________________
૧૭
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧
છે અને તે ચારથી બાર ગુણઠાણાવાળા આત્મતત્ત્વની સાધનાના વિકલ્પવાળા જીવોને સવિકલ્પક પૂર્ણતા હોય છે.
ધીરે ધીરે ક્ષયોપશમભાવના ગુણો ક્ષય થતાં અને ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થતાં તેરમા-ચૌદમા ગુણઠાણે તથા સિદ્ધ પરમાત્માઓને ગુણોની સિદ્ધદશા પ્રગટ થવાથી સાધકદશા ન હોવાથી તેમનો આત્મા જ રત્નત્રયીસ્વરૂપ બનવાથી અભેદભાવે રત્નત્રયી સ્વરૂપે પરિણામ પામેલા નિર્વિકલ્પક એવા આત્માઓને પોતાના સ્વભાવભૂત નિર્વિકલ્પક અવસ્થાવાળી પોતાના ગુણોની જ પૂર્ણતા પ્રગટ થાય છે.
૧. મિથ્યાત્વી જીવોને મોહાન્ધ હોવાથી પરોપાધિજન્ય પૂર્ણતા દેખાય છે. ૨. સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ જીવોને ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતા હોય છે. ૩. કેવલી પરમાત્માના જીવોને અભેદરત્નત્રયી રૂપ નિર્વિકલ્પક પૂર્ણતા હોય છે.
ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી નિર્વિકલ્પક અભેદરત્નત્રયી રૂપ પૂર્ણતા એ સાધ્ય છે. તેને સાધવા માટે તે નિર્વિકલ્પક પૂર્ણતાના સાધનરૂપે રહેલી ભેદરત્નત્રયી રૂપ સવિકલ્પક પૂર્ણતાના રસિક બનવું જોઈએ. ક્ષાયોપશમિક ભાવના ગુણોમાં રસિક બનીએ તો કાલાન્તરે ક્ષાયિકભાવની અભેદરત્નત્રયીરૂપ સ્વાભાવિક આત્મગુણોની પરિપૂર્ણ પૂર્ણતા પ્રગટ થાય છે. જે અનંત સુખાત્મક છે, ક્યારેય પણ નાશ પામનારી નથી, પરાધીન નથી. આમ ગુરુજીનો ઉપદેશ છે.
मनीषिणां पण्डितानां शुद्धश्रद्धानभासनपूर्वकतत्त्वरमणानुगवीर्यप्रवृत्तिमतां ‘‘પૂર્ગાનન્વસુધા’” તથા નિધા વૃદ્ધિર્મતિ । પૂર્વાં:-અન્યૂનઃ, ય આનન્દ્ર: પૂર્વાનન્દઃ, पूर्णानन्द एव सुधा पूर्णानन्दसुधा, तया स्निग्धा दृष्टिः पूर्णानन्दसुधास्निग्धा एषा भवतीति सम्बन्धः । स्वरूपस्वाभाविकपूर्णात्मीयात्यन्तिकैकान्तिकनिर्द्वन्द्वानन्दसुधास्निग्धा दृष्टिः तत्त्वज्ञानवतां भवति । तत्त्वज्ञानिनः स्वरूपानन्दपूर्णतामेव पूर्णत्वेन मन्यन्ते इति । न तत्र पौद्गलिकपूर्णता - सङ्कल्पः उपाधित्वेन निर्धारात् ॥५॥
"
શુદ્ધ એવી ક્ષાયિકભાવની (કર્મોના સર્વથા ક્ષયથી થયેલી) શ્રદ્ધા અને શુદ્ધ જ્ઞાનપૂર્વક આત્મતત્ત્વની રમણતામાં જ વીર્યની પ્રવૃત્તિ કરનારા મનીષી (પંડિત-જ્ઞાની) પુરુષોની દૃષ્ટિ, આત્માના અનંતગુણોની રમણતા સ્વરૂપ સ્વાભાવિક પૂર્ણતાના આનંદ રૂપી જે અમૃત, તેના વડે સિંચાયેલી હોય છે. એટલે કે પૂર્ણાનન્દરૂપી અમૃતથી સિંચાયેલી સ્નેહાળ બનેલી દૃષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે.