સ્વરૂપની મસ્તીમાં જ સુખ અનુભવે છે, જ્ઞાનરૂપી અમૃતના પાનમાં જ લયલીન રહે છે. વળી જે આત્મા પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખકારી ઔદયિક ભાવોમાં અને પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા દુઃખકારી ઔદયિકભાવોમાં તથા આદિશબ્દથી પરભાવને અનુસરનારો એવો Page #152 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૧૯ જે ક્ષયોપશમ છે (મિથ્યાત્વમોહ અને ચારિત્રમોહના ઉદયથી યુક્ત એવો જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ છે) તે મોહના ઉદયયુક્ત એવો જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોતે છતે અશુદ્ધ બનેલા એવા આત્માનો જે પરિણામિકભાવ છે તેનું પણ ગ્રહણ કરવું. અર્થાત્ પુણ્યોદયમાં, પાપોદયમાં અને આદિ શબ્દથી મોહોદયજન્ય આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોમાં જે આત્મા મોહ પામતો નથી, રતિ-અરતિ કરતો નથી, એટલે કે સુખકારી ભાવો, દુઃખકારી ભાવો અને અશુદ્ધ પરિણામો, જે આત્માને લાગેલા હોય, પ્રાપ્ત થયેલા હોય, આત્માના પોતાના અસંખ્યાતપ્રદેશો રૂપ સ્વક્ષેત્રમાં વ્યાપ્ત બન્યા હોય, છતાં તે ભાવોમાં જે આત્મા મોહ કરતો નથી. એટલે કે પુણ્યોદયજન્ય સુખકારી ભાવોમાં પ્રીતિ, પાપોદયજન્ય દુઃખકારી ભાવોમાં અપ્રીતિ અને મોહોદયજન્ય અશુદ્ધ પારિણામિક ભાવોમાં રાગ-દ્વેષ જે આત્મા કરતો નથી. મોહની સાથે તન્મયતાને ભજતો નથી, ભેદજ્ઞાન દ્વારા વિવેકબુદ્ધિપૂર્વક પરના સંયોગોને પર જાણીને જેણે તે ભાવોનો ત્યાગ કર્યો છે. તથા પોતાનાં બાંધેલા કર્મો પોતપોતાનું અવશ્ય ફળ આપવાનાં જ છે એમ સમજીને તે કર્મફળોમાં જે આત્મા લીન બનતો નથી, તે આત્મા પાપકર્મોથી લપાતો નથી. સુખના સંજોગો, દુઃખના સંજોગો અને આત્માના અશુદ્ધ પારિણામિક ભાવોથી જે આત્મા ભિન્ન રહે છે, તેમાં મારાપણાની બુદ્ધિ કરતો નથી તે આત્મા કર્મોથી લપાતો નથી. અહીં કોની જેમ લપાતો નથી? એવું ઉદાહરણ જાણવાની શંકા થાય તે માટે એક ઉદાહરણ જણાવે છે કે કાદવ વડે જેમ આકાશ લેવાતું નથી તેમ આ આત્મા કર્મોથી લપાતો નથી, ગમે તેટલો કાદવ આકાશમાં ઉછાળો તો પણ આકાશમાં રહેલો તે કાદવ આકાશને મલીન કરનારો બનતો નથી. કારણ કે આકાશ તે ભાવે પરિણામ પામે તેવું દ્રવ્ય નથી, અપરિણામી દ્રવ્ય છે. એ જ પ્રમાણે શમભાવ, સંવેગભાવ અને નિર્વેદભાવોના બળે સર્વથા કંટ્રોલ કર્યો છે પરભાવદશાનો જેણે એવા મહાત્માપુરુષને પોતાનાં નિકાચિત, ચીકણાં અને અવશ્ય ઉદયમાં આવે જ એવાં કર્મો ઉદયમાં આવ્યાં હોય અને તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં સુખ-દુઃખ તે મહાત્મા પુરુષો ભોગવતા હોય, તો પણ તેમાં પ્રીતિ-અપ્રીતિ પામવા સ્વરૂપે વ્યાપકતા (લયલીનતા) ન પામતા હોવાથી તે મહાત્માપુરુષને કર્મનો લેપ લાગતો નથી. આ મહાત્મા પુરુષ ઉદિતકર્મોના ફળમાં ન લેપાતા હોવાથી નવાં કર્મો બાંધતા નથી પણ તે મહાપુરુષ પૂર્વકાલમાં બાંધેલા કર્મોને ખપાવવા સ્વરૂપ નિર્જરા કરવાનું જ એક કાર્ય કરે છે. એટલે કે નવાં કર્મો બાંધતા નથી અને જુનાં કર્મો ખપાવે છે. અહીં પુણ્યકર્મના ઉદયમાં ન લેવાનારા તીર્થંકરભગવન્તો, પૃથ્વીચંદ્રરાજા અને ગુણસેનનાં ચરિત્રો જાણવાં. તીર્થંકરભગવન્તો સંસારી અવસ્થામાં ભોગસુખ ભોગવવા છતાં અને કેવલી અવસ્થામાં ૩૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર અતિશયોની પુણ્યાઈ ભોગવવા છતાં તેમાં અલિપ્ત (અવ્યાપક) હોવાથી નવાં કર્મો બાંધતા નથી. પૃથ્વીચંદ્ર રાજા રાજ્ય ભોગવવા છતાં અને ગુણસેન વિવાહકાલે ચૉરીમાં ભોગ અવસ્થામાં હોવા છતાં પણ અલિપ્ત હોવાથી કર્મોની નિર્જરા કરનારા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરનારા બન્યા છે. એ જ રીતે પાપકર્મના ઉદયમાં ન લેપાનારા બંધકમુનિના શિષ્યો, ગજસુકુમાલમુનિ, સુકોશલમુનિ વગેરે મહાપુરુષોનાં દૃષ્ટાન્તો જાણવાં. આવા પ્રકારના મહાપુરુષો પોતાના આત્માનું પરિણમન પરભાવોમાં-વિભાવદશામાં લાગી ન જાય, પરભાવમાં આસક્ત ન બની જાય તે રીતે ભિન્ન રાખવા પૂર્વક પોતાના આત્માનું રક્ષણ કરવા દ્વારા સુરક્ષિત રાખનારા હોય છે. માટે તે મહાપુરુષને પરભાવનું કર્તૃત્વ લાગતું નથી. સુખનો કાલ હોય કે દુઃખનો કાલ હોય, બન્ને અવસ્થા કર્મજન્ય હોવાથી તેમાંની એક પણ અવસ્થા આત્માની નથી, બન્ને અવસ્થા પરાઈ છે, કાલાન્તરે અવશ્ય જવાવાળી છે, સાથે રહેવાવાળી નથી, પછી શા માટે તેમાં લેપાવું ? એમ સમજીને ઉત્તમ જીવોએ સાંસારિક સુખ-દુઃખમાં લેપાવું નહીં. સુખ-દુઃખનું તે બધું જ સ્વરૂપ ઔપાધિક છે, કર્મોથી આવેલું છે અને કાલ પાકતાં જવાવાળું છે, આત્માનું નથી, વિભાવદશા જ છે, લોભામણી બાજી જ છે, માટે તેનાથી દૂર રહેવું. તેમાં જ આત્માનું કલ્યાણ છે. આ વિષયની સાક્ષી પુરતો અધ્યાત્મબિન્દુ દ્વાર પહેલાનો શ્લોક ૨૬ તથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨નો શ્લોક ૧૦૧ ટીકાકારશ્રી લખે છે - स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ताऽन्यद्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः । स्वात्मन्येवाभिरतिमुपयन् स्वात्मशीली स्वदर्शी સેવં તાં થપિ મવેત્ ર્મનો નૈષ નીવ: ।-। (અધ્યા. બિન્દુ) तथोत्तराध्ययने न कामभोगा समयं उविंति न यावि भोगा विगयं उविंति । जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥ (અધ્યયન-૩૨, ગાથા-૧૦૧) અર્થ :- સ્વ-સ્વરૂપને જ પોતાનાપણે જાણતો, પર-સ્વરૂપને પરપણે જાણતો, સમસ્ત અન્ય દ્રવ્યો થકી વિરમણ પામતો, આ કારણથી જ ચિન્મય દશા (જ્ઞાનરમણતા)ને પ્રાપ્ત કરતો, પોતાના આત્માના આત્મભાવમાં જ આનંદને અનુભવતો, પોતાના આત્મભાવમાં જ Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૧ રમનારો, પોતાના આત્મભાવને જ દેખનારો જે આ આત્મા છે. તે આત્મા કેમે કરીને કર્મોનો કર્તા બનતો નથી. કામવાસનાઓ અને ભોગસુખો સ્વયં (સમર્થ-સમાં) ક્યારેય શાન્ત થતાં નથી તથા તે વાસનાઓ અને ભોગસુખો (વિસાયં-વિપત્તિ) મૃત્યુને કે નરકાદિ વિગતિને પામતાં નથી. કારણ કે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા તે સર્વે આત્માના વિકારાત્મક પર્યાયો છે, પણ દ્રવ્ય નથી, પરંતુ જે આત્મા તે ભોગસુખો ઉપર અને કામવાસનાઓ ઉપર અત્યન્ત દ્વેષ કરે છે અથવા તેની મમતા-મૂચ્છ-પ્રીતિ કરે છે. તે જીવ જ તેમાં તેવા પ્રકારનો મોહ પામવાથી વિકારને અને નરકાદિ વિગતિને પામે છે. एवं परद्रव्येऽरममाणः आत्मा मुच्यते, अत एव सर्वसङ्गपरिहारी, सङ्गो हि मुह्यतानिमित्तम्, मुह्यतात्यागार्थी तन्निमित्तान् धनस्वजनाङ्गनाभोगभोजनादींस्त्यजति । कारणाभावे कार्याभावः इति भावाश्रवपरिणतिरोधः संयमः, तद्रक्षणाय तवृद्ध्यर्थं तद्धिताय आश्रवत्यागो मुनीनाम् । भावना च-यैः परभावा अभोग्या अग्राह्याः વૃતા, તે વર્થ તત્ર મને ? રૂા. આ પ્રમાણે પરદ્રવ્યોમાં (પદ્ગલિક સુખ-દુઃખોમાં અને અન્ય જીવદ્રવ્યોમાં) જે આત્મા રમતો નથી, પ્રીતિ-અપ્રીતિ કરતો નથી તે જ આત્મા મુક્તિસુખને પામે છે. આ કારણથી જ આ મહાત્મા પુરુષ સર્વસંગનો ત્યાગ કરનાર બને છે. સર્વ પરપદાર્થોનો સંગ ત્યજી દે છે. કારણ કે આ સંગ જ મોહદશાનું નિમિત્તકારણ બને છે. પરનો સંગ હોય તો મોહ થયા વિના રહે જ નહીં. માટે પરદ્રવ્યનો સંગ જ ત્યાજ્ય છે. તેથી મોહદશાને ત્યજવાનો અર્થી જીવ તે મોહદશાના કારણભૂત નિમિત્તોનો એટલે કે ધન-સ્વજનો-અંગનાભોગ અને ભોજન આદિ પરદ્રવ્યોના સંગવાળાં ભોગસુખોનો ત્યાગ કરે છે. જો સામે કારણ ન હોય તો કાર્ય થાય જ નહીં. એટલે કે ભોગનાં નિમિત્તો જો સામે ન હોય તો તેના નિમિત્તે થનારા રાગÀષાત્મક પરિણામ થવાનાં કાર્ય થાય જ નહીં. તેથી ભાવ આશ્રયોનો વિરોધ કરવા સ્વરૂપ ભાવ સંયમગુણ આ જીવ પ્રાપ્ત કરે છે. તે સંયમગુણની રક્ષા માટે, તે સંયમગુણની વૃદ્ધિ માટે તથા તે સંયમગુણના હિત માટે મુનિઓને દ્રવ્ય આશ્રવોનો અને ભાવ આશ્રવોનો ત્યાગ જ કરવો યોગ્ય છે. બાહ્ય પરિગ્રહ તથા અભ્યત્તર પરિગ્રહ ન સેવવો એ જ કલ્યાણકારી માર્ગ છે. ભાવાર્થ એવો છે કે પરભાવો ભોગવવા યોગ્ય નથી. ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા આ ભોગો સર્પની જેમ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨. भोडत्या॥ष्ट४ -४ જ્ઞાનસાર ભયંકર છે. આવો પાકો નિર્ણય જે મહાત્માઓએ કર્યો છે તે મહાત્માપુરુષો ત્યાં (ભોગસુખોમાં) કેમ રમે? અર્થાત્ ન જ રમે, ભોગસુખોમાં આનંદ કેમ માને? અર્થાત્ ન જ માને. Ill पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् । भवचक्रपुरःस्थोऽपि, नामूढः परिखिद्यति ॥४॥ ગાથાર્થ :- પોળે પોળે (ગલીએ ગલીએ - શેરીએ શેરીએ) પરદ્રવ્યના નાટકને જ જોતો તત્ત્વજ્ઞાની આત્મા સંસારના ચોકમાં રહેવા છતાં પણ ક્યાંય ખેદ પામતો નથી, કર્મોદય આવવા છતાં ઉગ કરતો નથી. આ સઘળો પણ પુણ્યોદય કે પાપોદય છે એમ સમજીને समभावमा २९ छ. (५५ नवi sो viतो नथी) ॥४॥ st :- "पश्यन्नेवेति"-स्वरूपाच्युतस्वधर्मैकत्वे अमूढः-तत्त्वज्ञानी, स्वरूपसाधनोद्यतः, प्रतिपाटकम् = एकेन्द्रिय-विकलेन्द्रिय-पञ्चेन्द्रियरूपपाटके नरतिर्यग्देवनरकलक्षणे सर्वस्थाने, परद्रव्यनाटकं-जन्मजरामरणादिरूपं संस्थाननिर्माणवर्णादिभेदविचित्रं पश्यन्नेव न परिखिद्यति-न खेदवान् भवति । जानाति च पुद्गलकर्मविपाकजा चित्रता न मत्स्वरूपम्, भ्रान्तानां भवत्येव, न तत्त्वपूर्णानाम् । कथम्भूतः अमूढः ? भवचक्रपुरःस्थोऽपि-अनादिस्वकृतकर्मपरिणामनृपराजधानीचतुर्गतिरूपचक्रक्रोडगतोऽपि, आत्मानं भिन्नं जानन् न खिद्यते, परस्मैपदं तु काव्ये प्रयुक्तत्वात् "खिद्यति काव्ये जडो" इति पाठदर्शनात्, इत्यनेन कर्मविपाकचित्रतां भुञ्जन्नपि अखिन्नस्तिष्ठति, कर्तृत्वकाले नारत्यनादरौ, तर्हि भोगकाले को द्वेषः ? उदयागतभोगकाले इष्टानिष्टतापरिणतिरेव अभिनवकर्महेतुः, अतोऽव्यापकतया भवितव्यम्, शुभोदयोऽपि आवरणम्, अशुभोदयोऽपि आवरणम्, गुणावरणत्वेन तुल्यत्वात्, का इष्टानिष्टता ? ॥४॥ વિવેચન :- આત્માના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ નહીં થયે છતે અને તે જ શુદ્ધસ્વરૂપાત્મક આત્મધર્મમાં લીનતા-એકાગ્રતા પ્રાપ્ત થયે છતે આવા પ્રકારનો અમૂઢાત્મા એટલે કે તત્ત્વજ્ઞાની આત્મા પોળે પોળે પરદ્રવ્યના નાટકને જોતો છતો જરા પણ ખેદ પામતો નથી. અહીં પટલ = पा), पोग, गली अथवा शेरी, प्रतिपाटकम् = पोणे पोणे, गली गलीये ५२द्रव्यर्नु (अर्थात् भो २।) न23 ४ छ. मेम सम४. જેમ નટવૈયા લોકો દ્રવ્યોપાર્જન કરવા માટે લોકરંજન કરાવવાના હેતુથી કોઈ સ્ત્રી પુરુષનો, કોઈ પુરુષ સ્ત્રીનો, કોઈ વિદુષકનો નવો નવો વેષ પહેરીને આવે છે. અસલી રૂપ Page #156 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક- ૪ ૧ ૨૩ સંતાડી રાખે છે. આ દેખીને લોકો તાળીઓ પાડે છે, રાજી રાજી થાય છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ જાણનારો માણસ તેમાં અંજાતો નથી. તે સમજે છે કે આ તો નાટકમાત્ર છે, કોઈ રામચંદ્રજીનો અને કોઈ સીતાજીનો વેષ ધારણ કરીને રામલીલા કરે તેથી રામચંદ્રજીનું નાટક ભજવનાર કંઈ સાચા નીતિમાન રામચંદ્રજી રાજા બની જતા નથી તથા સીતાજીનું નાટક કરનારી સ્ત્રી વાસ્તવિક સતી સ્ત્રી હોતી નથી. તેની જેમ આ જીવ પણ એકેન્દ્રિયના ભવમાં, વિકસેન્દ્રિયના ભવમાં અને પંચેન્દ્રિયના ભવમાં એમ ભવરૂપી પાડાઓમાં (પોળોમાંગલીઓમાં) અથવા મનુષ્યભવ, તિર્યંચનો ભવ, દેવનો ભવ અને નરકનો ભવ ઈત્યાદિ રૂપ સર્વસ્થાનોમાં, કર્મરાજા નામના પરદ્રવ્યનું નાટક જ છે. કોઈ સ્થાને જન્મ અને તેના કારણે હર્ષાદિ, કોઈ સ્થાને જરાવસ્થા અને તેના કારણે ગ્લાનિ-ઉદાસીનતા અને ચિંતા, કોઈ સ્થાને મરણ અને તેના કારણે રુદન તથા કાણ-મોકાણના આલાપો, તથા શારીરિક આકૃતિઓની ચિત્ર-વિચિત્રતા, શારીરિક અવયવો સંબંધી વ્યવસ્થાની ચિત્રવિચિત્રતા, શારીરિક વર્ણ-ગંધરસ-સ્પર્ધાદિ ભાવોના અનેક ભેદોના કારણે ચિત્ર-વિચિત્રતા, આવા પ્રકારનું પરદ્રવ્યકૃત (કર્મરાજાકૃત) નાટકને જોતો આ તત્ત્વજ્ઞાની આત્મા તેમાં ખેદ પામતો નથી. તેમાં અંજાઈ જતો નથી. તેને સાચું સ્વરૂપ માનીને હર્ષ-શોકાદિ કે ગ્લાનિ-ઉદાસીનતા આદિ કરતો નથી. નાનાતિ = તે તત્ત્વજ્ઞાની હોવાથી જાણે છે કે આ સઘળી પણ પુગલદ્રાવ્યાત્મક પૂર્વબદ્ધ કર્મોદય જન્ય ચિત્ર-વિચિત્રતા માત્ર છે. આ વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી, સુખ આવે કે દુઃખ આવે, અનુકુળતા મળે કે પ્રતિકુળતા મળે, માન મળે કે અપમાન થાય, આમ જે કોઈ ચિત્ર-વિચિત્રતા આ સંસારમાં દેખાય છે. તે સઘળી ચિત્ર-વિચિત્રતા પરદ્રવ્ય (કર્મરાજા)નું નાટકમાત્ર છે. મારું (શુદ્ધ આત્માનું) સ્વરૂપ નથી, જે બ્રાન્ત જીવો છે તેઓને જ આ સાચું સ્વરૂપ છે એમ લાગે છે. સંસારમાં જીવે જીવે દેખાતી ચિત્ર-વિચિત્રતા સાચી જીવની પોતાની નથી છતાં તે સાચી પોતાની છે. એમ મોહમૂઢ = બ્રાન્ત જીવો માને છે, પરંતુ તત્ત્વથી પૂર્ણ એવા આત્માઓને (તત્ત્વજ્ઞાની આત્માઓને) તો આ નાટકમાત્ર છે એમ લાગે છે. તે તત્ત્વજ્ઞાનીને સર્વે પણ જીવો અસલી સ્વરૂપે સિદ્ધસમાન જ જણાય છે અને અનંત અનંત સ્વગુણોથી ભરેલા દેખાય છે. કોઈપણ જીવમાં અસલી સ્વરૂપે કોઈપણ જાતની ચિત્ર-વિચિત્રતા સંભવતી નથી. ચિત્ર-વિચિત્રતા કર્મમાત્રજન્ય છે. તેથી નાટકમાત્ર છે, કૃત્રિમ છે પણ વાસ્તવિક નથી. આમ તત્ત્વજ્ઞાની આત્માઓ સમજે છે. થભૂત: = તે તત્ત્વજ્ઞાની આત્મા કેવા છે? તો તેનું એક વિશેષણ જણાવે છે કે - અનાદિકાલથી પોતાનાં જ કરેલાં કર્મોના વિપાકોદય રૂપ રાજાની રાજધાની સમાન ચાર પ્રકારની ગતિસ્વરૂપ સંસારચક્રમાં રહેલો હોવા છતાં પણ પોતાના આત્માને તે કર્મોદયના Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર ભાવોથી ભિન્ન માનતો છતો જરા પણ ખેદ પામતો નથી, હૈયામાં દુઃખ, સુખ કે આશ્ચર્ય ધારણ કરતો નથી. કારણ કે જે મૂઢ-અજ્ઞાની હોય છે તે જ કર્મકૃત વિચિત્રતાને પોતાનું સ્વરૂપ માની લે છે. અને તેના કારણે હર્ષ-શોકાદિ પણ કરે છે. પણ અમૂઢ-જ્ઞાની આત્માની માન્યતા એવી હોતી નથી, તે કર્મકૃત વિચિત્રતા એ પરદ્રવ્યનું નાટકમાત્ર છે, મારું સ્વરૂપ નથી. હું તો સિદ્ધપરમાત્માની સમાન અનંત ગુણોનો સ્વામી છું. મારું અસલી રૂપ તો તે છે. આ તો નાટકની જેમ કૃત્રિમ-નાશવંત અને ચાલ્યું જવાવાળું પરદ્રવ્યકૃત સ્વરૂપ છે તે ખરેખર મારું સ્વરૂપ નથી. આવા પ્રકારની અલિપ્ત દશા જાગૃત હોવાથી પૂર્વકાલમાં બાંધેલા પુણ્ય-પાપકર્મના ઉદયજન્ય સુખ-દુઃખનો અનુભવ કરવા છતાં અલ્પ પણ ખેદ પામ્યા વિના આવેલી પરિસ્થિતિઓમાં મધ્યસ્થભાવે (હર્ષ-શોકાદિ-પામ્યા વિના) આ મહાત્મા વર્તે છે. તે તત્ત્વજ્ઞાની મહાત્મા મનમાં આવા પ્રકારનો વિચાર કરે છે કે હે જીવ! તેં જ પૂર્વકાલમાં આ કર્મ બાંધ્યું છે અને તારે જ ભોગવવાનું છે. તો હવે સંતાપ શેનો? કર્મ કરવાના કાલે હોંશે હોંશે બાંધ્યાં છે. તે કાલે કર્મો બાંધવામાં અરતિ અને અનાદર હતાં નહીં, અરે અરે ! આવું કર્મ મારે કેમ કરાય? મારાથી આવું પાપ ન થાય, આવો જરા પણ ક્ષોભ-અપ્રીતિ કે પાપ કરવાનો અનાદર પણ કર્યો નથી, હોંશે હોંશે રાચી-માચીને પાપ કરવામાં તું કુદી પડ્યો છે તો પછી હવે ભોગવવાના કાલે આટલો બધો દ્વેષ = નાખુશીભાવ કેમ કરે છે ? કર્મોના ઉદયથી આવેલી સાનુકુળ કે પ્રતિકુલ પરિસ્થિતિને ભોગવવાના કાલે “આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે” આવી ઈનિષ્ટની પરિણતિ જ (રાગ-દ્વેષાત્મક પરિણામ જ) નવા કર્મના બંધનું કારણ બને છે. ઉદયકાલે જેટલી વધારે આસક્તિ અને આકુળ-વ્યાકુળતા કરાય છે તેટલો વધારે ચીકણો નવા કર્મનો બંધ થાય છે. આ કારણથી પુણ્યોદયકાલે મળેલી સુખસામગ્રીમાં કે પાપોદયકાલે મળેલી દુઃખસામગ્રીમાં સદા અવ્યાપકપણે જ રહેવું જોઈએ. એટલે કે સુખમાં અંજાવું નહીં અને દુઃખમાં મુંઝાવું નહીં. તે બન્નેમાંથી એક પણ પરિસ્થિતિ જીવની પોતાની નથી, જીવને ઉપકાર કરનારી નથી, રાગ અને દ્વેષ કરાવવા દ્વારા ગુણોને ભુલાવનારી છે. અર્થાત્ પુણ્યોદય પણ સુખમાં આસક્તિ કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે અને પાપોદય પણ ૧. વિદ્ ધાતુ ધાતુપાઠમાં આત્માનપદી છે. છતાં ગ્રંથકારે મૂલશ્લોકમાં બ્રિતિ લખીને પરસ્મપદનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે “કાવ્યની રચનામાં ક્યાંક ક્યાંક પરસ્મપદનો પ્રયોગ પણ દેખાય છે. જેમકે “વિંદતિ વચ્ચે નો” = જડપુરુષ અર્થાતું અજ્ઞાની માણસ મનોહર કાવ્યમાં પણ ખેદ ધરે છે. આ રીતે પ્રયોગ સંભવતા હોવાથી મૂલગાથામાં કરેલો પ્રયોગ નિર્દોષ જાણવો. Page #158 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૫ દુઃખમાં અતિ-ઉદ્વેગ-અનાદરતા અને આકુળ વ્યાકુળતા કરાવવા દ્વારા આત્મગુણોના સુખનો આવારક છે. ગુણોનું આવારકપણું બન્નેમાં તુલ્ય છે. બન્ને ભાવો આત્માને પોતાના અસલી સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે. એક ઉદય સુખમાં પ્રીતિ કરાવવા વડે અને બીજો ઉદય દુઃખમાં દ્વેષ કરાવવા વડે સમભાવાત્મક-વીતરાગતાત્મક ગુણોના બન્ને ઉદયો આવારક છે. આત્માને પોતાનું મૂલસ્વરૂપ પ્રાપ્ત કરવામાં બન્ને ભાવો બાધક છે. તો પછી ત્યાં ઈષ્ટાનિષ્ટતા વાળી બુદ્ધિ કેમ કરાય ? હે જીવ ! આ સુખ-દુઃખ એ તારું પોતાનું સ્વરૂપ જ નથી, નાટક ભજવવા માટે કરેલી વેશભૂષાની જેમ કર્મોદયજન્ય (પરદ્રવ્યસંબંધી) તારું પણ આ નાટકાત્મક સ્વરૂપ છે. અસલી સ્વરૂપ નથી માટે તું ત્યાં રતિ-અતિ ન કર. પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં વ્યાપક બન્યા વિના સમભાવથી પસાર કર, ઉદાસીન ભાવ રાખ અને નવાં કર્મો ન બાંધ, આવો ગુરુજી આપણને ઉપદેશ આપે છે. ૪ विकल्पचषकैरात्मा, पीतमोहासवो ह्ययम् । भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति ॥५॥ ગાથાર્થ :- મનના વિકલ્પો રૂપી મદિરાપાનના પાત્ર વડે પીધો છે મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, જ્યાં ઉંચા ઉંચા હાથ કરીને તાળીઓ પાડવાની ચેષ્ટા કરાય છે. તેવા સંસારરૂપી દારૂના પીઠાનો આશ્રય કરે છે. અર્થાત્ દારૂ પીધેલો આ જીવ પીઠામાં નાચ કરે છે. પા ટીકા :- “વિત્ત્પતિ'' વિરુપાશ્ચિત્તોના વ ષષા:-મદ્યપાનપાત્રાળિ, तैः, “हि" इति निश्चितम् अयं जीवः, पीतः मोह एव आसवो मादकरसो येन सः पीतमोहासवः पुरुषः, भवोच्चतालं - भवः संसारः, स एव उच्चतालं - मद्यपगोष्ठी क्षेत्रं प्रति, उत्तालं - पुनः पुनः उच्चस्वरेण तालादानरूपं प्रपञ्चं - विस्तारं अधितिष्ठति प्राप्नोति, इत्यनेन मोही जीवः मदिरामत्तवत् चापल्यं वैकल्यं करोति । परं स्वत्वेन स्वं च परत्वेन कलयन् आत्मानमकार्यनिष्पादनपटिष्टं प्रवर्तयन् स्वस्थानभ्रष्टः भ्रमति, अतः વ મોહત્યાગ: શ્રેયાન્ ॥ વિવેચન :- આ ગાથામાં સંસારી જીવને દારૂડીયાની સાથે શાસ્ત્રકાર સરખાવે છે. જેમ દારૂના પીઠામાં દારૂ પીવાના પાત્ર વડે કોઈ એક દારૂડીયાએ દારૂ પીધો હોય અને જ્યારે તેને દારૂનો મદ ચઢ્યો હોય ત્યારે તેના પાંચ-પચીસ સાથીદારો ઉંચા હાથ કરીને તાળીઓ પાડી પાડીને તેને નચાવે છે, કુદાવે છે. એવી જ પરિસ્થિતિ આ સંસારીજીવની પણ છે. મનમાં સાંસારિકસુખના મોટા મોટા વિકલ્પો અને આયોજનો કરવા દ્વારા રાગ અને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર દ્વેષાત્મક મોહરૂપી મદિરાનું આ જીવ પાન કરે છે. તેથી આશાઓ અને ઈચ્છાઓથી બંધાયેલો આ જીવ સંસારચક્ર રૂપી દારૂના પીઠામાં, સ્નેહીજનો રૂપી મિત્રો વડે હર્ષ અને આનંદના પ્રસંગો ઉજવવા દ્વારા આ જીવને મોહાન્ધ બનાવાય છે. આ જીવ પોતાના મૂલસ્વરૂપનું ભાન ભૂલી જાય છે. સ્નેહીજનોની ઈચ્છાઓ પૂરી પાડવામાં જ રાગાન્ધ બનેલો આ જીવ આનંદ માને છે. અહીં શબ્દાર્થ નીચે પ્રમાણે જાણવો. મનની ઈચ્છાઓ-આશાઓ = विकल्प पीत પીધો છે. મવ = સંસારરૂપી ત્તાલ = ઉંચા હાથ કરીને તાલીઓ પાડવાપૂર્વક વર્ષા = દારૂ પીવાનું પાત્ર, પ્યાલો મોહાસવ = મોહરૂપી દારૂ જેણે ઉન્નતાન = દારૂનું પીઠું પ્રપન્નેં = વિસ્તાર, અતિશય વધારે અિિતતિ = રહેવું, નાચવું, વર્તવું. વિકલ્પો એટલે સાંસારિક સુખપ્રાપ્તિના અને દુઃખ પરિહારના મનમાં ઉઠતા વિચારો, તે માટેની આકુલ-વ્યાકુલતા, ચિત્તમાં થતા કલેશો, આમ કરું કે તેમ કરું આવા પ્રકારના માનસિક તરંગો, એને જ ચષક = દારૂ પીવાના પ્યાલા (પાત્ર) સમજવાં, તેવા તેવા મનના તરંગોરૂપી પ્યાલાઓ વડે પીધો છે રાગ-દ્વેષાત્મક મોહરૂપી દારૂ જેણે એવો આ જીવ, ભવ એટલે સંસાર, તે રૂપી દારૂ પીવાના પીઠામાં રખડે છે, ભટકે છે. જેમ દારૂડીયો ભાન ભૂલીને પીઠા ઉપર જ લથડીયાં ખાય છે, નાચે છે, કૂદે છે. અસ્તવ્યસ્ત વ્યવહાર કરે છે. તેવી જ રીતે આ જીવ પણ આશાઓ અને ઈચ્છાઓ દ્વારા રાગ-દ્વેષ અને કષાયો કરીને પોતાના મૂલભૂત શુદ્ધસ્વરૂપને ભૂલી જઈને તેમાં જ રચ્યો-પચ્યો થયો છતો એક દિવસ હસતો, એક દિવસ રડતો, એક દિવસ ગુસ્સાવાળો અને એક દિવસ રીસાયેલો. આમ અસ્ત-વ્યસ્ત વ્યવહારવાળો થઈને પરભાવદશાના મોહમાં અંધ બનીને પોતાની જીંદગી પસાર કરે છે. ત્તાન = દારૂડીયાની સાથેના મિત્રો આ જીવને દારૂ પીવરાવીને ભાન ભુલાવી દે છે અને પછી દારૂ પીધેલો આ જીવ વારંવાર ઉંચા ઉંચા અવાજે શબ્દો બોલવાપૂર્વક તાલીઓના આદાન-પ્રદાન કરવા રૂપે અતિશય અધિકપણે તેના તે જ પીઠામાં નાચતો-કુદતો રહે છે. ભાન ભૂલીને ઘણો સમય બીભત્સ વર્તન કરે છે. તેવી જ રીતે મોદ્દી = મોહાન્ધ બનેલો આ જીવ પણ મદિરાના મદમાં મસ્ત બનેલા જીવની જેમ જ આ સંસારચક્રમાં ચાપજ્યું ચંચળતાની ચેષ્ટા કરે છે. ચંચળતા એટલે વૈજ્યં =વિકલતાની ચેષ્ટા કરે છે. વિકલતા = એટલે બુદ્ધિહીનતા અર્થાત્ મોહાન્ધ બનેલો આ જીવ દારૂડીયાની જેમ ભાન ભૂલીને શુદ્ધિબુદ્ધિ વિનાનો થયો છતો પરપદાર્થને પોતાના માને છે અને જ્ઞાનાદિ ગુણાત્મક પોતાના Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૭ અસલી સ્વરૂપને પરાયું માને છે તથા મોહાન્ધતાના કારણે જ પોતાના આત્માને ચોરી, જુઠ, મૈથુન, હિંસા આદિ ન કરવા લાયક પાપકાર્યો કરવામાં જ ચતુરાઈપૂર્વક પ્રવર્તાવે છે. પોતાના આત્માને પાપકાર્યોમાં જ જોડે છે. તેમાં જ તન્મયતા કરે છે. દારૂડીયાની સાથે તેના કહેવાતા મિત્રો જેમ તાળીઓ પાડીને ઉંચા ઉંચા અવાજે બીભત્સ શબ્દો બોલતા છતાં દારૂડીયાને રમાડે છે તેમ સગાં-વહાલાંઓ-સ્નેહીજનો પોતપોતાની ઈચ્છાઓ અને આશાઓ પૂર્ણ કરવા માટે આ જીવને આવા પ્રકારના પાપકાર્યોમાં જોડે છે. જેમ જેમ પોતપોતાની ઈચ્છાઓ આ જીવથી સંતોષાતી જાય છે તેમ તેમ આ જીવને માન આપીને, પ્રશંસા કરીને, પ્રેમ બાંધીને આવાં પાપકાર્યો કરાવવા દ્વારા ચાર ગતિરૂપી સંસારમાં ભમાડાય છે અને પોતાના અસલી મૂલ-સ્વરૂપને ભૂલી ગયેલો-મોહાન્વ બનેલો આ જીવ પણ મોહાન્યતાના કારણે આવાં પાપકાર્યો કરીને ચાર ગતિરૂપ સંસારમાં લડથડીયાં ખાતો ખાતો રખડે છે. આ કારણથી જ જેમ મદિરાપાન ત્યજવા જેવું છે તેવી જ રીતે સંસારી ભાવોનો મોહ પણ ત્યજવા યોગ્ય છે. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ગુરુજી આપણને આ શ્લોકમાં આવો ઉપદેશ આપે છે. ।।૫।। निर्मलस्फटिकस्येव, सहजं रूपमात्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥६॥ ગાથાર્થ :- આત્માનું સ્વાભાવિક મૂલસ્વરૂપ નિર્મળ સ્ફટિકના જેવું શુદ્ધ છે. પરંતુ આરોપિત કરાયેલા ઉપાધિઓના સંબંધવાળો મૂર્ખ મનુષ્ય તેમાં (આરોપિત સ્વરૂપમાં) મોહ પામે છે. ૬॥ ટીકા :- “નિર્મલ” કૃતિ-નિર્મલટિસ્ય નિર્દોષનિરાવરગનિસ્યંગ ટિસ્ય इव आत्मनः ज्ञायकद्रव्यस्य सहजं स्वाभाविकं शुद्धं रूपमस्तीत्यनेन वस्तुवृत्या आत्मा स्फटिकवत् निर्मल एव - निस्सङ्ग एव, सङ्ग्रहनयेन आत्मा परोपाधिसङ्गी एव नास्ति, परमज्ञायक-चिदानन्दरूपः, अध्यस्तोपाधिसम्बन्ध: - 'प्राप्तपुद्गलसंसर्गजकर्मोपाधिसम्बन्धः, अनेकग्लान-म्लानावस्थः जडः वस्तुस्वरूपापरिज्ञानी तत्र उपाधिभावे मुह्यतिएकत्वं प्राप्नोति । વિવર્ચન :- જેમ સ્ફટિક નામનું દ્રવ્ય નિર્મળ હોય છે તેમ આ આત્મા અત્યન્ત નિર્મળ સ્વરૂપવાળો છે. કોઈપણ જાતના ભાંગવા-તુટવાના કે ચિરાડ પડવાના દોષ વિનાનું ૧. અહીં કોઈ કોઈ પ્રતમાં પ્રાપ્ત ને બદલે લ્પિત શબ્દ છે. તે શબ્દ વધારે સંગત છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર સ્ફટિક જેમ સ્વાભાવિક હોય છે અને તેના ઉપર કોઈ આવરણ હોતું નથી. તથા તે સ્ફટિકની અંદર કોઈ અન્ય દ્રવ્યનો સંગ હોતો નથી. આવા પ્રકારના નિર્દોષ-નિરાવરણ અને નિઃસંગ એવા સ્ફટિકનું રૂપ જેમ અત્યન્ત નિર્મળ અને સહજ હોય છે. તેની જેમ જ વસ્તુતત્ત્વને જાણવામાત્રનું સ્વરૂપ છે જેનું એવા જ્ઞાયકસ્વભાવવાળા આત્મા નામના દ્રવ્યનું પણ સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, નિરાવરણ છે અને નિઃસંગ છે. કાદવમાં પડી ગયેલી સોનાની લગડી ભલે ચારે બાજુ કાદવથી લપેટાયેલ હોય તો પણ તે લગડી પોતે વાસ્તવિકપણે કાદવ બની ગઈ નથી. એટલે જ કાદવ દૂર કરીને અસલી-મૂલસ્વરૂપમાં લાવી શકાય છે તેમ આ આત્મા પણ વાસ્તવિક રીતિ પ્રમાણે તો સ્ફટિકની જેમ તથા સોનાની લગડીની જેમ નિર્મળ જ છે, નિરાવરણ જ છે અને નિઃસંગ જ છે. સંગ્રહનય જે સદંશગ્રાહી છે. વસ્તુની અંદર જે સત્ અંશ છે તેને ગ્રહણ કરવા વાળી જે દૃષ્ટિ છે તેને સંગ્રહનય કહેવાય છે. આ સંગ્રહનયની અપેક્ષાએ આ આત્મા પરદ્રવ્યરૂપ ઉપાધિના સંગવાળો પણ નથી જ. કારણ કે લાડવો કાદવમાં પડ્યો છતો કાદવ બની જાય છે. તેમ સ્ફટિક કે સોનાની લગડી કાદવમાં પડી છતી કાદવ બની જતી નથી. તેમ આત્મા પણ પરદ્રવ્યોથી વીંટાવા છતાં પણ પરદ્રવ્યરૂપે બની જતો નથી, તેથી વાસ્તવિકપણે તો તેને પરદ્રવ્યનો સંગ થયો જ નથી, તે તો અલિપ્તદ્રવ્ય જ છે, સિદ્ધ પરમાત્મા સમાન છે. માત્ર સાંયોગિકભાવે સાથે મળ્યા છે. પરમાર્થથી તો આ આત્મા પરમજ્ઞાયક સ્વભાવવાળો છે. ચિદાનંદમય = જ્ઞાનના આનંદ સ્વરૂપવાળો છે. સ્ફટિકની પાછળ લાલ-લીલાં પુષ્પો ધરવાથી જેમ લાલ-લીલા રંગની ઉપાધિથી પ્રતીતિ થાય છે તેમ આરોપિત કરાયેલા ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. પુદ્ગલોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ એવાં કર્મોની ઉપાધિના સંબંધવાળો આ આત્મા છે. જેમ સ્ફટિક વ્યવહાર દૃષ્ટિએ કાદવથી ખરડાયેલ કહેવાય અને નિશ્ચયર્દષ્ટિએ શુદ્ધ કહેવાય તેમ આ આત્મા પણ વ્યવહારનયે કર્મોરૂપી ઉપાધિના સંબંધવાળો બનેલો કહેવાય છે. પરમાર્થ-દષ્ટિએ સ્ફટિક જેવો શુદ્ધ કહેવાય છે. પરમાર્થના સ્વરૂપને ન જાણનારો, ઉપરછલ્લી દષ્ટિવાળો, સાંસારિક પ્રાપ્ત થયેલાં દુઃખો જોઈને અનેક પ્રકારની ગ્લાનિ અને ગ્લાનિની અવસ્થાવાળો, ક્યારેક હસતો, ક્યારેક રડતો, ક્યારેક ગુસ્સાવાળો, ક્યારેક અભિમાનવાળો એવો જડ જેવો મૂર્ખ આ જીવ, કર્મોદયજન્ય દુઃખ-સુખને પોતાના આત્માનું સાચું સ્વરૂપ માની લઈને ત્યાં ઉપાધિજન્ય ભાવોમાં મુંઝાય છે. કર્મોદયરૂપ ઉપાધિથી આત્માની બનેલી સુખી અવસ્થામાં અથવા દુઃખી અવસ્થામાં એકતાને પામી જાય છે. તેની સાથે વ્યાપક બની જાય છે. તેને જ સાચી માની લે છે અને એટલે જ હર્ષ-શોક-ક્રોધ-માનાદિ વિકારીભાવોને પામે છે. તેથી જ નવાં નવાં કર્મો બાંધીને દુઃખી થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૯ यथा मूर्खः श्यामनीलपीतादिपुष्पसंयोगात् स्फटिकाभेदरीत्या नीलपीतस्वभावं जानाति, तथा वस्तुस्वरूपावबोधविकलो जीवो मिथ्यात्वाविरतिकषाययोगनिमित्ताद् बद्धैकेन्द्रियादिनामकर्मोदयाद् एकेन्द्रियादिभावमापन्नं एकेन्द्रियादिरूपमेव मन्यते, "एकेन्द्रियोऽहम्, विकलेन्द्रियोऽहम्, पञ्चेन्द्रियोऽहम् इति जानाति, परं शुद्धं स्वीयं सच्चिदानन्दरूपं निर्मलं स्वरूपं नावबुध्यतीति मूर्खतापरिणतिः । જેમ મૂર્ખ મનુષ્ય શ્યામ, નીલ અને પીત (કાળા-નીલા અને પીળા રંગના) પુષ્પોના સંયોગથી સ્ફટિકરનમાં પડેલા શ્યામ, નીલ, પીત એવા પ્રતિબિંબને સાચું માનીને સ્ફટિક જ શ્યામ, નીલું અને પીળું બની ગયું છે એમ અભેદભાવ માનવાની રીતિ મુજબ સ્ફટિકને જ શ્યામ, નીલ અને પીતભાવે પરિણામ પામેલું જાણે છે. તેવી જ રીતે પદાર્થના સાચા સ્વરૂપના અવબોધ વિનાનો જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તથી બંધાયેલ એકેન્દ્રિયાદિ જાતિનામકર્મના ઉદયથી એકેન્દ્રિયાદિ ભાવને પામેલ આ જીવને એકેન્દ્રિયાદિ સ્વરૂપ જ છે આમ માની લે છે. રામલીલા રમવા આવેલા પાત્રોમાં કોઈ સીતાનું પાત્ર ભજવે અને કોઈ રામચંદ્રજીનું પાત્ર ભજવે, તેને વાસ્તવિક સીતા-રામ જ સમજી લે છે. પતિ-પત્ની જ છે આમ માની લે છે. તે સ્ત્રીને સતી માનવી અને તે રામચંદ્રજીને પૂજ્ય અને ન્યાયસંપન્ન રાજા માની લેવા - આ જેમ ભ્રમ છે, ભૂલ છે. કારણ કે આ તો નાટકમાત્ર ભજવાય છે. તેવી જ રીતે “હું એકેન્દ્રિય છું, હું વિકસેન્દ્રિય છું અને હું પંચેન્દ્રિય છું” આમ આ જીવ પણ પોતાની જાતને જે જાણે છે, તે પણ ભૂલ જ છે, ભ્રમ જ છે. પૂર્વબદ્ધ કર્મોદયજન્ય આ પણ નાટક સ્વરૂપ જ છે. જીવનું વાસ્તવિક અનાદિ-અનંત સહજ સ્વરૂપ આ નથી. મૂર્ખ મનુષ્ય તેને જ સાચું માનીને હર્ષ-શોકાદિ કરે છે. પરંતુ શુદ્ધ એવું પોતાનું જ્ઞાનના આનંદમય પારિણામિક ભાવવાળું, સ્વાભાવિક નિર્મળ સાચું સ્વરૂપ જે છે તેને તો આ જીવ જાણતો જ નથી. આવા પ્રકારની મૂર્ણ જીવની આ મૂર્ખતાની પરિણતિ છે. મૂર્ખ જીવ શું નથી કલ્પતો? તેમ કર્મોદયજન્ય સુખ-દુઃખથી આ જીવને સુખી-દુઃખી માનવો. આ પણ ભ્રમમાત્ર જ છે. માટે હે જીવ! તું કિંઈક સમજ. આ સાંસારિક અવસ્થાઓ તારી પોતાની નથી, કર્મોદયથી આવેલી છે અને કર્મોદય સમાપ્ત થતાં જવાવાળી છે. સ્ફટિકની આગળ શ્યામાદિ પુષ્પો ધરો ત્યારે શ્યામાદિ ભાવો દેખાય છે અને પુષ્પાદિ લઈ લો તો શ્યામાદિ ભાવો દેખાતા નથી. તેથી નિશ્ચિત થાય છે કે તે શ્યામાદિ ભાવો સ્ફટિકના પોતાના નથી, કૃત્રિમ છે, ઔપચારિક છે, આરોપિત છે. તેમ આ જીવમાં પણ એકેન્દ્રિયાદિ ભાવો કલ્પિત છે, આરોપિત છે, ઔપચારિક છે પણ વાસ્તવિક નથી. જીવનું પોતાનું પરિણામિકભાવવાળું સહજ સ્વરૂપ નથી. તેને સહજ સ્વરૂપ માની લેવું તે મૂર્ખતાની જ પરિણતિ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩) મોહત્યાગાષ્ટક-૪ જ્ઞાનસાર पुनः तत्त्वज्ञः खानिस्थवजं समलं सावरणं समृदपि रत्नपरीक्षकवत् वज्रत्वेन अवधारयति, एवं ज्ञानावरणाद्यावृतमतदाकारं ज्ञानज्योतिःप्रकाशविकलमपि आत्मानं पूर्णानन्दं सहजाप्रयासानन्दसंदोहं सर्वशं सर्वतत्त्वस्वरूपाभिन्नमात्मानं सम्यग्ज्ञानबलेन निर्धारयतीति, इत्यनेन आत्मा शुद्ध एव श्रद्धेयः, उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्य इति ॥६॥ ખાણમાં રહેલું વજરત્ન ભલે મલીન હોય, આવરણવાળું હોય અને માટી સહિત હોય તો પણ રત્નની પરીક્ષા કરનારો વિચક્ષણ પુરુષ જેમ તેને વજરત્ન તરીકે જાણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મના ઉદયથી આવૃત થયેલા પણ વાસ્તવિકપણે તદાકારતાને નહી પામેલા, જ્ઞાનાત્મક જ્યોતિ સ્વરૂપ જે પ્રકાશ છે તે (પ્રકાશ ઢંકાયેલો હોવાથી તે) પ્રકાશ વિનાના જીવને પણ સત્તાથી પૂર્ણ પ્રકાશવાળો, પૂર્ણ આનંદવાળો, સ્વાભાવિક અને અપ્રયાસસાધ્ય (પ્રયત્ન વિના જ પ્રાપ્ત કરવા લાયક) એવા આનંદના સમૂહમય, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ પ્રકારના તાત્ત્વિક સ્વરૂપથી અભિન્ન એવો નિર્મળ શુદ્ધ આત્મા છે એમ તત્ત્વને જાણનારો જ્ઞાની પુરુષ સમ્યજ્ઞાનના બલ વડે જાણે છે, નિશ્ચય કરે છે. આ રીતે આ આત્મા શુદ્ધ જ છે આવી શ્રદ્ધા કરવી. કર્મોદય સ્વરૂપ ઉપાધિથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયદિપણું જો કે આ જીવમાં આવેલું છે, પરંતુ તે રામલીલા રમવા આવેલા પાત્રોએ પહેરેલા સીતા અને રામના પહેરવેશ જેવું હોવાથી તે ઉપાધિજન્ય દોષ હોવા છતાં પણ તેની સાથે તાદાભ્યભાવ ન હોવાથી અને તે સ્વરૂપ માત્ર કમોદયના સંસર્ગજન્ય જ હોવાથી આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે. (નાટક ભજવનાર પાત્રો જેમ સીતા સ્વરૂપે કે રામસ્વરૂપે પરિણામ પામ્યાં નથી. તેમ કર્મજન્ય આ ઔપાધિક સ્વરૂપથી શુદ્ધ આત્મા પણ ભિન્ન જ છે એમ સ્વીકારવું જોઈએ.) એકેન્દ્રિયાદિ ભવો, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રંકપણું, રોગીનિરોગીપણું, સ્ત્રી-પુરુષપણું, ઈત્યાદિ સર્વે પણ સાંસારિક અવસ્થાઓ ઔદયિકભાવની જ માત્ર છે. કર્મોદયથી આવેલી છે અને કાલાન્તરે જવાવાળી છે. પારિણામિક ભાવની નથી. તેથી હે જીવ! આવી અવસ્થાઓને મારી છે એમ માની લેવું અને તેનાથી રાગ-દ્વેષાદિ કરવા તે કેવલ તારી મૂર્ખતા જ છે. હે જીવ ! તું કંઈક તત્ત્વ સમજ. આવો ઉપદેશ ગુરુજી આપણને આપે છે. llી मोही जीवः परवस्तु आत्मत्वेन जानन् आरोपजं सुखं सुखत्वेन अनुभवति । भेदज्ञानी तु आरोपजं सुखं दुःखमेवेति निरावरणाय यतते, तदुपदिशन्नाह - મોહના ઉદયમાં અંધ બનેલો મોહાલ્વ જીવ પરવસ્તુને પોતાની છે એમ જાણતો છતો આરોપિત સુખને સુખ તરીકે માનીને સુખરૂપે અનુભવે છે. પરંતુ ભેદજ્ઞાની આત્મા (પદ્રવ્ય Page #164 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૩૧ એ પરવસ્તુ છે, મારું દ્રવ્ય નથી, મારું સ્વરૂપ નથી. શરીર પણ મારું દ્રવ્ય નથી આવું સમજનારો તત્ત્વજ્ઞાની આત્મા આરોપિત સુખને-પૌદ્ગલિક સુખને દુઃખ જ છે એમ માનીને તેના નિવારણ માટે ભોગસુખોનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. આવા પ્રકારનો ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - अनारोपसुखं मोह त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ॥७॥ ગાથાર્થ :- મોહના ત્યાગથી અનારોપિત (પારમાર્થિક) સુખને સ્વયં અનુભવવા છતાં પણ આરોપિત સુખ (ભૌતિક સુખ) જ છે પ્રિય જેને એવા લોકોની સમક્ષ (આરોપિત) સુખને સુખ કહેતાં આશ્ચર્યવાળા થાય છે. જ્ઞા ટીકા :- ‘“અનારોપેતિ'' अनारोपजं सहजं सुखं स्वगुणज्ञाननिर्द्धारप्राग्भावरूपं सुखम्, मोहत्यागाद्-मोहक्षयोपशमाद् अनुभवन्नपि - भुञ्जन्नपि, आरोपः - मिथ्योपचारः प्रियः येषां ते आरोपप्रियाः, आरोपप्रियाश्च ते लोकाश्च आरोपप्रियलोका:, तेषु आरोपसुखं वक्तुमाश्चर्यवान् भवेत् ? अत्र काकूक्तिः, अपि तु न भवेत्, येन आरोपजं सुखं प्राप्तं स आरोपजसुखे आश्चर्यवान् - चमत्कारवान् भवति । = વિવેચન :- જે અનારોપજન્ય સુખ છે એટલે કે આત્માના ગુણોને અનુભવવાના આનંદ સ્વરૂપ જે પારમાર્થિક સુખ છે તેને ૬ થી ૧૩ ગુણસ્થાનકોમાં વર્તતા યોગી પુરુષ મોહના ક્ષાયોપમિક ભાવથી અને ક્ષાયિક ભાવથી અનુભવતા હોવા છતાં પણ આરોપિતકલ્પિત-મિથ્યા ઉપચારવાળા સુખનો જ આનંદ છે પ્રિય જેને એવા જે સાંસારિક લોકો છે તે આરોપપ્રિયલોક કહેવાય છે જેઓ ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ સમજે છે. બીજા સુખની જેઓને કોઈ કલ્પના પણ નથી તેવા આરોપપ્રિય લોકોની વચ્ચે “આરોપિત સુખને” “આ સુખ છે” એમ કહેતાં પણ તે યોગીઓને આશ્ચર્ય ઉપજે છે. અર્થાત્ આ સાંસારિક સુખ એ સુખ છે એમ કહેવાને જરા પણ સમર્થ બનતા નથી. જેના વડે આરોપિત સુખ પ્રાપ્ત કરાયું છે. તે જીવ આરોપિત સુખ પ્રાપ્ત થયે છતે હું ઘણો સુખી છું એમ માનીને આશ્ચર્યવાન બને છે. અહીં કાકૂક્તિ છે. જ્યાં પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય તેને બદલે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન દ્વારા જ આપવામાં આવે તેને કાકૂક્તિ કહેવાય છે. ભોગીના ભોગસુખને જોઈને યોગી આશ્ચર્યવાન બનતા નથી પણ ભોગી ઉપર દયાવાળા બને છે એમ સમજાવવું છે પણ તે પ્રમાણે સમજાવવા માટે પ્રશ્ન કરવા પૂર્વક કહે છે માટે તે કામૂક્તિ કહેવાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર ભાવાર્થ આમ સમજાય છે કે “વસ્તુમાશ્ચર્યવાન્ મવેત્” આ અન્તિમ વાક્યમાં ? આવું પ્રશ્નાર્થચિહ્ન લેવું કે ન લેવું એમ દ્વિધા જણાય છે. મૂલ શ્લોકમાં ખાસ કોઈ પુસ્તકમાં કે પ્રતમાં પ્રશ્નાર્થચિહ્ન દેખાતું નથી, છતાં ટીકાકાર શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીને કોઈ પ્રતમાં જણાયું હશે તેથી પ્રથમ પ્રશ્નાર્થચિહ્ન રાખીને અર્થ કરે છે અને પછીથી અથવા લખીને પ્રશ્નાર્થચિહ્ન વિના અર્થ કરે છે. પ્રથમ અર્થ આ પ્રમાણે છે - ૧૩૨ યોગીને યોગદશામાં જ સુખ લાગે છે તેને જ સુખરૂપે અનુભવે છે. આવા પ્રકારનું યોગદશાનું સુખ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આનંદ-આનંદ થાય છે, આશ્ચર્ય પામે છે અને પરાધીનતા વિના સ્વતંત્રપણે ગુણોના સુખનો આનંદ માણે છે. પરંતુ ભોગી જીવ ભોગસુખોની જ પ્રીતિવાળો છે. તેથી જેમ જેમ સાંસારિક ભોગસુખો પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ ગાડીબંગલા વગેરે જોઈને આશ્ચર્ય પામે છે, ચમત્કારને અનુભવે છે. તેની રહેણી-કરણી, બોલવાચાલવાની છટા બદલાઈ જાય છે. મુખના હાવભાવ અને રૂવાબ જુદી જ જાતના થઈ જાય છે. દુનિયાના લોકોને દબાવતો ચાલે છે, પરંતુ ભોગીના તે ભોગસુખો જોઈને યોગીને તેમાં શું આશ્ચર્ય થાય ? અર્થાત્ ન થાય. કારણ કે આ સુખો અનંતીવાર જીવ વડે પ્રાપ્ત કરાયાં અને ચાલ્યાં ગયાં છે. સુખો ત્યાં ને ત્યાં જ મૂકીને આવ્યા છીએ. માટે તે કાયમી નથી, નાશવંત છે. સ્વાધીન નથી, પરાધીન છે. લોખંડની બેડી હોય કે સુવર્ણની બેડી હોય તેમાં સુવર્ણ દેખીને શું આશ્ચર્ય પામવાનું ? આખર તો બન્ને બેડી જ હોવાથી બંધનતા તો તુલ્ય જ છે. ભોગી જે ગાડી-વાડી જોઈને મલકાય છે તેને જ જોઈને યોગીને ભોગી ઉપર ભાવદયા ઉપજે છે. ભોગી પુરુષ યોગીની સામે પોતાના બંગલાનું આશ્ચર્ય સાથે વર્ણન કરે છે કે મેં આ બંગલામાં આવી આવી સુવિધાઓ કરાવી છે. તે સાંભળીને યોગીપુરુષ “આ બધું આરોપિત સુખ એ સાચું સુખ છે” એમ કહેવાને માટે ભોગીની જેમ આશ્ચર્યવાન કેમ બને ? અર્થાત્ ન જ બને. કારણ કે તે યોગીપુરુષ સમજે છે કે આ ભોગી જીવ મોહાન્ધ બનેલો છે એટલે સુખ માને છે પણ વાસ્તવિક પરાધીનતા જ છે, દુઃખ જ છે. આ જીવ વધારે વધારે ફસાયો છે. હવે જલ્દી સંસારના ફંદામાંથી નહીં નીકળી શકે - એમ સમજીને ભાવદયા હૃદયમાં ચિંતવે છે. ભોગીજીવ જેને સુખ કહે છે તેને આવા યોગીપુરુષ સુખ કેમ કહે ? તને આવું અદ્ભુત ભૌતિક સુખ મળ્યું એમ તે મહાત્મા તેમની જીભે કેમ કહે ? તે સુખને સુખ છે એમ સાંભળવામાં પણ તેમને ભીંત ભૂલ્યાનો અનુભવ થતો હોય છે ત્યાં આવા સુખને જોઈને આશ્ચર્ય કેમ થાય ? આ સુખ તો ભવોભવમાં ભોગવેલું હોવાથી તેમાં નવાઈ શું છે ? એમ સમજીને આશ્ચર્ય થતું નથી. પ્રશ્નાર્થચિહ્ન લઈએ તો આ ભાવ નીકળે છે. હવે ટીકાકારશ્રી અથવા શબ્દ કહીને પ્રશ્નાર્થક ચિહ્ન વિનાના વાક્યથી બીજો અર્થ પોતે જ ટીકામાં જણાવે છે - Page #166 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક-૪ ૧૩૩ अथवा अनारोपसुखानुभवी आरोपप्रियलोकेषु अग्रे आरोपजं सुखं "सुखमिति" वक्तुमपि आश्चर्यवान् भवति, वक्तुं न समर्थो भवति, सुखाभावात् सुखकारणाभावात् । तच्च वस्तुवृत्या दुःखरूपे सुखमिति लोकार्थमुक्तेऽपि स्वयमाश्चर्यवान् भवेत, किमक्तमिदं मया? नेदं सखम, अतः परमसम्भवे सखे सखाभासः निवारणीयः मोहमूलत्वात्, पौद्गलिके सुखे सुखभ्रान्तिरेव अभ्यन्तरं मिथ्यात्वमिति ॥७॥ અથવા અનારોપસુખના (આત્મગુણોના આનંદના) અનુભવી એવા યોગીપુરુષ આરોપિત સુખોની પ્રીતિવાળા લોકોની આગળ તે લોકોને માઠું ન લાગે તેટલા માટે અર્થાત્ તેઓ જેવા પ્રસન્ન છે તેવા પ્રસન્ન જ રહે, ઉદાસ ન બની જાય તેટલા માટે “આ સુખ પણ સુખ છે” આવું ક્યારેક તે લોકોની સમક્ષ કહેવું પડે, તો તે કહેવા માટે પણ મનમાં આશ્ચર્યવાળા બને છે. મન માનતું નથી, “આ સુખ છે” આવું કહેવાનું હૃદય સમર્થ બનતું નથી, કારણ કે પાંચ ઈન્દ્રિયોનાં જે વિષયસુખો છે તે સુખસ્વરૂપ પણ નથી અને સુખના કારણસ્વરૂપ પણ નથી, તેનાથી જીવને શાન્તિ મળતી નથી પરંતુ ઉપાધિઓની પરંપરા જ વધે છે. રાત-દિવસ ક્લેશ, કડવાશ અને વેર-ઝેર જ વધે છે. માટે વાસ્તવિકપણે તે સંસારનું ભૌતિક સુખ દુઃખરૂપ જ છે. છતાં લોકોને માઠું ન લાગે તે માટે લોકોએ માની લીધેલા દુઃખરૂપ સુખમાં “હવે તમે સુખી થયા” “તમે સુખ પામ્યા” હે ભાગ્યશાળી ! તમે તો સુખી છો. આમ કહેવું પડે તો પણ તે બાબતમાં યોગીપુરુષને હૃદયમાં આશ્ચર્ય થાય છે કે “અરે ! મારા વડે આ શું કહેવાઈ ગયું ?” આ સુખ છે જ નહીં, દુઃખોની પરંપરા, ઉપાધિઓ અને ચિત્તાઓ જ આપનારું આ સુખ છે. આમ હૃદયમાં ભૂલ થયાનું ખેદ સાથે આશ્ચર્ય થાય છે. આ બીજો અર્થ અથવા લખીને જે કર્યો છે તે પ્રશ્નાર્થકચિહ્ન નથી એમ જાણીને આશ્ચર્યવાળા બને છે” એમ વિધાયક તરીકે અર્થ કર્યો છે. આ કારણથી પરપદાર્થોથી ઉત્પન્ન થયેલા સખમાં “આ સખ છે” એવી સખપણાની બુદ્ધિ મોહાશ્વેતામૂલક હોવાથી નિવારણ કરવા જેવી છે. ત્યજવા જેવી છે. પૌદગલિક સુખોમાં સુખ માનવું એ બ્રાન્તિ જ છે અને તે અભ્યત્તર મિથ્યાત્વ જ છે, અવળી બુદ્ધિ છે. જ્ઞાનીઓ જેને દુઃખ કહે છે તેને સુખ માનવું અને સુખ કહેવું તે વિપરીત બુદ્ધિ હોવાથી હૃદયગત મિથ્યાત્વ છે. કુદેવ-કુગુરુને ત્યાં જતા-આવતા હોઈએ, નમન-વંદન કરતા હોઈએ તો કોઈક લોકો પણ દેખે, કોઈક રોક-ટોકે, કોઈક સમજાવીને વારે, માટે તે બાહ્ય મિથ્યાત્વ છે, પણ આ વિપરીત બુદ્ધિ હૃદયની અંદર છે, બીજા લોકોને દેખાતી નથી. કોઈ આપણને આ વિપરીત બુદ્ધિથી રોક-ટોકી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી, કોઈ વારી શકતું નથી. માટે અભ્યત્તર મિથ્યાત્વ છે. આશા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મોહત્યાગાષ્ટક - ૪ यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः । क्व नाम परद्रव्येऽनुपयोगिनि मुह्यति ? ॥८॥ જ્ઞાનસાર ગાથાર્થ :- જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપન કરેલા એવા સમસ્ત પંચાચારના પાલન દ્વારા મનોહર બની છે બુદ્ધિ જેની એવા જે યોગી પુરુષ છે તે બીનજરૂરી એવા પરદ્રવ્યમાં કેમ મોહ પામે ? ॥૮॥ ટીકા :- ‘‘યશ્ચિત્ત્વન’'કૃતિ-ય: પુરુષ: સામાનુ તાશય:-ત્રિ-જ્ઞાન સર્વપવાર્થपरिच्छेदकम्, तदेव दर्पणम् - आदर्श:, तेन ( तस्मिन् ) विन्यस्ताः स्थापिताः समस्त ज्ञानाद्याचारा: (येन सः), तेन चारुर्मनोहरा धीर्बुद्धिर्यस्य सः पुरुषः, नाम इति જોમલામન્ત્રો, પત્રવ્ય-પુાભાવી અનુપયોગિનિ-ગિિશ્ચત્વરે, જેનાપિ ( સ્મિપિ) कार्ये ग्रहीतुमयोग्ये क्व मुह्यति ? इत्यर्थः, यो ज्ञानादिपञ्चाचारेण संस्कारितोपयोगी आत्मानन्दं ज्ञानदर्पणे पश्यन् परद्रव्ये कथं मुह्यति ? नैवेति । વિવેચન :- જે પુરુષ આગમશાસ્ત્રોને અનુસરવાના આશયવાળો છે. અર્થાત્ આગમશાસ્ત્રોને અનુસરનારું ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વ પદાર્થોને જણાવનારું જે જ્ઞાન છે તે જ્ઞાનરૂપી દર્પણમાં જ સ્થાપિત કર્યા છે પંચાચાર જેણે એવો જે પુરુષ છે. તથા તે પંચાચારના પાલન વડે મનોહર (નિર્મળ) બની છે બુદ્ધિ જેની એવો જે યોગીપુરુષ છે. સારાંશ કે આગમશાસ્ત્રોને અનુસારે નિર્મળ શુદ્ધ સ્યાદ્વાદપૂર્વકના સમ્યજ્ઞાન સહિત નિર્દોષપણે પંચાચારનું પાલન કરતાં કરતાં સંસ્કારિત અને શુદ્ધ બુદ્ધિવાળા જે યોગી મહાત્મા બન્યા છે તે મહાપુરુષ અનુપયોગી-જેમાં આત્માનું કંઈ પણ ભલું થવાનું નથી એવાં - અકિંચિત્કર, - આધ્યાત્મિક કોઈપણ કાર્ય કરવા માટે ગ્રહણ કરવાને અયોગ્ય (આધ્યાત્મિક કાર્ય કરવામાં ડખલિગિર કરનારાં) એવાં પુદ્ગલોની સારી કે નઠારી રચનામાં કેમ મોહ પામે ? જે મહાત્મા પુરુષ ઉત્તમ એવા જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરે પાંચ આચારોનું સુંદર પાલન કરવાપૂર્વક અતિશય નિર્મળ અને સંસ્કારિત ઉપયોગવાળા બન્યા છતા પોતાના આત્માના સુખગુણને અનુભવવાનો આનંદ જ્ઞાનની મસ્તીમાં જ માણતા હોય છે તે મહાત્મા પુરુષો અકિંચિત્કર અને આત્મકલ્યાણમાં વિઘ્નભૂત (મોહ ઉત્પન્ન કરવા વડે રાગ-દ્વેષ કરાવવા દ્વારા આત્મ-કલ્યાણમાં વિઘ્ન કરનારા) એવા સારા-નરસા પૌલિકભાવોના બનેલા પરદ્રવ્યમાં મોહ કેમ પામે ? અર્થાત્ આવા જ્ઞાનીઓ જ્ઞાનસુખને માણતા છતા પુદ્ગલસુખમાં રાચતા-માચતા નથી જ. Page #168 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૩૫ तत्त्वज्ञानविकलानामनादिमिथ्यात्वासंयमवतां स्वरूपानुभवशून्यानामेव परद्रव्यानुभवः । तत्र सुखभ्रान्तिरूपो मोहः । स्वभावधर्मनिर्धार-भासन-रमणानुभवसुखास्वाद-लीनानां न मोहः । अतः आत्मस्वरूपैकत्वमेव मोहत्यागोपायः, अत एव अनादिभ्रान्तिमपहाय आत्मानुभवरसिकतया भवनीयम् । आत्मस्वरूप-श्रद्धान-भासनरमणानुभवोद्यमवता' स्थातव्यमिति तत्त्वम् । __ आगमश्रवणकुसङ्गत्यागात् तत्त्वरुचितत्त्वज्ञानबलेन संयोगजं सर्वमनित्यमशरणं संसारहेतुः, आत्मा एकः सर्वपदार्थान्तरम्, आत्मव्यतिरिक्तपरस्पर्श एवाशुचिः । परानुयायिता एव आश्रवाः, स्वरूपानुगमनं संवरः, उदीर्णके अमग्नता, इत्यादि परिणत्या मोहत्यागो विधेयः ॥८॥ જે આત્માઓ તત્ત્વજ્ઞાન વિનાના છે. આત્મતત્ત્વના સ્વરૂપથી અજાણ છે. અનાદિકાલથી મિથ્યાત્વદશા (વિપરીત બુદ્ધિ) અને અવિરતિભાવવાળા છે તથા આત્માના નિર્મળ અને શુદ્ધ ગુણોનો અનુભવ જેણે જાણ્યો-માણ્યો નથી એવા ભોગાસક્ત જીવોને જ પરદ્રવ્યમાં (પદ્ગલિક પદાર્થોના સુખમાં તથા પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓમાં પ્રીતિ-અપ્રીતિ કરવા દ્વારા) સુખબુદ્ધિ કરવા વડે આનંદનો અનુભવ થાય છે. જેમ ભૂંડને કાદવની અંદર રમવામાં, માખીને વિષ્ટા અને શ્લેષ્માદિ અશુચિમાં બેસવાનો આનંદ આવે છે તેમ મોહાસ એવા ભોગી જીવોને પરદ્રવ્યના ભોગમાં જ આનંદ આવે છે. ત્યાં સુખ નથી પણ મોહાલ્પતાથી સુખબુદ્ધિ થાય છે તે સુખની ભ્રાન્તિ સ્વરૂપ મોહ માત્ર જ છે. જે મહાત્મા પુરુષો આત્માના શુદ્ધ, નિર્મળ અને નિર્દોષ એવા સ્વાભાવિક ધર્મોમાં જ શ્રદ્ધા રાખવાપૂર્વક તે જ ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક તે જ ધર્મોમાં રમણતા કરવા સ્વરૂપ રત્નત્રયીના અનુભવસુખના આસ્વાદમાં લીન બનેલા છે તે મહાપુરુષોને પરદ્રવ્યના સુખમાં મોહ થતો નથી. આ કારણથી શત્રુથી બચવા માટે જેમ તેના વિરોધીનું શરણું લેવું તે ઉપકારક થાય છે તેમ આત્માના સ્વરૂપની સાથે એકાકારતા એ જ મોહના ત્યાગનો એટલે કે મોહથી બચવાનો ઉપાય છે. આ કારણથી અનાદિકાલથી લાગેલો (પરમાં સુખબુદ્ધિનો) આ ભ્રમ ત્યજીને આત્માના ગુણોના સુખમાં જ રસિક થવાનો પ્રયત્ન આ જીવે કરવો જોઈએ. આત્માના જ રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની જ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાના અનુભવમાં જ ઉદ્યમશીલ ૧. અહીં ઘણી પ્રતોમાં રમUTIનુભવવતા શબ્દ છે. પૂજ્ય રમ્યગુણાશ્રીજી મ.સાહેબના સંપાદન કરાયેલા પુસ્તકમાં પાના નંબર ૩૦માં રમUIનુભવો યમવતા શબ્દ છે. પરંતુ પાઠના અર્થની સંગતિ કરતાં મUIનુમોદ્યમવતા હોવું જોઈએ એમ લાગે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર બનવું જોઈએ. એ જ આ તત્ત્વનો સાર છે. પરપદાર્થોને પરદ્રવ્ય જાણીને તેની પ્રીતિ ત્યજીને આત્મગુણોના સુખના આનંદમાં લયલીન થવું એ જ આ તત્ત્વ જાણવાનો સાર છે. નિરંતર ગુરુગમ દ્વારા શાસ્ત્રોનું શ્રવણ, તત્ત્વોનું ચિંતન-મનન, કુસંગનો ત્યાગ, સત્સંગનું સતત સેવન ઈત્યાદિ ઉપાયો દ્વારા યથાર્થ તત્ત્વની રુચિ અને યથાર્થ તત્ત્વનું સમ્યજ્ઞાન મેળવવા વડે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરીને (કર્મોના ઉદયજન્ય) પરદ્રવ્યોના સંયોગથી પ્રાપ્ત થયેલી સર્વે પણ દુઃખસામગ્રી અને સુખસામગ્રી અનિત્ય છે (નાશવંત છે, અવશ્ય વિયોગ પામનારી છે), અશરણ છે (દુઃખાદિ કાલે રક્ષણ આપનારી નથી) તથા રાગ અને દ્વેષ કરાવવા દ્વારા સંસારવર્ધનનો (જન્મમરણની પરંપરા વધારવાનો) હેતુ છે. આવા પ્રકારની સર્બુદ્ધિ કરવી. આપણો આત્મા જ એક પોતાનો છે અને તે અન્ય પદાર્થોથી પદાર્થાન્તર છે. એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. પોતાનો આત્મા એ જ એક પોતાનો પદાર્થ છે. તેથી આત્માને છોડીને અન્ય કોઈપણ પર પદાર્થનો સ્પર્શમાત્ર કરવો તે પણ અપવિત્રતા જ છે. (કર્મબંધનો હેતુ છે). તેથી પરદ્રવ્ય પ્રત્યે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા દ્વારા તેને અનુસરવાપણું એ જ કર્મબંધના આશ્રવો છે અને આત્માના નિર્મળ સ્વરૂપને અનુસરવાપણું જ એક સંવરમાર્ગ છે. માટે ઉદયમાં આવેલા પુણ્યકર્મ અને પાપકર્મમાં (પુણ્યોદયજન્ય સુખમાં અને પાપોદયજન્ય દુઃખમાં) અમગ્નતા રાખવી-ઉદાસીનપણું રાખવું. રિત-અરિત ન કરવી. કારણ કે કર્મોદયથી આવેલું આ સુખ-દુઃખનું સ્વરૂપ આત્માનું નથી, પરાયું છે, નાશવંત છે ઈત્યાદિ. અલિપ્ત ભાવનાવાળી આત્મપરિણતિ દ્વારા આ જીવે મોહનો ત્યાગ જ કરવો જોઈએ. આવા પ્રકારનો ઉપદેશ ગ્રંથકારશ્રી આપણને આ અષ્ટકમાં સમજાવે 9.11211 ચતુર્થ મોહત્યાગાષ્ટક સમાપ્ત Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ॥ અથ પશ્ચમ જ્ઞાનાષ્ટમ્ ॥ ૧૩૭ मोहत्यागश्च ज्ञानाद् भवति, अतः ज्ञानाष्टकं लिख्यते । तत्र ज्ञानलक्षणं व्यवहाराव्यभिचाररूपं सर्वपदार्थावबोधरूपं सामान्यविशेषात्मनि पदार्थजाते विशेषावबोधलक्षणं ज्ञानम्, ज्ञायतेऽनेनेति ज्ञानम् । उक्तञ्चोत्तराध्ययने एयं पंचविहं नाणं, दव्वाण य गुणाण य । पज्जवाणं च सव्वेसिं, नाणं नाणीहिं देसियं ॥ २८/५ ॥ ( ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮, ગાથા-વ્ ) इति आत्मनः विशेषलक्षणम् । ઉપરના અષ્ટકમાં સમજાવેલા મોહનો (ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો) ત્યાગ સમ્યજ્ઞાનથી થાય છે. સમ્યજ્ઞાન હોય તો જ મોહને જીતી શકાય છે. આ કારણથી હવે જ્ઞાનાષ્ટક લખાય છે. ત્યાં જ્ઞાનનું લક્ષણ આ પ્રમાણે સમજવું - (૧) વ્યવહારની સાથે અવ્યભિચાર રૂપ જે હોય, (૨) સર્વે પણ પદાર્થોની જાણકારી સ્વરૂપ હોય અને (૩) સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મોથી યુક્ત એવા પદાર્થોના સમૂહની અંદર વિશેષ ધર્મોનો બોધ કરવા સ્વરૂપ જે જાણકારી હોય તેને જ જ્ઞાન કહેવાય છે. જે પદાર્થ જેવો હોય, જેવું તેનું નામ તથા સ્વરૂપ વ્યવહારાતું હોય તેવો જ તેમાં બોધ કરવો તેને વ્યવહારાવ્યભિચારી કહેવાય છે. આવા પ્રકારના યથાર્થ બોધને જ્ઞાન કહેવાય છે. વસ્તુ જણાય જેના વડે તેને જ્ઞાન કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ ગાથા પાંચમીમાં કહ્યું છે કે - “આ પ્રમાણે સર્વે દ્રવ્યોનું, ગુણોનું અને પર્યાયોનું જે જ્ઞાન છે તે જ્ઞાન પાંચ પ્રકારનું છે એમ જ્ઞાનીપુરુષો વડે કહેવાયેલું છે.” ૨૮-૫। વસ્તુમાં રહેલા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ધર્મોમાંથી વિશેષ ધર્મોનો જે બોધ, તેને જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન જ આત્માનું વિશેષ લક્ષણ છે. હવે આ જ્ઞાન ઉપર ચાર નિક્ષેપા અને સાત નયો સમજાવાય છે. नामज्ञानं शब्दालापरूपम् । स्थापनाज्ञानं सिद्धचक्रादौ स्थापितम् । द्रव्यज्ञानमागमतो ज्ञानपदावबोधी अनुपयुक्तः । नोआगमतो द्रव्यज्ञानमनुपयुक्तावस्था કૃતિ તત્ત્વાર્થે (અધ્યાય-૧/૫) । તથા દ્રવ્યજ્ઞાન પુસ્તયસ્તમ્, ગથવા વાધનાप्रच्छना-परिवर्तना-धर्मकथानुप्रेक्षादीनां द्रव्यज्ञानम् । भावज्ञानमुपयोगपरिणतिः । मत्यादिप्रकारं स्वपरविवेचकं परिच्छेदावलोकना - भासनादिपर्यायम् । Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર “જ્ઞાન” આવા પ્રકારનો શબ્દાલાપ કરવો (ઉચ્ચારણ કરવું) તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્ર આદિ પટોમાં “જ્ઞાન” આવું આલેખન કરવું તે સ્થાપનાજ્ઞાન જાણવું. દ્રવ્યજ્ઞાન બે પ્રકારનું છે - (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં જ્ઞાનપદના અર્થનો અવબોધ જેને બરાબર છે પરંતુ પ્રરૂપણા કરતી વખતે ઉપયોગ નથી તેવા અનુપયુક્ત જ્ઞાનપદના જ્ઞાની પુરુષને આગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે તેવા દ્રવ્યજ્ઞાનવાળા જ્ઞાનીની અનુપયોગવાળી જે અવસ્થા છે તે અવસ્થાને નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાનીની ભેદવિવક્ષા કરીને જ્ઞાનને આગમ અને જ્ઞાનીને નોઆગમ કહેલ છે. તથા પુસ્તકોમાં લખેલું જે શ્રુતજ્ઞાન તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. કારણ કે પુસ્તક હોવાથી જડ છે આગમસ્વરૂપ નથી. છતાં તેમાં લખેલું જે જ્ઞાન છે તે આગમ છે. માટે દેશથી આગમ અને દેશથી અનાગમ એમ નોઆગમથી દ્રવ્યજ્ઞાન જાણવું. અહીં નો શબ્દ દેશવાચી જાણવો. અથવા વાચના-પ્રચ્છના-પરાવર્તના-ધર્મકથા અને અનુપ્રેક્ષા (ભાવના) એમ પાંચ પ્રકારનો જે સ્વાધ્યાય તે પણ નોઆગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. કારણ કે તે સ્વાધ્યાય વાચિક-કાયિક પ્રવૃત્તિરૂપ છે અને પ્રવૃત્તિ તે યોગાત્મક છે માટે આગમ નથી. છતાં જે વિષયના વાચનાદિ થાય છે તે વિષય આગમસ્વરૂપ છે. આમ કથંચિત્ આગમ, કથંચિત્ અનાગમ એમ નોઆગમ જાણવું અને ઉપયોગાત્મક જે જ્ઞાનની પરિણિત છે તે ભાવથી જ્ઞાન જાણવું. આ જ્ઞાન તિ આદિ (મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ અને કેવલ ઈત્યાદિ) પાંચ ભેદવાળું અને ૫૧ પેટાભેદવાળું જાણવું. તથા સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? તેના વિવેકને કરનારું જાણવું. તે જ્ઞાનના જ ૧ પરિચ્છેદ, ૨ અવલોકન, ૩ આભાસન આદિ પર્યાયવાચી શબ્દો જાણવા. આ પ્રમાણે આ ભાવજ્ઞાન સમજાવ્યું. હવે સાત નયો સમજાવાય છે. तत्र नैगमेन ज्ञानं भाषादिस्कन्धः ज्ञानम् । सङ्ग्रहेण सर्वजीवाज्ञानम् अभेदोपचारात्, व्यवहारेण पुस्तकादिज्ञानम्, ऋजुसूत्रेण तत्परिणामसङ्कल्परूपं ज्ञानम्, अथवा - ज्ञानहेतुवीर्यं नैगमेन, सङ्ग्रहेण आत्मा, व्यवहारेण क्षयोपशमीभूतज्ञानाविभागप्रवृत्तिः, ऋजुसूत्रेण वर्तमानबोधः यथार्थायथार्थरूपमुभयज्ञानम्, शब्दनयेन सम्यग्दर्शनपूर्वकयथार्थावबोधलक्षणं कारणकार्यसापेक्षं ज्ञानं स्वपरप्रकाशं स्याद्वादोपेतमर्पितानर्पितादियुक्तं सम्यग्ज्ञानं ज्ञानम्, समभिरूढनयेन सकलज्ञानवचनपर्यायशक्तिप्रवृत्तिरूपम्, एवम्भूतनयेन मत्यादीनां स्वस्वरूपपूर्णे एवम्भूतता वस्तुतः केवलं ज्ञानं एवम्भूतज्ञानम् । ૧. તત્ત્વાર્થસૂત્ર-૧/૫ ની ટીકામાં લખ્યું છે કે - तथा द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था । Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ अत्र मिथ्यादर्शनेऽपि विपर्यासोपेतं ज्ञानं कुज्ञानम्, तन्न मोहत्यागहेतुः, अतः सम्यग्दर्शनपूर्वकस्वस्वरूपोपादेयपरभावहेयोपयोगलक्षणं सम्यग्ज्ञानं गृहीतम्, तस्यैव संसारौदासीन्यहेतुत्वात्, उक्तञ्च - (૧) શ્રોતાને સમજાવવા માટે વક્તા વડે ઉચ્ચારણ કરાતા (બોલાતા) શબ્દો રૂપે મુકાતા શબ્દોરૂપે બનાવેલાં જે ભાષાવર્ગણાનાં પુદગલો તથા તેના બનેલા જે સ્કંધો તેને નગમનયથી જ્ઞાન કહેવાય છે. નૈગમનય ઉપચારગ્રાહી નય છે તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાષાના સ્કંધોને જ જ્ઞાન માને છે. વક્તાની ભાષા શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. તેથી જ્ઞાનની ભાષાના પુદ્ગલ સ્કંધોમાં ઉપચાર કરાયો છે. તથા વક્તાની ભાષા વક્તાના જ્ઞાનનું કાર્ય પણ છે. ત્યાં કાર્યમાં કારણનો ઉપચાર સમજવો. (૨) સંગ્રહનયની અપેક્ષાએ સર્વે પણ જીવોમાં રહેલું મિથ્યાત્વાદિ દોષોથી યુક્ત, અજ્ઞાનાત્મક (વિપરીત જ્ઞાનાત્મક) જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે મિથ્યાત્વાદિ દૂષિત ભાવોવાળું હોવાથી ભલે “અજ્ઞાન” કહો, પરંતુ તે છે જ્ઞાનાત્મક - ચેતનાત્મક, અર્થાત્ વિપરીત હોય કે અવિપરીત હોય પણ તેમાં જ્ઞાનાંશ છે માટે જ્ઞાન કહેવાય છે. મોહના ઉદયથી ભલે અજ્ઞાન કહેવાય પરંતુ તે અજ્ઞાન પણ ચૈતન્યાત્મક જ્ઞાન છે. (૩) પુસ્તકાદિમાં (પુસ્તકમાં-પ્રતમાં-તાડપત્રીમાં કે પટાદિ ઉપર) લખેલું જે જ્ઞાન તે વ્યવહારનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે જીવોને જ્ઞાનપ્રાપ્તિનું નિકટ અને અસાધારણ કારણ છે માટે વ્યવહારનય, દૂર-દૂરના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે મૈગમનય અને નિકટના કારણમાં કાર્યનો ઉપચાર કરે તે વ્યવહારનય જાણવો. (૪) જે વિષય જાણવામાં આવ્યો તે વિષયના જાણવાપણાના પરિણામાત્મક જે વિચારધારા છે તેને ઋજુસૂત્રનયથી જ્ઞાન કહેવાય છે. કારણ કે વસ્તુતત્ત્વને જાણવાના પરિણામ સ્વરૂપ જ્ઞાન છે. અહીં ઉપચાર નથી, કારણ નથી, પણ કાર્ય છે. માટે ઋજુસૂત્રનય. અથવા (૧) જ્ઞાનની પ્રાપ્તિ માટે તેના કારણ રૂપે મન-વચન-કાયાના આલંબને વપરાતું જે કરણવીર્ય તે નૈગમનયથી જ્ઞાન કહેવાય. વિર્યશક્તિમાં જ્ઞાનનો ઉપચાર-આરોપ છે માટે. (૨) “આત્મા” એ જ જ્ઞાન છે આ સંગ્રહનયથી જાણવું. કારણ કે “જ્ઞાન-જ્ઞાની”ની એકતા હોવાથી અભેદની પ્રધાનતા તે સંગ્રહનય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪) જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર (૩) ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા એવા જ્ઞાનમાં અવિભાગપણે-અટક્યા વિનાનિરંતર પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનયથી જ્ઞાન. ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે જ્યારે વ્યવહારનય નિકટવર્તી ત્રણે કાલને ગ્રહણ કરનાર છે અને નૈગમન તથા સંગ્રહનય દીર્ઘપણે ત્રણે કાલને ગ્રહણ કરનાર છે. તેથી નૈગમનય અને સંગ્રહનય સત્તામાં રહેલા જ્ઞાનને પણ જ્ઞાન માને, વ્યવહારનય પ્રગટ થયેલા જ્ઞાનને અને તદનુસાર પ્રવૃત્તિને જ્ઞાન માને અને ઋજુસૂત્રનય વર્તમાનકાલીન જ્ઞાનને જ્ઞાન માને. આમ ભેદ જાણવો. (૪) ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે. તેથી વર્તમાનકાલે વર્તતો જે બોધ, પછી ભલે તે યથાર્થ બોધ હોય કે અયથાર્થબોધ હોય. એમ ઉભયબોધને આ નય જ્ઞાન માને છે. (૫) શબ્દાદિ પાછલા ત્રણે નયી તત્ત્વગ્રાહી દૃષ્ટિવાળા છે તેથી (૧) સમ્યગ્દર્શન પૂર્વક યથાર્થ (જે વસ્તુ નિત્યાનિત્યાદિ ભાવવાળી છે તેવો યથાર્થ) બોધ થવા સ્વરૂપ જે જ્ઞાન, (૨) કારણ અને કાર્યની અપેક્ષાવાળું જે જ્ઞાન, (યોગાચારવાદી બૌદ્ધો શેય વિના જ્ઞાનમાત્ર માને છે તેવું નહીં, કારણ કે શેય હોય તો જ તે વિષયનું જ્ઞાન થાય છે. માટે શેયની અપેક્ષાવાળું જ્ઞાન) (૩) સ્વ અને પર એમ બન્નેનો પ્રકાશ કરનારું એવું જ્ઞાન, અર્થાત્ જ્ઞાન અને ય એમ બન્નેને જણાવનારું દીપકની તુલ્ય જ્ઞાન (કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે જેમ સુશિક્ષિત નટખટુ પરને પોતાના ખભા ઉપર ચઢાવી શકે છે પણ પોતાને પોતાના ખભા ઉપર ચઢાવી શકતો નથી તેમ જ્ઞાન શેયને જણાવી શકે છે પરંતુ પોતાને જણાવી શકતું નથી. કોઈક દર્શનકારો જ્ઞાનને સમયાન્તરે થયેલા બીજા જ્ઞાનથી પ્રકાશિત થાય પરંતુ સ્વયં સ્વનો પ્રકાશ ન કરે એમ માને છે. કોઈ કોઈ દર્શનકારો જ્ઞાન અર્થને જણાવે અને અર્થ જ્ઞાનને જણાવે એમ માને છે. આ સર્વે મતોના નિષેધ માટે લખેલ છે કે સ્વ-પર પ્રકાશક એવું જ્ઞાન) (૪) સ્યાદ્વાદ ધર્મથી યુક્ત એવું જ્ઞાન (સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિનાસ્તિ, સામાન્યવિશેષ છે આવું જ જ્ઞાન તે). (૫) અર્પિત અને અનર્પિત આદિ ભાવોથી યુક્ત (ક્યારેક દ્રવ્યાર્થિકનયની પ્રધાનતા કરનારું અને ક્યારેક પર્યાયાર્થિકનયની પ્રધાનતા કરનારું, એમ જે કાલે જેની અર્પણા (પ્રધાનતા) કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય તે રીતે અર્પણ અને અનર્પણા કરવાના ભાવથી યુક્ત, આવું જે સમ્યજ્ઞાન છે તેને જ શબ્દનય જ્ઞાન કહે છે. (૬) સમભિરૂઢનયની અપેક્ષાએ સર્વપ્રકારની વસ્તુને જાણવાની જ્ઞાનશક્તિ, તેને સમજાવવા માટેની વચનશક્તિ અને તે તે વસ્તુમાં રહેલ પર્યાય પામવાની શક્તિ એમ Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૪૧ ત્રણે પ્રકારની શક્તિના સમન્વયપૂર્વકની પ્રવૃત્તિવાળું જે જ્ઞાન છે તેને જ શાન કહેવાય એમ માને છે. (૭) એવંભૂતનયની અપેક્ષાએ મતિ-શ્રુત-અવધિ આદિ પાંચે જ્ઞાનો પોતપોતાના સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણપણે પ્રગટ્યાં હોય ત્યારે જ એવંભૂતતા આ જ્ઞાનને જ્ઞાન કહેવાય એમ માને છે. જે જ્ઞાન જેટલા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને જણાવવાના વિષયવાળું છે તે જ્ઞાન તેટલા વિષયને જણાવવાના સ્વરૂપવાળું જ્યારે પ્રગટે છે ત્યારે જ તેમાં એવંભૂતતા = યથાર્થ જ્ઞાનવત્તા આવે છે. માટે તેને જ જ્ઞાન માને છે. પરમાર્થે તો પ્રથમનાં ચાર જ્ઞાનો ક્ષાયોપમિક ભાવવાળાં હોવાથી પરિમિત વિષયવાળાં છે, તેથી તેને છોડીને સંપૂર્ણ વિષયવાળા કેવલજ્ઞાનને જ એવંભૂતનય જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાન ઉપર નયોની યોજના સમજાવી. = અહીં મિથ્યાત્વમોહનીયના ઉદયકાલે પણ જીવને નવ પૂર્વ સુધીનું જ્ઞાન થાય છે. તથાપિ તે જ્ઞાન વિપર્યાસભાવવાળું છે. તેથી કુશાન કહેવાય છે. તેથી તે જ્ઞાન મોહના ત્યાગનું કારણ બનતું નથી. તેથી તેને સમજાવવાનો અહીં અધિકાર નથી, પરંતુ સમ્યગ્દર્શન પૂર્વકનું જે જ્ઞાન, એટલે કે આત્માના શુદ્ધ એવા સ્વ-સ્વરૂપને ઉપાદેય અને પરભાવને હેય તરીકે સમજવા-સમજાવવાના ઉપયોગવાળું જે સમ્યજ્ઞાન છે તેને જ સમજાવવા માટે ગ્રહણ કરેલું છે. કારણ કે તેવા પ્રકારનું તે સમ્યજ્ઞાન - જે સંસાર પ્રત્યને ઉદાસીનતા (સંસારી ભાવો ઉપર વૈરાગ્ય) લાવવામાં હેતુસ્વરૂપ છે. માટે તે સમ્યજ્ઞાન જ અહીં સમજાવવાનો અવસર છે. સમ્યજ્ઞાન જ આ જીવને તારનારું છે. અન્યત્ર કહ્યું છે કે - " तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥ अतः ज्ञानं तत्त्वावबोधरूपम्, आत्मना स्वस्वभावाविष्करणहेतुः, मोक्षमार्गस्य मूलम्, ज्ञानक्रियाभ्यां मोक्षः, पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए (દશવૈકાલિક અ-૪, ગાથા-૧૦) Üસ્વરૂપમ્, અત્રાનુપ્રેક્ષાયુવતસ્પર્શજ્ઞાનચાવતરસ્તર્ व्याख्यायते તે જ્ઞાન જ ન કહેવાય કે જે જ્ઞાન પ્રગટ થયે છતે રાગાદિ કષાયોનો સમૂહ જોર કરતો હોય, સૂર્યના કિરણોની આગળ ટકી રહેવાની શક્તિ અંધકારની કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય, તેમ અહીં સમજવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર આ કારણથી તત્ત્વનો સાચો બોધ જે કરાવે તેને જ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવાય છે. આવા પ્રકારનું જે સમ્યજ્ઞાન છે તે જ આત્માના શુદ્ધસ્વભાવની પ્રાપ્તિનું અવન્ત્યકારણ છે. એટલું જ નહીં પણ તે જ્ઞાન જ મોક્ષમાર્ગનું મૂલ છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે, પ્રથમ જ્ઞાન અને પછી દયા, સર્વ સાધુસંતોએ આ પ્રમાણે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનપૂર્વકની દયા પાલવા પ્રયત્ન કરવો જોઈએ.’” આવા પ્રકારનું જ્ઞાનસ્વરૂપ છે. અહીં અનુપ્રેક્ષાયુક્ત (ભાવજ્ઞાનથી સહિત) આત્માને સ્પર્શેલું જે જ્ઞાન છે તે જ મોહના ક્ષયનું પ્રબળ કારણ છે. તેથી તે જ્ઞાનને જ સમજાવવાનો અવસર છે. માટે તેનું વ્યાખ્યાન કરાય છે - मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥ १ ॥ ગાથાર્થ :- જેમ ભૂંડ વિષ્ટામાં જ આનંદ માને છે તેમ અજ્ઞાની પુરુષ અજ્ઞાનમાં જ આનંદ માને છે. તથા જેમ હંસ માનસરોવરમાં જ આનંદ માણે છે તેમ જ્ઞાનીપુરુષ જ્ઞાનગંગામાં જ આનંદ માણે છે. ॥૧॥ ટીકા :- “મન્નત્યજ્ઞ કૃતિ''-અજ્ઞ: સ્વમાવિમાવાવિવેચા:, તિ કૃતિ સત્યે, अज्ञाने - अयथार्थोपयोगे, मज्जति - मग्नो भवति, यथार्थावबोधविकलः अयथार्थे लीनो भवति । क इव ? विष्टायां शूकरः इव, यथा शूकरो विष्टायां मज्जति, तथाऽज्ञोऽभोग्ये आत्मगुणावरणकारणे परवस्तुनि सातादिविपाके इन्द्रियविषये मज्जति । ज्ञानीयथार्थावबोधी, ज्ञाने-तत्त्वावबोधे, आत्मस्वरूपे निमज्जति - तन्मयो भवति । વિવેચન :- જે આત્માઓ સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ કરી શકતા નથી. તેવા આત્માને અહીં અજ્ઞાની કહેવાય છે. ગાથામાં લખેલ લિ શબ્દ સત્ય અર્થમાં છે. આવા પ્રકારના સ્વભાવદશા અને વિભાવદશાનો ભેદ નહીં જાણનારા અજ્ઞાની આત્માઓ અજ્ઞાનમાં જ - અયથાર્થ બોધમાં જ મગ્ન થાય છે. અર્થાત્ જે આત્મા યથાર્થ બોધથી રહિત છે તે આત્મા મિથ્યાજ્ઞાનમાં જ મગ્ન બને છે. કોની જેમ મગ્ન બને છે ? આવો પ્રશ્ન થાય તો ઉદાહરણ કહે છે કે - જેમ શૂકર (ભૂંડ નામનું પ્રાણી) વિષ્ટામાં જ આનંદ માને છે. વિષ્ટા એ અતિશય ગંદો પદાર્થ છે. તો પણ શૂકર તેમાં જ મઝા માણે છે. તેવી જ રીતે અજ્ઞાની પુરુષો પરમાર્થથી ભોગવવાને અયોગ્ય, આત્માના ગુણોના આવારક, સાતા-યશ વગેરેના વિષયભૂત એવા પાંચ ઈન્દ્રિયના વિષયસ્વરૂપ પરપદાર્થોમાં જ રાચ્યા-માચ્યા રહે છે. પાંચે ઈન્દ્રિયના વિષયો પરપદાર્થ છે, જીવનું સ્વરૂપ નથી, તો પણ અજ્ઞાની જીવ મોહાન્ધતાના કારણે તેમાં જ મઝા માણે છે. તેને સ્વભાવદશાનો અલ્પ પણ વિવેક નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૪૩ પરંતુ જે જ્ઞાનીપુરુષ છે, યથાર્થ તત્ત્વજ્ઞાન પામેલો આત્મા છે. તે આત્મા જ્ઞાનમાત્રમાં એટલે કે તાત્ત્વિક અવબોધ પ્રાપ્ત કરવામાં જ, આત્માના શુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં જ તન્મય થાય છે. આવા જ્ઞાની આત્માને જ્ઞાનની રસિકતા વિના બીજું કંઈ રુચતું નથી. आत्मस्वरूपावबोधानुभवलीनाः शब्दादिविषयान् मनोज्ञान् इन्द्रादिविस्मयहेतूंस्तृणयन्ति, रमन्ते स्वस्वरूपे, भीष्म ग्रीष्मतापतप्तशीलातलस्था अपि शीतला:, अत्यन्तहिमेऽकम्पा ध्यायन्ति स्वतत्त्वम्, जगद्विक्षोभ - अनाक्षोभक्षुधाश्चिन्तयन्ति स्वगुणपर्यायान्, शक्रस्पर्द्धिचक्रिलीलां त्यजन्ति, किं बहुना ? आत्मानन्दावबोधरसिकानामन्यद् दुष्टम्, यथार्थसम्पूर्णप्रत्यक्षात्मबोधरसिकाः तितिक्षन्ति परीषहान्, प्रारम्भयन्ति श्रेणिम्, तन्वन्ति स्वरूपैकत्वरूपं ध्यानम्, अतः ज्ञानास्वादिन एव धन्याः । उक्तञ्च संवेगरङ्गशालायाम् धन्ना सुकयत्था, जेसिं नियतत्तबोहरुड़ जाया । जे तत्तबोहभोई, ते पुज्जा सव्वभव्वाणं ॥१॥ जेसिं निम्मलनाणं, जायं तत्तं सहावभोगित्तं । ते परमा तत्तसुही, तेसिं नामपि सुट्टुयरं ॥२॥ तेषां जन्म जीवितं सफलम्, ये स्वतत्त्वबोधरसिका इति अतो ज्ञानी ज्ञाने મન્નતિ, યથા માલ:-હંસ: માનસે મતિ તથા કૃતિ ॥ સ્વભાવદશાના રસિક આત્માઓને જ્ઞાન-ગોષ્ઠી વિના બીજું કંઈ જ રૂચતું નથી, આ કારણથી જ આત્માના સ્વરૂપસંબંધી અવબોધના અનુભવમાં લીન બનેલા મહાત્મા પુરુષો, ઈન્દ્રાદિ સંસારી ભોગી જીવોને આશ્ચર્ય પમાડે એવા મનોહર પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયા હોય તો પણ તે વિષયોને તૃણની જેમ ગણે છે. (જેમ ઘરમાં પડેલાં ઘાસનાં તણખલાં ફેંકી દેવામાં આવે છે તેમ બંગલા જેવાં મોટાં મકાનો અને રાજ્યઋદ્ધિને પણ તૃણની જેમ મહાત્માપુરુષો ત્યજી દે છે) અને નિર્જન વનમાં જઈને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમે છે. ભયંકર ગ્રીષ્મઋતુના તાપથી તપી ગયેલી શીલાના શિખરભાગ ઉપર રહ્યા છતા પણ અતિશય જાણે શીતળ હોય તેમ વર્તે છે. અતિશય હિમ પડતો હોય તો પણ અકંપિત થયા છતા આત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે. આખા વિશ્વને આકુલવ્યાકુલ કરે એવી ક્ષુધા (ભૂખ) લાગવા છતાં, અલ્પમાત્રાએ પણ નથી થઈ આકુલ-વ્યાકુલતા જેને એવી ક્ષુધાવાળા આ મુનિઓ આત્માના જ શુદ્ધ ગુણો અને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર પર્યાયોનું ચિંતન-મનન કરે છે. ઈન્દ્રની સાથે સ્પર્ધા કરે એવી ચક્રવર્તીની લીલા મળી હોય તો પણ ક્ષણમાત્રમાં જ તેનો ત્યાગ કરે છે. અરે ઘણું કહીએ ? આત્માના ગુણોના આનંદના અનુભવમાં જ રસિક એવા તે મહાત્માઓને બીજું બધું જ દુઃખદાયી દેખાય છે. યથાર્થપણે પરિપૂર્ણ પ્રત્યક્ષ થયો છે આત્માનો અનુભવ જેને એવા તે અનુભવમાં જ રસિક મહાત્મા પુરુષો ઘોર પરીષહોને પણ સહન કરે છે. ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે છે. સ્વરૂપની સાથે જ એકતા પામવા સ્વરૂપ ધર્મધ્યાન-શુકલધ્યાન ધરે છે. આ કારણથી આવા પ્રકારના આત્મજ્ઞાનનો આસ્વાદ લેનારા જીવો જ ધન્યવાદને પાત્ર છે. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે “તે પુરુષો ધન્ય છે અતિશય કૃતાર્થ છે કે જેઓને પોતાના તત્ત્વની રુચિ પ્રાપ્ત થઈ છે. તથા જે પુરુષોને પોતાના આત્મતત્ત્વના બોધનો અનુભવ મળ્યો છે તે જ પુરુષો સર્વે ભવ્ય જીવોને પૂજ્ય છે. ॥૧॥ “જેઓને નિર્મળ જ્ઞાન પ્રગટ થયું છે, અને સ્વભાવના ઉપભોગ રૂપ સાચું તત્ત્વ પ્રાપ્ત થયું છે તેઓ જ સાચા તાત્ત્વિક રીતે પરમ સુખી છે. તેઓનું નામ પણ સુંદરતર છે. 11211 તે મહાત્માઓનો જન્મ અને જીવન સફળ છે કે જેઓ પોતાના આત્મતત્ત્વના બોધમાં જ રસિક છે, સ્વાનુભવ-રક્ત છે. સ્વભાવદશામાં જ લયલીન છે. આ કારણથી આવા જ્ઞાની પુરુષો જ્ઞાનમાં જ ડૂબેલા રહે છે. જેમ મરાલ એટલે કે રાજહંસ માનસરોવરમાં જ લીન રહે છે તેમ. માટે આત્મજ્ઞાનના રસિક બનવું. ॥૧॥ निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥२॥ ગાથાર્થ ઃ- “નિર્વાણની પ્રાપ્તિના કારણભૂત એવું એકપણ પદ (સુવાક્ય) જો વારંવાર વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. અતિશય વધારે જ્ઞાનના આગ્રહની જરૂર નથી. ॥૨॥ ટીકા :- “નિર્વાળપ મિતિ''-નિર્વ્યાપવું-નિમંત હેતુપમ્, િ स्याद्वादसापेक्षम्, मुहुर्मुहुः- वारंवारं भाव्यते-आत्मतन्मयतया क्रियते, वाचना- प्रच्छनापरावर्तनाऽनुप्रेक्षा-धर्मचिन्तन-परिशीलन- निदिध्यासन -ध्यानतया करणं कर्त्तृत्वं, कार्यत्वं, कारणत्वं, आधारत्वं आस्वादनं विश्रामः स्वरूपैकत्वम्, तदेवोत्कृष्टं ज्ञानं, येनात्मा स्वरूपलीनो भवति, अनाद्यनास्वादितात्मसुखमनुभवति । तत्पदमप्यभ्यस्यम्, शेषेण वाग्विस्ताररूपेण भूयसाऽपि वेदनज्ञानेन न निर्बन्धः । किं बहुतरेण जल्पज्ञानेन ? भावनाज्ञानं स्वल्पमप्यमृतकल्पमनादिकर्मरोगापगमक्षममिति ॥२॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક- ૫ ૧૪૫ વિવેચન - સર્વ કર્મનો સંપૂર્ણપણે જે ક્ષય તેને નિર્વાણ કહેવાય છે અથવા તેને જ મોક્ષ કહેવાય છે. તેવા પ્રકારના નિષ્કર્મતાવાળા નિર્વાણપદની પ્રાપ્તિનું કારણ બને એવું વીતરાગ પરમાત્માની જિનવાણીનું સ્યાદ્વાદની અપેક્ષાવાળું એક પણ ઉત્તમ વાક્યરૂપી પદ જો વારંવાર ભાવિત-વાસિત કરાય, આત્માની સાથે તન્મયતા રૂપે કરાય, જો એક વાક્યમાં પણ આત્મા લયલીન થઈ જાય, ગુરુજીની પાસે વાચના લેવા રૂપે, તેમને પ્રશ્ન પૂછવા રૂપે, વારંવાર પુનરાવર્તન કરવા રૂપે, ભાવના ભાવવા રૂપે, ધર્મતત્ત્વનું ચિંતન કરવા રૂપે, તથા ધર્મતત્ત્વનું જ પરિશીલન (વારંવાર ચિંતન) કરવા રૂપે, નિદિધ્યાસન (મનન) કરવા રૂપે અને ધ્યાન (સ્થિર ચિત્તપૂર્વક એકાગ્ર થઈને અનુશીલન) કરવા રૂપે સ્યાદ્વાદયુક્ત શાસ્ત્રીય એક પણ પદ વારંવાર જો કરyi = કરાય એટલે કે વિચારાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આત્મતત્ત્વનું જ સ્વરૂપ છે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. માટે તે સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારા એક પણ પદમાં (૧) કર્તાપણું, (૨) કર્મપણું, (૩) કરણપણું, (૪) આધારપણું, (૫) આસ્વાદનપણું, (૬) વિશ્રાન્તિપણું અને (૭) આત્મસ્વરૂપની સાથે એકતાનપણું છે. આમ વિચારવું. આમ ભાવવું-ચિત્તને આવી વાસનાથી વાસિત કરવું તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આવું એકપદનું પણ ભાવવાહી જ્ઞાન મુક્તિપદ પ્રાપ્ત કરાવનાર છે. જે જ્ઞાન વડે આ આત્મા આત્મસ્વરૂપમાં લીન થાય છે અને અનાદિકાળથી આસ્વાદિત ન કરેલા એવા અનુપમ આત્મસુખને અનુભવે છે. તેવા પ્રકારના નિર્વાણપદની પ્રાપ્તિના કારણભૂત એવા એક પદનો પણ વારંવાર અભ્યાસ કરવા જેવો છે. બાકીના વાણીમાત્રના વિસ્તાર સ્વરૂપ બહોળા એવા પણ શાસ્ત્રીયજ્ઞાનને પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખવો જરૂરી નથી. ઘણું શું કહીએ? વધારે બોલવામાત્રના જ્ઞાન વડે સર્યું. તેવા જ્ઞાનની બહુલતા હોય તો પણ આત્માનું કલ્યાણ થતું નથી. પરંતુ ભાવનાજ્ઞાન (કે જે જ્ઞાનથી આત્મા સ્વદશામાં લીન બન્યો છે અને વિભાવદશા ત્યજી દીધી છે તેવા પ્રકારનું ભાવનાજ્ઞાન) જો અલ્પમાત્રાએ પણ હોય તો પણ તે અમૃતતુલ્ય છે. કારણ કે અનાદિકાલથી આત્માને લાગેલા કર્મરોગનો નાશ કરવામાં તે જ્ઞાન સમર્થ છે. માટે સ્વભાવદશા પ્રાપ્ત કરાવનારા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. રા. स्वभावलाभसंस्कार-स्मरणं' (कारणं) ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यद्, तथा चोक्तं महात्मना ॥३॥ ૧. જો કે પ્રસિદ્ધપાઠ સંal dalvi છે. તો પણ ટીકાકારશ્રીએ ટીકામાં અરજી-સંવ નિરન્તરં તદુપયોગિતા અર્થ કર્યો છે. માટે “ર” પાઠ લખ્યો છે. તત્ત્વથી બન્નેનો અર્થ સરખો જ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર ગાથાર્થ :- આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું નિરંતર સ્મરણ જેમાં થાય તેને જ જ્ઞાન કહેવાય છે. આનાથી અન્ય જે કોઈ જ્ઞાન હોય તેને ધ્યાનધ્ય માત્ર (બુદ્ધિની અંધતા માત્ર) જ કહેવાય છે. (અર્થાત્ બુદ્ધિનું દેવાળું કાઢ્યું કહેવાય છે) અન્ય શાસ્ત્રોમાં મહાત્મા પુરુષોએ આમ કહેલું છે. llll. ટીકા - “માવત્નતિ"-સ્વભાવ:-નાદનન્તપુજી/પર્યાયરૂપ: તસ્ય નમ: प्राप्तिः, संस्कारः-वासना, तत्प्राग्भावता वा, तस्य स्मरणं, सदैव निरन्तरं तदुपयोगिता ज्ञानमिष्यते । अतः तत्त्वलाभतः अन्यत्सर्वं वाग्विलासरूपं स्वस्वरूपास्पर्शि बाह्यज्ञानं लौकिकलोकोत्तरागमविकल्परूपं सर्वं ध्यान्ध्यमात्रं व्याक्षेपरूपम्, यदात्मपरविभजनाऽऽत्मैकत्वपरपरित्यागाय न भवति तत्सर्वं विलापरूपमरण्ये । तथा च हरिभद्रपूज्यैः अकुत्थासंयतं नाणं, सुअपाठउव्व विन्नेयं । अनुयोगद्वारे - 'सिक्खितं ठितं जितं मितं जाव गुरुवयणोवगयं से णं तत्थ વાયTI પુછUTણ પરિવેટ્ટામહી, જો મનુષ્પી, તા રબૈસુર (અનુયોગદ્વાર સૂત્ર-૧૪) I વિવેચન :- “સ્વભાવ” એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય વગેરે અનંત ગુણાત્મક અને અનંત પર્યાયાત્મક એવું આત્માનું જ સ્વરૂપ છે તેને સ્વભાવ કહેવાય છે. તેની પ્રાપ્તિના સંસ્કારોનું સદા નિરંતર સ્મરણ જે જ્ઞાનથી થાય છે, તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે. એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી સદાકાલ નિરંતર આત્માના ગુણોની પ્રાપ્તિના સંસ્કારોનું મનમાં સ્મરણ રહ્યા કરે, ભોગદશાનું સ્મરણ ભૂલાતું જાય અને આત્માના ગુણોનું જ સ્મરણ વધતું જાય તે જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય છે. અહીં સંસ્કાર શબ્દનો અર્થ વાસના કરવી. કે પૂર્વે જે વિષયનો અનુભવ થયો છે અને ભાવિમાં સ્મરણ થવાના કારણભૂત સંસ્કારો હૃદયમાં પડેલા છે. એવી અનુભવેલા વિષયની હૃદયગત જે વાસના છે તેને સંસ્કાર કહેવાય છે. અથવા અહીં સંસ્કાર શબ્દનો અર્થ પ્રાગ્લાવતા-પ્રગટ થવાપણું, એવો પણ થાય છે. એટલે જે જ્ઞાનની પ્રાપ્તિથી આત્માના ગુણોની પ્રાપ્તિનો પ્રાદુર્ભાવ થાય છે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્માના ગુણોનો વિકાસ ન થાય અને ભોગબુદ્ધિ વધે તે જ્ઞાનને ધ્યાનધ્યમાત્ર-બુદ્ધિની અલ્પતા જ કહેવાય છે. આ માટે આત્મતત્ત્વના લાભથી અન્ય સર્વ જ્ઞાન કે જે વાણીના વિલાસમાત્ર સ્વરૂપ છે. આત્માના સ્વરૂપને નહીં સ્પર્શ કરનારું જે Page #180 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૪૭ પાંચ ઈન્દ્રિયોના સુખાદિની વૃદ્ધિ સંબંધી જે બાહ્યજ્ઞાન (વ્યાવહારિક જ્ઞાન) છે. તે જ્ઞાન લૌકિક હોય (સ્કુલ-કોલેજનું હોય), અથવા લોકોત્તર આગમોનું જ્ઞાન હોય (જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય) તો પણ તે સર્વે પ્રકારનું જ્ઞાન બુદ્ધિની અંધતારૂપ છે. આત્મકલ્યાણમાં વ્યાક્ષેપરૂપ (બાધા કરનારું) છે. અર્થાત્ સાર એ છે કે જે જ્ઞાન સ્વભાવદશા અને વિભાવદશાનું વિભાજન કરવા પૂર્વક આત્મદશાની સાથે એકતા કરાવવા માટે અને પરદશાનો (વિભાવદશાનો) ત્યાગ કરાવવા માટે સમર્થ થતું નથી તે જ્ઞાન અરણ્યમાં વિલાપ કરવા સ્વરૂપ નિષ્ફળ છે. અરણ્યમાં ગમે તેટલો વિલાપ કરીએ, જોરશોરથી રુદન કરવાપૂર્વક ઘણા મોટા અવાજે ઘાંટા પાડીએ તો પણ કોઈ સહાયક બનતું નથી. તે કેવલ શરીરમાં પરિશ્રમ માટે જ જેમ થાય છે, તેમ આત્મદશાને નહીં સ્પર્શનારું જ્ઞાન પણ સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ તેમના રચેલા શાસ્ત્રમાં કહ્યું છે કે - “પરિણામ ન પામેલું જ્ઞાન અને અવિરતાવસ્થાવાળું જ્ઞાન શુકપાઠની જેમ (પોપટ બોલો રામ-રામની જેમ) નિષ્ફળ જાણવું.” અનુયોગદ્વાર સૂત્રમાં પણ કહ્યું છે કે - જે શ્રુતજ્ઞાન ૧ શિક્ષિત, ૨ સ્થિત, ૩ જિત, ૪ મિત યાવત્ ગુરુની વાચનાથી પ્રાપ્ત કરેલું હોય, તે વાચના દ્વારા, પૃચ્છના દ્વારા, પરાવર્તના દ્વારા અને ધર્મકથા દ્વારા ભલે પ્રાપ્ત કરેલું હોય પરંતુ અનુપ્રેક્ષાપૂર્વકનું (ઉપયોગપૂર્વકનું) ન હોય તો તે દ્રવ્યશ્રુત કહેવાય છે. અનુયોગદ્વારસૂત્રમાં ૧૪મા સૂત્રમાં દ્રવ્યાવશ્યકના અધિકારમાં આવા પ્રકારનો પાઠ છે (१) जं आदितो आरब्भ पढ़तेण अंतं नीतं तं सिक्खितं । (२) तं चेव हितए अविस्सरणभावट्ठितं ठितं भवति । ( 3 ) तं परावत्तयतो परेण वा पुच्छितस्स आदिमज्झते सव्वं वा सिग्घमागच्छति तं નિતં । (૪) નં વળતો નન્દુ-ગુરુવ-વિંડુ-મત્તાહિઁ-પવ-પાવ-સિલોળાવિત્તિય સંવ્રુિત્ત તે મિત भण्णति । ( 4 ) जं कमेण य उक्कमेण य अणेगधा आगच्छति तं परिजितं । जधा सणामं सिक्खितं ठितं च तेण समं जं तं णामसमं । अधवा गुरूवदिट्टं जं सिक्खितं तं नामसमं (स्वनामवत् ) । (૮) વાત્તાવિયા ઘોસા, તે બધા ગુરૂäિ ઉધ્વરિતા, તથા ગતિંતિ ઘોસમાં । C ૭ દ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ્ઞાનાષ્ટક - ૫ (८) एगदुगादिअक्खरहीणं ण भवति तं अहीणक्खरं ति । (૧૦) અધિયાર ળ મતિ તેં સાધ્વશ્ર્વમાં તિ । આ પાઠમાં શિક્ષિત, સ્થિત, જિત, મિત, પરિજિત, નામસમ ઘોષસમ, અહીનાક્ષર અને અનત્યક્ષર કોને કહેવાય ? તેના અર્થો સમજાવેલા છે. તથા અસ્ખલિત, અમીલિત, અવ્યત્યાક્રેડિત, પ્રતિપૂર્ણ, વાચનાગમ વગેરે શબ્દો પણ સમજાવેલા છે. તે પાઠને અનુસારે શિક્ષિતથી પ્રારંભીને યાવત્ ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરેલા વાચનાગત સુધીનું કોઈપણ શ્રુત હોય પરંતુ જો “અનુપ્રેક્ષા (એટલે ભાવના અર્થાત્ ઉપયોગ) વિનાનું હોય એટલે કે અનુપ્રેક્ષા જો ન હોય તો તે સઘળુંય પણ શ્રુત દ્રવ્યશ્રુત કહેવાય છે. इति प्राप्तचेतनाक्षयोपशमः संज्ञाचतुष्टये इहलोकाशंसापरलोकाशंसया किं किं नास्ति, यस्तु सकलपुद्गलोद्विग्नः स्वस्वभावार्थी आत्मानं यथार्थावबोधेन जानाति તદ્ જ્ઞાનમ્, તત્રોદ્યમ: હ્રાર્ય: સ્વસાધ્યસિદ્ધયે । ઉત્તજ્જ - आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्यं तत् तथा तेन येन ज्ञानमयो भवेत् ॥१॥ જ્ઞાનસાર स्वल्पज्ञानेन नो शान्तिं याति दृप्तात्मनां मनः । स्तोकवृष्ट्या यथा तप्त - भूमिरूष्मायतेतराम् ॥२॥ अतः निरतिचारानाशंसि - यथार्थात्मबोधे रसिकतया भवनीयम्, तदर्थमेवाङ्गोपाङ्ग-योगोपधानाद्यभ्यासः मुनीनाम् । तथा चोक्तवान् महात्मा पतञ्जलिप्रमुखः यशोधनपटुश्च श्रीहरिभद्रगुरुर्योगबिन्दौ गाथा - ६७. આ પ્રમાણે વિચારતાં જે આત્માને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી ચેતનાશક્તિ અને અંતરાયકર્મના ક્ષયોપશમથી વીર્યશક્તિ પ્રાપ્ત થઈ છે. એવા ચેતના અને વીર્યશક્તિને પામેલા જે આત્માઓ છે, પરંતુ તેમાં મોહનો ઉદય ભળેલો છે. તેના કારણે પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોમાં જ સુખબુદ્ધિ જેઓની છે. એવા આત્માઓ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાને આધીન થયા છતા ચારે સંજ્ઞાની પૂર્તિ માટે આ લોકના સુખોની ઈચ્છાથી અને પરલોકનાં સુખોની ઈચ્છાથી આ સંસારમાં એવું શું શું પાપ છે કે જે પાપ આ જીવોમાં ( નાસ્તિ) ન હોય ! આ લોક-પરલોકના સુખોની આશાથી મારામારી કરે છે. પંચેન્દ્રિયની હત્યા કરે છે, વ્યભિચારાદિ પાપ સેવે છે. એવું કોઈ પાપ નથી કે જે Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૪૯ ચાર સંજ્ઞાને આધીન થયેલા જીવો ન કરતા હોય. આવા જીવોમાં આવેલું લૌકિક અથવા લોકોત્તરશાસ્ત્રીય જ્ઞાન પણ અજ્ઞાન જ છે, જ્ઞાન નથી. પરંતુ જે આત્મા પદ્ગલિક સર્વે સુખોથી ઉદાસીન બન્યો છે. પદ્ગલિક સુખોનો મોહ જેણે ત્યજી દીધો છે અને પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનો જ અર્થી છે. તથા યથાર્થ તત્ત્વના અવબોધ વડે પોતાના આત્માને (આત્મસ્વરૂપને) જેણે બરાબર જામ્યો છે. સ્વરૂપનું જ જેને લક્ષ્ય છે તેવા જ્ઞાની આત્માનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. તેવા પ્રકારના સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવામાં જ પોતાના સાધ્યની સિદ્ધિ માટે મુમુક્ષુ આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે – આત્મદશાની અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મદશાના જ્ઞાનથી જ હણાય છે. તે કારણથી તે આત્મજ્ઞાનનો તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આ આત્મા જ્ઞાનમય બને. જેમ તપેલી ભૂમિ થોડા વરસાદથી વધારે વધારે બાફને (ગરમીને) આપે છે તેમ મોહદશાથી અભિમાની બનેલા આત્માને અતિશય અલ્પ જ્ઞાન હોય તો પણ શાન્તિ થતી નથી (મોહ જિતાતો નથી). આ કારણથી જ આત્મકલ્યાણના અર્થી આત્માએ નિરતિચાર ચારિત્ર પાળવાપૂર્વક આ લોક તથા પરલોકનાં સુખોની આશંસા રહિતપણે યથાર્થ એવો આત્મબોધ કરવામાં જ રસિક થવું જોઈએ. તે માટે જ જૈનશાસ્ત્રોમાં મુનિઓને બાર અંગ, અગિયાર ઉપાંગ વગેરેનો અભ્યાસ કરવાનો તથા યોગવહન કરવાનો અને (શ્રાવકોને આશ્રયી) ઉપધાન આદિ અનુષ્ઠાનોનો અભ્યાસ કરવાનો કહ્યો છે. આ સર્વે જ્ઞાનાભ્યાસ અને ધર્માનુષ્ઠાનો સ્વદશાની પ્રાપ્તિ માટે અને વિભાવદશાના ત્યજવા માટે કહેલ છે. વિશિષ્ટ યોગદશા પામેલા અને યોગના વિશિષ્ટ શાસ્ત્રો રચનારા એવા મહાત્મા પતંજલિ વગેરે જેનેતર ઋષિમુનિઓએ અને ચારે દિશામાં જેઓનો યશ પથરાયેલો છે એવા યશરૂપી ધનના ભંડારરૂપ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ શ્રી યોગબિંદુ ગાથા ૬૭માં જે કહ્યું છે તે જ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી પણ કહે છે કે - वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥४॥ ગાથાર્થ :- જેમાં પદાર્થનું સ્વરૂપ નિશ્ચિત નથી એવા પ્રકારના વાદ (પ્રશ્નરૂપ) અને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર પ્રતિવાદ (ઉત્તરરૂપ)ને કરતા આત્માઓ ગમનક્રિયામાં તલ પીલનારા ઘાંચીના બળદની જેમ તત્ત્વના સારને પામતા નથી. જો ટીકા :- “તારાંતિ–વીવાનું પૂર્વપક્ષપાનું પ્રતિવાડાન્ ૩ત્તરપક્ષપાન, परपराजयस्वजयेच्छया वदन्तः-विवादशुष्कवादादि कुर्वन्तः, तत्त्वान्तं-तत्त्वस्य वस्तुधर्मरूपस्य अन्तं-पारम्, नैव गच्छन्ति, नैव लभन्ते । कथम्भूतान् वादान् ? अनिश्चितान् अनिर्धारितपदार्थस्वरूपान् वदन्तः तत्त्वप्रान्तं-स्वीयात्यन्तिकाकृत्रिमात्मज्ञानानुभवरूपं नैव लभन्ते । किंवत् ? गतौ-गमने तिलपीलकवत्, तिलपीलकवृषभवत् भ्रमन् किञ्चित् स्थानान्तरं न लभते । एवं तत्त्वज्ञानानभिलाषी अनेकशास्त्रश्रमं कुर्वन् न तत्त्वानुभवं स्पृशति, अतः यथार्थतत्त्वज्ञानरुचिमत्तया भवनीयम् ॥४॥ વિવેચન :- આત્મગુણોની પ્રાપ્તિ કરાવે એવું જ્ઞાન જ વાસ્તવિક રીતે જ્ઞાન કહેવાય છે. શેષ બધું જ્ઞાન વાણીનો વિલાસમાત્ર છે. કંઠશોષ કરાવનારું જ છે આ વિષય ઉપર સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રશ્ન પૂછવા રૂપે જે બોલવું તે વાદ અને ઉત્તર આપવા રૂપે જે બોલવું તે પ્રતિવાદ. પ્રથમ વાત રજુ કરે તેને વાદી કહેવાય છે અને વાદીએ રજુ કરેલી વાતનો ઉત્તર આપે અથવા પોતાની વાતનો બચાવ કરે તે પ્રતિવાદી કહેવાય છે. એમ વાદી અને પ્રતિવાદી રૂપે જે વાદ અને પ્રતિવાદ થાય છે તે બીજાનો પરાભવ કરવાની અને પોતાનો વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરાય છે. સાચી વસ્તુ શું છે ? તે જાણવાની જિજ્ઞાસાથી આ વાદ-વિવાદ કરાતો નથી. તે માટે આવા પ્રકારના પરસ્પર વિરુદ્ધ વાદ સ્વરૂપ શુષ્કવાદાદિ કરતા આત્માઓ તત્ત્વાન્તને પામતા નથી. તત્ત્વને એટલે કે વસ્તુના સાચા સ્વરૂપાત્મક ધર્મના અંતને (પારને) પામતા નથી. આ વાદ અને વિવાદો કેવા હોય છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - નિશિતાન = નથી નિશ્ચિત પદાર્થનું સ્વરૂપ જેમાં એવા, પરના પરાજયની અને પોતાના વિજયની દૃષ્ટિ હોવાથી પદાર્થનું વાસ્તવિક જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જણાવવાનો આશય તો છે જ નહીં, માત્ર તર્ક-પ્રતિતર્ક કરીને પોતાના વિજય માટે અને પરના પરાભવ માટે જ પ્રયત્ન કરાય છે. તેથી પદાર્થનું સ્વરૂપ જેમાં નિશ્ચિત નથી એવા અનિશ્ચિત પદાર્થના સ્વરૂપવાળા વાદવિવાદને કરતા એવા આત્માઓ તત્ત્વના સારને પામતા નથી. પોતાના આત્માને આત્મત્તિક અને અકૃત્રિમ (વાસ્તવિક) આત્મજ્ઞાનનો અનુભવ પ્રાપ્ત થાય અને આનંદ આનંદ થાય તેવો લાભ આ આત્માઓને મળતો નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૫૧ કોની જેમ મળતો નથી? તે સમજવા માટે એક ઉદાહરણ કહે છે કે “ગમનક્રિયામાં તલને પીલનારા બળદની જેમ” ઘાંચીની ઘાણીમાં જોડાયેલો બળદ ગોળ ગોળ ભમતો છતો ઘણું ઘણું ચાલે તો પણ સ્થાનાન્તરને પામતો નથી. એની જેમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વિનાનો આ જીવ અનેક શાસ્ત્રો ભણવા-ભણાવવાનો, વાંચવા-વંચાવવાનો પરિશ્રમ કરે, છતાં પણ તત્ત્વજ્ઞાનના અનુભવને સ્પર્શતો નથી. તત્ત્વજ્ઞાનનો સાર પામતો નથી. આ કારણથી યથાર્થ તત્ત્વજ્ઞાનની રુચિવાળા થવું જોઈએ. જય-પરાજયની ભાવના ત્યજીને આત્મલક્ષી થવું જોઈએ II૪ll स्वद्रव्यगुणपर्याय-चर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसन्तुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥ ગાથાર્થ - પોતાના આત્માના ગુણોમાં અને પર્યાયોમાં વર્તના એ જ મુનિને શ્રેયસ્કર છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વર્તના શ્રેયસ્કર નથી. આ પ્રમાણે આત્માને સંતોષ આપનારી તથા સંક્ષિપ્ત અને રહસ્યભૂત જ્ઞાનમાત્રમાં જ વર્તનારી સ્થિતિ મુનિની (મુનિનું વર્તવાપણું) હોય છે. પા. ટીકા :- “સ્વદ્રવ્યેતિ” સ્વદ્રવ્ય-TUાશ્રયત્નક્ષને શુદ્ધીત્મનિ, સ્વ-- द्रव्याश्रित-सहभाव्यनन्तपर्यायोपेतज्ञानदर्शनचारित्रस्वरूपे, स्वपर्याये-उभयाश्रयलक्षणे अर्थव्यञ्जनादि-भेदे, चर्या-तन्मयतापरिणतिः तत्र वर्तना, वर्या-श्रेष्ठा, स्वद्रव्यगुणपर्याये परिणमनमात्महितम् । आया सहावनाणी, भोई रमई वि वत्थुधम्ममि । सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीवा ॥१॥ परापरद्रव्यगुणपर्यायरमणानुभवलक्षणा परिणतिः अन्यथा कार्या अहिता । परभाव-परिणाम एव भ्रमणहेतुः । उक्तञ्च - परसंगेण बंधो, मुक्खो परभावचायणे होइ । सव्वदोसाण मूलं, परभावाणुभवपरिणामो ॥१॥ વિવેચન - આ આત્માએ જો પોતાનું કલ્યાણ જ કરવું હોય અને જન્મ-જરા-મૃત્યુરોગ-શોકાદિ દુઃખોમાંથી સદા કાલ માટે મુક્તિ જ પ્રાપ્ત કરવી હોય તો શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જ જોઈએ, તેના વિના કલ્યાણની પ્રાપ્તિ અને દુઃખોની નિવૃત્તિ શક્ય નથી. કારણ કે સંસારીજીવનમાં તો ડગલે ને પગલે આ દુઃખો રહેલાં જ છે. તેથી શુદ્ધ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે “સ્વદ્રવ્યમાં, સ્વગુણમાં અને સ્વપર્યાયમાં રમણતા કરવી એ જ શ્રેષ્ઠતમ માર્ગ છે.' પ્રશ્ન :- સ્વદ્રવ્ય-સ્વગુણ અને સ્વપર્યાય કોને કહેવાય ? ઉત્તર ઃ- પોતાના ગુણોના આધારભૂત જે શુદ્ધ આત્મા તે સ્વદ્રવ્ય, કારણ કે ગુણોનો આધાર તે જ દ્રવ્યનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્રમાં જ કહ્યું છે કે “મુળપર્યાયવત્ દ્રવ્યમ્' તથા દ્રવ્યગુણપર્યાયના રાસમાં પણ કહ્યું છે કે - - “ગુણ પર્યાયતણું જે ભાજન, એકરૂપ તિહું કાલે રે । તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહીં ભેદ વિચાલે રે જિનવાણી રંગે મન ધરએ ॥૨-૧॥ તથા એકદ્રવ્યના આશ્રયે જે રહે એવા અને અનાદિ-અનંતકાલ સુધી તે દ્રવ્યની સાથે રહેનારા અર્થાત્ સહભાવી, તથા અનંતપર્યાયોથી યુક્ત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ઈત્યાદિ સ્વરૂપ જે આત્મધર્મો છે તે સ્વગુણ કહેવાય છે. ઉપાદાનભૂત જે દ્રવ્ય જેમકે આ આત્મા એ દ્રવ્ય છે, તે એકના આશ્રયે જે રહે તે જ્ઞાનાદિ ધર્મોને ગુણ કહેવાય, તથા દ્રવ્ય અને ગુણ એમ ઉભયના આશ્રયે જે રહે તે પર્યાય કહેવાય. આ રીતે ઉભયના આશ્રયે પ્રગટ થનારા પર્યાયો કે જેના અર્થપર્યાય અને વ્યંજનપર્યાય એવા ભેદ-પ્રતિભેદ છે. તે સ્વપર્યાય. આમ શુદ્ધાત્મરૂપ સ્વદ્રવ્યમાં, સહભાવી જ્ઞાનાદિ સ્વગુણમાં અને ક્ષાયોપમિક તથા ક્ષાયિકભાવના સ્વપર્યાયોમાં જે તન્મયભાવે પરિણામ પામવા રૂપ “ચર્યા” એટલે કે તે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ વર્તવું તે જ શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણકારી તત્ત્વ છે. સારાંશ કે આત્મદ્રવ્યમાં, આત્માના ગુણોમાં અને આત્માના જ શુદ્ધ પર્યાયોમાં પરિણમન પામવું એ જ આત્માને હિત કરનારું તત્ત્વ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે - “જે આત્મા પોતાની સ્વભાવદશાનો જ જ્ઞાની છે. સ્વભાવ દશાનો જ ભોક્તા છે અને સ્વભાવદશા રૂપ વસ્તુધર્મમાં જ જે રમણતા કરે છે તે જ સાચો ઉત્તમ મહાત્મા પુરુષ છે તેના વિના બાકીના સર્વે પણ જીવો ભવરૂપ કાદવમાં જ રમનારા શૂકર (ભૂંડ તુલ્ય) છે.” પર-અપર (બીજા-બીજા) દ્રવ્યમાં અને તેના ગુણ-પર્યાયોમાં રમણતાનો અનુભવ કરવો તે રમણતા (ઉપર કહેલી શ્રેષ્ઠતાથી) અન્યથા સમજવી. એટલે કે અહિતકારીઅકલ્યાણકારી જાણવી. પરદ્રવ્યની રમણતા એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. અન્યત્ર કહ્યું છે કે - Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૫૩ પરદ્રવ્યના સંગ વડે કર્મનો બંધ થાય છે અને પર-ભાવના ત્યાગ વડે મુક્તિ થાય છે. પર-ભાવનો અનુભવ કરવાનો જે પરિણામ તે સર્વ દોષોનું મૂલ છે. તેથી હે જીવ ! પરભાવદશાની રમણતાનો તું ત્યાગ કર. अत एव देशविरतसर्वविरताः प्रत्याख्यान्ति परिग्रहादीन् त्यजन्ति स्वजनपरिजनान्, प्रतिपद्यन्ते एकाकिविहारम्, शृण्वन्ति स्वसत्तागोष्ठिम्, चिन्तयन्ति स्वधर्मानन्तताम्, ध्यायन्ति स्वगुणपर्यायपरिणामम्, मग्ना भवन्ति तदनुभवनेन, त्यजन्ति सर्वपरभावानुमोदनामिति, एवम्प्रकारेण मुनेः- त्रिकालनिर्विषयस्य ज्ञाततत्त्वस्य मुष्टिज्ञानस्थितिः अवस्थानम्, संक्षेपरहस्यज्ञानविश्रामः मर्यादा, कथम्भूता स्थिति: ? दत्तात्मसंतुष्टिः दत्ता- प्रदत्ता आत्मनः संतुष्टिः- संतोष इत्यनेन आत्मग्रहणं परपरित्यागः इति मर्यादा निर्ग्रन्थस्य ॥५॥ આ કારણથી જ દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર શ્રમણ-શ્રમણી મહાત્માઓ પરભાવ દશાના પરિણામનો ત્યાગ કરવા માટે જ પરિગ્રહનાં (ધન ધાન્ય આદિ નવવિધ પરિગ્રહનાં) પચ્ચક્ખાણ કરે છે. દેશિવરતિધર પરિગ્રહનું પરિમાણ કરે અને શ્રમણ-શ્રમણી તેનો સર્વથા ત્યાગ કરે છે. પોતાના કુટુંબીજનોનો પણ ત્યાગ કરે છે અને સ્વજન-(મિત્રવર્ગ) તથા પરિજન (નોકર, સેવક) આદિનો પણ ત્યાગ કરે છે. એકાકીપણે વિહાર સ્વીકારે છે. આત્મામાં સત્તાસ્વરૂપે રહેલા ગુણોની વાર્તા (આત્માના ગુણોનું વ્યાખ્યાન) ગુરુઓ આદિ પાસેથી સાંભળે છે. પોતાનામાં રહેલા ધર્મોની અનંતતાનું ચિંતન-મનન કરે છે. પોતાના શુદ્ધ આત્માના ગુણોના અને પર્યાયોના પરિણમનનું જ સવિશેષ ધ્યાન કરે છે. પોતાના ગુણ-પર્યાયોના પરિણમનનો જ અનુભવ કરવા વડે તેમાં જ મગ્ન બને છે. (એકાકાર બને છે). પરભાવદશાની સર્વ પ્રકારની અનુમોદના કરવાનું જીવનમાંથી ત્યજી દે છે. આ પ્રમાણે ત્રણે કાલના વિષયોના સંગ વિનાના અને જાણ્યું છે આત્મતત્ત્વ જેણે એવા મુનિ મહાત્માની પોતાના આત્માને ઘણો ઘણો સંતોષ આપનારી મર્યાદાવાળા જ્ઞાનમાં જ સ્થિતિ (રમણતા) હોય છે. આવા પ્રકારના મુનિ ત્રણે કાળે વિષયોની અભિલાષા વિનાના હોય છે અર્થાત્ નિર્વિષયક હોય છે. આત્મતત્ત્વના પરિપૂર્ણ જાણકાર હોય છે. સ્વભાવદશાના જ્ઞાનમાં જ રમનારા હોય એટલે કે તેમની જ્ઞાનગોષ્ઠી સ્વભાવદશા પૂરતી મર્યાદિત જ હોય છે. તેનાથી જ આત્મસંતોષ અનુભવનારા આ મુનિઓ હોય છે. વિભાવદશાને જાણવાની કે તેમાં વર્તવાની કે તેની અનુમોદના કરવાની અલ્પ પણ પરિણતિ હોતી નથી. સ્વભાવદશાની જ્ઞાનગોષ્ઠીમાં જ ખુશ ખુશ થઈને વર્તે છે. અહીં મુષ્ટિ મર્યાદાવાળા, જ્ઞાન-જ્ઞાનમાં, = Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સ્થિતિ-રમણતા, અવસ્થાન, સાર એ છે કે સંક્ષેપપૂર્વક જરૂરી એવા આત્મજ્ઞાનમાં જ વિશ્રાન્તિ કરવી - એવી મર્યાદાવાળા જ્ઞાનમાં જ વર્તે છે. વૃત્તાત્મસંતુષ્ટિઃ એટલે આત્માને ઘણો જ સંતોષ થાય એવા પ્રકારની આ જ્ઞાનસ્થિતિ હોય છે. આત્મતત્ત્વને જ ગ્રહણ કરવું અને પરપરિણતિનો ત્યાગ કરવો એ જ નિર્ઝન્થ એવા મુનિના જ્ઞાનની સીમા છે. મુનિનું જ્ઞાન આવી સીમાવાળું જ હોય છે. આવા નિર્ચન્દમુનિ ક્યારેય પણ આત્મતત્ત્વને છોડીને પરભાવની પરિણતિના જ્ઞાનમાં જતા નથી. લક્ષ્મણરેખા ક્યારેય ઓળંગતા નથી. /પી. "अस्ति चेद् ग्रन्थिभिद् ज्ञानम्, किं चित्रैस्तन्त्रयन्त्रणैः । प्रदीपाः क्वोपयुज्यन्ते ?, तमोजी दृष्टिरेव चेत् ॥६॥ ગાથાર્થ - જો રાગ અને દ્વેષનો નાશ કરનારું સમ્યજ્ઞાન આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોના બંધન વડે શું કામ છે ? જો અંધકારનો નાશ કરનારી દૃષ્ટિ છે તો પ્રદીપોની (દીપકોની) શું જરૂર છે? ll ટીકા :- “મસ્તીતિ"-૨-સ્થિfમ-સ્થિભેદોત્પન્ન, વિષપ્રતિમાસ –विकलम् आत्मधर्मवेद्यसंवेद्यरूपं ज्ञानं प्रतिभासः अस्ति, तन्त्रयन्त्रणैः चित्रैः-अनेकप्रकारैः परसाधनानिमित्तैः किं ? न किमपि । सम्यग्दर्शनज्ञानचारित्रभावपरिणतस्य किं परापेक्षया ? तत्र दृष्टान्तः, चेत् दृष्टिः-चक्षुः तमोजी = तमः-अन्धकारं, तस्य नी = हन्त्री (तद् हन्तीति) प्राप्ता, तदा प्रदीपाः क्व उपयुज्यन्ते ? न क्वापि । दृष्टिः सर्वावलोकनक्षमा तर्हि सहायभूतदीपस्य किं प्रयोजनम् ? વિવેચન - ગ્રન્થિભેદ દ્વારા ઉત્પન્ન થયેલું, વિષય પ્રતિભાસ વિનાનું, આત્માના ધર્મસ્વરૂપ વેદ્યસંવેદ્યાત્મક એવું જ્ઞાન જો આ આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોનાં નિયંત્રણો (બંધનો) વડે સર્યું. તેની કંઈ જ જરૂર નથી. સાર એ છે કે – મિથ્યાત્વ ગુણઠાણે થતું માત્ર વિષયોને જણાવનારું આત્મતત્ત્વના સ્પર્શ વિનાનું જે જ્ઞાન છે તે વિષયપ્રતિભાસ માત્ર કરાવનાર હોવાથી આ જીવને ઉપકારક થતું નથી. તેથી તેને છોડીને ચોથા ગુણઠાણેથી થયેલું જે જ્ઞાન છે તે આત્માના કલ્યાણને કરનારું છે. માટે રાગ અને દ્વેષની દુર્ભેદ્ય એવી ગ્રન્થિનો અપૂર્વકરણ દ્વારા ભેદ કરવાથી ઉત્પન્ન થયેલું અને માત્ર વિષયપ્રતિભાસવાળું નહીં, પરંતુ આત્મતત્ત્વને સ્પર્શ કરનારું અર્થાત્ આ આત્માને પરદ્રવ્યના સંગથી મુક્ત કરવામાં અસાધારણ કારણભૂત એવું આત્મપરિણતિમદ્ અને તત્ત્વસંવેદન રૂપ જ્ઞાન થયું હોય તથા જે જ્ઞાન વેદ્યસંવેદ્યસ્વરૂપ છે એવું જ્ઞાન જો થયેલું છે તો તે જ્ઞાન Page #188 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૫૫ જ આત્માનું કલ્યાણ કરનાર બને છે. માટે તેવું જ્ઞાન જો પ્રાપ્ત થયું હોય તો ચિત્ર = અનેક પ્રકારનાં તન્ત્ર = શાસ્ત્રો યન્ત્રળ = અન્ય અન્ય સાધનાના નિમિત્તભૂત એવાં બીજાં વધારે શાસ્ત્રો ભણવાની શી જરૂર છે ? મોહનો પરાભવ કરે એવું, શરીરથી આત્મા ભિન્ન દ્રવ્ય છે એવા વિષયવાળું ગ્રન્થિભેદજન્ય જો ભેદજ્ઞાન થયું છે તો આ જીવ તેનાથી જ કર્મોનો ક્ષય કરીને શ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે સાધનાના નિમિત્તભૂત બીજાં અધિક શાસ્ત્રો ભણવાની કંઈ જરૂર નથી અને જો ભેદજ્ઞાન ન થયું હોય તો અન્ય અનેક શાસ્ત્રો ભણવા છતાં આત્મહિત થતું નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આત્માને બીજી કોઈની અપેક્ષા શું હોય ? અર્થાત્ બીજી કોઈ (મંત્ર-તંત્ર કે વિદ્યા) સાધવાની શું જરૂર હોય ? અર્થાત્ આવી જરૂર હોતી નથી. અહીં આ વિષયમાં એક દૃષ્ટાન્ત કહે છે કે – જો દૃષ્ટિ જ અંધકારનો નાશ કરનારી પ્રાપ્ત થઈ છે તો દીવાઓ ક્યાં ઉપયોગમાં આવવાના હતા ? ક્યાંય નહીં. જો આ જીવની પોતાની દૃષ્ટિ જ સર્વ પદાર્થોને દેખવાની શક્તિ ધરાવતી હોય (કેવલજ્ઞાન-કેવલદર્શન થયાં હોય) તો આપણા જેવા સામાન્ય માણસોને જોવામાં સહાયભૂત થનારા દીપકની તે મહાત્માઓને શું જરૂર ? કંઈ જ જરૂર નથી. તેની જેમ જો ભેદજ્ઞાન થયું હોય તો તેનાથી જ આત્મહિત થાય છે. તેથી બીજા બીજા મંત્ર-તંત્ર આદિની કંઈ જરૂર નથી. મોહનો નાશ કરનારું, આત્માને શરીરાદિ પરદ્રવ્યથી ભેદબુદ્ધિ કરાવનારું અને તેથી પરદ્રવ્ય પ્રત્યેના મોહનો નાશ કરાવનારું જ્ઞાન જ વધુ ઉપકારી તત્ત્વ છે. अत्र ग्रन्थिभेदस्वरूपम् - तत्र पञ्चेन्द्रियत्व - सञ्ज्ञित्व-पर्याप्तत्वरूपाभिस्तिसृभिर्लब्धिभिः युक्तः, अथवा उपशमलब्ध्युपदेशश्रवणलब्धिकरणत्रयहेतुप्रकृष्टयोगलब्धित्रिकयुक्तः करणकालात् पूर्वमपि अन्तर्मुहूर्तकालं यावत् प्रतिसमयमनन्तगुणवृद्धया विशुद्धया विशुध्यमाना अवदातायमाना चित्तसन्ततिः ग्रन्थिकसत्त्वानामभव्यसिद्धिकानां या विशोधिः तामतिक्रम्य वर्तमानः, ततोऽनन्तगुणविशुद्धः, अन्यतरस्मिन् मतिश्रुतविभङ्गान्यतमस्मिन् साकारोपयोगे योगे चान्यतमस्मिन् वर्तमानः, तिसृणां विशुद्धानां लेश्यानामन्यतमस्यां लेश्यायां वर्तमानो, जघन्यतस्तेजोलेश्यायां मध्यमपरिणामेन पद्मलेश्यायामृत्कृष्टपरिणामेन शुक्ललेश्यायाम्, तथा पूर्वजानां सप्तानां कर्मणां स्थितिमन्तः सागरोपमकोटीकोटीप्रमाणां कृत्वा, अशुभानां कर्मणामनुभागं Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જ્ઞાનાષ્ટક- ૫ જ્ઞાનસાર चतुःस्थानकं सन्तं द्विस्थानकं करोति, शुभानाञ्च कर्मणां द्विस्थानकं सन्तं चतुःस्थानकं करोति । तथा ध्रुवप्रकृतीः सप्तचत्वारिंशत्सङ्ख्यया बध्नन् परावर्तमानाः स्वस्वभवप्रायोग्याः प्रकृतीः शुभा एव बध्नाति, ता अप्यायुर्वर्जाः । अतीवविशुद्धपरिणामो हि नायुर्बन्धमारभते, यदुत तिर्यङ् मनुष्यो वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् देवगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, देवो नैरयिको वा प्रथमं सम्यक्त्वमुत्पादयन् मनुजगतिप्रायोग्याः शुभाः प्रकृती: बध्नाति, सप्तमनरकनारकस्तिर्यग्द्विकं नीचैर्गोत्रं बध्नाति, भवप्रायोग्यात् । बध्यमानस्थितिमन्तःसागरकोटाकोटिं बध्नाति, नाधिकाम्, योगवशात् प्रदेशाग्रमुत्कृष्ट-जघन्यमध्यमञ्च बध्नाति, स्थितिबन्धे पूर्णे सत्यन्यं स्थितिबन्धं प्राक्तनस्थितिबन्धापेक्षया पल्योपमाऽसङ्ख्येयभागन्यूनं करोति, ततोऽन्यं पल्योपमासङ्ख्येयभागं न्यूनं करोति, अतः अन्यं स्थितिबन्धं पूर्वपूर्वापेक्षया पल्योपमासङ्ख्येयभागन्यूनं करोति, अशुभानाञ्च प्रकृतीनां बध्यमानानामनुभागं द्विस्थानकं बध्नाति, तमपि प्रतिसमयमनन्तगुणहीनम्, शुभानाञ्च चतुःस्थानकम्, प्रतिसमयमनन्तगुणवृद्धिं कुर्वन् करणं यथाप्रवृत्तं करोति, ततोऽपूर्वकरणम्, ततोऽनिवृत्तिकरणमिति, करणं परिणामविशेषः । एतानि च त्रीण्यपि करणानि प्रत्येकमन्तर्मुहूर्तकानि, ततः उपशान्ताद्धां लभते, सापि चान्तमुहूतिकी । यथाप्रवृत्तिकरणं च - સમ્યકત્વની પ્રાપ્તિ કરતાં પહેલાં સર્વે જીવો મિથ્યાત્વની મંદતા કરવાના કારણભૂત એવો ગ્રન્થિભેદ કરે છે. રાગ અને દ્વેષની જે ગાંઠ છે (મજબૂતાઈ-ઘનીભૂતતા છે) તેને હણીને રાગ અને દ્વેષને વિરલ-વિરલ કરવા, તેને ગ્રન્થિભેદ કહેવાય છે. તેનું સ્વરૂપ આ प्रभा छ . ત્યાં પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું અને પર્યાપ્તપણે આ ત્રણ પ્રકારની લબ્ધિઓથી યુક્ત એવો જીવ એટલે કે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત એવો જીવ, અથવા (૧) મોહનીયકર્મને ઉપશમાવવાની લબ્ધિથી યુક્ત, (૨) તીર્થંકર પરમાત્માના ઉપદેશને સાંભળવાની લબ્ધિથી યુક્ત તથા (૩) ત્રણ કરણ કરવામાં હેતુભૂત ઉત્કૃષ્ટ યોગની લબ્ધિથી યુક્ત એમ ત્રણ પ્રકારની લબ્ધિથી યુક્ત એવો જીવ, ત્રણ કરણ કરવાનો કાલ પાકે તેની પૂર્વે એક અંતર્મુહૂર્ત સુધી દરેક સમયોમાં અનંતગુણની વૃદ્ધિવાળી વિશુદ્ધિ વડે વિશુદ્ધ અને વધારે વધારે સ્વચ્છ (અતિશય નિર્મળ) થતી એવી જે ચિત્તસન્નતિ (મનની ધારા) ગ્રન્વિદેશ પાસે આવેલા અભવ્ય (તરીકે) પ્રસિદ્ધિ પામેલા જીવોની જે વિશુદ્ધિ હોઈ શકે છે તેને ઓળંગીને અધિક વિશુદ્ધિવાળી Page #190 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧પ૭ ચિત્તસત્તતિમાં વર્તતો, અર્થાત્ તેના કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળો આ જીવ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણમાંના કોઈ પણ એક સાકારોપયોગમાં વર્તતો, વિશુદ્ધ એવી ત્રણ શુભ લેશ્યામાંથી કોઈપણ એક લેગ્યામાં વર્તતો એટલે કે જઘન્યપરિણામી હોય તો તેજોલેશ્યામાં વર્તતો, મધ્યમપરિણામી હોય તો પદ્મલેશ્યામાં વર્તતો અને ઉત્કૃષ્ટ પરિણામી હોય તો શુક્લલેશ્યામાં વર્તતો આ જીવ આયુષ્યકર્મ વિનાના શેષ સાત કર્મોની પૂર્વકાલમાં બાંધેલી ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે તે સ્થિતિને અપવર્તના કરણ દ્વારા અપવર્તાવવા વડે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરીને, તથા અશુભ પ્રકૃતિઓનો અનુભાગ (રસબંધ) જે ચાર ઠાણીઓ છે. તેને બે ઠાણીયો કરીને અને શુભ કર્મોનો અનુભાગબંધ (રસબંધ) જે બે ઠાણીઓ છે તેને ઉદ્વર્તનાકરણ દ્વારા ઉદ્વર્તન કરવા વડે ચાર ઠાણીઓ કરે છે. તથા ધ્રુવબંધી પ્રકૃતિઓ કે જેની સંખ્યા સુડતાલીસની છે. તેને બાંધતો બાંધતો આ જીવ અધુવબંધી જે તોંતેર પ્રકૃતિઓ છે. તેમાંની જે જે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તેમાંથી પોતપોતાના ભવને યોગ્ય શુભપ્રકૃતિઓ જ બાંધે છે. તે પણ આયુષ્યકર્મને વર્જીને બાકીની શુભ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે ઘોલમાનપરિણામે આયુષ્ય બંધાતું હોવાથી અતિશય વિશુદ્ધ પરિણામવાળો જીવ આયુષ્યનો બંધ કરતો નથી અને સમ્યકત્વ પામતો આ જીવ અતીવ વિશુદ્ધિવાળો છે. માટે આયુષ્યકર્મનો બંધ કરતો નથી. પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય હોય તો દેવગતિ પ્રાયોગ્ય શુભ પ્રકૃતિઓ જ બાંધે છે અને પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતો આ જીવ જો દેવ અથવા (છ નારકીમાંનો) નરક જીવ હોય તો મનુષ્યગતિ પ્રાયોગ્ય જ શુભપ્રકૃતિ બાંધે છે. જો સમ્યકત્વને પામતો આ જીવ સાતમી નારકીનો જીવ હોય તો તિર્યંચગતિ પ્રાયોગ્ય તિર્યંચદ્રિક અને નીચગોત્ર બાંધે છે. કારણ કે સાતમી નારકીના જીવો મનુષ્યભવમાં જન્મ પામવાના ન હોવાથી મિથ્યાત્વાવસ્થામાં મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી. અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્તે બંધાતી (સાત કર્મોની) સ્થિતિ નિયમ અંતઃકોડાકોડી સાગરોપમ જ બાંધે છે. પણ અધિક સ્થિતિ આ જીવ બાંધતો નથી. મન-વચન અને કાયાના યોગને અનુસાર ઉત્કૃષ્ટ-જઘન્ય અને મધ્યમ પ્રદેશાગ્રનો બંધ કરે છે. એટલે કે ઉત્કૃષ્ટયોગમાં વર્તતો હોય તો ઉત્કૃષ્ટપ્રદેશબંધ, મધ્યમયોગે વર્તતો હોય તો મધ્યમપ્રદેશબંધ અને જઘન્યયોગે વર્તતો હોય તો જઘન્યપ્રદેશબંધ કરે છે. એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે અન્ય-અન્ય સ્થિતિબંધ પૂર્વ પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન-ન્યૂન જ સ્થિતિ બાંધે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જ્ઞાનાષ્ટક-૫ જ્ઞાનસાર તથા તે કાલે અશુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા દ્વિસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણહીન અનંતગુણહીન કરતો જ બાંધે છે. તથા તે કાલે બંધાતી શુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા ચતુઃસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણવૃદ્ધ અનંતગુણવૃદ્ધ જ બાંધે છે. આ પ્રમાણે આવા પ્રકારની વિશુદ્ધિમાં વર્તતો આ જીવ આત્મપરિણામની વિશુદ્ધિના કારણે પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. અહીં “કરણ” શબ્દનો અર્થ આત્માનો પરિણામ (અધ્યવસાય) એવો અર્થ જાણવો. આ ત્રણે પણ કરણોનો દરેકનો કાલ અન્તર્મુહૂર્તઅન્તર્મુહૂર્ત જાણવો. ત્રણ અન્તર્મુહૂર્ત સાથે કરો તો પણ અંતર્મુહૂર્ત જ કાલ જાણવો. ત્યારબાદ ઉપશાન્ત અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે. તે અવસ્થા પણ અન્તર્મુહૂર્તકાલવાળી જાણવી. અનેક જીવોને આશ્રયી યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં કેવા કેવા આત્મપરિણામો (અધ્યવસાયસ્થાનો) હોય છે ? તે વિષય હવે પછીના પાઠમાં સમજાવે છે. अणुसमयं वÍतो, अज्झवसाणाणणंतगुणणाए । परिणामद्वाणाणं, दोसु वि लोगा असंखिज्जा ॥ (કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૯) इति कर्मप्रकृतौ, प्रतिसमयमध्यवसानानामनन्तगुणतया विशुद्धया वर्धमानानां करणसमाप्तिं यावद् वर्धते तानि कियन्ति अध्यवसानानि भवन्ति ? द्वयोरपि यथाप्रवृत्तापूर्वकरणयोः परिणामाः स्थानानामनुसमयं लोकासङ्ख्येया भवन्ति, यथाप्रवृत्तकरणे अपूर्वकरणे च प्रतिसमयेऽसङ्ख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणानि अध्यवसायस्थानानि भवन्ति, तथाहि - यथाप्रवृत्तकरणे प्रथमसमये विशोधिस्थानानि नानाजीवापेक्षया असङ्ख्येय-लोकाकाशप्रदेशप्रमाणानि, द्वितीयसमये विशेषाधिकानि, ततोऽपि तृतीयसमये विशेषाधिकानि एवं यावच्चरमसमये, एवमपूर्वकरणेऽपि द्रष्टव्यम् । अमूनि चाध्यवसायस्थानानि यथाप्रवृत्ता पूर्वकरणयोः सम्बन्धीनि स्थाप्यमानानि विषमचतुरस्त्रक्षेत्रमावृण्वन्ति, तयोरुपरि चानिवृत्तिकरणाध्यवसानानि मुक्तावलीसंस्थानि उपर्युपर्यमूनि अनुचिन्त्यमानानि प्रतिसमयमनन्तगुणवृद्ध्या प्रवर्तमानान्यवगन्तव्यानि तिर्यक्षट्स्थानपतितानि । યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વડે જીવો આગળ વધે છે. બન્ને કરણોમાં ત્રિકાલવર્તી સર્વ જીવોને આશ્રયી અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ થાય છે. “આ પ્રમાણે કર્મપ્રકૃતિના ઉપશમનાધિકાર ગાથા ૯માં કહ્યું Page #192 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૫૯ છે. આ બન્ને કરણોમાં વર્તતા જીવો પ્રતિસમયે અનન્તગુણવિશુદ્ધિ વડે વૃદ્ધિ પામતાં પામતાં થાવત્ કરણની સમાપ્તિ થાય ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. બન્ને કરણોમાં તે અધ્યવસાયસ્થાનો કુલ કેટલાં હોય છે? તે જાણવું હોય તો શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે – યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે-કાલવર્તી સર્વજીવોને આશ્રયી આ અધ્યવસાયસ્થાનો પ્રત્યેક સમયમાં (જીવો અનંતા-અનંત હોવા છતાં પણ કેટલાક કેટલાક જીવોના અધ્યવસાયસ્થાનો સમાન હોવાથી) અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. એક એક સમયમાં અનંતજીવોનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાતલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે અને તે સર્વે જઘન્યવિશુદ્ધિથી પ્રારંભીને ઉત્કૃષ્ટવિશુદ્ધિસ્થાન સુધીનાં અસંખ્યાત અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિની વૃદ્ધિ અને હાનિ ષટ્રસ્થાનપતિત (છ પ્રકારની) હોય છે. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે કાલવર્તી અનંત જીવોને આશ્રયી (કેટલાક કેટલાક જીવોના અધ્યવસાય સમાન પણ હોવાથી) પ્રત્યેકસમયમાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેમાં પણ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જે અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તેનાથી બીજા સમયે વિશેષાધિક હોય છે. કારણ કે પ્રથમસમયે ઘણા ઘણા જીવોમાં સમાન અધ્યવસાયસ્થાનો પણ હતાં, તે બીજા સમયે બધાનાં સમાન જ રહે એવો નિયમ નથી. સમાન અધ્યવસાયમાંથી બીજા સમયે સરખી વિશુદ્ધિ વધે તેવો નિયમ નથી. તેથી ભિન્ન પણ થઈ જાય છે. આ રીતે બીજા સમયે વિશેષાધિક, બીજા સમય કરતાં ત્રીજા સમયે વિશેષાધિક, એમ યથાપ્રવૃત્તકરણના ચરમસમય સુધી જાણવું. આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમસમયથી ચરમસમય સુધી અધ્યવસાય સ્થાનો વિશેષાધિક-વિશેષાધિક જાણવાં. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં પ્રત્યેક સમયમાં અનંત જીવોનાં જે આ અસંખ્યાત અધ્યવસાયસ્થાનો છે. તેની જો સ્થાપના કરીએ તો વિષમચતુરગ્ન ક્ષેત્ર પ્રમાણ થાયી ૫ સમય \૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 07 છે. (ચાર ખુણાવાળું પણ સમાન નહીં ૪ સમય 0 0 0 0 0 0 0 0 0 પરંતુ વિષમ એવું ક્ષેત્ર રોકનારો આ ૩ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ / આકાર બને છે.) જેમ કે તે આકાર આવા ૨ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ , પ્રકારની હોય છે. ત્યારબાદ તે બને ૧ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ / કરણોની ઉપર ત્રીજા અનિવૃત્તિકરણમાં એકસમયમાં વર્તતા ત્રણે કાલના અનંતા જીવોના અધ્યવસાયસ્થાનો સમાન જ હોય છે. એટલે એક સમયે એક જ હોય છે. પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ હોતા નથી. બીજા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સમયે પણ અનંતજીવોનું સમાન એક જ અધ્યવસાયસ્થાન હોય છે પ્રથમસમયે ) અને તે પ્રથમસમયવર્તી જીવોના અધ્યવસાય કરતાં અનંતગુણ વિશુદ્ધ બીજા સમયે ૦ હોય છે. બીજા સમય કરતાં ત્રીજા સમયનું અને ત્રીજા સમય કરતાં ત્રીજા સમયે ૦ ચોથા સમયનું એમ પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ વડે વધતું પણ એક ચોથાસમયે ૦ એક અધ્યવસાયસ્થાન હોય છે. તેથી તે “મુક્તાવલી” = મોતીના પાંચમાસમયે | હારની જેમ આકારવાળાં અધ્યવસાયસ્થાનો થાય છે. ત્રણે કરણોમાં પ્રથમસમયથી બીજા સમયમાં અને બીજા સમયથી ત્રીજા સમયમાં અને ત્રીજા સમયથી ચોથા સમયમાં અધ્યવસાયસ્થાનો કેટલાં? અને કેવી વિશુદ્ધિવાળાં છે? તે ઉપરના ચિત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ એક એક સમયમાં પ્રથમના બે કરણોમાં જે અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તે તિર્થો કેવા પ્રકારની વિશુદ્ધિવાળાં હોય છે ? દાખલા તરીકે ઉપરના ચિત્રમાં યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયમાં ૦ ૦ ૦ ૦ ૦ ૦ સ્થાનો લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે ? બીજા સમયમાં ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જે લખ્યાં છે તે પરસ્પર કેવી વિશુદ્ધિવાળાં છે? તેને “તિચ્છ” કેવાં છે? એ હવે કહેવાય છે. કોઈપણ એકસમયવર્તી અધ્યવસાય સ્થાનો કરતાં તેના પછીના સમયવર્તી અધ્યવસાયસ્થાનો એમ ઉપર ઉપર વિચારીએ તો પ્રતિસમયે અનંતગુણી વિશુદ્ધિ વડે વધતાં તે અધ્યવસાયસ્થાનો છે. પરંતુ તિર્થો વિચારીએ તો એટલે કોઈપણ એકસમયવર્તી જે અધ્યવસાયસ્થાનો છે તે સર્વને માંહોમાંહે વિચારીએ તો તે પ્રતિસમયે જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી છ પ્રકારની વિશુદ્ધિની વૃદ્ધિવાળાં અને ઉત્કૃષ્ટથી જઘન્ય તરફ ગણીએ તો વિશુદ્ધિની હાનિવાળાં છે. એમ પગુણ વૃદ્ધિનહાનિવાળાં એટલે કે ષસ્થાન પતિત છે. પ્રથમસમયમાત્રવર્તી અસંખ્યાત અધ્યવસાયસ્થાનોમાં સૌથી જઘન્યવિશુદ્ધિવાળા પ્રથમ અધ્યવસાય કરતાં તેની પાસેનાં કેટલાંક અનંતભાગઅધિક, ત્યાર પછીનાં કેટલાંક અસંખ્યાતભાગ અધિક, ત્યાર પછીનાં કેટલાંક સંખ્યાતભાગ અધિક, ત્યાર પછીના કેટલાંક સંખ્યાતગુણ અધિક, ત્યાર પછીના કેટલાંક અસંખ્યાતગુણ અધિક અને ત્યાર પછીના કેટલાંક અધ્યવસાયસ્થાનો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે. આમ ષસ્થાનપતિત કહેવાય છે. इह कल्पनया द्वौ पुरुषौ युगपत्करणप्रतिपन्नौ विवक्ष्येते, तत्रैकः सर्वजघन्यया श्रेण्या प्रतिपन्नः, अपरः सर्वोत्कृष्टया विशोध्या । प्रथमजीवस्य प्रथमसमये मन्दा, द्वितीयसमयेऽनन्तगुणा, तृतीयेऽनन्तगुणा, एवं यावत् येषां यथाप्रवृत्तकरणस्य सङ्ख्येयो भागो गतो भवति, ततः प्रथमसमये द्वितीयस्य जीवस्योत्कृष्टं विशोधिस्थान Page #194 -------------------------------------------------------------------------- ________________ ન જ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૧ मनन्तगुणं वक्तव्यम्, ततो यतः स्थानाद् जघन्यविशुद्धिमुक्त्वा विरामः कृतः, तत्पश्चात्समयस्य जघन्यविशुद्धिरनन्तगुणा, ततोऽपि द्वितीये उत्कृष्टा विशोधिरनन्तगुणा, ततः उपरि जघन्यविशोधिः अनन्तगुणा, एवमुपर्यधश्च एकैकं विशोधिस्थानमनन्तगुणं, द्वयोर्जीवयोस्तावन्नेयं यावच्चरमसमये जघन्यविशोधिस्ततः आचरमात्-चरममभिव्याप्य यानि अनुक्तानि शेषाण्युत्कृष्टानि स्थानानि, तानि क्रमेण निरन्तरमनन्तगुणानि वक्तव्यानि, तदेवं समाप्तं यथाप्रवृत्तकरणम् । अस्य च यथाप्रवृत्तकरणस्य पूर्वप्रवृत्तमिति द्वितीयं नाम । शेषकरणाभ्यां पूर्व-प्रथमं प्रवृत्तमिति । अस्मिंश्च यथाप्रवृत्तकरणे स्थितिघातरसघातौ गुणश्रेणिर्वा न प्रवर्तन्ते, केवलमुक्तरूपा विशोधिरेवानन्तगुणा । यानि वाऽप्रशस्तानि कर्माण्यत्र स्थितो बध्नाति तेषामनुभागं द्विस्थानकं बध्नाति, यानि च शुभानि तेषां चतुःस्थानकम्, स्थितिबन्धेऽपि च पूर्णे पूर्णे सत्यन्यं स्थितिबन्धं पल्योपमसङ्ख्येय જઘન્ય ઉત્કૃષ્ટ માજૂિનં વજ્ઞાતિ સમૃતિ મપૂર્વવરામમિ- પ્રથમ સ્થાન થીયતે – બીજું સ્થાન ત્રીજું સ્થાન ૩ ૧૧ યથાપ્રવૃત્તકરણમાં પ્રતિસમયે અસંખ્યાત ચોથું સ્થાન ૪ ૧૩ લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. પાંચમું સ્થાન તે પણ પછી પછીના સમયમાં વિશેષાધિક હોય છે. છઠ્ઠું સ્થાન એક એક સમયમાં પરસ્પર પસ્થાનપતિત સાતમું સ્થાન વિશુદ્ધિવાળાં હોય છે ઈત્યાદિ સમજાવીને હવે તેનું આઠમું સ્થાન યથાપ્રવૃત્તકરણમાં જઘન્ય વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટવિશુદ્ધિ, નવમું સ્થાન કેવી અને કેટલી વધારે હોય છે ? તે સમજાવવા દસમું સ્થાન માટે બે પુરુષોની કલ્પના કરીને ઉદાહરણપૂર્વક અગિયારમું સ્થાન બારમું સ્થાન ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે - તેરમું સ્થાન એકી સાથે બે પુરુષો યથાપ્રવૃત્તકરણમાં ચૌદમું સ્થાન પ્રવેશ્યા ત્યાં એક પુરુષ યથાપ્રવૃત્તકરણમાં ધારો કે પંદરમું સ્થાન જઘન્યવિશુદ્ધિએ આગળ વધ્યો અને બીજો પુરુષ સોળમું સ્થાન આ જ યથાપ્રવૃત્તકરણમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ આગળ | સત્તરમું સ્થાન ૨૮ ૩૦ અઢારમું સ્થાન વધ્યો. તે બંને પુરુષોએ ધારો કે એકી સાથે| ઓગણીસમું સ્થાન ૩૮ ૩૨ ૩૯ યથાપ્રવરકરણમાં પ્રવેશ કર્યો. આવી કલ્પના કરીએ વીસમું સ્થાન ૩૪ ૪૦ ? ઇ ૦. ? ૦ - = ૨ m - ૦ ૦ હ જ 8 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર ત્યાં જઘન્યવિશુદ્ધિએ ચઢનારા પ્રથમજીવની પ્રથમસમયમાં વિશુદ્ધિ સૌથી અલ્પ = મંદ હોય છે. તે જ જીવની યથાપ્રવૃત્તકરણના બીજા સમયમાં અનંતગુણી વિશુદ્ધિ, તે જ જીવની ત્રીજા સમયમાં અનન્તગુણી એમ યાવત્ યથાપ્રવૃત્તકરણનો સંગાતો ભાગ જાય ત્યાં સુધી કહેવું. તેના કરતાં પ્રથમસમયવર્તી બીજા જીવની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં જે સ્થાનની જઘન્યવિશુદ્ધિ કહીને વિરામ કર્યો હતો, તે પછીના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં નીચે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે એક નીચેના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અને એક ઉપરના સ્થાનની ઉત્કૃષ્ટવિશુદ્ધિ એમ બન્ને જીવોની વિશુદ્ધિ પરસ્પર અનંતગુણ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું કે યાવત્ પ્રથમજીવની ચરમસમયની જઘન્યવિશુદ્ધિ આવે. ત્યારબાદ ચરમસમય સુધીનાં નહીં કહેલાં જે શેષ ઉત્કૃષ્ટવિશુદ્ધિ તરફનાં સ્થાનો બાકી રહ્યાં તેની અનુક્રમે નિરંતર વિશુદ્ધિ અનંતગુણી કહેવી. આ સમજવા માટે બાજુમાં એક યગ્નની કલ્પના કરી છે. યથાપ્રવૃત્તકરણમાં અંતર્મુહૂર્તનો કાલ છે તેમાં અસંખ્યાત સમયો છે તેની ૧ થી ૨૦ સમયપ્રમાણ કલ્પના કરી છે. ત્યાં યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ એટલે ૧ થી ૬ સમય કય્યા છે. તેમાં ૧ થી ૬ સમય સુધી જઘન્યવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી છે ત્યારબાદ પહેલા સમયની ઉત્કૃષ્ટ, સાતમા સમયની જઘન્ય, બીજા સમયની ઉત્કૃષ્ટ, આઠમા સમયની જઘન્ય અને ત્રીજા સમયની ઉત્કૃષ્ટ એમ કરતાં કરતાં વીસમા સમયની જઘન્યવિશુદ્ધિ આવે ત્યાં સુધી સમજવું. ત્યારબાદ ૧૫ થી ૨૦ એમ ૬ સમયોની ઉત્કૃષ્ટવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી જાણવી. આ યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. તેનું બીજું નામ “પૂર્વપ્રવૃત્તકરણ” પણ છે. કારણ કે બાકીનાં જે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે તે બે કરતાં આ કરણ પહેલાં = પૂર્વકાલમાં પહેલું પ્રવર્તે છે માટે તેનું બીજું નામ પૂર્વપ્રવૃત્તકરણ છે. - આ યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત-રસઘાત અથવા ગુણશ્રેણી પ્રવર્તતાં નથી. ફક્ત ઉપર કહ્યા પ્રમાણે વિશુદ્ધિ જ માત્ર હોય છે. (સ્થિતિઘાતાદિનું સ્વરૂપ આગળ અપૂર્વકરણ વખતે સમજાવે જ છે.) તથા આ યથાપ્રવૃત્તકરણમાં રહેલો જીવ અહીં જે જે અપ્રશસ્ત (અશુભ) કર્મો બાંધે છે. તેઓનો અનુભાગબંધ (રસબંધ) અવશ્ય દ્રિસ્થાનક જ બેઠાણીયો જ) કરે છે અને જે પ્રશસ્ત (શુભ) કર્મો બાંધે છે તે કર્મોનો અનુભાગબંધ (રસબંધ) નિયમો ચતુઃસ્થાનક જ (ચઉઠાણીયો જ) બાંધે છે. તથા એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે બીજો અને બીજો સ્થિતિબંધ સમાપ્ત થયે છતે ત્રીજો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન ચૂન જ કરે છે. સમાન કે અધિક બંધ આ જીવ કરતો નથી. આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. હવે અપૂર્વકરણ સમજાવાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ मंदविसोही पढमस्स, संखभागाहि पढमसमयम्मि । उक्कस्सं उप्पिमहो, एक्ककं दोण्ह जीवाणं ॥१०॥ आचरमाओ सेसुक्कोसं पुव्वप्पवत्तमिइनाम । बीयस्स बीयसमये, जहन्नमवि अणंतरुक्कस्सा ॥११॥ (વર્મપ્રવૃતિ-૩પશમનારVT ગાથા ૨૦-૨૨) इत्यादि वचनात्। द्वितीयस्य अपूर्वकरणस्य यो द्वितीयः समयः, तस्य जघन्यमपि विशोधिस्थानं प्रथमसमयोत्कृष्टविशोधिस्थानादनन्तगुणं वक्तव्यम् । एतदुक्तं भवति - नेह यथाप्रवृत्तकरणवत् प्रथमतो निरन्तरं जघन्यविशोधिस्थानमनन्तगुणं वक्तव्यम् । किन्तु प्रथमसमये प्रथमतो जघन्या विशोधिः सर्वस्तोका, साऽपि च यथाप्रवृत्तकरणचरम-समयभाविन उत्कृष्टाद् विशोधिस्थानाद् विशोधिरनन्तगुणा, ततः प्रथमसमये एवोत्कृष्टा विशोधिरनन्तगुणा, ततो द्वितीयसमये जघन्या विशोधिरनन्तगुणा, ततोऽपि तस्मिन्नेव द्वितीयसमये तु उत्कृष्टा विशोधिरनन्तगुणा, एवं प्रतिसमये तावद्वाच्यं यावच्चरमसमये उत्कृष्टा विशोधिः । પહેલાંના પાઠમાં યથાપ્રવૃત્તકરણમાં જે વિશોધિ સમજાવી તેનો તથા અપૂર્વકરણમાં જે વિશોધિ છે તેનો સાક્ષીપાઠ આપતાં ગ્રન્થકાર મહર્ષિ કમ્મપયડિના ઉપશમના કરણની ગાથા ૧૦-૧૧નો સાક્ષીપાઠ આપે છે. આ બન્ને ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે - “યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસમયવર્તી પ્રથમ જીવની મંદવિશોધિ (જઘન્યવિશુદ્ધિ) સૌથી થોડી છે. તેના કરતાં સંખ્યામાં ભાગ સુધી ક્રમશઃ જઘન્યવિશુદ્ધિ અનંતગુણી-અનંતગુણી છે. તેના કરતાં બીજા જીવની પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આમ બને જીવોમાં એકની નીચેની જઘન્ય અને બીજાની ઉપર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી જાણવી. ત્યારબાદ ઉત્કૃષ્ટમાં જે સંખ્યામાં ભાગનાં સ્થાનો બાકી રહ્યાં, તેની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનુક્રમે ચરમસમય સુધી અનંતગુણી-અનંતગુણી જાણવી. આ કરણ સૌથી પ્રથમ પ્રવર્તે છે. તેથી તેનું “પૂર્વપ્રવૃત્ત” એવું બીજું નામ છે. બીજા અપૂર્વકરણમાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ પણ તેના અનંતરપૂર્વ એવા પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ૧૦-૧૧ યથાપ્રવૃત્તકરણની વિશુદ્ધિ સમજાવીને આ બન્ને ગાથાના આધારે હવે અપૂર્વકરણની વિશુદ્ધિ સમજાવે છે. બીજા અપૂર્વકરણનો જે બીજો સમય છે તે બીજા સમયની જઘન્ય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર વિશુદ્ધિ પણ આ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અનંતગુણી જાણવી. ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે - યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસ્થાનથી સંખ્યાતમા ભાગ સુધીનાં જઘન્યસ્થાનો અનુક્રમે અનંતગુણવિશુદ્ધિવાળાં કહ્યાં હતાં તેવું અહીં અપૂર્વકરણમાં નથી. એટલે કે અપૂર્વકરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ પ્રથમથી સંખ્યાતમાભાગ સુધીનાં જઘન્યવિશોધિસ્થાનો અનંતગુણાં કહેવાનાં હોતાં નથી. પરંતુ અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ (બીજા સમયો કરતાં) સ્તોક છે. તો પણ તે વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમસમયભાવી ઉત્કૃષ્ટવિશુદ્ધિ કરતાં અનંતગુણી જાણવી. યથાપ્રવૃત્તના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિથી અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ પણ અનંતગુણી હોય આ વાત સ્વાભાવિક સમજાય તેમ છે. ત્યારબાદ તેનાથી તે જ અપૂર્વકરણના પ્રથમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે તેનાથી બીજા સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી પણ તે જ બીજા સમયમાં ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે પ્રતિસમયે જઘન્ય અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી ત્યાં સુધી કહેવી કે યાવત્ અપૂર્વકરણના ચરમસમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ આવે. अपूर्वाणि करणानि स्थितिघात - रसघात - गुणश्रेणि- स्थितिबन्धादीनां निवर्तनानि यस्मिन् तदपूर्वकरणम् । तथाहि - अपूर्वकरणे प्रविशन् प्रथमसमय एव स्थितिघातं रसघातं गुणश्रेणिं स्थितिबन्धं चान्यं युगपदारभते । तत्र स्थितिघातः- स्थितिसत्कर्मणो ऽग्रिमभागादुत्कर्षतः उदधिपृथक्त्वप्रमाणम्, जघन्येन पुनः पल्योपमसङ्ख्येयभागमात्रं स्थितिकण्डकमुत्किरति, उत्कीर्य च या स्थितिः अधो न खण्डयिष्यति, तत्र तद्दलिकं प्रक्षिपति, अन्तर्मुहूर्तेन कालेन तत् स्थितिकण्डकमुत्कीर्यते । एवं द्वितीयम्, एवं तृतीयम्, एवं प्रभूतानि स्थितिखण्डसहस्राणि व्यतिक्रामन्ति । तथा च स यदपूर्वकरणस्य प्रथमसमये स्थितिसत्कर्म आसीत्, तत्तस्यैव चरमसमये सख्येयगुणहीनं जातम् । रसघाते तु अशुभानां प्रकृतीनां यदनुभागसत्कर्म, तस्य अनन्ततमं भागं मुक्त्वा शेषानन्तानुभागभागान् अन्तर्मुहूर्तेन विनाशयति । ततः पुनरपि तस्य प्राग्मुक्तस्यानन्ततमं भागं मुक्त्वा शेषान् विनाशयति । एवमनेकानि अनुभागखण्डसहस्राणि एकस्मिन् स्थितिखण्डे व्यतिक्रामन्ति । तेषां च स्थितिखण्डानां सहस्त्रैः द्वितीयमपूर्वकरणं परिसमाप्यते । स्थितिबन्धाद्धा तु अपूर्वकरणस्य प्रथमसम अन्य एवापूर्वपल्योपमसङ्ख्येयभागहीनस्थितिबन्धः आरभ्यते । जीर्णस्थितिघातस्थितिबन्धौ तु युगपदेवारभ्येते युगपदेव निष्ठां यातः । Page #198 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૫ બીજા કરણનું નામ “અપૂર્વકરણ” છે. આવું નામ કેમ પ્રવર્યું? તેના ઉત્તરમાં કહે છે કે “અપૂર્વ એવાં સ્થિતિઘાત-રસઘાત ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર (નિવર્તન) કાર્યો થાય છે જે કરણમાં તે કરણને અપૂર્વકરણ કહેવાય છે” આ ચાર કાર્યો આ જીવ પૂર્વે પ્રવર્તેલા યથાપ્રવૃત્તકરણમાં કરતો ન હતો અને હવે અપૂર્વકરણ કાલે કરે છે તેથી તેને અપૂર્વકરણ કહેવાય છે. તેથી જેવો અપૂર્વકરણમાં આ જીવ પ્રવેશ કરે છે તે જ વખતે પ્રથમસમયથી જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર કાર્યો (યુગ૫૬) એકી સાથે આરંભે છે. (૧) સ્થિતિઘાત :- સત્તામાં રહેલી સ્થિતિમાંથી તે સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સેંકડો સાગરોપમપ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિકંડક (સ્થિતિનો એક ટુકડો) ઉમેરે છે. (ઉપરથી તોડે છે). ઉકેરીને (ઉપરથી તોડીને) નીચેની જે સ્થિતિ તોડી નથી, તથા તોડવાની નથી તે સ્થિતિમાં આ ખંડિત કરેલી સ્થિતિમાં દલિક નાખે છે. એક અંતર્મુહૂર્તકાલે તે આખો સ્થિતિકંડક ઉપરથી તોડીને નીચે લાવી દે છે. એટલે કે તેટલી સ્થિતિ કપાઈ જાય છે. આ પ્રથમ સ્થિતિઘાત કહેવાય છે. એ જ પ્રમાણે બીજો સ્થિતિઘાત, ત્રીજો સ્થિતિઘાત તે જીવ કરે છે. એમ હજારો સ્થિતિઘાત આ અપૂર્વકરણમાં આ જીવ કરે છે. આમ કરવાથી એટલે કે હજારો સ્થિતિઘાત દ્વારા સત્તામાં રહેલી સ્થિતિ ખંડિત થવાથી આ અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિસત્તા હતી તે સ્થિતિસત્તા તે અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતગણી હીન થઈ જાય છે. એક અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત પસાર થાય છે. (૨) રસઘાત - અશુભ પ્રકૃતિઓની (પાપપ્રકૃતિઓની) જે અનુભાગસત્તા (રસની સત્તા) હાલ જીવની પાસે પૂર્વકાલમાં બાંધેલી છે તેનો એક અનન્તમો ભાગ મુકીને શેષ અનંત ભાગોનો એક (નાના) અંતર્મુહૂર્તકાલમાં જ વિનાશ કરે છે. આ પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યારબાદ તે પૂર્વેના રસઘાતમાંથી બાકી મુકી રાખેલા એક અનુભાગ ખંડનો એક અનંતમો ભાગ મુકી રાખીને શેષ અનંતભાગોનો વિનાશ કરે છે. આ પ્રમાણે અનેક અનુભાગખંડોના નાશ કરવા રૂપ હજારો ૨સઘાતો એક એક સ્થિતિઘાતમાં થઈ જાય છે. અર્થાત્ હજારો હજારો રસઘાત પસાર થવા વડે એક સ્થિતિઘાત થાય છે અને હજારો હજારો સ્થિતિઘાત પસાર થવા વડે બીજુ અપૂર્વકરણ સમાપ્તિને પામે છે. (૩) અપૂર્વસ્થિતિબંધ :- અપૂર્વકરણના પ્રથમસમયે શરૂ કરેલો એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે તે સ્થિતિબંધથી અન્ય એવો નવો સ્થિતિબંધ અપૂર્વ જ એટલે કે પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન જ શરૂ કરે છે. બીજો સ્થિતિબંધ સમાપ્ત થાય ત્યારે ત્રીજો અને ત્રીજો Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સમાપ્ત થાય ત્યારે ચોથો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યામાં ભાગે હીન હીન જ ચાલુ કરે છે. આવો હીન હીન જ સ્થિતિબંધ પૂર્વકાળમાં ક્યારેય કર્યો નથી. તેથી તેને અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. એક સ્થિતિબંધ અને એક સ્થિતિઘાત આ બન્ને સાથે જ આરંભાય છે અને એકીસાથે જ સમાપ્તિને પામે છે. બન્નેનો કાલ જે અંતર્મુહૂર્ત છે તે સમાન હોવાથી યુગપદ્ પ્રારંભ અને યુગપદ્ નિષ્ઠા (સમાપ્ત) કરે છે. गुणश्रेणिस्तुगुणसेढीनिक्खेवो, समए समए असंखगुणणाए । अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो ॥१५॥ (કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૧૫) __भावना च-घात्यस्थितिखण्डमध्याद् दलिकं गृहीत्वा उदयसमयात् प्रतिसमयं असङ्ख्येयगुणतया निक्षिपति-प्रथमसमये स्तोकम्, द्वितीयसमये असङ्ख्येयगुणम्, तृतीयसमये असङ्ख्येयगुणम् एवं यावच्चरमसमयः । एष प्रथमसमयगृहीतदलिकनिक्षेपविधिः, एवं द्वितीयादिसमयगृहीतानामपि, इत्यनेन प्रथमसमये स्तोकः द्वितीयसमये असङ्ख्येयगुणः, तृतीयसमये असङ्ख्येयगुणः गुणश्रेणिदलिकनिक्षेपो भवति । इति अपूर्वकरणस्वरूपम् । अनिवृत्तिकरणे एतदुक्तं भवति - (૪) હવે ગુણશ્રેણીનું સ્વરૂપ સમજાવે છે. ત્યાં કમ્મપયડીમાં ઉપશમનાકરણના અધિકારમાં ગાથા ૧૫માં આ પ્રમાણે કહ્યું છે - “સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલી સ્થિતિના કર્મદલિકોની નીચેની સ્થિતિમાં નિવàવ = જે રચના કરવી તે સુપાસેઢી = ગુણશ્રેણી કહેવાય છે. પ્રત્યેક સમયોમાં અસંખ્યાત ગુણાકારે કર્મદલિકોની આ જીવ રચના કરે છે. ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત હોય છે તો પણ તે અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ બે કરણના કાલથી કંઈક અધિક હોય છે તથા જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ બાકી રહેલા સમયમાં જ દલિકોનો નિક્ષેપ (દલિકોની રચના) થાય છે. II૧પો ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલા સ્થિતિખંડમાંથી પ્રાયઃ નિઃરસતુલ્ય બનેલાં અર્થાત્ અત્યન્ત અલ્પ રસવાળા બનેલાં એવાં કર્મદલિકોને ત્યાંથી ગ્રહણ કરીને નીચેની ભોગવાતી સ્થિતિમાં ઉદયસમયથી અન્તર્મુહૂર્તના કાલમાં પ્રત્યેકસમયોની અંદર અનુક્રમે અસંખ્યાતગુણાકારે તે દલિકને ગોઠવે Page #200 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૭ છે. તે ગુણશ્રેણી કહેવાય છે. ગુણશ્રેણીના પ્રથમસમયે ઉપરથી લાવેલું કર્મદલિક નીચે પ્રથમસમયમાં થોડું, તેનાથી બીજા સમયમાં અસંખ્યાતગુણ, તેનાથી ત્રીજા સમયમાં અસંખ્યાતગુણ એમ ગુણશ્રેણીના અંતર્મુહૂર્તકાલના યાવત્ ચરમસમય સુધીના સર્વ સમયોમાં કર્મદલિકોનો નિક્ષેપ (રચના) કરે છે. આ તો ગુણશ્રેણીના પ્રથમ સમયે જે કર્મદલિક લાવ્યાં, તેનો નિક્ષેપવિધિ કહ્યો. એ જ પ્રમાણે બીજા-ત્રીજા-ચોથા આદિ સમયોમાં ઉપરની સ્થિતિમાંથી લાવેલાં કર્મદલિકોનો નિક્ષેપ પણ જાણી લેવો. આમ હોવાથી તે દ્વિતીયાદિ સમયોમાં લાવેલું કર્મદલિક પણ પ્રથમસમયે થોડું, બીજા સમયે અસંખ્યાતગણું અને ત્રીજા સમયે તેના કરતાં પણ અસંખ્યાતગણું આ પ્રમાણે ગુણશ્રેણી દ્વારા લાવેલા કર્મલિકોની ઉદયથી ભોગવાતી એવી નીચેની સ્થિતિમાં રચના કરે છે. આ ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત જ હોય છે. તો પણ તે અંતર્મુહૂર્ત કેટલા પ્રમાણનું લેવું? તે વાત ઉપશમનાકરણની મૂલગાથામાં કહે છે કે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના એક એક એમ બે અંતર્મુહૂર્ત ભેગાં કરીએ તેના કરતાં કંઈક અધિક એવો અંતર્મુહૂર્ત કાલ જાણવો. તથા નીચેની ઉદયથી ભોગવાતી સ્થિતિના જેમ જેમ સમય પસાર થાય, તેમ તેમ બાકી રહેલા સમયમાં જ ગુણશ્રેણીના દલિકનો નિક્ષેપવિધિ આ જીવ કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે. તેમ તેમ નિક્ષેપ માટે આગળ આગળ સમયો વધતા નથી. આ પ્રમાણે અપૂર્વકરણનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે અનિવૃત્તિકરણનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે. __ अनिवृत्तिकरणस्य प्रथमसमये ये वर्तन्ते, ये च वृत्ताः, ये च वर्तिष्यन्ते, तेषां सर्वेषामपि समाना एकरूपा विशोधिः, द्वितीयसमयेऽपि ये वर्तन्ते ये च वृत्ताः ये च वर्तिष्यन्ते तेषामपि समा विशोधिः एवं सर्वेष्वपि समयेषु, नवरं पूर्वतः उपरितने अनन्तगुणाधिका विशोधिः चरमसमयं यावत् । अस्मिन् करणे प्रविष्टानां तुल्यकालानामसुमतां परस्परमध्यवसानानां या निवृत्तिावृत्तिः सा न विद्यते इत्यनिवृत्तिकरणम् । अनिवृत्तिकरणे यावन्तः समयास्तावन्ति अध्यवसायस्थानानि, पूर्वस्मात् पूर्वस्मात् अनन्तगुणवृद्धानि भवन्ति । अनिवृत्तिकरणाद्धायाः सङ्ख्येयेषु भागेषु गतेषु सत्सु एकस्मिन् भागे सङ्ख्येयतमे शेषे तिष्ठति अन्तर्मुहूर्तमात्रमधो मुक्त्वा मिथ्यात्वस्यान्तरकरणं करोति । अन्तरकरणकालश्चान्तर्मुहूर्तप्रमाणः । अन्तरकरणे च क्रियमाणे गुणश्रेणेः सङ्ख्येयतमं भागमुत्किरति, उत्कीर्यमाणं च दलिकं प्रथमस्थितौ द्वितीयस्थितौ च प्रक्षिपति, एवमुदीरणऽऽगालबलेन मिथ्यात्वोदयं निवार्य औपशमिकसम्यक्त्वं लभते । उक्तञ्च - Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર અનિવૃત્તિકરણના પ્રથમસમયમાં જે જીવો હાલ વર્તે છે. જેઓ ભૂતકાળમાં આવેલા છે અને ભવિષ્યકાલમાં જે જીવો આવશે, તે સર્વે પણ જીવોની પ્રથમસમયમાં એકસરખી સમાનરૂપે વિશુદ્ધિ હોય છે. બીજા સમયમાં પણ જે જીવો વર્ચ્યા છે, વર્તે છે અને વર્તશે, તે સર્વે જીવોની પણ વિશુદ્ધિ સરખી હોય છે. આમ સર્વ સમયોમાં જાણવું. પરંતુ આ અનિવૃત્તિકરણમાં અપૂર્વકરણની જેમ પરસ્પર તરતમતા અને તેના કારણે તિર્કી ષસ્થાનપતિત વિશુદ્ધિ હોતી નથી. એવી જ રીતે અનિવૃત્તિકરણના બીજા સમયમાં-ત્રીજા સમયમાં-ચોથા સમયમાં જે જીવો વર્તે છે, વર્ત્યા છે અને ભવિષ્યમાં વર્તશે તે સર્વે જીવોની તે તે એકસમયમાં પરસ્પર સમાન વિશુદ્ધિ હોય છે. પરસ્પર તરતમતા કે કોઈ પણ એકસમયમાં પત્થાન પતિત વિશુદ્ધિ હોતી નથી. આ પ્રમાણે અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી અંતિમસમય સુધી જાણવું. અર્થાત્ સર્વસમયોમાં આમ તિર્કી સમાન વિશુદ્ધિ સમજવી. પરંતુ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તર ઉત્તર સમયની વિશુદ્ધિ અનંતગુણ અધિક અનંતગુણ અધિક વિશુદ્ધિ યાવત્ ચરમસમય સુધી જાણવી. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ અનંતગુણી અને તિર્યન્મુખી વિશુદ્ધિ સમાન જાણવી. આ અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા અને તુલ્યકાળમાં વર્તતા જીવોના અધ્યવસાયસ્થાનોની પરસ્પર વિશુદ્ધિમાં જે નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ અર્થાત્ તરતમતા-હાનિવૃદ્ધિ છે તે નથી સંભવતી જ્યાં તેને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ કારણથી જ અનિવૃત્તિકરણમાં જેટલા સમયો છે તેટલાં જ અધ્યવસાય સ્થાનો છે અને તે સર્વે અધ્યવસાયસ્થાનો પૂર્વ-પૂર્વ અધ્યવસાયસ્થાનથી અનંતગુણવૃદ્ધ-અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળાં છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહ્યુ છતે મિથ્યાત્વમોહનીય કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જે સ્થિતિસત્તા છે તેમાંથી અંતર્મુહૂર્તમાત્રની સ્થિતિને નીચેના ભાગમાં (ઉદયકાલવાળા ભાગમાં) ઉદયથી ભોગવવા માટે રાખી મુકીને તેની ઉપરની સ્થિતિમાં અંતર્મુહૂર્તપ્રમાણનું અંતરકરણ (સળંગ લાંબી સ્થિતિના બે ટુકડા કરીને વચ્ચે અંતર-આંતરૂં પાડવાનું કામ) આ જીવ કરે છે. આ અંતરકરણનો કાલ અંતર્મુહૂર્ત હોય છે. અંતરકરણ કરાયે છતે ગુણશ્રેણીનો પણ સંખ્યાતમો ભાગ ઉકેરાય છે. (તુટે છે) કારણ કે ગુણશ્રેણી બે કરણના કાલથી કંઈક અધિકકાલ પ્રમાણ કરાઈ હતી. તે અધિકકાલમાં ગોઠવાયેલા ગુણશ્રેણીના દલિકો અંતરકરણનાં દલિકોના ઉત્કિરણની સાથે ઉકેરાય છે. ઉકેરાતા આ કર્મદલિકને આ જીવ નીચેની પ્રથમસ્થિતિમાં તથા અંતઃકોટાકોટિ પ્રમાણવાળી બીજી સ્થિતિમાં પ્રક્ષેપ કરે છે. આમ કરતાં કરતાં અંતરકરણવાળી સ્થિતિને સર્વથા ખાલી કરે છે અને ઉપરની અંતઃકોડાકોડીવાળી સ્થિતિને ઉપશમના કરણ વડે સર્વથા ઉપશમાવે છે તથા નીચેની અંતર્મુહૂર્તપ્રમાણની ભોગ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૯ એવી પ્રથમસ્થિતિને ઉદયથી ભોગવી ભોગવીને તથા ઉદીરણા અને આગાલના બલ વડે કાલક્રમે મિથ્યાત્વના ઉદયને અંતર્મુહૂર્તે સમાપ્ત કરીને અંતરકાલવાળા કાલમાં પ્રવેશ કરે છે. તે વખતે તેના પ્રથમસમયે જ આ જીવ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ક્યારેય ન પ્રાપ્ત કરેલા એવા અપૂર્વલાભને આ જીવ પામે છે. કમ્મપયડીમાં જ ઉપશમનાકરણની ગાથા ૧૮ માં કહ્યું છે કે - - मिच्छत्तदये खीणे, लहइ सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियं अलद्धपुव्वं जं ॥१८॥ मिथ्यात्वस्योदये क्षीणे सति स जीव उक्तेन प्रकारेण औपशमिकं सम्यक्त्वं लभते । यस्य सम्यक्त्वस्य लाभेन यदात्महितमलब्धपूर्वमर्हदादितत्त्वप्रतिपत्त्यादि, तद् लभ्यते । तथाहि-सम्यक्त्वस्य लाभे सति ( यथा ) जात्यन्धस्य पुंसः चक्षुर्ला स (वस्तुतत्त्वावलोको भवति तथा महान् प्रमोदो भवति ) एवं जन्तोः यथावस्थितवस्तुतत्त्वावलोको भवति तथा महाव्याध्यभिभूतस्य व्याध्यपगमे इव महांश्च प्रमोदः भवति । अत्र अनिवृत्तिकरणे क्रियमाणे यदि पुञ्जत्रयं करोति, तदा प्रथमं क्षयोपशमं सम्यक्त्वं लभते । अकृतत्रिपुञ्जः प्रथममुपशमसम्यक्त्वं लभते इति सिद्धान्ताशयः । कर्मग्रन्थमते तु प्रथमं उपशममेव लभते, अयं च त्रिपुञ्जीकरणमुपशमे करोति । इति ग्रन्थिभिद् ज्ञानं तत्त्वोपयोगलक्षणं, तस्य अन्य विकल्पैः किम् ? મિથ્યાત્વનો ઉદય ક્ષીણ થયે છતે તે જીવ ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જે સમ્યક્ત્વના લાભથી પૂર્વે કદાપિ પ્રાપ્ત ન કરેલા એવા અપૂર્વ આત્મહિતને આ જીવ પ્રાપ્ત કરે છે. ૧૮॥ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય (નીચેની પ્રથમ સ્થિતિનો ઉદય) સમાપ્ત થયે છતે તે જીવ ઉપર કહેલા પ્રકાર દ્વારા સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્રણ કરણ સંપૂર્ણ કરવાથી અને મિથ્યાત્વની પ્રથમસ્થિતિનો ઉદય પૂર્ણ થવાથી તથા ઉપરની બીજી સ્થિતિ ઉપશમનાકરણ વડે ઉપશાન્ત કરી હોવાથી આ જીવ સૌથી પ્રથમ ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે ઔપમિક સમ્યક્ત્વના લાભથી ક્યારે પણ ભૂતકાળમાં ન મેળવેલું હોય તેવું જે આત્મહિત છે. તે પ્રાપ્ત થાય છે. એટલે કે અરિહંત પરમાત્માના વચનો ઉપરની પરમ તત્ત્વશ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે જે મુક્તિપ્રાપ્તિનું બીજ ગણાય છે. તે આ પ્રમાણે - જેમ જન્મથી અંધ એવા પુરુષને ચક્ષુનો લાભ થયે છતે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી પરમ આનંદ થાય છે. અથવા મહાવ્યાધિથી પીડાયેલા જીવને જેમ મહાવ્યાધિ દૂર થયે છતે પરમ આનંદ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર થાય છે. તેવી જ રીતે ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે આ જીવને યથાવસ્થિત તત્ત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે એટલે કે જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ છે આવી પાકી ખાત્રી થાય છે. અનેકાન્તદૃષ્ટિથી વસ્તુના અનંતધર્મોની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ પ્રગટે છે. તેનાથી તે જીવને મહાન પ્રમોદ (ઘણો ઘણો આનંદ) પ્રસરે છે. “ત્રણ કરણો સમાપ્ત થયા પછી આ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે” આ પ્રમાણે ઉપર જે કહેવામાં આવ્યું છે તે બાબતમાં સિદ્ધાન્તકાર અને કર્મગ્રંથકારનો મત કંઈક ભિન્ન ભિન્ન છે તે વાત સમજાવતાં ટીકાકારશ્રી જણાવે છે કે - અનિવૃત્તિકરણ જ્યારે કરાતું હોય ત્યારે જ જો તે જીવ ત્રિપુંજીકરણ કરે તો સૌથી પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, અને તે કાલે નથી કર્યા ત્રણ પુંજ જેણે એવો હોય તો એટલે કે તે જીવ ત્રણ પુંજ કર્યા વિનાનો જો હોય તો સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યારબાદ પ્રથમસમયે ત્રિપુંજીકરણ કરે છે. આ પ્રમાણે સિદ્ધાન્તકારનો મત (આશય) છે. પરંતુ કર્મગ્રંથકારના મતે તો પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતો જ નથી તથા અનિવૃત્તિકરણ કરવાના કાલે ત્રિપુંજ કરતો જ નથી. પરંતુ ત્રણે કરણો વિધિપૂર્વક સમાપ્ત કરીને અંતરકરણના પ્રથમસમયે સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ જ તે જીવ પ્રાપ્ત કરે છે. સમ્યક્ત્વ પામેલો આ જીવ ઉપશમ સમ્યક્ત્વ આવે છતે પ્રથમ સમયે જ ત્રિપુંજીકરણ કરે છે. આવા પ્રકારનું તત્ત્વના ઉપયોગવાળું (અર્થાત્ જે વસ્તુ જેમ છે તે વસ્તુની તેમ શ્રદ્ધા કરાવનારું) ગ્રન્થિભેદયુક્ત સમ્યજ્ઞાન જે આત્માને થયું છે તે આત્માને પરદ્રવ્યની સાધનાના નિમિત્તભૂત એવા અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો વડે શું ? અર્થાત્ જેને અલબ્ધપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થયું છે તેને પરપદાર્થોના સાધનાના નિમિત્તભૂત મંત્ર તંત્રોના વિકલ્પો મનમાં થતા જ નથી. અંધકારનો નાશ કરે એવી જો પોતાની જ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય (એટલે કે કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ થયાં હોય) તો દીવડાઓની શું જરૂર રહે ? તેમ અહીં સમજવું. ॥૬॥ मिथ्यात्वशैलपक्षच्छिद्-ज्ञानदम्भोलिशोभितः । નિર્ભય: શવવું યોની, નવત્થાનનનનને શા મિથ્યાત્વમોહનીયકર્મ રૂપી પર્વતની બે પાંખોનો છેદ કરનારા એવા સમ્યજ્ઞાન રૂપી વજ્ર વડે શોભતા, ભય વગરના યોગી ઈન્દ્રમહારાજાની જેમ આનન્દરૂપી નંદનવનમાં મઝા કરે છે. છા Page #204 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૭૧ ટીકા - “મિથ્યાત્વેતિ'—યોગી રત્નત્રયરૂપક્ષોપાથી, વીશ ? નિર્મચઃभयरहितः, आनन्दनन्दने-आनन्दः आत्मानन्दः, स एव नन्दनम्-आनन्दनन्दनम्, तस्मिन् आनन्दनन्दने, नन्दति-क्रीडां करोति, किंवत् ? शक्रवत्-इन्द्रवत् । कथम्भूतः योगी? मिथ्यात्वशैलपक्षच्छिद्ज्ञानदम्भोलिशोभितः-मिथ्यात्वं-विपर्यासरूपम्, तदेव शैल:पर्वतः, तस्य पक्षच्छेदनकृत् यद् ज्ञानं, तदेव दम्भोलिः, तेन शोभितः, इत्यनेन मिथ्यात्वभेदकज्ञानवज्रान्वितः सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः योगी आनन्दनन्दने नन्दति, शुद्धात्मानन्दे नन्दति ॥७॥ વિવેચન - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર, આમ રત્નત્રયી સ્વરૂપ જે મુક્તિનો ઉપાય છે. તે ઉપાયવાળા એવા મુનિ, એટલે કે જે મુનિમહારાજનું જીવન મુક્તિના ઉપાયભૂત રત્નત્રયીની સાધનામાં લયલીન છે તેવા, વળી તે મુનિ કેવા છે? નિર્ભય-ભયથી રહિત, કારણ કે હિંસા, જૂઠ, ચોરી અને અબ્રહ્મ આદિ કોઈપણ પ્રકારના દોષોનું સેવન ન હોવાથી તેના સંબંધી ભય વિનાના તથા ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ ન હોવાથી મારું લુંટાઈ જશે, ચોરાઈ જશે, કોઈ લઈ જશે ઈત્યાદિ ભય વિનાના, સ્વગુણોની રમણતાની મઝા માણનારા હોવાથી આત્માના ગુણોનો આનંદ માણવા સ્વરૂપ નંદનવનમાં તન્મયતાથી ક્રિીડા કરે છે. સ્વગુણોનો આનંદ માણે છે. કોની જેમ આનંદ માણે છે? તો શક્રની જેમ એટલે કે ઈન્દ્રની જેમ આ યોગી સ્વગુણ રમણતાનો આનંદ માણે છે. આ યોગી કેવા છે? મિથ્યાત્વદશા રૂપી પર્વતની બે પાંખોને છેદી નાખનારા વજ નામના શસ્ત્રથી શોભતા એવા આ યોગી છે. લોકોક્તિ એવી છે કે પર્વતોને ભૂતકાળમાં પક્ષીની જેમ બે પાંખો હતી, તેનાથી તે પર્વતો ઉડાઉડ કરતા હતા.તેથી આમ જનતા ભય પામતી હતી. તે જનતાએ તપ-જપ કરીને ઈન્દ્રમહારાજાને પ્રસન્ન કર્યા. ઈન્દ્રમહારાજાએ આવીને આમ જનતાને પૂછ્યું કે મને કેમ યાદ કર્યો ? સારી જનતાએ ફરીયાદ કરી કે “આવા મોટા મોટા પર્વતો આકાશમાં ઉડાઉડ કરે અને તે જો નીચે પડે તો અમે મરી જઈએ. માટે તે ઉડાઉડ ન કરે તેમ કરો.” તે સાંભળીને ઈન્દ્ર મહારાજાએ પોતાના હાથમાં રહેલા વજ નામના શસ્ત્ર વડે પર્વતોની બને પાંખો છેદી નાખી. ત્યારથી પર્વતો ભૂમિ ઉપર એવા ચોંટી ગયા છે કે ઉડાઉડ તો કરતા નથી, પણ ઉખડતા પણ નથી. આવી એક લોકોક્તિ છે. તેને ધ્યાનમાં રાખીને કવિએ આ કલ્પના કરી છે. આ જીવમાં “મિથ્યાત્વદશા” એ મોટો પર્વત છે. તેનાથી થનારા “રાગ અને દ્વેષ” એ તેની બે પાંખો છે. મુનિ મહારાજા પાસે અધ્યાત્મશાસ્ત્રોનું સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યજનક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર જે જ્ઞાન છે તે વજ નામનું શસ્ત્ર છે. તેથી જેમ ઈન્દ્રમહારાજાએ વજશસ્ત્રથી પર્વતની પાંખો છેદી નાખી જેથી આમ જનતા નિર્ભય બની ગઈ. તેમ આ યોગમહારાજા વૈરાગ્યવાસિત અધ્યાત્મદશાના જ્ઞાન વડે મિથ્યાત્વદશાની રાગ-દ્વેષાત્મક બને પાંખોને છેદી નાખે છે. તેથી પતનના સઘળા ભયો ટળી જાય છે. આવા પ્રકારના આ યોગી છે. આ રીતે મિથ્યાત્વનો નાશ કરનારા એવા સમ્યજ્ઞાનરૂપી વજશસ્ત્રથી યુક્ત અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આમ રત્નત્રયીના ભાવમાં પરિણામ પામેલા આ યોગી શુદ્ધ એવા આત્માના ગુણોની રમણતાના આનંદરૂપી નંદનવનમાં મઝા કરે છે, લહેર કરે છે, આત્મિક આનંદ भाो छ. ॥७॥ पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्मनीषिणः ॥८॥ ગાથાર્થ - આત્મદશાના જ્ઞાનને મહર્ષિ પુરુષો આવું કહે છે - સમુદ્ર વિના ઉત્પન થયેલું અમૃત છે. ઔષધ વિનાનું રસાયણ છે અને પરપદાર્થોની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય छ. ॥८॥ st :- "पीयूषं इति"-असमुद्रोत्थं पीयूषममृतम्, अनौषधम्-औषधरहितं रसायनं जरामरणनिवारकम्, अनन्यापेक्षम्-अन्यत्-परवस्तु, तस्य अपेक्षया रहितम्, ऐश्वर्यम्-आश्चर्यमिति पाठे-आश्चर्य-चमत्कारकारि ज्ञानम्, स्वपरावभासनलक्षणमाहुः मनीषिणः पण्डिताः । इत्यनेन वस्तुतः मरणवारकं सर्वरोगमुक्तिहेतु रसायनं ज्ञानं, वस्तुतः अवलोकनचमत्कारकारि ज्ञानम्, इत्येवमात्मज्ञानं परममुपादेयं ज्ञानं यथार्थावबोधपरभावत्यागलक्षणं स्मृतम् । इत्यनेन अनादिपरभावपरिणतस्य मिथ्यात्वाज्ञानासंयममोहितस्य परभावोत्पन्नात्मरोधकपरिणतिं तत्त्वत्वेनाङ्गीकुर्वन् परभावमोहितः भ्रमति सूक्ष्मनिगोदादिचतुर्दशसु जीवस्थानेषु । स च तत्त्वज्ञानामृतपरिणतः आत्मा मिथ्यात्वादिदोषान् विहाय सम्यग्दर्शनज्ञानचारित्रकोटिमारूढः स्वरूपावभासनानन्दी सर्वदोषरहितो भवति, अत एवामृतं रसायनं ज्ञानम्, तदर्थमेवोद्यमः कार्यः ॥८॥ વિવેચન :- આત્મતત્ત્વનું જ્ઞાન કેટલું વિશિષ્ટ છે ? તે વિષય આ ગાથામાં ત્રણ ઉપમાઓથી સમજાવાયો છે. એવા પ્રકારની લોકોક્તિ છે કે દેવો અને દાનવોએ સાથે મળીને Page #206 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી ૧૭૩ મેરૂપર્વતનો રવૈયો (મંથાન) બનાવીને અને શેષનાગનું દોરડું બનાવીને સમુદ્રને વલોવ્યો, તેમાંથી ૧૪ રત્નો નીકળ્યાં. તેમાં જે વિષ નીકળ્યું તે મહાદેવે પીધું. તેથી તેમનો કંઠ કાળો (નીલ) થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા અને જે અમૃત નીકળ્યું તે દેવોએ પીધું. તેથી દેવો અમર બની ગયા અર્થાત્ અમર કહેવાયા. વાર્તાનો સાર એ છે કે “અમૃત સમુદ્ર વલોવવાથી મળ્યું હતું” સમુદ્રમન્થન કર્યા વિના અમૃતની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ જ્ઞાનરૂપી અમૃત એવું છે કે જે સમુદ્ર-મન્થન વિના વિભાવદશાના ત્યાગપૂર્વક જો ગુરુગમથી અભ્યાસ કરવામાં આવે તો મળી શકે છે. આ એક આશ્ચર્યજનક ઘટના છે. લૌકિક વ્યવહારમાં સમુદ્ર-મન્થનથી જ અમૃત મળે છે જ્યારે લોકોત્તર માર્ગમાં જ્ઞાનરૂપી અમૃત સમુદ્રમન્શન વિના પ્રાપ્ય છે. જ્ઞાનાષ્ટક-૫ તથા શરીરને ઘણું જ લષ્ટપુષ્ટ કરે એવું રસાયન બનાવવું હોય તો જુદી જુદી જાતની ઘણા પ્રકારની ઔષધિઓનાં બનેલાં ઔષધો ભેગાં કરીને ખાંડવાથી, દળવાથી અથવા મીક્ષ કરવાથી રસાયન બને છે. જ્યારે આ જ્ઞાનરૂપી રસાયન એવું છે કે જે મેળવવામાં કોઈપણ ઔષધો લાવવાં પડતાં નથી, મેળવવાં પડતાં નથી. છતાં લૌકિક રસાયનથી જે રોગો ન નિવારી શકાય તેવા સર્વ રોગોથી મુક્તિનો હેતુ બને તેવું જ્ઞાનરસાયણ છે. તથા જન્મ, જરા અને મૃત્યુનું સર્વથા નિવારણ કરાવે તેવું આ રસાયન છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી જીવ નિર્વેદ-સંવેગપરિણામી થતાં વૈરાગ્યવાસિત બનીને સર્વકર્મરહિત અશરીરી બને છે. જ્યાં કોઈ રોગો આવતા નથી તથા જન્મ-જરા-મૃત્યુ પણ સંભવતા નથી. તેથી જ્ઞાન એ ઔષધના મિશ્રણ વિનાનું રસાયન છે. તથા રાજાનું ચક્રવર્તીનું કે ઈન્દ્ર મહારાજાનું ઐશ્વર્ય હોય તો તેમાં હાથી-ઘોડા-૨થ (આજના કાલ પ્રમાણે મોટર) ધન-અલંકાર ઈત્યાદિ પરપદાર્થોની (પુદ્ગલ પદાર્થોની) અપેક્ષા હોય છે. અર્થાત્ પર-પૌદ્ગલિક પદાર્થોની અપેક્ષાએ ઐશ્વર્ય દેખાય છે. પોતાના આત્મામાં એવી કોઈ વિશિષ્ટ સિદ્ધિ થયેલી નથી. માત્ર દ્રવ્યપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભૌતિક સંપત્તિથી ઐશ્વર્યવાળા ગણાય છે. જ્યારે જ્ઞાનસ્વરૂપ આત્માનું જે ઐશ્વર્ય છે તે સ્વાભાવિક છે, સહજ છે, અકૃત્રિમ છે. કોઈપણ પરપદાર્થની તેમાં અપેક્ષા નથી. તેથી અન્યની અપેક્ષા વિનાનું આ પરમ ઐશ્વર્ય છે. હવે ટીકાના પદોના અર્થ વિચારીએ. જ્ઞાન તે - વિના સમુદ્રે ઉત્પન્ન થયેલું પીયૂષ (અમૃત) છે. વિના ઔષધે બનાવેલું રસાયન છે. આ રસાયન (જન્મ) જરા અને મરણને અટકાવનાર છે. અન્ય પૌદ્ગલિકાદિ પદાર્થોની અપેક્ષા વિનાનું પરમ ઐશ્વર્ય રૂપ છે. કોઈ કોઈ પ્રતોમાં ઘેશ્વર્યમ્ ને બદલે આશ્ચર્યમ્ આવો પાઠ પણ દેખાય છે. જો તે પાઠ લઈએ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર તો જ્ઞાન તે પરની અપેક્ષા વિના આશ્ચર્યને કરનારું અર્થાત્ ચમત્કારને કરનારું છે. આ જ્ઞાન, દીપકની જેમ સૂર્ય-ચંદ્રની જેમ સ્વનો અને પરનો એમ બન્નેનો બોધ કરાવવાના સ્વભાવવાળું છે. આમ મનીષી-પુરુષો એટલે કે પંડિત પુરુષો કહે છે. આમ હોવાથી આ જ્ઞાન મૃત્યુને અટકાવનારું તથા સર્વ રોગ-શોકાદિમાંથી મુક્તિની પ્રાપ્તિના કારણભૂત રસાયનતુલ્ય છે. પરમાર્થથી સ્વ-પર પદાર્થોનું અવલોકન કરાવવામાં આ જ્ઞાન ચમત્કાર સર્જનારું છે. આ રીતે આત્માસંબંધી જ્ઞાન પરમ ઉપાદેય છે. તથા આ જ્ઞાન “જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ જણાવનારું” = યથાર્થ બોધ કરાવનારું તથા પરભાવદશાનો ત્યાગ કરાવનારું કહેલું છે. આ પ્રમાણે હોવાથી અનાદિકાલથી પરભાવે પરિણામ પામેલા અને મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ આદિ ભાવોથી (પરદ્રવ્યમાં) મોહબ્ધ બનેલા જીવની પરભાવથી ઉત્પન્ન થયેલી શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપની બાધક એવી જે વિભાવદશા (પરને પોતાનું માનીને તેમાં અંજાવા)રૂપ પરિણતિ છે. તેને જ “સાચું તત્ત્વ છે આ જ મારું સ્વરૂપ છે” એમ માની લેનારો પરભાવથી મોહિત થયેલો આ જીવ સૂક્ષ્મનિગોદ આદિ ચૌદ જીવસ્થાનકોમાં ભટકે છે. સંસારમાં ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણાદિ દુઃખોમાં રખડે છે. ૮૪ લાખ યોનિમાં ભટકનારો આ જ જીવ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતથી જ્યારે પરિણત થાય છે ત્યારે મિથ્યાત્વ આદિ દોષોનો ત્યાગ કરીને સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની સાધના તથા આરાધનાના રાજમાર્ગ ઉપર આરૂઢ થયો છતો પોતાના જ શુદ્ધ સ્વરૂપના અપૂર્વ અનુભવ દ્વારા આનંદમગ્ન બન્યો છતો સર્વ દોષરહિત શુદ્ધ બુદ્ધ થાય છે. આ કારણથી આત્માસંબંધી અધ્યાત્મજ્ઞાન એ સાચે જ અમૃત છે. એ સાચે જ રસાયન છે. તેથી તેની પ્રાપ્તિ માટે જ સંસારી જીવે ઉદ્યમ કરવો જોઈએ. Iટ. પંચમ જ્ઞાનાષ્ટક સમાપ્ત છે Page #208 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ॥ અથ ષયું શમામ્ ॥ ૧૭૫ अथ पञ्चमज्ञानाष्टककथनानन्तरं षष्ठं शमाष्टकं प्रारभ्यते । ज्ञानी हि ज्ञानात् क्रोधादिभ्य उपशाम्यति अतः शमाष्टकं विस्तार्यते षष्ठम् । तत्र आत्मनः क्षयोपशमाद्याः परिणतयः स्वभावपरिणामेन परिणमन्ति न तप्तादिपरिणतौ स शमः । नामस्थापनाशमौ सुगमौ द्रव्यशमः परिणत्यसमाधौ प्रवृत्तिसङ्कोचः द्रव्यशमः आगमतः शमस्वरूपपरिज्ञानी अनुपयुक्तः, नोआगमतः मायया लब्धिसिद्ध्यादिदेवगत्याद्यर्थम् उपकारापकारविपाकक्षमादिक्रोधोपशमत्वम् । भावतः उपशमस्वरूपोपयुक्तः आगमतः, नोआगमतो मिथ्यात्वमपहाय यथार्थभासनपूर्वकचारित्रमोहोदयाभावात् क्षमादिगुणपरिणतिः शमः । सोऽपि लौकिकलोकोत्तरभेदाद् द्विविधः । लौकिकः वेदान्तवादिनाम्, लोकोत्तर: जैनप्रवचनानुसारिशुद्धस्वरूपरमणैकत्वम् । " હવે પાંચમું જ્ઞાનાષ્ટક કહ્યા પછી છઠ્ઠું શમાષ્ટક શરૂ કરાય છે. જ્ઞાની પુરુષ જ્ઞાનના બલથી ક્રોધ વગેરે કષાયોથી શાન્ત થઈ જાય છે. આ કારણથી છઠ્ઠું શમાષ્ટક હવે સમજાવાય છે (લખાય છે). ત્યાં આત્મામાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મ આદિના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ-દર્શનશક્તિ અને વીર્યશક્તિ ઈત્યાદિ રૂપ જે શક્યાત્મક પરિણતિઓ પ્રાપ્ત થઈ છે તે જ્યારે સ્વભાવદશાના પરિણામ રૂપે પરિણામ પામે છે. પણ તપ્તાદિભાવે (ક્રોધ-માન-માયા-લોભ આદિ રૂપે) વિભાવદશાપણે પરિણામ પામતી નથી ત્યારે તે દશાને “શમ” કહેવાય છે. સારાંશ કે ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી તમામ શક્તિઓ જ્યારે સ્વગુણરમણતામાં પરિણામ પામે છે પણ ક્રોધાદિ કાષાયિકભાવે પરિણામ પામતી નથી ત્યારે આત્મા શાન્ત-સમતાભાવવાળો કહેવાય છે. આવા પ્રકારના “શમ” ગુણનું હવે વર્ણન કરે છે. ત્યાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી શમગુણનું સ્વરૂપ સમજાવે છે. નામ અને સ્થાપના આ બે નિક્ષેપા બહુ જ સુગમ હોવાથી હવે વારંવાર લખાતા નથી. તેથી દ્રવ્ય અને ભાવનિક્ષેપા જ સમજાવાય છે. પરિણતિમાં અસમાધિ હોય અને બહારથી મન-વચન તથા કાયાની પ્રવૃત્તિઓનો સંકોચ કર્યો હોય. જેમકે અગ્નિશર્મા ત્રણ માસના ઉપરાઉપર ઉપવાસ થયા પછી ગુણસેન રાજા ઉપર ગુસ્સે ભરાયો છતો આહારપાણીનો ત્યાગ કરીને તપમાં લીન થયો. અહિં ચિત્તમાં ક્રોધાદિ કષાયો હોય એટલે કે અસમાધિભાવ હોતે છતે બહાર બહારથી મન-વચન-કાયાનો જે સંકોચ કરવો તે દ્રવ્યશમ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શમાષ્ટક - ૬ યુદ્ધ કહેવાય છે અથવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પુત્રસ્નેહથી મન દ્વારા કરાયેલું જે દ્રવ્યશમ જાણવો. તેના આગમથી અને નોઆગમથી એમ બે ભેદ છે. જ્ઞાનસાર તે સઘળો ત્યાં શમના સ્વરૂપને જાણનારો જ્ઞાની આત્મા હોય પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગદાન હોય તે આગમથી દ્રવ્યશમ કહેવાય છે. તથા માયા-કપટપૂર્વક સાંસારિક ધનલાભ, વિદ્યાલાભ આદિ લાભોની સિદ્ધિ આદિ માટે તથા આવો શમભાવ રાખ્યો હશે તો દેવગતિ મળશે એમ સમજીને દેવગતિ આદિના સુખો મેળવવા માટે ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા આ ત્રણમાંથી કોઈપણ ક્ષમા રાખવાપૂર્વક ક્રોધની શાન્તિ કરવી તે નોઆગમથી દ્રવ્યક્ષમા કહેવાય છે. સામે કોઈ વડીલો, ધર્મગુરુઓ અથવા ઉપકારી પુરુષો ઠપકો આપતા હોય ત્યારે આ વડીલપુરુષ છે, ઉપકારી પુરુષ છે ઈત્યાદિ સમજીને જે ક્ષમા રાખવી તે ઉપકારક્ષમા કહેવાય છે. સામે હલકા માણસો હોવાથી ક્રોધ કરીશું તો વધારે અપકાર (નુકશાન) થશે એમ સમજીને જે ક્રોધ ન કરવો તે અપકારક્ષમા કહેવાય છે. તથા ક્રોધ કરવાથી ચીકણાં કર્મો બંધાય છે અને તે ભવાન્તરમાં નરક-નિગોદના ભવોમાં ઘણાં ઘણાં દુ:ખો જ આપે છે. આમ કર્મોના વિપાકના ભયથી શાન્તિ રાખવી અને ક્રોધ ન કરવો તે વિપાકક્ષમા કહેવાય છે. આ ત્રણ પ્રકારની ક્ષમામાં બહારથી જ ક્રોધનો અભાવ છે, પરંતુ અંદરથી ક્રોધાદિ કષાયો તથા ધનલાભ-લબ્ધિલાભ અને દેવસુખના લાભનો લોભ કષાય વર્તે છે માટે નોઆગમથી દ્રવ્યશમ કહેવાય છે. ભાવથી શમ પણ બે પ્રકારનો છે. આગમથી અને નોઆગમથી, ત્યાં ઉપશમના સ્વરૂપને જાણનારા જ્ઞાનીપુરુષ ઉપશમનું સ્વરૂપ સમજાવતી વેળાએ ઉપયોગવાળા હોય તો તે કાલે તે વ્યાખ્યાતાપુરુષ આગમથી ભાવશમ કહેવાય છે. કારણ કે અંદર જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ પ્રવર્તે છે માટે ભાવથી શમ કહેવાય છે. તથા સદ્ગુરુઓ આદિના સમાગમથી, સત્સંગથી અને સ્વાધ્યાયાદિથી મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને જે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક ચારિત્રમોહનીયકર્મના ઉદયનો અભાવ કરીને એટલે કે તે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કરીને આત્મામાં શુદ્ધ ક્ષમાદિગુણોની પરિણતિ પ્રાપ્ત કરવી તે નોઆગમથી ભાવશમ કહેવાય છે. આગમથી અને નોઆગમથી આ ભાવશમ જ જીવને ઉપકારી તત્ત્વ છે. આ નોઆગમથી ભાવશમ પણ લૌકિક અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનો છે. ત્યાં વેદાન્તવાદીઓ, બૌદ્ધ દર્શનકારો, સાંખ્યો, મીમાંસકો ઈત્યાદિ અન્ય દર્શનકારો પોતપોતાના Page #210 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૭૭ સિદ્ધાન્ત મુજબ મહર્ષિ તરીકેનું કે યોગી તરીકેનું જીવન જીવવામાં જે શમભાવ રાખે છે તે લૌકિક (લોકગ્રાહ્ય) શમત્વ જાણવું અને જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચનોને અનુસારે આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતાની સાથે એકતા થવા રૂપે જે ક્રોધાદિનો અભાવ થવો તે લોકોત્તર ભાવશમ જાણવો. કારણ કે તે ક્ષમાદિ ગુણો લોકગ્રાહ્ય નથી. સંસારના લોકો તો અવસરે અવસરે આવી ક્ષમા રાખનારાને ગાંડા-નમાલા-નિર્બલ-બુદ્ધિહીન જ સમજે છે. તેઓ તો શતં પ્રતિ શાન્યં ાંત્ લુચ્ચાની સામે લુચ્ચાઈ કરવી જ જોઈએ આવી વિચારસરણી ધરાવે છે. માટે આ શમભાવ તો લોકોત્તરપુરુષો વડે (અલૌકિક પુરુષો વડે) જ ગમ્ય છે. તેઓની દૃષ્ટિ તો “અપરાધીનું પળ નવિ ચિત્તથી, ચિત્તવીણ પ્રતિભૂત, सुगुणनर, શ્રીનિનમાષિતવષનવિન્નારી'' (સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય, ગાથા-૪૧, ઢાળ આઠમી, ગાથા-૧) આવી હોય છે. આ લોકોત્તર ભાવશમ જાણવો. જેમકે જે પરમાત્મા મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા ટાળવા એક અંગુઠાથી મેરૂપર્વત કંપાવ્યો તે જ અતુલ-બલી મહાવીર પ્રભુ ઉપસર્ગોના કાલે કર્મો ખપાવવાનો ભાવ હોવાથી ગોવાલીયા જેવા સામાન્ય માણસ ઉપર પણ બળનો પ્રયોગ કરતા નથી. આમલકી ક્રીડાના કાલે દેવને દબાવનારા મહાવીર પ્રભુએ કર્મ ખપાવવાના અવસરે સંગમની સામે પોતાના બલનો ઉપયોગ ન કર્યો અને શમભાવ રાખ્યો. તે અલૌકિક અર્થાત્ લોકોત્તર ભાવશમ કહેવાય છે. કારણ કે લોકોથી ન સમજી શકાય તેવો આ ગુણ છે. માટે લોકોત્તર શમભાવ નામનો ગુણ કહેવાય છે. હવે આ “શમગુણ” ઉપર સાત નયો સમજાવાય છે. आद्यनयचतुष्टये भावशमादिस्वरूपगुणपरिणमनहेतुः मनोवाक्कायसङ्कोचविपाकचिन्तनतत्त्वज्ञानभावनादिः, अन्त्यनयत्रये क्षयोपशमशमादिः शब्दनयेन, क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः, क्षीणमोहादिषु एवम्भूतनयेन कषायशमः । अत्र भावना - चिन्तास्मृतिविपाकभयादिकारणतः क्षयोपशमभावादिसाधनतः क्षायिकशमः साध्यः । एवं शमपरिणतिः करणीया, आत्मनो मूलस्वभावत्वात् मूलधर्मपरिणमनं हितम् । तेनैव कारणेन शुद्धाध्यात्मपदप्रवृत्तिः सङ्गत्यागात्मध्यानसंवरचञ्चरीकत्वं करणीयम् । ભાવશમ આદિ સ્વરૂપવાળા ઉત્તમોત્તમ શમગુણની પ્રાપ્તિમાં જે કારણ બને એવી (અર્થાત્ ભાવશમની પ્રાપ્તિ કરાવે જ એવી) મન-વચન-કાયાની પ્રવૃત્તિનો સંકોચ કરવો. પૂર્વબદ્ધ કર્મોના ફળોનું ચિંતન તથા ક્રોધાદિ કષાયો કરવાથી કેવાં કેવાં માઠાં ફળ પ્રાપ્ત થાય છે ? તેવા પ્રકારના વિપાકોનું ચિન્તન તથા તત્ત્વજ્ઞાન અને ભાવનાજ્ઞાન આદિ ઉત્તમોત્તમ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર ભાવો કે જે કાલાન્તરે ભાવશમ લાવે જ તેવા પ્રકારના સાધનભૂત જે ભાવો છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ ભાવશમ કહેવાય છે. આ ચાર નવો પાછલા ત્રણ નયોની અપેક્ષાએ સ્થૂલદૃષ્ટિવાળા છે. માટે સાધનરૂપે શમભાવને માન્ય કરે છે અને પાછલા ત્રણ નયો સૂમદષ્ટિવાળા છે. માટે સાધ્યરૂપે શમભાવને માન્ય કરે છે. સાધનગ્રાહી પ્રથમના ચાર નય અને સાધ્વગ્રાહી પાછલા ત્રણ નય જાણવા. (૧) નિગમનયની દૃષ્ટિએ મનોવાયદો = ભવિષ્યમાં ભાવશમની પ્રાપ્તિ કરવા તેવા પ્રકારની મન-વચન અને કાયાની પ્રવૃત્તિને બાહ્યભાવથી સંકોચવી, મૌનવ્રત, કાયોત્સર્ગમુદ્રા, સ્વાધ્યાય, સત્સંગ ઈત્યાદિ રૂપે યોગ પ્રવૃત્તિનો જે સંકોચ કરવો તે ભાવશમ જાણવો. (૨) સંગ્રહનયની દૃષ્ટિએ વિપવિવિન્ત = જો ક્રોધાદિ કરીશું તો તેનાં ઘણાં માઠાં ફળ આવે છે. જેમકે ચંડકૌશિક-મમ્મણશેઠ ઈત્યાદિ. આત્મતત્ત્વની સાધના કરવામાં આ ક્રોધાદિ ભાવો બાધક છે. ક્રોધાદિના વિપાકો ભયંકર છે. તેમ જાણીને-વિચારીને સમભાવ રાખવો તે સંગ્રહાયથી ભાવશમ છે. (૩) વ્યવહારનયથી “તત્ત્વજ્ઞાન” શાસ્ત્રોને અનુસાર સૂક્ષ્મ-સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને તત્ત્વજ્ઞાનના આધારે ક્રોધાદિને શમાવવા-સમતાભાવ રાખવો તે વ્યવહારનયથી ભાવશમ જાણવો. (૪) ઋજુસૂત્રનય-માવનાદિ = જૈનશાસ્ત્રોનો અત્યંત સૂક્ષ્મ અભ્યાસ કરીને સંવેગનિર્વેદ ભાવપૂર્વક વૈરાગ્યવાસિત બનીને ભાવનાજ્ઞાનપૂર્વક શમભાવ રાખવો તે ઋજુસૂત્રનયથી ભાવશમ જાણવો. ચારે નયોથી ઉત્તરોત્તર ચઢીયાતો અને સાધ્યભૂત એવા ભાવશમનું વધારે વધારે નિકટતમ કારણ બને એવો આ ભાવશમ જાણવો. પાછલા ત્રણે નયો સૂક્ષ્મ-સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ અને આદિ શબ્દથી ક્ષાયિક ભાવવાળા શમભાવની જે પ્રાપ્તિ થાય તે જ ભાવશમ કહેવાય છે. કારણ કે અત્તે તો તે જ મેળવવાનું છે. માટે તે વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવ તથા ક્ષાયિકભાવવાળો શમભાવ એ સૌથી ચઢીયાતો સમભાવ છે. તેથી તે પાછલા ત્રણ નયની અપેક્ષાએ શમભાવ જાણવો. તેમાં પણ - (૫) ક્ષયોપશમવઃ શબ્દનન = વિશિષ્ટ એવો ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી સાતમાં ગુણસ્થાનકમાં કે આઠમા આદિ ઉપશમશ્રેણીના ગુણસ્થાનકોમાં આવતો ક્ષાયોપથમિક ભાવનો તથા પશમિક ભાવનો જે સમભાવ તે શબ્દનયથી શમભાવ જાણવો. કારણ કે તે હવે બહુ જ નિકટના કાલમાં ક્ષાયિકશમનું અવલ્થકારણ થશે. Page #212 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૭૯ (६) क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः = ક્ષપકશ્રેણીના મધ્યભાગમાં વર્તતા સૂક્ષ્મ એવા કષાયની માત્રાવાળા જ જીવો એટલે કે ૯૧૦ માં ગુણસ્થાનકમાં વર્તતા ક્ષપકશ્રેણીગત જે જીવો છે તેમાં વર્તતો પ્રથમ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવનો અને જેમ જેમ કષાયો ક્ષય થતા જાય છે તેમ તેમ ક્ષાયિકભાવનો જે ચઢીયાતો ચઢીયાતો ક્રોધાદિ કષાયોનો શમભાવ તે સમભિરૂઢ નયથી શમભાવ જાણવો. (૭) ક્ષીણ મોદવિષ પ્રવધૂન કષાયવિરામઃ = ક્ષીણમોહ, સયોગી અને અયોગી ગુણઠાણે જે પરિપૂર્ણ ક્ષાયિકભાવ પ્રાપ્ત થવાથી નિષ્પન્ન એવો જે ક્રોધાદિનો સમભાવ પ્રાપ્ત થયો છે તે સૌથી ચઢીયાતો, સર્વશ્રેષ્ઠ, અંતિમ કોટિનો જે શમભાવ છે તે એવંભૂતનયથી ભાવશમ જાણવો. આમ સાત નયો જાણવા. તેની ભાવના = ભાવાર્થ આ પ્રમાણે છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી વર્તમાનકાલ આવતા ક્રોધાદિ જો કરીશું તો તેના વિપાક = ફળો ઘણાં માઠાં આવે છે. આમ શાસ્ત્રાદિ જ્ઞાનના આધારે ચિન્તનાત્મક અને સ્મરણાત્મક એવા મતિ-શ્રુતજ્ઞાનથી જાણપણું આવવાથી તથા પાપોના ફળોનો ભય લાગવો ઈત્યાદિ કારણોથી મોહનીયકર્મના ઉદયગત ભાગનો ક્ષયોપશમભાવ કરીને તેને જીતીને જે સમભાવ રખાય તે પ્રથમના ચારનયે સમભાવ સમજવો અને વિશિષ્ટ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવાદિના સાધનથી (એટલે તેવો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ લેવો કે જે ક્ષાયિક ભાવનું નિકટના કાલમાં કારણ બને તેવા ક્ષયોપશમાદિ ભાવના સાધનથી) ક્ષાયિકભાવવાળો જે સમભાવ તે પાછલા ત્રણ નયોથી ભાવશમ જાણવો. આ જ ક્ષાયિકભાવવાળો શમભાવ મેળવવા જેવો છે, સાધ્ય છે, તેના સાધનસ્વરૂપે ક્ષાયોપથમિક ભાવનો શમભાવ પણ પૂર્વકાલમાં મેળવવા લાયક છે. આ રીતે “શમભાવની પરિણતિ” જ જીવનમાં પ્રાપ્ત કરવા જેવી છે. કારણ કે “શમભાવમાં વર્તવું” એ જ જીવનો મૂલ સ્વભાવ છે. ક્રોધાદિમાં જવું એ તો વિકૃતિ છે, વિભાવદશા છે. કર્મબંધના હેતુભૂતદશા છે. તેથી વિભાવદશાને છોડીને આત્માના મૂળભૂત ધર્મમાં (સ્વભાવદશામાં-શમભાવમાં) પરિણામ પામવું એ જ હિતકારી-કલ્યાણકારી છે. તે કારણથી જ શુદ્ધ એવા અધ્યાત્મ-માર્ગમાં આ જીવની સાચી પ્રવૃત્તિ થાય છે. માટે બાહ્ય સંગનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપચિંતનાત્મક ધ્યાનમાં જોડાવું અને સંવરભાવોમાં જ ચાલવુંસંવરભાવોમાં જ વર્તવું, આ જ સાચું કર્તવ્ય છે. બાકી બધી પ્રવૃત્તિ બંધહેતુ જ છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય. શુભ હોય તો પુણ્યબંધ કરાવે અને અશુભ હોય તો પાપબંધ કરાવે, પણ કર્મબંધનું જ કારણ છે. માટે સંગત્યાગ-અધ્યાત્મધ્યાન, પરભાવ દશાનો ત્યાગ અને સંવરભાવમાં ચાલવું આ જ આત્માના હિતને કરનારાં છે માટે કર્તવ્ય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર ૧૮૦ શમાષ્ટક - ૬ विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥१॥ ગાથાર્થ - મોહના વિકલ્પોના વિષયોથી રહિત અને હંમેશાં સ્વભાવદશાના જ આલંબનવાળો એવો જે જ્ઞાનનો પરિપાક અર્થાત્ જ્ઞાનનું સાફલ્યપણું તેને “શમભાવ” કહેવાય છે. ૧il. ટીકા :- “ વિત્યેતિ' વિવેક:-વિક્રમ:, તસ્ય વિષય:-વિસ્તાર:, તેન (ततः) उत्तीर्णः-निवृत्तः आत्मास्वादनतः वर्णादिषु निवृत्तविषयः । स्वभाव:अनन्तगुणपर्याय-सम्यग्ज्ञानदर्शनचारित्रस्वरूपः, तस्यालम्बनः-स्वभावालम्बनः इत्यनेन आत्मस्वभावदर्शी आत्मस्वभावज्ञानी, आत्मस्वभावरमणी( णः) आत्मस्वभावविश्रामी, आत्मस्वभावास्वादी, शुद्धतत्त्वपरिणतः, ज्ञानस्य-आत्मोपयोगलक्षणस्य परिपाक:प्रौढावसरः, स शमः शमभावलक्षणः परिकीर्तितः । વિવેચન - વિકલ્પ એટલે ચિત્તનો વિશેષ ભ્રમ. એટલે કે આત્માને જે ઉપકારી છે તેને અપકારી માનવું અને આત્માને જે અપકારી છે (પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો), તેને ઉપકારી-આનંદકારી માનવાં તે ચિત્રવિભ્રમ કહેવાય છે. તેનો જે વિષય અર્થાત્ તેનો જે વિસ્તાર એટલે કે જે વિષય ચિત્તને ડમડોલતું કરે, ચિત્તને ભ્રમિત કરે, ચિત્તને મોહબ્ધ કરે એવા જે પાંચ ઈન્દ્રિયોના વિષયો (સાંસારિક સુખો), તેનાથી ઉત્તીર્ણ થયેલો, એટલે નિવૃત્તિ પામેલો અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોથી રહિત બનેલો એવો જે જ્ઞાનનો પરિપાક છે તેને શમ કહેવાય છે. જ્યારે આ જીવ આધ્યાત્મિક જ્ઞાનમાં રસિક બને છે. આત્મદશાની શુદ્ધિનું ભાન થાય છે ત્યારે આત્માના ગુણોના આસ્વાદનને કારણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ એવા પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયસુખોમાંથી આ જીવની રસવૃત્તિ વિરામ પામી જાય છે. વિષયોથી વિરામ પામેલો આ જીવ સ્વભાવદશાના આલંબનવાળો બને છે. આત્માના અનંતગુણો તેના અનન્ત પર્યાયો તથા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર આત્મક જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેના જ આલંબનવાળો બનેલો એટલે કે નિરંતર સ્વભાવદશાનો જ અભ્યાસી બનેલો એવો આ જીવ જ્યારે થાય છે ત્યારે જ્ઞાનની જે સફળતા પ્રાપ્ત થાય છે કે ક્રોધાદિ વિકારો એ મારું સ્વરૂપ નથી, મારે તે ન જ કરાય. એમ સમજીને જે શમભાવમાં જીવ વર્તે છે તેને જ શમભાવ કહેવાય છે. ઉપર સમજાવ્યું તે પ્રમાણે જ્યારે આ આત્મા વિષયરસથી નિવૃત્ત બને છે અને સ્વભાવદશાનો જ રસિક બને છે ત્યારે આત્માના શુદ્ધ સ્વભાવને જ જોનારો, આત્માના શુદ્ધ Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૮૧ સ્વભાવનું જ જ્ઞાન કરનારો, આત્માના શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરનારો, આત્માના શુદ્ધ ગુણાત્મક સ્વભાવમાં જ વિશ્રાન્તિ લેનારો, આત્માના ગુણોનો જ આસ્વાદ માણનારો, શુદ્ધ એવું આત્મતત્ત્વ જેનામાં અંગે અંગે પરિણામ પામ્યું છે એવો આત્મા જ્યારે બને છે ત્યારે જે શમભાવ આવે છે તેને જ સાચો સમભાવ કહેવાય છે તે જ જ્ઞાનનો સાચો પરિપાક છે. જ્ઞાનદશાની સફળતા છે. આત્માની જે શુદ્ધ દશા, તેનો જ સતત-નિરંતર જે ઉપયોગ, તેને જ સમ્યજ્ઞાન કહેવાય છે. તેની જે પરિપાકવાળી અવસ્થા અર્થાત્ જ્ઞાનદશાનો પાકી ચૂકેલો જે અવસર, જ્ઞાન પચાવીને મેળવેલો મોહ ઉપર જે વિજય, અતિશય શાન્ત અવસ્થા, તેને જ શમ અર્થાતુ શમભાવ કહેવાય છે. આત્મામાં અધ્યાત્મના શાસ્ત્રોનું વાંચન-પઠન-પાઠન કરતાં કરતાં આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી રહિત જ્યારે બને છે અને સ્વભાવદશાની જ રમણતાવાળો બને છે ત્યારે આ પ્રાપ્ત કરેલ મોહ ઉપર જે વિજય, તેને જ “શમ” = શમભાવ કહેવાય છે. अत्र योगस्य पञ्चविधत्वं प्रोक्तं श्रीहरिभद्रपूज्यैः अध्यात्मयोगः १, भावनायोगः २, ध्यानयोगः ३, शमतायोगः ४, वृत्तिक्षययोगः ५, तत्र अनादिपरभावमौदयिकभावरमणीयतां धर्मत्वेन निर्धार्य तत्पुष्टिहेतुक्रियां कुर्वन् अधर्म धर्मवृत्त्या इच्छन् प्रवृत्तः यः, स एव निरामयः निःसङ्गशुद्धात्मभावनाभावितान्त:करणस्य स्वभाव एव धर्म इति योगवृत्त्या अध्यात्मयोगः १ । सर्वपरभावान् अनित्यादिभावनया विबुध्य अनुभवभावनया स्वरूपाभिमुखयोगवृत्तिमध्यस्थ आत्मानं मोक्षोपाये युञ्जतः भावनायोगः २ । स एव पिण्डस्थ-पदस्थ-रूपस्थ-रूपातीतध्यानपरिणतरूपैकत्वी ध्यानयोगी भण्यते ३ । ध्यानबलेन भस्मीभूतमोहकर्मा तप्तत्वादिपरिणतिरहितः शमतायोगी उक्तः ४ । तथा योगाधीनकर्मोदयाधीनानादिवृत्तिः जीवस्य, तस्याः क्षयः-अभावः स्वरूपवृत्तिः वृत्तिक्षययोगी उच्यते ५ । एवं पञ्चयोगेषु शमतायोगी साधने पटिष्ठ (વરિષ્ઠ) રૂતિ જ્ઞાની પૂર્ણાવસ્થા : II વિવેચન :- “યોગ”ના પાંચ ભેદો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી વડે યોગબિન્દુ નામના ગ્રન્થમાં કહેવાયા છે. પહેલો અધ્યાત્મયોગ, બીજો ભાવનાયોગ, ત્રીજો ધ્યાનયોગ, ચોથો શમતાયોગ અને પાંચમો વૃત્તિક્ષયયોગ (અથવા વૃત્તિસંક્ષયયોગ). Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર (૧) અધ્યાત્મ યોગ : ત્યાં અનાદિ કાલથી લાગેલા પરભાવને એટલે કે મોહના ઔદયિકભાવની રમણીયતાને જ આ જીવ ધર્મ છે આમ માને છે અને તેમ સમજીને તેની જ પુષ્ટિ માટે પુષ્ટિના હેતુભૂત ક્રિયાને કરતો અધર્મને જ ધર્મ છે આમ ઈચ્છતો સદા પાપકાર્યોમાં જ પ્રવર્તેલો છે તે જ જીવ જ્યારે નિરામય થાય છે, અર્થાત્ તીવ્ર મહોદય રૂ૫ રોગ વિનાનો થાય છે ત્યારે નિઃસંગતાની ભાવનાથી અને શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા તે જીવને જ્યારે આમ સાચું તત્ત્વ સમજાય છે કે “સ્વભાવદશા એ જ સાચો ધર્મ છે” ત્યારે તે જીવની મન-વચન-કાયાની જે યોગ પ્રવૃત્તિ થાય છે તેને અધ્યાત્મયોગ કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૫૮ માં આ પ્રમાણે કહ્યું છે. તે સાક્ષીગાથા આ પ્રમાણે છે – औचित्याद् वृत्तयुक्तस्य, वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः ॥३५८॥ ઉચિત આચરણપૂર્વકનાં અણુવ્રત અથવા મહાવ્રતોથી યુક્ત એવા જીવનું શાસ્ત્રવચનોને અનુસારે મૈત્રી પ્રમોદ આદિ ભાવનાઓના અત્યન્ત સારવાળું જે તત્ત્વચિંતન, તેને યોગીપુરુષો અધ્યાત્મયોગ કહે છે. યોગવિંશિકાની ત્રીજી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે “તત્રાધ્યાત્મ उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावनागर्भ शास्त्राज्जीवादितत्त्वचिन्तनम्" (૨) ભાવનાયોગ : અનિત્યાદિ બાર ભાવનાઓ વડે સર્વપ્રકારના પરભાવોને ક્ષણભંગુર-અસાર છે આમ સમજીને આત્મગુણોનો અનુભવ કરવા રૂપ ભાવના દ્વારા શુદ્ધઆત્મસ્વરૂપને અભિમુખ એવી યોગ પ્રવૃત્તિપૂર્વક મધ્યસ્થવૃત્તિવાળો બનીને પોતાના આત્માને મોક્ષના ઉપાયોમાં જોડતો જે આત્મપરિણામ તે ભાવનાયોગ કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૦ આ પ્રમાણે કહે છે તે ગાથા આ પ્રમાણે છે - अभ्यासोऽस्यैव विज्ञेयः, प्रत्यहं वृद्धिसङ्गतः । મન:સમાધિસંયુવત:, પન:પુજેન માવના રદ્દ. પ્રતિદિન વૃદ્ધિથી યુક્ત એવો આ અધ્યાત્મયોગનો જ મનની પ્રસન્નતા પૂર્વકનો જે વારંવાર અભ્યાસ, તેને જ ભાવનાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે કે - अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः भावना । Page #216 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ આધ્યાન યોગ : અધ્યાત્મયોગનો અભ્યાસી થયો છતો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આમ ચાર પ્રકારની ભાવના ભાવવા સ્વરૂપ પરિણતિમાં એકધ્યાનવાળો બનેલો જે જીવ છે તે ધ્યાનયોગી અર્થાત્ આધ્યાનયોગી કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૬૨ આ પ્રમાણે છે शुभैकालम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिणः । સ્થિરપ્રવીપતપૂર્ણ, સૂક્ષ્માભોગસમન્વિતમ્ ॥રૂદ્દરા ૧૮૩ શુભતત્ત્વોના જ એક આલંબનવાળું જે ચિત્ત, તેને પંડિતપુરુષો ધ્યાનયોગ કહે છે જે ચિત્ત સ્થિરપ્રદીપતુલ્ય છે અને સૂક્ષ્મતત્ત્વોના ઉપયોગથી યુક્ત છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે. પ્રાધ્યાનું પ્રશસ્તાર્થવિષયં સ્થિરપ્રવીપસવૃશમુત્પાતાવિવિષયસૂક્ષ્મોપયો યુવતં વિત્તમ્ । (૪) સમતાયોગ : अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद्व्युदासेन, समता समतोच्यते ॥ ३६४॥ ધ્યાનના બલ દ્વારા ભસ્મીભૂત કર્યું છે મોહનીય કર્મ જેણે એવો આત્મા તપ્તત્વાદિ ભાવોની પરિણતિ વિનાનો (ક્રોધ-માન-માયાદિની પરિણતિ વિનાનો) જ્યારે બને છે ત્યારે સમતાયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૪ આ પ્રમાણે છે - - - અત્યન્ત અજ્ઞાનદશાથી કલ્પાયેલી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં સમ્યગ્નાન થવાથી તે અજ્ઞાનદશાપૂર્વકની ઈષ્ટાનિષ્ટબુદ્ધિનો ત્યાગ કરીને રખાયેલી જે સમતા તે સમતાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે અવિદ્યાલ્પિતેત્વાનિષ્ટત્વસંજ્ઞાપરિહારે शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् । (૫) વૃત્તિસંક્ષયયોગ અન્યજીવદ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્ય વગેરેના સંયોગે કર્મના ઉદયને આધીન એવી અનાદિકાળથી પ્રવર્તતી જીવની જે વૃત્તિ છે (મોહોદયજન્ય જે પ્રવૃત્તિ છે) તેનો ફરી ન આવે તે રીતે જે ક્ષય કરીને આત્મસ્વરૂપમાં જ જે વર્તવું તેને વૃત્તિસંક્ષયયોગ કહેવાય છે. તેવા જીવને વૃત્તિસંક્ષયયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૬ તે આ પ્રમાણે છે अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥ ३६६॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર અન્યદ્રવ્યના સંયોગે થતી જે વૃત્તિઓ, તેનો તેવા તેવા પ્રકારે નિરોધ કરવો અર્થાત્ ફરીથી પ્રગટ થાય નહીં એવો જે ક્ષય કરવો તેને વૃત્તિસંક્ષય માનેલો છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે - વૃત્તિસંક્ષય-મનોકારી વિશલ્પરૂપાળાં, શરીરધારી પરિયન્વનરૂપIमन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः । આ પાંચ પ્રકારના યોગોમાં શમતાયોગવાળો આત્મા સાધનાવસ્થામાં સર્વથી શ્રેષ્ઠ છે અને વૃત્તિ સંલયના યોગવાળી જ્ઞાનની પૂર્ણાવસ્થા એ સાધ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ સમભાવ છે. આ પ્રમાણે સાધ્યયોગને લક્ષ્યમાં રાખીને સાધનયોગમાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત છે. [૧] अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥२॥ ગાથાર્થ :- જે આત્મા કર્મના ઉદયથી થયેલી વિષમતાને પ્રધાનપણે ઈચ્છતા નથી અને આખા જગતને ચેતનાલક્ષણ વડે સમાન ગણે છે. તેથી સર્વે સંસારી જીવો પોતાના આત્માથી તુલ્ય છે આવું જે દેખે છે તે આ શમભાવવાળા યોગીપુરુષ મોક્ષગામી થાય છે. ||રા ટીકા :- “નિછન વૈષમિતિ”—વૈષય-નાધિત્વમ્, નિર્જીન गतिजातिवर्णसंस्थानबाह्मणक्षत्रियादिवैषम्यं ज्ञानवीर्यक्षयोपशमकार्यवैषम्यमनिच्छन् उदयतः आचरणतः क्षयोपशमभेदे सत्यपि ब्रह्मांशेन चेतनालक्षणेन, अथवा द्रव्यास्तिक-अस्तित्व-वस्तुत्व-सत्त्व-अगुरुलघुत्व-प्रमेयत्व-चेतनत्व-अमूर्त्तत्वअसङ्ख्येयप्रदेशत्वपरिणत्या जगत् = चराचरम्, आत्माऽभेदेन-आत्मतुल्यवृत्त्या, समंसमानत्वेन यः पश्येत् सर्वजीवेषु समत्वं कृत्वा अरक्तद्विष्टत्वेन वर्तमानोऽसौ योगी मोक्षगामी सकलकर्मक्षयलक्षणावस्थां गच्छतीत्येवंशीलो भवति । यो हि सर्वजीवेषु जीवत्वतुल्यवृत्त्या रागद्वेषपरिणतिमपहाय आत्म-स्वभावानुषङ्गी, असौ योगी मोक्षं નાના મવતિ પરા વિવેચન :- આ સંસારમાં રહેલા નિગોદ-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ સમસ્ત જીવો “ચેતના” લક્ષણથી સમાન છે. સર્વે પણ જીવોમાં સિદ્ધપરમાત્માના સમાન અનંત અનંત ગુણો એક સરખા રહેલા છે. સત્તાથી અનંતગુણો રહેલા છે તો જ કર્મક્ષય થવાથી તે ગુણો આવિર્ભાવને પામે છે. તેથી સત્તાગત-ગુણોને આશ્રયી સર્વે પણ જીવો Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ સમાન છે. કોઈપણ જીવ ન્યૂન નથી કે અધિક નથી. સંસારમાં રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, સ્ત્રી-પુરુષ ઈત્યાદિ જે ભેદ દેખાય છે તે સઘળો પણ ભેદ માત્ર કર્મજન્ય છે. પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી સંસારી જીવોમાં ચિત્ર-વિચિત્રતા થયેલી છે તે પારમાર્થિક (સાચી) ચિત્ર-વિચિત્રતા નથી. કર્મોનો ઉદય રહે ત્યાં સુધી જ રહેવાવાળી છે. પરમાર્થથી સત્તાસ્વરૂપની અપેક્ષાએ સર્વે જીવો સમાન છે. કોના ઉપર રાગ કરવો (પ્રીતિ કરવી)? અને કોના ઉપર દ્વેષ કરવો? જેમ રંગભૂમિ ઉપર નટ જુદી જુદી વેશભૂષા કરીને આવે તેમ સંસારી જીવોનું પણ સંસારભૂમિ ઉપર ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. આ રીતે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા, જેમકે કોઈ દેવ, કોઈ મનુષ્ય, કોઈ તિર્યચ, કોઈ નારકી એમ ગતિસંબંધી વિષમતા, કોઈ એકેન્દ્રિય, કોઈ વિકલેન્દ્રિય અને કોઈ પંચેન્દ્રિય એમ જાતિ સંબંધી વિષમતા, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ પીળા, કોઈ નીલા અને કોઈ લાલ એમ વર્ણની વિષમતા, કોઈ જાડા, કોઈ પાતળા, કોઈ ઠીંગણા અને કોઈ ઘણા ઉંચા એમ સંસ્થાનની વિચિત્રતા, તથા કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ ઈત્યાદિ પ્રકારની જાતિ સંબંધી જે વિષમતા દેખાય છે તે સઘળી કર્મોના ઉદયથી થયેલી વિષમતા છે. આ વિષમતા પરમાર્થથી નથી. - જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી આવિર્ભત હીનાધિક ચૈતન્યની વિષમતા, વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી આવિર્ભત વીર્યની હીનાધિકતા. એમ જ્ઞાન-દર્શનવીર્ય વગેરે ક્ષયોપશમજન્ય ગુણાત્મક કાર્યનો વિષમતાથી ભેદ છે. પણ સત્તાગત ગુણો સર્વેના સમાન છે. તેથી કર્મજન્ય આ વિષમતાને જો દૃષ્ટિમાં ન ગણીએ તો સર્વે જીવો સમાન ભાસવાથી કોઈપણ જીવ ઉપર રાગ કે દ્વેષ થશે નહીં. આ જીવ જો દૃષ્ટિ બદલે તો શમભાવ” પ્રાપ્ત કરવો શક્ય બની શકે છે. આ વાત ટીકામાં સમજાવે છે કે – ગતિ-જાતિ-વર્ણ-સંસ્થાન અને બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ભાવે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા-હીનાધિકતા તથા જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની ક્ષયોપશમરૂપ કાર્યવિષમતા જગતમાં જે દેખાય છે તે સઘળી કર્મજન્ય હોવાથી તેને નહીં ઈચ્છતો એટલે કે ધ્યાનમાં નહીં લેતો આત્મા તથા કર્મના ઉદયથી, વ્યક્તિગત ભિન્ન ભિન્ન આચરણથી (અથવા કર્મોના આવરણથી) વિષમતા હોવા છતાં પણ એટલે કે ક્ષયોપશમનો ભેદ હોવા છતાં પણ બ્રહ્માંશ વડે એટલે કે “ચેતના” ગુણ વડે સર્વે જીવો સમાન છે. આવી સમાનતા દેખનારા આત્માને રાગ-દ્વેષ થતા નથી. અથવા દ્રવ્યાસ્તિકતા એટલે કે દ્રવ્યત્વધર્મ, અસ્તિત્વધર્મ, વસ્તુત્વધર્મ, સત્તાધર્મ-અગુરુલઘુતા-પ્રમેયતા-ચેતનતા-અમૂર્તતા અને અસંખ્યાતપ્રદેશવાળાપણું ઈત્યાદિ સામાન્ય ધર્મો વડે ચરાચર એવા આ જગત આખાને પોતાના આત્માની સાથે તુલ્યપણે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર એટલે કે હું અને જગદ્વર્તી સર્વે પણ જીવો સમાન છીએ. કોઈપણ જીવ સામાન્ય ધર્મોની અપેક્ષાએ હીન પણ નથી અને અધિક પણ નથી, આવું જે દેખે છે તેને કોઈપણ જીવ ઉપર રાગ અને દ્વેષ થતા નથી. (પ્રીતિ કે અપ્રીતિ થતી નથી). કારણ કે અધિક હોય તો પ્રીતિ થાય હીન હોય તો અપ્રીતિ થાય પરંતુ એવું નથી તેથી પ્રીતિ-અપ્રીતિ થતી નથી. આ પ્રમાણે સર્વ જીવો ઉપર અરક્તદ્ધિષ્ટભાવે વર્તતો આ જીવ યોગી કહેવાય છે અને તે સર્વ કર્મોના ક્ષયવાળી મુક્ત અવસ્થાને પામે છે. આવા જીવો મુક્તિગામી થવાના સ્વભાવવાળા હોય છે. જે આત્મા સર્વ જીવોમાં “જીવપણું” તુલ્ય છે આવી મનોવૃત્તિ રાખીને કોઈ પણ ઉપર રાગ અને દ્વેષના પરિણામ કરતો નથી, રાગ અને દ્વેષવાળા પરિણામ ત્યજીને આત્માના મૂળભૂત સમાન સ્વભાવતાને જ જે દેખે છે, અનુસરે છે તે યોગી મહાત્મા મોહનો વિજય કરીને મોક્ષમાં જાય છે. રા/ आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥३॥ ગાથાર્થ :- યોગદશામાં આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ બાહ્ય (કાયિકાદિ) ધર્મક્રિયા પણ કરે, પરંતુ યોગદશા ઉપર આરૂઢ થયેલા મુનિ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (બાહ્યક્રિયા વિનાના હોવા છતાં પણ) શમભાવદશાથી જ શુદ્ધ-બુદ્ધ થાય છે. ll ટીકા - “મારુતિ ” યોજ-સમધિયો પ્રતિ સતનજ્ઞાનવારિત્રરૂપ मोक्षोपायलक्षणं योगमारुरुक्षुः-आरोहणेच्छुः मुनिः-भावसाधकः, प्रीतिभक्तिवचनरूपशुभसङ्कल्पेन अशुभसङ्कल्पान् वारयन् आराधकः भवति । सिद्धयोगी तु रागद्वेषाभावेन उपशमीकृतार्थः, बाह्यां क्रियां-बाह्याचारप्रतिपत्तिं श्रयेदपिअङ्गीकुर्वन्नपि, शमादेव शुद्ध्यति, शमात्-क्रोधाभावात् शुद्धयति-निर्मलीभवति । ___ कथम्भूतो मुनिः ? योगारूढः-योगे सम्यग्दर्शनज्ञानचारित्रे आत्मीयसाधनरत्नत्रयीलक्षणे आरूढः । पुनः कथम्भूतो मुनिः ? अन्तर्गतक्रियः-अन्तर्गता वीर्यगुणप्रवृत्तिरूपा क्रिया यस्य सः अन्तर्गतक्रियः एवमभ्यन्तरक्रियावान् रत्नत्रयपरिणतः शमात् क्षमामार्दवार्जवमुक्तिपरिणतिपरिणतः निर्मलो भवति ॥३॥ | વિવેચન :- મોક્ષમાર્ગના આરાધક જીવો બે પ્રકારના હોય છે - એક સાધનાકાલવર્તી જીવો અને બીજા સાધ્યની સિદ્ધિવાળા કાલવર્તી જીવો (તેરમા, ચૌદમા ગુણસ્થાનકવર્તી જીવો). બન્ને પ્રકારના આત્માઓ મુક્તિની પ્રાપ્તિ અવશ્ય કરે છે, પરંતુ સાધનાવસ્થા અને સિદ્ધાવસ્થા Page #220 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૮૭ એમ અવસ્થાભેદ હોવાથી ક્રિયાનો (આચરણાનો) ભેદ હોય છે. જેમ શત્રુંજય પહાડ ઉપર ચઢનારા જીવોની અને પહાડ ઉપર ચડી ચૂકેલા જીવોની ચાલવાની ગતિક્રિયા ભિન્ન ભિન્ન જાતિની હોય છે. ચઢનારા જીવોની ગતિક્રિયા એક એક પગથીયું નીચેનું છોડીને ઉપરનું ગ્રહણ કરવા રૂપ “આરોહણ” ક્રિયા હોય છે. તેવી ક્રિયા ચઢી ચૂકેલામાં હોતી નથી. તથા ચઢી ચૂકેલા જીવોમાં ક્ષેત્રાન્તર થવા રૂ૫ ગતિક્રિયા હોય છે તેવી ગતિક્રિયા ચઢનારામાં હોતી નથી. તેવી જ રીતે સાધનાકાલમાં વર્તનારા જીવોમાં કાયોત્સર્ગ ધ્યાન-પ્રતિક્રમણ-તપ આદિ બાહ્ય ધર્મ અનુષ્ઠાનોની ક્રિયા હોય છે. કારણ કે તે કાલે જીવ ભૂલો પણ કરે છે. માટે ક્ષમાયાચના કરવારૂપ પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો હોય છે. ચિત્ત ચંચલ હોવાનો સંભવ છે માટે ધ્યાન અને કાયોત્સર્ગાદિ બાઘક્રિયા હોય છે તથા મોહને જીતવા માટે તપ અનુષ્ઠાન પણ હોય છે. આમ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને વચન અનુષ્ઠાન રૂપે બાહ્યક્રિયા હોય છે અને બાહ્યક્રિયા આચરવી જરૂરી પણ છે. તો જ સાધ્યની સિદ્ધિ સંભવે છે. પરંતુ જેનામાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી છે તેઓ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (તેમનું લબ્ધિવીર્ય મન-વચન-કાયાના બાહ્ય યોગરૂપે પ્રવર્તવાને બદલે રત્નત્રયી રૂપ ગુણોની તન્મયતામ પ્રશમભાવથી જ નિર્મળ બને છે. તેઓ બાહ્યક્રિયા આચરતા નથી તો પણ મોહનીયના ક્રોધાદિ ભાવોનો ક્ષય થયેલ હોવાથી અંદરની ક્રિયાની પ્રધાનતાથી જ સિદ્ધ થાય છે. જેમ ચઢનારામાં આરોહણ ક્રિયા અને ચઢેલામાં આરૂઢક્રિયા પ્રધાનતાએ હોય છે તેમ સાધનાકાલમાં બાહ્યક્રિયાની અને યોગારૂઢદશામાં અન્તર્ગતક્રિયાની પ્રધાનતા હોય છે. ટીકાનો અર્થ :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આમ રત્નત્રયીની સાધનારૂપ સમાધિયોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ એટલે ભાવથી સાધક મહાત્મા પ્રીતિ-ભક્તિ અને વચનાનુષ્ઠાન આચરવા રૂપ શુભસંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પોનું નિવારણ કરતા છતા આરાધક બને છે. જેમ “સોય” પગમાં નાખવા જેવી નથી, પીડા કરનારી છે. નાખીએ તો પણ અંતે કાઢી જ નાખવાની હોય છે તેટલા માટે જ તેનો બીજો છેડો હાથમાં જ રખાય છે. તથા નાખતી વખતે પણ સમજાય છે કે આ પીડાકારી છે તો પણ પગની અંદર ગયેલો કાંટો તેના વિના નીકળતો નથી. તેથી ન નાખવા જેવી હોવા છતાં પણ કાંટો કાઢવા પૂરતી નાખવી પડે છે. કાંટો નીકળતાં તુરત જ કાઢી લેવામાં આવે છે. તેમ “શુભ સંકલ્પો” પણ પ્રશસ્તમોહદશા હોવાથી અંતે હેય છે તો પણ અશુભ સંકલ્પોને ટાળવા માટે શુભ સંકલ્પો પૂર્વકાલમાં આદરવા પડે છે. જેમ જેમ શુભ સંકલ્પો દ્વારા અશુભ સંકલ્પોનું વારણ થતું જાય છે તેમ તેમ અંતે શુભ સંકલ્પોને પણ ત્યજીને “નિર્વિકલ્પદશા” = પરમસમાધિ પ્રાપ્ત કરવાની હોય છે. અહીં મુક્તિમાર્ગનો હાલ સાધનાકાલ હોવાથી શુભ સંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પો દૂર કરવાનું કામ પ્રથમ કરાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર સિદ્ધયોગા તુ = પરંતુ જે આત્મામાં યોગદશા પ્રાપ્ત થઈ ચૂકી છે, યોગી બન્યા છે. રાગ અને દ્વેષનો અભાવ થવાથી સર્વે પ્રયોજનો જેનાં શાન્ત થઈ ગયાં છે એવા આ યોગી કદાચ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિના કારણે વિહારાદિ કોઈ કોઈ બાહ્ય ક્રિયા આચરેકરે તો પણ તે કાલે તે બાહ્યક્રિયાથી નિર્મલ થતા નથી, પરંતુ જીવનમાં પ્રાપ્ત કરેલી અંતરંગ જે “ઉપશમાવસ્થા” છે તેનાથી જ તેઓ નિર્મળ થાય છે. ઉપશમભાવ પ્રાપ્ત કરેલો હોવાથી ક્રોધકષાય ન હોવાથી અને તેની સાથે સાથે માનાદિ કષાયો ન હોવાથી આવા પ્રકારના ઉપશમભાવથી જ આ જીવ નિર્મળ થાય છે. આ ભાવસાધક આત્મા કેવો છે ? યોગાઢ છે અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એમ આત્મતત્ત્વના સાધનભૂત રત્નત્રયીસ્વરૂપ યોગદશામાં જેઓ આરૂઢ થઈ ચુક્યા છે. તેઓ “શમભાવથી” જ શુદ્ધ થાય છે. વળી તે મુનિ કેવા છે ? “મન્નતક્રિય:' આન્તરિક ક્રિયાવાળા છે. આત્મામાં પ્રગટ થયેલું જે લબ્ધિવીર્ય છે તે વીર્યગુણની પ્રવૃત્તિ અંતર્ગત ગુણોની ઉપાસનામાં પ્રવર્તે છે જેની એવા તે મુનિ છે. બહારથી કંઈ વિશિષ્ટ કાર્ય કરતા ન પણ દેખાય તો પણ તે મહાત્મા અંતર્ગત ક્રિયાવાળા હોય છે. આમ અભ્યત્તર ક્રિયાવાળા છે. અર્થાત્ રત્નત્રયીની ઉપાસનાના ભાવમાં પરિણામ પામેલા છે તે કારણથી તેમના જીવનમાં આવેલો કષાયોના અભાવરૂપ જે ઉપશમભાવ છે તેનાથી જ એટલે કે ક્ષમા-માર્દવ-આર્જવ અને મુક્તિરૂપ ગુણપરિણતિથી પરિણામ પામેલો આ જીવ અંતર્ગત આવા પ્રકારના ગુણોની પરિણતિથી જ નિર્મળ બને છે. તેને બાહ્ય ક્રિયાની અપેક્ષા રહેતી નથી. ૩ ध्यानवृष्टेयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादून्मूलनं भवेत् ॥४॥ ગાથાર્થ :- ધ્યાન રૂપ વૃષ્ટિ થવાથી દયારૂપી નદીમાં સમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામતે છતે વિકારો રૂપી કાંઠે રહેલા વૃક્ષોનું મૂલથી જ ઉમૂલન થાય છે. જો ટીકા :- “સ્થાનવૃતિ"-નવૃછે. ધ્યાને ઘણુવત્તા પ્રાપુહૂર્ત યાવત્ चित्तस्य एकत्रावस्थानं ध्यानम् । उक्तञ्च - अन्तोमुहुत्तमेत्तं, चित्तावत्थाणमेगवत्थुमि ।। છ૩મસ્થાઈ સાપ, ગોપનિરોહો નિVIIT 1 III (ધ્યાનશતક ગાથા-૩) अत्र च निमित्तरूपे देवगुरुस्वरूपे अद्भुततादियुक्तचित्तैकत्वे च धर्मध्यानम् आज्ञाऽपायविपाकसंस्थानाख्यम्, तत्र आज्ञायाः निर्धारः सम्यग्दर्शनम्, आज्ञायाः Page #222 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૮૯ अनन्तत्वपूर्वापराविरोधित्वादिस्वरूपे चमत्कारपूर्वकचित्तविश्रामः आज्ञाविचयधर्मध्यानम्, एवमपायादिष्वपि निर्द्धारभासनपूर्वं सानुभवचित्तविश्रान्तिः ध्यानम्, एवं शुक्लेऽपि, ईदृग्ध्यानवृष्टे:- मेघात् दया- स्वपरभावप्राणाघातनरूपा भावदया, तद्वृद्धितद्रक्षणहेतुत्वात् स्वपरद्रव्यप्राणरक्षणानिर्विषयत्वेन द्रव्यदयापि दयात्वेनारोपिता श्रीविशेषावश्यके ( गाथा १७६३-६४ ) गणधरवादाधिकारे इति । વિવેચન :- અહીં જ્યારે ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી દયારૂપી નદીનું પૂર વધે છે ત્યારે વિકારોરૂપી કાંઠાના વૃક્ષોનું સર્વથા ઉન્મૂલન થાય છે. સંસારમાં જેમ મેઘ વરસવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કાંઠા ઉપરનાં વૃક્ષો મૂલથી ઉખડી જાય છે અને નદીના પૂરમાં ખેંચાઈ જાય છે. તેમ ધ્યાનથી દયા વધે છે અને તેનાથી વિકારો નાશ પામે છે. ત્યાં ધ્યાન કોને કહેવાય ? તે સમજાવતાં કહે છે કે - અહીં ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે જ ધ્યાન લેવાં. કારણ કે વિકારોના નાશનું તે બે જ ધ્યાન કારણ છે. પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન લેવાં. એક અંતર્મુહૂર્ત સુધી યાવત્ ચિત્તનું કોઈપણ એક વિષયમાં સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે - “કોઈપણ એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તની સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોને આશ્રયી છે. કેવલી ભગવંતોને તો યોગનો નિરોધ કરવો તે જ ધ્યાન કહેવાય છે.’’ આત્માના શુભ અધ્યવસાયો થવામાં નિમિત્તભૂત એવા દેવ-ગુરુ (અને ધર્મના) સ્વરૂપમાં અદ્ભુતતા આદિ (અલૌકિકતા, પૂર્વાપર-અવિરુદ્ધતા, અતિશય સંગીનતા, ઉપકારકારિતા, રાગ-દ્વેષાદિ દોષરહિતતા ઈત્યાદિ) શ્રેષ્ઠ શ્રેષ્ઠ ભાવોથી યુક્ત એવા દેવગુરુના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા-સ્થિરતા કરવી તેને અહીં ધર્મધ્યાન કહેવાય છે અને તે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું છે ત્યાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાની શ્રદ્ધા કરવી, તે જ સાચું અને સુંદર છે કે જે ભગવંતોએ કહ્યું છે. આવી અનુપમ નિર્ધારપૂર્વકની જે શ્રદ્ધા છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. ભગવંતની આ આજ્ઞા અનંતા વિષયોને સમજાવનારી હોવાથી અનંતત્વથી પૂર્ણ ભરેલી છે. તથા પૂર્વાપર (આગળ-પાછળ) કથનમાં ક્યાંય પણ વિરોધ ન આવે તેવી અવિરુદ્ધ ભાવોને પ્રતિપાદન કરનારી ભગવાનની વાણી છે. આવા પ્રકારના સ્વરૂપવાળા તીર્થંકરપ્રભુના વચનોમાં ચિત્તને ચમત્કાર ઉપજે તેવી સ્થિરતાપૂર્વક વિચારવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેમના વડે કહેવાયેલાં એવાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯0 શમાષ્ટક - ૬ જ્ઞાનસાર જૈનશાસ્ત્રો વાંચતાં, ભણતાં અને ભણાવતાં તેમાં કહેલા વિષયોનું વર્ણન જાણવાથી અને પૂર્વાપર અવિરુદ્ધ ભાવો અત્યન્ત સંગત લાગવાથી યુક્તિયુક્ત દેખાવાથી આવી વાણી બીજે ક્યાંય સંભવિત ન હોવાથી તથા આત્માના અતિશય કલ્યાણને કરનારી હોવાથી આવા સ્વરૂપવાળી વાણીમાં ચિત્તને આશ્ચર્ય ઉપજે-એવી ચિત્તની જે વિશ્રાન્તિ અર્થાત્ સ્થિરતા તેને આજ્ઞા વિચયધર્મધ્યાન કહેવાય છે. આ જ પ્રમાણે અપાયાદિમાં પણ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક તેવા પ્રકારના અનુભવની સાથે ચિત્તની વિશ્રાન્તિ તે અપાયરિચય વગેરે ધર્મધ્યાન કહેવાય છે. સંસારના તમામ પ્રસંગો અંતે દુઃખરૂપ જ છે આવા વિચારોમાં તથા કર્મોના ફળો ઘણાં માઠાં છે. આવા વિચારોમાં અને ચૌદરાજ લોકમય લોકાકાશ અને તેમાં રહેલા પદાર્થોના વિચારોમાં ચિત્તની શ્રદ્ધા અને સમ્યજ્ઞાનપૂર્વક અતિશય જે સ્થિરતા = એકાગ્રતા તે અનુક્રમે અપાયરિચય-વિપાકવિચય અને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આ જ પ્રમાણે શુક્લધ્યાનમાં પણ દ્રવ્ય-ગુણ અને પર્યાયોની પૃથકત્વપણે અને એકત્વપણે ચિંતવના કરવામાં ચિત્તની અત્યન્ત જે સ્થિરતા તે શુક્લધ્યાન કહેવાય છે. તે શુક્લધ્યાનના પ્રથમના બે પાયા જાણવા. આ પ્રમાણે તત્ત્વચિંતનમાં મનની અત્યન્ત જે સ્થિરતા છે તે ધ્યાન કહેવાય છે. આવા પ્રકારની ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી અર્થાત્ મેઘ વરસવાથી આ જીવમાં દયારૂપી નદીનું શમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામે છે. તેનાથી વિકારોરૂપી વૃક્ષોનું ઉન્મેલન થાય છે. જેમ વૃષ્ટિ થવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કિનારાના વૃક્ષોનું મૂલથી ઉમૂલન થાય છે તેમ આ જીવમાં ધ્યાનથી દયા (કોમલતાનો પરિણામો આવવા દ્વારા શમભાવ વધે છે. તેનાથી વિકારોનો નાશ થાય છે. પોતાના અને પરના ભાવપ્રાણોની હિંસા ન કરવી તે ભાવદયા કહેવાય છે. તથા પોતાના અને પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરવાનો નિશ્ચયપૂર્વક જે વિષય (જે પરિણામ) તે દ્રવ્યદયા કહેવાય છે. ત્યાં દ્રવ્યદયા તે ભાવદયાની વૃદ્ધિનો અને ભાવદયાની રક્ષાનો હેતુ હોવાથી દ્રવ્યદયાને પણ “દયા” તરીકે આરોપિત કરાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદના અધિકારમાં ગાથા ૧૭૬૩-૬૪ માં કહ્યું છે કે ભાવહિંસા કે ભાવાહિંસા (ભાવદયા) એ પરિણામાત્મક છે અને દ્રવ્યહિંસા કે દ્રવ્યાહિંસા (દ્રવ્યદયા) એ ઘાત-અઘાત ક્રિયારૂપ છે. વ્યવહારનયથી જે સ્વ-પર-પ્રાણોનો ઘાત કરે તે હિંસક અને ઘાત ન કરે તે અહિંસક (દયાવાન) કહેવાય છે. પરંતુ નિશ્ચયનયથી પરિણામથી હિંસા કરતો જીવ સ્વપરપ્રાણોનો ઘાત ન કરે તો પણ તે હિંસક કહેવાય છે. જેમ શિકારી બાણ મારે અને કદાચ હરણ ખસી જાય અને ન મરે તો પણ હિંસક કહેવાય છે. તેવી જ રીતે પરિણામથી હિંસા Page #224 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૧ ન કરતો (દયા કરતો) જીવ સ્વ-પર પ્રાણોને પીડા કરે તો પણ તે અહિંસક કહેવાય છે. જેમ વૈદ્ય રોગીના રોગનો નાશ કરવા પીડા કરે, બેહોશ કરે તો પણ તે અહિંસક કહેવાય છે. વિશેષાવશ્યકભાષ્યની ગાથા આ પ્રમાણે છે - "न य घायउत्ति हिंसो, नाघायंतो निच्छियमहिंसो । न विरलजीवमहिंसो, न य जीवघणं तो हिंसो ॥१७६३॥ अहणतो वि हु हिंसो, दुट्ठत्तणओ मओ अहिमरोव्व । बाहिंतो न वि हिंसो, सुद्धत्तणओ जहा विज्जो ॥१७६४॥ આ બન્ને ગાથામાં આ જ ભાવ લખ્યો છે કે આ ચૌદ રાજલોક જીવોથી ભરેલો છે. તેમાં હાલતા-ચાલતો જીવ બીજા જીવોને હણે જ છે અને આવી હિંસા કરતો જીવ “સાધુ” કેમ કહેવાય? અર્થાત્ સાધુ પણ હિંસાથી મુક્ત કેવી રીતે રહી શકે? લોક જીવોથી ભરેલો છે. તેથી તેમાં હિંસા થઈ જ જાય છે. તેનો ઉત્તર આ બન્ને ગાથામાં છે કે - ઘાતક” હોય એટલા માત્રથી જીવ હિંસક ગણાતો નથી અને “અઘાતક” હોય એટલા માત્રથી તે જીવ અહિંસક ગણાતો નથી તથા જીવો વિરલ હોય. જે ભૂમિ ઉપર જીવો ઓછા હોય તેથી અહિંસક કહેવાય અને જીવોનો ઘન હોય તેથી હિંસક કહેવાય એમ પણ નથી. પરંતુ ઘાતકી-શિકારી-મચ્છીમાર વગેરે લોકો જેમ દુષ્ટ પરિણામવાળા છે. તેની જેમ જે જીવો દુષ્ટ પરિણામવાળા છે તે દુષ્ટ પરિણામવાળા હોવાથી જીવઘાત ન કરતા હોય તો પણ હિંસક છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિવાળા મુનિ જીવોને કદાચ પીડા કરે તો પણ શુદ્ધ પરિણામવાળા હોવાથી વૈદ્યની જેમ તે અહિંસક ગણાય છે.” अतो द्रव्यदया तु कारणरूपा, भावदया तु दयाधर्मः । एवंविधाया दयानद्याः शमपूरे सकलकषायपरिणतिशान्तिः शमः, रागद्वेषाभावः वचनधर्मरूपः शमः, तस्य पूरः तस्मिन् प्रसर्पति वृद्धिमेति सति विकाराः कामक्रोधादयः अशुद्धात्मपरिणामाः त एव तीरवृक्षाः, तेषां मूलादुन्मूलनं भवेत्-उच्छेदनं भवेत् = अभावः । इत्यनेन ध्यानेन योगतः दयानदीपूरः प्रवर्धयति, वर्धमानपूरश्च विकारवृक्षाणामुच्छेदनं करोत्येव । अयं हि आत्मा विषयकषायविकारविप्लुतः स्वगुणावारककर्मोदयतः परिभ्रमति। स एव स्वरूपोपादानतः तत्त्वैकत्वतया प्रवर्धमानशमपूरः विकारान् मूलादुन्मूलयति ॥४॥ આ પ્રમાણે દ્રવ્યદયા એ ભાવદયાનું કારણ છે. વાસ્તવિક તો પોતાના અને પરના પ્રાણોને ન હણવાનો જે આત્મપરિણામ છે તે ભાવદયા એ કાર્યરૂપ છે તે ભાવદયા અર્થાત્ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર ન હણવાનો અર્થાત્ રક્ષાનો-પરોપકારનો જે આત્મપરિણામ તે જ ભાવદયા છે અને તે દયાધર્મ (અહિંસાધર્મ-હિંસાવિરમણ ધર્મ) છે. ધ્યાનરૂપી વૃષ્ટિથી દયારૂપી નદીમાં “શમભાવ” રૂપી પૂરની વૃદ્ધિ થાય છે. ત્યાં શમભાવ એટલે શું? સર્વે પણ કાષાયિક જે પરિણામો છે તેની શાન્તિ થવી. અર્થાત્ કાષાયિક અધ્યવસાય સ્થાનોનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા રાગ-દ્વેષનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા પરમાત્માના વચનોનું પાલન કરવા સ્વરૂપ જે ધર્મ તે સમભાવ જાણવો. તે સમભાવ રૂપી પૂર ચારે તરફ ફેલાતે છતે એટલે કે તેની ઘણી જ ઘણી વૃદ્ધિ થયે છતે કામ-ક્રોધ-વાસના-માયા-અહંકાર આદિ રૂપ અશુદ્ધ એવા જે આત્મપરિણામો રૂપી વિકારો છે. તે વિકારો એ જ જાણે નદીના કાંઠાનાં વૃક્ષો છે. તે વિકારો રૂપી વૃક્ષોનું મૂલથી જ ઉન્મેલન થાય છે. સર્વથા વિકારોનો અભાવ જ થાય છે. નદીના પૂરથી જેમ કાંઠાના વૃક્ષોનો નાશ થાય છે તેમ સમભાવથી વિકારોનો નાશ થાય છે. આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા શુભયોગથી દયા રૂપી નદીનું પૂર વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામતું એવું તે પૂર વિકારો રૂપી વૃક્ષોનું ઉમૂલન કરે છે જ. પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધાદિ ચાર કષાયો અને કામવાસના આદિ વિકારો વડે વિકારી બનેલો (અશુદ્ધ બનેલો) આ આત્મા પોતાના ગુણોના આવરણ કરનારા એવા કર્મોના ઉદયથી અનંત એવા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જ્યારે તે જ આત્મા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને સમજે છે અને તેનું જ લક્ષ્ય થઈ જાય છે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપાદાનથી શુદ્ધતત્ત્વની સાથે એકતા થવાથી વૃદ્ધિ પામતું શમતારૂપી પૂર છે જેમાં એવો તે જ આત્મા વિકારોને મૂલથી ઉખેડી નાખે છે. વિકારોનો મૂલથી જ નાશ કરે છે. જો ज्ञानध्यानतपःशील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ॥५॥ ગાથાર્થ - જ્ઞાન, ધ્યાન, તપ, શીયળ અને સમ્યકત્વ ગુણોથી યુક્ત એવા પણ મુનિ તે અવસ્થાને પામી શકતા નથી કે જે અવસ્થાને સમતાગુણથી યુક્ત એવા મુનિ પામી શકે છે. પા ટીકા - “જ્ઞાનધ્યાતિ"-જ્ઞાનં તત્ત્વવિવો:, ધ્યાને રિપસ્થિરતરૂપમ્, तपः इच्छानिरोधः, शीलं ब्रह्मचर्यम्, सम्यक्त्वं तत्त्वश्रद्धानम्, पदानामुत्क्रमता द्वन्द्वसमासात् । इत्यादिगुणोपेतः साधुः साधयति रत्नत्रयकरणेन मोक्षं स साधुस्तं Page #226 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક-૬ ૧૯૩ निरावरणगुणं केवलज्ञानादिगुणं नाप्नोति न प्राप्नोति, यं गुणं शमान्वितःसमताचारित्रमयः आप्नोति प्राप्नोति लभते इत्यर्थः = વિવેચન યથાર્થ તત્ત્વનો જે અવબોધ તે જ્ઞાન, આત્માના પરિણામની કોઈ એક વિષયમાં જે સ્થિરતા તે ધ્યાન, પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાનો નિરોધ તે તપ, બ્રહ્મચર્યપાલન તે શીલ અને વીતરાગ પરમાત્મા દ્વારા કથિત તત્ત્વો ઉપરની જે શ્રદ્ધા તે સમ્યક્ત્વ. આ પાંચે ગુણોની પ્રાપ્તિમાં પ્રથમ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત થાય, ત્યારબાદ જ્ઞાનગુણ (સમ્યજ્ઞાન) પ્રાપ્ત થાય, ત્યારબાદ સમ્યક્તપ અને શીયળ ગુણ પ્રાપ્ત થાય અને અંતે ધર્મધ્યાન-શુક્લધ્યાન પ્રાપ્ત થાય. આમ ગુણોની પ્રાપ્તિનો આવો ક્રમ છે છતાં મૂલશ્લોકમાં પ્રથમ જ્ઞાનાદિ ચાર લખીને સમ્યક્ત્વને અંતે જે લખ્યું છે તેમ કરતાં ઉત્ક્રમ ઉલટો ક્રમ મૂલશ્લોકમાં કરેલો જે દેખાય છે તે દ્વન્દ્વસમાસથી થયો છે આમ જાણવું. કારણ કે દ્વન્દ્વસમાસમાં અલ્પસ્વરવાળા શબ્દો પહેલા આવે અને બહુસ્વરવાળા શબ્દો પાછળ આવે. માટે આવો ઉત્ક્રમ જે કર્યો છે તે દ્વન્દ્વસમાસના કારણે સમજવો. = ઉપરોક્ત ગુણો આત્માના સ્વરૂપના સાધકગુણો છે. શ્રેષ્ઠ ગુણો છે છતાં તેનાથી “શમભાવ” નામનો ગુણ ઘણો જ વિશિષ્ટ ચડીયાતો ગુણ છે તે સમજાવવા કહે છે કે (ક્ષાયોપશમિક ભાવના) જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા તે મુનિ રત્નત્રયીની સાધના દ્વારા જ્યારે મોક્ષપદને સાધતા હોય છે ત્યારે નિરાવરણ (આવરણ વિનાના-ક્ષાયિક ભાવવાળા) તે કેવલજ્ઞાનાદિ ગુણોને પામી શકતા નથી કે જે કેવલજ્ઞાનાદિ ગુણને સમતાભાવથી યુક્ત એવા મુનિ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનાદિ ગુણો પણ જીવના શુદ્ધ તત્ત્વના પ્રાપક છે અને શમભાવ પણ જીવના શુદ્ધતત્ત્વનો પ્રાપક છે. છતાં શમભાવ તે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવની પ્રાપ્તિનું અસાધારણ-અનંતરકારણ છે અને ક્ષાયોપમિકભાવના જ્ઞાનાદિ ચારે ગુણો-સાધારણ કારણ-પરંપરાકારણ છે. માટે શમભાવ નામનો ગુણ વિશિષ્ટ ગુણ છે. अत्र ज्ञानादयो गुणा निरावरणामलकेवलज्ञानस्य परम्पराकारणं, शम:कषायाभावः यथाख्यातसंयमः केवलज्ञानस्यासन्नकारणम्, अश्वकरण-समीकरण किट्टीकरणवीर्येण सूक्ष्मलोभं खण्डशः खण्डशः कृत्वा क्षयं नीते सति निर्विकल्पसमाधौ अभेदरत्नत्रयीपरिणतः क्षीणमोहावस्थायां यथाख्यातचारित्री परमशमान्वितः ज्ञानावरणदर्शनावरणान्तरायक्षयं नयति, लभते च सकलामलं केवलज्ञानं केवलदर्शनं परमदानादिलब्धी: अत एव क्षायोपशमिकज्ञानी यं न प्राप्नोति, तं परमशमान्वितः प्राप्नोति । अत एव धीराः दर्शनज्ञाननिपुणाः अभ्यस्यन्ति Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર पूर्वाभ्यासम्, आश्रयन्ते गुरुकुलवासम्, रमन्ते निर्जने वने, तेन आत्मविशुध्यर्थी शमपूरणे उद्यतते ॥५॥ અહીં ચાર થી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત કરેલા ક્ષાયોપમિક ભાવના જ્ઞાન-ધ્યાનતપ-શીયળ-સમ્યક્ત્વ આદિ ગુણો આવરણ વિનાના અને અત્યન્ત નિર્મળ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું પરંપરાએ કારણ બને છે. કારણ કે તે સર્વે ગુણો ક્ષાયોપશમિક ભાવના હોવાથી ચારથી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ “શમભાવ” એટલે કે સર્વથા કષાયોના અભાવવાળું જે યથાખ્યાતચારિત્ર છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિનું આસન્નકારણ છે. કારણ કે તે શમભાવ મોહનીયકર્મના સર્વથા ક્ષયથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું તે નિકટતમકારણ-અનંતરકારણ છે. તે આ પ્રમાણે - ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના છેડે મોહનીયકર્મની સત્યાવીસે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી બાકી રહેલા સંજ્વલન લોભનો સર્વથા ક્ષય કરવા માટે અશ્વકરણકરણાદ્ધા દ્વારા પૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો બનાવીને સંજ્વલનલોભને દસમા ગુણસ્થાનકના કાલની સાથે સમાન કરવા માટે સર્વ અપવર્તનાકરણ વડે અપવર્તાવીને કિટ્ટીકરણાદ્વાના વીર્ય વડે લોભને સૂક્ષ્મ સૂક્ષ્મ કિટ્ટીરૂપે કરીને તે સૂક્ષ્મલોભને પણ ખંડ ખંડ વાર કરીને ક્ષય પમાડ્યે છતે સર્વથા મોહના વિકલ્પ વિનાની નિર્વિકલ્પક સમાધિ બારમા ગુણઠાણે પ્રાપ્ત થયે છતે અભેદરત્નત્રયી રૂપે પરિણામ પામેલો આ આત્મા ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે અવસ્થામાં રહ્યો છતો યથાખ્યાત ચારિત્રવાળો થઈને “પરમ શમભાવથી યુક્ત” એવો તે આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો ક્ષય કરે છે અને સંપૂર્ણપણે અત્યન્ત નિર્મળ એવું કેવલજ્ઞાન, કેવલદર્શન અને પરમદાન, પરમલાભ, પરમભોગ આદિ લબ્ધિઓ આ જીવ પ્રાપ્ત કરે છે. આ કારણથી જ ક્ષાયોપશમિક જ્ઞાન આદિથી યુક્ત ૪ થી ૧૦ ગુણસ્થાનકવાળા જીવો જે તુરત સીધેસીધા કેવલજ્ઞાનાદિ ગુણો નથી પામી શકતા, તે કેવલજ્ઞાનાદિ ગુણો પરમ શમભાવવાળા ક્ષીણમોહી (૧૨મા ગુણઠાણાવાળા) જીવો પામી શકે છે. ૪ થી ૧૦ ગુણસ્થાનક કેવલજ્ઞાનનાં પરંપરાએ કારણ છે અને પરમ-શમભાવવાળું ક્ષીણમોહ ગુણસ્થાનક કેવલજ્ઞાનનું અનંતરકારણ છે. આ કારણથી જ ધીરપુરુષો પોતાનામાં પરમ-શમભાવદશા આવે એટલા માટે જ પરમાત્માના દર્શન-જ્ઞાનમાં (જૈનદર્શનના જ્ઞાનમાં) નિપુણ થયા છતા પૂર્વકાલમાં કરેલા અભ્યાસનું નિરંતર સ્મરણ-મનન કરે છે. ગુરુકુલવાસમાં જ વસવાટ કરે છે (સ્વચ્છંદી થતા નથી). નિર્જન અરણ્યમાં જ બહુધા વસે છે. કષાયોના પ્રસંગોથી દૂર રહે છે. અવસરે અવસરે કષાયોને જીતે છે. આ પ્રમાણે આત્માની વિશુદ્ધિના અર્થી જીવો શમભાવની પુષ્ટિ માટે સતત પ્રયત્ન કરે છે. પા Page #228 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ स्वयम्भूरमणस्पर्धि-वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥६॥ ૧૯૫ ગાથાર્થ :- સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો એવો સમતાનો રસ છે જેમાં એવા મુનિમહારાજા જેની સાથે ઉપમાવી શકાય (સરખાવી શકાય). એવી કોઈપણ વસ્તુ ચરાચર એવા આ જગતમાં નથી. ॥૬॥ - ટીકા :- ‘“સ્વયમ્મૂ’” કૃતિ-સ્વયમ્પૂરમળ: અદ્ધરત્નુંપ્રમાળ: પ્રાન્તસમુદ્ર:, તસ્ય સ્પર્શી સ્પાારી, ધિમ્મુ:-વર્ધમાન:, સમતારસ:-ક્ષમતા રાયદ્વેષામાવ:, તસ્યા: रसः समतारसः, एवंविधो मुनिः त्रिकालाविषयी अतीतकालरमणीयविषयस्मरणाभावः वर्तमानेन्द्रियगोचरप्राप्तविषयरमणाभावः अनागतकालमनोज्ञविषयेच्छाऽभाववान् मुनिः येन उपमानेन उपमीयते, चराचरे-विश्वे असौ कोऽपि न जगति, यत् तत्सर्वमचेतनपुद्गलस्कन्धजं मूर्तञ्च तत्समतारसेन सहजात्यन्तिकनिरुपमचरितशमभावस्वरूपेण कथमुपमीयते ? दुर्लभो हि समतारसः, विश्वे = शुभाशुभभावे परत्वेन अरक्तद्विष्टता वृत्तिः शुद्धात्मानुभवः । उक्तञ्च વિવેચન :- અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોઈને જણાવેલી જૈનદર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજનો આ લોકાકાશ છે. તેમાં અધોલોકમાં ૭ નારકી છે. ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તરદેવ આદિ છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. આ લોકાકાશ મધ્યમાં ૧ રાજ (અસંખ્યાતા યોજન) લાંબો-પહોળો, થાળી જેવો ગોળ છે. તેમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન લાંબો-પહોળો, થાળી જેવો ગોળ જંબુદ્રીપ છે. તેનાથી દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળો એટલે બે લાખ યોજન લાંબો-પહોળો લવણસમુદ્ર બંગડી જેવો ગોળ છે કે જે જંબુદ્રીપની ચારે તરફ વીંટળાયેલો છે. ત્યારબાદ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા છે. છેલ્લો ‘સ્વયંભૂરમણ” સમુદ્ર છે જે સાધિક અર્ધરાજ પ્રમાણ (અસંખ્યાતા યોજન લાંબો-પહોળો) આ સમુદ્ર છે અને આ સ્વયંભૂરમણ સમુદ્ર એ અન્તિમ સમુદ્ર છે. જેની પછી અલોકાકાશ શરૂ થાય છે. સૌથી વધારેમાં વધારે પાણી આ સમુદ્રમાં છે. શમભાવને પામેલા મુનિમાં “શમભાવદશા રૂપ પાણી’' પણ આવું જ અમાપ હોય છે. આ બન્નેની સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે. સમુદ્ર કહે છે કે મારામાં જલ ઘણું છે જ્યારે આવા મુનિમાં શમભાવરૂપી જલ લોકોને ઘણું દેખાય છે. એટલું જ નહીં પણ સમુદ્રમાં પાણી જે છે અને જેટલું છે તે જ રહે છે અને તેટલું જ રહે છે. જ્યારે મુનિમહાત્મા તો જેમ જેમ ગુણસ્થાનકોમાં ચઢે છે તેમ તેમ શમભાવ રૂપી જલ ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવ થવાથી વૃદ્ધિ પામે છે. તેથી સ્વયંભૂરમણ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો અમાપ એવો શમભાવનો રસ એટલે કે રાગ અને દ્વેષનો જે અભાવ, તેનો જે રસ, તે સમતારસ વૃદ્ધિ પામે છે જે મુનિમાં, તે આવા પ્રકારના વધતા શમભાવવાળા અને ત્રણે કાલના ભોગના વિષય વિનાના એવા આ મુનિની સાથે ઉપમાવી શકાય તેવો કોઈપણ પદાર્થ આ જગતમાં નથી. ભૂતકાળમાં સંસારી જીવનમાં અનુભવેલા મનગમતા રમણીય જે વિષયો, તેના સ્મરણનો અભાવ હોવાથી આ મુનિ ભૂતકાલીન વિષયના અભાવવાળા છે. તથા વર્તમાનકાલમાં જે મુનિની પાંચે ઈન્દ્રિયો સાજી-તાજી છે તે ઈન્દ્રિયોને ગોચર થતા એવા સ્ત્રી-પુરુષોનાં રૂપો, પ્રશંસા-નિંદાના શબ્દો, ષસભોજન, શારીરિક અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે વિષયસુખોમાં અલ્પમાત્રાએ પણ રમણતાનો (આનંદ માનવાનો) જે અભાવ તે વર્તમાનકાલીન વિષયના અભાવવાળા છે. તથા ભાવિકાલમાં મને મનગમતા પાંચ ઈન્દ્રિયોના વિષયો મળે એવી ભોગસુખની ઈચ્છાના અભાવવાળા મુનિ હોય છે. તેથી અનાગતકાલીન વિષયના અભાવવાળા પણ આ મુનિ છે. એમ ત્રણે કાલના ભોગસુખના વિષય વિનાના એવા આ મુનિ કોની સાથે ઉપમાથી સરખાવી શકાય ? ચર = ચાલતા પદાર્થો એટલે કે જીવો અને મરર = એટલે કે ન ચાલતા-સ્થિર પદાર્થો એટલે કે અજીવો. એમ ચરાચર એવા એટલે કે જીવ-પુદ્ગલોથી ભરેલા એવા આ વિશ્વમાં આ મહાત્મા મુનિ ઉપમાથી જે પદાર્થની સાથે સરખાવી શકાય એવો કોઈપણ પદાર્થ નથી. ચત્ = કારણ કે આ વિશ્વમાં જે કોઈ દેખાય છે તે સર્વે પણ અચેતન છે, પુદ્ગલના સ્કંધથી જ બનેલું છે અને મૂર્ત (રૂપી) છે, જે અચેતન છે, પૌલિક છે અને રૂપી વસ્તુ છે. તે વસ્તુ સ્વાભાવિક, આત્યન્તિક, નિરૂપમ અને અનુભવમાં આવેલા એવા “શમભાવ સ્વરૂપવાળા” સમતારસની સાથે કેવી રીતે સરખાવી શકાય ? કારણ કે શમભાવસ્વરૂપ જે સમતારસ છે. તે ચેતનનો ગુણ છે, અચેતન નથી, આત્મિક સ્વરૂપ છે પદ્ગલિક નથી, અમૂર્ત નથી તથા સ્વાભાવિક છે. પરદ્રવ્યકૃત નથી, આત્મત્તિક છે. ક્યારેય નાશ પામનાર નથી, નિરૂપમ છે કોઈની પણ સાથે ન ઉપમાવી શકાય તેવો છે. માટે આવો સમતારસ પ્રાપ્ત થવો અત્યન્ત દુર્લભ છે. આવા પ્રકારનો શમભાવ આવે છે ત્યારે જ ઘાણીમાં પલાતા મુનિઓને, આગની પાઘડીવાળા મુનિને, કાનમાં ખીલા નંખાયા તેવા મહાવીર પ્રભુને, વાઘણે શરીર ચીરી નાખ્યું તેવા સુકોશલ મુનિને ઈત્યાદિ મહાત્માઓને કર્મોનો નાશ કરવામાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં વાર લાગી નથી. કારણ કે શુભ અને અશુભ ભાવોથી ભરેલા આ વિશ્વમાં જે મહાત્માએ સર્વ વસ્તુઓને પરપણે માની છે તે મહાત્માને કોઈપણ વસ્તુ ઉપર “રવટિયા વૃત્તિ:” રાગ અને દ્વેષ રહિતપણે મનોવૃત્તિ છે. તે જ શુદ્ધ આત્મદશાનો અનુભવ છે. શુદ્ધ Page #230 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૭ આત્મદશાના અનુભવમાં લયલીન-એકાકાર બનેલા મહાત્માને પોતાની સેવા કરનાર કે ઉપસર્ગ કરનાર એમ બન્ને ઉપર સરખો જ ભાવ હોય છે. આવો ભાવ તો જેને આવ્યો હોય તેને જ આ વાત સમજાય તેવી છે. અન્યત્ર શાસ્ત્રોમાં કહ્યું છે કે – वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चलंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ॥ (આવશ્યકનિયુક્તિ ગાથા-૮૬૬) बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणो सीलगुणे रयाणं ॥ (ઉત્તરાધ્યયન-૧૩, ગાથા-૧૭) इति समतास्वादिनां नरेशभोगाः रोगाः, चिन्तामणिसमूहाः कर्करव्यूहाः, वृन्दारकाः दारका इव भासन्ते, अतः संयोगजा रतिर्दुःखम्, समतैव महानन्दः ॥६॥ આવા પ્રકારની સમતા રાખનારા મહાત્માઓ સંસારી લોકો દ્વારા વંદન-નમન-પૂજન કરાય તો ઉત્કર્ષ પામતા નથી અને અવહેલના (અપમાન) કરાય તો મનમાં બળતા નથી (વૈષ કરતા નથી). ચિત્તનું દમન કરવા દ્વારા ધીરપુરુષો ભૂમિ ઉપર વિચરે છે. આવા મુનિઓ રાગ અને દ્વેષનો જાણે નાશ કર્યો છે તેવા શાન્ત મુદ્રાવાળા હોય છે. બાળકોને જ (અજ્ઞાની અને મોહાલ્વ જીવોને જ) મનોહર લાગે તેવા અને અંતે દુઃખ જ આપે તેવા કામવાસનાના ગુણોમાં તે સુખ નથી કે જે સુખ કામવાસનાથી વિરક્ત બનેલા અને તપધર્મવાળા તથા શીલગુણમાં રક્ત થયેલા એવા મુનિઓને હોય છે. - જ્યારે આ આત્માની અધ્યાત્મદષ્ટિ ખીલે છે ત્યારે પદ્ગલિક વાસનાઓ ક્ષણભંગુર હોવાથી, તીવ્રકર્મબંધનું કારણ હોવાથી અને પરાધીન હોવાથી ચિત્તમાંથી નષ્ટ જ થઈ જાય છે. આત્માના ગુણોના અનુભવનો આનંદ પ્રસરે છે, ત્યારે સમતા રસનો આસ્વાદ માણનારા મુનિઓને રાજાના રાજાશાહીના ભોગો પણ રોગો છે એમ દેખાવા લાગે છે, ચિન્તામણિ રત્નોના ઢગલા (ધન-કંચન-મણિ-રત્નોના ઢગલા) પણ કાંકરાના જ ઢગલા છે. આમ દેખાવા લાગે છે. આ કારણથી અન્ય જીવદ્રવ્યના સંયોગથી થનારું અને પુદ્ગલોના સંયોગથી થનારું સુખ અને તેમાં થતી રતિ-પ્રીતિ-આનંદ એ જ મોટું દુઃખ દેખાય છે. પરદ્રવ્યના સંયોગજન્ય સુખ એ જ મોટું દુઃખ, સ્વાભાવિક ગુણોનું સુખ એ જ સાચું સુખ, સમતાભાવની પ્રાપ્તિ એ જ મોટો આનંદ આ મહાત્માઓને લાગે છે. દા. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શમાષ્ટક - ૬ शमसूक्तसुधासिक्तं, येषां नक्तं दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥७॥ જ્ઞાનસાર ગાથાર્થ :- જે મહાત્માઓનું મન રાત-દિવસ શમભાવના સુભાષિતો રૂપી અમૃતથી સિંચાયેલું છે. તે મહાત્માઓ રાગરૂપી સર્પના વિષની ઊર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. IIII ટીકા :- “શમસૂક્ત કૃતિ-વેષાં મહાત્મનાં મન: ચિત્ત શમ: ઋષાયાભાવ: चारित्रपरिणामः तस्य सूक्तानि सुभाषितानि तदेव सुधा - अमृतम्, तेन सिक्तमभिषिञ्चितं मनः नक्तंदिनं - अहोरात्रम्, ते रागोरगविषोर्मिभिः राग:अभिष्वङ्गलक्षणः स एव उरग:- सर्पः तस्य विषस्य ऊर्मयः, ताभिः ते शमतासिकता न दह्यन्ते । जगज्जीवा रागाहिदष्टाः, विषयघूर्मिघूर्मिता: (विषोर्मिघूर्मिताः ) भ्रमन्ति, इष्टसंयोगानिष्टवियोगचिन्तया विकल्पयन्ति बहुविधान् अग्रशोचादिकल्पनाकल्लोलान्, संगृह्णन्ति अनेकान् जगदुच्छिष्टान् पुद्गलस्कन्धान्, याचयन्ति अनेकान् धनोपार्जनोपायान्, प्रविशन्ति कूपेषु, विशन्ति यानपात्रेषु, द्रव्याद्यहितं हितवद् मन्यमानाः जगदुपकारितीर्थङ्करवाक्यश्रवणप्राप्तशमताधनाः स्वरूपानन्दभोगिनः स्वभावभासन-स्वभावरमण-स्वभावानुभवेन सदा असङ्गमग्ना विचरन्ति आत्मगुणानन्दवने, अतः सर्वपरभावैकत्वं विहाय रागद्वेषविभावमपहाय शमभावित्वेन ભવનીયમ્।ા વિવેચન :- શમતાભાવના એટલે કે કષાયોના અભાવવાળાં અર્થાત્ ચારિત્રના પરિણામવાળાં જે જે સુભાષિતો છે, સુવાક્યો છે. આત્માને અસર કરે તેવાં ઉત્તમ પ્રધાન વાક્યો છે તે સુભાષિતો રૂપી અમૃત વડે જે મહાત્મા પુરુષોનું મન રાત-દિવસ સિંચાયેલું છે. સમતાનાં સુવાક્યોથી જે મહાત્માઓનું મન સંસ્કારિત બન્યું છે, શાન્ત બન્યું છે, ઠર્યું છે, ગંભીર બન્યું છે, યશ-અપયશને પચાવનારું બન્યું છે, નિન્દા-પ્રશંસાને ન ગણકારતું બન્યું છે તે જ મહાત્મા પુરુષો રાગ (અને દ્વેષ) રૂપી સર્પના વિષની ઉર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. (બળાતા નથી). રાગ એટલે પરપદાર્થમાં આસક્તિ થવી તે. દ્વેષ એટલે પરપદાર્થ પ્રત્યે અણગમોનાખુશીભાવ થવો તે. આ બન્ને આ જીવને સાચા માર્ગથી ભ્રષ્ટ કરનારા છે. સાચા માર્ગથી મૃત્યુ પમાડનારા છે. માટે સર્પતુલ્ય છે. એવા રાગ-દ્વેષરૂપી સર્પનું જે વિષ છે તેની ઉર્મિઓ વડે શમતાથી સિંચાયેલા મુનિઓ દઝાડાતા નથી. અર્થાત્ બળાતા નથી. શમતાભાવમાં આવેલા મુનિઓને રાગ-દ્વેષના વિષની ઉર્મિની કંઈ પણ અસર થતી નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૯ જગતના સર્વે પણ જીવો રાગ (અને દ્વેષ) રૂપી આદિ = સર્પ વડે ડંખાયા છતા તથા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી મદ વડે મદાધ થયા છતા સંસારમાં ભટકે છે અથવા પાંચ ઈન્દ્રિયોના વિષયો રૂપી સર્પના વિષની ઉર્મિથી બેહોશ બનેલા સંસારમાં ભટકે છે. ઈષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિન્તા વડે અગ્રશોચાદિ બહુ પ્રકારની કલ્પનાના કલ્લોલોને ચિંતવે છે. આખા જગતના તમામ જીવો વડે ભોગવી ભોગવીને મુકાયેલા એટલે જગતની એંઠ તુલ્ય એવા અનેક પ્રકારના પુદ્ગલસ્કંધોનો સંગ્રહ કરે છે ધન ઉપાર્જન કરવા માટેના અનેક ઉપાયોની યાચનાઓ કરે છે. ધનાદિની તથા વિષયોની પ્રાપ્તિ માટે કૂવામાં ઊંડા ઉતરે છે. વહાણવટું (વહાણ દ્વારા સમુદ્ર ઓળંગીને દેશ-પરદેશ જવાનું) પણ કરે છે. અહિત કરનારા (અર્થાત અકલ્યાણકારી) એવા દ્રવ્યાદિને હિત કરનારાં (કલ્યાણ કરનારાં) માને છે. રાગરૂપી સર્પથી ડંખાયેલા જીવો આવાં કાર્યો કરે છે. પરંતુ સમસ્ત વિશ્વનો ઉપકાર કરનારા એવા તીર્થકર ભગવંતોના વાક્યોનું (શાસ્ત્ર વાક્યોનું) નિરંતર શ્રવણ-મનન-ચિંતન કરવાથી પ્રાપ્ત થયો છે સમતાભાવરૂપી ધનવૈભવ જેને એવા તથા આત્મસ્વરૂપ માત્રના જ આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષો કેવલ આત્મસ્વરૂપના જ જ્ઞાન વડે આત્મસ્વરૂપની જ રમણતા વડે અને કેવલ આત્મસ્વરૂપના અનુભવ વડે સર્વકાલે પરદ્રવ્યની આસક્તિ વિનાના થયા છતા અર્થાતુ અનાસક્તિભાવમાં જ મગ્ન બન્યા છતા પોતાનાં કર્મોને ખપાવવા માટે આત્માના ગુણોનો અનુભવ કરવા સ્વરૂપ આનંદના વનમાં વિચરે છે. કોઈપણ પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કરતા નથી. નિર્લેપઅનાસક્ત-સ્વરૂપભોગી થઈને સ્વાવલંબી થયા છતા વિચરે છે. આ કારણથી આત્માર્થી જીવે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે “પરભાવની સાથે જે એકતા છે” તેનો ત્યાગ કરીને તથા રાગ-દ્વેષાત્મક વિભાવદશા છોડી દઈને “શમતાભાવ વડે” ભાવિત થવા પ્રયત્નશીલ બનવું જોઈએ. છા गर्जज्ज्ञानगजोत्तुङ्ग-रङ्गद्ध्यानतुरङ्गमाः । जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसम्पदः ॥८॥ ગાથાર્થ - ગર્જના કરતા જ્ઞાનરૂપી હાથીઓ વડે ઉન્નત, આત્મહિતકારી અને નૃત્ય કરતા ધ્યાનરૂપી નાચતા ઘોડાઓ વાળી મુનિમહારાજશ્રીની “શમતાભાવના સામ્રાજ્યની” સંપત્તિ જય પામે છે, વિજય પામે છે. IIટા ટીકા :- “જર્ન જ્ઞાતિ'-મુનિરીની સામ્રાજ્યસઃ નન્તિ | कथम्भूताः सम्पदः ? गर्जज्ज्ञानगजोत्तुङ्गरङ्गद्ध्यानतुरङ्गमाः-गर्जत्-स्फुरद् ज्ञानं સ્વપ૨વિમાસરૂપ ના ૩જુલા-૩નતા, રક્ત-નૃત્યન્તઃ ધ્યાનરૂપી: તુરમ - अश्वाः इत्यनेन भासनगज-ध्यानाश्वशोभिताः राज्यसम्पदः निर्ग्रन्थस्वरूपभूपस्य Page #233 -------------------------------------------------------------------------- ________________ 200 શમાષ્ટક - 6 જ્ઞાનસાર जयन्ति / अतः शमतास्पदमुनीनां महाराजत्वं सदैव जयति / अतः शमाभ्यासवता भवितव्यमित्युपदेशः // 8 // - વિવેચન :- રાજાની રાજ્યલક્ષ્મી જેમ જયવંતી હોય છે તેમ મુનિમહારાજની શમતાભાવ રૂપી રાજ્યની લક્ષ્મી સદા વિજયવંત હોય છે. રાજાની રાજ્યલક્ષ્મી પરિમિત. અનિત્ય, સ્વદેશપૂરતી અને અનેક ઉપાધિઓ વાળી, બીજાને ઈર્ષ્યા કરાવનારી, બીજાને લુંટવાની ઈચ્છા થાય તેવી હોય છે. પરંતુ મુનિ મહારાજની શમતાભાવની સામ્રાજ્યસંપત્તિ અપરિમિત, નિત્ય, સર્વત્ર પ્રસરતી, નિરુપાધિક, બીજાને અનુકરણ કરવાની ભાવના થાય તેવી તથા કોઈથી ન લુંટી શકાય તેવી હોય છે. તેથી રાજાને રાજા કહેવાય છે જ્યારે મુનિને મહારાજા કહેવાય છે બન્ને સાથે મળે ત્યારે રાજાનું આસન નીચે હોય છે. મુનિરાજનું આસન ઉંચું હોય છે. કારણ કે તેમની સંપત્તિ અક્ષય-અખુટ અને અપરાભવનીય હોય છે. રાજાની રાજ્યલક્ષ્મી (વર્તમાનકાલે ગાડીઓ વડે જેમ શોભે છે તથા) ભૂતકાળમાં (પ્રાચીનકાળમાં) હાથી-ઘોડાથી શોભતી હતી તેમ મુનિરાજની શમતા રાજ્યની સંપત્તિ જ્ઞાન અને ધ્યાન વડે શોભતી હોય છે. તેથી કવિ જ્ઞાનને હાથીની અને ધ્યાનને ઘોડાની ઉપમા આપીને મુનિરાજની શમતાસામ્રાજ્યની લક્ષ્મી સમજાવે છે. રાજા-મહારાજને ત્યાં જેમ ગર્જના કરતા હાથીઓની સંપત્તિ હોય છે તેમ મુનિ મહારાજાને ત્યાં કોઈથી પણ પરાભવ ન પામે તેવું ગર્જના કરતું અર્થાત્ અપરાભવનીય એવું જ્ઞાન હોય છે. તે જ્ઞાનથી તેમની શમતાભાવ રૂપ રાજ્યલક્ષ્મી શોભે છે તથા રાજા-મહારાજાઓના રાજ્યમાં હણહણાટ કરતા અર્થાત્ નાચતા-કુદતા ઘોડાઓની સંપત્તિ હોય છે, તેમ મુનિમહારાજાઓને ત્યાં આજ્ઞાવિચયવિપાકવિચય-અપાયરિચય-સંસ્થાનવિચય તથા પ્રથકૃત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્ક અવિચાર એમ અનેક વિષયોમાં રંગ જમાવતા એવા ઉત્તમ ધ્યાનની સંપત્તિ હોય છે. આ રીતે જ્ઞાનરૂપી હાથી દ્વારા અને ધ્યાનરૂપી ઘોડા દ્વારા મુનિરાજશ્રીની શમતાભાવના રાજ્યની લક્ષ્મી શોભે છે. આ રીતે જ્ઞાન રૂપી ગજ દ્વારા અને ધ્યાનરૂપી અશ્વ દ્વારા સુશોભિત એવી નિર્ઝન્ય સ્વરૂપવાળા (અર્થાત નિષ્પરિગ્રહી) મુનિરાજની રાજ્યસંપત્તિ સદાકાલ જય પામે છે. આ કારણથી શમતાના ભંડાર એવા મુનિઓનું મહારાજાપણું હંમેશાં જયવંતુ વર્તે છે. તે કારણથી આત્માર્થી મુમુક્ષુ જીવે શમતાભાવ જીવનમાં લાવવા સદા તેના અભ્યાસવાળા થવું જોઈએ. l8. ક, રાજ છä શમાષ્ટક સમાપ્ત એક